________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેથી આ પ્રમાણે લોકો વડે અત્યંત ક્ષણે ક્ષણે નિંદા કરાતો હું ઘણાં વર્ષો દુઃખસાગરના મધ્યે ગયેલો રહ્યો-ઘણાં વર્ષો સુધી દુઃખી રહ્યો. II૧૫ll ભાવાર્થ
રિપુદારણ ઉત્કટ માનકષાયને વશ અને અતિશય મૃષાવાદી થવાથી કલાચાર્યએ પોતાના સ્થાનથી કાઢી મૂક્યો. તેથી પિતા પાસે આવે છે. મૃષાવાદી હોવાથી પિતાને કાંઈ કહેતો નથી, તેથી પિતાને થયું કે પુત્ર સહજ મળવા આવ્યો છે. તેથી તેની કળા વિષયક પૃચ્છા કરે છે, અને મૃષાવાદના બળથી અને માનકષાયને વશ પિતા આગળ તે તે કળાઓનાં નામો લઈને પોતાની કુશળતાનાં વખાણ કરે છે. જો કે પિતાને ખ્યાલ છે કે આ માની છે તેથી માનને વશ અતિશયોક્તિ કરે તેવી સંભાવના છે, તોપણ પુત્રના સ્નેહથી તેની કળામાં કુશલતા સાંભળીને હર્ષિત થાય છે, તેનું કારણ રિપદારણનું તે પ્રકારનું પુણ્ય વર્તે છે, જેથી માતાપિતાનો સ્નેહ તેના પ્રત્યે પ્રચુર વર્તે છે. વળી પિતાએ તેને વિશેષ કલાના અભ્યાસ માટે જવાનું કહ્યું, ત્યારે કલાચાર્યને ત્યાં જવાને બદલે સંસારમાં રખડુ છોકરાની જેમ દુર્વ્યસનોમાં પ્રવર્તે છે; કેમ કે મોહને વશ જીવોને દુર્બસનો સેવવાં સુખાકારી જણાય છે.
વળી કુમારની સાથે અંતરંગ પરિવાર છે તેમાં મૃષાવાદ કુમારને કહે છે કે રાજસચિત્તનગરમાં રાગકેસરી રાજા છે તેની મૂઢતા નામની મહાદેવી છે. અને તેની માયા નામની પુત્રી છે અને તે મારા વડે મોટી બહેન તરીકે સ્વીકારાઈ છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્વેષમાંથી ક્રોધ અને અભિમાન ઉત્પન્ન થયેલા તેથી દ્રષગજેન્દ્ર અને અવિવેકિતાને કારણે રિપુદારણમાં અભિમાનનો પરિણામ થયો. વળી, રિપુદારણને જેમ માનકષાય વર્તતો હતો, તેમ ક્લિષ્ટ આશયને કારણે જઘન્યતાથી ઉત્પન્ન થયેલ મૃષાવાદની સાથે મૈત્રી થઈ. તેથી રિપુદારણનું ચિત્ત દ્વેષથી આક્રાંત, અભિમાનથી આક્રાંત અને દુષ્ટ આશયથી આક્રાંત હોવાને કારણે અહંકાર અને મૃષાવાદથી વ્યાપ્ત છે. વળી મૂઢતા અતિશય થવાથી માયા નામની મૂઢતાની પુત્રી સાથે સંબંધ થાય છે. તેથી રિપુદારણ માનકષાય, મૂઢતા, માયામૃષાવાદ આદિ ભાવોથી અનુચિત પ્રવૃત્તિઓ કરે છે અને પોતે કળામાં વિશેષ પ્રકારે સમર્થ બની રહ્યો છે તે પ્રકારે લોકોમાં જુઠો વાદ પ્રવર્તાવે છે જેનાથી તેની દેશાંતરમાં પણ કીર્તિ પ્રસરે છે,
વસ્તુતઃ પુણ્યપ્રકૃતિનો સહકાર હોવાથી જગતમાં કળાકુશળ રિપુદારણ છે એવી ખ્યાતિ પ્રસરે છે. પરંતુ કષાયોથી મૂઢ એવા રિપુદારણને પુણ્ય દેખાતું નથી પરંતુ પોતાના મૃષાવાદ અને માયાનું જ આ ફળ છે તેમ દેખાય છે. વળી, તેની ખ્યાતિથી આવર્જિત થયેલી નરસુંદરી તેના વિવાહ માટે આવે છે ત્યારે રિપુદારણનું પુણ્ય અનુચિત પ્રવૃત્તિથી ઘણું ક્ષીણ થયેલું તેથી લગ્નમંડપમાં તે અપકીર્તિને પ્રાપ્ત કરે છે તેથી ફલિત થાય છે કે પૂર્વભવમાં સંચય કરાયેલું પુણ્ય પણ જીવ જ્યારે કષાયને વશ અને અનુચિત પ્રવૃત્તિને વશ થાય ત્યારે સતત ક્ષય પામે છે તેથી તેવા નિમિત્તને પામીને રિપુદારણની અપખ્યાતિ થાય છે. જો રિપદારણ તેવા તીવ્ર માનકષાયવાળો ન હોત અને મૃષાવાદથી અત્યંત ગ્રસ્ત ન હોત તો કલાકૌશલ્યને પ્રાપ્ત કરીને તેની પ્રાપ્ત