________________
૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ : જાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે રિપુદારણ માનકષાયને વશ હતો છતાં હજી મૃષાવાદની કળામાં કુશળ થયો નથી પરંતુ કંઈક ઉંમર વૃદ્ધિ પામે છે ત્યારે મૃષાવાદનું કારણ બને તેવું ક્લિષ્ટ માનસવાળું તેનું ચિત્ત થયું. જે ક્લિષ્ટ માનસ સર્વ દુઃખોનું કારણ છે, દુઃખોનો આવાસ છે; કેમ કે વર્તમાનમાં ક્લેશ થાય છે. પાપપ્રકૃતિઓ બંધાય છે. દુર્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ થાય છે તે સર્વનું કારણ મૃષાવાદની ઉત્પત્તિનું બીજ એવું ક્લિષ્ટ માનસ છે. અને જેઓ ધર્મહીન છે તેવા જીવો જ ક્લિષ્ટ માનસવાળા થાય છે. આથી જ ક્વચિત્ બાહ્યથી ધર્મ કરતા હોય તોપણ જેઓનું મૃષાવાદને અનુકૂળ ક્લિષ્ટ માનસ છે તેઓ પરમાર્થથી ધર્મને અનુકૂળ ચિત્તવાળા થતા નથી.
વળી તે મૃષાવાદને અનુકૂળ ક્લિષ્ટ માનસ સર્વ પાપોનું કારણ છે; કેમ કે જીવમાં ક્લિષ્ટ માનસ થાય છે ત્યારે સર્વ પાપોને અનુકૂળ મનોવૃત્તિ પ્રગટે છે. વળી, તે ક્લિષ્ટ માનસ દુર્ગતિઓનું શીધ્ર કારણ છે; કેમ કે જેઓને મૃષાવાદને અનુકૂળ ક્લિષ્ટ માનસ વર્તે છે તેઓ બાહ્યથી ધર્મ કરતા હોય તોપણ ચિત્તના ક્લિષ્ટ ભાવને કારણે દુર્ગતિમાં જાય છે. આથી જ સાધુવેશમાં રહેલા પ્રમાદી સાધુઓ પોતામાં સુસાધુતાનું સ્થાપન કરીને શીધ્ર દુર્ગતિમાં જાય છે. તેથી સંયતતા વગર સંયતને સ્થાપનારા પાપશ્રમણ ઉત્તરાધ્યયનમાં કહ્યા છે.
વળી, એ ક્લિષ્ટ માનસ નગરમાં દુષ્ટ આશય નામનો રાજા હતો. તેથી એ પ્રાપ્ત થાય કે જેનું ક્લિષ્ટ માનસ છે તે જીવને કોઈક નિમિત્ત પામીને દુષ્ટ આશય ઉત્પન્ન થાય છે. તેથી ક્લિષ્ટ માનસ સામાન્યથી વર્તતો જીવનો પરિણામ છે અને દુષ્ટ આશય તે તે કાળમાં ઉપયોગ રૂપે વર્તતો પરિણામ છે અને તે દોષોની ઉત્પત્તિ ભૂમિ છે; કેમ કે જીવમાં જ્યારે કોઈક પ્રકારનો દુષ્ટ આશય થાય છે ત્યારે તે તે સંયોગાનુસાર તે તે દોષોને સેવીને પોતાની પ્રકૃતિઓનો અધિક અધિક વિનાશ કરે છે.
વળી દુષ્ટઆશય ક્લિષ્ટ કર્મોની ખાણ છે; કેમ કે જીવમાં ઉપયોગ રૂપે દુષ્ટ આશય પ્રગટ થાય છે ત્યારે ક્લિષ્ટ કર્મો બંધાય છે. વળી આ દુષ્ટ આશય સદ્ વિવેકનો મહાશત્રુ છે, કેમ કે જીવમાં જ્યારે દુષ્ટ આશય પ્રગટે છે ત્યારે વિવેક-બુદ્ધિ નષ્ટ થાય છે. આથી જ કાર્યાકાર્યનો વિચાર કર્યા વગર અનુચિત પ્રવૃત્તિ કરે છે.
વળી, તે દુષ્ટ આશયની જઘન્યતા નામની રાણી છે, જે અકાર્ય કરવા પ્રેરણા કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોનું ક્લિષ્ટ માનસ વર્તતું હોય તેઓને નિમિત્તને પામીને દુષ્ટ આશય પ્રગટે છે. અને ત્યારપછી તેનામાં જઘન્યતા પ્રગટે છે, જે અકાર્ય કરવા પ્રેરણા કરે છે. તેથી તે જઘન્યતા નરાધમ પુરુષોને અતિપ્રિય છે. આથી જ નરાધમ પુરુષો પોતાની જઘન્યતાને સદા પોષે છે. વિદ્વાન પુરુષો તે જઘન્યતાની નિંદા કરે છે.
વળી, દુષ્ટ આશય અને જઘન્યતાના સંયોગથી મૃષાવાદ નામનો પુત્ર થાય છે. તેથી એ ફલિત થાય કે જીવમાં અલ્પ માત્રામાં કે અધિક માત્રામાં ક્લિષ્ટ માનસ વર્તતું હોય તે નિમિત્ત પામીને દુષ્ટ આશયરૂપે પ્રગટ થાય છે. અને દુષ્ટ આશય થવાને કારણે જીવમાં હલકાઈ રૂપ જઘન્યતા આવે છે. જેનાથી મૃષાવાદ બોલવાનો પરિણામ ઉત્પન્ન થાય છે અને આ મૃષાવાદ બધા જીવોના વિશ્વાસનો ઉચ્છેદ કરનાર છે; કેમ કે મૃષાવાદ બોલતા જીવને જોઈને બધાને તેના પ્રત્યે અવિશ્વાસ થાય છે અને બુદ્ધિમાન પુરુષો તેની ગર્તા કરે