________________
૧૦૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ વચનથી વાસિત થાય, જેથી વીતરાગતાને અનુકૂળ ઉત્તમ ભાવો સદા પ્રવર્તી શકે.
વળી, દઢ પ્રણિધાન કરવું જોઈએ કે મારે સંસારનો ઉચ્છેદ કરવો છે. સંયમને અનુકૂળ બળસંચય કરવો છે. તેથી સંયમના ઉપાયભૂત દશ પ્રકારનો સાધુધર્મ પુનઃ પુનઃ ભાવન કરીને તેનાથી ચિત્ત વાસિત કરવું જોઈએ. વળી, કરાયેલું પ્રણિધાન સદ્ભાધુની સેવા દ્વારા પોષવું જોઈએ. અર્થાત્ ઉત્તમ પુરુષો શક્તિને ગોપવ્યા વગર આત્માના હિતમાં સદા અપ્રમાદથી પ્રવર્તે છે તેઓના અવલંબનથી પોતાનામાં પણ તેવું દૃઢ સંકલ્પબળ પ્રગટે તેવો યત્ન કરવો જોઈએ.
વળી, પ્રવચનના માલિન્યનું રક્ષણ કરવું જોઈએ. કઈ રીતે પ્રવચનના માલિન્યનું રક્ષણ થાય તેથી કહે છે. જે જીવો સ્વભૂમિકાનુસાર જે ધર્માનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાન વિધિપૂર્વક થાય તો વીતરાગતાને અનુકૂળ ઉત્તમ ભાવોની નિષ્પતિ થાય અને તેવી રીતે અનુષ્ઠાન સેવનારા જીવો પ્રવચનના માલિન્યનું રક્ષણ કરે છે; કેમ કે જોનારને પણ બોધ થાય કે અત્યંત વિવેકયુક્ત ભગવાનનું શાસન છે જેથી આ મહાત્મા આ પ્રકારે ઉત્તમ અનુષ્ઠાન સેવે છે અને જેઓ ભગવાનના વચન પ્રમાણે અનુષ્ઠાન કરતા નથી, પોતાની ઇચ્છા પ્રમાણે ભગવાનના વચનને કહે છે જેનાથી પ્રવચનનું માલિન્ય થાય છે. આથી પ્રવચનના માલિત્યના રક્ષણ અર્થે સંસારની પ્રવૃત્તિમાં કે ધર્મના અનુષ્ઠાનમાં જિનવચન અનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. જેથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ થવાથી ભગવાનના શાસનનું માલિન્ય થાય નહીં.
વળી, આત્માનું સ્વરૂપ વારંવાર ભાવન કરવું જોઈએ. અર્થાત્ પોતાનો આત્મા પરમાર્થથી ઇન્દ્રિયોની ઉત્સુકતા વગરનો, કષાયની આકુળતા વગરનો, સ્વસ્થ સ્વભાવવાળો છે. કર્મજન્ય રોગને કારણે જ સંસારનું આ વિકૃત સ્વરૂપ દેખાય છે, માટે શુદ્ધ આત્માનું ભાવન કરીને તેને પ્રગટ કરવા ઉત્સાહિત થવું જોઈએ. પ્રવૃત્તિઓમાં નિમિત્તોનો વિચાર કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી અનર્થોની પ્રાપ્તિ થાય નહીં.
જે મોક્ષને અનુકૂળ યોગ પોતાને પ્રગટ થયો નથી તેને પ્રગટ કરવા અર્થે યત્ન કરવો જોઈએ. પોતાના ચિત્તનો પ્રવાહ કષાયના માર્ગે પ્રવર્તે છે કે વીતરાગના માર્ગે જાય છે તેનું સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ. ભવિષ્યમાં ઉન્માર્ગ તરફ જતા ચિત્તનું પ્રથમ જ ઉચિત વિચારણા દ્વારા રક્ષણ કરવું જોઈએ. આ રીતે પ્રયત્ન કરનારા જીવોના ઉન્માર્ગમાં પ્રવર્તક સોપક્રમ કર્યો હોય તો તત્ત્વના ભાવનથી નાશ પામે છે; કેમ કે સોપક્રમ કર્મોના નાશનો ઉપાય જ તત્ત્વના અવલોકનપૂર્વક તેનું ભાવન જ છે. અને નિરુપક્રમ કર્યો હોય તો રાગાદિ ભાવો વિચ્છેદ ન પામે તોપણ તેના પ્રવાહનો વિચ્છેદ થાય છે; જે તેથી દીર્ઘ સંસારના પરિભ્રમણના અનર્થોની પ્રાપ્તિ થશે નહીં.
અત્યાર સુધી વર્ણન કર્યું તેમાં તમે યત્ન કરો એ પ્રકારે વિચક્ષણસૂરિ પર્ષદાને ઉપદેશ આપે છે. તે ઉપદેશ સાંભળીને કેટલાક યોગ્ય જીવોને સુસાધુની જેમ સંસારના ઉચ્છેદ કરવાનો માર્ગાનુસારી ઊહ થાય એવો ચારિત્રનો પરિણામ પ્રગટ્યો; કેમ કે યોગ્ય ઉપદેશક ઉચિત ઉપદેશ આપે તો યોગ્ય જીવોને સંસારના ઉચ્છેદનું વીર્ય ઉલ્લસિત થાય છે. વળી, કેટલાકને દેશવિરતિનો પરિણામ થયો; કેમ કે ભોગની તૃષ્ણા અત્યંત શમે તેવું ચિત્ત નહીં હોવાથી પોતાની ભૂમિકાનુસાર દેશવિરતિ પાળીને સર્વવિરતિની શક્તિના