________________
પર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના જ્યારે ભાજત છે તેને તે=સુંદર કે અસુંદર વસ્તુ, અતર્મિત છેઃવિચાર કર્યા વગર જ, ત્યારે મારા વશથી પ્રાપ્ત થાય છે =કાલના વશથી પ્રાપ્ત થાય છે, તેથી ત્યાં=પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં વિદ્વાને હર્ષવિષાદ કરવો જોઈએ નહીં. તેથી આ ભાવના વડે=કાલજ્ઞએ નિવેદન કર્યું એ ભાવના વડે, પિતા સ્વસ્થ થયા. આ બાજુ પુણ્યોદયનું અચિંત્યપ્રભાવપણું હોવાથી તેના વડે=રિપુદારણના પુણ્ય વડે, નરકેસરીને બુદ્ધિ સંપાદન કરાઈ. તે બુદ્ધિ કેવા પ્રકારની છે તે “યતથી બતાવે છે. આ વરવાહત રાજા મહાનુભાવ છે. અને રાજ્યાારમાં પણ મારું જે આગમનનું પ્રયોજન વિજ્ઞાત છે તેથી તરસુંદરીને આપ્યા વગર મારું સ્વાસ્થાનમાં ગમત પક્ષદ્વયને પણ લજ્જાકર છે મારું અને નરવાહનરાજા બંને પક્ષ માટે લજ્જાકર છે. આથી કોઈક રીતે આને સમજાવીને પોતાની પુત્રીને સમજાવીને, રિપુદારણકુમારને આપું. ત્યારપછી નરકેસરી રાજા વડે વસુંધરાની સમક્ષ તરસુંદરી માટે પોતાનો અભિપ્રાય નિવેદિત કરાયો. ત્યારપછી તરસુંદરી વડે પણ પુણ્યના પ્રભાવથી જ=રિપુકારણના તે પ્રકારના પુણ્યના પ્રભાવથી જ, મારા પ્રત્યે માનસ વલણ થયું. આના વડે તરસુંદરી વડે વિચારાયું – પિતા વડે યુક્તિયુક્ત જ વિચારાયું છે. તેથી આવા વડે=નરસુંદરી વડે કહેવાયું – તાત જે આજ્ઞા કરે છે. તે સાંભળીને નરકેસરી હર્ષિત થયો. આવીને આના વડે નરકેસરી વડે કરવાહત કહેવાયો. તે મહારાજ ! અહીં કળાની પરીક્ષાના વિષયમાં વધારે કહેવાથી શું ? આ તરસુંદરી પુત્રી કુમારને સ્વયંવરા આવેલી જ છે. તેથી અહીં રાજકન્યાના લગ્નના વિષયમાં, વધારે વિકલ્થનથી શું?=બડાઈ હાંકવાથી શું? કેવલ દુર્જતવચનનો અવકાશ થાય છે. આથી નિર્વિચાર વાદ કર્યા વગર, કુમાર વડે સ્વહસ્તે આનું નરસુંદરીનું, પાણિગ્રહણ કરાય. પિતા વડેeતરવાહન વડે, કહેવાયું – એ પ્રમાણે કરાય. પ્રશસ્ત દિવસ જોવાયો. મોટા વિમર્દથી તરસુંદરી પરણાવાઈ. તેણીને મૂકીને તરસુંદરીને મૂકીને, નરકેસરી સ્વસ્થાનમાં ગયો.
परस्परप्रेमविभेदनार्थं मृषावादशैलेशकृतप्रयत्नः दत्तो मह्यं तातेन निर्व्यग्रभोगार्थं महाप्रासादः, गतानि नरसुन्दर्या सह ललमानस्य मे कतिचिद्दिनानि, घटितं च पुण्योदयेन निरन्तरमावयोः प्रेम, समुत्पादितश्चित्तविश्रम्भः, लगिता मैत्री, जनितो मनोरतिप्रबन्धः, प्ररोहितः प्रणयः, वर्धितश्चित्तमीलकालादप्रणयसागरः सर्वथा ।
રિપદારણ અને નરસુંદરીના પરસ્પર પ્રેમવિભેદ અર્થે
મૃષાવાદ અને શૈલરાજ વડે કરાયેલ પ્રયત્ન પિતા વડે મને તિર્થગ્રભોગ માટે સ્વઈચ્છાનુસાર ભોગ માટે, મહાપ્રસાદ અપાયો. નરસુંદરી સાથે રમતા મારા કેટલાક દિવસો ગયા. અને પુણ્યના ઉદયથી નિરંતર અમારા બેનો પ્રેમ વધ્યો. ચિત્તનો વિશ્વાસ ઉત્પન્ન કરાયો. મૈત્રી લાગી=પરસ્પર મૈત્રી વધી. મનોતિનો પ્રબંધ ઉત્પન્ન કરાયો. પ્રેમ વધ્યો. ચિત્તના મલવાથી આહ્વાદરૂપ પ્રણયનો સાગર સર્વથા વધ્યો.