________________
૧૪૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ અરણ્ય જેવું, ચારે બાજુથી કૃષ્ણ વર્ણવાળું, ઘણા લોકોથી રહિત, પોતાની લક્ષ્મીથી નહીં મુકાયેલ, llall શ્લોક :
ततः प्रकर्षस्तं दृष्ट्वा, प्रत्याह निजमातुलम् ।
माम! किं विद्यते कश्चिदत्रापि पुरनायकः? ।।४।। શ્લોકાર્ચ -
ત્યારપછી પ્રકર્ષ તેને જોઈને પોતાના મામા પ્રત્યે કહે છેવિમર્શને કહે છે - હે મામા ! અહીં પણ તામસચિત્તનગરમાં પણ, શું કોઈ નગરનો નાયક વિદ્યમાન છે ? Il૪ll બ્લોક :
विमर्शः प्राह नैवास्ति, योऽत्र भो! मूलनायकः ।
केवलं नायकाकारः, कश्चिदत्रास्ति मानवः ।।५।। શ્લોકાર્ચ -
વિમર્શ કહે છે – હે પ્રકર્ષ ! અહીં તામસચિવનગરમાં, જે મૂલનાયક છે તે નથી જ, કેવલ નાયકના આકારવાળો કોઈ માણસ છે, પી.
शोककृतनगरराजादिवर्णनम् ततो यावदेतावान विमर्शप्रकर्षयोर्जल्पः संपद्यते तावदृष्टस्ताभ्यां तत्रैव नगरे प्रवेष्टकामो दैन्याक्रन्दनविलपनादिभिः कतिचित्प्रधानपुरुषैः परिकरितः शोको नाम पाडीरिकः । ततः संभाषितोऽसौ विमर्शप्रकर्षाभ्यां, पृष्टश्च-भद्र! कोऽत्र नगरे राजा? शोकः प्राह-ननु भुवनप्रसिद्धोऽयं नरेन्द्रः ।
શોક વડે વિમર્શ-પ્રકર્ષને કરાયેલ નગરમાં રાજાદિનું વર્ણન ત્યારપછી-વિમર્શ પ્રકર્ષને આ પ્રકારે કહ્યું ત્યારપછી, જ્યાં સુધી વિમર્શ-પ્રકર્ષનો આટલો જલ્પ પ્રાપ્ત થાય છે ત્યાં સુધી તે જ નગરમાં તામસચિત્તનગરમાં જ, પ્રવેશ કરવાની ઈચ્છાવાળો દેત્ય, આક્રંદન, વિલપનાદિ કેટલાક પ્રધાન પુરુષો વડે ઘેરાયેલો શોક નામનો પાડીરિક–પ્રતિજાગરક, તેઓ વડે વિમર્શ અને પ્રકર્ષ વડે, જોવાયો. ત્યારપછી આ શોક, વિમર્શ-પ્રકર્ષ દ્વારા સંભાષણ કરાયો અને પુછાયો – હે ભદ્ર ! આ નગરમાં કોણ રાજા છે ? શોક કહે છે – ખરેખર ભુવનપ્રસિદ્ધ આ રાજા છે. શ્લોક :
તથાદિमहामोहसमुद्भूतो, रागकेसरिसोदरः । धवोऽविवेकितायाश्च, प्रसिद्धोऽयं नराधिपः ।।१।।