________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ભાવિના અનર્થોનાં કારણો ઉત્પન્ન ન થાય તે અર્થે નિમિતોનો નિર્ણય કરીને ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંપન્ન યોગોમાં યત્ન કરવો જોઈએ.
ગુણવૃદ્ધિને અનુકૂળ જે બાહ્ય આચારો સેવીને એ આચારોને અનુકૂળ ગુણની પ્રાપ્તિ થયા પછી અને તે ગુણ પ્રકૃતિ રૂપ થયા પછી ઉપર ઉપરના ગુણસ્થાનકને અનુકૂળ જે ઉચિત કૃત્યો છે જેમાં પોતે કુશળતાને પ્રાપ્ત કરી નથી તે યોગોમાં કઈ રીતે કુશળતા પ્રાપ્ત થાય તે રીતે શક્તિનું આલોચન કરીને અસંપન્ન યોગોમાં યત્ન કરવો જોઈએ. વિસ્રોતસિકાને જાણવી જોઈએ. પોતાના ચિત્તનો પ્રવાહ કયાં નિમિત્તોથી કષાયોની વૃદ્ધિને અનુકૂળ પ્રવર્તે છે અને કયાં નિમિત્તોથી કષાયોની હાનિને અનુકૂળ પ્રવર્તે છે અને સનુષ્ઠાન કાળમાં પણ ચિત્તનો પ્રવાહ કષાયથી પ્રેરાઈને યથાતથા પ્રવર્તતો હોય તેનું અવલોકન કરીને માર્ગાનુસારી ચિત્તનો પ્રવાહ પેદા થાય તેનો નિર્ણય કરવા અર્થે ચિત્તના પ્રવાહનું સૂક્ષ્મબુદ્ધિથી આલોચન કરવું જોઈએ. આનું ચિત્તના પ્રવાહતું, જ અનાગત જ પ્રતિવિધાન કરવું જોઈએ. જે નિમિત્તોને પામીને રાગાદિવૃદ્ધિને અનુકૂળ ચિત્ત જતું હોય તે નિમિત્તાની અને તે નિમિત્તોથી થતા ચિત્તની અનર્થકારિતાનું સૂક્ષ્મબુદ્ધિથી આલોચન કરીને તેવા ચિત્તપ્રવાહનું વૃદ્ધિ થતા પૂર્વે જ તેના નિવારણના ઉપાયને સેવવો જોઈએ.
આ રીતે-પોતાના ચિત્તનો પ્રવાહ જોઈને રાગાદિ ઉસ્થિત થાય તેના પૂર્વે જ તેના નાશના ઉપાયમાં યત્ન કરવો જોઈએ એમ પૂર્વમાં કહ્યું એ રીતે, પ્રવર્તમાન જીવોના સોપક્રમ કર્મનો વિલય થાય છે=જે કર્મો જીવવા પ્રયત્નથી ફળ આપ્યા વગર નાશ થઈ શકે તેવાં છે તે કર્મોનો નાશ થાય છે. તિરુપક્રમ કર્મના અનુબંધનો વિચ્છેદ થાય છે=જે રાગાદિ આપાદક કર્મો પ્રતિપક્ષના ભાવતથી ક્ષય પામે તેવાં નથી પરંતુ અવશ્ય વિપાકમાં આવીને રાગાદિ ભાવો કરે તેવાં છે તે કર્મોમાં પણ પ્રવાહ ચલાવવાની શક્તિ નાશ પામે છે. તે કારણથી ચિત્તના પ્રવાહનું અવલોકન કરીને સંભવિત રાગાદિનું પ્રતિવિધાન કરવામાં આવે તો તેના અનર્થોનું નિવારણ થાય છે એમ પૂર્વમાં કહ્યું એ કારણથી, આમાં જ=સતત ચિત્તના પ્રવાહનું અવલોકન કરીને ભાવિમાં રાગાદિ ઉત્પન્ન થાય તેનું પ્રતિવિધાન કરવામાં જ, તમે યત્ન કરો. અને આ રીતે ભગવાન વિચક્ષણસૂરિ વડે નિવેદન કરાયે છતે આ પર્ષદા મધ્યે કેટલાક ભવ્ય જીવોને ચારિત્રનો પરિણામ ઉલ્લસિત થયો. અન્ય જીવોને દેશવિરતિનો ક્ષયોપશમ થયો. વળી અન્ય વડે મિથ્યાત્વનું વિદલન કરાયું. બીજાઓના રાગાદિ અલ્પ થયા. કેટલાકને ભદ્રકભાવ પ્રાપ્ત થયો. તેથી તે સર્વે પણ ભગવાનના ચરણમાં પડ્યા. એઓ વડે જે લોકોને ચારિત્ર આદિનો પરિણામ થયો એ લોકો વડે, કહેવાયું, “અમે અનુશાસ્તિને ઈચ્છીએ છીએ. હાથ જે આજ્ઞા કરે તે અમે કરીએ.’