________________
૧૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
તામસચિત્તનગરનું વર્ણન વિમર્શ વડે કહેવાયું. હે ભદ્ર પ્રકર્ષ ! આના વડે મિથ્યાભિમાન વડે, તે વિષયાભિલાષના મનુષ્યોના મધ્યમાં રસના કહેવાઈ. તે કારણથી હવે તે જ વિષયાભિલાષને જોઈને તેના સ્વરૂપને રસનાના સ્વરૂપને, આપણે બંનેએ=વિમર્શ અને પ્રકર્ષ આપણે બંનેએ, ગુણથી નિશ્ચય કરવો યુક્ત છે. તે કારણથી ત્યાં જ તામસચિત્તનગરમાં આપણે જઈએ. પ્રકર્ષ કહે છે. જે કારણથી મામા જાણે છેઃ વિમર્શ જાણે છે. ત્યારપછી વિમર્શ અને પ્રકર્ષ ત્યાં ગયા. અને તે તામસચિતનગર, કેવા પ્રકારનું છે? તે કહે છે – શ્લોક :
नाशिताशेषसन्मार्गमामूलतस्तेन दुर्गं न लद्ध्यं परेषां सदा ।
सर्वदोद्योतमुक्तं च तद्वर्तते, चौरवृन्दं तु तत्रैव संवर्धते ।।१।। શ્લોકાર્ધ :
મૂલથી જ નાશ કરેલા અશેષ સન્માર્ગવાળું, તેના કારણે શત્રુઓને સદા ઓળંગી ન શકાય એવા કિલ્લાવાળું, સર્વદા પ્રકાશથી રહિત, તે વર્તે છે તામસચિત્તનગર વર્તે છે. વળી ત્યાં જ ચોરોનું વૃંદ સંવર્ધન પામે છે. [૧] શ્લોક :
वल्लभं तत्सदा पापपूर्णात्मनां, निन्दितं तत्सदा शिष्टलोकैः पुरम् ।
कारणं तत्सदाऽनन्तदुःखोदधेर्वारणं तत्सदाऽशेषसौख्योनतेः ।।२।। શ્લોકાર્ચ -
તે કારણથી સદા પાપપૂર્ણ આત્માઓને વલ્લભ છે. તે નગર સદા શિષ્ટ લોકો વડે નિંદિત છે. તે નગર સદા અનંત દુઃખરૂપી સમુદ્રનું કારણ છે. તે નગર સદા અશેષ સુખની ઉન્નતિનું વારણ છે. III શ્લોક - केवलं तदपि ताभ्यां विमर्शप्रकर्षाभ्यामीदृशमवलोकितं, यदुत
दवदग्धमिवारण्य, कृष्णवर्णं समन्ततः ।
रहितं भूरिलोकेन, न मुक्तं च निजश्रिया ।।३।। શ્લોકાર્ધ :કેવલ તે પણ વિમર્શ-પ્રકર્ષ દ્વારા આવું અવલોકન કરાયું. તે ‘વત'થી બતાવે છે. બળેલા