________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
યોગ થયો. આમ છતાં રિપુદારણનું દેહસૌષ્ઠવ અને પુણ્યપ્રકૃતિને કારણે ન૨સુંદરીને પણ તેના પ્રત્યે પ્રીતિ થાય છે તોપણ પોતાના પ્રત્યે રિપુદારણના સ્નેહની પરીક્ષા કરવાનો વિચાર થયો તેમાં પણ નરસુંદરીની પણ તે પ્રકારની પાપપ્રકૃતિ કારણ હતી.
وو
આનાથી એ ફલિત થાય કે પરસ્પર સંબંધવાળા જીવોમાં જે કાર્યો થાય છે ત્યાં ત્યાં તે પ્રકારનું પાપ અને તે તે પ્રકારનું પુણ્ય પણ તે રીતે જ સમાન પ્રકારનું કાર્ય કરે તે રીતે વિપાકમાં આવે છે. આથી જ રિપુદારણ સાથે નરસુંદરીનો વિયોગ થાય તેવું કર્મ અભિમુખ ભાવવાળું થયું અને તે નિમિત્તને પામીને નરસુંદરીને અનેક ક્લેશો અને આપઘાત ક૨વાનો પરિણામ થાય તેવું કર્મ વિપાકમાં આવ્યું. જો કે માત્ર કર્મથી કંઈ થતું નથી, જીવના પ્રયત્ન અને કર્મ ઉભયથી તે તે પ્રકારનાં કાર્યો થાય છે. તોપણ નરસુંદરી વિદ્યામાં કુશલ હતી, બુદ્ધિસંપન્ન હતી, વિવેકસંપન્ન હતી, આમ છતાં રિપુદારણના તેવા વર્તનને પામી ભવ પ્રત્યે વિરાગ થાય અને આત્મકલ્યાણના અર્થે પ્રયત્નશીલ બને તેવી માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ કરે તેવો નિર્મલ ક્ષયોપશમ ન હતો તેથી રિપુદારણના તે પ્રકારના તિરસ્કારના વર્તનથી ઉદ્વિગ્ન થઈને આપઘાતનો વિચાર કર્યો પરંતુ પોતાના આત્મકલ્યાણની ચિંતા થઈ નહીં. તેનાથી નક્કી થાય છે કે જે જીવોના માર્ગાનુસા૨ી બુદ્ધિનાં આપાદકકર્મો ક્ષયોપશમભાવવાળાં નથી, તેઓને નરસુંદરીની જેમ પ્રતિકૂળ સંયોગમાં જીવવું અસહ્ય જણાય છે, તેથી આપઘાત કરીને જન્મ નિષ્ફળ કરે છે.
વળી રિપુદારણનો માનકષાયનો પ્રચૂર ઉદય છે તોપણ માતાનાં તે તે પ્રકારનાં નમ્રવચનો અને નરસુંદરીનાં તે તે પ્રકારનાં નમ્રવચનો સાંભળીને કંઈક નરસુંદરી પ્રત્યે સ્નેહનો ભાવ થતો હતો તોપણ માનકષાય પ્રચુર હતો તેથી તે તે વચનો સાંભળીને જ્યારે સ્નેહભાવ થાય છે, તત્ક્ષણ અંદરમાં રહેલ માનકષાય વિપરીત બુદ્ધિ આપે છે. જેથી માનકષાયને વશ થઈને માતાને તરછોડી કાઢે છે, નરસુંદરીને પણ તરછોડી કાઢે છે. વળી કુતૂહલથી આપઘાત કરવા જતી નરસુંદરી પાછળ રિપુદારણ જાય છે. ત્યારે નરસુંદરી વડે ગળે ફાંસો દેવા અર્થે બોલાયેલા શબ્દો સાંભળીને નરસુંદરી નિર્દોષ છે તેમ જણાવા છતાં રિપુદારણમાં વર્તતો માનકષાય ફરી તેને વિપરીત જ વિચારણા આપે છે.
આનાથી નક્કી થાય છે કે પ્રચુર કષાય માર્ગાનુસારી બુદ્ધિથી પદાર્થને જોવામાં પણ વિઘ્ન કરે છે અને વિપરીત બુદ્ધિ આપે છે. આથી જ નરસુંદરીને કે તેની માતાને રક્ષણ કરવાનું છોડીને તેમના મૃત્યુને જોઈને પણ રિપુદા૨ણનું ચિત્ત અત્યંત નિષ્ઠુર બને છે, અને આ સર્વ પ્રસંગના કા૨ણે તેનું પુણ્ય સર્વથા નાશ પામે છે, તેથી પિતાનો સ્નેહ પણ નાશ થાય છે અને પિતા જ આ અયોગ્ય પુત્ર છે તેમ માનીને તેને ગૃહમાંથી બહાર કાઢે છે. તેથી રિપુદારણ લોકોની નિંદાનું પાત્ર બને છે, રાજાના પણ તિરસ્કારનું પાત્ર બને છે, દીનદુઃખીની જેમ નગરમાં તિરસ્કાર પામતો ભટકે છે. આ સર્વ પ્રત્યક્ષ મૃષાવાદ અને માનકષાયનું ફળ છે તેમ દેખાવા છતાં વિપર્યાસ બુદ્ધિવાળા રિપુદારણને તે માન-કષાય અને મૃષાવાદ પ્રિયમિત્ર જણાય છે; કેમ કે જ્યારે કષાય પ્રચુર વર્તે છે ત્યારે તેના સહવર્તી વિપર્યાસ બુદ્ધિ પણ જીવમાં અત્યંત વર્તે છે.
વિપર્યાસ બુદ્ધિવાળા રિપુદારણ વિચારે છે કે પૂર્વમાં આ માનકષાય અને મૃષાવાદથી આટલા આનંદ લીધા છે, ફરી સમય આવશે ત્યારે આનાથી જ ફલ મળશે. આ પ્રકારની મૂઢતા કષાયો જ આત્મામાં પ્રગટ