________________
४५
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
કુમારના કલાકૌશલવિષયક ભ્રમનાશ
ત્યારપછી પિતા વડે હું કહેવાયો હે કુમાર ! રાજપુત્રી વડે સુંદર મંત્રણા કરાઈ. તે કારણથી હવે કુમાર ! સકલ કલા પ્રગટ કરો. આવા મનોરથોને=રાજપુત્રીના મનોરથોને, પૂર્ણ કરો. મને આનંદ ઉત્પન્ન કરો. કુલને નિર્મલ કરો. અને જયપતાકાને ગ્રહણ કરો. આ તે=રાજપુત્રી, વિજ્ઞાનપ્રકર્ષની નિકષભૂમિ વર્તે છે=કસોટીપત્ર વર્તે છે. વળી મને ત્યારે કલાનાં નામો વિસ્તૃત થઈ ગયાં. તેથી અંતઃકરણ વિહ્વળ થયું. શરીર કાંપવા માંડ્યું. પ્રસ્વેદબિંદુઓ પ્રગટ થયાં. રોમનો ઉદ્ધર્ષ થયો. ભાષા નાશ પામી. લોચન તરલિત થયાં. તેથી આ શું થયું એ પ્રમાણે પિતા ખેદ પામ્યા. મહામતિનું મુખ જોવાયું=કલાચાર્યનું મુખ જોવાયું. મહામતિ કહે છે હે દેવ ! શું કર્તવ્ય છે ? આદેશ કરો. પિતા વડે કહેવાયું – કુમારની શરીરઅવસ્થા આ પ્રકારની કેમ છે ? કર્ણ પાસે મહામતિ વડે નિવેદન કરાયું. હે દેવ ! આનો=રિપુદારણનો મતક્ષોભનો વિકાર છે. પિતા કહે છે – વળી આને મનક્ષોભનું નિમિત્ત શું છે ? મહામતિ કહે છે – હે દેવ ! પ્રસ્તુત વસ્તુનું અજ્ઞાન=કલાવિષયક અજ્ઞાન, મનક્ષોભનું કારણ છે. =િજે કારણથી, સ્પર્ધા સહિત બોલનારા વાગ્યુદ્ધોવાળા વિદ્વાનોની સભામાં જ્ઞાનના અવષ્ટમ્ભથી વિકલ જીવોને મનમાં ક્ષોભનો અતિરેક થાય જ છે. પિતા વડે કહેવાયું – હે આર્ય ! કુમારને કેવી રીતે અજ્ઞાન છે ? ખરેખર સકલ કલાઓમાં પ્રકર્ષને પામેલા કુમાર વર્તે છે. તેથી મારું દુર્વિલસિત સંસ્મરણ કરીને મતાક્ ક્રોધથી કલાચાર્ય ગૃહીત થયા. તેથી આવા વડે=કલાચાર્ય વડે કહેવાયું – હે દેવ ! શૈલરાજ=માનકષાય, અને મૃષાવાદપ્રણીત કલામાં કુમાર પ્રકર્ષપ્રાપ્ત છે, અન્યત્ર નહીં. પિતા કહે છે – તે કલા કઈ છે ? મહામતિ કહે છે, દુર્વિનય કરવો અને અસત્યભાષણ અને શૈલરાજ-મૃષાવાદ પ્રણીત આ તે બે કલા છે. આ બેમાં કુમાર અત્યંત કુશલ છે. પરંતુ અન્ય કલામાં ગંધમાત્ર પણ જાણતો નથી. પિતા કહે છે – કેવી રીતે આ છે ?=કુમાર બીજી કલાઓ ગંધમાત્ર પણ જાણતો નથી એ કેવી રીતે છે ? મહામતિ વડે કહેવાયું – હે દેવ ! દેવતા દીર્ઘચિત્તના સંતાપના ભીરુ એવા અમારા વડે આ=કુમારનું ચરિત્ર, ત્યારે કહેવાયું જ નહીં. જે કારણથી લોકમાર્ગથી અતીત કુમારનું ચરિત્ર હમણાં પણ દેવની આગળ તેને કહેતાં મારી વાણી પ્રવર્તતી નથી. તાત વડે કહેવાયું – યથાવૃત્ત કથનમાં=જે પ્રમાણે થયેલું હોય તેના કથનમાં, તમારો અપરાધ નથી. આર્ય નિઃશંક કહો. ત્યારપછી કલાચાર્ય વડે અવજ્ઞાકરણાદિક પોતાના આસનના આરોહણથી યુક્ત દુર્વચનથી તિરસ્કારના પર્યંતવાળો મારો સમસ્ત પણ વૃત્તાંત નિવેદિત કરાયો. પિતા વડે કહેવાયું – હે આર્ય ! જો આ પ્રમાણે છે તો કુલદૂષણ એવા આના=રિપુદારણના, સ્વરૂપને જાણતા એવા તમારા વડે આવા પ્રકારની સભા મધ્યે આ=રિપુદારણ, કેમ પ્રવેશ કરાવાયો ? ખરેખર પાપી એવા આના વડે અમે આકાલ વિડમ્બિત કરાયા છીએ. મહામતિ કહે છે હે દેવ ! મારા વડે આ=રિપુદારણ, અહીં પ્રવેશિત કરાયો નથી. મારા ભવનથી નીકળેલા એવા આને બાર વર્ષ વર્તે છે. કેવલ અકાંડ જ આજે જ મને રાજા સંબંધી બોલાવાનું પ્રાપ્ત થયું. તેથી હું આવ્યો છું. વળી આ કોઈક અન્ય સ્થાનથી અહીં આવ્યો છે. પિતા વડે કહેવાયું – હે આર્ય ! જો આ રીતે અપાત્રચૂડામણિ એવો આ રિપુદારણ ગુણોના અભાજનપણાથી તમારા વડે વર્જિત કરાયો, તો કયા કારણથી ગર્ભથી માંડીને આટલો કાલ આની કલ્યાણપરંપરા
-
-
-