________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૩૩-૨૪ પારમાર્થિક અર્થને સાંભળે છે, સાંભળ્યા પછી તે અર્થને સ્થિર કરવા માટે પરાવર્તન કરે છે અને યુક્તિ અને અનુભવ અનુસાર તે સૂત્ર અને અર્થનો વિમર્શ કરે છે. જેથી ભગવાનના વચનનો બોધ સ્થિર સ્થિરતર થાય અને પોતાને સ્પષ્ટ યથાર્થ બોધ હોય તો અન્ય યોગ્ય જીવોને બોધ કરાવે છે. આ પ્રકારે વિવેકી શ્રાવકની ઉચિત આચરણા હોય છે. I૨૩૩
ગાથા -
दढसीलव्वयनियमो, पोसहआवस्सएसु अक्खलिओ ।
महुमज्जमंसपंचविहबहुविहफलेसु पडिक्कंतो ।।२३४।। ગાથાર્થ :
શ્રાવક દઢ શીલ-વ્રત-નિયમવાળા પૌષધ-આવશ્યકોમાં અસ્મલિત મધ-મધ-માંસ પાંચ પ્રકારનાં અને ઘણા પ્રકારનાં ફલોમાં પ્રતિક્રાંત હોય છે. Il૨૩૪TI. ટીકા -
शीलं विशिष्टं चेतःप्रणिधानं, व्रतान्यणुव्रतानि, नियमा गुणव्रतानि, दृढा निष्पकम्पाः शीलव्रतनियमा यस्य स तथा, पौषध आहारब्रह्मचर्यादिः, आवश्यकानि सामायिकप्रतिक्रमणादीनि नित्यकृत्यानि तेष्वस्खलितो निरतिचारस्तथा मधुमद्यमांसपञ्चविधबहुविधफलेषु एतद्विषये प्रतिक्रान्तो निवृत्तः, पञ्चविधफलानि वटपिप्पलोदुम्बरकोदुम्बरीप्लक्षाणां गृह्यन्ते, बहुविधफलानि तु वृन्ताकादीनि मध्वादीनां च नियमेभ्यः पृथग्ग्रहणं बहुदोषतासूचनार्थमिति ॥२३४।। ટીકાર્ય :
શી ... જૂનાઈજિરિ શીલ=વિશિષ્ટ એવું ચિતનું પ્રણિધાનતત્વને અનુકૂળ ગુણની વૃદ્ધિનું કારણ બને એવું વિશિષ્ટ ચિતનું એકાગ્રપણું શીલ છે, વ્રતો અણુવ્રતો છે, નિયમો ગુણવ્રતો છે, દઢ=તિપ્રકંપ શીલ-વ્રત-નિયમો છે જેને તે તેવા છે=દઢ શીલ વ્રત નિયમવાળા છે, પૌષધ આહાર બ્રહાચર્ય આદિ છે, આવશ્યકો સામાયિક પ્રતિક્રમણ આદિ નિત્ય કૃત્યો છે, તેમાં=પૌષધ આદિ કૃત્યોમાં, અસ્મલિત=શ્રાવક નિરતિચાર હોય છે અને મધ-મધ-માંસ પાંચ પ્રકારનાં ઘણા પ્રકારનાં ફળોમાં આના વિષયમાં પ્રતિક્રાન્ત–નિવૃત થયેલો હોય છે, પાંચ પ્રકારનાં ફળો-વડ-પીપળો, ઉબર, કાદંબરી, પ્લેક્ષનું ગ્રહણ કરાય છે, ઘણા પ્રકારનાં ફળો વળી વૃત્તાક આદિ=રીંગણાં આદિ ગ્રહણ કરાય છે, મધ આદિનું નિયમોથી પૃથ ગ્રહણ બહુદોષતાના સૂચન માટે છે. ર૩૪ના ભાવાર્થ :
વિવેકી શ્રાવક સર્વવિરતિના અત્યંત અર્થી હોય છે, તેથી શક્તિ અનુસાર ચિત્તના વિશિષ્ટ પ્રણિધાનવાળા હોય છે અર્થાત્ મહાવ્રતોના પાલનની શક્તિ કઈ રીતે સંચિત થાય તેવા વિશિષ્ટ પ્રણિધાનવાળા હોય