________________
ઉ9
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ રિપદારણની માતા વિમલમાલતી વડે બતાવાયેલી નરસુંદરીની પરિસ્થિતિ
ત્યારપછી શયનમાં બેઠો, ત્યાં પણ શયનમાં બેઠો ત્યાં પણ, પ્રવર્ધમાન એવા બગાસાથી સતત ઉદ્વર્તમાન અંગ વડે માછલાની જેમ ખાદિર અંગારની રાશિમાં બળતો, થોડી વેલામાં જ્યાં બેસું છું. ત્યાં સવિષાદ માતા વિમલમાલતી આવી. તેથી તેને જોઈને મારા વડે આકારનું સંવરણ કરાયું. સ્વયં માતા ભદ્રાસનમાં બેઠી. હું પલંગમાં જ બેઠો. હું માતા વડે કહેવાયો – હે વત્સ ! તારા વડે સુંદર કરાયું નથી. જે કારણથી આ તપસ્વી તરસુંદરી પરુષવચન વડે તે પ્રમાણે તિરસ્કાર કરાઈ. તે આ પ્રમાણે – જે કારણથી અહીંથીeતારી પાસેથી, ગયેલી એવી તેને નરસુંદરીને, જે થયું તે હે વત્સ ! તું સાંભળ. મારા વડે કહેવાયું – કહેવાય, જે તમને રુચે છે. માતા વડે કહેવાયું, અહીંથી નીકળેલી તારી પાસેથી નીકળેલી, નયનના પાણીની ધારાથી ધોવાયેલા ગંડલેખવાળી, દીવમનસ્કવાળી તે તરસુંદરી મારા વડે જોવાઈ. રડતી મારા પગમાં પડી. મારા વડે કહેવાયું – અરે ! નરસુંદરી આ શું છે? તેના વડે કહેવાયું – હે માતા ! દાહજવર મને બાધ કરે છે. તેથી મારા વડે તેeતરસુંદરી, વાતપ્રદેશમાં=જ્યાં શીતલવાયુ હોય તે સ્થાનમાં, લઈ જવાઈ. શયન સજ્જ કરાયું. અને ત્યાં શયનમાં, તે સ્થાપન કરાઈ. હું પાસે બેઠી. ત્યારપછી મહામુદ્રગરથી હણાયેલાની જેમ, તીવ્ર અગ્નિથી બળતાની જેમ, વતના સિંહથી ખવાતાની જેમ, મોટા મગરથી ગ્રસ્થમાનની જેમ, મહાપર્વતથી દબાતાની જેમ, યમરાજારૂપી કાતર વડે કપાતાની જેમ, કરવતથી કપાતાની જેમ, નરકમાં પકાવાતાની જેમ પ્રતિક્ષણ ઉદ્વર્ત-પરાવર્ત કરવા લાગી. મારા વડે કહેવાયું – અરે ! કયા નિમિત્તક વળી તારો આ આવા પ્રકારનો દાહજવર છે ? તેથી દીર્ઘદીર્ઘ નિઃશ્વાસ નાંખીને કંઈક આવા વડેeતરસુંદરી વડે, કહેવાયું નહીં. મારા વડે વિચારાયું. આની તરસુંદરીની, માનસિક પીડા છે, અન્યથા કેવી રીતે મને પણ આ કહે નહીં ? તેથી મારા વડે આગ્રહ કરાયો. મુશ્કેલીથી, નરસુંદરી વડે યથાવૃત્ત જે પ્રમાણે થયેલું તે પ્રમાણે, કહેવાયું. તેથી તેણીના શીતક્રિયાના કરણમાં કઇલિકાને નિયોજન કરીને મારા વડે તે તરસુંદરી કહેવાઈ. શું કહેવાઈ તે “યહુતીથી બતાવે છે. હે વત્સ ! જો આ પ્રમાણે છે તો ધીર થા. વિષાદને મૂક. સાહસને અવલમ્બ કર. હું સ્વયં જ વત્સ રિપદારણના સમીપે જાઉં છું. તારા અનુકૂલ તેને કરું છું. કેવલ પૂર્વમાં જ તારા વડે આકરિપુદારણ, શું જણાયો નથી ? શું જણાયો નથી તે ‘ાથથી બતાવે છે. મારો પુત્ર અત્યંત માનવનેશ્વર છે. પ્રતિકૂલ ભાષણનો વિષય નથી. તેથી હમણાં પણ જાણેલા માહાભ્યવાળી તારા વડે આને રિપુદારણને, ક્યારેય પણ પ્રતિકૂહગલ આચરણીય કરવું જોઈએ નહીં. માવજજીવ પરમાત્માની જેમ આકરિપુદારણ, આરાધનીય છે. તેથી મારું આ વચન સાંભળીને તે બાલા નરસુંદરી વિકાસ પામેલી કમલિનીની જેમ ખીલેલા કુસુમવાળી કુંદલતાની જેમ, પરિપાકથી મનોહર એવી મંજરીની જેમ, મદથી સુંદર એવી હાથિણીની જેમ, જલથી સિંચાયેલી પણ ખીલેલી વલ્લરી-મંજરીની, જેમ, પીધેલા અમૃતરસવાળી નાગપ્રણયિનીની જેમ, ગયેલા ઘનનાર મેઘતા બંધવાળી ચંદ્રલેખિકાની જેમ, સહચરથી મીલિત ચક્રવાકિકાની જેમ, સુખઅમૃતસાગરમાં ફેંકાયેલાની જેમ સર્વથા કંઈ પણ અવાગ્યેય એવા રસાંતરને અનુભવતી શયતથી ઊઠીને મારા ચરણમાં અત્યંત પડી.