________________
૧૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ વિચક્ષણ વડે કહેવાયું – જે પિતા આજ્ઞા કરે છે. ત્યારપછી આના વડે વિચક્ષણ વડે, વિમર્શનું મુખ જોવાયું. વિમર્શ કહે છે – મારા ઉપર અનુગ્રહ છે. વિચક્ષણ વડે કહેવાયું – જો આ પ્રમાણે છે તું આ કાર્ય કરવા તત્પર છે, તો શીધ્ર પિતાનો આદેશ તારા વડે કરાય. વિમર્શ વડે કહેવાયું – આ હું સજ્જ છું. કેવલ વિસ્તીર્ણ વસુંધરા છે–પૃથ્વી મોટી છે, નાના પ્રકારના દેશો છે. રાજયાંતરો ઘણા છે. તેથી જો કોઈક રીતે મને કાલક્ષેપ થાય તો કેટલા કાળથી પાછું ફરવું જોઈએ ? વિચક્ષણ વડે કહેવાયું – હે ભદ્ર ! તને એક વરસનો કાલાવધિ અપાય છે. વિમર્શ કહે છે – મહાપ્રસાદ. ત્યારપછી કરાયેલા પ્રણામવાળો વિમર્શ ચાલ્યો. ભાવાર્થ:
જીવમાં રસના નામની જીભ છે તેને સ્ત્રીની ઉપમા આપી છે અને આ રસનાને લોલતારૂપ દાસીની પુત્રી છે. તે લોલતા રસનાની અંગત પરિચારિકા છે અને તે લોલતા જીવને જીભ ક્યારથી મળી છે તેનો બોધ કરાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે શરીરના અંગરૂપ જીભ છે તે રસના છે અને મોહનીય કર્મના ઉદયથી લોલુતા=લોલુપતા છે. વસ્તુતઃ જીભ સ્વયં બોલતી નથી. જીભમાં જે લોલુપતા છે તે જીવનો પરિણામ છે તોપણ તે જીભ જીવને ક્યારથી મળી છે અને જ્યારથી જીભ મળી છે ત્યારથી તે જીવ સાથે જીવને લોલુપતા વર્તે છે, તેનો યથાર્થ બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે. કર્મપરિણામ રાજાની રાજધાનીમાં અસંવ્યવહાર નામનું નગર છે. ત્યાં અનાદિથી જીવ વર્તતો હતો ત્યારે જીવને જીભની પ્રાપ્તિ ન હતી. પરંતુ ત્યાંથી કોઈક રીતે નીકળીને બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય આદિમાં આવે છે ત્યારે જીવને મુખમાં જીભની પ્રાપ્તિ છે અને તે જીભ સાથે જીવને લોલુપતા પણ વર્તે છે; કેમ કે જ્યાં સુધી વિવેક પ્રગટ્યો નથી ત્યાં સુધી જીવને જે કોઈ સુખ દેખાય છે તે ઇન્દ્રિયથી જ દેખાય છે. તેથી તમે બેઇન્દ્રિય આદિ ભાવોમાં આવ્યા ત્યારે તમારા ભાગ્યએ તમને આ રસનારૂપ ભાર્યા આપી છે જેથી તમે તે ભાર્યાથી સુખે રહો. અને તેથી વિધિએ તમારા ઉપર દયા કરીને મુખરૂપી બિલ બનાવ્યું. તેમાં આ રસના સ્ત્રી નિવર્તન કરી અને લોલતા હું એની અનુચરી છું. આ પ્રકારે લોલતાએ પોતાનો ઇતિહાસ બતાવ્યો.
તેથી જડ જીવોને થાય છે કે અમારા ભાગ્યએ જ આ રસનાને નિષ્પાદિત કરી છે જે અમારા માટે સુખનું કારણ છે; કેમ કે જડ જીવો લોલુપતાના વચનને અનુસરનારા હોય છે અને લોલુપતાથી જીવને એમ જ જણાય છે કે આ જીભ મળી છે તેથી અમે સુખી છીએ. વિચક્ષણ વિચારક છે તેથી જીભની લોલુપતાના બળથી તે વિચારે છે કે કર્મપરિણામ રાજાએ જ આ જીભને ઉત્પન્ન કરી છે. તેથી જીભના લોલુપતાના બળથી જડ જીવોને સુખના સાધનરૂપ જીભ દેખાય છે અને વિચક્ષણને કર્મજન્ય આ જીભ વિડંબના છે તેવો બોધ થાય છે. ત્યારપછી જડ લોલુપતાને પૂછે છે કે તમે ક્યારથી અમારી સાથે છો તેથી કહે છે કે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય. આદિ બધા ભવોમાં, દેવગતિમાં, મનુષ્યગતિમાં આ જીભ તમારી સાથે રહેનારી છે. તેથી તમારી પત્ની છે અને તમારા વગર તે જીવી શકે તેમ નથી. તમે જો તેની અવગણના કરશો તો આ જીભ મરી જશે; કેમ કે જે મહાત્માઓ રસનાને વશ થતા નથી અને સતત શમભાવમાં વર્તે છે અર્થાત્ સમતારૂપ પત્ની સાથે વિલાસ કરે છે તેથી અવગણના પામેલી જીભ મરેલ જેવી થાય છે અને