________________
૧૦૬
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૮-૩૦૯, ૩૧૦ તેવી બુદ્ધિને કારણે તે ભોગનો અપરિભોગ કરે છે, તે પણ લોભનો ભેદ છે. જેમ મમ્મણ શેઠ અઢળક ધન હોવા છતાં સસ્તું મળે તેવા તુચ્છ અન્નથી પોતાના દેહનો નિર્વાહ કરતા હતા. વળી, કેટલાક જીવોને અશ્વાદિ નાશ પામ્યા હોય અર્થાત્ ક્યાંક ચાલ્યા ગયા હોય ત્યારે ગ્લાનિ થાય છે, ચિત્ત અસ્વસ્થ રહે છે, તે પણ લોભ છે. આથી પોતાનો પુત્ર ઘર છોડીને ચાલ્યો ગયો હોય ત્યારે પણ લોભને વશ તેનું ચિત્ત અત્યંત ગ્લાન રહે છે. જેથી રોગની પ્રાપ્તિ થાય છે. વળી ધાન્યાદિની જેમ કોઈક વસ્તુ કોઈક પાસે મૂકી હોય અને તે વસ્તુ નાશ પામે તો તે અસ્વસ્થ થાય છે. જેમ કોઈક પાસે થાપણ મૂકી હોય અને તે પાછી આપે નહિ, ત્યારે ચિત્ત વિહ્વળ રહે છે તે પણ લોભનો પરિણામ છે.
મૂર્છા=ધનાદિને જોઈને અતિરાગનો પરિણામ, અત્યંત ધનની લોભતા અથવા હંમેશાં ધનની વૃદ્ધિના વિચારો એ સર્વ લોભના જ પરિણામો છે અને જેઓ સદા આ પ્રકારના લોભના પરિણામોમાં વર્તે છે, તેઓ ક્લિષ્ટ કર્મ બાંધીને જન્મ-જરા-મરણરૂપ અત્યંત ઘોર મહાસમુદ્રમાં ડૂબે છે, માટે લોભના સ્વરૂપનું ભાવન કરીને પોતાના ચિત્તને સંવરભાવમાં લાવવા યત્ન કરવો જોઈએ, જેથી આત્મગુણોની વૃદ્ધિ પ્રત્યે લોભનો પરિણામ સ્થિર થાય, તુચ્છ બાહ્ય વૈભવ પ્રત્યે લોભની વૃદ્ધિ દ્વારા આત્માનો વિનાશ થાય નહિ. II૩૦૮-૩૦૯ll
અવતરણિકા :–
यस्तु महात्मा ज्ञाततत्त्वः कषायान् निगृह्णीयात् तद्गुणमभिधित्सुराह
અવતરણિકાર્ય :
વળી જણાયું છે તત્ત્વ જેને એવા જે મહાત્મા કષાયોનો નિગ્રહ કરે છે, તેના ગુણને કહેવાની ઈચ્છાવાળા કહે છે
ગાથા:
-
एएसु जो न वट्टिज्जा, तेण अप्पा जहडिओ नाओ । मणुयाण माणणिज्जो, देवाण वि देवयं होज्जा ।। ३१० ।।
ગાથાર્થ ઃ
આમાં=ક્રોધાદિમાં, જે ન વર્તે, તેના વડે આત્મા યથાસ્થિત જણાયો છે, મનુષ્યોને માનનીય છે, દેવોનો પણ દેવતા થાય. II૩૧૦||
ટીકા ઃ
एतेषु क्रोधादिषु यो न वर्तेत तेनात्मा यथास्थितो ज्ञानदर्शनसुखवीर्यात्मकः कर्मव्यतिरेको ज्ञातः, अत एवाऽसौ मनुजानां माननीयः पूजनीयः देवानामपि शक्रादीनां देवता देवः स्वार्थे तल्विधानाद् ભવેત્ પૂર્વત્વાવિત્તિ ।।રૂ૫