________________
૧૦૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ વડે વિજ્ઞપનીય છે=અમે તમારી સાથે ચિરપરિચત છીએ એ જ લોલતા અને રસના વડે તમને વિશપનીય છે. જડ કહે છે. હે ભવતી, વિજ્ઞાપત કરો-લોલતા, વિજ્ઞાપન કરો. લોલતા વડે કહેવાયું – મારી આ સ્વામિની પરમયોગિની છે. અતીત અનાગતને જાણે જ છે. હું પણ તેના પ્રસાદથી મારી સ્વામિની એવી રસનાના પ્રસાદથી, આવા પ્રકારની જ છું અતીત અનાગતને જાણનારી છું. ભાવાર્થ
વળી, રિપુદારણને પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો તેથી દુઃખી દુઃખી થઈને બેઠેલો છે. પછી શું થાય છે તે બતાવતાં કહે છે. અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે કે હે ભદ્ર ! રિપુદારણના ભવમાં તે મારો પુણ્યોદય અત્યંત દુર્બલ થયો. કોપવાળો મારો પુણ્યોદય હોવાથી ઉદયમાં આવતો ન હતો. તેથી અકિંચિત્કર જેવો રહ્યો. તેથી એ પ્રાપ્ત થાય કે અતિ માનને વશ રિપુદારણે પોતાના પુણ્યને નષ્ટપ્રાયઃ કર્યો તોપણ મનુષ્યભવમાં છે તેથી કંઈક સુખ આપે તેવું પુણ્ય છે તે પણ જે રાજવૈભવ વગેરે હતું તે સર્વ નાશ પામ્યું તેથી અસાર અવસ્થાવાળું થોડુંક પુણ્ય રહેલું. આથી જ જેમતેમ પોતાના જીવનનો નિર્વાહ કરીને દુઃખી અવસ્થામાં કાળ પસાર કરે છે. વળી રિપુદારણના પિતા રાજવંદની સાથે બગીચામાં જાય છે ત્યાં સુંદર ઉદ્યાનમાં રાજા પ્રવેશ કરે છે અને અશ્વક્રીડા આદિ કરે છે, તે વખતે તે સ્થાનમાં સાધુને ઉચિત એવા શુદ્ધ ભૂમિમાં વિચક્ષણસૂરિ આવેલા, જેને જોઈને રાજા હર્ષિત થાય છે. વળી, તે વિચક્ષણસૂરિનું અદ્ભુત રૂપ, યૌવન વગેરે જોઈને ક્યા કારણથી આ મહાત્માને વૈરાગ્ય થયો છે તે જાણવાની રાજાને જિજ્ઞાસા થાય છે. તેથી રાજા સૂરિ પાસે જાય છે અને ઉચિત સ્થાને બેસે છે તે વખતે અનુસુંદર ચક્રવર્તી કહે છે કે હે ભદ્ર ! અગૃહીતસંકેતા ! માનને વશ એવા મારા વડે આવા ઉત્તમ પુરુષના ચરણને વંદન કરાયું નહીં. તેથી જ્યારે જીવો માનકષાયના પ્રકર્ષવાળા હોય છે ત્યારે કોઈને નમવા તત્પર થતા નથી અને વર્તમાનના ભવમાં પણ તે માનને કારણે જ સર્વ અનર્થો પ્રાપ્ત કરે છે, કેમ કે કષાયની ઉત્કટતા પુણ્યના ક્ષયનું કારણ છે તેથી જો પૂર્વભવકૃત વિશિષ્ટ બલવાન પુણ્ય ન હોય તો વર્તમાન કષાયના બળથી તે ક્ષય પામે છે, આથી જ રિપુદારણને સર્વ અનર્થની પ્રાપ્તિ થઈ. છતાં વિપર્યાસથી યુક્ત ગાઢ માનકષાય હોવાથી પ્રત્યક્ષ દેખાતા અનર્થો પણ કષાયના ફળરૂપે દેખાતા નથી. પરંતુ પોતાનો માનકષાય અને મૃષાવાદ જ ફરી તેને સુખસંપત્તિ આપશે તેવો વિશ્વમ વર્તે છે. વળી તે વિચક્ષણસૂરિ ગંભીર દેશના આપે છે. અને કહે છે કે સંસારનો વિસ્તાર બળતા ઘર જેવો છે. શારીરિક દુઃખોનું નિવાસસ્થાન છે. બુદ્ધિમાનોએ સંસારથી વિસ્તાર પામવામાં પ્રમાદ કરવો જોઈએ નહીં. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોમાં અંતરંગ કષાયોની પરિણતિ વર્તે છે, તેનાથી તેઓનો આત્મા સદા ક્લેશને પામે છે, તેનાથી કર્મ બાંધે છે. જેના ફળ રૂપે નરક-તિર્યંચ આદિની કારમી યાતનાઓ પ્રાપ્ત કરે છે તેથી બળતા ઘર જેવું આ સંસારનું પરિભ્રમણ છે. અને સંસારમાં શરીરનાં અશાતા આદિ દુઃખો અને મનનાં કાષાયિક દુ:ખો સદા વર્તે છે. તેથી દુઃખોનું નિવાસસ્થાન સંસાર છે. તેથી સંસારના કારણભૂત કષાયરૂપી અગ્નિને શાંત કરવામાં બુદ્ધિમાન પુરુષોએ પ્રમાદ કરવો જોઈએ નહીં. વળી, અન્ય ભવોમાં હિત કરવું દુષ્કર છે, મનુષ્યભવમાં કંઈક સંભવિત છે, તેથી કહે છે આ મનુષ્ય અવસ્થા અતિદુર્લભ છે. પરલોકને સાધવામાં પ્રધાન કારણ છે માટે મનુષ્યભવનું મુખ્ય પ્રયોજન આગામી