________________
૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-| ચતુર્થ પ્રસ્તાવ કરે છે, તેથી સૂક્ષ્મબુદ્ધિપૂર્વક રિપદારણનું ચરિત્ર વિચારીને વિવેકીપુરુષોએ કષાયો કઈ રીતે વર્તમાનના ભવમાં પુણ્યપ્રકૃતિ નાશ કરે છે, પાપપ્રકૃતિ વધારે છે અને જન્માંતરમાં દુરંત ફલનું કારણ બને છે તેનું આલોચન કરીને જે રીતે કષાયોને શાંત કરવાને અનુકૂળ માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે તે રીતે યત્ન કરવો જોઈએ.
શ્લોક :
इतश्चअत्यन्तदुर्बलीभूतः, सकोपो मयि निस्फुरः ।
स तु पुण्योदयो भद्रे! स्थितोऽकिञ्चित्करस्तदा ।।१६।। શ્લોકાર્ચ -
અને આ બાજુ હે ભદ્ર! અગૃહીતસંકેતા, મારામાં અત્યંત દુર્બલ થયેલો સકોપવાળો નિસ્કુરણ થતો તે પુણ્યોદય ત્યારે અકિંચિકર રહ્યો. ૧૬
विचक्षणसूरिणा सह समागमः શ્લોક :
अथाऽन्यदा क्वचिद् राजा, वाहनार्थं सुवाजिनाम् । वेष्टितो राजवृन्देन, निर्गतो नगराद् बहिः ।।१७।।
વિચક્ષણસૂરિ સાથે સમાગમ શ્લોકાર્થ :
હવે અવદા ક્યારેક રાજા સુંદર ઘોડાઓના વહન કરવા માટે રાજવૃંદથી વેષ્ટિત નગર બહાર ગયો નરવાહન રાજા બહાર ગયા. ll૧૭ll શ્લોક :
ततः कुतूहलाकृष्टः, सर्वो नागरको जनः ।
तत्रैव निर्गतोऽहं च, संप्राप्तस्तस्य मध्यगः ।।१८।। શ્લોકાર્ચ -
તેથી કુતૂહલથી ખેંચાયેલા નાગર જન સર્વ ત્યાં જ ગયા. હું પણ રિપદારણ પણ, તેના મધ્યમાં પ્રાપ્ત થયો. II૧૮.
શ્લોક :
अथ वाल्हीककाम्बोजतुरुष्कवरवाजिनः । वाहयित्वा भृशं राजा, राजलोकविलोकितः ।।१९।।