________________
૧૩૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોક :
लवणतिक्तरसाच्च पराङ्मुखा, मधुरखाद्यपरा जनजिविका ।
स्फुटमिदं तदहो प्रियताकरो, जगति शुद्धगुणो न तु संस्तवः ।।४।। શ્લોકાર્થ :
અને લવણ અને તિક્ત રસથી પરામુખ થયેલ લોકોની જીભ મધુર ખાધમાં તત્પર છે. તે કારણથી અહો આ સપષ્ટ પ્રિયતાને કરનારો શુદ્ધગુણ જગતમાં છે પરંતુ સંતવરૂપ નથી. ll૪ll
બ્લોક :
તથાस्वच्छसन्नीरपूरं सरोमण्डलं, फुल्लसत्पद्मनेत्रैर्दिवा वीक्षते । यनभस्तत्पुनर्लोकयात्रेच्छया, रात्रिनक्षत्रसल्लोचनैरीक्षते ।।५।। नन्दितं गोकुलं मोदिताः पामराः, पुष्पितो नीपवृक्षो निशा निर्मला ।
चक्रवाकस्तथापीह विद्राणको, भाजनं यस्य यत्तेन तल्लभ्यते ।।६।। શ્લોકાર્ચ -
અને વિકસિત પામેલાં કમળરૂપી નેત્રો વડે દિવસે સ્વચ્છ સુંદર પાણીના સમૂહવાળું સરોવર જોવાય છે. વળી, જે આકાશ છે તે પણ લોક યાત્રા કરવાની ઈચ્છાથી રાત્રિમાં નક્ષત્રરૂપ સુંદર આંખો વડે જુએ છે, ગોકુળો આનંદ પામ્યા, પામર લોકો હર્ષ પામ્યા, કદંબવૃક્ષ પુષ્પવાળું થયું, રાત્રિ નિર્મળ થઈ, તોપણ ચક્રવાકપક્ષી અહીં રાત્રિમાં વિદ્રાણક દીન છે. જેનું જે ભાજન છે, તેના વડે તે પ્રાપ્ત કરાય છે. પ-૬ll.
ततश्चैवंविधे शरत्समये पश्यन्तौ मनोरमकाननानि, विलोकयन्तौ कमलखण्डभूषितसरोवराणि, निरीक्षमाणौ प्रमुदितानि ग्रामाकरनगराणि, हृष्टौ शक्रोत्सवदर्शनेन तुष्टौ दीपालिकावलोकनेन, आह्लादितौ कौमुदीनिरीक्षणेन, परीक्षमाणौ जनहृदयानि, प्रयुञ्जानौ स्वप्रयोजनसिद्ध्यर्थमुपायशतानि, विचरितौ बहिरङ्गदेशेषु विमर्शप्रकर्षा । न दृष्टं क्वचिदपि रसनायाः कुलं, तथा च विचरतोस्तयोः समायातो हेमन्तः ।
અને તેથી-વિમર્શ અને પ્રકર્ષ જવા માટે પ્રવૃત્ત થયા ત્યારે શરત્કાલ વર્તતો હતો તેથી, શરદ સમયમાં મનોહર ઉધાનોને જોતા, કમલના ખંડથી ભૂષિત સરોવરોને જોતા, પ્રમોદિત એવા ગ્રામાકર નગરોને જોતા, ઈન્દ્ર ઉત્સવના દર્શનથી હષિત થયેલા, દીપાલિકાના અવલોકનથી તુષ્ટ થયેલા, કૌમુદીના નિરીક્ષણથી આલાદિત થયેલા, જનહદયોની પરીક્ષા કરતા, સ્વપ્રયોજનની સિદ્ધિને માટે સેંકડો ઉપાયોને યોજન કરતા, બહિરંગ અને અંતરંગ દેશોમાં વિમર્શ પ્રકર્ષ વિચર્યા. ક્યાંય પણ રસનાનું કુલ જોવાયું નહીં. અને તે રીતે તે બે વિચરતા છતાં હેમંતઋતુ આવી.