________________
૧૨૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ છે તેથી દેહનું પાલન આવશ્યક છે તોપણ રસનાને આધીન નથી તેથી આરોગ્યનો વ્યાઘાત ન થાય, ધર્મનો વ્યાઘાત ન થાય, પરલોકમાં અહિત ન થાય એ પ્રકારે વિવેકપૂર્વક વિચક્ષણ પુરુષો આહાર વાપરે છે. અને ઇન્દ્રિયની લોલુપતા જીવને જડ ક૨વાનું કારણ છે તેથી જે જીવો રસનાને વશ છે તે સર્વ જીવો મૂઢ છે, તેથી વાસ્તવિક તત્ત્વને જોવા અસમર્થ છે. તેથી વિપર્યાસ આપાદક ક્લિષ્ટ કર્મો તેઓને જડ બનાવે છે.
વળી, જડને પોતાની માતા સ્વયોગ્યતા અને પિતા અશુભોદયએ રસનાનાં લાલનની પ્રાપ્તિનું કથન કરે છે ત્યારે તે જીવમાં વર્તતા અશુભકર્મોનો ઉદય અને તે જીવમાં વર્તતી જે ઇન્દ્રિયોને પરવશ થવાની યોગ્યતા તે બંને તેને રસનાને પાલન કરવામાં ઉત્સાહિત કરે છે; કેમ કે જગતના જીવ માત્ર તત્ત્વથી સમાન છે. કર્મથી જ તે તે પ્રકારની જીવોમાં બુદ્ધિ વર્તે છે તેથી વિપર્યાસ આપાદક અશુભકર્મો અને વિપર્યાસને અભિમુખ જીવ વર્તે તેવી જીવની યોગ્યતા જીવને ૨સનાને વશ થવામાં ઉત્સાહિત કરે છે. તે બતાવવા માટે જ કહ્યું કે જડનો અશુભોદય પિતા અને સ્વયોગ્યતા માતા તેને રસનાને પુષ્ટ કરવામાં ઉત્સાહિત કરે છે. તેથી જડ હોવાથી સ્વયં રસનામાં પ્રવર્તતો હતો અને માતા-પિતા દ્વારા પ્રેરણા કરાયેલો વિશેષથી રસનાને પરવશ થાય છે. તેથી રસનામાં ગાઢ આસક્ત એવો જડ સર્વ પ્રકારની વિડંબનાને પામે છે.
વળી, વિચક્ષણે પણ પોતાનાં માતા-પિતાને રસનાની પ્રાપ્તિનું કથન કર્યું ત્યારે વિચક્ષણના પિતા શુભકર્મોનો ઉદય છે જે દર્શનમોહનીયના ક્ષયોપશમથી થયેલાં મતિજ્ઞાન સ્વરૂપ છે, તે પણ તેને ઉચિત પ્રેરણા કરે છે, અને નિજચારુતા=વિચક્ષણની પોતાની સુંદરતારૂપ જે તેની માતા છે, તે પણ તેને ઉચિત પ્રેરણા કરે છે. વળી, વિચક્ષણમાં વર્તતાં બુદ્ધિરૂપ પત્ની અને પ્રકર્ષરૂપ પુત્ર અને વિમર્શ=બુદ્ધિનો ભાઈ, તે સર્વ પણ વિચક્ષણને રસના વિષયક ઉચિત સલાહ આપે છે. શું સલાહ આપે છે ? તે બતાવતાં કહે છે. શુભોદય કહે છે કે તું વિચક્ષણ છે તેથી તને કહેવાની જરૂર રહેતી નથી, તોપણ તને મારા ઉપર આદર છે તેથી હું તને કંઈક હિતોપદેશ કહું છું. તેથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણ પુરુષનાં શુભકર્મ જે દર્શનમોહનીયના ક્ષયોપશમરૂપે અને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમરૂપે વર્તે છે તે તેની સલાહ લેવામાં ઉત્સાહિત કરે છે અને તે શુભકર્મ જ તેને સ્ત્રીની નીચગામિતા આદિ સર્વનું સ્મરણ કરાવે છે. અને રસના ખરેખર ચંચળ, નીચગામી સ્ત્રી છે; કેમ કે જીવને વશ કરીને તેનો વિનાશ કરે તેવી જ છે તેથી વિચક્ષણને સ્વપ્રજ્ઞાથી જે જણાતું હતું તેને પુષ્ટ કરનાર શુભકર્મો કથન કરે છે. તેથી વિચક્ષણ પુરુષ વિશેષ રીતે જાગૃત બને છે. જેના કારણે તેની લોલુપતા પૂર્વમાં જે અલ્પ હતી તે પણ હીન થાય છે.
વળી, શુભોદયરૂપ પિતાએ કહ્યું કે આ સ્ત્રીનો સંગ કરતા પૂર્વે આની મૂલશુદ્ધિની પરીક્ષા કરવી જોઈએ. પિતાનું આ વચન સાંભળીને વિચક્ષણની નિજચારુતારૂપ માતા છે તે પણ તેને પ્રેરણા કરે છે કે રસનાની મૂલશુદ્ધિ કરવી ઉચિત છે, તેથી એ ફલિત થાય કે વિચક્ષણ પુરુષમાં વર્તતાં શુભકર્મો અને વિચક્ષણ પુરુષમાં વર્તતી નિજચારુતારૂપ સુંદર પ્રકૃતિ રસનાને મૂલશુદ્ધિ કરવા પ્રેરણા કરે છે. વળી, બુદ્ધિ નામની એની પત્ની પણ તેને કહે છે કે પિતાની આજ્ઞા ઉલ્લંઘન કરવી જોઈએ નહીં. તેથી વિચક્ષણમાં વર્તતી બુદ્ધિ પણ રસનાની શુદ્ધિ વિષયક જ પ્રેરણા કરે છે. વળી પ્રકર્ષ નામનો પુત્ર પણ કહે છે કે બુદ્ધિરૂપ માતાએ સુંદર કહ્યું. તેથી વિચક્ષણમાં વર્તતી માર્ગાનુસારી બુદ્ધિનો પ્રકર્ષ પણ તેને રસનાની મૂલશુદ્ધિ કરવા માટે પ્રેરણા કરે છે. વળી, વિમર્શ નામનો બંધુ કહે છે કે જે કાંઈ કાર્ય ક૨વું હોય તે પરીક્ષા કરીને જ કરવું જોઈએ. તેથી