________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૧૦૯ વસતા હતા ત્યારપછી, તેઓના મધ્યે વર્તમાન એવા=બેઈન્દ્રિયમાં વર્તતા એવા, તમારા બંને વડે યથા નિર્દેશકારિપણાને કારણે કર્મપરિણામની આજ્ઞા પ્રમાણે કરવાપણાને કારણે, કર્મપરિણામ મહારાજા વડે ભટભક્તિથી આ વદનમોટર નામનું જંગલ તમને અપાયું. અને આગવદનકોટરરૂપ મુખ, સ્વાભાવિક જ અહીં=બેઈન્દ્રિયમાં, સર્વદા મહાબિલવાળું રહેલું જ છે. અને આ સર્વ પણ બેઈન્દ્રિય આદિમાં આવેલા સર્વ પણ, અમારી ઉત્પત્તિની પૂર્વતી વાર્તા છે તે વદનમોટરમાં રસનારૂપ જીભ અને તેની પરિચારિકારૂપ લોલતા એ બેની ઉત્પત્તિની પૂર્વની વાર્તા છે. ત્યારપછી=બેઈન્દ્રિય આદિ ભવોમાં મુખ નિષ્પન્ન થયા પછી, વિધિ વડે વિચારાયું તમારા ભાગ્ય વડે વિચારાયું. શું વિચારાયું? તે કહે છે –
સ્ત્રી રહિત આ બે રાંકડા સુખથી રહેતા નથી=જડ અને વિચક્ષણના જીવ સુખપૂર્વક બેઈન્દ્રિય આદિમાં રહેતા નથી. આથી આ બંનેની=જડ અને વિચક્ષણતા જીવતી ગૃહિણી=સ્ત્રી હું કરું. એ પ્રમાણે વિધિ વડે વિચારાયું. તેથી દયાપરીત=દયાથી યુક્ત ચિત્તવાળા, તે ભગવાન વિધાતા વડે તમારા નિમિતે જ આ મહાબિલમાં તમારા મુખરૂપી મહાબિલમાં, આ મારી સ્વામિની રસના નિર્માણ કરાઈ છે અને હું લોલતા, આવી જ રસવાની અનુચરી છું, જડ વડે વિચારાયું – ખરેખર ! જે મારા વડે વિચારાયું, તે આ સંપન્ન થયું. શું સંપન્ન થયું તે સ્પષ્ટ કરે છે. અમારા માટે જ અમારા સુખ માટે જ, વિધાતાએ આ રસના નિષ્પન્ન કરી છે. અહો મારી પ્રજ્ઞાનો અતિશય.
જડ જીવોને પોતાની જીભડી પોતાના સુખનું કારણ છે તેમ જણાય છે, તેમાં પોતે બુદ્ધિમાન છે તેમ માને છે. પ્રસ્તુત તત્ત્વને જોવામાં જડ હોવાથી જે રસનેન્દ્રિય જીવને વ્યાકુળ કરનાર હોય તે રસનેન્દ્રિય સુખ માટે છે તેવો ભ્રમ જડ જીવોને થાય છે અને તે ભ્રમ જ તેઓને પોતાની બુદ્ધિમત્તા રૂપે જણાય છે. | વિચક્ષણ વડે વિચારાયું. આ વિધિ કોણ છે ? હા જણાયું. તે જ કર્મપરિણામ હશે. અન્ય કોની આવી શક્તિ છે કર્મપરિણામ રાજાની જ જીભની નિર્માણ કરવાની શક્તિ છે. જડ કહે છે, હે ભદ્ર ! ત્યારપછી ત્યારપછી શું છે એ પ્રકારની જિજ્ઞાસાથી જડ લોલતાને પૂછે છે. લોલતા વડે કહેવાયું. ત્યારથી માંડીને મારાથી યુક્ત એવી આ મારી સ્વામિની તમે બેઈન્દ્રિયમાં આવ્યા ત્યારથી માંડીને લોલતા એવી મારાથી યુક્ત મારી સ્વામિની, એવી રસના, તમારી સાથે નાના પ્રકારના ખાદ્ય પદાર્થોને ખાતી, વિવિધ રસોથી યુક્ત પાતકોને પીતી, યથેષ્ટ ચેષ્ટાથી તે વિકલાલ નિવાસ નગરમાં ત્રણે પાડાઓમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, આદિમાં, અને પંચાક્ષ નિવાસમાં મનુષ્યગતિમાં, અને અન્ય તથાવિધ સ્થાનોમાં ઘણા કાળ સુધી વિચરી તમારા બંને સાથે વિચરી. આથી જsઘણા ભવોથી તમારા બંનેની સાથે અમારી સ્વામિનીનો સંબંધ છે આથી જ, આ મારી સ્વામિની એવી જીભડી, ક્ષણભર તમારા વિરહને સહન કરતી નથી અને તમારી અવગણનાથીeતમે એને સુંદર ભોજન આદિ આપવાનું છોડીને તિરસ્કાર કરો એથી, પ્રાપ્ત થયેલી મૂર્છાવાળી મારી સ્વામિની મરે છે. તે કારણથી આ રીતે હું લોલતા, તમારા બેની ચિરપરિચિત છું. અર્થાત્ બેઇન્દ્રિય આદિ દરેક ભવોમાં તમે બંનેએ મારી સાથે ગાઢ પરિચય રાખ્યો છે.