________________
૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ છે; કેમ કે મૃષાવાદ બધા દોષોનો સમૂહ છે. માટે ચિત્તમાં અલ્પ માત્રમાં વર્તતા મૃષાવાદનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. વળી, મૃષાવાદ નરકમાં લઈ જવા માટે પ્રબલ કારણ છે. આથી જ ઉત્સુત્રભાષણ કરીને સાવદ્યાચાર્યએ અનેક વખત સાતમી નરકની પ્રાપ્તિ કરી. અને ઉત્સુત્રભાષણ કરીને ગુણસંપન્ન એવા પણ સાવદ્યાચાર્ય અનંત સંસારના પરિભ્રમણની કદર્થનાને પામ્યા. તેથી મૃષાવાદનું ઉત્પત્તિસ્થાન તેનું અનર્થકારી સ્વરૂપ અત્યંત ભાવન કરીને ચિત્તને મૃષાવાદથી નિવર્તન પામે તે પ્રકારે વિવેકી પુરુષે યત્ન કરવો જોઈએ. વળી, મૃષાવાદી પુરુષો શઠતા, બીજાની ચાડી ખાવી, દુર્જનતા, પરદ્રોહ આદિ સર્વ કાર્યો કરે છે. વળી, જીવો સાથેનો સ્નેહનો સંબંધ, મૈત્રીનો પરિણામ મૃષાવાદથી નાશ પામે છે. મૃષાવાદથી પ્રતિજ્ઞા ભંગ થાય છે. આથી જ મહાવ્રતોને ગ્રહણ કર્યા પછી પણ પોતાની લોક આગળ હીનતાના રક્ષણ અર્થે પ્રમાદી સાધુ બીજા મૃષાવાદ વ્રતનો લોપ કરે છે.
વળી રિપુદારણને તે મૃષાવાદ સાથે મૈત્રી થઈ અને ક્રમસર ગાઢ સ્નેહ થવાથી તે રિપદારણ મૃષાવાદ વારંવાર સેવતો થયો અને જ્યારે મૃષાવાદ અતિશય થાય છે ત્યારે તે મૃષાવાદ જ તેને સર્વ હિતનું કારણ દેખાય છે. પરમાર્થથી તો સહવર્તી પુણ્યને કારણે જ મૃષાવાદ કરીને તે ઇષ્ટફલ મેળવે છે. મૃષાવાદથી તો પૂર્વમાં પ્રાપ્ત થયેલું પુણ્ય પણ ક્રમસર ક્ષીણ થાય છે તોપણ અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે મહામોહથી હણાયેલા મારા વડે કુવિકલ્પો દ્વારા મૃષાવાદને જ ચિત્તમાં સ્થાપન કરાયો અને મૃષાવાદથી જે દારુણ અનર્થો થવાના હતા તે વખતે તે અનર્થો પુણ્યના પ્રભાવથી વિલયને પામે છે. પરંતુ મહામોહને વશ તે જીવ પરમાર્થને જોઈ શકતો નથી કે મારા કાર્યની સફળતા મૃષાવાદથી થતી નથી પરંતુ પુણ્યથી થાય છે. મૃષાવાદથી તો તેનું પુણ્ય ક્રમશઃ ક્ષીણ જ થાય છે. આ રીતે માનકષાય અને મૃષાવાદને પરવશ રિપુદારણને કલા માટે વિદ્યાગુરુ પાસે રાજા મૂકે છે તોપણ વિનયહીન ગુરુનો અનાદર કરનાર અને મૃષાવાદના કારણે તે કળાઓને પણ ગ્રહણ કરી શકતો નથી અને અતિ માનકષાય અને અતિ મૃષાવાદને કારણે કલાચાર્ય પણ તેને પોતાની શાળામાંથી દૂર કરે છે. અને માનથી ઉદ્ધત થઈને રિપુદારણ પિતા પાસે આવે છે.
इतश्च ततो निर्गत्य गतोऽहं(सौ. प्र) तातसमीपे पृष्टस्तातेन-पुत्र! किं वर्तते कलाग्रहणस्य? इति, ततः शैलराजीयहृदयाऽवलेपवशेन मृषावादाऽवष्टम्भेन च मयाऽभिहितं-तात! समाकर्णय
અને આ બાજુ ત્યાંથી નીકળીને કલાચાર્યની શાળામાંથી નીકળીને, હું રિપુદારણ, પિતા સમીપે ગયો. પિતા વડે પુછાયું. હે પુત્ર ! કલાગ્રહણનું શું વર્તે છે? અર્થાત્ કલાગ્રહણ સારી રીતે થાય છે? તેથી શૈલરાજના હદયના અવલેપતના વશથી અને મૃષાવાદના અવલંબનથી મારા વડે કહેવાયું.
कलाविषये मृषावादः શ્લોક :
पूर्वमेव ममाऽशेष, विज्ञानं हृदयस्थितम् । अयं तावकयत्नो मे, विशेषाधायकः परम् ।।१।।