________________
૧૧૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ जडकृतं रसनालोलतापालनं लोकनिन्दा च एतच्चाकर्ण्य सिद्धं नः समीहितं इति भावनया परितुष्टो जडः । ततोऽभिहितमनेन-सुन्दरि! यद्येवं प्रविशतु तव स्वामिनीनगरे, पवित्रयत्वेकं स्वावस्थानेन महाप्रासादं, येन पुनस्तत्र चिरन्तनस्थित्या सुखमास्महे लोलतयाऽभिहितं-मा मैवमाज्ञापयतु देवः न निर्गतेयं स्वामिनी कदाचिदपीतः काननात्, पूर्वमपीयमत्रैव वर्तमाना युवाभ्यां सह ललिता, तदधुनाऽप्यस्मिन्नेव स्थाने तिष्ठन्ती लालयितुं युज्यते स्वामिनी । जडः प्राह-यद् भवती जानीते तदेव क्रियते, सर्वथा त्वमेवाऽत्र प्रमाणं, कथनीयं यद्रोचते तव स्वामिन्यै येन संपादयामः । लोलतयोक्तं-महाप्रसादः, किमत्राऽपरमुच्यताम् ? अनुभवतु भवतोः स्वामिनी लालनेन सुखामृतमविच्छेदेनेति ।
જ કૃત રસના અને લોલતાનું પાલન તથા થયેલ લોકનિંદા આ સાંભળીને=લોલતાના આ કથનને સાંભળીને, અમારું સમીહિત સિદ્ધ થયું=આ રસનેન્દ્રિય અમને પ્રબળ સુખનું કારણ છે માટે અમારું ઈચ્છિત સિદ્ધ થયું એ ભાવનાથી જડ પરિતોષ પામ્યો. ત્યારપછી આના વડે જડ વડે, કહેવાયું. હે સુંદરી ! જો આ પ્રમાણે છે=આ રસના અમારા સુખ માટે જ વિધાતાએ ચિરકાળથી રચી છે એ પ્રમાણે છે, તો તારી સ્વામિનીને નગરમાં પ્રવેશ કરાવ. સ્વઅવસ્થાનથી એક મહાપ્રસાદને પવિત્ર કરો. જેનાથી વળી ત્યાં તે મહાપ્રસાદમાં, ચિરંતન સ્થિતિથી=પૂર્વની તેની સાથેના સંબંધની સ્થિતિથી, અમે સુખે રહીએ. લોલતા વડે કહેવાયું. આ પ્રમાણે દેવ જડ, આજ્ઞા ન કરો. આ સ્વામિની ક્યારેય પણ આ જંગલથી=મુખરૂપી જંગલથી, નીકળી નથી. પૂર્વમાં પણ=પૂર્વના દરેક ભવોમાં પણ, આ રસના, અહીં જ મુખરૂપી જંગલમાં જ, વર્તતી તમારા સાથે લાલનપાલન કરાઈ છે. તે કારણથી હમણાં પણ આ જ સ્થાનમાં મુખરૂપી બગીચામાં જ, સ્વામિની લાલન માટે રહેલી ઘટે છે. જડ કહે છે – જે ભગવતી જાણે છે લોલતા જાણે છે, તે જ કરાય છે. સર્વથા તું જ=કોલતા જ, અહીં-જીભના કૃત્ય વિષયમાં, પ્રમાણ છે. જે કારણથી તારી સ્વામિનીને જે રુચે છે તે કહેવું જોઈએ. જેથી અમે સંપાદન કરીએ. લોલતા વડે કહેવાયું – મોટો પ્રસાદ છે. આમાં બીજું શું કહેવાય ? તમે બંને સ્વામિનીને લાલન વડે સુખના અમૃતના અવિચ્છેદથી અનુભવ કરો. શ્લોક :
एवं च स्थापिते सिद्धान्तेतत आरभ्य यत्नेन, जडो वदनकोटरे । तिष्ठन्ती रसनां नित्यं लालयत्येव मोहतः ।।१।।