________________
૧૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ જે જીવોનાં શુભકર્મોનો ઉદય વર્તી રહ્યો છે જેના કારણે માર્ગાનુસારી બુદ્ધિ છે તેથી સદા આત્મહિતની ચિંતા કરનારા છે તેવા જીવોમાં તત્ત્વને જોવાની વિચક્ષણતા પ્રગટે છે, તેથી નિજચારુતા વિચક્ષણની માતા છે. વળી, મલસંચય રાજાની તત્પક્તિરાણીથી અશુભોદય નામનો પુત્ર થયો, તેથી જે જીવોનાં અશુભકર્મો વિપાકને અભિમુખ છે તેનાથી અશુભકર્મોનો ઉદય પ્રગટે છે. અને અશુભકર્મોના ઉદયવાળા જીવોની
સ્વયોગ્યતા નામની જે પરિણતિ છે તે અત્યંત દારુણ છે; કેમ કે અશુભકર્મોના ઉદયવાળા જીવોને ક્લિષ્ટભાવો જ વર્તતા હોય છે તેનાથી જડ નામનો પુત્ર થયો. અને તે જડ ક્વચિત્ વ્યવહારમાં બુદ્ધિશાળી હોય તોપણ તત્ત્વના વિષયમાં જડ હોય છે તેથી માત્ર ભોગવિલાસ તેને સાર દેખાય છે. આત્મહિતની ક્યારેય ચિંતા થતી નથી. તેથી વિચક્ષણ જીવો સુંદર કર્મોના ઉદયના કારણે કેવા ગુણોવાળા થાય છે અને જડ જીવો અસુંદર કર્મોના ઉદયના કારણે કેવા મૂર્ણ થાય છે. તેનું સ્વરૂપ જ પ્રસ્તુત પ્રસ્તાવમાં બતાવે છે. જેનાથી બોધ થાય છે કે વિચક્ષણ જીવો તેઓ જ છે કે જેઓ સંસારમાં અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા છે. અને જડ જીવો તેઓ જ છે કે માત્ર પાપકર્મોમાં રચ્યાપચ્યા રહે છે.
વળી, નિર્મલચિત્ત નામનું અન્ય નગર છે. તેમાં મલક્ષય નામનો રાજા છે અને તેને સુંદરતા નામની પત્ની છે. અને તેની બુદ્ધિ નામની પુત્રી છે. વળી તે બુદ્ધિ વિચક્ષણને પરણે છે. તેથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણ જીવોમાં મિથ્યાત્વ આદિ ક્લિષ્ટ કર્મોનો ક્ષય થયો હોય છે; કેમ કે તેઓનું નિર્મલ ચિત્ત વર્તે છે. અને તેના કારણે મલક્ષય થવાથી તેઓમાં સુંદરતા પ્રગટે છે અને તે સુંદરતાને કારણે જ વિચક્ષણ જીવોને તત્ત્વને જોવામાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે છે જે મતિજ્ઞાનના વિશેષ પ્રકારના ક્ષયોપશમ સ્વરૂપ છે. અને આ બુદ્ધિ જ ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી, અને પારિણામિકીના ભેદથી ચાર ભેદવાળી છે. તેથી વિચક્ષણ જીવો શુભકર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલા હોય છે અને ક્રમે કરીને તેઓમાં આ ચાર પ્રકારની બુદ્ધિમાંથી યથાયોગ્ય બુદ્ધિ પ્રગટે છે તેનાથી તેઓ વિશેષ વિશેષ પોતાનું હિત કરે છે.
વળી, બુદ્ધિનો વિમર્શ નામનો ભાઈ છે અને બુદ્ધિનો પ્રકર્ષ નામનો પુત્ર છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં દર્શનમોહનીય આદિના કર્મના ક્ષયોપશમથી નિર્મલ બુદ્ધિ પ્રગટી છે તેમાં તત્ત્વને યથાર્થ જોવાને અનુકૂળ વિમર્શશક્તિ પ્રગટે છે અને તત્ત્વને જોવાને અનુકૂળ બુદ્ધિથી ક્રમે કરીને પ્રકર્ષ પ્રગટે છે જે વિમર્શ અને પ્રકર્ષ મતિજ્ઞાનના ક્ષયોપશમના ભેદવિશેષરૂપ જ છે. તેના બળથી તે મહાત્માઓ હિત-અહિત વિષયક સૂક્ષ્મ વિચારણા કરે છે.
વળી, વિચક્ષણ અને જડ એ બે એક બાહ્ય કોઈક સંસારી માતા-પિતાના પુત્રો હોવાથી ભાઈઓ છે, તોપણ અંતરંગ દૃષ્ટિ અપેક્ષાએ શુભોદય અને અશુભોદયથી ઉત્પન્ન થયેલા છે. તેથી તેઓનાં માતા-પિતા જુદાં છે તેમ બતાવેલ છે. વળી, તે બંને વિચક્ષણ અને જડ, પોતાના મુખરૂપી બગીચામાં જાય છે અને જેમાં બે ભાઈઓ બગીચામાં વિલાસ કરે તેમ ખાન-પાન દ્વારા યથેચ્છ વિલાસ કરે છે અને તે રીતે રસનેન્દ્રિયના સુખને ભોગવતા કેટલોક કાળ તે વદનકોટરરૂપ બગીચામાં રહે છે. ત્યાં શુભ્રદાંતરૂપ વૃક્ષો છે. તેથી કુતૂહલથી તે બંને તે મુખરૂપી કોટર વિષયક વસ્તુને જોવા માટે પ્રવૃત્ત થયા. અને તેઓને જેનો છેડો નથી તેવી મહાગુફા જોવાઈ. જેમાં જીભ રહેલી છે. જે રસના કહેવાય છે તેથી તેને સ્ત્રીની ઉપમા આપેલ છે અને