________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
કેમ આશંકવાળા રહ્યાં ? તેથી કહે છે સપત્નીના મત્સરથી આ=રસના, બુદ્ધિના વિઘાત માટે ન થાઓ. વિશેષથી પ્રર્ષના વિઘાત માટે ન થાઓ. તે કારણથી અમે ચિંતાતુર છીએ. ।।૧૧।।
શ્લોક ઃ
-
किं वा कालविलम्बेन ? प्रस्तुतं प्रविधीयताम् ।
ततो यथोचितं ज्ञात्वा युक्तं यत्तत्करिष्यते ।। १२ ।।
શ્લોકાર્થ :
અથવા કાલવિલંબનથી શું ? પ્રસ્તુત કરાવાય=રસનાની મૂળશુદ્ધિ કરાવાય, તેથી યથાઉચિત જાણીને જે યુક્ત છે તે કરાશે. II૧૨
શ્લોક ઃ
मातुलस्नेहबद्धात्मा, प्रकर्षः प्रस्थितो यदि ।
इदं चारुतरं जातं, क्षीरे खण्डस्य योजनम् ।।१३।।
૧૩૩
શ્લોકાર્થ ઃ
મામાના સ્નેહથી બદ્ધ સ્વરૂપવાળો પ્રકર્ષ જો પ્રસ્થિત થયો તો આ ચારુતર થયું. ખીરમાં ખાંડનું યોજન છે. ||૧૩||
શ્લોક ઃ
तदेतौ सहितावेव गच्छतां कार्यसिद्धये ।
યુવામ્યાં ન તુ ર્તવ્યા, ચિન્તતિ પ્રતિમાતિ મે ।।૪।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી આ બંને=પ્રકર્ષ અને વિમર્શ બંને, સહિત જ કાર્ય સિદ્ધિ માટે જાઓ, તમે બંનેએ=વિચક્ષણ અને બુદ્ધિ એવા તમે બંનેએ, ચિંતા કરવી જોઈએ નહીં. એ પ્રમાણે મને=શુભોદયને પ્રતિભાસ થાય છે. ।।૧૪।।
ततो विचक्षणेन बुद्ध्या चाभिहितं - यदाज्ञापयति तातः । ततो निपतितौ गुरूणां चरणेषु विमर्शप्रकर्षो, कृतमुचितकरणीयं प्रवृत्तौ गन्तुम् ।
-
તેથી વિચક્ષણ અને બુદ્ધિ વડે કહેવાયું જે પિતા આજ્ઞા કરે. તેથી ગુરુઓના ચરણોમાં વિમર્શ અને પ્રકર્ષ પડ્યા. ઉચિત કરણીય કરાયું. જવા માટે બંને પ્રવૃત્ત થયા.