________________
૧૫૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
બ્લોક :
ततोऽपि बहिरङ्गेषु, पुरेषु किल वर्तते ।
किञ्चित्कारणमाश्रित्य, साऽधुना युक्तकारिणी ।।२७।। શ્લોકાર્થ :
ત્યારપછી પણ ખરેખર કોઈક કારણને આશ્રયીને મુક્ત કરનારી તે હમણાં બહિરંગ નગરોમાં વર્તે છે. III શ્લોક :
जातश्चासीत्तदा पुत्रस्तथाऽन्योऽप्यधुना किल ।
निजभर्तुः समायोगादेतदाकर्णितं मया ।।२८।। શ્લોકાર્ચ -
ત્યારે પુત્ર હતો. અને હમણાં પોતાના ભર્તાના સમાયોગથી અન્ય પણ પુત્ર થયો છે એ મારા વડે સંભળાયું છે. ll૨૮ll શ્લોક -
तदेवं नास्ति सा देवी, यत्पुनर्मम कारणम् ।
नगरागमने भद्र! तदाकर्णय साम्प्रतम् ।।२९।। શ્લોકાર્ચ -
તે કારણથી આ પ્રમાણે તે દેવી નથી=આ નગરમાં નથી. હે ભદ્ર! વળી નગરના આગમનમાં જે મારું કારણ છે તે હવે સાંભળ. I[૨૯ll ભાવાર્થ :
પૂર્વમાં કહેલું કે લોલુપતાએ વિચક્ષણને કહ્યું કે ભાગ્યના ઉદયથી તમને આ રસનારૂપી નારી મળી છે. તે કથન સામાન્યથી રસનાના લોલુપ જીવોને તેમજ દેખાય છે કે મારા ભાગ્યએ મને આ સુંદર સ્ત્રી આપી છે. પરંતુ વિચક્ષણ પુરુષ તે વખતે વિચારે છે કે આ ભાગ્ય તે કર્મ છે. અને કર્મથી મળેલી આ જીભરૂપી
સ્ત્રી છે, પરંતુ લોલુપતા કહે છે એટલા માત્રથી તે જીવ માટે સુંદર છે તેમ સ્વીકારવું ઉચિત નથી. તેથી વિચક્ષણ તે સ્ત્રીનો નિર્ણય કરવા અર્થે પોતાનાં માતા-પિતા આદિની સલાહ લે છે. ત્યાં શુભોદય તેનું શુભ કર્મ છે. અર્થાત્ માર્ગાનુસારી બુદ્ધિ આપે તેવું નિર્મળ કર્મ છે. અને નિજચારુતા એ જીવની કર્મની લઘુતાને કારણે થયેલી નિર્મળ પરિણતિ છે. અને તેમની સલાહ પ્રમાણે વિચક્ષણ વિચારે છે કે મારે મારા મતિજ્ઞાનના ક્ષયોપશમરૂપ બુદ્ધિના બળથી આ વસ્તુનો વિચાર કરવો જોઈએ અને તે વિચાર માટે બુદ્ધિનો પ્રકર્ષ જ્યારે તત્ત્વને જોવા માટે પ્રવૃત્ત થાય છે ત્યારે તે પ્રશ્ન કરે છે અને જીવની તત્ત્વના વિષયક માર્ગાનુસારી વિમર્શ