________________
૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ થયેલી કીર્તિ અતિશય થાત અને આ રીતે સ્વજનોની સામે હાસ્યાસ્પદ થવાનો પ્રસંગ આવત નહીં; કેમ કે પૂર્વમાં બંધાયેલું પુણ્ય ઉચિત વર્તનથી પુષ્ટ પુષ્ટતર થાય છે, અનુચિત વર્તનથી ક્ષીણ ક્ષીણતર થાય છે.
વળી પૂર્વમાં બંધાયેલું રિપુદારણનું પુણ્ય ઘણું ક્ષીણ થયેલું હોવા છતાં હજી કંઈક વિદ્યમાન છે તેથી સ્પષ્ટ રીતે મૂર્ણરૂપે પ્રસિદ્ધ થવા છતાં નરસુંદરીના પિતાને રિપુદારણને પુત્રી આપવાનો વિચાર આવ્યો અને નરસુંદરીની માતા વગેરે પણ તેમાં સમ્મત થયાં. તેમાં પણ રિપુદારણનું તે પ્રકારનું પુણ્ય વિદ્યમાન હતું અને રિપુદારણના પિતાનું પણ તે પુણ્ય વિદ્યમાન હતું કે જેથી પુત્રના પ્રસંગથી વિહ્વળ થયેલા હોવા છતાં રાજપુત્રી પરણવા તૈયાર થઈ છે તેથી કંઈક સંતોષને પામે છે. તેથી ફલિત થાય કે રિપુદારણનું પુણ્ય, તેના પિતાનું પુણ્ય તેનાથી પ્રેરાઈને નરસુંદરી વગેરેને પણ તે પ્રકારનો જ પરિણામ થાય છે કે જેથી સ્પષ્ટ રીતે રિપુદારણ કલારહિત હોવા છતાં તેના દેહના સૌષ્ઠવ વગેરે અન્ય પુણ્યપ્રકૃતિથી આવર્જિત થઈને તેને પરણવા તત્પર થાય છે. વળી, મહામતિ કલાચાર્ય પિતાને કહે છે કે રિપદારણ કલામાં કુશળ નથી. માત્ર માનકષાય અને મૃષાવાદમાં કુશળ છે. તેથી તેનું પુણ્ય ક્ષીણ થયું છે. આથી જ આ પ્રકારે કલાચાર્ય પાસે, પિતા પાસે અને અન્ય લોકો પાસે તે હીનતાને પામે છે, તોપણ કંઈક પુણ્ય અન્ય પ્રકારનું વિદ્યમાન છે જેથી નરસુંદરીને પ્રાપ્ત કરે છે.
વળી રિપુદારણની કલા વિષયક પરીક્ષા વખતે જે વિષમ સ્થિતિ થઈ તે વખતે નરવાહન રાજાને તે પ્રકારે ચિંતાઓ થઈ, તે સર્વમાં નરવાહન રાજાને પણ તથા પ્રકારનો વિષાદ આપાદક પાપકર્મ હતું. વળી રાત્રે સ્વપ્નમાં પુણ્ય આવીને તેમને ચિંતા દૂર કરવાનું કહે છે તેમાં નરવાહન રાજાની તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિ જાગૃત હતી કે જેથી વિષાદ વખતે પણ આશ્વાસન આપે તેવા સ્વપ્નમાં સુંદર પુરુષ કથન કરે છે. અને તે પુણ્ય જેમ નરવાહન રાજા સાથે સંલગ્ન છે તેમ રિપુદારણનું પણ કંઈક તપતું પુણ્ય છે તેથી પિતાને આશ્વાસન આપીને તે પુણ્ય નરકેસરી રાજા વગેરેને તે પ્રકારની બુદ્ધિ આપી. જો કે તે જીવો પણ સ્વસ્વમતિ અનુસાર અને સંયોગાનુસાર તે તે પ્રકારે વિચાર કરે છે તો પણ રિપુદારણનું તથા પ્રકારનું પુણ્ય ન હોય તો નરકેસરી રાજા આદિને પણ તે પ્રકારે બુદ્ધિ થાત નહીં.
વળી નરસુંદરીને મૂર્ખ એવા પણ રિપુદારણ પ્રત્યે આ પ્રકારનો સ્નેહ થાય છે, સતત પરસ્પર પ્રીતિ વધે છે, તે સર્વેમાં પણ રિપુદારણનું તથા પ્રકારનું પુણ્ય પણ કામ કરે છે કે જેથી નરસુંદરીને પણ તેવી બુદ્ધિ થાય છે. વળી રિપુદારણને નરસુંદરીના વિયોગ અર્થે શૈલરાજ મૃષાવાદને કહે છે. તું નરસુંદરીના ચિત્તનું રંજન કર. જેથી નરસુંદરી સાથે આનો વિયોગ પ્રાપ્ત થાય. તેથી એ ફલિત થાય કે રિપુદારણમાં જેમ માનકષાય અને મૃષાવાદ પ્રચુર માત્રામાં છે તે પુણ્ય ક્ષય કરવા માટે સતત પ્રવર્તે છે અને પાપપ્રકૃતિને જાગૃત કરવા માટે વ્યાપારવાળા થાય છે. તેથી નરસુંદરીને પણ પ્રસંગે રિપદારણને પોતાના પ્રત્યેનો સ્નેહ કેવો છે તેની પરીક્ષા કરવાનો વિચાર ઉત્પન્ન થયો. તે વિચાર ઉત્પન્ન કરવામાં રિપુદારણના માનકષાય અને મૃષાવાદ પણ પ્રબલ કારણ હતા, તેનાથી જ તેની તેવી પાપપ્રકૃતિ જાગૃત થાય તેવો વિચાર નરસુંદરીને સ્પર્શે. વળી નરસુંદરી બુદ્ધિમાન, ચતુર વગેરે હતી. તેથી તે પણ તે તે પ્રકારના પુણ્યને લઈને જન્મેલી. વિનયસંપન્ન થઈ. કળાકુશલ થઈ તોપણ તેનું પણ તથાપ્રકારનું પાપ વિદ્યમાન હતું કે જેથી મૂર્ખ એવા રિપુદારણ સાથે