________________
૧૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ आघ्रातो मूर्धप्रदेशः, साधु वत्स! साधु! इतिवदता निवेशितश्चासौ निजोत्सङ्गे । शुभोदयं च प्रत्यभिहितं-तात! दृष्टो बालकस्य विनयः? निरूपितो वचनविन्यासः? आकलितः स्नेहसारः? शुभोदयः प्राह-वत्स! किमत्राश्चर्यम् ? त्वया बुद्धेर्जातस्येदृशमेव चेष्टितं युज्यते । किं च वत्स!
એટલામાં વિમર્શ જ્યારે રસનાની શુદ્ધિ કરવા માટે જવા તત્પર થયો એટલામાં, શુભોદયના પગમાં પડીને અને વિજચારુતાને વંદન કરીને અને માતા-પિતાને પ્રણામ કરીને બુદ્ધિરૂપી માતા અને વિચક્ષણરૂપી પિતાને પ્રણામ કરીને, પ્રકર્ષ વડે કહેવાયું. હે તાત != વિચક્ષણ ! જો કે મને આર્યક=પૂજ્ય એવા પિતા અને માતાના વિરહમાં પણ મનની નિવૃત્તિ નથી તોપણ સહચારપણાથી માતુલમાં-વિમર્શરૂપ મારા મામામાં, મારું ગાઢતર અંતઃકરણ પ્રતિબદ્ધ છે. મામાની સાથે વિમર્શરૂપી મામાની સાથે વિરહવાળો હું પ્રકર્ષ, ક્ષણ માત્ર જીવમાં માટે ઉત્સાહવાળો નથી. તેથી તમે વિચક્ષણ, મને અનુજ્ઞા આપો. તેથી જતા એવા આને વિમર્શને, અનુસરું. અને આ સાંભળીને ઉલ્લસિત પુત્રના
સ્નેહતા મોહથી પૂરિત હદયવાળો, આનંદરૂપી ઉદકના બિંદુના સમૂહથી પ્લાવિત નયનપુટવાળા વિચક્ષણ વડે દક્ષિણ હાથની આંગુલીઓ વડે પ્રકર્ષતું મુખકમલ ઉજ્ઞામિત કરાયું. ચુંબન કરાયું. મુખપ્રદેશ સુંધાયો. હે વત્સ ! સુંદર સુંદર એ પ્રમાણે બોલતા એવા વિચક્ષણ વડે આપ્રકર્ષ, પોતાના ઉત્કંગમાં બેસાડાયો. અને શુભોદય પ્રત્યે કહે છેઃવિચક્ષણ કહે છે. તે તાત ! બાલકનો વિજય જોયો ? સ્નેહનો સાર જાગ્યો=પ્રકરૂપ પુત્રના સ્નેહનો સાર જાગ્યો ? શુભોદય કહે છે – હે વત્સ ! આમાંeતારા પુત્રમાં આ પ્રકારનો વિવેક છે એમાં, શું આશ્ચર્ય છે? તારા વડે બુદ્ધિથી વિચક્ષણ વડે બુદ્ધિથી, થયેલા પુત્રનું આવા પ્રકારનું જ ચેષ્ટિત ઘટે છે. વળી હે વત્સ ! શ્લોક :
न युक्तमिदमस्माकं, स्नुषापौत्रकवर्णनम् ।
विशेषतस्तवाभ्यणे, यत एतदुदाहृतम् ।।१।। શ્લોકાર્ય :
તારી આગળ વિશેષથી આ પુત્રવધૂ અને પૌત્રનું વર્ણન અમને યુક્ત નથી. જે કારણથી આ કહેવાયું છે. [૧] શ્લોક :
प्रत्यक्षे गुरवः स्तुत्याः, परोक्षे मित्रबान्धवाः ।
મૃતળા: વર્મપર્યન્ત, નૈવ પુત્રા મૃતા: સ્ત્રિય: iારના શ્લોકાર્ચ -
ગુરુઓ પ્રત્યક્ષમાં સ્તુત્ય છે. મિત્ર અને બાંધવો પરોક્ષમાં સ્તુત્ય છે. કામ કરનારા કર્મના પર્યતમાં સ્તુત્ય છે. પુત્રો સ્તુત્ય નથી અને મરેલી સ્ત્રીઓ સ્તુત્ય નથી. //રા