________________
૧૪
ઉપદેશમાલા બાગ-૨ગાથા-૨૮૧-૨૨
ટીકા :
संवत्सरचातुर्मासिकेष्वष्टाह्निकासु चैत्रादियात्रासु चशब्दो व्यवहितसम्बन्धः तिथिषु चतुर्दशीप्रभृतिषु किं ? सर्वादरेण लगन्ति, क्व ? जिनवरपूजातपोगुणेषु भगवदर्चने चतुर्थादिकरणे ज्ञानादिषु
ત્યર્થ. ૨૪ ટીકાર્ય :
સંવત્સર . ત્ય | સંવત્સરી, ચોમાસી અને અણહ્નિકામાં-ચૈત્ર આદિ યાત્રામાં-ચત્રઆસોની અઠાઈમાં, “ઘ' શબ્દ વ્યવહિત સંબંધવાળો છે, તિથિઓમાં=ચૌદશ વગેરે તિથિઓમાં, શું? એથી કહે છે – શ્રાવક સર્વ આદરથી ભગવાનની પૂજા, તપ અને ગુણોમાં=ભગવાનનું અર્ચનઉપવાસ આદિનું કરણ અને જ્ઞાનાદિમાં યત્ન કરે છે. ર૪૧ ભાવાર્થ -
વિવેકી શ્રાવક જેમ સુસાધુની અત્યંત ભક્તિ કરે છે, એમ તીર્થકરોની ભક્તિ કરીને સર્વવિરતિની શક્તિસંચયના અત્યંત અર્થ હોય છે. તેથી સંવત્સરીમાં=પર્યુષણાની અઠાઈમાં, ત્રણ ચાતુર્માસિક અઠાઈઓમાં-ચૈત્ર-આસો અને કારતક મહિનાની અઠાઈઓમાં, ચૌદશ આદિ પર્વતિથિઓમાં અત્યંત આદરપૂર્વક ભગવાનની પૂજા કરે છે, શક્તિ અનુસાર ઉપવાસાદિ તપ કરે છે અને જ્ઞાનાદિમાં વિશેષ પ્રકારે યત્ન કરે છે. જો કે વિવેકી શ્રાવક પ્રતિદિન ભગવદ્ ભક્તિ આદિ કે જ્ઞાન-અધ્યયનાદિ ઉચિત કૃત્યો કરે છે, તોપણ સંસારના વ્યવસાયને કારણે શેષ દિવસોમાં વિશેષ યત્ન કરી શકતા નથી, તેથી તિથિઓમાં અતિશય યત્ન કરે છે. જ્યારે સુસાધુને કોઈ તિથિ હોતી નથી, પરંતુ હંમેશાં સર્વ શક્તિથી સંયમની વૃદ્ધિ થાય એવાં જ કૃત્યો કરે છે અને સુશ્રાવક પણ સાધુતુલ્ય થવાના અર્થી છે. છતાં હજી વિકારો શાંત થયા નથી, એથી જ ગૃહસ્થજીવનમાં રહીને વિકારોના શમન માટે યત્ન કરે છે અને પ્રતિદિન શક્તિ અનુસાર ભગવદ્ ભક્તિ આદિ કરે છે, તોપણ તિથિઓમાં કે અઠાઈઓમાં વિશેષ પ્રકારે ધર્મપરાયણ જીવન પસાર કરે છે. ૨૪ ગાથા :
साहूण चेइयाण य, पडिणीयं तह अवण्णवाइं च ।
जिणपवयणस्स अहियं, सव्वत्थामेण वारेइ ॥२४२।। ગાથાર્થ - - સાધુઓના અને ચેત્યોના પ્રત્યેનીકને અને અવર્ણવાદીને સાધુઓના અને ચેત્યોના અવર્ણવાદીને અને જિનવચનના અહિતને=ભૂતને, સર્વ યત્નથી વારણ કરે છે. રિ૪રા