________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ
અને હું=રિપુદારણ, તે સુંદર પત્ની નરસુંદરીને પ્રાપ્ત કરીને વિચારું છું. ત્રણેય લોકમાં પણ જે સુંદર છે તે મારા વડે પ્રાપ્ત કરાયું છે. II૧૦||
શ્લોક ઃ
11
ततश्चोन्नामितैकभ्रूर्मन्थरीकृतलोचनः । दत्त्वा तच्छैलराजीयं, हृदये स्वेऽवलेपनम् ।। ११ । । चिन्तयामि न लोकेऽत्र, पुरुषोऽन्योऽस्ति मादृशः । यतो ममेदृशी भार्या, ततो गाढतरं पुनः । । १२ ।।
न पश्यामि गुरून्नैव देवान्नो बन्धुसन्ततिम् ।
न भृत्यवर्गं नो लोकं, न जगत् सचराचरम् ।।१३।। त्रिभिर्विशेषकम् ।।
૫૫
શ્લોકાર્થ ઃ
અને તેથી=આ પ્રમાણે ચિંતવન કર્યું તેથી, ઉન્નામિત એકભૂવાળા=માનકષાયને વશ ઊંચી કરેલી એક ભૃકુટીવાળા, મંથરીકૃતલોચનવાળા તે શૈલરાજ સંબંધી અવલેપનને સ્વહૃદયમાં આપીને વિચારું છું. આ લોકમાં મારા જેવો અન્ય કોઈ નથી. જે કારણથી મારી આવી પત્ની છે. તેથી વળી ગાઢતર હું ગુરુને જોતો નથી. દેવોને જોતો નથી. બંધુસંતતિને જોતો નથી, ભૃત્યવર્ગને જોતો નથી, લોકને જોતો નથી, ચરાચર જગતને જોતો નથી. ।।૧૧થી ૧૩।।
શ્લોક ઃ
अथ तत्तादृशं दृष्ट्वा, मदीयं दुष्टचेष्टितम् ।
पुण्योदयो मनस्तापाद् गाढं जातोऽतिदुर्बलः । ।१४।।
શ્લોકાર્થ ઃ
હવે તે તેવા પ્રકારનું મારું દુષ્ટચેષ્ટિત જોઈને પુણ્યોદય મનસ્તાપથી અત્યંત અતિદુર્બલ થયો. ।।૧૪।।
શ્લોક ઃ
ततो मां तादृशं वीक्ष्य, विरक्ताः सर्वबान्धवाः ।
इदं जल्पितुमारब्धा, हसन्तस्ते परस्परम् ।। १५ ।।
શ્લોકાર્થ ઃ
તેથી મને તેવા પ્રકારનો જોઈને સર્વ બંધુઓ વિરક્ત થયા. પરસ્પર હસતા એવો તેઓ આ બોલવા માટે આરંભ કર્યો. ।।૧૫।।