________________
૧૪
ટીકા -
पार्श्व ज्ञानादीनां तिष्ठतीति पार्श्वस्थः आवश्यकादिष्ववसदनादवसन्नः, कुत्सितं शीलमस्येति कुशीलः, नित्यमेकत्र वासयोगान्नित्यः, परगुणदोषेषु संयोगात् संसक्तः, पार्श्वस्यश्वावसन्नश्वेत्यादिद्वन्द्वस्त एव जनस्तं तथा यथाच्छन्दं स्वाभिप्रायमागमनिरपेक्षतया प्रवर्त्तत इति यथाछन्दस्तं पृथक्करणमस्य गुरुतरदोषख्यापनार्थम्, ज्ञात्वा तं पार्श्वस्थादिजनं सुविहिताः साधवः सर्वप्रयत्नेन वर्जयन्ति तत्सહ્રામસ્વાનર્થદેતુત્વાવિતિ રૂબરૂ।।
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૩
ટીકાર્ય :
पार्श्व હેતુત્વાવિતિ જ્ઞાનાદિની પાસે રહે તે પાર્શ્વસ્થ, આવશ્યકાદિમાં પીડાતા હોવાથી અવસન્ન, કુત્સિત શીલ છે આને એ કુશીલ, હંમેશાં એક સ્થાને રહેવાથી નિત્ય, બીજાના ગુણદોષોમાં સંગ હોવાથી સંસક્ત=બીજા પાસેથી પોતાને લાભ જણાય તો તેના પ્રત્યે સ્નેહ ધારણ કરે અને નુકસાન જણાય તો દ્વેષ ધારણ કરે તે સંસક્ત, પાર્શ્વસ્થ અને અવસન્ન ઇત્યાદિ દ્વન્દ્વ સમાસ છે, તે જ જન=લોક, તેને જાણીને તેનો સુવિહિતો ત્યાગ કરે છે એમ અન્વય છે અને યથાછંદને=પોતાના અભિપ્રાયથી આગમ નિરપેક્ષપણાથી વર્તે છે એ યથાણંદ તેને, જાણીને સુવિહિતો ત્યાગ કરે છે. આનું=થથાણંદનું, પૃથક્કરણ=પાર્શ્વસ્થાદિમાં સમાવેશ ન કરતાં જુદું પાડવું, તેના ઘણા મોટા દોષને કહેવા માટે છે, તે પાર્શ્વસ્થાદિ છયેને જાણીને સુવિહિત સાધુ સર્વ પ્રયત્નથી તેઓનો ત્યાગ કરે છે; કેમ કે તેમના સંગનું અનર્થહેતુપણું છે=પોતાનામાં દોષોની પ્રાપ્તિનું હેતુપણું છે. ।।૩૫૩)
.....
ભાવાર્થ =
ગાથા-૩૪૯માં લિંગ અવશેષવાળામાં પણ પ્રવચનના માલિન્યના રક્ષણ માટે ઉચિત કર્તવ્યનું વિધાન કર્યું. તેથી સુસાધુને કોઈક કારણે પાર્શ્વસ્થાદિ વસતા હોય તેની નજીકમાં વસવાનો પ્રસંગ આવે ત્યારે જો તેઓ સાથે સંભાષણાદિ ઉચિત વર્તન ન કરે તો લોકોમાં આ મત્સરવાળો છે, તેવું જણાય, તેથી તેના પરિહાર માટે ઉચિત સંભાષણ કરે. જ્યારે પ્રસ્તુત ગાથામાં પાર્શ્વસ્થાદિના સંસર્ગથી તેમના દોષોની પોતાને પ્રાપ્તિ થાય, તેથી પાર્શ્વસ્થાદિ વસતા હોય તેવી વસતિમાં રહે નહિ, તેને આશ્રયીને તેમના પરિચયનો પણ ત્યાગ કરવાનું કહ્યું. તે પાર્શ્વસ્થાદિનું સ્વરૂપ આ પ્રમાણે છે
-
જેઓ સાધુવેષમાં રહીને રત્નત્રયીની વૃદ્ધિ થાય તે પ્રકારે યત્ન કરતા નથી, તેઓ જ્ઞાનાદિના સાધનો અને જ્ઞાનાદિ ક્રિયાની પાસે ૨હે છે. પરંતુ અંતરંગ ગુણવૃદ્ધિમાં પ્રયત્ન કરતા નથી, તેઓ પાર્શ્વસ્થા છે. તેમાં જે દેશપાર્શ્વસ્થા છે, તેઓ શક્તિ અનુસાર અધ્યયન કરીને સમ્યગ્દર્શનને નિર્મળ નિર્મળતર કરે છે. પરંતુ ચારિત્રની ક્રિયા અપ્રમાદથી કરતા નથી, તે અંશથી તેઓ પણ પાર્શ્વસ્થા છે. વળી જેઓ આવશ્યકાદિ કૃત્યો અંતરંગ વૃદ્ધિ થાય તે રીતે કરતા નથી, પરંતુ યથાતથા કરે છે અથવા નથી કરતા