________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
૧૨૩
सर्वथा सुन्दरमेवेदं यत्सुपरीक्षितं क्रियत इति । विचक्षणेन चिन्तितं - सुन्दरमेतानि मन्त्रयन्ति, न संग्रहणीयैव विदुषा पुरुषेणाविज्ञातकुलशीलाचारा ललना, केवलं कथितमेव मम लोलतया रसनायाः सम्बन्धि मूलोत्थानं, विज्ञातश्चाधुना मया शीलाचारो यदुत खादनपानप्रियेयं रसना । अथवा नहि नहि, को हि सकर्णकः पुरुषो भुजङ्गवनितागतिकुटिलतरचित्तवृत्तेः कुलयोषितोऽपि वचने संप्रत्ययं कुर्यात् ? किं पुनर्दासचेट्यः ? तत्कीदृशो मम लोलतावचने संप्रत्ययः ? शीलाचारोऽपि सहसंवासेन भूयसा च कालेन सम्यग् विज्ञायते, न यथाकथञ्चित्, तत्किमनेन बहुना ? करोमि तावदहं तातादीनामुपदेशं गवेषयाम्यस्या रसनाया मूलशुद्धिं ततो विज्ञाय यथोचितं करिष्यामीति विचिन्त्य विचक्षणेनाभिहितं यदाज्ञापयति तातः, केवलं तातः स्वयमेव निरूपयतु, कः पुनरत्र रसनामूलशुद्धिगवेषणार्थं प्रस्थापनायोग्य કૃતિ ।
રસનાની મૂલશુદ્ધિ માટે વિમર્શ અને પ્રકર્ષનું ગમન
પ્રકર્ષ કહે છે. હે તાત ! માતા વડે સુંદર કહેવાયું=બુદ્ધિરૂપી માતા વડે સુંદર કહેવાયું. વિમર્શ વડે કહેવાયું કોણ અહીં=પત્નીના મૂળશુદ્ધિના ગવેષણના વિષયમાં અસુંદર કહેવા માટે કોણ જાણે
છે ?
—
કોઈ અસુંદર કહેવા માટે જાણતું નથી, સર્વથા સુંદર જ આ છે. જે સુપરીક્ષિત કરાય છે. વિચક્ષણ વડે વિચારાયું – સુંદર આ બધા મંત્રણા કરે છે=માતા-પિતા આદિ સર્વ સુંદર મંત્રણા કરે છે. વિદ્વાન પુરુષ વડે અવિજ્ઞાત કુલશીલ આચારવાળી સ્ત્રી સંગ્રહણીય જ નથી. કેવલ મને લોલતા વડે રસના સંબંધી મૂલોત્થાન કહેલું છે. અને હમણાં મારા વડે શીલાચાર જણાયો છે. શું રસનાનો શીલ આચાર જણાયો છે ? તે ‘યદ્યુત’થી કહે છે. ખાન-પાનમાં પ્રિય આ રસના છે. અથવા નહિ નહિ=આ એનો શીલાચાર નથી નથી, હિ=જે કારણથી, કોણ બુદ્ધિમાન પુરુષ સાપણની ગતિ જેવી કુટિલતર ચિત્તવૃત્તિવાળી કુલસ્ત્રીના પણ વચનમાં વિશ્વાસ કરે ?
કોઈ બુદ્ધિમાન કરે નહીં. વળી, દાસ ચેટી એવી લોલતામાં કઈ રીતે બુદ્ધિમાન વિશ્વાસ કરે ? અર્થાત્ કરે નહીં. તેથી મને લોલતાના વચનમાં વિશ્વાસ કેવા પ્રકારનો છે અર્થાત્ ઉચિત નથી. શીલનો આચાર પણ સહસંવાસથી અને ઘણા કાલથી સમ્યગ્ જણાય છે. યથાકથંચિત્ જણાતો નથી. તે કારણથી આ બહુ વિચારોથી શું ? હું પિતા આદિના ઉપદેશને કરું. આ રસનાની મૂલશુદ્ધિની ગવેષણા કરું. ત્યારપછી જાણીને યથોચિત કરીશ. એ પ્રમાણે વિચારીને વિચક્ષણ વડે કહેવાયું. જે પિતા આજ્ઞા કરે છે. કેવલ પિતા સ્વયં જ કહો. વળી અહીં=પ્રસ્તુત કાર્યમાં, રસનાની મૂલશુદ્ધિના ગવેષણ માટે પ્રસ્થાપનાને યોગ્ય કોણ છે ?