________________
ઉ૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ રિપદારણ દ્વારા માતાનો તિરસ્કાર તેથી માતા વડે આ નરસુંદરીના સ્નેહ સર્વસ્વનું ઉત્કીર્તન કરાતું સાંભળીને જયાં સુધી હું સ્નેહનિર્ભરપણાથી તેના પ્રત્યે પ્રગુણ થાઉં=સમુખ થાઉં, ત્યાં સુધી શૈલરાજ વડે કુટિલ ભૃકુટિ રચાઈ. માથું ધૂનન કરાયું. મારા હૃદયમાં વિલેપનનો ચર્ચ કરાયો. તેથી તેણીના સંબંધી અપરાધને સંસ્મરણ કરીને મને ફરી ચિત્તનો અવષ્ટન્મ થયોચિત્તમાં માનકષાય ઉલ્લસિત થયો. તેથી મારા વડે માતા કહેવાઈ. શું કહેવાઈ તે “યતથી કહે છે – તે પરિભવ કરનારી પાપી વડે મને કાર્ય નથી. માતા વડે કહેવાયું – હે વત્સ ! આ પ્રમાણે કહે નહીં, કહે નહીં. મારામાં લાગેલી નરસુંદરીના તેના સંબંધી આ એક ગુરુ પણ અપરાધ વત્સ વડે=રિપદારણ વડે, સંતવ્ય છે. ત્યારપછી માતા મારા ચરણમાં પડી. મારા વડે કહેવાયું – અવસ્તુના આગ્રહમાં તત્પર એવી તું પણ દૂર થા. મારા દષ્ટિપથથી દૂર થા. તારા વડે પણ મને પ્રયોજન નથી. મારા વડે નિઃસારિત દુરાત્મિકા એવી તરસુંદરીને તું સંગ્રહ કરે છે. તેથી ચરણોથી=લાતોથી, માતા દૂર ફેંકાઈ. તેથી તે ભદ્ર અગૃહીતસંકેતા ! શૈલરાજ વશવર્તી એવા પાપાત્મા મારા વડે તે પ્રકારે તિરસ્કૃત કરાયેલી છતી મારા અતિવર્તક આગ્રહવિશેષને જાણીને નિરાશાવાળી આંખના પાણીને મૂકતી જે પ્રમાણે આવેલી તેમ જ માતા ગઈ. તરસુંદરીને વ્યતિકર નિવેદન કરાયો. તેને સાંભળીને વજથી દળાયેલાની જેમ મૂછિતપણાથી આ નરસુંદરી, ભૂતલમાં પડી. ચંદનરસથી સિંચન કરાઈ. તાલવૃંદના વાયુથી સમાજાસિત કરાઈ. પ્રાપ્ત થયેલી ચેતનાવાળી રડવા લાગી.
_ प्रियतमप्रसादनार्थं नरसुन्दरीकृतप्रयत्नः विमलमालत्याऽभिहितं-पुत्रि! किं क्रियते? वज्रमयहृदयोऽसौ ते भर्ता, तथापि मा रुदिहि, मुञ्च विषादं, साहसाऽवष्टम्भेन कुरु तावदेकं त्वमुपायं, गच्छ स्वयमेव प्रियतमप्रसादनार्थं, ततः स्वयं गतायाः प्रत्यागतहृदयः कदाचित्प्रसीदत्यसौ । यतो 'मार्दवाध्यासितानि कामिहृदयानि भवन्ति', अथ तथापि कृते न प्रसीदेत्ततः पश्चात्तापो न भविष्यति, यतः ‘सुपरिणामिते वल्लभके किलावरक्तको न भवति' इति लोकवार्ता । नरसुन्दरी प्राह- यदाज्ञापयत्यम्बा, ततश्चलिता सा मम तोषणार्थ, किमस्यास्तत्र गतायाः संपद्यत इतिविमर्शेन लग्ना तदनुमार्गेणाऽम्बा, प्राप्ता मम पार्श्वे नरसुन्दरी, स्थिता द्वारदेशे विमलमालती ।
પ્રિયતમના પ્રસાદન અર્થે નરસુંદરી વડે કરાયેલ પ્રયત્ન વિમલમાલતી વડે કહેવાયું – હે પુત્રી ! શું કરાય? વજમય હૃદયવાળો આ તારો પતિ છે તોપણ તું રડ નહીં, વિષાદને મૂક. સાહસના અવલંબનથી તું એક ઉપાયને કર. સ્વયં જ પ્રિયતમના પ્રસાદને માટે જા. તેથી સ્વયં ગયેલી પર પાછા આવેલા હદયવાળો આકરિપુદારણ, કદાચ પ્રસાદ કરે. જે કારણથી માર્દવથી અધ્યાસિત કામી જીવોનાં હદય હોય છે. હવે તે પ્રમાણે કરાયે છતે પણ જો પ્રસાદ ન કરે તો પશ્ચાત્તાપ થશે નહીં. જે કારણથી સુપરિણામિત વલ્લભકમાં ખરેખર અવરક્તક થતો નથી