________________
૧૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ વિચક્ષણની ચેષ્ટા
શ્લોકાર્થ :
લોલતાથી કહેવાયેલા તેને સાંભળીને વળી, વિચક્ષણ ત્યારપછી મધ્યસ્થ માણસવાળો ત્યારે
આ પ્રમાણે વિચારે છે. શું વિચારે છે તે બતાવે છે. ।।૧૪।।
શ્લોક ઃ
अस्ति तावदियं भार्या, मम नास्त्यत्र संशयः । આસ્માળે દૃશ્યતે યેન, વને વવનજોટરે ।।।।
શ્લોકાર્થ :
આ મારી ભાર્યા છે એમાં સંશય નથી. જે કારણથી અમારા સંબંધી વદનકોટરરૂપ વનમાં દેખાય છે. II૧૫।ા
શ્લોક ઃ
केवलं यदियं वक्ति, रसनालालनं प्रति ।
अपरीक्ष्य न कर्तव्यं, तन्मया सुपरिस्फुटम् ।। १६ ।।
શ્લોકાર્થ :
કેવલ આ લોલતા જે રસનાના લાલનને આશ્રયીને કહે છે, તે મારા વડે સુપરિસ્ફુટ=સ્પષ્ટ રીતે પરીક્ષા કર્યા વગર કરવું જોઈએ નહીં. ।।૧૬।।
શ્લોક ઃ
यतः स्त्रीवचनादेव, यो मूढात्मा प्रवर्तते । कार्यतत्त्वमविज्ञाय, तेनाऽनर्थो न दुर्लभः ।। १७ ।
શ્લોકાર્થ ઃ
જે કારણથી સ્ત્રીના વચનથી જ જે મૂઢાત્મા કાર્યતત્ત્વનો વિચાર કર્યા વગર પ્રવર્તે છે તેના વડે અનર્થ દુર્લભ નથી. II૧૭II
શ્લોક ઃ
ततोऽनादरतः किञ्चिल्लोलतायाचने सति ।
दत्त्वा खाद्यादिकं तावत्कुर्महे कालयापनाम् ।।१८ । ।