Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંત મહાવીરદેવના સ્વશિષ્ટ પ.પૂ. શ્રી ધર્મદાસગણિ મહારાજા વિરચિત શ્રી સિદ્ધર્ષિગણિ કૃત હેયોપાદેયા ટીકા સમલંકૃત
ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન
ભાગ-૨
વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
Page #2
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા
શબ્દશઃ વિવેચન
ભાગ-૨
* મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર
શ્રમણભગવંત મહાવીરદેવના સ્વશિષ્ય ૫.પૂ. શ્રી ધર્મદાસગણિ મહારાજા વિરચિત શ્રી સિદ્ધર્ષિગણિ કૃત હેયોપાદેયા ટીકા સમલંકૃત
*દિવ્યકૃપા *
વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક ૫. પૂ. આચાર્યદેવેશ
શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષદર્શનવેત્તા, પ્રાવચનિકપ્રતિભાધારક ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા
* આશીર્વાદદાતા
વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક ૫. પૂ. આચાર્યદેવેશ
શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
* વિવેચનકાર *
પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
* સંકલન-સંશોધનકારિકા
શાસનસમ્રાટ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના સાધ્વીજી ચારિત્રશ્રીજી મ. સા.ના પ્રશિષ્યા સાધ્વી ઋજુમતિશ્રીજી મ. સા.
* પ્રકાશક
गीतार्थ गंगा,
‘શ્રુતદેવતા ભવન’, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ શબ્દશઃ વિવેચન
વિવેચનકાર કે
પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૪૧ - વિ. સં. ૨૦૭૧ જ આવૃતિઃ પ્રથમ જ તકલઃ ૧૦૦૦
મૂલ્ય : રૂ. ૧૩૦-૦૦
- શ્રુતભકિતમાં આર્થિક સહયોગ - વિ.સં. ૨૦૭૦ ૧.વ. ૧૨ રવિવાર, તા. ૨૫-૫-૨૦૧૪ના ભાવનગર નિવાસી જસ્મિનબેન ગીરીશકુમારની સુપુત્રી કુ. નિરાગીની ભવ્ય અનુમોદનીય દીક્ષા કાંદિવલી (ઈ.) શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયના પ્રાંગણમાં | થઈ તેની યાદમાં સક્રિયાભિરૂચિ પ.પૂ.આ.શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આશાવર્તિની તપસ્વીરના પ.પૂ. સા. શ્રી સુરેજશ્રીજી મ.સા.ના શિષ્યા વિદુષી પ.પૂ. સા. શ્રી બોધિરત્નાશ્રીજી મ.સા., પ.પૂ. સા. શ્રી દષ્ઠિરત્નાશ્રીજી મ.સા., પ.પૂ.
સા. શ્રી આર્જવરત્નાશ્રીજી મ.સા. તથા નૂતન સા. શ્રી નિગ્રંથરત્નાશ્રીજી મ.સા.ની સભેરણાથી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની આરાધક બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી આ પુસ્તકનો સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે.
– લી. અશોકગ્રામ ટેમ્પલ જૈન ટ્રસ્ટ, કાંદિવલી (ઈ.)
• મુખ્ય પ્રાપ્તિરથાન :
હતાર્થ
/૧૭૭
મૃતદેવતા ભવન, ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Email: gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com
Visit us online : gitarthganga.wordpress.com
એક મુદ્રક :
સર્વોદય ઓફસેટ ૧૩, ગજાનંદ એસ્ટેટ, ઇદગાહ પોલીસ ચોકી પાસે, પ્રેમ દરવાજા, અમદાવાદ-૧૦. ફોનઃ ૨૨૧૭૪પ૧૯
સર્વ હક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
- પ્રાપ્તિસ્થાન
-
જ અમદાવાદ : ગીતાર્થ ગંગા “મૃતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
: (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in
gitarthganga@gmail.com
વડોદરા : શ્રી સૌરીનાભાઈ દિનેશચંદ્ર શાહ દર્શન', ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩.
1 (૦૨૭૫) ૨૩૯૧૬૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email : saurin 108@yahoo.in
મુંબઇ : શ્રી લલિતભાઈ ધરમશી ૧૦૧-૧૦૨, સર્વોદય હાઈસ, જેને મંદિર રોડ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦.
(૦૨૨) ૨૫૩૮૦૦૧૪, ૨૫૬૮૯૦૩૦
(મો) ૯૩૨૨૨૩૧૧૧૭ Email : jpdharamshi60@gmail.com
શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. : (૦૨૨) ૩૨૪૩૮૪૩૪
(મો) ૯૩૨૨૨૭૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in
સુરતઃ ઉં. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 1 (૦૨૬૧) ૩૨૨૮૭૨૩
(મો.) ૯૦૧૬૧૮૮૯૯૦
* જામનગર : શ્રી ઉદયભાઈ શાહ clo. મહાવીર અગરબત્તી વકર્સ, c૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧.
: (૦૨૮૮) ૨૭૭૮૫૧૩ (મો.) ૯૭૨૭૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com
+ BANGALORE: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. 1 (080) (O) 2875262 (R) 22259925
(Mo) 9448359925 Email : vimalkgadiya@gmail.com
રાજકોટઃ શ્રી કમલેશભાઈ દામાણી “જિનાલા", ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧.
(૦૨૮૧) ૨૨૩૩૧૨૦
(મો.) ૯૪૨૭૧૬૮૭૧૩ Email : shree_veer@hotmail.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
સુજ્ઞ વાચકો ! પ્રણામ
અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે.
કારણ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે.
તેવી જ રીતે. અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે;
કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભય રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે.
અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૦ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ.
અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે.
જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અધશ પ્રગટ થયેલ છે.
અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
- તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રી સંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે.
વિકાનેવ વિનાનાતિ વિદ%નશ્ચિમમ્' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિઠ્ઠલ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે.
બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે.
જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.
ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ..
શુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુર રોડ, પાલડી, અમદાવાદ-૭.
ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ
અને શ્રુતભક્તો
Page #7
--------------------------------------------------------------------------
________________
2s
ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો
પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો
૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર
પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
(પંડિત મ. સા.) કુત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કણિકા ૫. કર્મવાદ કણિકા (હિન્દી આવૃત્તિ) ૬. સદ્ગતિ તમારા હાથમાં ! ૭. સદ્ગતિ આપકે હાથ મેં! (હિન્દી આવૃત્તિ) ૮. દર્શનાચાર ૯. શાસન સ્થાપના ૧૦. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૧૧. અનેકાંતવાદ ૧૨. પ્રસ્નોત્તરી ૧૩. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૪. ચિત્તવૃત્તિ ૧૫. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૬. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૭. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૯. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન)
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૦. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ, વિનિયોગ) ૨૧. લોકોત્તર દાનધર્મ “ અનુકંપા”
૨૨. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય
૨૩. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧
૨૪. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ?
૨૫. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ)
૨૬. Is Jaina Order Independent Religion or Denomination ? (અંગ્રેજી આવૃત્તિ) ૨૭. Status of religion in modern Nation State theory (અંગ્રેજી આવૃત્તિ)
૨૮. ગૃહજિનાલય મહામંગલકારી
૨૯. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા
संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब
१. पाक्षिक अतिचार
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી
૧. શ્રી સમેતશિખરજીની સંવેદના
૨. શ્રી નવપદ આરાધના વિધિ
૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!!
૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી આવૃત્તિ)
૫. Right to Freedom of Religion !!!!!
૬. ‘રક્ષાધર્મ' અભિયાન
'Rakshadharma' Abhiyaan
છે.
૮. સેવો પાસ સંખેસરો
૯. સેવો પાસ સંખેસરો (હિન્દી આવૃત્તિ)
સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ
સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ
Page #9
--------------------------------------------------------------------------
________________
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત
વિવેચનના ગ્રંથો
વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભાગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાાત્રિશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકલાત્રિશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૭. ભિક્ષુદ્રાસિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચના ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્ધાત્રિશિકા-૪ શબ્દશઃ વિવેચના ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. રતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃતિહાલિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગવાન્નિશકા-૨ શબ્દશઃ વિવેચન પ૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પર. જિનભક્તિદ્વાર્શિશિકા-૫ શબ્દશઃ વિવેચન પ૩. ચોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યતાસિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સર્જનસ્તુતિદ્વાલિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાવિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન
Page #11
--------------------------------------------------------------------------
________________
૫૮. ક્લેશણાનોપારદ્વાબિંશિકા-૨૫ શબદશઃ વિવેચના ૫૯. વિનયદ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૨. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૧૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબદશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ ગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાત્કાત્રિશિકા-૯ શબદશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૭. નવતત્વ પ્રકરણ શશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સક્ઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા
શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચના ૮૫. પક્નીસૂત્ર (પાકિસૂત્ર) શશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧
Page #12
--------------------------------------------------------------------------
________________
૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧
૯. વાદદ્વાચિંશિકા-૮ શબ્દશઃ વિવેચન ૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલાહ-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન ૧૦૪. પગામસિજા શબ્દશઃ વિવેચન ૧૦૫. સખ્યત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૧૦૬. ધર્મવ્યવરથાદ્વાચિંશિકા-૭ શબ્દશઃ વિવેચન ૧૦૭. દેવસિઆ રાઈએ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન ૧૦૮. સંમતિતર્ક પ્રકરણ શ્લોક સ્પર્શી ટીકા પ્રાયઃ શશઃ વિવેચન ભાગ-૧ ૧૦૯. સંમતિતર્ક પ્રકરણ શ્લોસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૦. વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્તબક શબ્દશઃ વિવેચન ૧૧૧. શાંતસુધારસ શબ્દશઃ વિવેચન ૧૧૨. બારભાવના શબ્દશઃ વિવેચન ૧૧૩. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧૪. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૫. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૧૬. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૧૧૭. વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન ૧૧૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૧૯. દ્રવ્યગુણપર્યાયના રાસના છૂટા બોલ રાસના આધારે વિવેચન ૧૨૦. તસ્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૧. તત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૨. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૨૩. ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧ર૪. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨૫. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૬. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૭. ૧૮ પાપસ્થાનક સ્વાધ્યાય, અમૃતવેલની નાની સઝાય, “સાચો જૈન' પદ અને
“વીરોની પ્રભુભક્તિ' પદ શબ્દશઃ વિવેચન ૧૨૮. સમ્મતિતર્ક પ્રકરણ ગ્લોસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૯. ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રથમ પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૩૦. ઉપમિતિભવપ્રપંચા કથા (દ્વિતીય પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩૧. ઉપમિતિભવપ્રપંચા કથા (તૃતીય પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૩૨. ઉપદેશપદ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૩૩. ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૩૪. ઉપદેશમાલા શશઃ વિવેચન ભાગ-૨
ગીતાર્થ ગંગા જ્ઞાનભંડાર આધારિત
સંશોધનાત્મક પ્રકાશનો
૧. આગમ પ્રકાશનસૂરી (હિન્દી)
સંકલનકાર : નીરવભાઈ બી. ડગલી
ff ના =
ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો
" #f
૧. ધર્મતીર્થ ભાગ-૧
૨. ધર્મતીર્થ ભાગ-૨
Page #14
--------------------------------------------------------------------------
________________
ગાથાનો ક્રમ
૨૩૦ થી ૨૪૨
૨૪૩ થી ૨૪૫
૨૪૭
૨૪૭
૨૪૮
૨૪૯-૨૫૦
૨૫૧-૨૫૨
૨૫૩
૨૫૪ થી ૨૫૭
૨૫૮
૨૫૯
૨૭૦
૨૬૧-૨૭૨
૨૭૩
૨૭૪
૨૭૫
૨૭૭
૨૭૭
૨૭૮
૨૦૯
૨૭૦-૨૦૧
૨૭૨
- અનુક્રમણિકા
વિષય
શ્રાવકધર્મની વિધિ.
શ્રાવકના ગુણો.
તપ-નિયમ-શીલથી યુક્ત સુશ્રાવકોને મોક્ષસુખ અને વૈમાનિક-દેવલોક સંબંધી સુખો દુર્લભ નથી.
પ્રબુદ્ધ થયેલ શિષ્ય શિથિલ થઈ ગયેલા ગુરુને પણ ઉચિત રીતે બોધ પમાડે, તેના ઉપર શેલક અને પંથકની કથા.
કર્મવૈચિત્ર્યને વશ આગમજ્ઞ જીવ પણ શિથિલતાને પ્રાપ્ત કરે છે તે વિષયક શ્રેણિકરાજાના પુત્ર નંદિષણમુનિની કથા.
કર્મનું સામર્થ્ય.
ક્લિષ્ટકર્મ અને અક્લિષ્ટકર્મના વિલસિત વિષયક પુંડરીક અને કંડરીકની
કા.
સાધુપણા સંબંધી સંક્લેશો કર્યા પછી જે (પશ્ચાત્તાપપૂર્વક) સાધુપણામાં ઉદ્યમ કરે તે શુદ્ધિને પામે.
શિથિલતાનો ત્યાગ દુષ્કર છે તેના ઉપર શશિપ્રભ અને સુરપ્રભની કથા. જ્યાં સુધી આયુષ્ય થોડું પણ બાકી છે ત્યાં સુધી આત્મહિત કરી લેવું જોઈએ.
સાધુપણું સ્વીકાર્યા બાદ જે પ્રમાદી થાય છે તે નિંદ્ય છે અને કદાચ દેવ થાય તો પણ ગર્હણીય એવા કુદેવત્વને પામે.
જિનવચનના અકરણમાં શાનીઓને લાગતો મોટો દોષ.
“જેવી ગતિ તેવી મતિ”.
દુર્ગતિને હેતુભૂત ચેષ્ટાઓ.
સાધુઓ જ્ઞાનરૂપી અંકુશથી રાગરૂપી ગજેન્દ્રનો નિરોધ કરે.
સમ્યાનથી રાગનો નિગ્રહ થાય તેથી સમ્યજ્ઞાનદાતા પૂજનીય.
વિનયમાં શ્રેણિકરાજાનું કથાનક.
શ્રુતના નિષ્નવનમાં નાપિતનું કથાનક.
મહાઉપકારી હોવાથી ગુરુઓની પૂજ્યતા.
સમ્યક્ત્વ દાયકોનો ઘણા ભવોમાં પણ પ્રત્યુપકાર અશક્ય.
સમ્યક્ત્વનો મહિમા.
રત્નત્રયીની પ્રધાનતા.
પાના નં.
૧-૧૫ ૧૫-૧૯
૧૯-૨૦
૨૦-૨૩
૨૩-૨૫
૨૫-૨૯
૨૯-૩૨
૩૨-૩૩
૩૩-૩૯
૩૯-૪૦
૪૦-૪૧
૪૧-૪૨
૪૨-૪૫
૪૭-૪૭
૪૭-૪૮
૪૮-૫૦
૫૦-૫૨
૫૨-૫૩
૫૩-૫૪
૫૪-૫૫
૫૫-૫૮
૫૮-૫૯
Page #15
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨] અનુક્રમણિકા
ગાથાનો ક્રમ
વિષય
પાના નં.
૨૮૯
૨૭૩
| મોક્ષ ખેંચી લાવનારા દર્શનગુણમાં અપ્રમાદી થઈને રહેવું, પ્રમાદથી
દર્શનગુણની મલિનતા. ૨૭૪-૨૭૬ પ્રમાદના ત્યાગનો ઉપદેશ. ૨૭૭-૨૭૮ | અપ્રમાદનું મહત્ત્વ, સ્વર્ગના ગુણોનું વર્ણન. ૨૭૯-૨૮૦ | નરકગતિના દુઃખોનું વર્ણન.
૨૮૧ તિર્યંચગતિના દુઃખોનું વર્ણન. ૨૮૨–૨૮૪ મનુષ્યગતિના દુઃખોનું વર્ણન. ૨૮૫-૨૮૭ દેવગતિના દુઃખોનું વર્ણન. ૨૮૮ દાસ તુલ્ય સંસારીપણું અને સ્વામી તુલ્ય મુક્તતા.
ભવનિર્વેદ પ્રાપ્ત કરવાનો ઉપદેશ. ૨૯૦ | આસન્નસિદ્ધિક ભવ્યજીવનું લક્ષણ.
૨૯૧ સદ્ અનુષ્ઠાનમાં ઉદ્યમ કરવો. ૨૨-૨૩ સમ્યક્ત પ્રાપ્ત થયે છતે અપ્રમાદી બનવાનો ઉપદેશ. ૨૯૪-૨૫ યતના કરવાનો ઉપદેશ.
૨૯૭ ઈર્યાસમિતિનું સ્વરૂપ. ૨૯૭.
ભાષાસમિતિનું સ્વરૂપ. ૨૯૮ એષણાસમિતિનું સ્વરૂપ. ૨૯૯
આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિનું સ્વરૂપ. ૩૦૦ પારિષ્ઠાપનિકાસમિતિનું સ્વરૂપ.
૩૦૧ કષાયોની દુષ્ટતાનું વર્ણન. ૩૦૨-૩૦૩ ક્રોધના પર્યાયવાચી. ૩૦૪-૩૦૫ માનના પર્યાયવાચી. ૩૦૧-૩૦૭ માયાના પર્યાયવાચી. ૩૦૮-૩૦૯ લોભના પર્યાયવાચી. ૩૧૦ કષાયોનો જય કર્યો છતે શાન આદિ ગુણોની પ્રાપ્તિ.
ક્રોધકષાયને આશીવિષ સર્પની ઉપમા. ૩૧૨ માનકષાયને ગજેન્દ્રની ઉપમા. ૩૧૩ માયાકષાયને ગહન વિષવેલડીની ઉપમા. ૩૧૪ લોભકષાયને મહાસાગરની ઉપમા. ૩૧૫ કર્મોનો અધિકાર.
૫૯-૬૧ ૯૧-૯૪ ઉ૪-૭૭ ક૭-૧૮ ૬૮-૭૯ ૭૯-૭૩ ૭૩-૭૯ ૭૭-૭૮ ૭૮-૭૯ ૭૯-૮૦ ૮૦-૮૨ ૮૨-૮૫ ૮૫-૮૮ ૮૮-૯૦ ૯૦-૯૧ ૯૧-૯૪ ૯૪-૯૫ ૯૫-૯૬
૯૭-૯૮ ૯૮-૧૦૦ ૧૦૦-૧૦૦ ૧૦ર-૧૦૪ ૧૦૪-૧૦૬ ૧૦૦-૧૦૭ ૧૦૭-૧૦૮ ૧૦૮-૧૦૯ ૧૦૯-૧૧૦ ૧૧૦-૧૧૧ ૧૧૧-૧૧૨
૩૧૧
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ અનુકમણિકા
ગાથાનો ક્રમ
વિષય
પાના નં.
૩૧૭ | હાસ્ય નોકષાયનું સ્વરૂપ. ૩૧૭, રતિ નોકષાયનું સ્વરૂપ. ૩૧૮ | અરતિ નોકષાયનું સ્વરૂપ. ૩૧૯ | શોક નોકષાયનું સ્વરૂપ. ૩૨૦ ભય નોકષાયનું સ્વરૂપ. ૩૨૧ જુગુપ્સા નોકષાયનું સ્વરૂપ. ૩૨૨ અતિ બલવાન કર્મસંઘાતનું સ્વરૂપ. ૩૨૩
| ગૌરવનું સ્વરૂપ. ૩૨૪ રદ્ધિગૌરવનું સ્વરૂપ. ૩૨૫
રસગૌરવનું સ્વરૂપ. ૩૨૯ સાતગૌરવનું સ્વરૂપ. ૩૨૭ ઇન્દ્રિયવશવર્તી જીવોને પ્રાપ્ત થતાં દોષો. ૩૨૮ | ઇન્દ્રિયજયનો ઉપદેશ. ૩૨૯ ઇંદ્રિયના સંયમનો ઉપદેશ.
૩૩૦ આઠ મદોનું સ્વરૂપ. ૩૩૧-૩૩૨ મદના ત્યાગનો ઉપદેશ. ૩૩૩ અતિશયયુક્ત એવા પણ મુનિ જો જાતિમદ આદિ કરે તો તે મેતાર્યદ્રષિ
હરિકેશબલમુનિની જેમ જાતિ આદિની હાનિને પ્રાપ્ત કરે. ૩૩૪-૩૩૭ નવ બ્રહ્મચર્યગુપ્તિઓ અર્થાત્ બ્રહાચર્યની નવ વાડોનું સ્વરૂપ. ૩૩૮-૩૩૯ સ્વાધ્યાયના ગુણો.
૩૪૦ સ્વાધ્યાય રહિત જીવોને પ્રાપ્ત થતા દોષો. ૩૪૧-૩૪૨ | વિનયના ગુણો, વિનય શબ્દની વ્યુત્પત્તિ.
૩૪૩ તપના ગુણો. ૩૪૪-૩૪૫ શક્તિદ્વાર, અપ્રમાદનો ઉપદેશ. ૩૪૭
કારણ પ્રાપ્ત થયે છતે ચિકિત્સા કર્તવ્ય. ૩૪૭ સંવિગ્નવિહારીઓની સર્વ પ્રયત્નથી વૈયાવચ્ચ આદિ કરવી જોઈએ. ૩૪૮ કારણ પ્રાપ્ત થયે છતે ચારિત્રથી હીન એવા પણ શુદ્ધપ્રરૂપકનું ઉચિતકર્તવ્ય
કરવું જોઈએ. ૩૪૯ | લિંગાવશેષ અર્થાત્ સાધ્વાચાર રહિત માત્ર લિંગધારીઓનું સ્વરૂપ. ૩૫૦ | સર્વઅવસગ્નકુગુરુઓનું સ્વરૂપ, દેશઅવસાકુગુરુ પ્રવચનને ઉભાવન કરતાં
હોવાથી ગ્લાધ્ય.
૧૧૨-૧૧૪ ૧૧૪-૧૧૫ ૧૧૫-૧૧૭ ૧૧૭-૧૧૮ ૧૧૮-૧૨૦ ૧૨૦-૧૨૧ ૧૨૧-૧૨૨ ૧૨૨-૧૨૪ ૧૨૪-૧૨૫ ૧૨૫-૧૨૭ ૧૨૬-૧૨૭ ૧૨૭-૧૩૧ ૧૩૧-૧૩૨ ૧૩૩-૧૪૦ ૧૪૦-૧૪૨ ૧૪૨-૧૪૪
૧૪૪–૧૪૫ ૧૪૫-૧૪૯ ૧૪૯-૧૫ર ૧૫૨-૧૫૩ ૧૫૭-૧૫૭ ૧૫૭-૧૫૮ ૧૫૮-૧૯૩ ૧૬૩-૧૭પ ૧૭૫-૧૯૭
૧૬-૧૭ ૧૯૭-૧૬૮
૧૬૮-૧૭૦
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ અનુમણિકા
ગાથાનો દમ
વિષય
પાના નં.
૧૭૦-૧૭૧
૧૭૧-૧૭૩
૩૫૧ સતપસ્વીઓની જે હીલના કરે છે તેનું સમ્યક્ત સાર વગરનું. ૩પર સુસાધુઓએ દઢ સમ્યક્તવાળા પાર્થસ્થા આદિનું અથવા ગૃહસ્થનું
ઉચિત કરવું જોઈએ. ૩૫૩ પાર્થસ્થ આદિની વ્યુત્પત્તિ, સુવિહિતોએ સર્વ પ્રયત્નથી પાર્શ્વસ્થ આદિનો
સંગ વર્જન કરવો જોઈએ. ૩૫૪-૩૮૧ | પાર્થસ્થ આદિનું સ્વરૂપ અને લક્ષણો.
૩૮૨ | પાર્થસ્થ આદિના સ્થાનો
૧૭૩-૧૭૫ ૧૭૫-૨૦૯ ૨૦૯-૨૧૧
Page #18
--------------------------------------------------------------------------
________________
કે ટ્રી ગઈ નમઃ | से ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
શ્રમણભગવંત મહાવીરદેવના સ્વશિષ્ય પ.પૂ. શ્રી ધર્મદાસગણિ મહારાજા વિરચિત શ્રી સિદ્ધર્ષિગણિ કૃત હેયોપાદેયા ટીકા સમલંકૃત
ઉપદેશમાલા
શબ્દશઃ વિવેચન
ભાગ-૨
અવતરણિકા :तदियता ग्रन्थेन साधुधर्मविधिः प्रत्यपादि, इदानीं श्रावकधर्मविधिमाचष्टेઅવતરતિકાર્ય -
તેવી આટલા સંઘવી અત્યાર સુધી વર્ણન કર્યું એટલા ગ્રંથવી, સાધુધર્મનો વિધિ કહેવાયો સુસાધુએ કઈ રીતે આત્માને ભાવન કરવો જોઈએ. જેથી ભાવસાધુપણું પ્રગટ થાય અને પ્રગટ થયેલું સુસ્થિર થાય તેની વિધિ બતાવાયો. હવે શ્રાવકધર્મનો વિધિ કહે છે –
ગાથા -
वंदइ उभओ कालं पि, चेइयाइं थयथुईपरमो ।
जिणवरपडिमाघरधूवपुष्फगंधच्चणुज्जुत्तो ।।२३०।। ગાથાર્થ -
સ્તવ-સ્તુતિમાં તત્પર જિનવરના પ્રતિમાઘરમાં ધૂપ-પુષ્પ-ગંધ વડે અર્ચનામાં ઉઘુક્ત એવો શ્રાવક ઉભયકાલ પણ ચેત્યોને વંદન કરે છે. ll૩૦||
Page #19
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૭૦-૨ા ટીકા :
सुश्रावको वन्दते उभयकालमपि प्रातः सन्ध्या अपिशब्दान्मध्याह्ने च, चैत्यानि अर्हदिम्बलक्षणानि, स्तवा भक्तामराद्याः, स्तुतयो याः कायोत्सर्गपर्यन्तेषु दीयन्ते, तत् परमस्तत्प्रधानः सन् तथा जिनवराणां प्रतिमागृह जिनवरप्रतिमागृहं तस्मिन् धूपपुष्पगन्धैरर्चनं जिनवरप्रतिमागृहधूपपुष्पगन्धार्चनं तस्मिन् उद्युक्तः कृतोद्यम इति ।।२३०।। ટીકાર્ય :
સુત્રાવો .... તોય તિ | શ્રાવક ઉભયકાલ પણ=સવાર અને સાંજ બન્ને કાળમાં પણ, વંદન કરે છે અને આપ શબ્દથી મધ્યાહ્નમાં પણ વંદન કરે છે, કોને વંદન કરે છે ? એથી કહે છે –
ચૈત્યોને=અરિહંતનાં બિંબરૂપ ચૈત્યોને વંદન કરે છે. આવો ભક્તામર આદિ, સ્તુતિઓ જે કાયોત્સર્ગના પર્યન્ત અપાય છે, તે પ્રધાન છતો શ્રાવક અને જિનવરોના પ્રતિમાગૃહ=જિનવરપ્રતિમાગૃહ, તેમાં ધૂપ-પુષ્પ-ગંધ વડે અર્ચન=જિનવરપ્રતિમાગૃહધૂપ પુષ્પ, ગંધ, અર્ચત તેમાં ઉઘુક્તક કરાયેલા ઉધમવાળો શ્રાવક ઉભયકાલ પણ ચૈત્યોને વંદન કરે છે, એમ અવથ છે. ર૩૦માં ભાવાર્થ :
શ્રાવક વીતરાગ થવાના અત્યંત અર્થી હોય છે, તેથી સવાર-બપોર-સાંજ ત્રણે કાળ ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરે છે, સ્તુતિ કરે છે અને ત્રણ કાળ પૂજા કરીને વીતરાગના ગુણોનું સ્મરણ કરીને વિતરાગ થવાને અનુકૂળ બળ સંચય થાય તેવો યત્ન કરે છે. વસ્તુતઃ વીતરાગ થવાનો ઉપાય ત્રણ ગુપ્તિપૂર્વક શક્તિના પ્રકર્ષથી કરાયેલો યત્ન છે, પરંતુ શ્રાવકમાં તે પ્રકારના રાગાદિ ભાવો હોવાથી ત્રણ ગુપ્તિના પાલનની ઉત્કટ ઇચ્છા હોવા છતાં ત્રણ ગુપ્તિને સેવવા સમર્થ નથી, તેથી પોતાની શક્તિનો પ્રકર્ષ કરવા માટે ત્રણ કાળ જિનવરની પૂજા કરે છે. જેથી ત્રણ ગુપ્તિના પ્રકર્ષવાળા ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિથી પોતાનામાં પણ સુસાધુની જેમ ત્રણ ગુપ્તિને અનુકૂળ શક્તિ પ્રગટ થાય. ૨૩ના અવતરણિકા :
તથ
અવતરણિયાર્થ:
અને શ્રાવક બીજું શું કરે છે ? તે બતાવે છે – ગાથા -
सुविणिच्छियएगमई, धम्मम्मि अणण्णदेवओ य पुणो । न य कुसमएसु रज्जइ, पुव्वावरवाहयत्थेसु ।।२३१।।
Page #20
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૩૧
ગાથાર્થ :
ધર્મમાં સુવિનિશ્ચિત એકમતિવાળો, અનન્ય દેવતાવાળો, વળી પ્રશમાદિથી યુક્ત એવો શ્રાવક પૂર્વ અપર વ્યાહત અર્થવાળા એવા કુસમયમાં=પરના સિદ્ધાંતમાં, રાગ કરતો નથી. ર૩૧II ટીકા -
सुविनिश्चिता निश्चला एका अद्वितीया मतिर्बुद्धिर्यस्य स तथा क्व ? धर्मेऽहिंसादिके, न विद्यतेऽन्या भगवद्व्यतिरिक्ता देवता यस्य सोऽनन्यदेवतः, चः समुच्चये, पुनःशब्दात् प्रशमादियुक्तश्च, न च नैव कुसमयेषु परसिद्धान्तेषु रज्यते पूर्वापरव्याहतार्थेषु अघटमानेष्वनेन रागागोचरतां लक्षयति
રક્ષા ટીકાર્ય :
સુનિશ્વિતા .... નક્ષત્તિ | સુવિનિશ્ચિત=નિશ્ચલ એવી, એક અદ્વિતીય, મતિ=બુદ્ધિ છે જેને તે તેવો છે=સુવિનિશ્ચિત એકમતિવાળો છે, શેમાં સુવિનિશ્ચિત એકમતિવાળો છે ? એથી કહે છે – અહિંસા આદિ લક્ષણવાળા ધર્મમાં અને ભગવાનથી વ્યતિરિક્ત અન્ય દેવતા વિદ્યમાન નથી જેને તે અનન્ય દેવતાવાળો છે, ૫ શબ્દ સમુચ્ચયમાં છે અને પુનઃ શબ્દથી પ્રશમાદિ યુક્ત છે અને પૂર્વ-અપર વ્યાહત અર્થાવાળા કુસમયોમાં પરસિદ્ધાંતોમાં, રાગ કરતો નથી જ, આના દ્વારા રાગની અગોચરતાને બતાવે છે. ૨૩૧ ભાવાર્થ
વળી શ્રાવક અહિંસાદિ પાંચ મહાવ્રતોરૂપ ધર્મમાં સુવિનિશ્ચિત એકમતિવાળા હોય છે અર્થાત્ તેમને સ્પષ્ટ બોધ હોય છે કે અહિંસાદિ પાંચ મહાવ્રતોને પાળીને અનંતા જીવો આ ભવસમુદ્રથી પારને પામેલા છે, તેથી મારે પણ તે અહિંસાદિ પાંચ મહાવ્રતો સેવવાની શક્તિનો સંચય થાય તે રીતે ભગવાનની ભક્તિ આદિ કરવાં જોઈએ, જેથી ભવસમુદ્રના પારને પામું અને જેઓને તેવી સુવિનિશ્ચિત એકમતિ નથી, તેઓ સમ્યગ્દષ્ટિ જ નથી તો ભાવશ્રાવક કઈ રીતે સંભવે ?
વળી જેને વીતરાગ સિવાય અન્ય કોઈ દેવતા નથી તે શ્રાવક છે; કેમ કે મિથ્યાત્વના અપગમથી વિવેકી શ્રાવકને સ્પષ્ટ શ્રદ્ધા છે કે વીતરાગ થવાથી સંસારનો ક્ષય થાય છે અને પાંચ મહાવ્રતો વીતરાગ થવાનો ઉપાય છે, તેથી વિવેકી શ્રાવક વિતરાગની ઉપાસના કરીને વીતરાગ ભાવનાથી આત્માને સદા વાસિત કરે છે, જેથી રાગાદિ ક્ષીણ ક્ષીણતર થાય, તેનાથી શાંત થયેલું ચિત્ત ત્રણ ગુપ્તિના પાલનમાં સમર્થ બને છે. તેના બળથી પાંચ મહાવ્રતો સેવી શકે છે, તેના ફળરૂપે સંસારનો ક્ષય થાય છે. તેથી વિતરાગ સિવાય અન્ય દેવને દેવરૂપે સ્વીકારતો નથી.
વળી વિવેકી શ્રાવક સંસારથી ભય પામેલો છે, તેથી સ્વશક્તિ અનુસાર પ્રશમ-સંવેગ-નિર્વેદ આદિ ગુણોમાં યત્ન કરીને આત્માને પ્રશમાદિ ભાવોથી સમૃદ્ધ કરે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૩૧-૨૩૨ વળી વિવેકી શ્રાવક પૂર્વ-અપર અઘટમાન અર્થવાળા પર સિદ્ધાંતોમાં ક્યારેય રાગ કરતો નથી, પરંતુ પૂર્વ-અપર એકવાક્યતાથી સુસંબદ્ધ એવાં જિનવચનોમાં જ રાગ કરે છે. આથી જ સ્વમતિ અનુસાર યથાતથા જોડાયેલાં જિનવચનોને ગ્રહણ કરીને વિવેકી શ્રાવક તેમાં રાગ કરતો નથી, પરંતુ યુક્તિક્ષમ પદાર્થોને યુક્તિથી જાણવા યત્ન કરે છે અને આગમગ્રાહ્ય પદાર્થોને જિનવચનના બળથી શ્રદ્ધા કરે છે અને શક્તિ અનુસાર ભગવાનના વચનના તાત્પર્યને જાણવા માટે સદા ઉદ્યમશીલ રહે છે. II૨૩૧||
ગા
४
दवणं कुलिंगीणं, तसथावरभूयमद्दणं विविहं ।
धम्माओ न चालिज्जइ, देवेहिं सइंदएहिं पि ।। २३२ ।।
ગાથાર્થઃ–
કુલિંગીઓના વિવિધ પ્રકારના ત્રસ-સ્થાવર જીવોના મર્દનને જોઈને ઈન્દ્રો સહિત પણ દેવો વડે ધર્મથી ચલાયમાન કરી શકાતા નથી, તે શ્રાવકો છે. II3II
ટીકા
दृष्ट्वा कुलिङ्गिनां शाक्यसाङ्ख्यादीनां त्रसस्थावरभूतमर्दनं पचनपाचनादौ विविधं नानारूपं, धर्मात् सर्वज्ञोक्तादशेषजन्तुसूक्ष्मरक्षणाभिधायकान चाल्यते न भ्रंश्यते देवैः सेन्द्रैरपि किं पुनर्मनुનૈરિતિ ।।૨૨।।
ટીકાર્ય :
.....
दृष्ट्वा પુનર્નનુઽરિતિ ।। શાક્ય આદિ કુલિંગીઓના પચન-પાચનાદિમાં વિવિધ પ્રકારના ત્રસસ્થાવર જીવોના મર્દનને જોઈને ઇન્દ્ર સહિત પણ દેવો વડે જેઓ ધર્મથી=સર્વજ્ઞથી કહેવાયેલા સઘળા પ્રાણીઓના સૂક્ષ્મ રક્ષણને કહેનારા ધર્મથી, ચલાયમાન કરાતા નથી, શું વળી મનુષ્યો વડે ? એ પ્રકારનો ભાવ છે. II૨૩૨।।
ભાવાર્થ:
શ્રાવકો ભગવાનના વચનના પરમાર્થને જાણનારા છે, તેમને ત્રસ અને સ્થાવર જીવો વિષયક સૂક્ષ્મ બોધ છે અને સર્વ જીવો પ્રત્યે શમભાવના પરિણામને કરે તેવો ષટ્કાયના પાલનનો પરિણામ જ ધર્મ છે, અન્ય નહિ, એવી સ્થિર બુદ્ધિ છે, એથી અન્યદર્શનના કે સ્વદર્શનના પણ પાર્શ્વસ્થાદિ દ્વારા વિવિધ પ્રકારે ત્રસ-સ્થાવર જીવોનું મર્દન થતું હોય તેને વિવેકી શ્રાવકો ક્યારેય ધર્મરૂપે સ્વીકારતા નથી, પરંતુ કોઈ જીવને પીડા ન થાય, કોઈનો પ્રાણ નાશ ન થાય, કોઈ જીવના કષાયના ઉદ્રેકમાં પોતે નિમિત્ત થાય, તેવા પ્રકારના ષટ્કાયના પાલનમાં તેમને સ્થિર ધર્મબુદ્ધિ છે, આથી પાંચ મહાવ્રતો તેમને ધર્મરૂપ દેખાય છે અને તેવાં મહાવ્રતોનું જેઓ સમ્યક્ પાલન કરે છે, તેમાં તેમને પૂર્ણ ધર્મ દેખાય છે. તેથી
Page #22
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૩૨-૨૩૩
તે ધર્મબુદ્ધિથી તેમને દેવતા પણ ચલાયમાન કરી શકે તેમ નથી, આથી જ તાપસીને લેશ અપ્રીતિ થતી હતી, તેના પરિવાર માટે ભગવાને ચોમાસામાં વિહાર કર્યો; કેમ કે કોઈ જીવને થોડો પણ કષાયનો ઉદ્રક થાય તે રૂપ અધર્મને ભગવાન આચરતા ન હતા. ર૩રા
ગાથા -
वंदइ पडिपुच्छइ, पज्जुवासेइ साहुणो सययमेव ।
पढइ सुणेइ गुणेइ य, जणस्स धम्म परिकहेइ ।।२३३।। ગાથાર્થ :
સાધુઓને વંદન કરે છે, પ્રતિપૃચ્છના કરે છે, સતત જ પર્થપાસના કરે છે, સૂત્રો ભણે છે, તેના અર્થને સાંભળે છે, ગુણન કરે છે સૂત્રાર્થનું પરાવર્તન કરે છે અને લોકોને ધર્મ કહે છે. IN૨૩૩II ટીકા -
वन्दते मनोवाक्कायैः, प्रतिपृच्छति क्वचित् सन्देहे, पर्युपास्ते समीपतरवर्तितया, कान् ? साधून, सततमेव निरन्तरमित्यर्थः । पठति सूत्रं, शृणोति तदर्थं, गुणयति परावर्त्तयति चशब्दाद् विमृशति च, जनस्य धर्म परिकथयति स्वयम्बुद्धोऽन्यान् बोधयति ।।२३३।। ટીકાર્ય :
રજો .... વોરિ I મન-વચન-કાયાથી વંદન કરે છે, ક્યારેક સંદેહ થયે છતે પ્રતિપૃચ્છા કરે છે, સમીપવર્તીપણાથી પર્થપાસના કરે છે, કોને વંદનાદિ કરે છે ? એથી કહે છે –
સાધુઓને સતત જ=હંમેશાં જ, વંદનાદિ કરે છે, સત્ર ભણે છે, તેના અર્થને સાંભળે છે અને પરાવર્તન કરે છે, ૫ શબ્દથી વિમર્શ કરે છે અને સ્વયં બોધ પામેલો અન્ય લોકોને ધર્મનું કથન કરે છે=બોધ કરાવે છે. ૨૩૩ ભાવાર્થ :
વિવેકી શ્રાવક સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે. સંસારના પરિભ્રમણથી ભય પામેલા છે, તેથી જેમ સંસારના નિસ્તારના ઉપાયભૂત તીર્થકરોની ભક્તિ કરે છે, તેમ સંસારના વિસ્તાર માટે જિનવચનાનુસાર મહાપરાક્રમ કરનારા સુસાધુઓની સદા પર્યાપાસના કરે છે. ભક્તિના અતિશયથી મનવચન-કાયા દ્વારા સુસાધુઓને વંદન કરે છે અર્થાત્ તેમના અપ્રમાદથી કરાયેલા સંયમના યત્નનું સ્મરણ કરીને તે ભાવો પ્રત્યે બહુમાનનો અતિશય થાય તે રીતે વંદન કરે છે, તત્ત્વના વિષયમાં કંઈ સંદેહ થયો હોય તો સુસાધુને પૂછીને તેનો નિર્ણય કરે છે અને સુસાધુ પાસેથી સૂત્રને ગ્રહણ કરે છે, તે સૂત્રોના
Page #23
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૩૩-૨૪ પારમાર્થિક અર્થને સાંભળે છે, સાંભળ્યા પછી તે અર્થને સ્થિર કરવા માટે પરાવર્તન કરે છે અને યુક્તિ અને અનુભવ અનુસાર તે સૂત્ર અને અર્થનો વિમર્શ કરે છે. જેથી ભગવાનના વચનનો બોધ સ્થિર સ્થિરતર થાય અને પોતાને સ્પષ્ટ યથાર્થ બોધ હોય તો અન્ય યોગ્ય જીવોને બોધ કરાવે છે. આ પ્રકારે વિવેકી શ્રાવકની ઉચિત આચરણા હોય છે. I૨૩૩
ગાથા -
दढसीलव्वयनियमो, पोसहआवस्सएसु अक्खलिओ ।
महुमज्जमंसपंचविहबहुविहफलेसु पडिक्कंतो ।।२३४।। ગાથાર્થ :
શ્રાવક દઢ શીલ-વ્રત-નિયમવાળા પૌષધ-આવશ્યકોમાં અસ્મલિત મધ-મધ-માંસ પાંચ પ્રકારનાં અને ઘણા પ્રકારનાં ફલોમાં પ્રતિક્રાંત હોય છે. Il૨૩૪TI. ટીકા -
शीलं विशिष्टं चेतःप्रणिधानं, व्रतान्यणुव्रतानि, नियमा गुणव्रतानि, दृढा निष्पकम्पाः शीलव्रतनियमा यस्य स तथा, पौषध आहारब्रह्मचर्यादिः, आवश्यकानि सामायिकप्रतिक्रमणादीनि नित्यकृत्यानि तेष्वस्खलितो निरतिचारस्तथा मधुमद्यमांसपञ्चविधबहुविधफलेषु एतद्विषये प्रतिक्रान्तो निवृत्तः, पञ्चविधफलानि वटपिप्पलोदुम्बरकोदुम्बरीप्लक्षाणां गृह्यन्ते, बहुविधफलानि तु वृन्ताकादीनि मध्वादीनां च नियमेभ्यः पृथग्ग्रहणं बहुदोषतासूचनार्थमिति ॥२३४।। ટીકાર્ય :
શી ... જૂનાઈજિરિ શીલ=વિશિષ્ટ એવું ચિતનું પ્રણિધાનતત્વને અનુકૂળ ગુણની વૃદ્ધિનું કારણ બને એવું વિશિષ્ટ ચિતનું એકાગ્રપણું શીલ છે, વ્રતો અણુવ્રતો છે, નિયમો ગુણવ્રતો છે, દઢ=તિપ્રકંપ શીલ-વ્રત-નિયમો છે જેને તે તેવા છે=દઢ શીલ વ્રત નિયમવાળા છે, પૌષધ આહાર બ્રહાચર્ય આદિ છે, આવશ્યકો સામાયિક પ્રતિક્રમણ આદિ નિત્ય કૃત્યો છે, તેમાં=પૌષધ આદિ કૃત્યોમાં, અસ્મલિત=શ્રાવક નિરતિચાર હોય છે અને મધ-મધ-માંસ પાંચ પ્રકારનાં ઘણા પ્રકારનાં ફળોમાં આના વિષયમાં પ્રતિક્રાન્ત–નિવૃત થયેલો હોય છે, પાંચ પ્રકારનાં ફળો-વડ-પીપળો, ઉબર, કાદંબરી, પ્લેક્ષનું ગ્રહણ કરાય છે, ઘણા પ્રકારનાં ફળો વળી વૃત્તાક આદિ=રીંગણાં આદિ ગ્રહણ કરાય છે, મધ આદિનું નિયમોથી પૃથ ગ્રહણ બહુદોષતાના સૂચન માટે છે. ર૩૪ના ભાવાર્થ :
વિવેકી શ્રાવક સર્વવિરતિના અત્યંત અર્થી હોય છે, તેથી શક્તિ અનુસાર ચિત્તના વિશિષ્ટ પ્રણિધાનવાળા હોય છે અર્થાત્ મહાવ્રતોના પાલનની શક્તિ કઈ રીતે સંચિત થાય તેવા વિશિષ્ટ પ્રણિધાનવાળા હોય
Page #24
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૩૪-૨૩૫
છે. વળી શક્તિ અનુસાર અણુવ્રતો અને ગુણવ્રતો રૂપ નિયમોમાં ઉદ્યમશીલ હોય છે અર્થાત્ મહાવ્રતોનું કારણ બને તે પ્રકારે દઢ પ્રવૃત્તિ કરીને અણુવ્રતો અને ગુણવ્રતોનું પાલન કરે છે અને આહાર-બ્રહ્મચર્ય આદિ ચાર પ્રકારના પૌષધમાંથી યથાશક્તિ પૌષધ, સામાયિક-પ્રતિક્રમણ આદિ નિત્ય કૃત્યોમાં નિરતિચાર યત્ન કરે છે. આથી જ પર્વતિથિએ પૌષધ કરીને વિશેષ પ્રકારે મહાવ્રતની શક્તિનો સંચય કરે છે, પ્રતિદિન સામાયિક કરીને સાધુની જેમ સુખ-દુ:ખ, જીવન-મૃત્યુ, શત્રુ-મિત્ર પ્રત્યે અતિશય અતિશયતર શમભાવવાળું ચિત્ત થાય તેવો યત્ન કરે છે. તદ્ ચિત્ત, તદ્ન મન, તદ્ લેશ્યાપૂર્વક લોકોત્તર ભાવ આવશ્યકરૂપ પ્રતિક્રમણાદિ ક્રિયા કરે છે. તેથી સંસારનો ઉચ્છેદ થાય તેવા મહાબળનો સંચય થાય છે. વળી મધમદ્ય-માંસ, વડ, પીપળો આદિ પાંચ પ્રકારનાં અભક્ષ્ય ફળો અને બહુબીજ આદિ ફળોથી નિવૃત્ત થયેલા હોય છે. તેથી દૃઢ શીલાદિ પાળીને અને અણુવ્રતોને પાળીને હંમેશાં મહાવ્રતોની શક્તિનો સંચય કરે છે અને સદા સિદ્ધ અવસ્થાનું સ્મરણ કરે છે અને સિદ્ધ અવસ્થાના ઉપાયરૂપ જ સર્વજ્ઞકથિત સર્વ શ્રાવકધર્મ છે, એવી બુદ્ધિપૂર્વક ધર્મ સેવે છે. II૨૩૪
:
नाहम्मकम्मजीवी, पच्चक्खाणे अभिक्खमुज्जुत्तो ।
सव्वं परिमाणकडं, अवरज्झइ तं पि संकंतो ।। २३५ ।।
ગાથાર્થ ઃ
અધર્મકર્મજીવી નથી, પચ્ચક્ખાણમાં વારંવાર ઉધુક્ત છે, સર્વના પરિમાણને કરે છે, અપરાધ થાય છે, તેને પણ સંક્રાન્ત કરે છે=પ્રાયશ્ચિત્ત આદિ શુદ્ધિને કરે છે. II૨૩૫II
ીકાઃ
अधर्मकर्मणा पापानुष्ठानेनाङ्गारदाहादिना जीवितुं शीलमस्येति अधर्मकर्मजीवी न तथाभूतः, प्रत्याख्याने ग्रहीतव्येऽभीक्ष्णमनवरतमुद्युक्तः सोत्साहः, सर्वं धनधान्यादि कृतप्रमाणं करोतीति गम्यते, कृतशब्दस्य परनिपातः प्राकृतत्वात् यदि चैवमपि वर्त्तमानोऽपराध्यति, अपराधमाप्नोति कथञ्चित् प्रमादात्, ततस्तमपि सङ्क्रान्तः प्रायश्चित्तादिना लङ्घयित्वाशुभयोगं प्राप्तो भवतीत्यर्थः । यद्वा 'एए छच्च समाणे 'ति प्राकृतलक्षणादास्तां तावद् बृहत्पापस्थानमपि राध्यते पच्यते यदोदनादि कुटुम्बाद्यर्थं तदपि शङ्कमानस्तदीर्यापथादपि बिभ्यद् इत्यर्थः ।।२३५।।
ટીકાર્થ :
.....
अधर्मकर्मणा , ફત્યર્થઃ ।। અધર્મકર્મથી=અંગારદાહાદિ પાપ અનુષ્ઠાનથી, જીવવા માટે સ્વભાવ છે આનો તે અધર્મકર્મજીવી તેવા પ્રકારનો નથી, તેવા પ્રકારનો શ્રાવક નથી. પ્રત્યાખ્યાનમાં=ગ્રહણ કરવા યોગ્ય પ્રત્યાખ્યાનમાં, અભીક્ષ્ણ=અનવરત ઉઘુક્ત છે=ઉત્સાહવાળો છે, સર્વ ધન-ધાન્યાદિ
Page #25
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૩૫-ઇ. કૃતપ્રમાણવાળું કરે છે અને પ્રાકૃતપણું હોવાથી ર શબ્દનો પરનિપાત છે=ગાથામાં “રિમા'ની પૂર્વમાં મૂકવાને બદલે પાછળ મુકાયેલો છે અને જો આ પ્રમાણે વર્તતો કોઈક રીતે પ્રમાદથી અપરાધને પ્રાપ્ત કરે છે, તો તેને પણ સંક્રાત કરે છે–પ્રાયશ્ચિત્ત આદિથી ઉલ્લંઘન કરીને શુભયોગને પ્રાપ્ત થાય છે અથવા આ છ વિભક્લિઓ=કર્તા આદિ છ કારકો સમાન છે, એ પ્રકારે પ્રાકૃતનું લક્ષણ હોવાથી બૃહત્ પાપસ્થાન દૂર રહો, પરંતુ રંધાય છે=જે ઓદનાદિ કુટુંબાદિ માટે પચાવાય છે, તેને પણ શંકા કરતો તેટલા પથથી પણ શ્રાવક ભય પામતો હોય છે. ગર૩૫ા ભાવાર્થ :
શ્રાવક સાધુપણાના અત્યંત અર્થી હોય છે, તેથી સર્વવિરતિની શક્તિનો સંચય ન થાય ત્યાં સુધી ગૃહસ્થજીવન જીવે છે, તેથી ધનઅર્જનાદિ કરે છે, તોપણ કર્મદાનાદિ અધર્મ કર્મને સેવતા નથી, પરંતુ સતત દયાળુ ચિત્ત વર્તે તે પ્રકારે ધનઅર્જનાદિ કરે છે. વળી પોતે શક્તિ અનુસાર વ્રતોને ગ્રહણ કર્યા હોવા છતાં જેમ જેમ અધિક અધિક વ્રત ગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય, તેમ તેમ પોતાને ગ્રહણ કરવા યોગ્ય પ્રત્યાખ્યાન ગ્રહણ કરવામાં સતત ઉત્સાહવાળા હોય છે; કેમ કે દેશવિરતિના બળથી સર્વવિરતિની શક્તિનો સંચય તો જ થઈ શકે જો સ્વીકારાયેલાં વ્રતોમાં અતિશયતા કરવા માટે શક્તિ અનુસાર સતત અપ્રમાદ વર્તે. વળી સર્વ ધન-ધાન્યાદિ પરિગ્રહનું પરિમાણ કરેલું હોય છે; કેમ કે સાધુની જેમ સંપૂર્ણ નિગ્રંથ ભાવની પ્રાપ્તિની ઇચ્છા છે, તેથી નિગ્રંથભાવને અનુકૂળ કંઈક બળ સંચય થાય તેના માટે શક્તિ અનુસાર પરિગ્રહનો સંકોચ કરે છે.
વળી ગાથાના ચોથા પાદનો અર્થ બે પ્રકારે કરે છે – આવો શ્રાવક પણ કોઈક નિમિત્તથી દેશવિરતિનાં ઉચિત કૃત્યોમાં પ્રમાદવશ સ્કૂલના પામે તો તે અલનાને સંક્રાંત કરે છે= પ્રાયશ્ચિત્તાદિ કરીને શુભયોગને પ્રાપ્ત થાય છે, પરંતુ થયેલા અપરાધની ઉપેક્ષા કરતા નથી અથવા બીજી રીતે અર્થ કરે છે – નવા શબ્દ અપિ અર્થમાં છે. રબ્બર શબ્દ રંધાવાય છે=પકાવાય છે, શું પકાવાય છે ? એથી કહે છે – જે કુટુંબાદિ માટે ભોજન રંધાય છે, તેમાં પણ આરંભની શંકા કરતો તેટલા આરંભથી પણ ભય પામે છે અર્થાત્ અત્યંત દયાળુ ચિત્ત હોવાથી સતત વિચારે છે કે આ આરંભનો પણ ત્યાગ કરીને હું ક્યારે સંપૂર્ણ નિરારંભ જીવનને પ્રાપ્ત કરીશ. આવા પ્રકારનો વિવેકસંપન્ન શ્રાવક શ્રમણનો ઉપાસક કહેવાય છે=ભાવસાધુપણું પ્રાપ્ત કરવાને અનુકૂળ બળસંચય કરનાર વિવેકી શ્રાવક કહેવાય છે. ર૩પડા
ગાથા -
निक्खमणनाणनिव्वाणजम्मभूमीओ वंदइ जिणाणं ।
न य वसइ साहुजणविरहियंमि देसे बहुगुणे वि ।।२३६।। ગાથાર્થ -
જિનોની નિષ્ક્રમણ, નાણ, નિર્વાણ, જન્મની ભૂમિઓને વંદન કરે છે અને સાધુ લોકોથી રહિત બહુગુણવાળા પણ દેશમાં વસતો નથી. ર૩૬ll
Page #26
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૨૩૬-૨૩૭
ટીકા
निष्क्रमणज्ञाननिर्वाणजन्मनां भूमयो कोऽर्थः यासु तानि सम्पेदिरे ता वन्दते जिनानां भगवतां सम्बन्धिनीः, न च=नैव वसति साधुजनविरहिते देशे बहुगुणेऽपि सुराजसुजनस्य समृद्ध्याद्यपेक्षया प्रभूतगुणेऽपि, धर्मक्षतिकारित्वादिति ।। २३६ ।।
ટીકાર્થ ઃ
निष्क्रमण । .... ારિત્વાિિત ।। ભગવાનના સંબંધવાળા નિષ્ક્રમણ-જ્ઞાન-નિર્વાણ-જન્મની ભૂમિઓ જેમાં તેઓ સંપન્ન થાય તે ભૂમિને વંદન કરે છે. સાધુજન રહિત બહુગુણવાળા પણ દેશમાં=સારું રાજ્ય હોય, પાણીથી સહિત હોય અને ધાન્યની સમૃદ્ધિ હોય તે અપેક્ષાએ ઘણા ગુણવાળા પણ દેશમાં, વસતો નથી; કેમ કે ધર્મક્ષતિકારીપણું છે. ૨૩૬।।
ભાવાર્થ:
વિવેકી શ્રાવક સાધુધર્મના અત્યંત અર્થી હોય છે; કેમ કે મોક્ષનો પ્રબળ ઉપાય સાધુધર્મ છે, તેથી સાધુધર્મની શક્તિના સંચય માટે જે ભૂમિમાં તીર્થંકરોએ સંયમ ગ્રહણ કર્યું છે, તે ભૂમિને જોઈને ભગવાનના ગૃહવાસના નિષ્ક્રમણનું સ્મરણ કરીને જાણે સાક્ષાત્ સંયમની શક્તિનો સંચય ક૨તા ન હોય તેવા ઉલ્લાસથી વંદે છે. વળી શ્રાવકે સંયમ ગ્રહણ કરીને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું છે, તેવો દૃઢ પરિણામ વર્તે છે, તેથી તીર્થંકરોની જ્ઞાનની ઉત્પત્તિની ભૂમિને વંદન કરે છે અને વિચારે છે કે આ પવિત્ર ભૂમિમાં ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, માટે આ ભૂમિ પણ અત્યંત પૂજ્ય છે. એ પ્રમાણે ભાવન કરીને કેવળજ્ઞાન પ્રત્યે પોતાનો રાગ અત્યંત પ્રવર્ધમાન થાય તે પ્રકારે વિવેકી શ્રાવક સદા યત્ન કરે છે. વળી વિવેકી શ્રાવકને મનુષ્યજન્મનું અંતિમ ફળ નિર્વાણ જ દેખાય છે અને તીર્થંકરોએ નિર્વાણ જે ભૂમિમાં પ્રાપ્ત કર્યું છે, તે ભૂમિને જોઈને તે તે ભૂમિનું સ્મરણ કરીને તે ભૂમિને સદા વંદન કરે છે અને વંદન કરીને ભગવાનની જેમ સાક્ષાત્ તેવી અવસ્થાની પ્રાપ્તિ માટે ઉત્કંઠા અતિશય કરે છે.
વળી સંસારમાં કોઈક ક્ષેત્ર અનેક ગુણોથી યુક્ત હોય જેના કારણે બાહ્ય સર્વ પ્રકારની સમૃદ્ધિની પ્રાપ્તિ જ્યાં સુલભ હોય તોપણ સુસાધુના આગમનથી રહિત તે દેશ હોય તો શ્રાવક ત્યાં વસતા નથી; કેમ કે સર્વવિરતિના અત્યંત અર્થી એવા શ્રાવકોને સાધુદર્શનથી રહિત ક્ષેત્ર ઉજ્જડ ક્ષેત્રતુલ્ય ભાસે છે. તેથી ફલિત થાય કે શ્રાવકનું ચિત્ત હંમેશાં સંયમ, કેવળજ્ઞાન અને સિદ્ધ અવસ્થામાં પ્રબળ રાગવાળું હોય છે અને તેના ઉપાયભૂત સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે અને જે તેવા નથી, તે પરમાર્થથી શ્રાવક નથી. II૨૩૬॥
ગાથા:
परतित्थियाण पणमणउब्भावणथुणणभत्तिरागं च । सक्कारं सम्माणं, दाणं विणयं च वज्जेई ।। २३७ ।।
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-ર૩૭-૩૮ ગાથાર્થ :
પરતીર્થિકોને પ્રણમન, ઉભાવન, સ્તવન, ભક્તિરાગ, સત્કાર, સન્માન, દાન અને વિનયનો ત્યાગ કરે છે. ર૩ળા. ટીકા :
परतीथिकानां शाक्यादीनां प्रणमनं शिरसा, उद्भावनं परसमक्षं गुणवर्णनं, स्तवनं तदेव तेषां पुरतो, भक्तिरागश्चेतसोऽनुबन्धः पश्चाद् द्वन्द्वैकवद्भावः, चः समुच्चये, सत्कारं वस्त्रादिभिः सन्मानमनुव्रजनादिभिः, दानमशनादीनां, विनयं च पादक्षालनादिकं वर्जयतीति ।।२३७॥ ટીકાર્ય :
પરતfથાના .... સર્નયતીતિ પરતીથિક એવા શાક્ય આદિને પ્રણમન મસ્તકથી તમને, ઉદ્દભાવન=બીજા સમક્ષ ગુણનું વર્ણન, સ્તવન તે જ તેઓની આગળ=ગુણનું વર્ણન જ પરતીર્થિકોની આગળ સ્તવન છે, ભક્તિરાગ=ચિત્તનો અનુબંધ, ત્યારપછી=બધાનો અર્થ કર્યા પછી દ્વજ એકવભાવ છે=જ સમાસ છે, શબ્દ સમુચ્ચયમાં છે, વસ્ત્રાદિ સત્કાર, પાછળ જવું વગેરેથી સન્માન, આહારાદિનું દાન, પાદપ્રક્ષાલનાદિ વિનયનું વર્જન કરે છે. ર૩૭ના ભાવાર્થ :
વિવેકી શ્રાવક સુસાધુ પ્રત્યે જ ભક્તિવાળા હોય છે, અન્ય તીર્થિકો ઘણા ગુણોથી યુક્ત હોય તોપણ મિથ્યાત્વાદિ દોષોનું સહવર્તીપણું હોવાથી તેમને પ્રણામ કરતા નથી. વળી બીજાની સામે પરતીર્થિકમાં વર્તતા ગુણોનું વર્ણન કરતા નથી; કેમ કે તે ગુણોના વર્ણનથી કોઈના ચિત્તમાં ભ્રમ થાય તો તેના દર્શનાદિ કરે તો તેના અનર્થમાં નિમિત્ત બનવાનો પ્રસંગ આવે. ફક્ત પરતીર્થિકે પણ જો જિનવચનાનુસાર કોઈ પ્રરૂપણા કરી હોય તેને આશ્રયીને મહાત્મા વડે આ પ્રમાણે કહેવાયું છે, એમ કહેવામાં આવે ત્યારે તે શુદ્ધ પ્રરૂપણાના અંશથી તેમનું ઉપવૃંહણ છે, પરંતુ સામાન્યથી પરતીર્થિકોના ગુણોનું વર્ણન કરીને તેમની પ્રશંસા કરે નહિ અને પરતીર્થિકોની સન્મુખ તેમનું સ્તવન કરે નહિ; કેમ કે તેમ કરવાથી તેમની પોતાના દર્શનની પ્રવૃત્તિમાં નિષ્પકંપતા આવે છે અર્થાત્ આ શ્રાવકો પણ અમારા ધર્મને સારરૂપે જાણે છે, તેવી બુદ્ધિ સ્થિર થાય. વળી પરતીર્થિકો પ્રત્યે ભક્તિરાગ ધારણ કરે નહિ; કેમ કે તેઓ વિપર્યાસ બુદ્ધિવાળા છે, તેથી તત્ત્વને અતજ્વરૂપે જાણનારા છે. આથી સત્કાર, સન્માન, આહારાદિનું દાન અને વિનયનો પણ ત્યાગ કરે છે. ર૩ણા
ગાથા -
पढमं जईण दाऊण, अप्पणा पणमिऊण पारेइ । असईए सुविहियाणं, भुंजइ य कयदिसालोओ ।।२३८।।
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૩૮-૨૩૯ ગાથાર્થ -
પ્રથમ યતિઓને આપીને સ્વયં પ્રણામ કરીને પારે છે=આહાર વાપરે છે અને સુવિહિતો નહિ હોતે છતે કરાયું છે દિશાનું અવલોકન જેના વડે એવો તે વાપરે છે. પર૩૮. ટીકા -
प्रथमं पूर्वं यतिभ्यः साधुभ्यो दत्वाऽशनादिकं पश्चादात्मना प्रणम्य तान् पारयति भुङ्क्ते 'असईए' त्ति अभावे सुविहितानां साधूनां भुङ्क्ते चशब्दात् परिदधाति च वस्त्रादिकमकृतसंविभागं कृतदिशालोकः सन् यद्यत्राऽवसरे साधवः स्युरनुगृहीतोऽस्मीति चिन्तयन्नित्यर्थः ।।२३८।। ટીકાર્થ:
પૂર્વ — વિજયસિત્ય: પ્રથમ=પૂર્વમાં, યતિઓ-સાધુઓને, અશનાદિ આપીને પાછળથી તેઓને આત્માથી પ્રણામ કરીને=સ્વયં પ્રણામ કરીને, વાપરે છે અને સુવિહિત સાધુઓના અભાવમાં કરાયું છે. દિશાનું અવલોકન જેમના વડે એવા વાપરે છે=આહારાદિ ગ્રહણ કરે છે, જ શબ્દથી=ગાથામાં રહેલ જ શબ્દથી નથી કરાયો સંવિભાગ જેનો એવાં વસ્ત્રાદિ સાધુઓને થાય છે, જો આ અવસરમાં સાધુઓ હોય તો હું અનુગૃહીત થાઉં એ પ્રકારે ચિંતવન કરતો વાપરે છે. ૨૩૮ ભાવાર્થ
શ્રાવકને સંયમ પ્રત્યે અત્યંત આદર હોય છે અને સંયમીનું જીવન જ સફળ છે, તેવી સ્થિરબુદ્ધિ હોય છે, તેથી પોતાના માટે અશનાદિ તૈયાર કર્યા પછી પ્રથમ સાધુને આપીને પછી ભક્તિથી તેઓને પ્રણામ કરે છે, ત્યારપછી પોતે આહાર વાપરે છે; કેમ કે પોતાના આહારથી સાધુઓ સંયમની વૃદ્ધિ કરશે, તે પ્રકારનો ઉત્તમ ભાવ હોવાથી શ્રાવક પણ પોતાના સંયમને અનુકૂળ ભાવોને પુષ્ટ પુષ્ટતર કરે છે. વળી કોઈક નિમિત્તે તે ક્ષેત્રમાં સુવિહિત સાધુ ન હોય તો દિશા અવલોકનાદિ કરે છે અને વિચારે છે કે જો અત્યારે સાધુઓ હોય તો તેમની ભક્તિ કરીને કૃતાર્થ થાઉં, ત્યારપછી ભોજન કરે છે, તે રીતે પોતાના ઉપભોગ માટે ગ્રહણ કરાયેલાં વસ્ત્રાદિ સાધુને વહોરાવીને ઉપભોગ કરે છે અને સાધુના અભાવમાં દાન કર્યા વગર ઉપભોગ કરે છે. ર૩૮ ગાથા :
साहूण कप्पणिज्जं, जं नवि दिन्नं कहिंचि किंचि तहिं ।
धीरा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ।।२३९।। ગાથાર્થ :
કોઈક સમયે કલ્પનીય જે કંઈક સાધુઓને અપાયું નથી, તેને યથોક્તકારી ઘીર સુશ્રાવકો વાપરતા નથી. ર૩૯ll
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૩૯- ટીકા -
साधूनां कल्पनीयं योग्यं यदशनादिकं नापि नैव दत्तं कस्मिंश्चिदेशकालादौ किञ्चित् स्वल्पमपि तस्मिन् विविधरूपे धीराः सत्त्ववन्तः यथोक्तकारिणो विहितानुष्ठानपराः सुश्रावकास्तदशनादि न भुञ्जते नाश्नन्तीति ।।२३९।। ટીકાર્ય :
સાધૂનાં .... નારનન્તરિ | સાધુઓને કલ્પીય યોગ્ય, એવું જે અશનાદિ કોઈક દેશ-કાલાદિમાં કંઈક= સ્વલ્પ પણ, અપાયું નથી જ, તેમાં વિવિધરૂપવાળા એવા તે અશનાદિમાં, યવોક્તકારી વિહિત અનુષ્ઠાનમાં તત્પર, ધીર=સત્ત્વવાળા સુશ્રાવક, તે અશતાદિને વાપરતા નથી. પર૩૯. ભાવાર્થ :
જે ક્ષેત્રમાં સાધુ વિદ્યમાન હોય, સાધુ વહોરવા માટે પધાર્યા હોય અને સાધુ માટે નિર્દોષ હોય તેવા અશનાદિ જે દેશ-કાલમાં કોઈ સાધુ થોડું પણ વહોરે નહિ તો જે સુશ્રાવકોને સાધુ પ્રત્યે અત્યંત ભક્તિ છે, એથી સુસાધુને દાન કરીને તે વસ્તુ માટે વાપરવી એવો દઢ અધ્યવસાય છે અને સંયમની પ્રવૃત્તિ કરવામાં ધીર પુરુષ છે તેવા શ્રાવકો જે આહારાદિ સાધુ ગ્રહણ કરે નહિ એને વાપરે નહિ, આ પ્રકારના વિદ્યમાન પણ આહારના ત્યાગમાં સાધુ પ્રત્યે બહુમાન ભાવ અત્યંત વૃદ્ધિ પામે છે. જેથી સંયમની પ્રાપ્તિ સુલભ થાય છે. ૨૩૯ll અવતરણિકા :વિશ્વઅવતરણિકાર્ય :
વળી શ્રાવક અન્ય શું કરે છે ? એ બતાવે છે – ગાથા :
वसहीसयणाऽऽसणभत्तपाण भेसज्जवत्थपत्ताई ।
जइ वि न पज्जत्तधणो, थोवा वि हु थोवयं देइ ।।२४०।। ગાથાર્થ :
જો કે શ્રાવક પર્યાપ્ત ધનવાળો નથી, તોપણ સાધુને થોડામાંથી પણ થોડું વસતિ, શયન, આસન, ભક્ત, પાન, ઔષધ, વસ્ત્ર, પાત્ર આદિ આપે છે. રિઝoll ટીકા :
वसतिरुपाश्रयः शयनं काष्ठमयसंस्तारकादि, आसनं पीठकादि, भक्तमोदनादि, पानं द्राक्षादीनां,
Page #30
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ / ગાથા-૨૪૦-૨૪૧
૧૩ भेषजं तथाविधचूर्णादि, वस्त्रं क्षौमं, पात्रमलाब्वादि, आदिशब्दात् कम्बलादिग्रहः, एतत् किं ? यद्यपि न पर्याप्तधनो न सम्पूर्णद्रविणः श्रावकस्तथापि स्तोकादपि मध्यात् स्तोकम् अल्पं ददाति असंविभागितं न भुङ्क्त इति यावत् ।।२४०।। હકાર્ય :
તિરુપાશ્રય: ..... વાવ | વસતિ–ઉપાશ્રય, શયન=કાષ્ઠમય સંસ્તારક આદિકપાટ આદિ, આસન પીઠાદિ, ભોજન=ભાત આદિ, પાનદ્રાક્ષ આદિનું પાનક, ભષજ=સેવા પ્રકારનાં ચૂર્ણ આદિ, વઢશીમ, પાત્રતુંબડું આદિ. આદિ શબ્દથી કંબલ આદિનું ગ્રહણ છે. આને શું કરે ? એથી કહે છે – જો કે પર્યાપ્ત ધનવાળો નથી-આવક સંપૂર્ણ ધનવાળો નથી, તોપણ થોડામાંથી પણ થોડું વસતિ આદિ આપે છે, અસંવિભાગિત વાપરતો નથી. ર૪૦ ભાવાર્થ :
સુસાધુઓ હંમેશાં કૃત-કારિતાદિ દોષોથી રહિત નિર્દોષ વસતિ આદિ પ્રાપ્ત કરીને અપ્રમાદ ભાવથી ચારિત્રના પરિણામની વૃદ્ધિ કરતા હોય છે. સર્વ ભાવો પ્રત્યે તેમનું અસંગભાવવાળું નિર્મળ ચિત્ત હોવાને કારણે પોતાનામાં તે ઉત્તમભાવની વૃદ્ધિ થાય તેથી શ્રાવક તેના અંગભૂત વસતિ આદિ સુસાધુને આપે છે. અપર્યાપ્ત ધનવાળા પણ શ્રાવકો ધનનું ઉચિત ફલ સુસાધુની ભક્તિ છે, તેવી બુદ્ધિવાળા હોવાથી તે શ્રાવકો શક્તિ અનુસાર વસતિ આદિ આપીને પોતાનું જીવન સફળ કરે છે; કેમ કે સુસાધુના સંયમની વૃદ્ધિમાં પોતાની સમૃદ્ધિનું સાફલ્ય જોનારા છે. વળી, જેઓ પર્યાપ્ત ધનવાળા હોય તેઓ તો શક્તિના પ્રકર્ષથી સાધુના સંયમની વૃદ્ધિની ચિંતા કરનારા છે, તેથી તેઓને વસતિ આદિ સર્વ યથા ઉચિત આપે છે. પ્રસ્તુતમાં અપર્યાપ્ત ધનવાળા કહેવાથી નિધનશ્રાવકનું ગ્રહણ નથી, પરંતુ વિપુલ ધનવાળા ન હોય તેમનું ગ્રહણ છે. સર્વથા ધનરહિત તો પોતાની આજીવિકા પ્રમાણ જ ભોગોને પ્રાપ્ત કરતા હોય તેવા પણ ભક્તિવાળા શ્રાવકો પોતાની પાસે જે કાંઈ હોય તેમાંથી સુસાધુની ભક્તિ કરીને પોતાનું જીવન સફળ માને છે. II૪ના
ગાથા -
संवच्छरचाउम्मासिएसु, अट्ठाहियासु य तिहीसु ।
सव्वायरेण लग्गइ, जिणवरपूयातवगुणेसु ।।२४१।। ગાથાર્થ :
સંવત્સરી, ચાતુર્માસિક, અષ્ટાહ્નિકા અને તિથિમાં જિનવરની પૂજા તપ અને ગુણોમાં સર્વ આદરથી યત્ન કરે છે. ર૪૧i
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
ઉપદેશમાલા બાગ-૨ગાથા-૨૮૧-૨૨
ટીકા :
संवत्सरचातुर्मासिकेष्वष्टाह्निकासु चैत्रादियात्रासु चशब्दो व्यवहितसम्बन्धः तिथिषु चतुर्दशीप्रभृतिषु किं ? सर्वादरेण लगन्ति, क्व ? जिनवरपूजातपोगुणेषु भगवदर्चने चतुर्थादिकरणे ज्ञानादिषु
ત્યર્થ. ૨૪ ટીકાર્ય :
સંવત્સર . ત્ય | સંવત્સરી, ચોમાસી અને અણહ્નિકામાં-ચૈત્ર આદિ યાત્રામાં-ચત્રઆસોની અઠાઈમાં, “ઘ' શબ્દ વ્યવહિત સંબંધવાળો છે, તિથિઓમાં=ચૌદશ વગેરે તિથિઓમાં, શું? એથી કહે છે – શ્રાવક સર્વ આદરથી ભગવાનની પૂજા, તપ અને ગુણોમાં=ભગવાનનું અર્ચનઉપવાસ આદિનું કરણ અને જ્ઞાનાદિમાં યત્ન કરે છે. ર૪૧ ભાવાર્થ -
વિવેકી શ્રાવક જેમ સુસાધુની અત્યંત ભક્તિ કરે છે, એમ તીર્થકરોની ભક્તિ કરીને સર્વવિરતિની શક્તિસંચયના અત્યંત અર્થ હોય છે. તેથી સંવત્સરીમાં=પર્યુષણાની અઠાઈમાં, ત્રણ ચાતુર્માસિક અઠાઈઓમાં-ચૈત્ર-આસો અને કારતક મહિનાની અઠાઈઓમાં, ચૌદશ આદિ પર્વતિથિઓમાં અત્યંત આદરપૂર્વક ભગવાનની પૂજા કરે છે, શક્તિ અનુસાર ઉપવાસાદિ તપ કરે છે અને જ્ઞાનાદિમાં વિશેષ પ્રકારે યત્ન કરે છે. જો કે વિવેકી શ્રાવક પ્રતિદિન ભગવદ્ ભક્તિ આદિ કે જ્ઞાન-અધ્યયનાદિ ઉચિત કૃત્યો કરે છે, તોપણ સંસારના વ્યવસાયને કારણે શેષ દિવસોમાં વિશેષ યત્ન કરી શકતા નથી, તેથી તિથિઓમાં અતિશય યત્ન કરે છે. જ્યારે સુસાધુને કોઈ તિથિ હોતી નથી, પરંતુ હંમેશાં સર્વ શક્તિથી સંયમની વૃદ્ધિ થાય એવાં જ કૃત્યો કરે છે અને સુશ્રાવક પણ સાધુતુલ્ય થવાના અર્થી છે. છતાં હજી વિકારો શાંત થયા નથી, એથી જ ગૃહસ્થજીવનમાં રહીને વિકારોના શમન માટે યત્ન કરે છે અને પ્રતિદિન શક્તિ અનુસાર ભગવદ્ ભક્તિ આદિ કરે છે, તોપણ તિથિઓમાં કે અઠાઈઓમાં વિશેષ પ્રકારે ધર્મપરાયણ જીવન પસાર કરે છે. ૨૪ ગાથા :
साहूण चेइयाण य, पडिणीयं तह अवण्णवाइं च ।
जिणपवयणस्स अहियं, सव्वत्थामेण वारेइ ॥२४२।। ગાથાર્થ - - સાધુઓના અને ચેત્યોના પ્રત્યેનીકને અને અવર્ણવાદીને સાધુઓના અને ચેત્યોના અવર્ણવાદીને અને જિનવચનના અહિતને=ભૂતને, સર્વ યત્નથી વારણ કરે છે. રિ૪રા
Page #32
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૪૨-૨૪૩
Gu
ટીકા -
साधूनां चैत्यानां च प्रत्यनीकं क्षुद्रोपद्रवकारिणं तथाऽवर्णवादिनं च वैभाष्यकरणशील, किं बहुना ? जिनप्रवचनस्याऽहितं शत्रुभूतं 'सव्वत्थामेण ति समस्तप्राणेन प्राणव्ययेनाऽपि वारयति तदुन्नतिकरणस्य महोदयहेतुत्वादिति ॥२४२।। ટીકાર્ય :
સાધૂનાં .. હેતુત્વાિિત | સાધુઓના અને ચૈત્યોના પ્રત્યેનીકને શુદ્ધ ઉપદ્રવ કરનારને અને અવર્ણવાદીનેedભાણ કરવાના સ્વભાવવાળાને, વધારે શું કહેવું? જિનપ્રવચનના અહિતને=શત્રુભૂતને, સર્વ પ્રયત્નથી=સમસ્ત પ્રાણથી પ્રાણના વ્યયથી પણ, વારણ કરે છે; કેમ કે તેના ઉન્નતિકરણનું મહોથહેતુપણું છે.ર૪રા ભાવાર્થ -
સુસાધુ કોઈને પીડા ન થાય તે પ્રકારે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા છે. તેવા સાધુઓ પ્રત્યે પણ જેઓને “આ જૈન સાધુ છે', એ પ્રકારની બુદ્ધિથી દ્વેષ વર્તતો હોય અને તેના કારણે તેઓને ઉપદ્રવ કરતા હોય અથવા અવર્ણવાદ કરતા હોય તો વિવેકી શ્રાવકે સર્વ યત્નથી તેનું વારણ કરવું જોઈએ, એ પ્રકારનો ઉચિત શ્રાવકધર્મ છે, પરંતુ સાધુવેષમાં જેમની પ્રવૃત્તિ અન્યને પીડાકારી હોય અને તેના કારણે જેઓ સાધુને ઉપદ્રવ કરતા હોય તે વિષયક શ્રાવકે નિપુણતાથી ઉચિત પ્રવૃત્તિનો વિચાર કરવો જોઈએ; કેમ કે અજ્ઞાનને વશ અન્ય જીવોનો વ્યાઘાત થાય તેવી સાધુની પ્રવૃત્તિ હોય ત્યારે માત્ર સાધુનો પક્ષપાત કરીને તેના ઉપદ્રવકારી ગૃહસ્થનું નિવારણ કરે તો તેમને ધર્મ પ્રત્યે દ્વેષ થવાનો સંભવ રહે. વળી વિવેકી શ્રાવકો ચૈત્યોની પ્રવૃત્તિ તે રીતે જ કરે છે, જેથી કોઈને પીડાકારી ન થાય. આમ છતાં જેઓને ચૈત્ય પ્રત્યે સ્વાભાવિક પ્રષ છે, તેના કારણે ઉપદ્રવ કરે છે, તેવા પ્રત્યેનીકોને શ્રાવકે સર્વ પ્રયત્નથી વારણ કરવા જોઈએ અને ચૈત્ય સંબંધી અવર્ણવાદ બોલતા હોય તેનું પણ વારણ કરવું જોઈએ અને સાધુવેષમાં, શ્રાવકવેષમાં કે અન્ય લિંગમાં કોઈ જિનપ્રવચનનું અહિત થાય, તેવું વર્તન કરતા હોય, જેનાથી ભગવાનનું શાસન આ પ્રકારે અનુચિત પ્રવૃત્તિ બતાવનાર છે, તેવા લોકોને ભ્રમ થાય તેનું વારણ સર્વ પ્રયત્નથી કરવું જોઈએ. તે પ્રકારના ઉચિત પ્રયત્નથી ભગવાનના શાસનની ઉન્નતિ થાય છે, જે મહાકલ્યાણનું કારણ છે. જેમ સાવઘાચાર્ય શાસ્ત્રમર્યાદાથી રહિત જિનાલય નિર્માણ કરનારાઓને કહ્યું કે “જો કે આ જિનાલય છે, તોપણ સાવદ્ય છે,” તે કથન દ્વારા જિનપ્રવચનના અહિતભૂત કૃત્યનું વારણ કરીને જેમ પ્રવચનની ઉન્નતિ કરી તે રીતે વિવેકી શ્રાવકે દુષમકાળમાં જે કોઈ અનુચિત પ્રવૃત્તિ થતી હોય તેનું નિવારણ કરવું જોઈએ. ll૨૪શા અવતરણિકા -
अधुना श्रावकगुणानेव विशेषतः कीर्तयन्नाह
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬.
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩ અવતરણિકાર્ય - હવે શ્રાવકના ગુણોને જ વિશેષથી કીર્તન કરતાં કહે છે –
ગાથા -
विरया पाणिवहाओ, विरया निच्चं च अलियवयणाओ ।
विरया चोरिक्काओ, विरया परदारगमणाओ ।।२४३।। ગાથાર્થ :
શ્રાવકો પાણીવધથી વિરત છે, અલિક વચનથી નિત્ય વિરત છે, ચૌર્યથી વિરત છે, પરઘસગમનથી વિરત છે. ર૪૩ ટીકા :
श्रावका ह्येवम्भूता भवन्ति, विरताः प्राणिवधात् जीवमारणात्, स्थूलादिति प्रक्रमात् सर्वत्र योज्यं, विरता नित्यं च सदैवाऽलीकवचनादनृतभाषणाद्, 'विरया चोरिक्काओ'त्ति चोर्यात् विरताः परदारगमनात् परयोषिन्मैथुनादिति ॥२४३।। ટીકાર્ય :
શ્રાવા ... મધુનાહિતિ | શ્રાવકો આવા પ્રકારના હોય છે, પ્રાણીવધથી જીવને મારવાથી, સ્થૂલથી વિરત છે એ પ્રકારે પ્રક્રમથી સર્વત્ર પાંચેય વ્રતોમાં, યોજવું અને નિત્ય=હંમેશાં જ, અલીક વચનથી=અવૃત ભાષણથી, વિરત છે. ચીર્યથી વિરત છે, પરસ્ત્રી સાથે મૈથુનથી વિરત છે. ર૪૩મા ભાવાર્થ :
વિવેકી શ્રાવકો મહાવ્રતના અત્યંત અર્થી હોય છે. તેથી મહાવ્રતની શક્તિના સંચય માટે સ્કૂલ પ્રાણાતિપાતાદિથી વિરત હોય છે. તેથી ત્રસ જીવોની હિંસાથી વિરત હોવા છતાં સ્થાવરાદિ વિષયક પણ ઉચિત જયણા કરનારા હોય છે. આથી ગમનાદિ પ્રવૃત્તિમાં પણ શક્ય હોય ત્યાં પૂંજી-પ્રમાર્જીને ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. વળી સ્થૂલ મૃષાવાદથી વિરત હોય છે. તેથી રાગાદિને વશ સંસારની પ્રવૃત્તિમાં જે બોલે છે, તેનો પરિહાર કરવા માટે અસમર્થ હોવા છતાં કોઈને પીડાકારી થાય, તેવાં મૃષાવચનો બોલતા નથી, પારકા ધનને ક્યારેય ગ્રહણ કરતા નથી અને પરસ્ત્રી સાથે મૈથુનસેવન કરતા નથી. અહીં વિરત શબ્દ ફરી ફરી વાપરીને વિરતિનું અત્યંત મહત્ત્વ બતાવેલ છે. તેથી વિવેકી શ્રાવકો સંપૂર્ણ નિરવદ્ય જીવનની પ્રાપ્તિનું કારણ બને તે પ્રકારે વિવેકપૂર્વક દેશવિરતિનું પાલન કરે છે. તેનું સૂચન થાય છે. ૨૪૩ાા
Page #34
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૪
ગાથા -
विरया परिग्गहाओ, अपरिमियाओ अणंततण्हाओ ।
बहुदोससंकुलाओ, नरयगईगमणपंथाओ ॥२४४।। ગાથાર્થ -
અપરિમિત અનંત તૃષ્ણાવાળા બહુ દોષથી સંકુલ નરકગતિનો પંથ એવા પરિગ્રહથી વિરત છે. ર૪૪ll ટીકા :
विरताः परिग्रहाद् द्विपदादेः किम्भूतादपरिमितात् परिमाणरहितादकृतपरिमाणस्यागृह्णतोऽपि तृष्णातोऽसौ स्यादतस्तद्व्यच्छेदार्थमाह-अनन्ता तृष्णा मूर्छा यस्मिन् स तथा, तस्माद् बहुदोषसङ्कुलाद् राजचौर्याधुपद्रवनिमित्ततया शरीरमनस्तापहेतोरत एव नरकगतो यद् गमनं तत्पथात् तन्मार्गादिति । बहुशो विरतग्रहणं तद्विरतेचित्र्यख्यापनार्थम् ।।२४४।। ટીકાર્ય :
વિરત . શ્રાપનાર્થમ્ શ્રાવકો દ્વિપદાદિ પરિગ્રહથી વિરત હોય છે. કેવા પ્રકારના દ્વિપદાદિ? એથી કહે છે – અપરિમિત પરિણામ રહિત એવા પરિગ્રહથી વિરત હોય છે. અર્થાત પરિમાણવાળા નહિ ગ્રહણ કરતાને પણ, તૃષ્ણાથી આ પરિગ્રહ થાય. આથી તેના વ્યવચ્છેદ માટે કહે છે – અનંત તૃણા=મૂચ્છ છે જેમાં તે તેવો છે અનંત તૃષ્ણાવાળો છે. તેવા પરિગ્રહથી વિરત હોય છે. બહુદોષ સંકુલરાજ-ચોર આદિ ઉપદ્રવના નિમિતપણું હોવાથી શરીર અને મનના તાપનો હેતુ એવા પરિગ્રહથી શ્રાવક વિરત હોય છે. આથી જ=બહુદોષસંકુલ છે આથી જ, નરકગતિમાં જે ગમત તેનો માર્ગ હોવાથી તેનાથી વિરત છે. અનેક વખત વિરતિનું ગ્રહણ તે વિરતિનું વિચિત્ર કહેવા માટે છે અર્થાત્ ફરી ફરી વિરત પદ વિરતિના અનેક વિચિત્ર ભેદોને જણાવવા માટે છે. ર૪૪ ભાવાર્થ :
વળી સુશ્રાવકો અપરિમિત પરિગ્રહથી વિરત હોય છે, કેમ કે સંપૂર્ણ નિરારંભ જીવનના અત્યંત અર્થી હોવાથી તેની શક્તિના સંચય માટે શક્તિ અનુસાર અતિશય આરંભ-સમારંભના કારણભૂત એવા અપિરમિત પરિગ્રહની સીમા કરે છે અર્થાતું મર્યાદિત પરિગ્રહથી અધિક સર્વ પરિગ્રહનો ત્યાગ કરું છું, એ પ્રકારની પ્રતિજ્ઞા કરીને અપરિમિત પરિગ્રહથી વિરામ પામે છે. વળી તે અપરિમિત પરિગ્રહ અનંત તૃષ્ણાનો હેતુ છે= પ્રાપ્ત થયેલા પરિગ્રહ કરતાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી તે તૃષ્ણા અત્યંત અમર્યાદિત હોય છે. તેની મર્યાદા કરવા માટે અધિક પરિગ્રહથી વિરતિ કરે છે. વળી પરિગ્રહ અનેક પ્રકારના ઉપદ્રવોનું કારણ છે; કેમ કે અધિક ધનવાળાને રાજા તરફથી કે ચોરીનો ઉપદ્રવ થવાનો સંભવ રહે છે, તેના
Page #35
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૪-૪૫ કારણે શારીરિક-માનસિક પીડા થાય છે. વળી આ પરિગ્રહ નરકગતિનો હેતુ છે; કેમ કે મમ્મણ શેઠની જેમ અપરિમિત પરિગ્રહ ધારણ કરનારા નરકમાં જાય છે અને તેવા પરિગ્રહથી વિવેકી શ્રાવકો પરિગ્રહની સીમા કરીને વિરામ પામે છે અને તેના બળથી સંપૂર્ણ નિષ્પરિગ્રહ ભાવના ઉલ્લસિત થાય તેવો યત્ન કરે છે. ૨૪૪ અવતારણિકા :
एवं च तैर्वर्तमानैर्यत् कृतं भवति तदाहઅવતરણિકાર્ય -
અને આ રીતે=વિવેકી શ્રાવકો ગાથા-૨૪૩-૨૪૪માં બતાવ્યું એ પ્રમાણે પ્રાણાતિપાતાદિથી વિરત થાય છે એ રીતે, વર્તતા એવા તેઓ વડે જે કરાયેલું થાય છે, તેને કહે છે –
ગાથા -
मुक्का दुज्जणमित्ती, गहिया गुरुवयणसाहुपडिवत्ती ।
मुक्को परपरिवाओ, गहिओ जिणदेसिओ धम्मो ॥२४५।। ગાથાર્થ :
દુર્જનની મૈત્રી ત્યાગ કરાઈ, ગરવચનાથી સુંદર પ્રતિપત્તિ કરાઈ=પ્રતિજ્ઞા કરાઈ, પરપરિવાદ ત્યાગ કરાયો, ભગવાન વડે કહેવાયેલો ધર્મ ગ્રહણ કરાયેલો થાય છે. ર૪૫ll ટીકા -
मुक्ता दुर्जनमैत्री त्यक्ता कुजनसंसर्गिर्भवति गृहीता स्वीकृता गुरुवचनसाधुप्रतिपत्तिस्तीर्थकरगणधरादिवचसा शोभनप्रतिज्ञेत्यर्थः । तथा मुक्तः परपरिवादोऽलीकनिवृत्तत्वात् परावर्णवादस्य च तद्रूपत्वात् गृहीतो जिनदेशितो धर्मः सुव्रतत्वादिति ।।२४५।। ટીકાર્ય :
મુel - સુતાત્યાિિત | દુર્જનની મૈત્રી ત્યાગ કરાઈ=કુજનનો સંસર્ગ ત્યાગ કરાયેલો થાય છે. ગુરુવચનથી સુંદર પ્રતિપતિ ગ્રહણ કરાઈ=તીર્થંકર-ગણધરાદિના વચનથી શોભન પ્રતિજ્ઞા સ્વીકાર કરાઈ અને પરપરિવાદ ત્યાગ કરાયો; કેમ કે મૃષાવાદથી નિવૃતપણું છે અને પરિવર્ણવાદનું તરૂપપણું છે=મૃષાવાદરૂપપણું છે. જિનથી બતાવાયેલો ધર્મ ગ્રહણ કરાયો; કેમ કે સુવતપણું છે. ર૪પા ભાવાર્થ -
શ્રાવકો નિર્મળ સમ્યક્તને ધારણ કરનારા છે. તેથી સંસારમાં ચાર ગતિના પરિભ્રમણની સ્થિતિ યથાવત્ જોનારા છે. તેઓને મુક્ત અવસ્થા સાર દેખાય છે, તેની પ્રાપ્તિનું કારણ સર્વત્ર અસંગ ચિત્ત છે, તેવી
Page #36
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨
ગાથા-૨૪૫-૨૪૬
૧૯
સ્થિર બુદ્ધિ છે અને સર્વ દ્રવ્યાદિ ભાવો પ્રત્યે સંશ્લેષ રહિત થઈને અસંગભાવમાં જનારા મુનિઓના ચિત્તને જોનારા છે અને તેમની જેમ જ અસંગ ચિત્તની પ્રાપ્તિના અત્યંત અર્થી છે, તોપણ અનાદિનો મોહનો પરિણામ ત્યાગ કરવો દુષ્કર છે. તેથી તેના ત્યાગના અભ્યાસ રૂપે પાંચ અણુવ્રતો સ્વીકારીને પાંચ મહાવ્રતોની શક્તિનો સંચય કરે છે. દુર્જનની મૈત્રી હંમેશાં ત્યાગ કરે છે અર્થાતુ વિચારે છે કે જેઓ વિષયોમાં ગાઢ રતિવાળા છે, તેમના સંસર્ગથી વિષયો પ્રત્યેની જે થોડી પણ આસક્તિ છે, તે વૃદ્ધિ પામશે. તેનાથી વિનાશની પરંપરા થશે, તેથી તેવા જીવોથી હંમેશાં દૂર રહે છે. વળી તીર્થંકરોગણધરો આદિના વચનથી ભાવિત થઈને સર્વવિરતિની શક્તિનો સંચય થાય તેવી શોભન પ્રતિજ્ઞા કરે છે. જેથી તે પ્રતિજ્ઞાના બળથી દેશથી સંવૃત થઈને સર્વથી સંવૃત થવાને અનુકૂળ બળ સંચય કરે છે. વળી પર પરિવારનો ત્યાગ કરે છે અર્થાત્ બીજાની તે તે પ્રકૃતિ જોઈને તેના વિષયક કોઈકને કહીને આનંદ લેવાનો સ્વભાવ તે પરપરિવાદ છે અને તેવી પ્રકૃતિનો વિવેકી શ્રાવક ત્યાગ કરે છે; કેમ કે વિવેકી શ્રાવકો સ્થૂલ મૃષાવાદથી નિવૃત્ત પરિણામવાળા હોય છે અને પરની તે તે પ્રકારની પ્રકૃતિ બીજાને કહેવાનો પરિણામ તે મૃષાવાદ છે. તેથી પૂર્વમાં તેવો સ્વભાવ હોવાથી પરપરિવાદ કરીને જે પ્રકૃતિ નિર્માણ થયેલ તેના અનર્થકારી સ્વરૂપનું ભાવન કરીને તેનો ત્યાગ કરે છે અને ભગવાને કહેલો ધર્મ જિનતુલ્ય થવાને અનુકૂળ ઉચિત વ્યાપારરૂપ છે, તેવો જ ધર્મ વિવેકી શ્રાવકને સારરૂપે જણાય છે. એથી ભગવાને કહેલા ધર્મના સ્વરૂપનું વારંવાર ભાવન કરીને પોતાનામાં પ્રગટ થયેલા ધર્મને નિર્મળ-નિર્મળતર કરે છે અને જેઓ આ રીતે દુર્જનની મૈત્રી આદિના ત્યાગમાં યત્ન કરતા નથી, પરંપરિવાદનો ત્યાગ કરતા નથી, તેઓ કદાચ શ્રાવકધર્મ પાળતા હોય તોપણ તે બાહ્ય આચારો ગુણસ્થાનકની નિષ્પત્તિ કે વૃદ્ધિમાં સમર્થ બનતા નથી, માટે શ્રાવકધર્મને સ્વીકાર્યા પછી દુર્જનની મૈત્રીનો સતત ત્યાગ કરવો જોઈએ. પર પરિવારનો ત્યાગ કરવો જોઈએ અને આત્માને સદા જિનઉપદેશથી ભાવિત કરવો જોઈએ. ૨૪પા અવતરણિકા :
तादृशां फलमाहઅવતરણિકાર્ય :તેવા પ્રકારના શ્રાવકોને પ્રાપ્ત થતા ફળને બતાવે છે –
ગાથા -
तवनियमसीलकलिया, सुसावगा जे हवंति इह सुगुणा ।
तेसिं न दुल्लहाई, निव्वाणविमाणसोक्खाइं ।।२४६।। ગાથાર્થ :
પ્રવચનમાં જે તપ-નિયમ-શીલથી યુક્ત ગુણવાળા શ્રાવકો છે, તેમને નિર્વાણ અને દેવલોકનાં સુખો દુર્લભ નથી. ર૪કા.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૦.
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૬-૨૭
ટીકા -
तपोनियमशीलकलिता एतदुपेताः सुश्रावका ये भवन्ति इह प्रवचने सुगुणाः, स्वरूपज्ञापनमिदं तेषां न दुर्लभानि निर्वाणविमानसौख्यानि तदुपायप्रवृत्तत्वादिति ॥२४६।। ટીકાર્ય :
તાનિયન ..... પ્રવૃત્તિત્તાહિતિ છે. અહીં પ્રવચનમાં, તપ-નિયમ-શીલથી યુક્ત આનાથી ઉપેત અર્થાત્ યુક્ત જે સગુણ સુશ્રાવકો છે તેમને લિવણ અને વિમાનનાં સુખો દુર્લભ નથી; કેમ કે તેના ઉપાયમાં પ્રવૃતપણું છે, સુગુણ એ વિશેષણ સ્વરૂપને જણાવનાર છે. ર૪છા ભાવાર્થ :
જે શ્રાવકો વારંવાર સંસારના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કરે છે અને સંસારના પરિભ્રમણનું કારણ અસંયમ છે, તેવી સ્થિર બુદ્ધિવાળા છે, તેથી શક્તિ અનુસાર અસંયમના પરિણામના નિવર્તન માટે તપનિયમ અને શીલમાં યત્ન કરે છે, એવા શ્રાવકો ભગવાનના વચનથી ભાવિત થનારા હોવાથી સુંદર ગુણવાળા છે; કેમ કે પ્રતિદિન સાધુધર્મનું ભાવન કરીને ભાવસાધુ તુલ્ય ત્રણ ગુપ્તિનું બળ સંચય થાય તે રીતે સદા યત્ન કરનારા છે, તેવા શ્રાવકોને શક્તિ સંચય ન થાય તો ભાવથી સર્વવિરતિની પ્રાપ્તિ ન થાય અને પોતાનામાં બળસંચય થયો નથી, તેવો બોધ હોવાથી સંયમ ગ્રહણ ન કરે, તોપણ તેમને દેવલોકનાં અને નિર્વાણનાં સુખો દુર્લભ નથી; કેમ કે જેમનું ચિત્ત હંમેશાં ભાવસાધુના સ્વરૂપથી રંજિત છે, તેવા જીવો તે ઉત્તમ ચિત્તના બળથી અવશ્ય વિમાનવાસી દેવો થશે અને તેવા ઉત્તમ ચિત્તથી યુક્ત દેવભવને પામીને પણ નિર્વાણની શક્તિનો સંચય કરશે. તેથી પરિમિત કાળમાં સંસારનો ક્ષય કરીને અવશ્ય મોક્ષસુખને પ્રાપ્ત કરશે. I૪શા અવતરણિકા -
तथा पायप्रवृत्तानां न किञ्चिदसाध्यमस्ति, यतो गुरुरपि शिष्येण तथाभूतेन बोध्यत इत्याह चઅવતરલિકાઈ -
તે આ પ્રમાણે=સુશ્રાવક ઉપાયમાં પ્રવૃત હોવાથી નિર્વાણ અને દેવલોકનાં સુખ દુર્લભ નથી એમ પૂર્વમાં કહ્યું તે તથાથી બતાવે છે – ઉપાયમાં પ્રવૃત્ત જીવોને કાંઈ અસાધ્ય નથી, જે કારણથી તેવા પ્રકારના શિષ્ય વડે=ઉપાયમાં પ્રવૃત એવા શિષ્ય વડે, ગુરુ પણ બોધ પમાડાય છે. એને કહે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે તપાદિથી યુક્ત એવા શ્રાવકોને દેવલોક અને મોક્ષનાં સુખ દુર્લભ નથી. તેને સ્પષ્ટ કરવા માટે કહે છે –
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૧
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૭
ઉપાયમાં પ્રવૃત્ત થયેલાને કંઈ અસાધ્ય નથી અને વિવેકી શ્રાવકો ઉપાયમાં પ્રવૃત્ત છે, એથી તેમને દેવલોકનાં અને મોક્ષનાં સુખો દુર્લભ નથી. આ કથનને દૃષ્ટાંતથી બતાવે છે. જેમ પ્રમાદી થયેલા ગુરુને બોધ પમાડવાના ઉપાયમાં પ્રવૃત્ત થયેલા શિષ્ય વડે નિપુણ પ્રજ્ઞાથી ગુરુને પણ બોધ કરાવાય છે, તેમ ઉપાયમાં પ્રવૃત્ત શ્રાવક દેવલોક અને નિર્વાણના સુખને પ્રાપ્ત કરે છે. गाथा :
सीएज्ज कयाइ गुरू, तं पि सुसीसा सुनिउणमहुरेहिं ।
मग्गे ठवंति पुणरवि, जह सेलगपंथगो नायं ।।२४७।। गाथार्थ:
ક્યારેક ગુરુ પણ સીદાય, તેને સુશિષ્યો સુનિપુણ-મધુર ચેષ્ટાઓ વડે ફરી પણ માર્ગમાં स्थापन रे छे. रे प्रमाणे शेतs-पंथ ष्टांत छ. I॥२४७।।
टीका:
सीदेच्छिथिलः स्यात् कदाचिद् गुरुरपि कर्मपारतन्त्र्यात्, तं गुरुं सुशिष्याः शोभनविनेयाः सुनिपुणमधुरैः सूक्ष्मैः सुखदैश्च चेष्टितैर्वचनैवेति गम्यते, मार्गे ज्ञानादिरूपे स्थापयन्ति पुनरपि प्रागवस्थायामिव यथा शैलकः पन्थकेन स्थापित एतज्ज्ञातं दृष्टान्तं इति ।
अत्र कथानकम्
शैलपुरात्शैलकनामा नृपतिः पञ्चशतपरिकरो मण्डूकाभिधानं सुतं राज्येऽवस्थाप्य निष्कान्तः, कालेन जातो गीतार्थः, स्थितः सूरिपदे, अन्यदा जातोऽस्य व्याधिः, अकारि सुतेन चिकित्सा, पश्चात्प्रगुणीभूतोऽपि रसादिलाम्पट्यात् शीतलविहारितां जगाम । पन्थकमेकं विहाय त्यक्तः शेषशिष्यैः । अन्यदा चातुर्मासिकं क्षमयता गाढनिद्राप्रसुप्तः सङ्घट्टितस्तेन सूरिश्चरणयोः । ततः सोऽकाण्डनिद्राव्यपगमादुत्पन्नक्रोधस्तं प्रत्याह-क एष दुरात्मा मां प्रेरयति ? शिष्योऽब्रवीत्भगवन् । पन्थकसाधुरहं चातुर्मासिकं क्षमयामि लग्नः, न पुनरेवं करिष्ये, क्षमध्वमेकमपराधं मम मन्दभाग्यस्य, मिथ्यादुष्कृतमिति वदन् पतितः पुनः तत्पादयोः ततोऽहोऽस्य प्रशमो गुरुभक्तिः कृतज्ञता ! मम तु प्रमादातिरेको निर्विवेकत्वं चेति जातसंवेगोत्कर्षः सूरिराह-महात्मनिच्छामि वैयावृत्त्यं, उद्धृतोऽहं भवगर्तपातादिति । ततः प्रभृत्युद्यतविहारेण बहुकालं विहृत्य पश्चाच्छत्रुञ्जयगिरौ पञ्चशतपरिवारः सिद्धः शैलकाचार्य इति ।।२४७।। टार्थ:सीदेच्छिथिलः ..... शैलकाचार्य इति ।। श्या गुपए मना पारतंत्र्यची Altruशथिल थाय,
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૨
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-ર૪૭ તે ગુરુને સુશિષ્યો=શોભન શિષ્યો, સુનિપુણ મધુર ચેષ્ટાઓથી=સૂક્ષ્મ અને સુખ દેનારી ચેષ્ટાથી અથવા વચનોથી, ફરી પણ પૂર્વ અવસ્થાની જેમ માર્ગમાં સ્થાપન કરે છે=જ્ઞાનાદિ રૂપ માર્ગમાં સ્થાપન કરે છે, જે પ્રમાણે શૈલકાચાર્ય પંથક વડે સ્થાપિત કરાયા એ દાંત છે. એમાં કથાનક –
શૈલકપુરથી પાંચસોથી પરિવરેલા શૈલક નામના રાજાએ કંડક નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને દીક્ષા લીધી. કાળ વડે ગીતાર્થ થયા, સૂરિપદમાં સ્થાપન કરાયા. એકવાર આ રોગ થયો. પુત્ર વડે ચિકિત્સા કરાવાઈ. પછીથી સ્વસ્થ થયેલા પણ રસાદિના લંપટપણાથી શીતલ વિહારિતાને પામ્યા. એક પંથકને છોડીને બાકીના શિષ્યો વડે ત્યાગ કરાયા, એકવાર તેના વડે=પંથક વડે, ગાઢ નિદ્રામાં સૂતેલા સૂરિ ચાતુર્માસિક ખામણો વડે ચરણમાં સ્પર્શ કરાયા, તેથી અકાળે નિદ્રા દૂર થવાથી ઉત્પન્ન થયેલા ક્રોધવાળા તે શૈલકસૂરિ તેના પ્રતિ કહે છે – કોણ આ દુરાત્મા મને જગાડે છે ? શિષ્ય બોલ્યો – ભગવન્! હું પંથક સાધુ ચાતુર્માસિક પ્રતિક્રમણમાં લાગેલો બનાવું છું. ફરી આ પ્રમાણે કરીશ નહિ, મદભાગ્ય એવા મારા એક અપરાધને ક્ષમા કરો. મિચ્છા મિ દુક્કડ, એ પ્રમાણે બોલતો ફરી પગમાં પડ્યો. તેથી અહો ! આનો પ્રશમ, ગુરુભક્તિ, કૃતજ્ઞતા, વળી, મારો પ્રમાદનો અતિરેક અને નિર્વિવેકીપણું, એ પ્રમાણે થયેલા સંવેગના ઉત્કર્ષવાળા સૂરિએ કહ્યું – હે મહાત્મન્ ! વૈયાવૃન્યને હું ઇચ્છતો નથી, તારા વડે સંસારના ખાડામાં પડવાથી હું ઉદ્ધાર કરાયો. ત્યારથી માંડીને ઉદ્યત વિહાર વડે ઘણો કાળ વિહાર કરીને પછીથી શત્રુંજયગિરિ ઉપર પાંચસોથી પરિવરેલા શૈલકાચાર્ય સિદ્ધ થયા. ર૪૭ll ભાવાર્થ :
જેઓ નિપુણ પ્રજ્ઞાપૂર્વક ઉપાયમાં પ્રવર્તે છે, તેઓ અવશ્ય સાધ્યને પ્રાપ્ત કરે છે. જેમ સંસારથી ભય પામેલા શ્રાવકો સંસારનો ઉચ્છેદ થાય, તે પ્રકારે નિપુણ પ્રજ્ઞાપૂર્વક શ્રાવકધર્મમાં પ્રવર્તે છે, તેથી તેના ફળરૂપે તેમને દેવલોકનાં અને મોક્ષનાં સુખો દુર્લભ નથી, તેમ ક્યારેક ગુરુ પણ કર્મના પાતંત્ર્યથી સંયમમાં શિથિલ થાય તો શોભન શિષ્ય માત્ર ગુરુના તે પ્રકારના શૈથિલ્યને જોઈને તે ગુરુ પ્રત્યે અનાદરવાળા થતા નથી. જેમ સંગમાચાર્યના શિષ્યને આ ગુરુ નવકલ્પી વિહાર કરતા નથી, પરંતુ પ્રતિનિયત સ્થાને રહેલા છે, તે પ્રકારનો ભ્રમ થયો, તેના કારણે નિર્વિચારકની જેમ તે ગુરુ પ્રત્યે અનાદર કરીને પોતે અન્ય સ્થાને ઊતરે છે. તેથી તુચ્છ પ્રકૃતિવાળા યોગ્ય પણ જીવો માર્ગાનુસારી બુદ્ધિથી વસ્તુસ્થિતિનો વિચાર કરતા નથી અને કદાચ ગુરુ એ પ્રકારના પ્રમાદમાં હોય તો તેઓના હિત માટે મારે શું કરવું જોઈએ ? તે નિપુણતાથી વિચારતા નથી. તેઓ આરાધક હોવા છતાં સંગમાચાર્યના શિષ્યની જેમ ગુરુની અવહેલના કરીને અનર્થફળને પ્રાપ્ત કરે છે, પરંતુ જેઓ ગુણવાન ગુરુ પાસેથી શોભન માર્ગને પામ્યા છે અને શોભન માર્ગને પ્રાપ્ત કર્યા પછી પ્રમાદને વશ ગુરુ ક્યારેક શિથિલ થાય, તોપણ તે સુશિષ્ય તે ગુરુની નિર્ભર્લ્સનાદિ કરતા નથી, પરંતુ વિચારે છે કે ગુણસંપન્ન એવા ગુરુએ મને આ સન્માર્ગ બતાવ્યો છે. તેથી ગુરુ સર્વથા નિર્ગુણ નથી અને તેમને માર્ગમાં લાવવાનો ઉચિત ઉપાય તેઓ નિપુણપ્રજ્ઞાથી વિચારે છે, જેનાથી સુખને દેનાર સૂક્ષ્મ ચેષ્ટાઓ દ્વારા કે વચનો દ્વારા તે ગુરુને માર્ગમાં સ્થાપન કરે છે અર્થાત્ પૂર્વના જેવી અવસ્થાવાળા ગુરુને કરે છે, જેમ શૈલકસૂરિ પ્રમાદમાં પડ્યા ત્યારે પંથકમુનિએ નિપુણતાપૂર્વક
Page #40
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા૨૭-૨૪૮
ગુરુને માર્ગમાં સ્થાપન કર્યા. ફક્ત ગુરુ કદાચ અસાધ્ય રોગવાળા જણાય તો જમાલીના શિષ્યોએ જેમ ગુરુનો ત્યાગ કર્યો, તેમ તે કુગુરુનો ત્યાગ કરીને અન્ય ગુરુનો સ્વીકાર કરે છે. જેમ જમાલી પૂર્વમાં શોભન ગુરુ હતા, પાછળથી તેઓનો આગ્રહ અનિવર્તિનીય છે, તેવું જણાવાથી શોભન શિષ્યોએ તેમનો ત્યાગ કરીને વિર ભગવાનનો આશ્રય કર્યો, તે રીતે બુદ્ધિમાન પુરુષ સર્વત્ર ઉચિત ઉપાયમાં પ્રવૃત્તિ કરીને ઇષ્ટ સાધ્યને પ્રાપ્ત કરે છે. તેમ સુશ્રાવકો પણ સ્વભૂમિકાનુસાર ઉચિત ઉપાયમાં પ્રવૃત્તિ કરીને ઇષ્ટ એવા દેવલોકના અને મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે. ૨૪મા અવતરણિકા :
ननु कथमागमज्ञोऽपि स शिथिलतामगमद् ? उच्यते कर्मवैचित्र्यात् तद्विजानतामपि जन्तूनां महतेऽनर्थाय यत आहઅવતરણિકાર્ય :
કેવી રીતે આગમવા જાણનારા પણ તે શૈલકસૂરિ, શિથિલતાને પામ્યા ? ઉત્તર અપાય છે – કર્મના ચિત્રથી=પ્રમાદ આપાદક કર્મના વિચિત્રથી, તેને જાણતા પણ જીવોને કર્મના વચિત્રને જાણતા પણ જીવોને, મોટા અર્થ માટે થાય છેઃકર્મનું વિચિત્ર મોટા અનર્થ માટે થાય છે. જેથી કહે છે – ભાવાર્થ -
નનુથી શંકા કરે છે – આગમના જાણનારા શૈલકસૂરિ કેમ શિથિલ થયા ? તેનો ઉત્તર આપે છે – કર્મના વૈચિત્રથી શિથિલ થયા. જો કે તેમનું શિથિલતા આપાદક કર્મ ઉપાયથી નિવર્તન પામે તેવું સોપક્રમ હતું. તેથી પંથક મુનિના ઉચિત ઉપાયથી તે કર્મ નિવર્તન પામ્યું. વળી કેટલાક કર્મોના અનર્થોને જાણે છે, તેથી કર્મોના અનર્થોથી આત્માનું રક્ષણ કરવા સતત પ્રયત્ન કરે છે, તોપણ બળવાન કર્મો તે પ્રકારના વૈચિત્ર્યવાળા હોય તો સમ્યગૂ ઉપાયથી પણ નિવર્તન પામતા નથી, તેથી જીવને અનર્થ માટે થાય છે, નંદિષણ મુનિ કર્મના વૈચિત્ર્યને યથાર્થ જાણનારા હતા, તેના નિવર્તનના ઉપાયમાં સતત યત્ન કરતા હતા, છતાં પ્રયત્નથી અસાધ્ય એવાં તે કર્મો મોટા અનર્થ માટે થાય છે. તે બતાવવા માટે કહે છે –
ગાથા -
दस दस दिवसे दिवसे, धम्मे बोहेइ अहव अहिअयरे । રૂ નરિલેખાસિત્તી, તદ વિ જ રે સનમવિવરી પાર૪૮ાા
ગાથાર્થ :
દિવસે દિવસે દસ દસ જીવોને અથવા અધિકતર જીવોને બોધ કરે છે, આ નંદિષેણ મુનિની શક્તિ છે, તોપણ તેમને સંયમની વિપત્તિ છે. ર૪૮.
Page #41
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૮
ટીકા –
दश दश दिवसे दिवसे धर्मे बोधयति, अथवा अधिकतरान् इत्येवंभूता नंदिषेणशक्तिः तथापि च से तस्य संयमविपत्तिश्चारित्राभाव इत्यक्षरार्थः ।
अधुना कथानकम् -
श्रेणिकसुतो नन्दिषेणश्चरणप्रतिबन्धके कर्मणि सत्यपि वार्यमाणः प्राव्राजीत् । जातो गीतार्थः । अभ्यस्तक्रियाकाण्डोऽन्यदा एकाकिविहारयोग्यं प्रतिकर्म कुर्वन् भिक्षाटने कथञ्चिद् गणिकागृहं प्राविशत्, प्रोक्तश्च तेन धर्मलाभः, वेश्या सहासमाह - द्रम्मलाभेन प्रयोजनमस्माकं, न धर्मलाभेनेति । ततस्तथाविधभवितव्यतया लब्धियुक्तत्वान्नीव्रात्तृणमपाकृष्य पातिताऽनेन हिरण्यवृष्टिः, अक्षय निधिरयमिति मत्वा निर्गच्छन् स विधृतो 'भाटीं दत्वा क्व यासि' इति वदन्त्या तया । ततः कर्मवैचित्र्यादवश्यम्भावितया भावस्य चचाल चित्तमस्येति । स च किल गृहीताभिग्रहस्तत्र तिष्ठन् दिने दिने दशाधिकान् वा धर्मे प्रतिबोध्य भगवते शिष्यतया ददौ । पश्चात् क्षीणे कर्मणि जातपश्चात्तापो धर्मे तस्थाविति ॥। २४८ ।।
ટીકાર્ય ઃ
दश दश दिवसे તસ્થાવિતિ।। દિવસે દિવસે દશ દશને ધર્મમાં=ચારિત્ર ધર્મમાં, બોધ પમાડે છે અથવા અધિકતરોને બોધ પમાડે છે. આવા પ્રકારની નંદિષણની શક્તિ છે, તોપણ તેમને સંયમની વિપત્તિ છે=ચારિત્રનો અભાવ છે, એ પ્રમાણે અક્ષરાર્થ છે. હવે કથાનક
ચારિત્રનાં પ્રતિબંધક કર્મ હોતે છતે પણ વારણ કરાતા શ્રેણિકપુત્ર નંદિષણે દીક્ષા લીધી. ગીતાર્થ થયા, અભ્યસ્ત કરાયેલા ક્રિયાકાંડવાળા એકવાર એકાકી વિહારને યોગ્ય પ્રતિકર્મને કરતા ભિક્ષા માટે ભ્રમણમાં કોઈક રીતે ગણિકાના ઘરમાં પ્રવેશ્યા. એના વડે ધર્મલાભ કરાયો. વેશ્યાએ હાસ્ય સહિત કહ્યું – અમારે પૈસાના લાભથી પ્રયોજન છે, ધર્મલાભથી નહિ. તેથી તેવા પ્રકારની ભવિતવ્યતાથી લબ્ધિયુક્તપણાથી છતમાંથી તણખલાને ખેંચીને આના વડે હિરણ્યની વૃષ્ટિ પડાઈ. આ અક્ષયનિધિ છે, એ પ્રમાણે માનીને ભાડું દઈને તું ક્યાં જઈશ ? એ પ્રમાણે બોલતી તેણી વડે જતો રોકાયો. તેથી કર્મના વિચિત્રપણાથી અને ભાવનું અવશ્ય થનારપણું હોવાથી આનું ચિત્ત ચલાયમાન થયું અને ગ્રહણ કરાયેલા અભિગ્રહવાળો તે ત્યાં રહેતો પ્રત્યેક દિવસે દેશ અથવા દશથી અધિકને ધર્મમાં પ્રતિબોધ કરીને ભગવાનને શિષ્યપણાથી આપવા લાગ્યો. પછીથી કર્મ ક્ષીણ થયે છતે થયેલા પશ્ચાત્તાપવાળો ધર્મમાં સ્થિર થયો. ૫૨૪૮॥
.....
ભાવાર્થ:
કેટલાક જીવોના સંયમમાં શિથિલતા આપાદક કર્મો કંઈક બળવાન હોય છે. તેથી તત્ત્વના જાણનારા પણ તે જીવો પ્રમાદી બને છે. જેમ શૈલકસૂરિ તત્ત્વના જાણનાર હોવા છતાં સંયમમાં શિથિલ થયા અને
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૫
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૮-૨૪૯ સંયમમાં શિથિલતા આપાદક કર્મ અબલવાન હતાં, ત્યારે તે મહાત્મા સ્વપરાક્રમથી કર્મની શક્તિને હણતા હતા. આથી પૂર્વમાં પણ શૈલકસૂરિ વિદ્યમાન ચારિત્ર મોહનીય કર્મને સ્વપરાક્રમથી હણતા હતા. જ્યારે પ્રમાદ આપાદક કર્મ બળવાન થયું, ત્યારે નિમિત્તને પામીને શિથિલ થયા, છતાં તેમનું કર્મ ઉચિત ઉપાયથી નિવર્તન પામે તેવું હતું. ફક્ત તે કર્મને દૂર કરવાને અભિમુખ સદ્વર્ય ઉલ્લસિત થતું ન હતું અને પંથક મુનિએ નિપુણ ઉપાય કરીને શૈલકસૂરિને બોધ કરાવ્યો. જેથી એ મહાત્મા સ્વપરાક્રમથી કર્મને નાશ કરવા ફરી તત્પર થયા. વળી કેટલાક જીવો નિપુણ પ્રજ્ઞાવાળા હોય છે, કર્મને હણવા માટે સદા ઉદ્યમશીલ હોય છે. સ્વયં પ્રમાદને અભિમુખ નથી, તોપણ તે પ્રકારનાં બલવાન કર્મો તેમને બલાત્કારે ચારિત્રના પથમાંથી દૂર કરે છે. જેમ નંદિષેણ મુનિ પ્રતિદિન દસ દસ જીવોને મહાસંવેગપૂર્વક ધર્મની દેશના આપીને સ્થિર કરતા હતા અથવા કોઈક દિવસે દસથી પણ અધિક જીવોને ચારિત્રમાં સ્થિર કરતા હતા. આ રીતે જેનામાં બીજાના સંદર્યને ઉલ્લસિત કરવાની વિપુલ શક્તિ હતી, તેવા નંદિષેણ મુનિનાં પણ ચારિત્ર મોહનીય કર્મ એવાં દૃઢ હતાં કે પોતાને ચારિત્રનો બલવાન પક્ષપાત હોવા છતાં ચારિત્રનો પરિણામ ઉલ્લસિત કરી શકતા ન હતા; કેમ કે તે પ્રકારનાં વિચિત્ર કર્મો બીજાને વૈરાગ્યસ્પર્શી દેશનાથી ક્ષયોપશમ કરાવી શકે, પરંતુ પોતાના ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમભાવ ન કરી શકે. વળી જમાલીને પૂર્વમાં મહાસંવેગ હતો, તોપણ વિપર્યાસ આપાદક બલવાન કર્મો ઉદયમાં આવ્યાં ત્યારે ઉપદેશની અનેક સામગ્રી મળવા છતાં માર્ગને અભિમુખ પરિણામ થયો નહિ. If૨૪૮ાા અવતરણિકા :
तदिदं कर्मसामर्थ्यमत एवाहઅવતરણિતાર્થ :
તે આ કર્મનું સામર્થ છે. આથી જ કહે છે=નંદિષેણ મુનિ તત્વના જાણનારા હતા, છતાં ચારિત્રના પરિણામવાળા થયા નહિ, તે આ કર્મનું સામર્થ્ય છે. આથી ગાથામાં કહે છે –
ગાથા :
कलुसीकओ य किट्टीकओ य, खउरीकओ मलिणिओ य ।
कम्मेहिं एस जीवो, नाऊण वि मुज्झई जेण ।।२४९।। ગાથાર્થ -
કમોં વડે કલુષિત કરાયેલો અને કિટ્ટી કરાયેલો, ખપુરી કરાયેલો અત્યંત તેના ભાવને પામેલો, અને મલિન કરાયેલો આ જીવ જાણીને પણ જે કારણથી મોહ પામે છે. ll૨૪૯ll ટીકા :
कलुषीकृतो जलमिव पार्थिवरेणुभिरनेन बद्धावस्थां लक्षयति । चशब्दाः सर्वेऽपि समुच्चयार्थाः
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૪૯ किट्टीकृतो अन्योन्यानुवेधद्वारेण रसलोलीभूतसुवर्णचूर्णवद् अनेन निधत्तावस्थामा-चष्टे, खपुरीकृतः . गाढं तद्भावमापनो गुन्दादिरूपता(ता) गततदन्यद्रव्यवद्, अमुना निकाचितावस्थां सूचयति । मलिनितो बहिर्जातमलः शुष्करेणुगुण्डितशरीरवत्, अनेन स्पृष्टदशां दर्शयति, अस्याश्च पश्चादुपादान-., मियमुपशान्तक्षीणमोहसयोगिनां केवलापि भवतीति ज्ञापनार्थम् । कैः ? क एवंविध इत्याहकर्मभिर्ज्ञानावरणादिभिरेष स्वसंवेदनसिद्धो जीवः कथमेतल्लक्ष्यते इत्याह-ज्ञात्वाऽपि तत्त्वं मुह्यति मोहं याति येन कारणेनेति ।।२४९॥ ટીકાર્ય :
નુષીતો .... #ારોનેતિ | કલુષિત કરાયેલો=પાર્થિવ રેણુ વડે જલની જેમ કલુષિત કરાયેલો. આના દ્વારા બદ્ધ અવસ્થાને જણાવે છે=બદ્ધ અવસ્થાવાળાં કર્મોને જણાવે છે. સર્વ પણ ૪ શબ્દો સમુચ્ચય અર્થવાળા છે, કિટ્ટી કરાયેલ અન્યોન્ય અનુવેધ દ્વારા રસલોલીભૂત સુવર્ણના ચૂર્ણની જેમ કિટ્ટીકૃત, આના દ્વારા નિધન અવસ્થાને કહે છેઃકર્મની વિધત અવસ્થાને કહે છે, ખપુરી કૃત=ગાઢ તેના ભાવને પામેલો છે અને અન્ય દ્રવ્યની જેમ ગુન્દાદિરૂપતાને પામેલો, આના દ્વારા નિકાચિત અવસ્થાનું સૂચન કરે છે. મલિનિત=બહાર થયેલા મલવાળો, સૂકી રજથી સ્પર્શાયેલા શરીરની જેમ, આના દ્વારા સ્પષ્ટ દશાને બતાવે છે અને આની પાછળ ઉપાદાન=સ્પષ્ટ કર્મનું છેલ્લે ગ્રહણ, આ=સ્પષ્ટ કર્ય, ઉપશાંત મોહ-ક્ષીણમોહ-યોગી કેવલી પણ થાય છે, એ જણાવવા માટે છે, કોના વડે કોણ આવા પ્રકારનો છે ? એથી કહે છે – જ્ઞાનાવરણીય આદિ કર્મો વડે આ=સ્વસંવેદનથી સિદ્ધ એવો જીવ, આવા પ્રકારનો છે, કેવી રીતે આ જણાય છે ? એથી કહે છે – જાણવા છતાં પણ તત્વને જાણવા છતાં પણ, જે કારણથી મોહ પામે છે. ર૪૯ ભાવાર્થ :
જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મોથી કલુષિત કરાયેલો છે અર્થાત્ બદ્ધ અવસ્થાને પામેલાં જ્ઞાનાવરણીય આદિ કર્મો હોવાને કારણે કંઈક અજ્ઞાન અને રાગાદિ ભાવોથી કલુષિત કરાયેલો છે. વળી કેટલાંક કર્મો કિટ્ટીકૃત છે, તે નિધન અવસ્થાને પામેલા ઘાતિકર્મનું કાર્ય છે, વળી જેમ કોઈક ફળ કોઈક દ્રવ્ય સાથે અત્યંત સંશ્લેષ પામેલું હોય, તેમ આત્માની સાથે ઘાતકર્મો ગાઢ ભાવને પામેલા હોય તે ખપુરી કૃત કહેવાય છે. આના દ્વારા નિકાચિત અવસ્થા બતાવાઈ છે. વળી કેટલાંક કર્મો મલિનિત હોય છે શુષ્ક રેણુથી સ્પર્શેલા શરીરવાળા પુરુષ જેવાં હોય છે. જેમ ૧૧-૧૨-૧૩મા ગુણસ્થાનકે વર્તતા જીવોને યોગકૃત કર્મબંધ થાય છે, તે આત્માને સ્પર્શીને બીજી ક્ષણમાં નાશ પામે છે, તેથી તે કર્મોથી તેમનો આત્મા માત્ર મલિન કરાયો છે.
આનાથી એ ફલિત થાય કે જે જીવોનાં કર્મો બદ્ધ અવસ્થાવાળાં છે, તેમનાં જ્ઞાનાવરણીય આદિ કર્મો તે આત્માને કલુષિત કરે છે. છતાં નિપુણ પ્રજ્ઞાવાળા મહાત્માઓ સ્વપરાક્રમથી તેનું ઉમૂલન કરે છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૯
૨૭
જેમ શૈલકસૂરિ જ્યારે સન્માર્ગમાં પ્રવર્તતા હતા, ત્યારે તેમનું ચારિત્ર મોહનીય કર્મ અને જ્ઞાનાવરણીય કર્મ કલુષિત કરે તેવું હતું, તોપણ તે મહાત્મા સ્વપરાક્રમથી તેને દૂર કરવા યત્ન કરતા હતા અર્થાત્ શાસ્ત્રાનુસારી બોધના બળથી તેને ક્ષણ કરતા હતા અને કેટલાક જીવોને એવાં જ બદ્ધ અવસ્થાવાળાં કર્મો વિપાકમાં હોય તોપણ વિવેકયુક્ત બોધસામગ્રીની પ્રાપ્તિ ન થઈ હોય ત્યારે તે કર્મના ઉદયને કારણે મોહ પામે છે અને કેટલાક જીવો તત્ત્વને જાણવા છતાં અલ્પ સત્ત્વવાળા હોય તો તેવાં બદ્ધ અવસ્થાવાળાં કર્મોથી મોહ પામે છે.
વળી કેટલાંક કર્મો કિટ્ટીકૃત હોય છે=અન્યોન્ય અનુવેધ દ્વારા લોલીભૂત થયેલા પદાર્થો જેવાં હોય છે, તેનાથી કર્મોની નિધત્ત અવસ્થા કહે છે, નિધત્ત અવસ્થા પામેલાં કર્મો જીવના સામાન્ય પ્રયત્નથી નિવર્તન પામતાં નથી. આથી જ શૈલકસૂરિને જિનવચનનો પારમાર્થિક બોધ હતો. મોક્ષના અત્યંત અર્થી હતા, તેથી પૂર્વમાં આત્મા સાથે બદ્ધ અવસ્થાવાળાં કલુષિત કરનારાં રાગાદિ કર્મોને સ્વપરાક્રમથી દૂર કરતા હતા, તોપણ નિમિત્તને પામીને જ્યારે પ્રમાદવાળા થયા ત્યારે બદ્ધ અવસ્થા કરતાં કંઈક ઘનીભૂત અવસ્થાવાળાં કર્મો વિપાકમાં આવ્યાં હશે, તે નિધત્ત કર્મ હોવાની સંભાવના છે, તેના બળથી તેમનું કષાયના નાશને અનુકૂળ સદ્વર્ય અલના પામ્યું અને પંથકમુનિના નિપુણ યત્નને પામીને તેમનું સદ્વર્ય ઉલ્લાસ પામ્યું ત્યારે તે કર્મ ક્ષીણ થયું અથવા નિધત્ત પણ કર્મ પહેલાં વિશેષ પ્રકારના ઉલ્લસિત થયેલી વિર્યને કારણે ઉપહૃત થયું. તેથી આત્માને મલિન કરનારાં એવાં તે કર્મોને શોધન કરવા માટે શૈલકસૂરિ સમર્થ બન્યા. આથી જ કોઈ જીવ સમ્યક્ત પામે ત્યારે સંસારને નિર્ગુણ જાણે છે, સર્વવિરતિની ઉત્કટ ઇચ્છા થાય છે અને તેનાં સર્વવિરતિ આવારક કર્મ નિકાચિત પણ નથી, છતાં તે સમ્યગ્દષ્ટિના તેટલા નિર્મળ બોધથી સર્વવિરતિનો પરિણામ થતો નથી, પરંતુ કોઈ ઉપદેશક નિપુણતાપૂર્વક સર્વવિરતિનું પારમાર્થિક સ્વરૂપ બતાવે અને તેની પ્રાપ્તિના ઉચિત ઉપાયો બતાવે તે સર્વને દઢ પ્રણિધાનપૂર્વક જો સાંભળે તો તે શ્રવણક્રિયાથી તેનું સદ્વર્ય ઉલ્લસિત થાય છે. જેથી નિધત્ત અવસ્થાને પામેલાં પણ સર્વવિરતિ આવારક કર્મ ક્ષયોપશમભાવને પામે છે અને તે સમ્યગ્દષ્ટિ જીવને જ્યાં સુધી તે પ્રકારની ઉપદેશની સામગ્રી પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી પોતાના બોધને અનુરૂપ કષાયના ઉચ્છેદમાં યત્ન હોવા છતાં અને સર્વવિરતિની ઉત્કટ ઇચ્છા હોવા છતાં સર્વવિરતિને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થતું નથી. વળી ઉપદેશથી સર્વવિરતિનો પરિણામ થઈ શકે તેવા જીવને સર્વવિરતિનાં બાધક નિકાચિત કર્મો પણ નથી. આથી જણાય છે કે તેનાં નિધત્ત કર્મો હોવાથી ઉપદેશની સામગ્રી વગર સર્વવિરતિના પરિણામને પ્રગટ થવામાં બાધક બને છે, તેથી જેઓ તીવ્ર સંવેગને ઉત્પન્ન કરે તેવી દેશનાદિ સાંભળે, જેનાથી સદ્વર્ય ઉલ્લસિત થાય તો નિધત્ત કર્મવાળા જીવોને પણ સર્વવિરતિનો પરિણામ પણ થઈ શકે છે.
વળી ખપુરીકૃત કર્મો જે ગાઢ ભાવથી આત્મપ્રદેશો સાથે એકીભૂત છે, તેને નિકાચિત અવસ્થાવાળાં કહેવાય છે. આ કર્મો ક્ષપકશ્રેણિમાં ઉલ્લસિત થતા મહાવીર્યથી નાશ પામે તેવાં છે, તે સિવાય તેનો નાશ સંભવતો નથી. આથી જ કોઈ અવિરત સમ્યગ્દષ્ટિ સર્વવિરતિનો અત્યંત અર્થી હોય, ભગવાનના વચનના પારમાર્થિક રહસ્યને જાણનાર હોવાથી શક્તિ અનુસાર કષાયના ઉચ્છેદમાં યત્ન કરતો હોય
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૯-૨૫૦
તેને ઉપદેશની સામગ્રી મળે કે શાસ્ત્રનો વિશદ બોધ હોય, અનેકને સન્માર્ગ બતાવીને ચારિત્રનું વીર્ય ઉલ્લસિત કરાવી શકતા હોય, તોપણ નંદિષણ મુનિની જેમ નિકાચિત અવસ્થાને પ્રાપ્ત થયેલ તે કર્મ ક્ષયોપશમભાવને પામતું નથી, તેથી તેવા જીવો પ્રત્યે તીવ્ર સંવેગપૂર્વકનો ઉપદેશ પણ નિષ્ફળ બને છે. આમ છતાં કોઈ ઉપદેશક તેવા પણ નિકાચિત કર્મવાળા જીવને તત્ત્વનો બોધ કરાવવા ઉપદેશ આપતા હોય અને ઉપદેશકાળમાં જ ક્ષપકશ્રેણીનું સદ્દીર્ય ઉલ્લસિત થાય તો તે નિકાચિત કર્મોના બળ કરતાં પણ અંતરંગ અધિક વીર્યવાળા થવાથી નિકાચિત કર્મનો પણ નાશ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
વળી કેટલાંક કર્મો માત્ર આત્મા ઉપર સ્પર્શ કરીને ક્ષણમાં નાશ પામે છે, તેને મલિનિત અથવા સ્પષ્ટ કર્મો કહેવાય છે, તેવા કર્મો ઉપશાંત વીતરાગ, ક્ષીણ વીતરાગ કે સયોગી કેવલીને હોય છે, તે લાગેલાં કર્મો પણ તેટલા અંશમાં આત્માને મલિન કરે છે અને અવીતરાગને બદ્ધ, નિધત્ત કે નિકાચિત અવસ્થાવાળાં કર્મો બંધાય છે અને તેવાં કર્મોના ઉદયને કારણે કેટલાક જીવો જાણવા છતાં મોહ પામે છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો પણ કષાયોની વિષમતા જાણે છે, છતાં બદ્ધ અવસ્થાને પામેલાં કર્મો પણ જો તે પ્રમાદી હોય તો મોહ ઉત્પન્ન કરે છે. આથી કર્મના નાશના અર્થીએ કષાય આપાદક અને યોગઆપાદક કર્મોના વાસ્તવિક સ્વરૂપનું નિપુણતાથી ભાવન કરીને તેના નાશ માટે ઉદ્યમ કરવો જોઈએ. રિલા અવતરણિકા -
एवं चઅવતરણિકાર્ય :
અને આ રીતે=ગાથા-૨૪૯માં બતાવ્યું એ રીતે, જાણીને પણ કર્મને વશ મોહ પામે છે. તે બતાવે છે –
ગાથા -
कम्मेहि वज्जसारोवमेहि जउनंदणो वि पडिबुद्धो ।
सुबह पि विसूरंतो, न तरइ अप्पक्खमं काउं ।।२५०।। ગાથાર્થ -
વસારની ઉપમાવાળાં કમોં વડે ઘણું પણ મનથી ખેદ પામતા પ્રતિબોધ પામેલા યદુનંદન=કૃષ્ણ મહારાજ, પણ સ્વહિતને કરવા માટે સમર્થ થયા નહિ. રાજા ટીકા :
कर्मभिर्वज्रसारोपमैनिबिडनिकाचितैर्यदुनन्दनो विष्णुः, अपिशब्दादन्ये च, प्रतिबुद्धो ज्ञानी सुबह्वपि 'विसूरंतो' त्ति मनसाऽपि खिद्यमानो 'न तरइत्ति न शशाक आत्मक्षमं स्वहितं कर्तुमिति ર૬૦ના
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ગયા ૨૫૦, રપ૧રપર
લ
ટીકાર્ય :
નિર્વક .... અભિતિ | વજસારની ઉપમાવાળાં કર્મો વડે=અત્યંત નિકાચિત કમોં વડે, યદુનંદન=વિષ્ણુ. પ્રતિબદ્ધ જ્ઞાની, અત્યંત મનથી પણ ખેદ પામતા આત્મહિતને સ્વહિતને, કરવા માટે સમર્થ થયા નહિ અને પિ શબ્દથી બીજા પણ સ્વહિત કરવા સમર્થ થતા નથી, તેનો સમુચ્ચય છે. ઉપવા ભાવાર્થ :
કૃષ્ણ મહારાજાએ પૂર્વભવમાં નિદાન કરીને વાસુદેવપણું પ્રાપ્ત કર્યું. તેથી અત્યંત નિકાચિત કર્મો બંધાયેલાં તેના કારણે કૃષ્ણના ભવમાં નેમનાથ ભગવાનથી બોધ પામેલા હોવા છતાં, મનથી સંયમ પ્રત્યેનો દઢ રાગ હોવા છતાં સંયમ ગ્રહણ કરી શકતા નથી, તેનો અત્યંત ખેદ વર્તે છે. આથી સુસાધુનું સુસાધુપણું જોઈને અત્યંત હર્ષિત થાય છે અને અઢાર હજાર સાધુને વંદન કરતા તે મહાત્માઓના સંયમ પ્રત્યે પ્રવર્ધમાન રાગવાળા છે, જ્ઞાની છે, તોપણ આત્મહિત કરવામાં સમર્થ થતા નથી. આ રીતે જ્ઞાનીને પણ બળવાન કર્મ મોહ પમાડે છે. આપણા અવતરણિકા :
एतदेव क्लिष्टाक्लिष्टकर्म विलसितं दृष्टान्तेनाहઅવતરણિતાર્થ :
આવે જ=ક્લિષ્ટ કર્મો જ્ઞાનીને પણ મોહ પમાડે છે. એને જ, ક્લિષ્ટ અક્લિષ્ટ કર્મના વિલસિતને, દષ્ટાંતથી કહે છે –
રાજા -
वाससहस्सं पि जई, काऊणं संजमं सुविउलं पि । अंते किलिट्ठभावो, न विसुज्झइ कंडरीओ व्व ।।२५१।। अप्पेण वि कालेणं, केइ जहागहियसीलसामना ।
साहंति निययकज्जं, पुंडरीयमहारिसि व्व जहा ।।२५२।। ગાથાર્થ :
હજાર વરસ પણ સુવિપુલ પણ સંયમને કરીને અંતમાં કિલષ્ટ ભાવવાળા કંડરીકની જેમ સાધુ શુદ્ધ થતા નથી.
થોડા પણ કાળ વડે કેટલાક મહાસત્ત્વવાળા જે પ્રમાણે યથાગૃહીત શીલશ્રામસ્યથી પુંડરીક મહર્ષિની જેમ નિજકાર્યને સાધે છે. ર૫૧-રપરા
Page #47
--------------------------------------------------------------------------
________________
30
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨પ૧-રપર
टीs:
वर्षसहस्रमपि यतिः कृत्वा संयम सुविपुलमपि अन्ते-मरणकाले क्लिष्टभावोऽशुद्धपरिणामो न विशुष्यति कण्डरीकवदित्यल्पेनाऽपि कालेन केचिन् महासत्त्वा यथागृहीतशीलश्रामण्याद्यथाऽगीकृतव्रतपालनाऽवाप्तश्रमणभावाद्धेतोः साधयन्ति-निष्पादयन्ति निजककार्यमात्मीयप्रयोजनं पुण्डरीकमहर्षिवद्यथा
अत्र कथानकम्
पुण्डरीककण्डरीको पौण्डरिकिण्यां पुरि राजानौ भ्रातरावभूताम् । अन्यदा कश्चित्सूरिराययौ । तद्धर्मदेशनया प्रतिबुद्धः पुण्डरीकः प्रविव्रजिषुर्लोकानाहूय सहोदरमुवाच-भवन्तं राज्येऽभिषिच्य प्रव्रजामीति । सोऽब्रवीत्, तत्किं मया नरके यातव्यम् ? अलं मे राज्येन, अहमपिप्रव्रजामि । प्रभुराह-कृत्यमिदं भवादृशां, किन्तु दुःशक्यमिति । तेनोक्तं न किञ्चिद् दुष्करं समर्थानां, ततो वार्यमाणोऽपि स निष्क्रान्तः, अनायकं राज्यमितीतरो वारितो लोकैः । पश्चाद् बहुकालं प्रव्रज्यां विधायान्यदा दुस्सहतया परिषहोपसर्गाणां विचित्रत्वात्कर्मपरिणतः, अनादिभवाभ्यस्ततया विषयलोलतया, जातभग्नव्रतपरिणामः कण्डरीकोऽचिन्तयदधितिष्ठामि तत्प्राक्प्रतिपन्नं राज्यमित्याकूतेनागच्छत्स्वपुरं, स्थितो बहिरुद्याने, निवेदितस्तत्यालेन राज्ञे, किमेकाकी ? इति विमर्शात्कतिचिदाप्तपुरुषपरिकरः समागतो राजा । दृष्टोऽवलम्बिततरुशाखापात्रो दूर्वावितानोपरिवर्ती स तेन । ततो लक्षिततदभिप्रायो राजामात्यादीनुवाच-मया वार्यमाणेनानेनाग्राहि व्रतम्, अधुनाऽयं राज्यं गृह्णातु, वयं पुनरेतदिति वदता च ददिरे तस्मै राज्यचिह्नानि, जगृहे तल्लिङ्गम् । जगाम गुर्वभिमुखम्, इतरोऽपि राज्यविष्टरमध्यास्य तदिन एव भूयो भक्षयित्वोत्पन्नविसूचिको रारट्यमानो भ्रष्टप्रतिज्ञोऽद्रष्टव्योऽयमिति लोकैर्निन्दनादुल्लसिततीव्ररौद्रध्यानो मृत्वा गतः सप्तमनरकपृथिवीम् । पुण्डरीकः पुनर्गत्वा गुर्वन्तिकं करोमि निष्कलङ्क संयममित्याविर्भूततीव्रशुभपरिणामोऽनुचितानुपानत्काऽवनिगमनेन गलच्चरणरुधिरः समुदीर्णक्षुत्पिपासापरीषहस्तथाप्यविचलितसत्त्वस्तदिन एव मृत्वा गतः सर्वार्थसिद्धिमिति ॥२५१-२५२॥ टोडार्थ :
वर्षसहस्रमपि ..... सर्वार्थसिद्धिमिति ।। ४२ वर्ष ५ सुविपुल पर संयम शने यति invi= મરણકાલમાં, ક્લિષ્ટ ભાવવાળા=અશુદ્ધ પરિણામવાળા, કંડરીકની જેમ વિશુદ્ધ થતા નથી. કેટલાક મહાસત્વવાળા જીવો અલ્પ પણ કાળથી યથાગૃહીત શીલશ્રામગૃથી=જે પ્રમાણે અંગીકાર કરાયેલું વ્રત છે તેના પાલન વડે પ્રાપ્ત થયેલા શ્રમણભાવરૂપ હેતુથી, પુંડરીક મહર્ષિની જેમ જે પ્રમાણે પોતાનું કાર્ય સાધે છે=આત્મીય પ્રયોજન નિષ્પન્ન કરે છે. અહીં કથાનક છે –
Page #48
--------------------------------------------------------------------------
________________
૧
ઉપદેશમાલા ભાગ-૨ / ગાથા-૨૫૧-૨પર
પંડરીકિણી નગરીમાં પુંડરીક અને કંડરીક રાજા એવા બે ભાઈઓ થયા, એકવાર કોઈક સૂરિ આવ્યા. તેમની ધર્મદેશનાથી પ્રતિબોધ પામેલા દીક્ષા લેવાની ઇચ્છાવાળા પુંડરીકે લોકોને બોલાવીને ભાઈને કહ્યું – તને રાજ્ય ઉપર અભિષેક કરીને હું દીક્ષા લઉં છું. તે બોલ્યો - તો શું મારા વડે નરકમાં જવાય ? મારે રાજ્ય વડે સર્યું. હું પણ દીક્ષા લઉં છું, પ્રભુએ અર્થાત પુંડરીકે કહ્યું – તારા જેવાને આ કૃત્ય છે, પરંતુ દુઃશક્ય છે, તેના વડે કહેવાયું – સમર્થોને કંઈ દુષ્કર નથી, તેથી વારણ કરાતો પણ નીકળ્યો, રાજ્ય નાયક વગરનું થશે, એ પ્રમાણે બીજો અર્થાત પુંડરીક લોકો વડે વારણ કરાયો. પાછળથી ઘણો કાળ પ્રવજ્યારે કરીને એકવાર પરિષહ અને ઉપસર્ગના દુસહપણાથી, કર્મની પરિણતિનું વિચિત્રપણું હોવાથી, અનાદિથી ભવનું અભ્યસ્તપણું હોવાથી, વિષયોની આસક્તિથી થયેલા ભગ્ન વ્રતના પરિણામવાળા કંડરીકે વિચાર્યું – તે પહેલાં સ્વીકારાયેલા રાજ્ય ઉપર હું અધિષ્ઠિત થાઉં અને એ પ્રમાણે અભિપ્રાયથી પોતાના નગરે આવ્યો, બહાર ઉદ્યાનમાં રહ્યો. તે ઉદ્યાનના પાલક વડે રાજાને નિવેદન કરાયો. શા માટે એકાકી ? એ પ્રમાણે વિકલ્પ થવાથી કેટલાક આપ્ત પરિવારવાળો રાજા આવ્યો. તેના વડે=રાજા વડે, અવલંબન કરાયેલા વૃક્ષ-શાખા-પત્રવાળો દુર્વા નામના ઘાસના સમૂહ ઉપર રહેલો તે જોવાયો. તેથી જણાયેલા તેના અભિપ્રાયવાળા રાજાએ અમાત્ય વગેરેને કહ્યું – મારા વડે વારણ કરાતા એવા આના વડે વ્રતને ગ્રહણ કરાયું. હવે રાજ્યને ગ્રહણ કરે. અમે વળી આને=ાતને, ગ્રહણ કરીએ અને એ પ્રમાણે બોલતા તેના વડે તેને રાજ્યચિહ્નો અપાયાં. તેનું લિંગ સંયમનું લિંગ, ગ્રહણ કરાયું. ગુરુને અભિમુખ ગયો. એથી બીજો પણ કંડરીક, રાજસિંહાસન પર બેસીને તે દિવસે જ ઘણું ખાઈને ઉત્પન્ન થયેલ વિચિકાવાળો ચીસો પાડતો ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળો આ જોવાલાયક નથી, એ પ્રમાણે લોકો વડે નિંદાવાથી પ્રગટ થયેલા તીવ રૌદ્રધ્યાનવાળો મરીને સાતમી નરકે ગયો. પુંડરીક વળી ગુરુ પાસે જઈને નિષ્કલંક સંયમને કરું, એ પ્રમાણે પ્રગટ થયેલા તવ શુભ પરિણામવાળો અનુચિત અન્નપાનકવાળો પૃથ્વી ઉપર ચાલવાથી નીકળતું છે પગમાંથી લોહી જેને એવો ઉદીરણા પામેલા કુત્પિપાસા પરિષહવાળો, તોપણ નહિ ચલાયમાન થયેલા સત્ત્વવાળો તે દિવસે જ મરીને સર્વાર્થસિદ્ધમાં ગયો. રપ૧-૨પરા ભાવાર્થ :
કેટલાક જીવોને ક્લિષ્ટ કર્મો વિદ્યમાન હોય છે અને કોઈક નિમિત્તને પામીને જીવ તેના ઉદય નીચે જ માનસ વ્યાપારવાળો થાય છે. જેનાથી તે આત્માનું રક્ષણ કરવા માટે વિચારમાત્ર પણ કરતો નથી, જેમ કંડરીક મુનિએ હજાર વર્ષ સુધી સુવિશાળ સંયમનું પાલન કર્યું, ત્યાં સુધી ક્લિષ્ટ કર્મનો વિપાક ન હતો અને કોઈક રીતે ક્લિષ્ટ કર્મનો વિપાક શરૂ થયો, તેથી મરણકાળમાં ક્લિષ્ટ કર્મના વશથી નરક ગતિને પ્રાપ્ત કરી. વળી જેમ કંડરીક મુનિને ક્લિષ્ટ કર્મ વિપાકમાં આવ્યું, તેમ નંદિષણ મુનિને પણ સંયમ ગ્રહણ કર્યા પછી ક્લિષ્ટ કર્મ વિપાકમાં આવ્યું, તોપણ તે મહાત્મા સંયમથી થતા પાતથી પોતાનું રક્ષણ કરી શક્યા નહિ. છતાં આત્મહિતનો વિચાર કરીને તેમણે અત્યંત સંવેગપૂર્વક દશને પ્રતિબોધ કરીને પછી ભોજન કરવું, તેવી પ્રતિજ્ઞા કરી. તેનાથી તેમનું ક્લિષ્ટ કર્મ તે પ્રકારે વિપાકમાં ન આવ્યું, જે પ્રકારે કંડરીક મુનિને વિપાકમાં આવ્યું. માત્ર કેટલોક કાળ અસંયમમાં રહીને જેવું ક્લિષ્ટ કર્મ નાશ
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૨
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-રપ૧રપર, ૨૫૩
પામ્યું કે તરત પોતાની વિવેકપૂર્વકની ઉપદેશની પ્રવૃત્તિના બળથી સ્વયં પ્રતિબોધ પામીને સંયમના પરિણામવાળા થયા. તેથી જેમનું ક્લિષ્ટ કર્મ વિપાકમાં આવે તેને અસંયમનો પરિણામ થાય, પ્રમાદી થાય કે સમ્યક્તથી ભ્રષ્ટ થાય તો કંડરીકની જેમ દુર્ગતિને પણ પામે છે. એથી ક્લિષ્ટ કર્મ વિલસિત જીવની વિડંબનાનું ભાવન કરવાથી પણ જીવ તેવાં ક્લિષ્ટ કર્મોથી પોતાનું રક્ષણ કરી શકે છે.
વળી કેટલાક મહાત્માઓ અલ્પકાળના યથાગૃહીત શીલના પાલન દ્વારા પોતાનું કાર્ય સાધે છે, જેમ પુંડરીક મહાઋષિ ગૃહવાસમાં રહ્યા અને એક દિવસનું સંયમ પાળીને સર્વાર્થસિદ્ધમાં ગયા. તેથી વિવેકીએ શક્તિસંચય કરીને યથાગૃહીત શીલનું પાલન થાય તે પ્રકારે દૃઢ યત્ન કરવો જોઈએ. જેથી દીર્ધકાળના સંયમના સેવનથી તો સંસારનો ક્ષય થાય, પરંતુ તથાવિધ સંવેગને કારણે અલ્પકાળના સંયમના સેવનથી પણ ઇષ્ટની સિદ્ધિ થાય.
આ રીતે અતિક્લિષ્ટ કર્મોનું વિલસિત ભાવન કરવાથી પણ સદ્વર્ય સંચિત થાય છે, જેથી મહાત્મા અપ્રમાદપૂર્વક સ્વભૂમિકાનું અનુષ્ઠાન સેવીને આત્મહિત સાધી શકે છે, સર્વવિરતિની શક્તિનો સંચય ન થયો હોય તો શક્તિ અનુસાર અતિચાર રહિત દેશવિરતિનું પાલન કરે છે, તેઓ પણ અણિશુદ્ધ પાલન પ્રત્યેના બદ્ધરાગના બળથી સંસારનો ક્ષય કરી શકે છે. આરપ૧-૨પણા અવતરણિકા :
ननु यः क्लिष्टतां गतो म्रियते तस्येदमादिष्टम्, यस्तु तस्याः शुद्धिं विदध्यात् तस्य का वार्तेत्युच्यते चार्वेतदपि किन्तु दुष्करं यत आहઅવતરણિકાર્ય :
નવુથી શંકા કરે છે – જે ક્લિષ્ટતાને પામીને મરે છે, તેનું આ આદિષ્ટ છે=પૂર્વમાં બતાવ્યું એ ફળ કહેવાયું છે. વળી જે તેની શુદ્ધિ કરે=કિલષ્ટતાની શુદ્ધિ કરે, તેની કઈ વાત છે? એથી ઉત્તર અપાય છે –
આ પણ સુંદર છે, પરંતુ દુષ્કર છે. જે કારણથી કહે છે – ભાવાર્થ
પૂર્વમાં કંડરીકના દૃષ્ટાંતથી કહ્યું કે કોઈ મહાત્મા દીર્ઘ સંયમ પાળીને મરણ સમયે ક્લિષ્ટ બને તો કંડરીકની જેમ સાતમી નરકે પણ જાય છે. તેને આશ્રયીને આ કથન છે, પરંતુ જે મહાત્મા સંયમ ગ્રહણ કર્યા પછી ક્લિષ્ટતાને પામે, છતાં પાછળથી તેની શુદ્ધિ કરે તો તેને ક્લિષ્ટતાજન્ય શું ફળ મળે ? તેને કહે છે –
પાછળથી પશ્ચાત્તાપાદિથી શુદ્ધિ કરે તો કોઈ અનર્થ ફળ મળે નહિ, માટે સુંદર છે, પરંતુ તે રીતે શુદ્ધિ કરવી દુષ્કર છે તે બતાવે છે –
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-રપ૩-૨૫૪
ગાથા -
काऊण संकिलिटुं, सामन्नं दुल्लहं विसोहिपयं ।
सुज्झेज्जा एगयरो, करेइ जइ उज्जमं पच्छा ।।२५३।। ગાથાર્થ :
શ્રામસ્થને સંલિષ્ટ કરીને વિશોધિપથ દુર્લભ છે, પાછળથી જો ઉધમ કરે તો, કોઈક શુદ્ધ થાય. IIરપII
ટીકા :
कृत्वा सङ्क्लिष्टं श्रामण्यं श्रमणभावं पूर्व पश्चात् दुर्लभं विशुद्धिपदं निर्मलतास्थानं तथापि शुद्ध्येदेकतरः कश्चित् कर्मविवरात् करोति यद्युधमं पश्चान्नान्यथेति ।।२५३।। ટીકાર્ય :
યુવા ...પથારાવેતિ | સંકિલષ્ટ પ્રામાણ્ય કરીને પૂર્વમાં શ્રમણભાવને કરીને, પાછળથી વિશુદ્ધ પદ=નિર્મળતાનું સ્થાન, દુર્લભ છે, તો પણ કોઈક સાધુ કર્મમાં વિવર થવાથી શુદ્ધ થાય છે, જો પાછળથી ઉધમ કરે શક્તિના પ્રકર્ષથી સંયમના ઉચિત આચારોમાં ઉદ્યમ કરે તો, અન્યથા નહિ. રપ૩મા ભાવાર્થ
જેમણે પૂર્વમાં શ્રમણભાવની વિરુદ્ધ ભાવો પ્રગટ થાય તેવાં સંક્લિષ્ટ કર્મો બાંધ્યાં છે અને કોઈક નિમિત્તને પામીને પ્રમાદવાળા થયા પછી તત્કાલ જાગૃત થાય નહિ તો સંક્લિષ્ટ ભાવપૂર્વક સેવાયેલો શ્રમણભાવ પ્રાયઃ સંક્લિષ્ટ ભાવવાળી પ્રકૃતિને અત્યંત દઢ કરે છે. આથી જેઓ સાધુપણામાં કાંદપિંકી આદિ ભાવનાઓ કરીને સંયમની સર્વ પ્રવૃત્તિ ત્વરાથી કરવા માટે પ્રયત્નશીલ થાય છે, તેમને તે પ્રકૃતિ અત્યંત દૃઢ થાય છે, તેના કારણે તે સ્થાનને વિશુદ્ધ કરવું તેના માટે દુર્લભ બને છે. ક્યારેક તેવો ઉપદેશ સાંભળે તેવું અધ્યયન કરતાં કંઈક ઉપયોગ જાય તો પોતાનો સંક્લિષ્ટભાવ પોતાને ક્ષણભર સંક્લિષ્ટ રૂપે જણાય છે, તોપણ તે ભાવ દીર્ઘકાળ સેવાયેલો હોવાથી તેની શુદ્ધિ દુષ્કર બને છે. આમ છતાં કોઈક જીવ તે પ્રકારના કર્મવિવરને કારણે દૃઢ સંકલ્પવાળા થાય તો પાછળથી સમ્યગુ ઉદ્યમ કરીને શુદ્ધ થાય છે. અન્યથાદઢ ઉદ્યમવાળા ન થાય તો શુદ્ધ થતા નથી અને સંક્લિષ્ટ ભાવથી સાધુપણું પાળીને મનુષ્યભવ નિષ્ફળ કરે છે. એટલું જ નહિ, પણ ઘણા ભવ સુધી સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ કરે છે. આપણા
અવતરણિકા :
दुष्करतामाह
Page #51
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ગાથા-પ૪
અવતરણિકાર્ય :
દુષ્કરતાને કહે છે=સંક્ષિણ ભાવ કર્યા પછી ક્ષણભર પોતાનો સંક્લિષ્ટ ભાવ જણાય તોપણ ફરી ઉધમપૂર્વક વિશુદ્ધ પદમાં જવું દુષ્કર બને છે. એને કહે છે –
ગાથા -
उज्झेज्ज अंतरे च्चिय, खंडियसबलादउ व्व होज्ज खणं ।
ओसनो सुहलेहड, न तरिज्ज व पच्छ उज्जमिउं ।।२५४।। ગાથાર્થ :
વચમાં ત્યાગ કરે સંયમ ગ્રહણ કર્યા પછી અમુક કાળના પાલન પછી ત્યાગ કરે અથવા ક્ષણ શીઘ ખંડિત અને શબકતાદિવાળો થાય, અવસજ્જ સુખશાતામાં લંપટ પાછળથી ઉધમ કરવા માટે સમર્થ થતો નથી. રિપઝા ટીકા -
उज्झेत् त्यजेत् गृहीतमप्यन्तर एव अपान्तराल एव संयममिति गम्यते खण्डनाशबलतादयो वा भवेयुः क्षणं संयमस्यैव प्रमादात्, तत्र खण्डना एकादिमूलगुणविराधना, शबलता लघुबह्वतिचारता, आदिशब्दात् सर्वाभावो वा, तथाऽवसत्रः सन् 'सुहलेहडो' त्ति वैषयिकसातलम्पटः, 'न तरिज्ज व' ति न शक्नुयाद् वा पश्चादुद्यन्तुमुद्यमं कर्तुमिति ।।२५४।। ટીકાર્ય :
કોન્ ... કરિ | ગ્રહણ કરાયેલું પણ સંયમ વચમાં જ અપાંતરાલમાં જ, ત્યાગ કરે અથવા સંયમના જ પ્રમાદધી સણ=શીઘ ખંડિત અને શબકતાદિવાળો થાય, ત્યાં=ખંડિત શબલતાદિમાં ખંડના એક વગેરે મૂલગુણનું વિરાધન છે, શબલતા અલ્પ-બહુ અતિચારતા છે અથવા આદિ શબદથી સર્વનો અભાવ થાય અને અવસન્ન થયો છતો વૈષયિક શાતામાં લંપટ પાછળથી ઉધમ કરવા માટે સમર્થ થતો નથી. પરપઝા ભાવાર્થ :
સંયમ ગ્રહણ કર્યા પછી કોઈ જીવ પ્રમાદવશ થાય તો તેની શુદ્ધિ જીવ માટે અતિ દુષ્કર બને છે. તેથી કેટલાક જીવો સંયમ ગ્રહણ કર્યા પછી વચમાં જ સંયમનો ત્યાગ કરે છે. તેના કારણે સંયમને અભિમુખ પરિણામ રહેતો નથી અને કેટલાક સાધુવેષમાં જ રહે છે, તોપણ એક વગેરે મૂલગુણની વિરાધનારૂપ ખંડિત ચારિત્રવાળા થાય છે. કેટલાક અલ્પ પ્રમાદવાળા ઘણા અતિચારો સેવીને શબલ ચારિત્રવાળા થાય છે. વળી ઘણા ચારિત્રના વેષમાં હોવા છતાં સંપૂર્ણ ચારિત્રના અભાવવાળા થાય છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
પ
પ્રદેશમાલા ભાગ-૨/ ગાથા-રપ-રપપ આ રીતે ચારિત્રથી પાત પામેલા શાતાના સુખમાં લંપટ એવા તેઓ પાછળથી પણ સંયમયોગમાં ઉદ્યમ કરવા સમર્થ બનતા નથી; કેમ કે આ ભવનો અભ્યાસ આ ભવમાં દૂર કરવો દુષ્કર છે અર્થાત્ વર્તમાન ભવમાં જે પ્રમાદ સેવ્યો, તેના સંસ્કારો તે પ્રકારે વ્યક્તિ હોય છે. જેથી તે પ્રમાદના સંસ્કારોથી પ્રેરાયા વગર પ્રવૃત્તિ કરવી સામાન્ય જીવો માટે અશક્ય હોય છે. તેથી સંયમમાં પ્રમાદ કર્યા પછી શાતા સુખના અર્થી એવા તે જીવો પાછળથી શુદ્ધિના અર્થી બને તોપણ શુદ્ધિ કરવા સમર્થ બનતા નથી, માટે પ્રમાદ કર્યા પછી હું તેની શુદ્ધિ કરીશ, તે પ્રકારનો ભાવ આત્માને ઠગવા તુલ્ય છે. એથી વિવેકી પુરુષે સતત અપ્રમાદ કરીને સ્વીકારેલા સંયમથી અન્યથા પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, જેથી સંયમથી થયેલો પાત વિનાશનું કારણ બને નહિ. II૫૪ અવતરલિકા :
તથાદિઅવતારણિકાર્ય :
તે આ પ્રમાણે=સંયમમાં સંક્ષિણ પરિણામ થયા પછી શુદ્ધિ કરવી દુષ્કર છે, એમ જે પૂર્વમાં કહ્યું તે તથાથિી બતાવે છે –
ગાથા -
अवि नाम चक्कवट्टी, चएज्ज सव्वं पि चक्कवट्टिसुहं ।
न य ओसन्नविहारी, दुहिओ ओसत्रयं चयइ ।।२५५।। ગાથાર્થ -
વળી ચક્રવર્તી સર્વ પણ ચક્રવર્તીના સુખનો ત્યાગ કરી શકે છે, દુખિત થયેલો પણ અવસ વિહારી અવસરતાનો ત્યાગ કરી શકતો નથી. રપપII ટીકાઃ___ अपि नामेति सम्भावनायां चक्रवर्ती भरतादिस्त्यजेत् सर्वमपि चक्रवर्तिसुखं विवेकयुक्तत्वाद्, नेति प्रतिषेधे चशब्दोऽपिशब्दार्थः, स च दुःखितशब्दात् परतो योज्यः, अवसनविहारी दुःखितोऽप्यवसन्नतां न त्यजति महामोहोपहतत्वादिति ।।२५५।। ટીકાર્ય :
પ. તત્વાતિ . ગરિ નામ એ સંભાવનામાં છે, ચક્રવર્તી ભરત આદિ સર્વ પણ ચક્રવર્તીના સુખને ત્યાગ કરે છે, કેમ કે વિવેકયુક્તપણું છે, “' શબ્દ પ્રતિષેધમાં છે, જ શબ્દ જ શબ્દાર્થવાળો છે અને તે=જ શબ્દ, દુઃખિત શબ્દની પછી જોડવો,
Page #53
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૫૫, ૨પ-૨પ૭ તેથી શું પ્રાપ્ત થાય તે સ્પષ્ટ કરે છે –
અવસર વિહારી દુઃખિત પણ થયેલો અવસલતાનો ત્યાગ કરતો નથી; કેમ કે મહામોહથી ઉપહતપણું છે. રપપા ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે વર્તમાનમાં જેઓ સંયમમાં પ્રમાદ કરે છે, તેઓને પાછળથી શુદ્ધિ દુર્લભ છે, તે દુર્લભતા દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
વિવેકયુક્ત ચક્રવર્તી ચક્રવર્તીના સુખનો ત્યાગ કરે છે; કેમ કે વિવેકના બળથી તેઓને જણાય છે કે ભોગલંપટતાપૂર્વક ચક્રવર્તીપણામાં મૃત્યુ થશે તો અવશ્ય દુર્ગતિ મળશે, એથી પૂર્વભવમાં સંયમપાલનના બળથી ભોગ એક નાશ્ય ચક્રવર્તીનાં સુખો ભોગવવાનાં કર્મો બંધાયેલાં હોવાથી ચક્રવર્તીનાં સુખો ભોગવે છે, તોપણ ચિત્તમાં વર્તતા વિવેકના બળથી તેનો ત્યાગ કરે છે.
વળી જેઓ આત્મકલ્યાણ માટે સંયમ ગ્રહણ કર્યા પછી અવસ વિહારી થાય છે, તેમને મહામોહ વર્તે છે. આથી પોતાનું સંયમજીવન નિષ્ફળ થઈ રહ્યું છે, સંસારની વૃદ્ધિ થઈ રહી છે, વ્રતો કલ્યાણને બદલે અકલ્યાણનું કારણ છે, તેમ જાણવા છતાં અવસન્નતાનો ત્યાગ કરી શકતા નથી. રપપા અવતરણિકા:एतदेवाहतदेवमिहभवे सङ्क्लिष्टस्याप्यस्त्युपायो भवान्तरे पुनः दुर्गतौ नास्तीति । कथानकम्-कुसुमपुरे शशिसूरप्रभौ राजानौ सहोदरावभूताम्, अन्यदागते विजयघोषसूरी तद्धर्मदेशनया प्रतिबुद्धः सूरप्रभः शशिनमाह-कुर्वो धर्ममिति । सोऽवादीद्विप्रलब्धोऽसि त्वम्, अलमनेन दृष्टविषयसुखविघ्नहेतुना अदृष्टप्रार्थनाकल्पेन जल्पेनेति इतरोऽब्रवीन्मैवं वोचः, प्रत्यक्षमिदम् ईश्वरदरिद्रसुभगदुर्भगसुरूपकुरूपनीरोगसरोगादिकं धर्माधर्मफलम्, ततः प्रोच्यमानोऽपि नानोपायैर्यदा स्वाग्रहं न मुञ्चति तदेतरो निर्वेदानिष्कान्तः, तपस्तप्त्वा गतो ब्रह्मलोकम्, इतरस्तु तृतीयनरकपृथिवीम्, दृष्टोऽवधिना देवेन, स्नेहातिरेकाद् गतस्तत्र, स्मारितस्तस्य पूर्ववृत्तान्तः । स तु जातपश्चात्तापस्तं प्रत्याह-शरीरार्थमिदमनुष्टितं मया, तद् गत्वा तत्कदर्थय येन मे दुःखमोक्षो भवतिઅવતરણિકાર્ય :
આ રીતે=ગાથા-રપ૩માં કહ્યું કે સંક્ષિણ શ્રમણભાવને કરીને વિશુદ્ધિ દુર્લભ છે તે રીતે, આ ભવમાં સંકિલષ્ટને પણ ઉપાય છે=સંક્લિષ્ટ થયા પછી તે સંક્લેશના શોધનનો ઉપાય છે. વળી ભવાંતરમાં દુર્ગતિ પ્રાપ્ત થયે છતે ઉપાય નથી. તેમાં કથાનક છે – અહીં કથાનક છે –
Page #54
--------------------------------------------------------------------------
________________
ઉપદેશામાલા ભાગ- ૨ | ગાથા-રપ-૨પ૭,
૩૭
કુસુમપુરમાં શશિપ્રભ અને સુરપ્રભ બે રાજાઓ બે ભાઈઓ હતા. એકવાર વિજયઘોષસૂરિ આવ્યું છd તેમની ધર્મદેશનાથી પ્રબોધ પામેલા સુરપ્રભએ શશિકભને કહ્યું – આપણે ધર્મ કરીએ, તે બોલ્યો - તું ઠગાયો છે. જોવાયેલા વિષયોના સુખમાં વિનનું કારણ, નહિ જોવાયેલાની પ્રાર્થના જેવા આ કથન વડે સર્યું. ઇતર સુરપ્રભ, બોલ્યો, એ પ્રમાણે ન બોલ. ઈશ્વર=ધનવાન, અનીશ્વર=દરિદ્ર, સુભગ-દુર્ભગ, સુરૂપ-કુરૂપ, નીરોગ-સરોગ વગેરે ધર્મ અને અધર્મનું ફળ આ પ્રત્યક્ષ છે. તેથી જુદા જુદા ઉપાયો વડે સમજાવાયેલો પણ જ્યારે પોતાના આગ્રહને છોડતો નથી, ત્યારે ઇતરે સુરપ્રભએ નિર્વેદથી દીક્ષા લીધી. તપ તપીને બ્રહ્મ દેવલોકમાં ગયો. બીજો વળી શશિપ્રભ, ત્રીજી નરકમાં ગયો. દેવ વડે અવધિજ્ઞાનથી જોવાયો, સ્નેહના અતિરેકથી ત્યાં ગયો. તેનો પૂર્વભવનો વૃત્તાંત સ્મરણ કરાવાયો, થયેલા પશ્ચાત્તાપવાળો તે તેને કહે છે – મારા વડે શરીરને માટે આ આચરણ કરાયું. તેથી જઈને તેને=મારા શરીરને, તું કર્થના કર, જેથી મારો દુઃખથી મોક્ષ થાય. ગાથા :
नरयत्थो ससिराया, बहुं भणइ देहलालणासुहिओ ।
पडिओ मि भए भाउय !, तो मे जाएह तं देहं ।।२५६।। ગાથાર્થ :
નરકમાં પડેલો શશિ રાજા ઘણું કહે છે – દેહની લાલનાથી સુખિત થયેલો હું ભયમાં પડ્યો છું. તેથી હે ભાઈ ! મારા સંબંધી તે દેહને તું પીડા કર. ||ર૫ા. ટીકા -
नरकस्थः शशिराजा बह्वनेकाकारं भणति-यदुत देहलालनासुखितः सन् पतितोऽस्मि भये मरकोद्भवे हे भ्रातस्ततो मे मम सम्बन्धिनं यातय पीडय तं देहमिति ॥२५६।। ટીકાર્ય :
નરઃ .. જેકસિ | નરકમાં રહેલો શશિરાજા બહુ-અનેક પ્રકારે, કહે છે, શું કહે છે તે કુતથી બતાવે છે – દેહના લાલનથી સુખિત થયો છતો ભયમાં=નરકથી ઉદ્દભવેલા ભયમાં, હું પડ્યો છું, તેથી હે ભાઈ! મારા સંબંધી તે દેહને તું પીડા કર. પારપડા અવતરણિકા -
पुनराह-अयमपि तवाऽज्ञानप्रलापो यतःઅવતરણિકાર્ય :
સુરપ્રભ કહે છે – આ પણ તારો અજ્ઞાનપ્રલાપ છે પૂર્વભવમાં તો મનુષ્યભવને પામીને વિષયની લાલસાથી નિષ્ફળ કર્યો, એ તો તારું અજ્ઞાન છે, પરંતુ આ પણ તારો અજ્ઞાનપ્રલાપ છે. જે કારણથી – શું તે ગાથામાં કહે છે –
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
ઉપદેશમાલા ભાગ-૨T ગાથારપાળ
ગાથા -
को तेण जीवरहिएण संपयं, जाइएण होज्ज गुणो ? ।
जइ सि पुरा जायंतो, तो नरए नेव निवडतो ।।२५७।। ગાથાર્થ :
હાલમાં કદર્થના કરાયેલા જીવરાહિત તેના વડે શરીર વડે, કયો ગુણ થશે ? જો પૂર્વમાં તે (શરીરને) પીડા કરી હોત, તો નરકમાં પડત જ નહિ. રિપના ટીકા :
कस्तेन जीवरहितेन साम्प्रतं यातितेन कदर्थितेन भवति गुणः ? न कश्चिदित्यर्थः । 'जइ सि त्ति' यदि पुनः पुरा तदैव यातयेस्तपश्चरणकरणैस्ततो नरके नैव निपतेस्त्वमिति ।।२५७।। ટીકાર્ય :
સ્તન — વિપતે ત્વિિ વર્તમાનમાં જીવરહિત યાતિત એવા તેના વડે કદર્થના કરાયેલા પૂર્વભવના શરીર વડે, કયો ગુણ થાય ? અર્થાત કોઈ ગુણ ન થાય. જો વળી પહેલાં પૂર્વના મનુષ્યભવમાં, તેને જન્નતે શરીરને જ, તપ અને ચારિત્ર કરવા વડે પીડા કરી હોત, તો નરકમાં ન જ પડ્યો હોત. રપ૭ના ભાવાર્થ :
શશિ રાજા અને સુરપ્રભ રાજા બન્ને પૂર્વભવમાં ભાઈઓ હતા, સુરપ્રભ રાજા બોધ પામીને સંયમ ગ્રહણ કરે છે અને દેવલોકમાં જાય છે. શશિ રાજા વિષયોમાં લંપટ થઈને ત્રીજી નરકમાં જાય છે. ભાઈ પ્રત્યેના સ્નેહથી સુરપ્રભ દેવ નરકમાં શશિ રાજાના જીવ પાસે જાય છે, ત્યારે નરકમાં રહેલા શશિ રાજાનો જીવ ભાઈને કહે છે – પૂર્વભવમાં મેં શરીરના લાલનમાં સુખ માન્યું, તેથી નરકમાં પડ્યો છું, માટે મારા પૂર્વભવના તે શરીરને તું જઈને પીડા કર. શશિ રાજાના જીવનો આ પ્રકારનો મૂઢતામાંથી ઊઠેલો પરિણામ હતો; કેમ કે પૂર્વભવમાં મિથ્યાત્વને દઢ કરેલું, તેથી નરકની પ્રાપ્તિ થઈ.
તેથી ફલિત થાય છે કે સંક્લિષ્ટ થયેલા જીવને આ ભવમાં પશ્ચાત્તાપ થાય તો તપ દ્વારા દેહના પીડનથી વિશુદ્ધિ થાય, પરંતુ નરકાદિ દુર્ગતિમાં જાય તો પૂર્વના દેહના પીડનથી શુદ્ધિ થાય નહીં, છતાં મૂઢતાને વશ, તે વિચારે કે મારા પૂર્વભવના દેહને પીડા આપવાથી મારું કર્મ જશે તે શક્ય નથી. આથી જ પોતાના ભાઈને સુરપ્રભ દેવ કહે છે કે આ તારો અજ્ઞાન પ્રલાપ છે; કેમ કે જીવરહિત એવા પૂર્વભવના દેહને પીડા કરવાથી કોઈ ગુણ નહિ થાય, જો તેં પૂર્વભવમાં તપ અને ચારિત્ર દ્વારા દેહને પીડા આપી હોત તો નરકમાં પડત નહિ.
તે રીતે જેઓ વર્તમાનમાં સંક્લિષ્ટ ભાવવાળું શ્રમણપણું પાળીને પાછળથી પણ ઉદ્યમ કરતા નથી,
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૫૦-૨પ૭, ૨૫૮ તેઓ ભવાંતરમાં નરક-તિર્યંચાદિ દુર્ગતિને પ્રાપ્ત કરશે, તેના શોધનનો કોઈ ઉપાય રહેશે નહિ; કેમ કે તે ભવમાં માર્ગાનુસારી બોધ થવો દુષ્કર હોય છે અને મૂઢમતિને કારણે શશિ રાજાની જેમ કોઈ કહે કે મારા પૂર્વભવના દેહને પીડા કરો, તેનાથી કોઈ શુભ અધ્યવસાય થાય નહિ, જે કર્મને નાશ કરી શકે, પરંતુ પૂર્વભવમાં પ્રમાદવશ સંક્લિષ્ટ ભાવો કર્યા પછી કોઈક રીતે વિવેકથી તે ભવમાં જાગે તો તેઓ પોતાનું રક્ષણ કરી શકે છે, અન્યથા બંધાયેલું ક્લિષ્ટ કર્મ જીવને દુર્ગતિની પરંપરામાં નાખીને વિનાશ જ પ્રાપ્ત કરાવે છે. જેમ સાવદ્યાચાર્યએ સાધુજીવનમાં સંયમ પાળ્યા પછી ઉત્સુત્ર ભાષણનો સંક્લિષ્ટ પરિણામ કર્યો તો અનંતકાળ સુધી ફરી માર્ગની પ્રાપ્તિ દુર્લભ થઈ. જો તે જ ભવમાં પાછળથી પશ્ચાત્તાપ કરીને શાસ્ત્રમર્યાદાનુસાર શુદ્ધિ કરી હોત તો તે અનંતકાળની કદર્થના પ્રાપ્ત થાત નહિ. રપ-૨પણા અવતરણિકા -
तदिदमवेत्यઅવતરણિતાર્થ -
તે આને જાણીને શશિ રાજા અને સુરપ્રભ રાજાના દષ્ટાંતથી સંક્લિષ્ટ શુદ્ધિનો ઉપાય આ ભવમાં છે, અન્ય ભવમાં નથી તે આને જાણીને, શું કરવું જોઈએ ? તે બતાવે છે – ગાથા -
जावाऽऽउ सावसेसं, जाव य थेवो वि अस्थि ववसाओ ।
ताव करेज्जऽप्पहियं, मा ससिराया व सोइहिसि ।।२५८।। ગાથાર્થ :
જ્યાં સુધી આયુષ્ય બાકી છે અને જ્યાં સુધી થોડો પણ વ્યવસાય છે–ચિત્તનો ઉત્સાહ છે, ત્યાં સુધી આત્મહિતને કર, તો પાછળથી શશિ રાજાની જેમ શોક કરીશ નહિ. II૫૮ ટીકાઃ
यावदायुर्जीवितं सावशेष किञ्चिदास्ते यावच्च स्तोकोऽप्यस्ति व्यवसायश्चित्तोत्साहस्तावत् कुरु समाचर आत्महितमनुष्ठानमिति, शिष्यश्चोद्यते मा शशिराजवत् शोचिष्यसि शोकं करिष्यसि પશ્ચાવિતિ ર૧૮ાા ટીકાર્ચ -
વાવવા પડ્યાવિતિ છે જ્યાં સુધી આયુષ્યઃજીવિત, કંઈક બાકી છે અને જ્યાં સુધી થોડો પણ વ્યવસાય છે=ચિત્તનો ઉત્સાહ છે=મારે મારા આત્માનું હિત કરવું છે એ પ્રકારની નિર્મળ બુદ્ધિ છે, આત્મહિતવાળું અનુષ્ઠાન કર, એ પ્રમાણે શિષ્યને પ્રેરણા કરાય છે, શશિ રાજાની જેમ પાછળથી શોક કરીશ નહિ. રિપ૮
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૦
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૫૮-૨૫૯
ભાવાર્થ :
ગાથા-૨૫૩માં કહ્યું કે સંક્લિષ્ટ શ્રમણભાવને પાળીને પાછળથી શુદ્ધિ કરવી દુષ્કર છે, તો પણ કોઈક જીવ જાગે છે તો શુદ્ધિ કરે છે અને જેઓ વર્તમાન ભવમાં સાવધાન થતા નથી, તેઓ શશિ રાજાની જેમ નરકમાં પડીને દુઃખિત થાય છે. આ વસ્તુને યથાર્થ જાણીને વિવેકી જીવે શું કરવું જોઈએ ? જેથી શશિ રાજાની જેમ પાછળથી શોક કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. તે બતાવતા કહે છે –
જ્યાં સુધી આયુષ્ય કંઈક છે અને જ્યાં સુધી મારે મારા આત્માનું હિત કરવું છે, તેવો ઉત્સાહ વર્તે છે, ત્યાં સુધી પ્રમાદને છોડીને પ્રમાદવશ કરેલાં અનુચિત કૃત્યો દ્વારા કરાયેલા સર્વ સંક્લિષ્ટ પરિણામોનું સમ્યગુ સમાલોચન કરીને તેના નિવારણના ઉપાયભૂત આત્મહિતને અનુકૂળ અનુષ્ઠાનમાં યત્ન કરવો જોઈએ, જેથી પ્રાપ્ત થયેલો દુર્લભ મનુષ્યભવ નિષ્ફળ થાય નહિ. II૫૮ાા અવતરણિકા :
તથાદિઅવતરણિકાર્ય -
તે આ પ્રમાણે=પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં સંક્ષિણ ચિત કર્યા પછી જેઓ શુદ્ધિ માટે યત્ન કરતા નથી, તેઓ પાછળથી કુદેવત્વ પામીને શોક કરે છે. તે તથાથી બતાવે છે –
ગાથા :
घेत्तूण वि सामन्नं, संजमजोएसु होइ जो सिढिलो ।
पडइ जई वयणिज्जे, सोयइ य गओ कुदेवत्तं ।।२५९।। ગાથાર્થ -
શ્રમણપણું ગ્રહણ કરીને પણ જે સંયમયોગોમાં શિથિલ થાય છે, તે સાધુ વચનીયમાં પડે છેઃ સિંધ થાય છે અને કુદેવત્વને પામેલો શોક કરે છે. રિપ૯ll ટીકા :
न केवलमकृतधर्मा शोचति, किं तर्हि गृहीत्वाऽपि श्रामण्यं साधुभावं संयमयोगेषु भवति यः शिथिलः प्रमादी, स किमित्याह-पतति यतिर्वचनीये इहैव निन्यो भवति, शोचति च गतः प्राप्तः कुदेवत्वं किल्बिषिकादित्वं, हा ! किं मया मन्दभाग्येनेदृशमनुष्ठितमिति ।।२५९।। ટીકાર્ય :
ન વનમ્ ... અનુઝિતિ કેવલ અતિ ધર્મવાળા શોક કરતા નથી, તો શું ? તેથી કહે છે – શ્રમણપણું=સાધુપણાને, ગ્રહણ કરીને પણ જે સંયમયોગોમાં શિથિલ=પ્રમાદી, થાય છે,
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૧
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨પ૯-૨૬૦. તે શું? એથી કહે છે – તે યતિ વચનીયમાં પડે છે આ ભવમાં જ લિંદ થાય છે અને કુદેવત્વને= કિલ્બિષિકારિત્વને, પામેલો શોક કરે છે – હા ! મંદભાગ્ય એવા મારા વડે આવા પ્રકારનું કેમ આચરણ કરાયું ? એ પ્રમાણે શોક કરે છે. પરપલા ભાવાર્થ :
કેટલાક જીવો આ ભવમાં ધર્મ કરતા જ નથી. તેઓ કોઈક રીતે ખરાબ ગતિમાં જાય ત્યારે પોતાના તે કૃત્યનું સ્મરણ થાય તેવું કોઈક નિમિત્ત મળે તો પાછળથી પશ્ચાત્તાપવાળા થાય છે અને કોઈ નિમિત્ત ન મળે તો મૂઢભાવથી તે તે ભવોની વિડંબનાને પ્રાપ્ત કરે છે. વળી કેટલાક સાધુપણું ગ્રહણ કરીને પણ સંયમયોગમાં શિથિલ થાય છે. તેથી માત્ર યથાતથા બાહ્ય ક્રિયા કરીને માનવભવને નિષ્ફળ કરે છે, તેઓ આ ભવમાં પણ શિષ્ટ લોકો માટે નિંદ્ય છે; કેમ કે શિષ્ટ લોકો તેમનો મનુષ્યભવ નિષ્ફળ માને છે કે જેઓ સ્વશક્તિનું સમાલોચન કરીને સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનો સેવીને આત્માને ગુણસંપત્તિથી સમૃદ્ધ કરે છે. જેના બળથી તેમનો પ્રાપ્ત થયેલો મનુષ્યભવ સુગતિની પરંપરા દ્વારા કલ્યાણનું કારણ બને છે, તે સિવાય જે જીવો સાધુપણું ગ્રહણ કરીને પણ જે તે પ્રવૃત્તિ કરીને મનુષ્યભવ નિષ્ફળ કરે છે, તેમનો આ ભવ પણ વિવેકી માટે નિંદ્ય બને છે. વળી પ્રમાદવશ જેઓ સાધુપણું નિષ્ફળ કરે છે, તેઓ કુદેવત્વને પામે છે. તે દેવભવમાં કોઈક રીતે પૂર્વના પ્રમાદનું સ્મરણ થાય તો તેમને શોક થાય છે કે મંદભાગ્ય એવા મારા વડે કેમ આવું અનુષ્ઠાન કરાયું ? જેમ મંગુ આચાર્ય શ્રુતમાં નિપુણ હતા, તોપણ શાતાદિના અર્થી હોવાથી પ્રમાદવશ સંયમજીવન નિષ્ફળ કરીને તુચ્છ વ્યંતર જાતિના દેવા થયા અને પોતાના પ્રમાદનું સ્મરણ થવાથી તેમને પશ્ચાત્તાપ થાય છે અને પ્રમાદને કારણે વિશિષ્ટ દેવભવને બદલે અસાર તુચ્છ દેવભવ મળ્યો, તેનો શોક તેમને સદા રહે છે, માટે પાછળથી શોક કરવાનો પ્રસંગ આવે તેના પૂર્વે વિવેકીએ સ્વભૂમિકા અનુસાર સંક્લેશનો પરિહાર થાય, ઉત્તમ ભાવોનું આધાન થાય, તે પ્રકારે ઉચિત અનુષ્ઠાન સેવીને મનુષ્યભવ સફળ કરવો જોઈએ અને પ્રમાદવશ કોઈ સંક્લેશ સેવાયેલ હોય તો તેની શુદ્ધિની વિચારણા કરવી જોઈએ, જેથી જન્માંતરમાં અનર્થની પ્રાપ્તિ ન થાય. વર્તમાનમાં પણ કેટલાક નિહ્નવો થયા પછી તે જ ભવમાં નિત્સવ ભાવનો ત્યાગ કરીને સંયમમાં સ્થિર થયા તો અહિતની પરંપરાથી તેમનું રક્ષણ થયું. સિંહગુફાવાસી મુનિ નિમિત્તને પામીને સંક્લેશવાળા થયા, તોપણ પાછળથી સમ્યગુ આલોચના દ્વારા શુદ્ધિ કરીને પોતાનું સંયમજીવન સફળ કર્યું. IRપલા અવતરણિકા :
अन्यच्चઅવતરણિકાર્ય :
અને બીજુ=માર્ગની પ્રાપ્તિ કર્યા પછી પ્રમાદવશ સંક્લેશ કરનારા અને સંક્લેશ કર્યા પછી શુદ્ધિની ઉપેક્ષા કરનારા જીવો શું વિડંબના પામે છે ? તે કહે છે –
Page #59
--------------------------------------------------------------------------
________________
૨
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૬૦-રકા
ગાથા -
सोच्चा ते जियलोए, जिणवयणं जे नरा न याणंति ।
सोच्चाण वि ते सोच्चा, जे नाऊणं न वि करंति ॥२६०।। ગાથાર્થ :
જીવલોકમાં જે મનુષ્યો જિનવચનને જાણતા નથી, તેઓ શોચનીય છે=દયાપાત્ર છે, જેઓ જાણીને પણ કરતા નથી=સમ્યમ્ આત્મહિત કરતા નથી, તેઓ શોચ્ચના પણ શોચ્ચ =અત્યંત દયાપાત્ર છે. ર૬oll ટીકા :
शोच्याः शोचनीयास्ते जीवलोके जगति जिनवचनं ये नराः जीवा न जानन्ति विवेकशून्यत्वात्, शोच्यानामपि मध्ये ते शोच्या ये ज्ञात्वा भगवद्वचः नापि नैव कुर्वन्ति ।।२६०।। ટીકાર્ચ -
શોધ્યાઃ સુર્વત્તિ ! જે મનુષ્યો=જીવો, જિનવચનને જાણતા નથી. તેઓ જીવલોકમાં=જગતમાં, શોચ્ય છે શોચનીય છે–દયાપાત્ર છે, કેમ કે વિવેકશૂન્યપણું છે. જેઓ ભગવાનના વચનને જાણીને કરતા નથી જ, તેઓ શોચનીય જીવોમાં પણ શોચ્ય છે=અત્યંત દયાપાત્ર છે. ર૬મા ભાવાર્થ :
જગતમાં કેટલાક જીવોને જિનવચનના પરમાર્થનો બોધ થાય, એ પ્રકારે સાંભળવાની સામગ્રી પણ મળી નથી, તેનો મનુષ્યભવ નિષ્ફળપ્રાયઃ છે, કેટલાકને જિનવચન સાંભળવાની ઇચ્છા છે, તોપણ સન્માર્ગના દર્શક સુગુરુની પ્રાપ્તિની દુર્લભતાને કારણે યથાતથા બોધ કરાવનાર ઉપદેશકોના ઉપદેશથી પ્રવૃત્તિ કરીને તેઓ પ્રાયઃ મનુષ્યભવ નિષ્ફળ કરે છે. તેથી તેઓ પણ શોચનીય છે; કેમ કે વિવેકશૂન્ય હોવાથી સમ્યફ પરીક્ષક થઈને સદ્ગુરુને કે સાસ્ત્રના પરમાર્થને જાણવા યત્ન કરતા નથી.
વળી કેટલાક જીવોને જિનવચનની સમ્યક પ્રાપ્તિ થઈ છે, અત્યંત નિર્ગુણ એવા સંસારમાંથી જિનવચન કઈ રીતે નિસ્તારનું એક કારણ છે, તેવો બોધ થયો છે, તોપણ પ્રમાદને વશ આત્મહિત સાધવા પ્રયત્ન કરતા નથી અથવા સંયમ ગ્રહણ કર્યા પછી સંયમની ઉચિત પ્રવૃત્તિ કરતા નથી અથવા કેટલોક કાળ સંયમની ઉચિત પ્રવૃત્તિ કર્યા પછી કોઈક રીતે પ્રમાદને વશ થાય છે અને પ્રમાદવશ થયા પછી તત્ત્વને સન્મુખ થતા નથી, તેવા જીવો કંડરીકની જેમ મનુષ્યભવ નિષ્ફળ કરીને દુર્ગતિમાં જાય છે, તેઓ શોચ્યા જીવોથી પણ અધિક શોચ્ય છે; કેમ કે તત્ત્વ પામ્યા પછી પણ મનુષ્યભવને નિષ્ફળ કરે છે. ર9ના અવતરણિકા :कथं ते कृपास्पदमित्याह
Page #60
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૬૧
અવતરણિકાર્ય -
કેવી રીતે તેઓ=ભગવાનના વચનને જાણીને પણ હિત કરતા નથી, તેઓ કૃપાસ્પદ છે ? એને કહે છે – ગાથા -
दावेऊण धणनिहिं, तेसिं उप्पाडियाणि अच्छीणि ।
नाऊण वि जिणवयणं, जे इह विहलंति धम्मघणं ।।२६१।। ગાથાર્થ :
જેઓ અહીં=મનુષ્યભવમાં, જિનવચનને જાણીને પણ મનુષ્યભવને નિષ્ફળ કરે છે, તેઓનાં ચાઓ ધનનિધિ બતાવીને કાઢી નંખાયાં. પારકા ટીકાઃ
दर्शयित्वा धननिधि रत्नादिभृतभाजनं तेषां वराकाणामुत्पाटितान्युत्तो-लितान्यक्षीणि लोचनानि, ज्ञात्वाऽपि जिनवचनं ये इह लोके विफलयन्ति तदसेवनाद्धर्म एव सुगतिसुखहेतुत्वाद् धनं धर्मधनિિમતિ શારદા ટીકાર્ય :
કવિતા .. થર્ષનિિર પ ધનવિધિને–રત્નાદિથી ભરાયેલા ભાજપને, બતાવીને વરાક એવા તેઓનાં ચક્ષઓ ખેંચીને બહાર કાઢી નંખાયાં, જેઓ જિનવચતને જાણીને અહીં=લોકમાં, તેના અસેવનથી ધર્મરૂપી ધનને વિફળ કરે છે સુગતિના સુખનું હેતુપણું હોવાથી ધર્મ જ ધન છે, તેને વિફળ કરે છે. ર૬૧i ભાવાર્થ :
જેઓને મિથ્યાત્વ મોહનીય મંદ થયું છે કે મિથ્યાત્વનો અપગમ થયો છે, તેનાથી તેઓને સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ થયો છે, તેથી સંસારના પરિભ્રમણની કદર્થનાના નિવારણ માટે સંયમ ગ્રહણ કરે છે. આમ છતાં કોઈક નિમિત્તને પામીને પ્રમાદવશ થાય છે, તેથી સંયમના બાહ્ય આચારોના પાલન માત્રથી સંતોષવાળા થાય છે, પરંતુ તે આચારોના પાલન દ્વારા અંતરંગ ગુણસંચયમાં કોઈ યત્ન કરતા નથી, તેમનો તે મનુષ્યભવ અને તેમનું તે સંયમજીવન અત્યંત નિષ્ફળ છે. તેથી તેવા જીવો શિષ્ટ પુરુષોને અત્યંત દયાપાત્ર જણાય છે. જેમ કોઈ વ્યંતર કોઈકને રત્ન ભરેલું ભાજન બતાવીને પછી તેનાં ચક્ષુ કાઢી નાખે, ત્યારે તે જીવ ધનનિધિને નહિ જોનારા કરતાં અધિક દયાપાત્ર બને છે; કેમ કે લોચન રહિત થવાથી તેનું જીવન અત્યંત નિષ્ફળપ્રાયઃ થાય છે. તેમ કોઈ જીવને તે પ્રકારનાં કર્મોએ ક્ષયોપશમભાવની પ્રાપ્તિ દ્વારા રત્નથી ભરેલા ભાજન જેવા જિનવચનના પરમાર્થનો બોધ કરાવ્યો, છતાં કોઈક
Page #61
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૬૧-૨૬૨ નિમિત્તને પામીને પ્રમાદી બનીને સુગતિનો હેતુ એવા ધર્મધનની પ્રાપ્તિમાં યત્ન કરતા નથી, તેઓ પોતાના મનુષ્યભવને તે રીતે નિષ્ફળ કરે છે. જેથી ઘણા ભવ સુધી માર્ગની પ્રાપ્તિ દુર્લભ થાય. તેથી તે જીવના કર્મએ ક્ષયોપશમભાવના બળથી ધનિધિ બતાવીને તેના વિવેકચક્ષુનો નાશ કર્યો, તેથી તે જીવ અધિક દયાપાત્ર બને છે. I॥૨૬॥
૪૪
અવતરણિકા -
स च न तेषां दोषः, किं तर्हि ? कर्मणस्तथाहि
અવતરણિકાર્થ ઃ
અને તે=ધનનિધિને બતાવીને તેનાં લોચનો ખેંચી નાખ્યાં તે તેમનો દોષ નથી, પરંતુ કર્મનો દોષ છે. તે આ પ્રમાણે
ગાથા
-
ठाणं उच्चुच्चयरं, मज्झं हीणं व हीणतरगं वा ।
जेण जहिं गंतव्वं, चेट्ठा वि से तारिसी होइ ।। २६२ ।।
ગાથાર્થ :
ઉચ્ચ-ઉચ્ચતર, મધ્યમ, હીન અથવા હીનતર સ્થાન, જેના વડે જ્યાં જવા યોગ્ય છે, તેની ચેષ્ટા પણ તેવી થાય છે. II૨૬૨।।
asi :
स्थानं धाम, उच्चं देवगतिलक्षणं, उच्चतरं मोक्षाख्यं, मध्यं मनुष्यगत्यात्मकं, हीनं वा तिर्यग्गतिरूपं, हीनतरकं वा नरकगतिलक्षणं, वाशब्दौ तद्गतानेकभेदसूचनार्थी, येन जीवेन यस्मिन् देशे काले वा गन्तव्यं यत् स्थानं, चेष्टाप्याचरणरूपा से तस्य तादृशी तदनुरूपा भवतीति ।। २६२ ।।
ટીકાર્થ ઃ
स्थानं મવતીતિ।। સ્થાન=ધામ, ઉચ્ચ=દેવગતિરૂપ ઉચ્ચ, ઉચ્ચતર=મોક્ષ નામનું ઉચ્ચતર, મધ્ય=મનુષ્યગતિ સ્વરૂપ મધ્ય, હીન=તિર્યંચ ગતિરૂપ હીન અથવા નરક ગતિરૂપ હીનતર, બન્ને વા શબ્દ તેમાં રહેલા અનેક ભેદોના સૂચન અર્થવાળા છે, જે જીવ વડે જે દેશમાં અથવા જે કાળમાં જવા યોગ્ય જે સ્થાન છે, તે જીવની ચેષ્ટા પણ=આચરણારૂપ ચેષ્ટા પણ, તેને અનુરૂપ થાય છે. ।।૨૬।।
.....
ભાવાર્થ:
જીવના પ્રયત્ન અને કર્મ બન્નેથી સર્વ કૃત્ય થાય છે, તેથી સંસારી જીવો પણ જે કૃત્ય કરે છે, તે
Page #62
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૨
૪૫
તેમના કર્મ અને તેમની રુચિથી કરે છે અને મોક્ષના અર્થી જીવો પણ જે કૃત્યો કરે છે, તે ક્ષયોપશમભાવનું કર્મ અને પોતાની રુચિથી કરે છે, તોપણ બુદ્ધિ કર્માનુસારિણી હોય છે, તેથી જેઓને પ્રમાદ આપાદક ક્લિષ્ટ કર્મ છે, તેઓ પ્રમાદથી સંયમજીવન નિષ્ફળ કરે છે અને જેમને ક્ષયોપશમભાવની નિર્મળ મતિ છે, તેઓ નિર્મળતા આધાયક તેવા પ્રકારનાં કર્મોથી પ્રેરાઈને તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરે છે. તેથી જેઓ આ ભવમાં ચારિત્ર કે દેશવિરતિ પાળીને દેવભવમાં જનાર છે, તેઓને તે પ્રકારનાં ક્ષયોપશમભાવનાં કર્મો પ્રવર્તક બને છે. તેથી તે પ્રકારની શ્રાવકધર્મની ઉચિત પ્રવૃત્તિ કરીને કે સાધુધર્મની ઉચિત પ્રવૃત્તિ કરીને દેવગતિરૂપ ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરે છે. વળી જેમનાં કર્મો અત્યંત નિર્મળતર ક્ષયોપશમભાવવાળાં વર્તે છે, તેઓ તે કર્મથી પ્રેરાઈને વિશિષ્ટ પ્રકારના સંયમમાં ઉદ્યમ કરીને મોક્ષ નામના ઉચ્ચતર સ્થાનને પ્રાપ્ત કરે છે, તેથી મોક્ષપ્રાપ્તિમાં પણ તે જીવોનાં તે પ્રકારનાં ક્ષયોપશમભાવવાળાં કર્મ તેમને તેવી ચેષ્ટા કરવાની બુદ્ધિ આપે છે.
વળી જે જીવોનાં તે પ્રકારનાં કર્યો છે કે જેથી મધ્યમભાવને પામીને મનુષ્યભવને પ્રાપ્ત કરે છે, તેથી મનુષ્યભવની પ્રાપ્તિનું કારણ બને તેવા કર્મથી પ્રેરાઈને તેમની તે પ્રકારની પ્રવૃત્તિ થાય છે. વળી જેઓ સંયમાદિ ગ્રહણ કરીને કોઈક રીતે તિર્યંચગતિમાં જવાના હોય તેમનાં કર્મો તે રીતે કૃત્ય કરવાની પ્રેરણા આપે છે. જેમ કુરગડુ મુનિ પૂર્વભવમાં સાધુ હતા, છતાં નિમિત્તને પામીને ગુસ્સો કરીને દૃષ્ટિવિષ સર્પ થયા, વળી કોઈનાં તે પ્રકારનાં કર્મો છે કે જેથી કર્મને વશ થઈને સંક્લેશ કરે છે, તેના કારણે નરકગતિને પામે છે. જેમ મમ્મણ શેઠને ધન પ્રત્યે ગાઢ મૂર્છા થાય છે, તેથી નરકગતિને અનુકૂળ કર્મ બાંધે છે. તેથી જીવનો તે દોષ નથી, પરંતુ કર્મનો જ દોષ છે.
આ રીતે કર્મમાં તરતમતાના અનેક ભેદો છે, તેથી તે તે પ્રકારનાં કર્મોથી પ્રેરાઈને જીવ તે તે પ્રકારના ભિન્ન ભિન્ન ભવોમાં ભમે છે, વળી જે જીવને જે સ્થાનમાં જવાનું છે, તેને અનુરૂપ તેની આચરણા થાય છે, તેથી કર્મથી પ્રેરાઈને તે તે પ્રકારની આચરણા કરીને જીવ તે તે સ્થાનમાં જાય છે.
આથી એ ફલિત થાય કે સર્વત્ર કર્મ અને જીવ ઉભયનો વ્યાપાર છે, તોપણ સંસારના સર્વ પ્રકારના પરિભ્રમણમાં કર્મથી પ્રેરાયેલો જીવ તે તે પ્રકારના ભાવો કરીને તે તે ગતિમાં જાય છે, તેમ જેઓ મોક્ષમાં જાય છે, તેઓ પણ તે પ્રકારનાં ક્ષયોપશમભાવનાં કર્મોથી પ્રેરાઈને તે તે પ્રકારનાં અનુષ્ઠાનો કરે છે. ફક્ત ઉપદેશક આદિ સામગ્રી તે તે જીવને તે તે પ્રકારે પ્રેરણા કરે છે. તેનાથી પ્રેરાયેલા જીવનો તે તે પ્રકારનો કર્મનો ક્ષયોપશમ થાય છે. તેથી ઉચિત પ્રવૃત્તિ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે અને સંસારના ક્ષેત્રમાં પણ તે તે બાહ્ય નિમિત્તોને પામીને તે તે કર્મ વિપાકમાં આવે છે અને તે તે કર્મના વિપાકથી પ્રેરાયેલો જીવ તે તે પ્રકારે ક્લિષ્ટભાવ કરીને દુર્ગતિમાં જાય છે. તેથી પરમાર્થથી વિચારીએ તો જીવ સિદ્ધના જેવો નિર્દોષ છે, માટે તેનો કોઈ દોષ નથી. જીવની સર્વ અવસ્થાઓ કર્મજન્ય છે, ચૌદ ગુણસ્થાનકો પણ જીવની કર્મજન્ય અવસ્થા છે, સિદ્ધ અવસ્થા જ જીવની પારમાર્થિક અવસ્થા છે, માટે સંસારમાં જે કાંઈ ભાવો થાય છે, તે કર્મને કારણે થાય છે, તેમ ભાવન કરીને કર્મની વિડંબનાથી મુક્ત થવા માટે ઉચિત યત્ન કરવો જોઈએ. એ પ્રકારે પ્રસ્તુત ગાથાનો ઉપદેશ છે. પરિકશા
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૬
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૬૩
અવતરણિકા :
तामेव चेष्टां दुर्गतिहेतुभूतां तावदाहઅવતરણિકાર્ય :
દુર્ગતિના હેતુભૂત તે જ એણને પ્રથમ બતાવે છે – ગાથા :
जस्स गुरुम्मि परिभवो, साहूसु अणायरो खमा तुच्छा ।
धम्मे य अणहिलासो, अहिलासो दुग्गईए उ ॥२६३।। ગાથાર્થ -
જેને ગુરુમાં પરિભવ છે, સાધુમાં અનાદર છે, ક્ષમા તુચ્છ છે, ધર્મમાં અનભિલાષ છે, તેને દુર્ગતિમાં અભિલાષ છે. ll૨૬૩ ટીકા :
यस्य जडमतेर्गुरौ गुरुविषये परिभवो यो गुरुं परिभवतीत्यर्थः, साधुष्वनादरो यः साधूनाद्रियते, क्षमा क्षान्तिस्तुच्छा स्वल्पा नास्ति वा, धर्मे च श्रुतचारित्रात्मकेऽनभिलाषोऽनिच्छा, यत्तदोनित्याभिसम्बन्थात् तस्याभिलाषः परमार्थतो दुर्गतावेव, तुरवधारणे, तच्चेष्टया दुर्गतिमिच्छतीति यावत् ।।२६३।। ટીકાર્ય :
થી .... થાવત્ / જડ મતિવાળા એવા જેને ગુરુના વિષયમાં પરિભવ છે=જે ગુરુનો પરિભવ કરે છે, સાધુમાં અનાદર છે=જે સાધુઓને આદર કરતો નથી, સમા=સાતિ, તુચ્છ છે=વલ્પ છે અથવા નથી અને ધર્મમાં શ્રત-ચારિત્રરૂપ ધર્મમાં, અભિલાષ નથી=અનિચ્છા છે. અને તો નિત્ય અભિસંબંધ હોવાથી પૂર્વમાં વસ્ત્ર કહ્યું તેથી તેનો અભિલાષ પરમાર્થથી દુર્ગતિમાં જ છે, તુ શબ્દ અવધારણમાં છે=તે ચેષ્ટાથી દુર્ગતિને ઈચ્છે છે એમ સમજવું. ર૬૩ ભાવાર્થ :
જે જીવો જે પ્રકારની ગતિમાં જવાના હોય તેને અનુરૂપ તેઓને પરિણામ થાય છે, એમ પૂર્વમાં કહ્યું. હવે જે જીવોને દુર્ગતિમાં જ જવાનો પરિણામ છે, તેઓ કેવી પ્રવૃત્તિ કરે છે ? તે બતાવે છે –
જે જડમતિ જીવો ગુણવાન ગુરુનો પરિભવ કરે છે, તે જીવો દુર્ગતિમાં જાય છે, જેમ રોહગુપ્ત મુનિ ગુરુનો પરિભવ કરીને વિનાશ પામ્યા. વળી કેટલાક જડમતિ જીવો સાધુઓનો અનાદર કરીને દુર્ગતિમાં જાય છે, જેમ કોઈક મહાત્માએ સંયમ ગ્રહણ કરેલું હોવા છતાં ગચ્છમાં સાધુઓની સારણા-વારણાથી ત્રાસ પામેલા, તેથી તે સાધુને અન્ય સાધુઓ પ્રત્યે અનાદર થયો તેથી મરીને નરકમાં ગયા અને અનંત
Page #64
--------------------------------------------------------------------------
________________
લાશમાલા ભાગ- ૨ ગાથા-૨૩-૨૪
૪૭
સંસાર પ્રાપ્ત કર્યો. એથી જેઓને તે પ્રકારનું કર્મ નિમિત્તને પામીને વિપાકમાં આવે છે, ત્યારે તેઓ દુર્ગતિમાં જનારા થાય છે, તેથી તેઓનો અભિલાષ પણ તે પ્રકારનો થાય છે. વળી, કેટલાક જીવોને ક્ષમા અલ્પ હોય છે અથવા હોતી નથી, તેથી નિમિત્તને પામીને ક્રોધ કરે છે, તેવા જીવો ક્રોધને વશ દુર્ગતિમાં જાય છે. જેમ ઉપમિતિમાં બતાવ્યું કે નંદિવર્ધનને ક્ષમા સર્વથા ન હતી, તેથી નિમિત્તને પામીને ગુસ્સો કરી કરીને છઠી નરકે ગયો. વળી કેટલાક જીવોને શ્રુત-ચારિત્રરૂપ ધર્મમાં અભિલાષ હોતો નથી, પરંતુ ભોગવિલાસમાં અભિલાષ રહે છે, તેથી શ્રુત-ચારિત્રથી વિરુદ્ધ સંસારી ભાવોમાં પરિણામ કરીને દુર્ગતિમાં જાય છે. એથી જે પ્રકારનાં જેનાં કર્મો નિમિત્તને પામીને જે જે પ્રકારના ક્લિષ્ટ ભાવો કરાવે છે, તે પ્રકારની દુર્ગતિને તે જીવ તે ચેષ્ટાથી ઇચ્છે છે, એમ નક્કી થાય છે. ll૨૬મા અવતરણિકા :
व्यतिरेकमाहઅવતરણિકાર્ય :
જેમનાં દુર્ગતિના હેતુભૂત કમ નથી, તેઓ કેવી ચેણ કરે છે ? તે રૂપ વ્યતિરેકને કહે છે – ગાથા :
सारीरमाणसाणं, दुक्खसहस्सवसणाण परिभीया ।
नाणंकुसेण मुणिणो, रागगइंदं निरंभंति ।।२६४।। ગાથાર્થ -
શારીરિક-માનસિક હજારો પીડાઓથી ભય પામેલા મુનિઓ જ્ઞાનરૂપી અંકુશથી રાગરૂપી હારીને રોધ કરે છે. ર૬૪ ટીકા :
शारीरमानसेभ्यो देहचित्तभवेभ्यो दुःखसहस्रव्यसनेभ्यो विविधपीडापद्भ्यः, पञ्चम्यर्थे षष्ठी, परिभीतास्त्रस्ताः किं ज्ञानमेवाङ्कुशस्तेन मुनयः साधवो रागगजेन्द्रमुच्छृङ्खलं सन्तं निरुन्धन्ति आक्रम्य वशवतिनं कुर्वन्ति, तस्य भवहेतुत्वात् तस्य च दुःखात्मकत्वादतस्तद्भीरवस्तनिदानमेवादितस्त्रोटयन्तीति भावना ।।२६४।। ટીકાર્ય :
શારીરમાનામ્યો .... માવના શરીર અને મન સંબંધી દેહ અને ચિતથી થનારા, હજારો દુખવ્યસનોથી=વિવિધ પીડા-આપત્તિઓથી, ભય પામેલા મુલિઓ=સાધુઓ જ્ઞાનરૂપી અંકુશ તેનાથી ઉશૃંખલ છતા રાગગજેન્દ્ર વિરોધ કરે છે આખ્ય અર્થાત અંકુશ વડે વશવર્તી કરે છે; કેમ કે
Page #65
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ / ગાથા-૨૭૪-૫ તેનું રાગનું, ભવહેતુપણું છે અને તેનું=ભવનું, દુખાત્મકપણું છે. આથી તેના ભીરુઓ-દુખથી ભય પામેલા, તેના કારણને જ આદિથી દુર્ગતિની પ્રાપ્તિની પૂર્વે જ, તોડે છે. ગાથામાં સારી માતા ષષ્ઠી વિભક્તિ છે એ પંચમીના અર્થમાં છે. ll૨૬૪ ભાવાર્થ -
ઉન્માદે ચડેલો હાથી સર્વત્ર વિનાશ કરે છે, તેમ આત્મામાં રાગની પરિણતિના સંસ્કારો, રાગની પરિણતિ આપાદક કર્મો અને બાહ્ય રાગ ઉબોધક નિમિત્તો જીવને ઉન્માદ પેદા કરાવીને સર્વ અકાર્ય કરાવે છે અને જેઓને નિર્મળ મતિ પ્રગટ થયેલી છે, તેવા મુનિઓ જગતના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે, તેથી તેઓ વિચારે છે કે રાગાદિની પરિણતિથી વર્તમાનમાં શારીરિક અને માનસિક દુઃખો થાય છે. વળી રાગથી બંધાયેલાં ક્લિષ્ટ કર્મો નરક-તિર્યંચગતિનાં દુઃખોની પરંપરાને પ્રગટ કરે તેવાં છે, તેથી વર્તમાનમાં રાગજન્ય દુઃખો અને ભાવિમાં થનારી રાગજન્ય દુઃખોની પરંપરા તેનાથી મુનિઓ ભય પામેલા હોય છે. તેથી મુનિઓ નિમિત્તને પામીને આત્મામાં ઉદ્ભવ પામતા ઉશૃંખલ એવા રાગરૂપી ગજને જ્ઞાનરૂપી અંકુશથી નિરોધ કરે છે અર્થાત્ સર્વજ્ઞના વચનાનુસાર તત્ત્વનું તે રીતે ભાવન કરે છે, જેથી તેઓની નિર્મળ મતિ સદા વીતરાગતાને અભિમુખ પ્રવર્તે, તેથી નિમિત્તોને પામીને પણ રાગનો ઉદ્ભવ ન થાય અને જે તે પ્રકારે જ્ઞાનથી આત્માને ભાવિત કરી શકતા નથી, તેઓ દુર્ગતિથી ભય પામેલા હોય, તોપણ બલવાન નિમિત્તને પામીને ઉન્માદને પામેલા રાગરૂપી ગજથી વિનાશ પામે છે. જેમ કુલવાલક મુનિ એકાંતમાં રહીને તપથી આત્માને ભાવિત કરતા હતા, છતાં વેશ્યાના તે પ્રકારના પ્રયત્નને વશ થઈને જ્યારે કામના ઉન્માદવાળા બન્યા, ત્યારે વેશ્યાના વચનથી પ્રેરાઈને ચેડા રાજાના નગરના નાશના ઉપાયરૂપે જિનેશ્વરના સુપનું ઉત્થાપન કરીને અનંત સંસાર પ્રાપ્ત કર્યો. તેથી જેઓ નિપુણ પ્રજ્ઞાપૂર્વક જ્ઞાનઅંકુશથી રાગનો વિરોધ કરે છે, તેઓ જ રાગના ઉપદ્રવથી સુરક્ષિત બને છે, નહિ તો વિનાશ પામે છે. IFરજા
અવતરલિકા :
रागनिग्रहश्च सम्यग्ज्ञानाद् भवत्यत एव तहातुः पूज्यतामाहઅવતરણિકાર્ય :
અને રાગનો નિગ્રહ સમ્યજ્ઞાનથી થાય છે, આથી તેના દાતાની પૂજ્યતાને કહે છે સમ્યજ્ઞાનના દાતાની પૂજાતાને કહે છે –
ગાથા -
सोग्गइमग्गपईवं, नाणं दितस्स हुज्ज किमदेयं ?। जह तं पुलिंदएणं, दिनं सिवगस्स नियगच्छिं ॥२६५।।
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૫
૪૯
ગાથાર્થ :
સુગતિના માર્ગના પ્રદીપ એવા જ્ઞાન આપનારાને શું અદેય હોય ? અર્થાત્ કંઈ ન આપવા યોગ્ય ન હોય, જે પ્રમાણે ભીલ વડે શિવને તે પોતાની ચક્ષ અપાઈ. ર૬પI. ટીકા :
सुगतिमार्गप्रदीपं निर्वाणपथप्रकाशकं ज्ञानं ददते भवेत् किमदेयं न किञ्चिज्जीवितमपि तस्मै दीयत इत्यर्थः । दृष्टान्तमाह-यथा तत्पुलिन्दकेन दत्तं शिव एव शिवकस्तस्मै निजमेव निजकं तच्च तदक्षि च तदिति ॥
अत्र कथानकम्कश्चिद्धार्मिको गिरिकन्दरे व्यन्तराधिष्ठितां शिवप्रतिमामपूपुजत् । प्रतिदिनं पार्श्वतः क्षिप्तां पूजाम् अवलोक्याऽसावथ ररक्ष यावद्, गृहीतवामकरकोदण्डः पुष्पव्यग्रदक्षिणकर उदकभृतगण्डूषः पुलिन्दकः समागत्य चरणेन पूजां प्रेर्य मुखविधृतजलगण्डूषण स्नपयित्वा परिपूज्य शिवं प्रणनाम । स तु हृष्टस्तेन साधु बहु जजल्प, गते तस्मिन् पुलिन्दे धार्मिकः शिवमुपालेभे, यदुतानेनाऽशुचिनाऽधमेन साधु जल्पसि, न मया । शिवोऽवोचत् प्रातर्विशेषं द्रक्ष्यसि । द्वितीयेऽहन्युत्खातललाटलोचनं शिवं दृष्ट्वा बहु रटित्वा स्थितो धार्मिकः, पुलिन्दकः पुनरागत्य मयि सलोचने कथं स्वामी निर्लोचन इत्युत्पाट्य स्वनयनं तत्र ददौ, शिवो धार्मिकं प्रत्याह-एवमहं प्रसीदामि, न बाह्यपूजामात्रेणेति, एवं ज्ञानप्रदेऽप्यान्तरो बहुमानः कार्य इति एतावतांशेन दृष्टान्तः इति ।।२६५।। ટીકાર્ય :
સુતિ ... અહાન્તઃ પ્રતિ | સગતિના માર્ગમાં પ્રદીપ એવા=નિવણપથનું પ્રકાશક એવા જ્ઞાનને જે આપે (તેને) શું અદેય થાય? અર્થાત કંઈ અદેય ન થાય, જીવિત પણ તેને અપાય, દષ્ટાંતને કહે છે – જે પ્રમાણે પુલિંદક વડે તે અપાયું, શિવ જ શિવક છે તેને=શિવને, નિજક તેeતે અક્ષિ, અલિ અપાયું=શિવને પોતાનાં ચક્ષ અપાયાં. આમાં કથાનક – કોઈક ધાર્મિક જીવ ગિરિની ગુફામાં વ્યંતરથી અધિષ્ઠિત થયેલી પ્રતિમાને પૂજતો હતો. હંમેશાં પડખેથી ફેંકાયેલી પૂજાને જોઈને જેટલામાં આaધાર્મિક, રક્ષણ કરતો હતો=પૂજા ફેંકાઈ જવાના કારણને શોધતો હતો, તેટલામાં ગ્રહણ કરાયેલા ડાબા હાથમાં ધનુષ્યવાળો પુષ્યમાં વ્યગ્ર જમણા હાથવાળા પાણીથી ભરેલા કોગળાવાળો પુલિદક ભીલ, આવીને પગ વડે પૂજાને ફેંકીને મુખમાં ધારણ કરાયેલા પાણીના કોગળા વડે કવરાવીને, પૂજન કરીને શિવને નમ્યો. તે=શિવ, ઘણા હર્ષિત થયા, તેની સાથે ઘણી વાત કરી, તે ગયે છતે ધાર્મિક શિવને ઠપકો આપ્યો. જે આ અપવિત્ર અધમ સાથે તું બોલે છે, મારી સાથે નથી બોલતો, શિવ બોલ્યા, સવારે વિશેષ
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૦
ઉપદેશમાલા ભાગ-૨/ગાથા-છપરછ
તું જઈશ, બીજા દિવસે ઉખાડેલા લલાટના લોચનવાળા શિવને જોઈને ધાર્મિક બહુ રડીને રહ્યો. ભીલે વળી આવીને લોચન સહિત હું હોતે છતે સ્વામી લોચન વગરના કેમ? એથી પોતાના નયનને ઉખાડીને ત્યાં આવ્યું. શિવે ધાર્મિક પ્રત્યે કહ્યું – આ રીતે હું પ્રસન્ન થાઉં છું, બાહ્ય પૂજા માત્રથી નહિ, આ પ્રમાણે શાન આપનારા ગુરુમાં પણ આંતર બહુમાન કરવું જોઈએ, એટલા અંશથી દષ્ટાંત છે. //ર૦પ ભાવાર્થ :
રાગનો નિગ્રહ સમ્યજ્ઞાનથી થઈ શકે છે અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે અને તેવું સમ્યજ્ઞાન નિર્વાણપથનું પ્રકાશક છે અને જે મહાત્માઓ શ્રોતાની પ્રજ્ઞાને અનુસાર સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરાવીને કઈ રીતે આત્મહિત સાધવું જોઈએ ? જેથી સંસારના પરિભ્રમણથી આત્માનું રક્ષણ થાય અને મોક્ષપ્રાપ્તિ સુધી અવિચ્છિન્ન પરંપરા દ્વારા અંતે પૂર્ણ સુખરૂપ મોક્ષ પ્રાપ્ત થાય, તેવા ઉત્તમ જ્ઞાનને આપે છે, તે મહાત્માને શું અદેય થાય ? અર્થાત્ જીવિત પણ આપવું જોઈએ અર્થાત્ આ મનુષ્યનો દેહ તુચ્છ અને અસાર છે. વળી તે મહાત્માએ જે આપ્યું છે, તેનાથી જીવને સુખની પરંપરા પ્રાપ્ત થવાની છે, તેથી તેનો ઉપકાર વાળવાનો કોઈ ઉપાય નથી. જીવિત પણ દેય છે, તેમાં દષ્ટાંતને કહે છે –
જેમ તે ભીલે શિવને પોતાની ચક્ષુ પણ આપી અર્થાત્ દેવતાથી અધિષ્ઠિત શિવની પ્રતિમાની પૂજા કરનાર ભીલે શિવને ચક્ષુરહિત જોઈને ભક્તિથી પોતાની ચક્ષુ કાઢીને આપે છે, તેમ સમ્યજ્ઞાન આપનાર ગુણસંપન્ન ગુરુને કંઈ અદેય નથી. ૨પ અવતરલિકા -
अन्यच्च
અવતરણિકાર્ય :અને બીજું જ્ઞાન આપનારનો વિનય આવશ્યક છે, તે સચવથી બતાવે છે –
ગાથા -
सीहासणे निसन्नं, सोवागं सेणिओ नरवरिंदो ।
विज्जं मग्गइ पयओ, इय साहुजणस्स सुयविणओ ।।२६६।। ગાથાર્થ -
શ્રેણિક રાજા સિંહાસન ઉપર બેઠેલા ચંડાળની પાસે વિનયપૂર્વક વિધા માગે છે, એ રીતે સાધુજનનો ચુતવિનય કરવો જોઈએ. પારકા ટીકા :सिंहासने निषण्णम् उपविष्टं श्वपाकं चण्डालं श्रेणिको नरवरेन्द्रो विद्यां 'मग्गइ' त्ति प्रार्थयते
Page #68
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૬૬
प्रयतः सविनयम्, इत्येवं साधुजनस्य यतिलोकस्य श्रुतविनयः, साधुभिः श्रुतं गृह्णद्भिस्तथा विनयः कार्य इति भावः ।
कथानकमधुना - श्रेणिकराजपत्न्याश्चेल्लणायाः समुत्पन्ने एकस्तम्भप्रासाददोहदे ऽभयाराधितदेवेन निर्मिते तस्मिन् सर्वर्तुकारामे तनिवासिनैव विद्यासिद्धमातङ्गेन सदोहदनिजभार्योदितेन विद्याबलाच्चोरितेषु तदाम्रेषु बृहत्कुमारीकथानकव्याजेनाभयकुमारेणोपलब्धे तस्मिंस्तस्करे राजा तमुवाचविद्यां देहि मे, नास्त्यन्यथा भवतो मोक्षः, प्रतिपन्नमनेन, ततः सिंहविष्टरोपविष्ट एव राजा तां पपाठ । बहुशोऽभ्यस्यमानापि सा न तस्थौ । चुक्रोध स तस्मै, अभयेनोक्तं- राजन्नायं न्याय:, अयं हि भवतां गुरुर्वर्तते, ततस्तं सिंहासनेऽवस्थाप्य स्वयं भूमिनिविष्टो विहितकरमुकुलस्तामेकवारया નપ્રાતિ ।।૬૬।।
૫૧
ટીકાર્થ ઃ
सिंहासने પ્રાદેતિ।। સિંહાસન ઉપર બેસાડેલા શ્વપાકને=ચંડાળને, શ્રેણિક રાજા વિદ્યાને વિનયપૂર્વક વિદ્યા માગે છે=પ્રાર્થના કરે છે, એ રીતે સાધુજનનો શ્રુતવિનય કરવો જોઈએ=શ્રુતને ગ્રહણ કરનારા સાધુઓએ તે પ્રકારે વિનય કરવો જોઈએ. હવે કથાનક
-
—
શ્રેણિક રાજાની પત્ની ચેલ્લણાને એક થાંભલાવાળા મહેલનો દોહલો ઉત્પન્ન થયે છતે અભયકુમારથી આરાધના કરાયેલા દેવ વડે સર્વ ઋતુના ફળ દેનારા બગીચાવાળો તે=એકદંડિયો મહેલ, નિર્માણ કરાયે છતે દોહલાવાળી પોતાની ભાર્યાથી પ્રેરાયેલા ત્યાં રહેનારા જ વિદ્યાસિદ્ધ ચંડાળ વડે વિદ્યાના બળથી તેની કેરીઓ ચોરાયે છતે બૃહત્સુમારીની કથાના નિમિત્તથી અભયકુમાર વડે તે ચોર પ્રાપ્ત કરાયે છતે રાજાએ તેને કહ્યું – અને તું વિદ્યા આપ, નહિ તો તારો છુટકારો નથી. આના વડે સ્વીકારાયું, ત્યારપછી સિંહાસન ઉપર બેઠેલા જ રાજા તેને ભણવા લાગ્યા. ઘણીવાર અભ્યાસ કરાતી પણ તે ન આવડી, તેરાજા, તેની ઉપર કોપાયમાન થયા, તેથી અભયકુમાર વડે કહેવાયું રાજન્ ! આ ન્યાય નથી, આ તમારો ગુરુ છે. તેથી તેને સિંહાસન ઉપર બેસાડીને, સ્વયં જમીન ઉપર રહેલા, કરની કરાયેલી અંજલીવાળા તેને એકવારથી ગ્રહણ કરો. ર૬૬ ભાવાર્થ ઃ
શ્રેણિક રાજા ચંડાળ પાસેથી વિદ્યા ગ્રહણ કરવા માટે ચંડાળને સિંહાસન પર બેસાડીને વિનયપૂર્વક પ્રાર્થના કરે છે. તેથી ઉચિત વિનયપૂર્વક ગ્રહણ કરાયેલી વિદ્યા સમ્યગ્ પરિણમન પામે છે. માત્ર શ્રવણ કે ગ્રહણથી પરિણમન પામતી નથી. તેમ કોઈ મહાત્મા ભગવાનના વચનનાં સૂક્ષ્મ રહસ્યો યથાવદ્ પ્રકાશિત કરતા હોય ત્યારે તેના શ્રવણ માત્રથી કે દૃઢ પ્રણિધાનપૂર્વક સાંભળવાની પ્રવૃત્તિ માત્રથી તેના તાત્પર્યનો બોધ થતો નથી, પરંતુ માત્ર શાબ્દિક બોધ થાય છે. વસ્તુતઃ જેને સર્વજ્ઞનાં તે વચનો પ્રત્યે અત્યંત આદર છે, તેવા સુસાધુઓ સર્વજ્ઞના વચનને કહેનારા મહાત્મા પ્રત્યે અંતરંગ ભક્તિનો પરિણામ ધારણ કરે તો જ તે સમ્યગ્નાન પ્રત્યે તે પ્રકારનો બહુમાનભાવ થાય અને જેઓ તે પ્રકારે અત્યંત વિનયપૂર્વક
Page #69
--------------------------------------------------------------------------
________________
પર
Gपटेशमा नाग-२| गाथा-299-29 ગ્રહણ કરતા નથી, તેઓને શાબ્દબોધ થાય તોપણ શ્રુત પ્રત્યે તે પ્રકારની ભક્તિ નહિ હોવાથી નિર્જરાનું કારણ બને તે પ્રકારે શ્રુત પરિણમન પામતું નથી, માટે સુસાધુઓએ શ્રુત ગ્રહણ કરતી વખતે તે પ્રકારનો ઉચિત વિનય કરવો જોઈએ. રજા सवतर :
एवमपि स्थिते यो दुर्बुद्धिर्गुरुं निह्नवीत तदोषमभिधित्सुराहअवतार्थ :
આમ હોવા છતાં પણ=જ્ઞાનપ્રદ ગુરુનો ઉચિત વિનય કરવો જોઈએ જેથી જ્ઞાન સમ્ય પરિણમન પામે એમ હોતે છતે પણ, જે દુબુદ્ધિ ગુરુનો અપલાપ કરે છે તેના દોષને કહેવાની (29वाले -
गाथा:
विज्जाए कासवसंतियाए, दगसूयरो सिरिं पत्तो ।
पडिओ मुसं वयंतो, सुयनिण्हवणा इय अपच्छा ।।२६७।। गाथार्थ :
કાશ્યપ સત્ય વિધાથી ઉદકજૂકર=ત્રિદંડી લક્ષ્મીને પામ્યો, મૃષાને બોલતો પડ્યો, આ રીતે શ્રતનિહ્નવણા અપવ્ય છે. ll૧૭ના टीका:___ अत्र कथानकं-कश्चित्रापितो विद्याबलाद्वियति वर्तमानया क्षरभाण्डिकया आस्ते स्म । ततस्तां विनयाद्विद्यामादाय कश्चिद्भागवतोऽन्यत्र गत्वा आकाशगतेन त्रिदण्डेन प्रतारयामास लोकान् । अन्येन पृष्टो भगवन् ! किमेतत्तपसो फलमुत विद्यायाः ? सोऽवादीद्-विद्यायाः, कुतोऽवाप्तेति पृष्टः सन् आह-हिमवगिरिनिवासिमुनेः । ततः स्वगुरुनिह्नवात्खाट्कृत्य त्रिदण्डं पपात, तत् हीलितश्चासौ जनैः ।
अधुनाक्षरार्थः - विद्यया काश्यपसत्कया हेतुभूतया उदकशूकरो नित्यस्नायित्वात् त्रिदण्डी श्रियं पूजालक्ष्मी प्राप्तः, पतितो मृषालीकं वदन्, गुर्वपलापेऽपि श्रुतं निलुतं भवतीति मत्वा आह-श्रुतनिह्नवनमित्येवमपथ्यं गाथायां स्त्रीलिङ्गनिर्देशः प्राकृतत्वादिति ।।२६७।। हार्थ:अत्र ..... प्राकृतत्वादिति ।। आमां स्थान -
Page #70
--------------------------------------------------------------------------
________________
પર
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૧૭-૨૧૮
કોઈક હજામ વિદ્યાના બળથી આકાશમાં વર્તતી ફુરભાંડિકા વડે રહેતો હતો, તેથી તે વિદ્યાને વિનયપૂર્વક ગ્રહણ કરીને કોઈક પરિવ્રાજક બીજા સ્થાને જઈને આકાશમાં રહેલા ત્રિદંડ વડે લોકોને ઠગવા લાગ્યો. અન્ય વડે= ઘરથ રાજા વડે, પુછાયો – ભગવન્! શું આ તપનું ફળ છે કે વિદ્યાનું?તે બોલ્યો – વિદ્યાનું, ક્યાંથી મેળવાઈ? એ પ્રમાણે પુછાયો છતો કહે છે – હિમવદ્ ગિરિ ઉપર રહેનારા મુનિ પાસેથી, તેથી પોતાના ગુરુને ઓળવવાથી ધડાક કરતું ત્રિદંડ પડ્યું. તેથી આ=પરિવ્રાજક, લોકો વડે હીલના કરાયો.
હવે અક્ષરાર્થ – કાશ્યપ સંબંધી=હેતુભૂત એવી, વિદ્યાથી ઉદકજૂ કર=હંમેશાં સ્નાન કરવાપણું હોવાથી ત્રિદંડી, પૂજાલક્ષ્મીને પામ્યો. મૃષાને બોલતો પડ્યો, ગુરુના અપલાપમાં પણ શ્રુતનો અપલાપ કરાયેલો થાય છે, એ પ્રકારે માનીને કહે છે – આ રીતે=ગુરુનો અપલાપ કરીને શ્રુતનો અપલાપ કરવો એ રીતે, વ્યુત નિફ્લવન અપથ્ય છે, ગાથામાં મૃતનિશ્તવના એ પ્રમાણે સ્ત્રીલિંગનિર્દેશ પ્રાકૃતપણાને કારણે છે. ૨૬શા ભાવાર્થ :
હજામ પાસેથી વિદ્યાને ગ્રહણ કરીને ઉદકજૂકર ખ્યાતિને પામ્યો અને અસત્ય બોલીને વિદ્યાગુરુને ઓળવવાથી તે ત્રિદંડ આકાશમાંથી પડ્યો. એ રીતે કૃતનિહ્નવ પણ અપથ્ય છે. આશય એ છે કે કોઈક ત્રિદંડીએ હજામ પાસેથી પોતાના દંડને આકાશમાં રાખવાની વિદ્યા પ્રાપ્ત કરી, પરંતુ તે વિદ્યા હજામ પાસેથી પ્રાપ્ત કરી છે, તેમ કહેવામાં તેને લજ્જા આવી, તેથી કૈલાસમાં રહેનારા કોઈ મુનિ પાસેથી પ્રાપ્ત થઈ, તેમ પારથ રાજાને કહ્યું. તેથી વિદ્યાગુરુના અપલાપથી તે વિદ્યા નિષ્ફળ બની. તે રીતે જેઓ ગુણવાન ગુરુ પાસેથી વિદ્યા પામ્યા પછી તેનાથી મને પ્રાપ્ત થઈ છે, તેમ કહેવામાં નાનપ લાગે ત્યારે તેવા સામાન્ય ગુરુ પાસેથી મને આ શ્રુત પ્રાપ્ત થયું છે, તેમ ન કહે, પરંતુ અન્ય કોઈ વિશિષ્ટ ઋષિ પાસેથી મને આ પ્રાપ્ત થયું છે, એમ કહી મૂળ ગુરુનો અપલાપ કરે તો શ્રુતની આશાતના થવાથી તે કૃતનું વાસ્તવિક ફળ તેને પ્રાપ્ત થાય નહિ, પરંતુ શ્રુતની આશાતનાજન્ય પાપબંધ થાય અને વર્તમાનમાં પણ તેનાથી જન્ય પાપપ્રકૃતિ ઉદયમાં આવે તો અનર્થોની પ્રાપ્તિ થાય. IIળા અવતરણિકા :किमित्येवं गुरुः पूज्यते इत्युच्यते महोपकारित्वात् । तथाहिઅવતરણિકાર્ય :
કયા કારણથી આ પ્રકારે=ગાથા-૨૬૫થી અત્યાર સુધી બતાવ્યું એ પ્રકારે, ગુરુ પુજાય છે? એથી કહેવાય છે – મહાઉપકારીપણું હોવાથી, તે આ પ્રમાણે – ગાથા :
सयलम्मि वि जियलोए, तेण इहं घोसिओ अमाघाओ । इक्कं पि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ।।२६८।।
Page #71
--------------------------------------------------------------------------
________________
પ૪
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૬૮-૨૯
ગાથાર્થ :
સકલ પણ જીવલોકમાં તેના વડે તે મહાત્મા વડે, અમારિ ઘોષિત કરાયો, જે એક પણ દુઃખાર્ત જીવને જિનવચનનો બોધ પમાડે છે. ll૧૮l ટીકા :
सकलेऽपि समस्तेऽपि जीवलोके तेन महात्मना इह घोषितो वाक्पटहेन अमाघातो अमारिरित्यर्थः । एकमपि किं पुनर्बहून्, यो दुःखार्तं सत्त्वं जीवं बोधयति जिनवचने भगवद्वचोविषये इति, स हि बुद्धः सन् सर्वविरतो मोक्षंगतो वा यावज्जीवं सकलकालं वा सर्वजन्तून् रक्षतीति भावना ।।२६८।। ટીકાર્ય :
સનેડપિ... માવના | સકલ પણ=સમસ્ત પણ, જીવલોકમાં તે મહાત્મા વડે અહીં=સંસારમાં, અમાઘાત અમારિ, ઘોષિત કરાયો–વાણી પડહથી ઘોષિત કરાયો, એકને પણ શું વળી ઘણાને જે દુઃખાતે જીવને જિનવચનનો=ભગવાનના વચન વિષયક બોધ પમાડે છે, તે જીવ બોધ પામ્યો છતો સર્વ વિરત થયેલો અથવા મોક્ષમાં ગયેલો જીવે ત્યાં સુધી અથવા સકલ કાલ સર્વ પ્રાણીઓનું રક્ષણ કરે છે. ૨૬૮ ભાવાર્થ :
જે મહાત્મા ભગવાનના વચનના સૂક્ષ્મ રહસ્યને જાણનારા હોય તે મહાત્મા યોગ્ય જીવની યોગ્યતાનો નિર્ણય કરીને તેની યોગ્યતા અનુસાર તેને બોધ કરાવે. જેથી તે જીવને જિનવચનના પરમાર્થની પ્રાપ્તિ થાય, તેના કારણે તે જીવને સર્વજ્ઞનું વચન વર્તમાનમાં ક્લેશનો નાશ કરીને કઈ રીતે સુખનું કારણ છે અને પરલોકમાં સુદેવરૂપ સુગતિમાં સ્થાપન કરીને કઈ રીતે સુખનું કારણ છે અને અંતે સર્વ ઉપદ્રવ રહિત મોક્ષપ્રાપ્તિનું કારણ છે, તેનો પારમાર્થિક બોધ થાય તો જીવમાત્ર સુખના અર્થી હોવાથી તે પ્રકારના બોધને કારણે તે જીવને સર્વથા સુખના ઉપાયભૂત જિનવચન પ્રત્યે અત્યંત રુચિ થાય છે. તે રીતે બોધ કરાવનાર કોઈ મહાત્મા એક પણ જીવને જિનવચનનો પારમાર્થિક બોધ કરાવે તો તે મહાત્માએ ચૌદ રાજલોકમાં અમારિપડહનું વાદન કર્યું છે, કેમ કે જ્યારે તે જીવ તે યથાર્થ બોધને કારણે સર્વવિરતિને પામશે, ત્યારે માવજીવ છે કાયનું રક્ષણ કરશે અને મોક્ષમાં જશે ત્યારે સર્વકાલ સર્વ જીવોનું રક્ષણ કરશે. તેથી સર્વ કાલ માટે તેના તરફથી અમારિ પ્રવર્તન થશે. ૨૬૮II અવતરણિકા - વિશ્વઅવતરણિતાર્થ - વળી અન્ય શું ? તે કહે છે –
Page #72
--------------------------------------------------------------------------
________________
પદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૧૯-૨૭૦
կ
ગાથા :
सम्मत्तदायगाणं, दुप्पडियारं भवेसु बहुएसु ।
सव्वगुणमेलियाहि वि, उवयारसहस्सकोडीहिं ।।२६९।। ગાથાર્થ :
ઘણા ભવોમાં સર્વગુણમિલિત પણ ઉપકારના હજારો કરોડો વડે સખ્યત્વ આપનાર ગુરુનો બદલો વાળવો અશક્ય છે. ll૧૯ll ટીકા :
सम्यक्त्वदायकानां विशिष्टदेशनया सम्यग्भावसम्पादकानां दुष्प्रतिकारं प्रतिकर्तुमशक्यं भवेषु बहुषु वर्तमानाभिः सर्वगुणमीलिताभिरपि द्विगुणादिभिर्यावदनन्तगुणाभिरपीत्यर्थः । उपकारसहस्रकोटिभिर्न कथञ्चित् तेषां प्रत्युपकर्तुं पार्यत इत्याकूतम् ।।२६९।। ટીકાર્ય -
સગર .... ચાલૂતમ્ સમ્યક્ત દેનારા ગુરુનોત્રવિશિષ્ટ દેશનાથી સભ્ય ભાવને પ્રાપ્ત કરાવનારા ગુરુનો, ઘણા ભવોમાં સર્વગુણમિલિત એવા દ્વિગુણાદિથી માંડીને અનંતગુણ એવા, ઉપકારના હજાર કરોડો વડે કોઈ રીતે તેઓનો પ્રત્યુપકાર કરવાનું શક્ય નથી. ૨૬૯ ભાવાર્થ
પૂર્વગાથામાં કહ્યું કે કોઈ મહાત્મા એક જીવને પણ જિનવચનનો બોધ કરાવે, તેણે સકલલોકમાં અમારિ પ્રવર્તન કરાવ્યું છે, એની તુલ્ય જ તે ઉપકારમાં અન્ય શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – - કોઈ મહાત્માએ જે જીવને વિશિષ્ટ દેશના દ્વારા સમ્યક્તની પ્રાપ્તિ કરાવી છે અર્થાત્ જિનવચનને સ્પર્શે તેવો બોધ કરાવ્યો છે, તેવા ઉપકારી ગુરુ પ્રત્યે તે જીવ ઘણા ભવો સુધી ઘણા પ્રકારના હજારો ક્રોડો ઉપકાર કરે તો પણ તેનો બદલો વાળી શકાતો નથી; કેમ કે ઉન્માર્ગમાં રહેલા જીવને સન્માર્ગની પ્રાપ્તિ અતિદુષ્કર હતી, તેવા જીવને તે મહાત્માએ માર્ગનો બોધ કરાવ્યો છે. તે પ્રકારનો ઉપકાર તે જીવ કોઈ રીતે તે મહાત્મા પ્રત્યે કરી શકે નહિ. કદાચ બાહ્ય વૈયાવચ્ચ આદિ કૃત્ય કરે, પોતાનો કૃતજ્ઞતા ગુણ અભિવ્યક્ત કરે, ઘણા ભવો સુધી અનેક પ્રકારનાં કૃત્યો કરે તો પણ પોતાને જે માર્ગની પ્રાપ્તિ થઈ, તેના કારણે સંસારના ઉપદ્રવોથી જે રક્ષણ થયું, તેવું રક્ષણ તે મહાત્માનું તે જીવ કરી શકે નહિ, માટે એવા ગુરુનો ઉપકાર દુષ્પતિકાર છે. રક્ષા અવતરણિકા - कथमेतद् ? बृहद्गुणत्वात्तस्य तथाहि
Page #73
--------------------------------------------------------------------------
________________
પs.
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૦
અવતરણિકાર્ય :
આ કેવી રીતે છે ?=સમ્યક્ત આપનારા ગુરુનો બદલો કોઈ રીતે વાળી શકાતો નથી, તે કેવી રીતે છે ? એથી કહે છે – તેનું–માર્ગદાયક ગુણનું બૃહદ્ ગુણપણું =અન્ય સર્વ ગુણો કરતાં અધિક ગુણપણું છે – તે આ પ્રમાણે,
ગાથા :
सम्मत्तम्मि उ लद्धे, ठइयाइं नरय तिरियदाराइं ।
दिव्वाणि माणुसाणि य मोक्खसुहाई सहीणाई ॥२७०।। ગાથાર્થ -
વળી સખ્યત્વ પ્રાપ્ત થયે છતે નરક-તિર્યંચનાં દ્વારો બંધ કરાયાં, દેવલોકનાં, મનુષ્યનાં અને મોક્ષનાં સુખો સ્વાધીન કરાયાં. II૨૭૦ll ટીકાઃ
सम्यक्त्वे तत्त्वार्थश्रद्धानलक्षणे, तुशब्दादबद्धायुष्केण लब्धे सति स्थगितानि पिहितानि नरकतिर्यग्द्वाराण्युपलक्षणत्वात् तद्गतिदुःखानि भवन्ति, तदनेनास्यानर्थविघातित्वमुक्तम्, अधुनार्थसम्पादकत्वमाह-दिव्यानि स्वर्गजानि मानुषाणि च मर्त्यप्रभवानि सुखानीति शेषः । चशब्दस्य व्यवधानसम्बन्धान्मोक्षसुखानि च स्वाधीनानि आत्मायत्तानीति ।।२७०।। ટીકાર્ય :
સીત્તે .... ગાભાવેત્તા નીતિ | તત્વાર્થની શ્રદ્ધારૂપ સખ્યત્વ પ્રાપ્ત થયે છતે, તુ શબ્દથી અબદ્ધ આયુષ્કવાળા પુરુષથી સખ્યત્વ પ્રાપ્ત કરાવે છતે નરક-તિર્યંચનાં દ્વારો ઢાંકી દેવાયાં, ઉપલક્ષણપણું હોવાથી તે ગતિનાં દુઃખો બંધ કરાયેલાં થાય છે. તેથી આના દ્વારા આનું સખ્યત્વનું, અનર્થવિઘાતીપણું કહેવાયું. હવે અર્થના=પ્રયોજનના, સંપાદકપણાને કહે છે – દિવ્ય સુખો–દેવલોકનાં સુખો, મનુષ્યનાં સુખો અને મોક્ષનાં સુખો સ્વાધીન પોતાને આધીન, કરાયા, શબ્દનો વ્યવધાનથી સંબંધ છે. તેથી મોવર લુહારું પછી યોજના છે. ૨૭૦I ભાવાર્થ
કોઈ મહાત્મા યોગ્ય જીવને ભગવાનના વચનના પારમાર્થિક તત્ત્વનો બોધ થાય, તેવો ઉપકાર કરે તે ઉપકાર દુષ્પતિકાર કેમ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
જે જીવને સમ્યક્તની પ્રાપ્તિ થઈ, તે જીવ પૂર્વમાં આયુષ્ય બાંધ્યું ન હોય તો પ્રાપ્ત થયેલા સમ્યક્તના બળથી નરક અને તિર્યંચનું આયુષ્ય બાંધે નહિ, તેથી જો તે જીવ પ્રાપ્ત થયેલા સમ્યક્તને દૃઢ યત્નપૂર્વક સ્થિર કરે તો દુર્ગતિના સર્વ અનર્થોથી સદા માટે રક્ષિત થાય છે અને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી
Page #74
--------------------------------------------------------------------------
________________
પ૭
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૦-૨૭૧ દેવલોકનાં અને મનુષ્યનાં સુખો પ્રાપ્ત કરે છે, અંતે મોક્ષસુખને પ્રાપ્ત કરે છે, તેથી સર્વ અનર્થોના નિવારણપૂર્વક એકાંતે સુખની પરંપરાનું કારણ એવું સમ્યક્ત જે મહાત્માથી પ્રાપ્ત થયું તે એવો ઉપકાર છે, જેવા અન્ય કોઈ ઉપકાર નથી. તેથી અન્ય અન્ય પ્રકારના ક્રોડો ઉપકાર સમ્યક્ત આપનારા મહાત્માના કોઈ કરે તોપણ સમ્યક્તના દાનથી થયેલો ઉપકાર દુષ્પતિકાર જ છે. II૭ના અવતરલિકા :
यथा च मोक्षसुखानि तद्वतः स्वायत्तानि तथाऽऽहઅવતરણિકાર્ય :
અને જે પ્રમાણે તદ્વાનને સમ્યક્તવાળાને, મોક્ષસુખો સ્વાધીન છે, તે પ્રમાણે કહે છે – ગાથા :
कुसमयसुईण महणं, सम्मत्तं जस्स सुट्टियं हियए ।
तस्स जगुज्जोयकरं, नाणं चरणं च भवमहणं ॥२७१।। ગાથાર્થ:
કુશાસ્ત્રની કૃતિઓનું મથન કરનાર સમ્યક્ત જેના હૈયામાં સ્થિત છે, તેને જગતને ઉધોત કરનાર જ્ઞાન અને ભવનું મથન કરનાર ચાસ્ત્રિ થાય છે. ર૭૧ ટીકા -
कुसमयश्रुतीनां कुत्सितागमाकर्णनानां मथनं विलोडकं तद्विमईक्षममिति यावत्, सम्यक्त्वं यस्य सुस्थितं हृदये तस्य जगदुद्द्योतकरं ज्ञानं केवलालोकरूपं चरणं च सर्वसंवररूपं भवमथनं संसारक्षयकारि भवत्येवेत्यध्याहारः ।
तदनेनाक्षेपमोक्षसाधकयोःज्ञानचरणयोर्दर्शने सति तद्भवेऽन्यत्र वाऽवश्यम्भावात् तत् प्रधानમિતિ નક્ષયતિ પાર૭ા ટીકાર્ય :
ગુજરકૃતીનાં ક્ષત્તિ | કુસમયની કૃતિનું કુત્સિત આગમના શ્રવણનું, મથવ=વિલોડક તેના વિમર્દનમાં સમર્થ એવું, સમ્યક્ત જેના હદયમાં સ્થિત છે, તેને જગતને ઉઘાત કરનાર કેવલાલોક રૂપ જ્ઞાન અને ભવનું મથન કરનાર ચરણ=સંસારના ક્ષયને કરનાર સર્વ સંવરરૂપ ચારિત્ર થાય છે જ, તેથી આના દ્વારા=સમ્યક્ત પ્રાપ્ત થયા પછી જ્ઞાન-ચારિત્ર થાય છે જેના દ્વારા, દર્શન હીતે છત=સમ્યગ્દર્શન થયે છતે, તે ભવમાં કે અન્ય ભવમાં અક્ષેપ મોક્ષસાધક એવા જ્ઞાન-ચારિત્રનું અવસ્થંભાવપણું હોવાથી તે પ્રધાન છે=સમ્યગ્દર્શન રત્નત્રયમાં પ્રધાન છે. એ પ્રમાણે જણાય છે. ૨૭ના
Page #75
--------------------------------------------------------------------------
________________
પ૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૧-૨૭૨ ભાવાર્થ :
જે જીવોના ચિત્તમાં જિનવચન યુક્તિ અને અનુભવથી યથાર્થ સ્થિત થયેલું છે, તે જીવમાં સમ્યક્ત સુસ્થિત છે અને તેવું સમ્યક્ત કુત્સિત આગમના શ્રવણનું મથન કરનાર છે; કેમ કે જેને જિનવચનના પરમાર્થનો બોધ છે, તેને સર્વજ્ઞનું વચન કઈ રીતે જિનતુલ્ય થવાનું એક કારણ છે તેનો પરમાર્થ દેખાય છે, તેથી અન્ય દર્શનના યથાતથા પ્રલાપો કે સ્વદર્શનમાં વર્તતા સ્યાદ્વાદને અવલંબીને કરાતા યથાતથા પ્રલાપો બુદ્ધિમાં સ્પર્શતા જ નથી, પરંતુ નિર્મળ ગતિને કારણે તે વિપરીત પ્રરૂપણા તેને અસાર જ જણાય છે અને જે જીવને વીતરાગનું વચન કઈ રીતે જીવને વીતરાગતા પ્રત્યે પ્રવર્તાવીને મોક્ષનું કારણ છે, તેનો પરમાર્થ દેખાય છે, તે જીવને અવશ્ય અલ્પકાળમાં ભવના નાશનું કારણ એવું યોગનિરોધ રૂપ ચારિત્ર અને કેવળજ્ઞાન થાય છે, ફક્ત વીર્યનો પ્રકર્ષ થાય તો આ ભવમાં જ કેવળજ્ઞાન થાય. જેમ નાગકેતુને ભગવાનની પૂજા કરતાં કરતાં વીર્યનો પ્રકર્ષ થયો તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. વળી કેવળજ્ઞાનનાં બાધક પ્રચૂર કર્યો હોય, તોપણ તે મહાત્મા અવશ્ય પરિમિત ભવોમાં જ યોગનિરોધ અને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરશે, માટે સર્વ પ્રકારના કલ્યાણની પરંપરાનું કારણ સમ્યગ્દર્શન જ છે. માટે નિર્મળ મતિપૂર્વક જિનવચનના તાત્પર્યને જાણવા માટે, જાણીને ભાવન કરવા માટે અને ભાવન કરીને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ, જેથી પ્રાપ્ત થયેલા સમ્યક્તને કારણે મોક્ષનાં સુખો સ્વાધીન બને. ll૨૭૧ાા અવતરણિકા :
मोक्षसाधने तु त्रितयमपि व्याप्रियत इत्याहઅવતરણિકાર્ય :વળી મોક્ષને સાધવામાં ત્રિતય પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણે પણ, વ્યાપારવાળા થાય છે, એને
ગાથા -
सुपरिच्छियसम्मत्तो नाणेणालोइयत्थसम्भावो ।
निव्वणचरणाउत्तो इच्छियमत्थं पसाहेइ ॥२७२।। ગાથાર્થ :
સુપરિચ્છિત સખ્યત્વવાળો, જ્ઞાન વડે જોવાયેલા પદાર્થના સભાવવાળો, નિર્વણ ચારિત્રથી યુક્ત પુરુષ ઈચ્છિત અર્થને સાધે છે. ll૨૭શા ટીકા -
शोभनं परिच्छितं छो छेदने (पा.धा. ११४१) इति धातोः परिच्छेदो यस्मिन् तत् तथा सुपरिच्छितं सम्यक्त्वं यस्येति समासः, दृढसम्यग्दर्शनः सन् ज्ञानेनालोकितार्थसद्भावः प्रकाशितजीवादितत्त्वो
Page #76
--------------------------------------------------------------------------
________________
પ૯
ઉપદેશમાલા ભાગ- ૨ | ગાથા-૨૭૯૨-૨૭૩ निव्रणचरणाऽऽयुक्तो निरतिचारचारित्रोपेतः, किम् ? इष्टमर्थं मोक्षं प्रसाधयतीति तदिदमवेत्य मोक्षाक्षेपिणि दर्शनेऽप्रमादिना भाव्यम्, प्रमादात् तन्मालिन्योपपत्तेः ।।२७२।। ટીકાર્ય :
શોખ .... ૩૫. . શોભન પરિચ્છિત “છો' છેદનમાં (પા.ધા. ૧૧૪૧) એ પ્રકારે ધાતુથી પરિચ્છેદ છે જેમાં તે તેવું છેઃસુપરિચ્છિતિવાળું છે, સુપરિચ્છિત સખ્યત્વ છે જેને એ પ્રકારે સમાસ છે–દઢ સમ્યગ્દર્શનવાળો છતો જ્ઞાન વડે જોડાયેલા અર્થના સભાવવાળો=પ્રકાશિત થયેલા જીવાદિ તત્વવાળો, વ્રણ વગરના ચારિત્રથી યુક્ત=નિરતિચાર ચારિત્રથી યુક્ત, શું? એથી કહે છે – ઇષ્ટ અર્થરૂપ મોક્ષને સાધે છે, તેથી આને જાણીને ઈષ્ટ અર્થરૂપ મોક્ષને સાધે છે એને જાણીને, મોક્ષનો આક્ષેપ કરનાર એવા દર્શનમાં અપ્રમાદી થવું જોઈએ; કેમ કે પ્રમાદથી તેના=સમ્યગ્દર્શનના માલિત્યની ઉપપત્તિ છે. ર૭૨ ભાવાર્થ -
જે મહાત્માએ શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર સંસાર, મોક્ષ અને મોક્ષના ઉપાયરૂપ તત્ત્વ સુપરિચ્છિત કર્યું છે યથાર્થ જાણ્યું છે, એવો સમ્યક્તવાળો જીવ ભગવાનના વચનના રહસ્યને સૂક્ષ્મસૂક્ષ્મતર જાણવા સતત યત્ન કરે છે અને સમ્યજ્ઞાનના બળથી તે મહાત્મા જીવાદિ અર્થોના સભાવવાળો બને છે અને તેવો યથાર્થ બોધ થયા પછી શક્તિ અનુસાર ચારિત્રમાં યત્ન કરે અને અતિચાર રહિત ચારિત્રનું પાલન કરે તો ઇષ્ટ અર્થરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી સમ્યમ્ રીતે સેવાયેલું રત્નત્રય મોક્ષ અર્થનું પ્રસાધક છે. આથી સમ્યગ્દર્શન મોક્ષનો આક્ષેપ કરનાર છે; કેમ કે જેના હૈયામાં સમ્યગ્દર્શન સ્થિર થાય છે, તે મહાત્મા શક્તિ અનુસાર ચારિત્રમાં યત્ન કરવા અવશ્ય ઉત્સાહિત થાય છે; કેમ કે જ્ઞાન-ચારિત્રની વૃદ્ધિ તેને વર્તમાનમાં સુખરૂપે જણાય છે. આગામી કાળમાં પૂર્ણ સુખના ઉપાયરૂપ જણાય છે, તેથી સુખનો અર્થી જીવ નિર્મળ સમ્યક્તના બળથી સુખના ઉપાયના રહસ્યને જાણતો થાય તો અવશ્ય રત્નત્રયની પ્રાપ્તિ કરીને સુખની પરંપરાને પ્રાપ્ત કરે છે, એથી સમ્યગ્દર્શન મોક્ષપ્રાપ્તિમાં પ્રબળ કારણ છે, માટે જીવે સમ્યગ્દર્શનમાં અપ્રમાદથી યત્ન કરવો જોઈએ અર્થાત્ સંસારનું વાસ્તવિક સ્વરૂપ, મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ અને તેનો ઉપાય સુદેવ, સુગુરુ અને સુધર્મનું સેવન છે, એ પ્રકારે નિપુણપ્રજ્ઞાથી અવલોકન કરીને તેનાથી આત્માને ભાવિત કરવો જોઈએ, જેથી સમ્યગ્દર્શનમાં મલિનતા ન થાય. જેઓ સમ્યગ્દર્શન પામ્યા પછી પણ તે પ્રકારે અપ્રમાદ કરતા નથી, તેમના સમ્યગ્દર્શનમાં માલિન્યની પ્રાપ્તિ થાય છે, તેથી પાત થવાની પણ સંભાવના રહે છે, માટે સુખના અર્થીએ સર્વ પ્રકારની સુખની પરંપરાનું કારણ એવા સમ્યગ્દર્શનને વજની ભીંત જેવા દઢ ક્ષયોપશમભાવવાળું કરવા યત્ન કરવો જોઈએ. ૨૭શા અવતરણિકા -
રાહ ય
Page #77
--------------------------------------------------------------------------
________________
५०
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૭૩
અવતરણિકાર્થ :
અને કહે છે=પ્રમાદથી સમ્યક્ત્વમાં માલિત્યની ઉપપત્તિ છે. એને દૃષ્ટાંતથી કહે છે
ગાથા:
जह मूलताणए पंडुरम्मि दुव्वन्नरागवन्नेहिं ।
बीभत्सा पडसोहा इय सम्मत्तं पमाएहिं ।। २७३ ।।
ગાથાર્થ ઃ
જે પ્રમાણે મૂળ તાંતણા છે સફેદ જેમાં એવા વસ્ત્રમાં દુષ્ટ વર્ણના રંગવાળા તાંતણાઓથી વસ્ત્રની શોભા બીભત્સ થાય છે, એ રીતે પ્રમાદ વડે સમ્યક્ત્વ બીભત્સ થાય છે. II૨૭૩II
ટીકા ઃ
यथा मूलतानके प्रथमसूत्ररचनारूपे पाण्डुरे धवले सत्यपि दुष्टो वर्णश्छाया यस्य स चासौ रागश्च तद्वर्णेः पश्चात्तानकैरिति गम्यते, किं ? बीभत्सा विरूपा पटशोभा भवतीत्येवं सम्यक्त्वं प्रमादैः कषायादिभिर्मूले शुद्धमपि लब्धं पश्चान्मलिनतां यातीति ।।२७३ ।।
ટીકાર્થ ઃ
यथा યાતીતિ !! જે પ્રમાણે પ્રથમ સૂત્ર રચનારૂપ તાંતણા પાંડુર હોતે છતે પણ=સફેદ હોતે છતે પણ, દુષ્ટ વર્ણ=છાયા છે જેને એવો આ રાગ દુષ્ટવર્ણ છાયારાગ તેના વર્ગોથી=પાછળના તાંતણાઓથી, બીભત્સરૂપવાળી પટની શોભા થાય છે–વિરૂપ પટ થાય છે, એ પ્રમાણે પ્રમાદ વડે=કષાયાદિ વડે, મૂળમાં શુદ્ધ પણ પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ પાછળથી મલિનતાને પામે છે. II૨૭૩।। ભાવાર્થ:
કોઈક પુરુષ સુંદર પટ કરવા માટે પ્રથમ સફેદ તાંતણાઓથી પટ નિર્માણ કરે, ત્યાર પછી દુષ્ટ છાયાવાળા રાગથી તેને મલિન કરે તો મલિન થયેલા તે તંતુઓ વડે પટની શોભા બીભત્સ થાય છે અર્થાત્ અત્યંત સફેદ વસ્ત્ર પણ પાછળથી મલિન સામગ્રીથી મલિનતાને પામે છે, તેમ કોઈ જીવને વિવેકપૂર્વક બોધ કરાવનાર મહાત્માનો યોગ થયો હોય તો શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર સંસારની વ્યવસ્થા, મોક્ષનું સુખ અને તેના ઉપાયરૂપ ધર્મનું પારમાર્થિક સ્વરૂપ તેનો બોધ તે મહાત્મા કરાવે, તેનાથી તે જીવને નિર્મળ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. જેમ તે પટ સુંદર તાંતણાઓથી બનાવાય તો સુંદર દેખાય છે, છતાં પાછળથી મલિનતા આપાદક સામગ્રીથી મલિન થાય છે, તેમ તે જીવ પ્રમાદને વશ કષાયના વ્યાપારવાળો રહે તો પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ પણ મલિનતાને પામે છે. જેમ વી૨ ભગવાને નયસારના ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, મરીચિના ભવમાં સંયમ ગ્રહણ કર્યું, ત્યારપછી સંયમપાલનની અસમર્થતા જણાવાથી ત્રિદંડીનો વેશ ધારણ કર્યો, છતાં જિનવચનમાં તીવ્ર પક્ષપાત હતો, તો સમ્યક્ત્વ
Page #78
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૩, ૨૭૪-૨૭૫-૨૭૬.
મલિન થયું નહિ, પરંતુ શિષ્યના લોભથી ઉત્સુત્ર ભાષણ કર્યું, ત્યારે પ્રમાદથી સમ્યક્તનો નાશ થયો. તો વળી કેટલાક જીવો તે પ્રકારનો પ્રમાદ ન કરે, તોપણ પ્રાપ્ત થયેલા સમ્યક્તના શોધન અર્થે વિશેષ વિશેષતર તત્ત્વનું ભાવન ન કરે તો ધીરે ધીરે નિર્મળ પણ સમ્યક્ત મલિનભાવને પામે છે. ll૧૭ અવતરણિકા -
किञ्च-तत्र प्रमादिनो गाढमप्रेक्षापूर्वकारिता, तस्य नियमतो वैमानिकायुष्कबन्थहेतुत्वं लक्षयतः स्वल्पेन बहुहारणात् । यतःઅવતરણિકાર્ય :
વળી તેમાં સમ્યક્તમાં, પ્રમાદીની ગાઢ અપેક્ષાપૂર્વકારિતા છે; કેમ કે તેનું સખ્યત્વનું, નિયમથી વૈમાનિક આયુષ્યના બંધનું હેતુપણું જાણતા એવા તેને સ્વલ્પ વડે બહુનો નાશ છે, જે કારણથી કહે છે – ભાવાર્થ:
વળી જેઓ ભગવાનના શાસનના પરમાર્થને જાણે છે, તેમને સ્પષ્ટ બોધ છે કે સમ્યગ્દષ્ટિ જીવ નિયમથી વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે, આમ છતાં તુચ્છ બાહ્ય પદાર્થોમાં મોહ કરીને જેઓ સમ્યક્તને ઉજ્વલ રાખવામાં પ્રમાદ કરે છે, તેઓ અત્યંત અવિચારક છે; કેમ કે તુચ્છ એવા વર્તમાનના ક્ષણિક સુખને વશ થઈને વૈમાનિક દેવલોકના મહાસુખને હારી જાય છે. આથી જ વર્તમાનમાં અસાર એવા મનુષ્યભવના ભોગોમાં ગાઢ આસક્તિ કરીને દીર્ઘકાળના દેવલોકનાં ઉત્તમ સુખોનો વિનાશ કરે છે, તે બતાવવા માટે ત્રણ ગાથાથી કહે છે –
ગાથા -
नरएसु सुरवरेसु य, जो बंधइ सागरोवमं इक्कं ।
पलिओवमाण बंधइ, कोडिसहस्साणि दिवसेणं ॥२७४।। ગાથાર્થ :
નરકના વિષયમાં અને દેવલોકના વિષયમાં જે એક સાગરોપમનું આયુષ્ય બાંધે છે, તે એક દિવસ વડે હજાર ક્રોડ પલ્યોપમના દલિકોને બાંધે છે. ll૨૭૪TI ટીકા -
नरकेषु सुरवरेषु च सुरप्रधानेषु देवलोकेष्वित्यर्थः यो बध्नाति सागरोपममागमप्रतीतमेकं स पल्योपमानां बध्नाति कोटिसहस्राणि दिवसेन दशपल्योपमकोटाकोटिरूपत्वा तस्येति ।।२७४।। ટીકાર્ય :
નરy... તતિ | નરકના વિષયમાં કે દેવલોકના વિષયમાં સુરપ્રધાન દેવલોકના વિષયમાં,
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૪-૨૭૫-૨૭૬
જે આગમપ્રતીત એક સાગરોપમ આયુષ્યને બાંધે છે, તેzતે જીવ, એક દિવસ વડે હજાર કોડ પલ્યોપમના દલિકોને બાંધે છે; કેમ કે તેનું સાગરોપમનું, દશ કોડાકોડી પલ્યોપમરૂપપણું છે. ર૭૪
અવતરણિકા :
તથા
અવતરણિકાર્ય :અને અન્ય પણ બંધની મર્યાદા બતાવે છે –
ગાથા -
पलिओवमसंखिज्जं, भागं जो बंधई सुरगणेसु ।
दिवसे दिवसे बंधइ, स वासकोडी असंखेज्जा ।।२७५।। ગાથાર્થ :
સુરગણોમાં જે પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે, તે દરેક દિવસે અસંખ્યાતા ક્રોડ વર્ષના દલિકોને બાંધે છે. ર૭પIL ટીકા :
पल्योपमसङ्ख्येयभागमनुस्वारोऽलाक्षणिकः, यो बध्नाति सुराणां गणा येषु तेषु नाकेष्वित्यर्थः । दिवसे दिवसे प्रतिदिनं बध्नाति स वर्षकोटीरसङ्ख्येयास्तद्रूपत्वात् तस्येति ।।२७५।। ટીકાર્ય :
પલ્યોપમ ... તત્તિ જે સુરોના ગણોમાંદેવલોકોમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગને બાંધે છે, દિવસે દિવસે દરેક દિવસે, તે અસંખ્યાતા ક્રોડ વર્ષના દલિતોને બાંધે છે; કેમ કે તેનું=પલ્યોપમના અસંખ્યાતા ભાગવું, તરૂપપણું છેઅસંખ્યાતા કોડવર્ષરૂપપણું છે. ll૨૭૫ ગાથા :
एस कमो नरएसु वि, बुहेण नाऊण नाम एयं पि ।
धम्मम्मि कह पमाओ, निमेसमित्तं पि कायव्यो ! ॥२७६।। ગાથાર્થ :
આ ક્રમ=ગાથા-૨૭પમાં દેવગતિ વિષયક બતાવ્યો એ ક્રમ, નરકમાં પણ છે. આને પણ જાણીને બુધ પુરુષે ધર્મમાં નિમેષમાત્ર પણ પ્રમાદ કેમ કરાય? અર્થાત્ કરવો જોઈએ નહિ. l૨૭૬ાા
Page #80
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૭૪-૨૭૫-૨૭૬
ટીકા -
एषोऽनन्तरोक्तः क्रमो नरकेष्वपि, यदुत पल्योपमसङ्ख्येयभागं बध्नन् वर्षकोटीः प्रतिदिनमसङ्ख्येया बध्नाति, यदर्थमेतत् प्ररूपितं तदाह-बुधेन विदुषा ज्ञात्वा, नामेति प्रसिद्धमेतदप्यनन्तरोदितं धर्म दुर्गतिनिवारके कथं प्रमादो निमेषमात्रमपि स्तोकमपि क्षणं कर्त्तव्यो नैवैतत् बुद्ध्यत इत्यभिप्रायः
ર૭દા ટીકાર્ય :
ષોડનત્તરોત્તર: .... ત્યાઃ | આ=અનંતર ગાથા-૨૭પમાં કહેવાયેલો, ક્રમ નરકમાં પણ છે, તે વડુતથી બતાવે છે – પલ્યોપમના અસંખ્યાતમા ભાગને બાંધતો જીવ દરેક દિવસે અસંખ્યાતા ક્રોડ વર્ષ બાંધે છે, જેને માટે=જે સખ્યત્વમાં અપ્રમાદ કરવા માટે, આ=નરક અને દેવગતિના બંધનું સ્વરૂપ પ્રરૂપિત કરાયું, તેને તે ધર્મમાં અપ્રમાદને, કહે છે – બુધ પુરુષે આને પણ જાણી=અનંતર ઉદિતને જાણીને, દુર્ગતિના નિવારક એવા ધર્મમાં નિમેષમાત્ર પણ પ્રમાદ=થોડો પણ પ્રમાદ, કેમ કરાય ? અર્થાત પ્રમાદ ન જ કરવો જોઈએ એ પ્રમાણે જણાય છે, એ પ્રકારનો અભિપ્રાય છે. ૨૭૬l. ભાવાર્થ :
જે જીવો ધર્મમાં પ્રમાદ કરે છે, તેઓ ક્લિષ્ટ ભાવથી નરકનું આયુષ્ય બાંધે છે અને જે જીવો ધર્મમાં અપ્રમાદ કરે છે, તેઓ ઉત્તમ દેવભવનું આયુષ્ય બાંધે છે. તેથી ધર્મમાં પ્રમાદ અનર્થનું કારણ છે અને ધર્મમાં અપ્રમાદ દેવગતિનું કારણ છે અને જીવો નરકગતિ કે દેવગતિનું આયુષ્ય જીવનમાં એક વખત બાંધે છે. જેઓ ઉત્કટ શુભ પરિણામથી દેવગતિનું આયુષ્ય બાંધે છે, તેઓ સર્વાર્થસિદ્ધનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે છે અને જેઓ ઉત્કટ સંક્લેશથી નરકનું આયુષ્ય બાંધે છે, તેઓ સાતમી નરકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે છે. વળી જેઓ મધ્યમ પરિણામથી એક સાગરોપમનું દેવનું આયુષ્ય બાંધે છે, તેઓ મધ્યમ પરિણામથી એક સાગરોપમ દેવભવને અનુકૂળ બળ સંચય કરવાનો યત્ન કરે તો એક દિવસમાં હજાર ક્રોડ પલ્યોપમના દલિકોને બાંધે છે અને તે સો વર્ષના આયુષ્યને સામે રાખીને વિચારીએ તો એ સાગરોપમ પ્રમાણ થાય. તેથી એક દિવસ ધર્મમાં અપ્રમાદ કરવાથી હજાર ક્રોડ પલ્યોપમ પ્રમાણ સુખ પ્રાપ્ત થાય અને આખું જીવન અપ્રમાદ કરે તો એક સાગરોપમના દેવલોકના ઉત્તમ સુખોને પામે છે. વળી જેઓ મધ્યમ સંક્લિષ્ટ પરિણામથી નરકનું એક સાગરોપમનું આયુષ્ય બાંધે છે, તેઓ એક દિવસમાં હજાર ક્રોડ પલ્યોપમના નરકગતિને અનુકૂળ દલિકો બાંધે છે અને આખું જીવન તે પ્રકારનો પ્રમાદ કરીને એક સાગરોપમનું નરકનું આયુષ્ય બાંધે છે. વળી કોઈક જીવો મંદ પરિણામથી દેવલોકનું કે નરકનું આયુષ્ય બાંધે છે, ત્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે, તેઓ દરેક દિવસે અસંખ્યાતા ક્રોડ વર્ષ જેટલું પાપ સંચય કરે છે. તેથી આખી જિંદગીમાં તે પ્રકારનો પ્રસાદ કરીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધીને નરકમાં જાય છે. વળી જેઓ જઘન્ય પરિણામથી દેવભવનો
Page #81
--------------------------------------------------------------------------
________________
૪
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૨૭૪-૨૭૫ ૨૭૬, ૨૭૭૨૭૮ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બાંધે છે, તેઓ દરેક દિવસે અસંખ્યાતા ક્રોડ વર્ષનું દેવલોકને અનુકૂળ કર્મ બાંધે છે. તેથી ધર્મના જઘન્ય પરિણામવાળાને પણ એક દિવસના અપ્રમાદથી ક્રોડો વર્ષનું દેવલોકનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી સુખના અર્થી એવા બુધ પુરુષે ઉત્તમ એવા વૈમાનિક સુખના કા૨ણીભૂત સમ્યક્ત્વમાં લેશ પણ પ્રમાદ ક૨વો જોઈએ નહિ. પરંતુ તુચ્છ અને અસાર એવા સંસાર સુખો પ્રત્યે ઉપેક્ષા કરીને ઉત્તમ એવા દેવલોકના સુખના કારણીભૂત ધર્મમાં અપ્રમાદ કરવો જોઈએ અને તે ઉત્તમ દેવલોકનું સુખ જ ધર્મમાં અપ્રમાદને કારણે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષસુખનું કારણ બનશે; કેમ કે વિવેકપૂર્વકના કરાયેલા ધર્મથી મળેલ દેવલોકનું સુખ પણ જીવને વિવેકયુક્ત ઉત્તમ પરિણામથી સંવલિત જ મળે છે. તેથી દેવભવમાં પણ અધિક અધિક ધર્મસેવનની શક્તિનો સંચય કરીને તે મહાત્મા પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક સુખવાળા મનુષ્યભવ અને દેવભવને પામીને અંતે પૂર્ણ સુખવાળા મોક્ષને પ્રાપ્ત ક૨શે અને તેવી સર્વ સુખની પરંપરાનું મૂળ બીજ સમ્યક્ત્વ છે, તેથી પ્રમાદવશ થઈને સમ્યક્ત્વને લેશ પણ મલિન કરવું જોઈએ નહિ, એ પ્રકારનો પ્રસ્તુત ત્રણ ગાથાનો સાર છે. II૨૭૪થી ૨૭૬ાા
અવતરણિકા :
तथाहि - धर्मेऽप्रमादिनामसति तथाविधसामग्रीवैकल्यादपवर्गे, नियमात् स्वर्गोऽत एव तद्गुणान् वर्णयति
-
અવતરણિકાર્થ :
તે આ પ્રમાણે=બુધ પુરુષે ધર્મમાં અપ્રમાદ કરવો જોઈએ એમ પૂર્વગાથામાં કહ્યું તે આ પ્રમાણે – ધર્મમાં અપ્રમાદીઓને તથાવિધ સામગ્રીના વૈકલ્યથી મોક્ષ નહિ હોતે છતે નિયમથી સ્વર્ગ છે. આથી તેના ગુણોનું વર્ણન કરે છે=સ્વર્ગના ગુણોનું વર્ણન કરે છે
-
ભાવાર્થ :
ગાથા-૨૭૨માં કહ્યું કે સુપરિચ્છિત સમ્યક્ત્વ જ્ઞાન અને ચારિત્રરૂપ ઇષ્ટ અર્થને પ્રાપ્ત કરાવે છે, તેવો દર્શન ગુણ મોક્ષનો આક્ષેપક છે, માટે તેમાં અપ્રમાદ કરવો જોઈએ અને જેઓ દર્શન ગુણમાં પ્રમાદવાળા છે, તેઓ વૈમાનિક આયુષ્યના પ્રબળ કારણીભૂત એવા સમ્યગ્દર્શનમાં પ્રમાદ કરીને ઘણા સુંદર દેવલોકનાં સુખોને ગુમાવે છે, તે અત્યાર સુધી બતાવ્યું. હવે જેઓ રત્નત્રયરૂપ ધર્મમાં અપ્રમાદી છે, છતાં તેવી સામગ્રીના અભાવને કારણે મોક્ષને પ્રાપ્ત કરી શકે તેમ નથી, તે જીવોને ધર્મના સેવનથી નક્કી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આથી સ્વર્ગના ગુણોનું વર્ણન કરે છે, તે ગુણોને સાંભળીને તેના ઉપાયભૂત ધર્મને સેવવાનો દૃઢ ઉત્સાહ થાય છે.
ગાથા =
दिव्वालंकारविभूसणाई, रयणुज्जलाणि य घराई । रूवं भोगसमुदओ, सुरलोगसमो कओ इहयं ।।२७७।।
Page #82
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૭૭-૨૭૮
ગાથાર્થ - દિવ્ય અલંકારો, વિભૂષણો, રત્નથી ઉજ્જવળ ગૃહો, રૂપ=શરીરનું સૌંદર્ય, દેવલોક જેવો ભોગનો સમુદાય અહીં મનુષ્યલોકમાં, ક્યાંથી હોય? અર્થાત્ હોય નહિ. ર૭૭ી. ટીકા -
तत्र हि दिव्यालङ्कारविभूषणानि अलङ्काराः सिंहासनछत्रादयः विभूषणानि मुकुटादीनि, दिव्यानि प्रधानानि भवन्ति, तथा रत्नोज्ज्वलानि च गृहाणि, रूपं शरीरसौन्दर्य, भोगसमुदयो निरुपमशब्दादिसमृद्धिः, सुरलोकसमो नाकतुल्यः कुतोऽस्मिन् मत्ा ? नैवेत्यर्थः ।।२७७।। ટીકાર્ય -
તત્ર દિ..... નત્ય છે ત્યાં=દેવલોકમાં, દિવ્ય અલંકારો-વિભૂષણો છે. અલંકારો-સિંહાસનછત્ર આદિ, વિભૂષણો મુકુટ આદિ, દિવ્ય=પ્રધાન છે અને રત્નથી ઉજજવલ ગૃહો હોય છે, રૂ૫= શરીરનું સૌંદર્ય છે, ભોગનો સમુદાય=ઉપમાન આપી શકાય તેવા શબ્દાદિની સમૃદ્ધિ છે. દેવલોક સમાન આ મનુષ્યલોકમાં આ સર્વ ક્યાંથી હોય? અથત ન હોય. ર૭૭યા. અવતારણિકા - વિશ્વ
અવતશિકાર્ય :
વળી –
ગાથા -
देवाण देवलोए, जं सोक्खं तं नरो सुभणिओ वि ।
न भणइ वाससएण वि, जस्सवि जीहासयं होज्जा ।।२७८ ।। ગાથાર્થ :
દેવલોકમાં દેવોને જે સુખ છે તેને તે સુખને, જેને પણ સો જીભ હોય તેવો વચનાકુશળ મનુષ્ય પણ સો વર્ષ વડે પણ કહી શકતો નથી. ર૭૮. ટીકા -
देवानां देवलोके यत् सौख्यं तन्नरः सुभणितोऽपि वचनकुशलोऽपि न भणति वर्षशतेनाऽपि यस्यापि जिह्वाशतं भवेदपरिमितत्वात् तस्येति ।।२७८।।
Page #83
--------------------------------------------------------------------------
________________
Sg
ઉપદેશમાલા ભાગ-૨Tગાથા-૨૭૭-૨૭૮, ૨૭૯-૨૮૦
ટીકાર્ય :
સેવાનાં .... તતિ દેવોને દેવલોકમાં જે સુખ છે, તેને સુભણિત પણ=વચનકુશળ પણ, મનુષ્ય જેને પણ સો જીભ હોય તે સો વર્ષથી પણ કહી શકતો નથી; કેમ કે તેનું–દેવલોકના સુખનું, અપરિમિતપણું છે. ર૭૮ ભાવાર્થ
જેઓ ધર્મમાં અપ્રમાદ કરે છે, તેઓને ધર્મના માહાભ્યથી કષાયોની અલ્પતા કૃત મહાન સુખ તત્કાલ થાય છે. તેથી જો તેવી સામગ્રીનો પ્રકર્ષ હોય તો ધર્મમાં અપ્રમાદજન્ય સુખના બળથી ઉત્તર-ઉત્તરના સુખમાં યત્ન કરીને પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. પરંતુ જેઓને તેવી સામગ્રી પ્રાપ્ત થઈ નથી કે જેથી રત્નત્રયરૂપ ધર્મને તે રીતે પ્રકર્ષથી સેવીને આ જન્મમાં મોક્ષને પ્રાપ્ત કરી શકે, તેઓને ઉત્તરના ભવમાં નિયમથી દેવગતિ પ્રાપ્ત થાય છે અને તે સુખ પણ કેવું અનુપમ છે, તેનો બોધ કરાવે છે. જેથી ધર્મમાં અપ્રમાદ કરવાને અનુકૂળ ઉત્સાહ થાય.
દેવલોકમાં દેવોને જે દિવ્ય અલંકારો અને દિવ્ય આભૂષણો છે, શ્રેષ્ઠ રત્નનાં ગૃહો છે, વળી શરીરનું અભુત સૌંદર્ય છે, પાંચેય ઇન્દ્રિયોના ઉત્તમ ભોગો છે, તેવા ભોગો મનુષ્યલોકમાં કોઈને સંભવી શકે નહિ; કેમ કે મનુષ્યલોકનાં સુખો કરતાં હજાર ગુણા ઇન્દ્રિયોનાં આલ્હાદરૂપ શ્રેષ્ઠ સુખો દેવલોકમાં છે, તેથી સુખના અર્થી જીવે વિચારવું જોઈએ કે જે દેવલોકના સુખનું વર્ણન શબ્દોથી થઈ શકે તેવું નથી, તેવું શ્રેષ્ઠ સુખ સમ્યગ્ રીતે અપ્રમાદથી લેવાયેલા ધર્મનું ફળ છે અને તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું પૂર્ણ સુખરૂપ મોક્ષનું કારણ થશે, માટે વિવેકી જીવે ધર્મમાં અપ્રમાદ કરવો જોઈએ. જો કે દેવલોકના સુખની સાક્ષાત્ ઇચ્છા કરવી તે ગર અનુષ્ઠાન છે, તોપણ મોક્ષના સુખને ઇચ્છનારા પણ જીવો જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ્રેષ્ઠ એવાં દેવલોકનાં સુખો પ્રાપ્ત કરે તે ઇચ્છનીય છે. તેથી કોઈને અભિલાષ થાય કે હું તે રીતે ધર્મને સેવું, જેથી સર્વ ઉપદ્રવ રહિત મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય અને મુક્ત અવસ્થાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સર્વ પ્રકારની સમૃદ્ધિથી યુક્ત દેવભવમાં વસીને સુખપૂર્વક કાળ નિર્ગમન કરું, એ પ્રકારનો અભિલાષ નિદાનરૂપ નથી. આથી જ ધર્મ સ્વર્ગ-અપવર્ગ ફલવાળો છે, એમ બતાવવાથી તેવા ફલની ઇચ્છાથી સુવિહિત પુરુષો ધર્મમાં યત્ન કરે છે. ર૭૭-૨૭૮ાાં અવતરણિકા -
नरके व्यतिरेकमाहઅવતરણિકાર્ય :
નરકમાં વ્યતિરેકને=ધર્મમાં કરાયેલા પ્રમાદવા ફળરૂપે દેવલોકનાં સુખોથી વિપરીત જે નરકમાં દુખો છે તેને, કહે છે –
Page #84
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૯-૨૮૦
ગાથા -
नरएसु जाइं अइकक्खडाइं दुक्खाइं परमतिक्खाइं ।
વો વદી તારું ?, નવંતો વાસો૪િ ઉપ પાર૭૧n ગાથાર્થ :
નરકમાં અતિકર્કશ પરમ તીણ જે દુઃખો છે, તેને ક્રોડો વર્ષ પણ જીવતો કયો પુરુષ વર્ણન કરી શકે? અર્થાત્ ન કરી શકે. ll૨૭૯II ટીકા -
नरकेषु यान्यतिकर्कशानि दुःखानि शरीरापेक्षया परुषाणि, तथा परम-तीक्ष्णानि चित्तापेक्षया तीव्राणि को वर्णयिष्यति तानि जीवन् वर्षकोटीमप्यसङ्ख्येयत्वात् तेषां, वाचश्च क्रमवर्तित्वात् ।।२७९।। ટીકાર્ય :
નg ... રમવર્તિત્વ / નરકમાં જે અતિકર્કશ દુખો છે=શરીરની અપેક્ષાથી કઠોર દુખો છે અને પરમ તીક્ષણ દુખો છે=ચિતની અપેક્ષાએ તીવ્ર દુઃખો છે, તેને તે દુખોને, ક્રોડ વર્ષ પણ જીવતો પુરુષ એવો કોણ વર્ણન કરી શકે? અથત કરી શકે નહિ; કેમ કે તેઓનું દુઃખોનું અસંખ્યયપણું છે અને વાણીનું જમવર્તીપણું છે. ર૭૯I. અવતરણિકા -
तान्येव लेशतो दर्शयतिઅવતરણિકાર્ય :તેને જ=નરકનાં દુઃખોને લેશથી બતાવે છે –
ગાથા :
कक्खडदाहं सामलिअसिवणवेयरणिपहरणसएहिं ।
जा जायणाउ पावंति नारया तं अहम्मफलं ।।२८०।। ગાથાર્થ :
કર્કશદાહ, શાભલી વૃક્ષનું અસિવન, વૈતરણી નદી અને સેંકડો હથિયારો વડે જે ચાતનાઓને નારકીઓ પ્રાપ્ત કરે છે, તે અધર્મનું ફળ છે. ll૨૮૦ll
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૭૯-૨૮૦, ૨૮૧
ટીકા -
कर्कशदाहं तीव्राग्निना, शाल्मल्यसिवनवैतरणीप्रहरणशतैर्हेतुभूतैर्या यातनाः पीडाः प्राप्नुवन्ति नरकेषु भवा नारकास्तत् किमित्याह-अधर्मफलं पापकार्यम् ।।२८०।।। ટીકાર્ય :
શાાં ... પાપા ને કર્કશદાહને તીવ્ર અગ્નિ વડે વેદનાને, શાલ્મલી એવું તલવારનું વન, વૈતરણી નદી અને પરસ્પર હેતુભૂત સેંકડો પ્રહારો વડે જે યાતનાઓને=પીડાઓને, નરકમાં થનારા તારક જીવો પ્રાપ્ત કરે છે, તે શું? એથી કહે છે – અધર્મનું ફળ છે–પાપનું કાર્ય છે. ૨૮ ભાવાર્થ :
જેઓ ધર્મને પામ્યા પછી પણ પ્રમાદને વશ સમ્યક્તનો નાશ કરે છે અને વિષયોમાં ગાઢ રતિને કરે છે, તેઓને શબ્દોના વર્ણનથી અતીત એવી નરકનાં દુઃખોની કારમી યાતનાઓ પ્રાપ્ત થાય છે, તેમાં કેટલાંક દુઃખો શરીરની અપેક્ષાએ અતિકર્કશ હોય છે, તો કેટલાંક દુઃખો ચિત્તની અપેક્ષાએ પરમ તીર્ણ હોય છે. તેથી તેવાં દુઃખોનું વર્ણન સાંભળીને પણ જીવે તેવાં દુઃખોની પ્રાપ્તિના બીજભૂત પ્રમાદનો પરિહાર કરીને ધર્મમાં અપ્રમાદ કરવો જોઈએ, અન્યથા પ્રમાદને વશ કંઈક બાહ્ય ધર્મ કરેલો હોય તોપણ પ્રતિજ્ઞા અનુસાર ધર્મનું સેવન નહિ હોવાથી અને ધર્મના સેવનની વિધિમાં અનાદર વર્તતો હોવાથી તે મહાત્માને કલ્પનાતીત એવા નરકનાં દુઃખો અનેક વખત પ્રાપ્ત થાય છે. આથી જેઓ સાધુપણામાં પ્રસાદના અનર્થોનો વિચાર કરતા નથી, તેઓ સંયમજીવનમાં પ્રમાદને વશ નરકની પ્રાપ્તિને અનુકૂળ કર્મસંચય કરે છે, તેના ફળરૂપે કલ્પનાતીત એવી નરકની યાતનાઓ ભોગવે છે. ll૨૭૯-૨૮ના અવતરણિકા -
न चान्यत्रापि संसारे सुखमस्तीत्याहઅવતરણિતાર્થ :
અને અન્યત્ર પણ સુખ નથી=નરકમાં તો સુખ નથી, પરંતુ અન્ય ત્રણ ગતિમાં પણ સુખ નથી. એ પ્રમાણે કહે છે – ગાથા -
तिरिया कसंकुसारानिवायवहबंधमारणसयाई ।
न वि इहइं पाविंता, परत्थ जइ नियमिता हुंता ।।२८१।। ગાથાર્થ :
ચાબુક, અંકુશ, આરાના પડવાથી વધ, બંધ અને મારણનાં સેંકડો દુઃખો આ લોકમાં=તિયચ લોકમાં, પામ્યા ન હોત, જો પરલોકમાં નિયમિત થયા હોત=ધર્મથી નિયંત્રિત થયા હોત.ર૮૧||
Page #86
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૮૧-૨૮૨ ટીકા -
तिर्यञ्चः कशा लता, अङ्कुशः शृणिः, आरा प्राजनकपर्यन्तवर्तिनी ता कशाश्चाङ्कुशाश्चाराश्च तासां निपातः वधो लकुटादिभिः, बन्धो रज्ज्वादिभिर्मारणं प्राणच्यावनं कशाङ्कुशारानिपाताश्च वधबन्धमारणानि च, तेषां शतानि नापि नैवेह लोकेऽप्राप्स्यन् परत्रान्यजन्मनि यदि नियमिता धर्मवन्तोऽभविष्यन्, इदमपि पापफलमित्याकूतम् ।।२८१।। ટીકાર્ય :
તિર્થવ .... ત્યા તમ્ તિર્યંચો કશા=લતા-ચાબુક, અંકુશ=શુણિ, આરા=પ્રાજનક છે પર્વતમાં જે તે આરા, કશ અને અંકુશ અને આરા, તેના નિપાતો=તેનો માર, વધ=લાકડી આદિથી વધ, બંધ દોરડા આદિથી બાંધવું, મારણ=પ્રાણનો નાશ કરવો, અંકુશ-આરાનો માર અને વધબંધ-મારણ તેનાં સેંકડો દુઃખો આ લોકમાં પ્રાપ્ત કરત નહિ, જો પરત્ર અવ્ય જન્મમાં, નિયમિત થયા હોત=ધર્મવાળા થયા હોત, આ પણ=તિર્યંચોને પ્રાપ્ત થતાં કશાદિ દુ:ખો પણ, પાપફળ છે, એ પ્રકારનો અભિપ્રાય છે. ૨૮૧ ભાવાર્થ :- તિર્યંચભવમાં જીવો બહુલતાએ પાપપ્રકૃતિવાળા હોય છે, તેથી તેઓને મનુષ્યો દ્વારા ચાબુકો, અંકુશો અને તીણ આરાઓથી પીડા કરાય છે. લાકડી આદિથી વધ કરાય છે, દોરડા આદિથી બંધાય છે અને નકામા દેખાય ત્યારે મારી નંખાય છે. આ બધાં દુઃખો પ્રાપ્ત થવાનું કારણ તેમણે પૂર્વભવમાં આત્માને ધર્મથી નિયંત્રિત કર્યો નથી, તેથી સંસારમાં તિર્યંચ ગતિમાં પણ સુખ નથી, કોઈક રીતે પુણ્યના ઉદયથી બાહ્ય સુખ મળે તોપણ કષાયજન્ય ફ્લેશ સર્વત્ર વ્યાપક હોય છે, તેથી પ્રત્યક્ષથી દેખાતાં દુઃખોનું ભાવન કરવાથી પોતાનું ચિત્ત સંસારથી શીધ્ર વિરક્ત થાય છે અને જેનું ચિત્ત સંસારના પરિભ્રમણથી વિરક્ત થાય તે સંસારના વિચ્છેદના ઉપાયભૂત આત્માની અસંગ પરિણતિનો અર્થી બને છે. તેથી સંસાર પ્રત્યે ઉગ ઉત્પન્ન કરવામાં પ્રબળ કારણ તિર્યંચ ગતિમાં વર્તતાં પ્રત્યક્ષથી દેખાતાં શારીરિક દુઃખો ગ્રંથકારશ્રીએ બતાવ્યાં. તેથી વિચારે કે જો આ તિર્યંચોએ પૂર્વભવમાં કષાયને પરવશ થઈને પાપો કર્યા ન હોત તો તેના ફળરૂપે આવા અનર્થો પ્રાપ્ત થયા ન હોત, તેમ ભાવન કરવાથી વિવેકી પુરુષને પોતાના આત્મા ઉપર સંયમ રાખવાને અનુકૂળ સદ્વર્યનો ઉલ્લાસ થાય છે. ર૮શા અવતરણિકા :મનુષ્યભવમાં પણ સુખ નથી, પરંતુ અનેક પ્રકારના ક્લેશો છે. તેને સ્પષ્ટ કરે છે –
ગાથા -
आजीवसंकिलेसो, सुक्खं तुच्छं उवद्दवा बहुया । नीयजणसिट्ठणा वि य, अणिट्ठवासो य माणुस्से ।।२८२।।
Page #87
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ- ૨ | ગાથા-૨૮૦
ગાથાર્થ :
મનુષ્યભવમાં જીવે ત્યાં સુધી સંક્લેશ છે, સુખ તુચ્છ છે, ઉપદ્રવો ઘણા છે, નીચજનનો આક્રોશ છે અને અનિષ્ટ વાસ છે. ૨૮શા. ટીકા :
आजीवं प्राणधारणं यावत् सङ्क्लेशाश्चित्तविबाधेति समासः, सौख्यं वैषयिकं, तदपि तुच्छं निःसारम्, उपद्रवाश्चौर्यादिजन्या बहवः 'नीयजणसिट्ठणा वि य'त्ति प्राकृतलोकाक्रोशनं चेत्यर्थः । अनिष्टवासश्चानभिप्रेते स्थाने कुतश्चिद्धतोर्वसनं च मानुष्ये मनुष्यभवे भवति ।।२८२।। ટીકાર્ય :
ગાનીd . મવતિ | આજીવન=પ્રાણોને ધારણ કરે ત્યાં સુધી, સંક્લેશ છેઃચિતની વિબાધા છે, એ પ્રકારે સમાસ છે. વૈષયિક સુખ તે પણ તુચ્છ=નિઃસાર છે, ચોર આદિથી થતા ઉપદ્રવો ઘણા છે, નીચજનનું આક્રોશન=પ્રાકૃત લોકોનું આક્રોશન છે, અનિષ્ટ વાસ છે કોઈક હેતુથી અનભિપ્રેત સ્થાનમાં વાસ કરવો પડે છે. ૨૮૨ાા ભાવાર્થ
મનુષ્યભવમાં પણ જીવોને સામાન્ય રીતે બહુલતાએ કેવા પ્રકારનાં દુઃખો પ્રાપ્ત થાય છે, તે બતાવતાં કહે છે –
મનુષ્યભવમાં આખું જીવન ચિત્તની બાધારૂપ સંક્લેશ વર્તે છે; કેમ કે સંસારી જીવોને ધન મેળવવાની ચિંતા, કુટુંબની ચિંતા, જીવનવ્યવસ્થાની ચિંતા વગેરે અનેક ચિત્તની બાધાઓ વર્તે છે. વળી પુણ્યના સહકારથી વૈષયિક સુખ મળે છે, તે તુચ્છ હોય છે. આથી અસાર સુખ ભોગવે છે અને ચિત્તની બાધાથી વ્યાકુળ રહે છે. દેવલોક જેવાં સુખો મનુષ્યભવમાં નથી, વળી ચોર આદિના અનેક ઉપદ્રવો થાય છે, ત્યારે મનુષ્યો અનેક પ્રકારની વ્યાકુળતા અનુભવે છે. વળી તુચ્છ લોકો બીજા મનુષ્યોને આક્રોશ કરતા હોય છે, તે સર્વ સહન કરવું પડે છે. વળી સંયોગ અનુસાર પોતાને અનુકૂળ ન હોય તેવા સ્થાનમાં પણ નિવાસ કરવો પડે છે. આ પ્રકારે મનુષ્યભવમાં સંભવિત સર્વ ઉપદ્રવોનું યથાર્થ ભાવન કરવાથી ભવ પ્રત્યે ઉદ્વેગ થાય છે, તેથી ભવ પ્રત્યે ઉદ્વેગવાળો જીવ ભવના ઉચ્છેદ માટે ઉદ્યમ કરે છે. જોકે પારમાર્થિક ક્લેશો તો અંતરંગ કષાયજન્ય છે, તોપણ શીધ્ર બુદ્ધિને સ્પર્શે તેવા ક્લેશો મનુષ્યલોકમાં સર્વત્ર વ્યાપક હોય છે. તેના કારણે સંસારી જીવો હંમેશાં વિહ્વળતા અનુભવતા હોય છે એને જોવાથી જીવ ભવ પ્રત્યે વિરક્ત થાય છે અને મનુષ્યનાં સુખોથી વિરક્ત થયેલો જીવ ધર્મમાં ઉચિત પ્રવૃત્તિ કરીને હિત સાધી શકે છે અને જેઓ મનુષ્યભવમાં સ્પષ્ટ દેખાતા ઉપદ્રવોનું ભાવન કરતા નથી, તેઓ મૂઢ હોવાથી પ્રાપ્ત થયેલા ઉપદ્રવોથી પોતાનું રક્ષણ કરવા યત્ન કરે છે અને તુચ્છ વૈષયિક સુખમાં મૂઢ થઈને મનુષ્યભવ વ્યર્થ કરે છે. તેમને આત્માના હિતની ચિંતા થતી નથી, તેવા જીવોને તત્ત્વ જોવાની દૃષ્ટિ મળે તે માટે
Page #88
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ- ૨ | ગાથા-૨૮૧-૨૮૩
મનુષ્યભવમાં પ્રત્યક્ષ દેખાતી કદર્થનાઓને બતાવીને પ્રસ્તુત ગાથાથી ધર્મમાં ઉદ્યમ કરવાની પ્રેરણા કરેલ છે. ર૮શા
ગાથા -
चारगनिरोहवहबंधरोगधणहरणमरणवसणाई ।
मणसंतावो अजसो, विग्गोवणया य माणुस्से ।।२८३।। ગાથાર્થ :
મનુષ્યભવમાં જેલમાં નાખવું, વધ, બંધ, રોગ, ધનનું હરણ, મરણ વગેરે કષ્ટો, મનનો સંતાપ, અયશ અને વિગોપના છે. l૨૮૩ાા ટીકા -
चारके निरोधो गुप्तौ नियन्त्रणं, चारकनिरोधश्च वधबन्धरोग-धनहरणमरणव्यसनानि च प्रतीतानीति द्वन्द्वस्तानि, मनःसन्तापश्चित्तखेदोऽयशोऽश्लाघा, विगोपना च नानारूपा विडम्बना मानुष्ये समस्तीति ।।२८३॥ ટીકાર્યઃ
ચાર.... સમસ્તીતિ ચારકમાં વિરોધ=ગુપ્તિમાં નિયંત્રણ=જેલમાં નાખવું ચારકનિરોધ છે. વધ કરવો, બાંધવો, રોગ થવો, ધનનું હરણ થવું, મરણરૂપ આપત્તિઓ પ્રતીત છે=બધા જાણે છે, એ પ્રકારે દ્વન્દ સમાસ છે, તે કષ્ટો, મનનો સંતાપ=ચિત્તનો ખેદ, અથશ અશ્લાઘા, વિગોપના= જુદા જુદા પ્રકારની વિડંબના મનુષ્યભવમાં છે. I૨૮૩મા ભાવાર્થ -
મનુષ્યભવમાં બધા જીવો પુણ્ય લઈને જન્મતા નથી, તેથી ઘણા પ્રકારના પ્રશ્નોની વચમાં તેઓ અનેક પ્રકારના ઉપદ્રવને પ્રાપ્ત કરે છે. આથી કોઈ અકાર્ય કરે તો જેલમાં નાખવામાં આવે છે. ચાબખાથી મારવામાં આવે છે, દોરડાથી બાંધવામાં આવે છે. વળી શરીરમાં અનેક પ્રકારના રોગો થાય છે. વળી પુણ્યના ઉદયથી ધન મેળવ્યું હોય, પરંતુ કોઈ ધન હરણ કરે તો ચિત્તની વ્યગ્રતા થાય છે. વળી અનેક પ્રકારની યાતનાપૂર્વક મરણની પ્રાપ્તિ થાય છે. વળી તે તે સંયોગોમાં મનુષ્યોને મનનો સંતાપ, લોકમાં અશ્લાઘા, અનેક પ્રકારની શારીરિક-માનસિક વિડંબનાઓ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે કર્મજન્ય મનુષ્યભવનું વાસ્તવિક સ્વરૂપ વિચારવાથી ભવભ્રમણ પ્રત્યે ખેદ થાય છે અને પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં પોતાનું હિત સાધવાનો યત્ન થાય છે અને જે મૂઢમતિવાળા જીવો છે, તેઓને મનુષ્યભવમાં આવા પ્રકારના બધા અનર્થો પ્રત્યક્ષ દેખાય છે, તોપણ ભવ પ્રત્યે ઉદ્વેગ થતો નથી, માત્ર પ્રાપ્ત થયેલા ઉપદ્રવનું નિવારણ કરવામાં મનુષ્યભવને નિષ્ફળ કરે છે. [૨૮૩ાા
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨Tગાથા ૨૪
અવતરણિકા :શિષ્યઅવતરણિતાર્થ :
વળી મનુષ્યભવમાં અન્ય પણ શું દુઃખો છે ? તે સ્પષ્ટ કરે છે – ગાથા -
चिंतासंतावेहि य, दारिदरुयाहिं दुप्पउत्ताहिं ।
लभ्रूण वि माणुस्सं, मरंति केई सुनिविण्णा ।।२८४।। ગાથાર્થ :
મનુષ્યભવને પામીને પણ કેટલાક દુષ્પયુક્ત એવા=પૂર્વભવમાં કરાયેલા દુષ્ટ કર્યજનિત એવા, દારિદ્ર રોગાદિથી અને ચિંતા સંતાપથી અત્યંત દેવ્યને પામેલા આપઘાત કરે છે. Im૨૮ઢા ટીકા :
इह शारीरमानसदुःखप्राचुर्यज्ञापनार्थं तद्धेतूनामनेकशो वचनेऽपि न पौनरुक्त्यम्, अतश्चिन्तासन्तापैः कुटुम्बादिभरणचिन्तया सन्तापैश्चौरादिजन्यः चशब्दो व्यवहितसम्बन्धः, दारिद्र्यरुग्भिश्च दौर्गत्येन रोगैश्च कासादिभिः किम्भूताभिः दुष्प्रयुक्ताभिः प्राक्कृतदुष्टकर्मजनिताभिरित्यर्थः । लब्ध्वाऽपि मानुष्यं नरत्वं म्रियन्ते प्राणान् मुञ्चन्ति केचित् सपापाः सुनिर्विण्णा गाढं दैन्योपहता इति ।।२८४।। ટીકાર્ય :
૪. રેનોપતા તિ અહીં=મનુષ્યભવમાં, શારીરિક, માનસિક દુખની પ્રચુરતાને જણાવવા માટે તેના હેતુઓને અનેકવાર કહેવામાં પણ પુનરુક્તપણું નથી, આથી ચિંતા સંતાપો વડે કુટુંબ આદિના ભરણની ચિંતાથી અને ચોર આદિથી થતા સંતાપોથી, ૪ શબ્દ વ્યવહિત સંબંધવાળો છે. દૌર્ગત્યથી અને ખાંસી આદિ રોગોથી, કેવા પ્રકારના દારિદ્ર રોગો આદિથી ? એથી કહે છે – દુગ્ધયુક્ત એવા=પૂર્વભવમાં કરાયેલા દુષ્ટ કર્મજલિત એવા, દારિદ્ર રોગોથી મનુષ્યભવને પામીને પણ કેટલાક પાપી જીવો અત્યંત દેવ્યથી હણાયેલા મરે છે–પ્રાણનો ત્યાગ કરે છે=આપઘાત કરીને જીવનનો નાશ કરે છે. ૨૮૪ના ભાવાર્થ :સંસારમાં મનુષ્યભવ પણ અનેક દુઃખોથી વ્યાપ્ત છે, તે અત્યંત સ્પષ્ટ કરતાં કહે છે –
કેટલાક જીવો ભૂતકાળમાં તે પ્રકારનાં દુષ્ટ કર્મો કરીને આવ્યા છે, તેથી મનુષ્યભવમાં હંમેશાં કુટુંબની ચિંતા અને ચોર આદિથી ચિત્તનો સંતાપ વર્તે છે. વળી તે પ્રકારના પાપના ઉદયથી દારિદ્ર, રોગોના
Page #90
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૮૪, ૨૮૫–૨૮૬-૨૮૭
63
ઉપદ્રવો સદા વર્તે છે, જેથી ગાઢ દીનતાને પામેલા તેઓ આપઘાત કરીને મનુષ્યભવને નિષ્ફળ કરે છે. તેથી મનુષ્યભવમાં પણ અનેક પ્રકારની કદર્થનાઓ પ્રત્યક્ષથી દેખાય છે, તેનું સમ્યગ્ ભાવન કરીને ભવ પ્રત્યે ઉદ્વેગ થાય તેવો યત્ન કરવો જોઈએ, પરંતુ મૂઢતાથી પ્રાપ્ત થયેલો મનુષ્યભવ નિષ્ફળ કરવો જોઈએ નહિ. ૨૮૪॥
અવતરણિકા :
દેવભવમાં કયા પ્રકારના ક્લેશોનો સંભવ છે ? તે બતાવીને ભવથી ઉદ્વેગ થાય તે પ્રકારનો ઉપદેશ આપે છે
ગાથા =
देवा वि देवलोए, दिव्वाभरणाणुरंजियसरीरा ।
जं परिवडंति तत्तो, तं दुक्खं दारुणं तेसिं ।। २८५ ।।
ગાથાર્થ =
દેવલોકમાં દિવ્ય આભરણોથી શણગારાયેલા શરીરવાળા દેવો પણ જે કારણથી પડે છે, તે કારણથી તેઓને દારુણ દુઃખ છે. II૨૮૫।ા
ટીકા
देवा अपि देवलोके दिव्यैराभरणैरनुरञ्जितं मण्डितं शरीरं येषां ते तथा, तेऽपि यत् प्रतिपतन्त्यशुचौ गर्भादिकलमले निमज्जन्ति ततो देवलोकात् तद्दुःखं दारुणं रौद्रं तेषां देवानामिति, प्राग् अपरिमितसुखवर्णनं तेषामनेन विरुध्यत इति चेत्, न अभिप्रायापरिज्ञानात्, तद्ध्येतदर्थं वर्णितं किल वैषयिकसुखार्थिनाऽपि सत्त्वेन धर्म एव यत्नः कार्यस्तस्मिन् सति तस्य प्रासङ्गिकत्वात्, न पुनस्तत्परमार्थतः सुखं विपर्यासाद्दुःखेऽपि सुखबुद्धिप्रवृत्तेर्विपाकदारुणत्वाच्च ।। २८५ ।। ટીકાર્થ ઃ
देवा अपि વારુળત્વાન્ચ ।। દેવલોકમાં દેવો પણ દિવ્ય આભરણથી શણગારાયેલું છે શરીર જેમનું તે તેવા છે. તેઓ પણ જે કારણથી ગર્ભાદિ કલમલરૂપ અશુચિમાં પડે છે=નિમજ્જન કરે છે. તેથી દેવલોકથી તે દારુણ=રૌદ્ર, દુ:ખ તે દેવોને છે. પૂર્વમાં તેઓના અપરિમિત સુખનું વર્ણન કરાયું તે આની સાથે વિરોધ પામે છે, એ પ્રકારે પૂર્વપક્ષી કહે તો કહે છે એમ ન કહેવું; કેમ કે અભિપ્રાયનું અપરિજ્ઞાન છે, =િજે કારણથી, તે=દેવલોકનું દિવ્ય સુખ એના માટે વર્ણન કરાયું છે કે વૈષયિક સુખના અર્થી પણ જીવે ધર્મમાં યત્ન કરવો જોઈએ; કેમ કે તે હોતે છતે=ધર્મ પ્રગટ થયે છતે, તેનું વૈષયિક સુખનું, પ્રાસંગિકપણું છે=ધર્મના નિમિત્તે વૈષયિક સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ પરમાર્થથી તે સુખ નથી; કેમ કે વિપર્યાસ છે,
*****
-
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૪
ઉપદેશમાલા ભાગ-૨
ગાથા-૨૮૫-૨૮૬-૨૮૭.
કેમ વિપર્યા છે ? તેથી કહે છે – દુખમાં પણ સુખની બુદ્ધિની પ્રવૃત્તિ હોવાથી બાહ્ય સુખોમાં આસક્તિરૂપ દુઃખમાં સુખબુદ્ધિની પ્રવૃત્તિ હોવાથી અને વિપાકથી દારુણપણું હોવાથી વિપર્યાસ છે. ૨૮પા અવતરણિકા:
तथा चाहઅવતરણિકાર્ય :
અને તે પ્રમાણે કહે છેદેવોને અવત થયા પછી જે ગભદિમાં જન્મવું પડે છે, તે અતિદારુણ છે. તે પ્રકારે કહે છે –
ગાથા -
तं सुरविमाणविभवं, चिंतिय चवणं च देवलोगाओ ।
अइबलियं चिय जन वि, फुट्टइ सयसक्करं हिययं ।।२८६।। ગાથાર્થ :
તે સુરવિમાનના વૈભવને અને દેવલોકથી ચ્યવનને ચિંતવન કરીને અત્યંત નિષ્ફર જ હૃદય સો ટુકડામાં ફૂટતું નથી જ. ||ર૮૬ll ટીકા :
तमिति प्राग्वर्णितं सुरविमानविभवं चिन्तयित्वा-पर्यालोच्य, च्यवनं च-पतनं च देवलोकात् किम्, अतिबलिनमेव-गाढं निष्ठुरमेव यत्रापि नैव स्फुटति शतशर्करं हृदयम्, अस्त्येव तस्यऽस्फोटे મહત્ રમિતિ પારદા ટીકાર્ય :
તિિર . રરપિિત | તે=પૂર્વમાં વર્ણન કરાયેલા, સુરવિમાનના વૈભવને અને દેવલોકથી અવન=પતનને, ચિતવન કરીને=પર્યાલોચન કરીને, શું એથી કહે છે – અતિ નિષ્ફર જ હદય સો ટુકડામાં ફૂટતું નથી જ, જે કારણથી તેના=હદયના, ફૂટવામાં મોટું કારણ વિદ્યમાન છે જ.li૨૮૬ાા ગાથા :
ईसाविसायमयकोहमायलोभेहिं एवमाईहिं । સેવા વિ સમિમૂયા, તેસિ તો સુદં નામ શારદા
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૮૫-૨૮૬-૨૮૭
ગાથાર્થ ઃ
૭૫
ઈર્ષ્યા-વિષાદ-મદ-ક્રોધ-માયા-લોભ એ વગેરે વડે દેવો પણ પરાભવ પામેલા છે, તેમને સુખ ક્યાંથી હોય ? ||૨૮૭ના
ટીકા –
ईर्ष्याविषादमदक्रोधमायालोभैः प्रतीतैरेवमादिभिर्हर्षदैन्यशोकप्रवृत्तिभिश्चित्तविकारैर्देवा अपि समभिभूता वशीकृतास्तेषां कुतः सुखं नाम ?, न तत्सम्भावनापीति हृदयम् । । २८७ ।।
ટીકાર્થઃ–
ફેર્યા.... લવમ્ ।। પ્રતીત એવા ઈર્ષ્યા-વિષાદ-મદક્રોધ-માયા-લોભ એ વગેરે વડે=ચિત્તના વિકાર એવા હર્ષ-દૈન્ય-શોક વગેરે વડે, દેવો પણ પરાભવ પામેલા છે=વશ કરાયેલા છે, તેમને સુખ ક્યાંથી હોય ? તેની સંભાવના પણ નથી=સુખની સંભાવના પણ નથી, એ પ્રમાણે તાત્પર્ય છે. ।।૨૮૭મા ભાવાર્થ :
દેવો દેવલોકમાં ઉત્તમ ભોગસામગ્રીથી યુક્ત સુખી થઈને વર્તે છે, તોપણ આયુષ્ય પૂર્ણ થાય ત્યારે અશુચિવાળા ગર્ભાદિ કાદવમાં પડે છે, તે દુઃખ તેઓ માટે અતિ દારુણ છે. આ પ્રકારે નિપુણપ્રજ્ઞાથી ભાવન કરવાને કારણે જે સુખો દુઃખરૂપ ફળમાં પર્યવસાન પામે તે સુખો પરમાર્થથી અસાર છે, તેમ જાણવા છતાં મૂઢ જીવ દેવલોકના સુખમાં આસક્ત થઈને દેવભવ નિષ્ફળ કરે છે, પરંતુ સંસારના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કરતા નથી કે પુણ્યના ઉદયથી મળેલું દેવલોકનું સુખ પણ ભવની સમાપ્તિ પછી ગર્ભરૂપી કાદવમાં જન્મ આપીને જીવને અનેક પ્રકારની વિડંબના કરનાર છે. વળી આ કથનને સ્પષ્ટ કરે છે –
દેવો દેવવિમાનના વૈભવને અનુભવીને દેવલોકથી પોતે ચ્યવન પામવાના છે, તેવું જાણે છે, તોપણ તેઓનું હૈયું અત્યંત નિષ્ઠુર છે. જેથી તેની વિચારણાથી હૈયાના ટુકડા થતા નથી અર્થાત્ હું શું કરું કે જેથી આ પ્રકારની કદર્થનાનું કારણ ભવ જ પ્રાપ્ત ન થાય, તેવું નિપુણતાપૂર્વક વિચારતા નથી. તે તેમની મૂઢતા જ છે.
વળી પૂર્વની બે ગાથા-૨૭૭-૨૭૮માં દેવલોકનાં સુખો કેવાં સુંદર છે ? તેમ બતાવીને સુખના અર્થીએ તેવા સુખના કારણીભૂત સમ્યગ્દર્શનમાં દૃઢ યત્ન કરવો જોઈએ, તેમ બતાવ્યું અને પ્રસ્તુત ગાથામાં તેવા સુખમાંથી પણ અવીને ગર્ભમાં જન્મે છે, માટે દેવલોકનું સુખ પણ નિઃસાર છે, તેમ બતાવ્યું. એને કા૨ણે પૂર્વના કથન અનુસાર વૈયિક સુખના અર્થીએ પણ તેના ઉપાયભૂત ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી ધર્મના સેવનથી તેવું પૂર્ણ વૈયિક સુખ મળશે, તેવો બોધ થાય અને અંતે મોક્ષસુખ મળશે, તેવો વિશ્વાસ થાય.
વળી દેવલોકમાં રહેલા પણ જીવોમાંથી જેઓ ધર્મથી ભાવિત મતિવાળા નથી અને કોઈક રીતે દેવલોકમાં આવ્યા છે, તેઓ ઈર્ષ્યા-વિષાદ આદિ ભાવોથી હંમેશા પીડાય છે, તેથી બાહ્ય સુખ પ્રચૂર હોવા છતાં
Page #93
--------------------------------------------------------------------------
________________
७१
Guटेशभाला लाग-२/गाथा-२८५-२८१-२८७, २८८ કષાયો કૃત અંત:તાપરૂપ દુઃખ વર્તે છે, માટે પારમાર્થિક સુખના અર્થીએ દેવલોકની પણ કષાયકૃત વિડંબનાનું ભાવન કરીને સિદ્ધ અવસ્થાના સુખની ઇચ્છા કરવી જોઈએ અને તેવા સુખની પ્રાપ્તિના ઉપાયભૂત ધર્મમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. જેથી ચિત્તના ક્લેશના નાશજન્ય પારમાર્થિક સુખની પ્રાપ્તિ થાય. ૨૮૫થી ૨૮ળા अवतरतिs:
अतः
અવતરણિકાર્ય :આથી=ચાર ગતિઓમાં કેવા પ્રકારની વિડંબના છે ? તેનું વર્ણન કર્યું. આથી શું ? એ थाम हे छ -
गाथा:
धम्मं पि नाम नाऊण, कीस पुरिसा सहंति पुरिसाणं ।
सामित्ते साहीणे, को नाम करिज्ज दासत्तं ?।।२८८।। गाथार्थ :
ધર્મને પણ જાણીને પુરુષો કયા કારણથી પુરુષોની પ્રતીક્ષા કરે છે? સ્વાધીન સ્વામિત્વ હોતે છતે કોણ દાસત્વને કરે? ૨૮૮ टीs:
धर्ममपि एवंविधदुःखप्रचुरसंसारच्छेदकं सर्वज्ञोक्तं, नामेति प्रसिद्धं, विवेकिना ज्ञात्वोपलभ्य 'कीस'त्ति किमिति पुरुषाः सहन्ते विषहन्तेऽनेकार्थत्वात् प्रतीक्षन्ते पुरुषाणामन्येषां भवक्षयं कुर्वतां, यदुत कुर्वन्तु तावदेते वयं पश्चात् तं करिष्यामो ज्ञाततत्त्वानां विलम्बयितुं न युक्तमित्यर्थः । तथाहि-स्वामित्वे स्वाधीने को विमृश्यकारी नामेति प्रसिद्धमिदं कुर्याद् दासत्वं न कश्चिद् । दासतुल्यं हि संसारित्वं कर्मपरतन्त्रत्वात् प्रभुत्वसमा मुक्तता स्वतन्त्रत्वात् । सा च हस्ततलप्राप्ता सद्धर्मानुष्ठायिनामित्याकूतम् ।
अथवा धर्ममपि नाम ज्ञात्वा किमिति पुरुषाः सहन्ते क्षमन्ते पुरुषाणां सम्बन्ध्याज्ञादानादिकमिति गम्यते धर्मानुष्ठानात् प्रभुत्वावाप्तेस्तत्रैव वरं यत्नो विहितस्तथा चोक्तम्समसङ्ख्यावयवः सन्, पुरुषः पुरुषं किमन्यमभ्येति ?। पुण्यैरधिकतरश्चेन्ननु सोऽपि करोतु तान्येव ।। अत एवाह-स्वामित्वे स्वाधीने को नाम कुर्यादासत्वं सकर्णक इति ॥२८८।।
Page #94
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૮૮
ટીકાર્ય :
આ
धर्ममपि સર્વાજ કૃતિ ।। વિવેકીથી પ્રસિદ્ધ એવા ધર્મને પણ=આવા પ્રકારનું દુ:ખ છે પ્રચુર જેમાં એવા સંસારનો છેદ કરનાર સર્વજ્ઞથી કહેવાયેલા એવા ધર્મને પણ, જાણીને પુરુષો કયા કારણથી પુરુષોને સહન કરે છે=ભવક્ષયને કરતા અન્ય પુરુષોની પ્રતીક્ષા કરે છે ? અર્થાત્ સહ ધાતુનું અનેકાર્થપણું હોવાથી પ્રતીક્ષા કરે છે ? કેવી પ્રતીક્ષા કરે છે ? તે યદ્યુતથી કહે છે લોકો ધર્મ કરે, અમે તેને પાછળથી કરશું અર્થાત્ જણાયેલા તત્ત્વવાળાને વિલંબ કરવાને માટે યુક્ત નથી, તે આ પ્રમાણે – સ્વામિપણું સ્વાધીન હોતે છતે કોણ વિચારક પુરુષ આ=પ્રસિદ્ધ એવા દાસત્વને, કરે ? કોઈ બુદ્ધિમાન દાસત્વને ન કરે, જે કારણથી, સંસારીપણું દાસપણા જેવું છે; કેમ કે કર્મને પરતંત્રપણું છે, મુક્તતા પ્રભુત્વ જેવી છે; કેમ કે સ્વતંત્રપણું છે અને તે=પ્રભુતા, સદ્ધર્મને કરનારાને હાથમાં પ્રાપ્ત છે.
-
-
وی
અથવા ધર્મને પણ જાણીને પુરુષો કયા કારણથી પુરુષોને સહન કરે છે ?=પુરુષોના સંબંધી આશાદાન આદિને સહન કરે છે ? ધર્મ અનુષ્ઠાનથી પ્રભુત્વની અવાપ્તિ હોવાથી તેમાં જ=ધર્મમાં, કરાયેલો યત્ન શ્રેષ્ઠ છે અને તે પ્રમાણે કહેવાયું છે
સમાન સંખ્યા છે અવયવની જેને એવો છતો પુરુષ=શરીરના અવયવો બધાના સમાન છે એવો પુરુષ, અન્ય પુરુષને કેમ આશ્રય કરે છે ?=સ્વામીરૂપે આશ્રય કરે છે ? પુણ્યથી અધિકતર છે એમ જો કહે તો, ખરેખર તે પણ તેને જ કરેપુણ્યને જ કરે.
આથી જ કહે છે=બુદ્ધિમાન પુરુષ પુણ્યશાળીને જોઈને પુણ્ય કરવા ઉત્સાહિત થાય છે. આથી જ કહે છે સ્વામિત્વ સ્વાધીન હોતે છતે કોણ બુદ્ધિમાન પુરુષ દાસત્વને કરે ? ।।૨૮૮॥
ભાવાર્થ ઃ
પૂર્વમાં ચારેય ગતિઓમાં જીવો કઈ રીતે દુઃખી થાય છે, તે બતાવ્યું. તેને સાંભળીને સંસારના દુઃખથી ઉદ્વિગ્ન થયેલો પુરુષ તેના ઉપદ્રવથી રક્ષણ કરવા માટે ધર્મ જ શરણ છે, તેવું જાણે છે; કેમ કે ધર્મ કરનારા જીવોને પૂર્વમાં વર્ણન કર્યું તેવી ચાર ગતિની વિડંબના નથી અને પૂર્ણ ધર્મને સેવીને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સુદેવ અને સુમનુષ્યના ભવને પ્રાપ્ત કરે છે. તેમાં પૂર્વમાં વર્ણન કર્યું એવી વિડંબના પ્રાયઃ નથી, ફક્ત જન્મ-મરણની કદર્થના છે. આમ છતાં ધર્મને જાણ્યા પછી પણ પુરુષો અન્ય પુરુષોને સંસારનો ક્ષય કરતા જોવા છતાં તે પ્રકારે ભવક્ષય ક૨વા માટે કેમ તત્પર થતા નથી ? અર્થાત્ વિચારે છે કે આ મહાત્માઓ ભવનો ક્ષય કરવા માટે ધર્મ કરી રહ્યા છે તે સુંદર છે. અમે પછી કરશું, એમ કેમ વિલંબ કરે છે ? અર્થાત્ વિવેકી પુરુષે તે પ્રકારે વિલંબ કરવો જોઈએ નહિ; કેમ કે ધર્મ આત્મા ઉપર પોતાનું સ્વામિત્વ પ્રાપ્ત કરાવે છે. તેથી જે વ્યક્તિ પોતાના ઉપર પોતાનું સ્વામિત્વ મેળવી શકે તેમ છે, તેવો પુરુષ દાસપણું કેમ સ્વીકારે ? અર્થાત્ કર્મને પરતંત્ર ચાર ગતિમાં જન્મની પ્રાપ્તિરૂપ
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૮૮-૨૮૯ દાસપણાને કેમ સ્વીકારે ? વસ્તુતઃ વિવેકી પુરુષે વિચારવું જોઈએ કે સમ્યગુધર્મ સેવીને હું મારા આત્મા ઉપર પ્રભુત્વ મેળવીશ તો ચાર ગતિના પરિભ્રમણરૂપ અને તેમાં થતી કદર્શનારૂપ અનર્થોની પ્રાપ્તિથી મારું રક્ષણ થશે, તેથી સ્વાધીન સુખને છોડીને પરાધીન સુખમાં યત્ન કરવો તે વિચારકને ઉચિત નથી. ૨૮૮ અવતરણિકા -
ननु यो ज्ञाततत्त्वो विलम्बं न करोति स कथं लक्ष्यत इत्यत्राहઅવતરણિતાર્થ -
નથી શંકા કરે છે – જે જણાવેલા તત્વવાળો વિલંબ કરતો નથી=સ્વામિત્વની પ્રાપ્તિમાં વિલંબ કરતો નથી. તે કેવી રીતે જણાય ? એ પ્રકારની શંકામાં કહે છે – ગાથા -
संसारचारए चारए व्व आवीलियस्स बंधेहिं ।
उविग्गो जस्स मणो, सो किर आसन्नसिद्धिपहो ॥२८९॥ ગાથાર્થ :
કેદખાનામાં બંધનો વડે બદ્ધ પુરુષની જેમ સંસારભ્રમણમાં જેનું મન ઉદ્વિગ્ન છે, તે ખરેખર આસન્નસિદ્ધિાથવાળો છે. ll૨૮૯II ટીકા :
चरणं चारः स एव चारकः, संसारे चारकः संसारचारको भवभ्रमणमित्यर्थः, तस्मिन् चारक इव बन्धनागार इवापीडितस्य निबद्धस्य बन्यै रज्ज्वादिजनितैरन्यत्र कर्ममयैरुद्विग्नं त्रस्तं यस्य मनश्चित्तं, 'यदुत कथमितो निःसरिष्यामि' स जीवः किलेत्याप्ता ब्रुवते आसन्नसिद्धिपथोऽभ्यर्णमोक्षमार्ग રૂતિ ૨૮૨ા ટીકાર્ય :
વરખ વાર . મોક્ષના તિ ચરણં=ચાર–એક ગતિમાંથી બીજી ગતિમાં જવા રૂપ ચાર છે જેમાં તે જ ચારક. સંસારમાં ચારક સંસારચારક છે=ભવભ્રમણ છે, તેમાં=ભવભ્રમણમાં, ચારકમાં જેમ=બંધનાગારમાં જેમ કેદખાનામાં જેમ, પીડાયેલા જીવતું=દોરડા આદિથી ઉત્પન્ન થયેલાં બંધનો વડે બંધાયેલા જીવનું, (મન ઉદ્વિગ્ન છે તેમ) અન્યત્ર=સંસારરૂપી કેદખાનામાં, કર્મમય બંધનોથી પીડાયેલા એવા જેનું મન=ચિત, ઉદ્વિગ્ન છે–ત્રસ્ત છે, કઈ રીતે ત્રસ્ત છે તે કુતથી બતાવે છે – કઈ રીતે હું અહીંથી નીકળે ? તે જીવ ખરેખર ! આસન્નસિદ્ધિપથવાળો છે=નજીક છે મોક્ષમાર્ગ જેને તેવો છે, વિયન શબદ આ પ્રમાણે આપ્ત પુરુષો કહે છે, તેને બતાવે છે. ર૮૯ો.
Page #96
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૮૯-૨૯૦
ભાવાર્થ :
જે મહાત્માઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોનારા છે, તેઓને પોતાનો આત્મા એક ભવથી બીજા ભવમાં પરિભ્રમણ કરતો દેખાય છે અને જેમ કોઈ પુરુષને દોરડાથી બાંધીને કેદખાનામાં નાખેલો હોય તેમ પોતાનો આત્મા કર્મમય દોરડાથી બંધાયેલો દેખાય છે અને તેના કારણે અશરણ એવો પોતે એક ભવમાંથી બીજા ભવમાં જતો પ્રત્યક્ષ દેખાય છે અને તેવું સ્વરૂપ જણાવાને કારણે તેનું મન સંસારથી ઉદ્વિગ્ન રહે છે. તેથી સતત વિચારે છે કે હું કઈ રીતે સંસારથી પાર પામું ? આ પ્રકારના પરમાર્થને જાણનારો જીવ અર્થાત્ સંસારના ઉચ્છેદના ઉપાયને જાણવાવાળો અર્થાત્ જણાયેલા તત્ત્વવાળો જીવ સંસારના ઉચ્છેદના ઉપાયભૂત શુદ્ધ ધર્મની નિષ્પત્તિમાં વિલંબ કરતો નથી, એથી જણાય છે કે ખરેખર આ જીવ નજીકના કાળમાં સંસારના બંધનથી મુક્ત થશે; કેમ કે સંસારના વાસ્તવિક સ્વરૂપના બોધને કારણે સંસારથી તેનું ચિત્ત ઉદ્વિગ્ન છે અને બંધન રહિત અવસ્થાની પ્રાપ્તિમાં અત્યંત ઇચ્છાવાળા છે, તેથી શારીરિક-માનસિક શક્તિ અનુસાર સંસારના બંધનના ઉચ્છેદના ઉપાયરૂપ શુદ્ધ ધર્મમાં યત્ન કરે છે, તે યત્ન ઉત્તરોત્તર પ્રકર્ષવાળો થઈને અલ્પ ભવોમાં સંસારનો ક્ષય કરાવશે. તેથી નક્કી થાય છે કે સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણનારો પુરુષ તેના ઉચ્છેદમાં વિલંબ કરે નહિ અને જેઓ ધર્મ કરવા કંઈક સન્મુખ થયા છે, છતાં કંઈક મૂઢ મતિવાળા છે, કેવળ યત્કિંચિત્ ધર્માનુષ્ઠાન કરીને સંતોષ માને છે, પરંતુ સર્વ ઉદ્યમથી યત્ન કરતા નથી, તેઓ સંસારના પરાધીન સ્વરૂપને યથાર્થ જાણનારા નથી. આથી કર્મને પરવશ રાગાદિ ભાવોને કરીને પોતાના આત્માને થતી વિડંબનાની પણ ઉપેક્ષા કરે છે. એવા જીવો આસન્નસિદ્ધિક નથી. ર૮. અવતારણિકા -
તથા ૨અવતરણિકાર્ય :અને આસશસિદ્ધિક મહાત્માનું સ્વરૂપ બતાવે છે –
ગાથા :
आसनकालभवसिद्धियस्स, जीवस्स लक्खणं इणमो ।
विसयसुहेसु न रज्जइ, सव्वत्थामेसु उज्जमइ ।।२९०।। ગાથાર્થ :
આસાકાલમાં ભવથી મુક્તિ છે જેને તેવા જીવનું આ લક્ષણ છે, વિષયસુખોમાં તે રાગ પામતો નથી, સર્વ રસ્થાનોમાં=મોક્ષસાધક સર્વ ઉપાયોમાં, ઉધમ કરે છે. ર©TI
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૦.
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૦-૨૧
ટીકા :__ आसन्नः कालो यस्याः सा तथा आसन्नकाला, भवात् सिद्धिर्मुक्तिर्यस्याऽसावासत्रकालभवसिद्धिकस्तस्य जीवस्य लक्षणं स्वरूपमिदम् । यदुत विषयसुखेषु न रज्यते न रागं याति, 'सव्वत्थामेसुत्ति सर्वस्थानेषु मोक्षसाधकेषु तपश्चरणादिषूद्यच्छति उद्यमं कुरुते ।।२९०।। ટીકાર્ય :
ગર... કુત્તે | આસન્નકાલ છે જેને તે તેવી છે=આસાકાલવાળી છે, ભવથી સિદ્ધિ= મુક્તિ, જેને તે આસાભવસિદ્ધિક છે તેવા જીવનું લક્ષણ=સ્વરૂપ આ છે, ચલુથી બતાવે છે – વિષયસુખોમાં રાગ પામતો નથી, સર્વ સ્થાનોમાં તપ-ચારિત્ર આદિ મોક્ષસાધક સર્વ સ્થાનોમાં, ઉદ્યમ કરે છે. I૨૯૦ ભાવાર્થ :
આસન્નસિદ્ધિાથવાળો જીવ કયા પ્રકારની પ્રવૃત્તિ કરે છે ? જેથી આસન્નસિદ્ધિક કહેવાય છે. તે સ્પષ્ટ કરતાં કહે છે –
આસન્નસિદ્ધિક જીવોનું ચિત્ત સંસારથી ઉદ્વિગ્ન હોવાને કારણે સંસારની નિષ્પત્તિના કારણભૂત વિષયસુખોમાં રાગ પામતા નથી, પરંતુ સંસારના ક્ષયના કારણભૂત તપ અને ચારિત્ર આદિમાં ઉદ્યમ કરે છે અર્થાત્ સંસારના ભાવોથી ચિત્તનો રોધ કરીને શક્તિ અનુસાર બાહ્ય-અત્યંતર તપ દ્વારા આત્માને તે રીતે ભાવિત કરે છે, જેથી પોતાનું ચિત્ત અનાદિકાળથી વિષયોને પરાધીન વર્તે છે તે આત્માને સ્વાધીન એવા સ્વામિત્વ-પણામાં સ્થિર સ્થિરતર થાય. આથી જ શાલિભદ્રએ વિષયોનું દાસપણું છોડીને આત્માનો સ્વામિભાવ પ્રગટ કર્યો. તેમ આસન્નસિદ્ધિક જીવ શક્તિના પ્રકર્ષથી આત્માનો સ્વામિભાવ પ્રગટ કરે છે. II૯ગી અવતરણિકા :
ननु साम्प्रतं विशिष्टसंहननरहितैः कथमुद्यतते ? इति यो मन्यते तं प्रत्याहઅવતરણિકાર્ય :
નનુથી શંકા કરે છે – વર્તમાનમાં વિશિષ્ટ સંઘયણ રહિત એવા જીવો વડે કેવી રીતે ઉદ્યમ થાય ? એ પ્રમાણે જે માને છે, તેના પ્રત્યે કહે છે –
ગાથા -
होज्ज व न व देहबलं, धिइमइसत्तेण जइ न उज्जमसि । अच्छिहिसि चिरं कालं, बलं च कालं च सोयंतो ।।२९१।।
Page #98
--------------------------------------------------------------------------
________________
ઉપરેશભાલા ભાગ-૨ | ગાથા-૨૯૧
ગાથાર્થ :
દેહબળ હોય અથવા ન હોય, વૃતિ-મતિ અને સત્વથી જો તું ઉધમ કરતો નથી, તો બળ અને કાળનો શોક કરતો ચિરકાળ બેઠો રહીશ. ll૨૯૧| ટીકા:__भवेद् वा न वा देहबलं कर्मायत्तत्वात् तस्य, धृतिर्मनःप्रणिधानं, मतिर्बुद्धिः, सत्त्वं चेतसोऽवष्टम्भः, धृतिश्च मतिश्च सत्त्वं चेति द्वन्द्वैकवद्भावस्तेन यदि नोद्यच्छसि त्वमिति शिष्यश्चोद्यते, तदा आसिष्यसे स्थास्यसि चिरं कालं बलं च शारीरं, कालं च दुष्पमालक्षणं शोचन, न शोकेन किञ्चित् त्राणं दैन्यवृद्धिः केवलमिति ।।२९१।। ટીકાર્ય :
ભવેત્ વા ... વનિિત | દેહબળ હોય અથવા ન હોય; કેમ કે તેનું કર્મને આધીનપણું છે, ઘુતિઃમનનું પ્રણિધાન, મતિ=બુદ્ધિ આત્મહિતને અનુકૂળ બુદ્ધિ, સત્વ=ચિત્તનો અવખંભ=મારે મારા આત્માનું હિત સાધવું છે, એવો સંકલ્પ, ધૃતિ-મતિ-સત્વ એ પ્રકારે દ્વએકવદ્દ ભાવ છે તેના વડે ધૃતિમતિ-સત્વ વડે, જો તું ઉધમ કરીશ નહિ, એ પ્રકારે શિષ્યને પ્રેરણા કરે છે, તો ચિરકાળ બળનો શારીરિક બળનો, કાળનોત્રદુષમારૂપ કાળનો શોક કરતો રહીશ, શોકથી કંઈ રક્ષણ થશે નહિ, કેવળ દીનતાની વૃદ્ધિ થશે. ૨૯૧ાા ભાવાર્થ :
કેટલાક યોગ્ય જીવો સંસારનું સ્વરૂપ જાણીને કલ્યાણના અર્થ બને છે, પરંતુ વિચારે છે કે વર્તમાનકાળમાં વિશિષ્ટ સંઘયણ વગરના એવા આપણાથી તે પ્રકારનો યત્ન થઈ શકે નહિ, જેથી પૂર્વના મહાપુરુષની જેમ હિત સાધી શકીએ. આ પ્રકારે ભાવન કરીને ઉચિત પ્રયત્નમાં અનુત્સાહી થાય છે અને જીવમાં વર્તતો મોહનો પરિણામ કોઈ નબળું આલંબન લઈને જીવને મોહને અનુકૂળ ઉદ્યમ કરવા પ્રેરણા કરે છે. આથી પોતાનું દેહબળ નબળું છે, તેમ વિચારીને ધર્મમાં નિરુત્સાહી થાય છે, પરંતુ પ્રાયઃ જીવો ધન અર્જન આદિમાં નિરુત્સાહી થતા નથી અને તેની પ્રાપ્તિ વગર સુખી થવાનો અન્ય ઉપાય નથી, તેમ વિચારીને તેમાં ઉદ્યમશીલ થાય છે. એવા જીવોએ સન્માર્ગમાં કઈ રીતે ઉદ્યમ કરવો જોઈએ, તે બતાવતાં કહે છે –
દેહબળ કર્મને આધીન છે. તેથી વર્તમાનકાળમાં કોઈને અધિક હોય, ઓછું હોય કે ન હોય, તોપણ પોતાની શક્તિ અનુસાર મોહ નાશ કરવાનો પરિણામ પોતાને આધીન છે. મોહનાશના ઉપાયોને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવાને અનુકૂળ યત્ન કરાવે તેવી મતિ પણ પોતાને આધીન છે અને પોતાની મતિ અનુસાર તત્ત્વને જાણ્યા પછી દઢ પ્રણિધાનપૂર્વક આત્માને તત્ત્વથી સંપન્ન કરવા યત્ન કરવો, એ પ્રકારનું સત્ત્વ પણ પોતાને આધીન છે. આમ છતાં ધૃતિ, મતિ અને સત્ત્વનું અવલંબન લઈને જો પ્રમાદી જીવ યત્ન
Page #99
--------------------------------------------------------------------------
________________
ર
पहेशभाला भाग-२ / गाथा - २८१-२८२ ન કરે અને બળ-કાળ વિષમ છે, તેમ શોક કર્યા કરે તો મનુષ્યભવ પૂરો થયા પછી દીર્ઘકાળ સુધી મનુષ્યભવ ફરી પ્રાપ્ત નહિ થવાથી દીનતા સહિત સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થશે, માટે વિવેકી પુરુષે વિષમ બળ-કાળમાં પણ ધૃતિ, મતિ અને સત્ત્વના બળથી ઉચિત ઉદ્યમ કરવો જોઈએ. II૨૯૧
अवतरशि :
यस्तु जन्मान्तरे पुनर्बांधिलाभे सति सुसामग्र्यवाप्तौ सदनुष्ठानं करिष्यामो नाधुना शक्यत इति चिन्तयेत् तं शिक्षयितुमाह
अवतरशिअर्थ :
જે વળી જન્માંતરમાં ફ્રી બોધિલાભ થયે છતે સુસામગ્રીની પ્રાપ્તિમાં સદનુષ્ઠાન કરશું, હમણાં શક્ય નથી. એ પ્રમાણે ચિંતન કરે તેને બોધ કરાવવા માટે કહે છે
गाथा :
-
लद्धिल्लियं च बोहिं, अकरिंतोऽणागयं च पत्थितो I अनं दाई बोहिं, लब्भिसि कयरेण मुल्लेण ? ।। २९२ ।।
गाथार्थ :
બોધિને પ્રાપ્ત કરીને નહિ કરતો=સફળ નહિ કરતો અને અનાગત અન્ય બોધિને પ્રાર્થના डरतो ज्या भूत्यथी तुं प्राप्त रीश ? दाई शब्६ असूयामां छे. ॥२२॥
टीडश :
'लद्धिल्लियं चे 'ति लब्धां च प्राप्तां च वर्तमानकालिकां बोधिं जिनधर्मप्राप्तिमकुर्वन्निति पापकर्मपराधीनतया सदनुष्ठानेन सफलामकुर्वन्, अनागतां च भाविनीं प्रार्थयन् अन्यां 'दाइ'ति निपातो असूयायामन्ये तु व्याचक्षते अन्यामिदानीं बोधिं किं लप्स्यसे ? कतरेण मूल्येन ? |
इयमत्र भावना - बोधिलाभे सति तपः संयमानुष्ठानपरस्य प्रेत्य वासनावशात् तत्प्रवृत्तिरेव बोधिलाभोऽभिधीयते, तदनुष्ठानरहितस्य पुनर्वासनाऽभावात् कथं तत्प्रवृत्तिरिति बोधिलाभानुपपत्तिः । स्यादेतद्-एवं सत्यस्य बोधिलाभस्यासम्भव एवोपन्यस्तो वासनाभावात्, न, अनादिसंसारे राधावेधोपमानेनानाभोगत एव कथञ्चित् कर्मक्षयतस्तदवाप्तेर्लब्धे तु नितरां यत्नो विधेयः इत्यैदम्पर्यमस्येति ।।२९२ ।।
टीडार्थ :'लद्विल्लियं चे'
इत्यैदम्पर्यमस्येति ।। लब्ध थयेली = प्राप्त थयेली, वर्तमानअलीन जोधिने = निवधर्मनी
Page #100
--------------------------------------------------------------------------
________________
૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૯૨ પ્રાપ્તિને, નહિ કરતો કર્મના પરાધીનપણાથી સદનુષ્ઠાન દ્વારા સફળતાને નહિ કરતો, અનાગત= ભવિષ્યકાળની, બીજી બોધિની પ્રાર્થના કરતો તારું શબ્દ સૂવા અર્થમાં નિપાત છે, અન્ય મતે વારંનો અર્થ તાન કહે છે, તેથી હમણાં બીજી બોધિને પ્રાર્થના કરતો તું કયા મૂલ્યથી પ્રાપ્ત કરશે?
અહીં આ ભાવના છે – બોધિનો લાભ થયે છતે તપ-સંયમના અનુષ્ઠાનમાં તત્પર જીવને પરલોકમાં વાસનાના વશથી તેની પ્રવૃત્તિ જ તપ-સંયમની પ્રવૃત્તિ જ, બોધિલાભ કહેવાય છે. તેના અનુષ્ઠાનથી રહિત જીવ=તપ-સંયમ અનુષ્ઠાનથી રહિત જીવને વળી વાસનાનો અભાવ હોવાથી કેવી રીતે તેની પ્રવૃત્તિ થાય? અર્થાત્ જન્માંતરમાં તેની પ્રવૃત્તિ થાય નહિ, તેથી બોધિલાભની અનુપપતિ થાય. આ થાય, શું થાય તે સ્પષ્ટ કરે છે, આ પ્રમાણે હોતે છતે આ બોધિલાભનો અસંભવ જ છે; કેમ કે ઉપસ્થત વાસનાનો અભાવ છે તપ-સંયમ-અનુષ્ઠાનપરને જ બોધિલાભની વાસના પડે છે, તેવી વાસનાનો અભાવ છે. આ પ્રકારની શંકાનો ઉત્તર આપે છે – એમ ન કહેવું; કેમ કે અનાદિ સંસારમાં રાધાવેધના ઉપમાનથી=રાધાવેધ સાધનારને આવડત નહિ હોવા છતાં ક્યારેક અનાભોગથી રાધાવેધ થાય છે, તેમ અનાભોગથી કોઈક રીતે કર્મક્ષયથી તેની પ્રાપ્તિ છે. વળી પ્રાપ્તિ થાય છd=બોધિ પ્રાપ્ત થયે છતે, અત્યંત યત્ન કરવો જોઈએ, એ પ્રકારે આનું પ્રસ્તુત ગાથાનું દંપર્ય છે. ર૯૨ાા ભાવાર્થ :
સંસારમાં જેઓ ગાઢ કર્મના ઉદયવાળા છે, તેઓને ધર્મની સન્મુખભાવ થતો નથી, પરંતુ કેટલાક જીવોનાં ક્લિષ્ટ કર્મો અલ્પ થયાં છે, તેથી ઉપદેશાદિના નિમિત્તને પામીને કંઈક ધર્મને અભિમુખ મનોવૃત્તિવાળા થયા છે, એથી વિચારે છે કે હું ભગવાન પાસે બોધિલાભની પ્રાર્થના કરીશ તો મને જન્માંતરમાં બોધિલાભ મળશે. જેનાથી હું સંસારથી નિસ્તારને પામીશ, વસ્તુતઃ બોધિલાભ એ તત્ત્વ પ્રત્યેનો તીવ્ર રાગ છે અને જેને તત્ત્વ પ્રત્યે તીવ્ર રાગ થયેલો હોય તે અવિરત સમ્યગ્દષ્ટિ હોય કે મુનિભાવને પામેલ હોય તોપણ શક્તિના પ્રકર્ષથી સૂક્ષ્મ તત્ત્વને જાણીને તેને આત્મામાં સ્થિર કરવા માટે યત્ન કરે તો તત્ત્વના પક્ષપાતના દઢ સંસ્કાર જન્માંતરમાં સાથે આવે છે. જેનાથી ફરી બોધિ પ્રાપ્ત થાય છે, જે પૂર્વના બોધિ કરતા વિશુદ્ધતર હશે અને આ રીતે વિશુદ્ધ વિશુદ્ધતર બોધિલાભની પ્રાપ્તિ દ્વારા સંસારનો ક્ષય થશે. આમ છતાં કેટલાક જીવોને સંસારના પરિભ્રમણને જોઈને બોધિલાભ પ્રત્યે કંઈક રુચિ થાય છે, છતાં વિષયોનું આકર્ષણ પણ પ્રચુર છે, તેથી વિચારે છે કે મને બોધિલાભની રુચિ થઈ છે, તેથી ભગવાન પાસે બોધિલાભની પ્રાર્થના કરીને જન્માંતરમાં ઉત્તમ બોધિને પ્રાપ્ત કરીશ, જેનાથી મારા ભવનો ક્ષય થશે. વર્તમાનમાં તો વિષયોના આકર્ષણને કારણે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે અને બોધિલાભની પ્રાર્થનાથી સંતોષ માને છે, તેવા જીવને ગ્રંથકારશ્રી કહે છે –
કંઈક બોધિને અભિમુખ જો તારું ચિત્ત થયું છે, તો બોધિને પામીને બોધિની વૃદ્ધિને અનુકૂળ ઉચિત અનુષ્ઠાન સેવવા દ્વારા જો તું બોધિને સફળ કરીશ નહિ તો પ્રાર્થના માત્રથી બોધિના સંસ્કારો પડતા
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૪
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૨-૨૬૩
નથી, પરંતુ તત્ત્વ પ્રત્યેના તીવ્ર પક્ષપાતપૂર્વક તત્ત્વના સેવનને અનુકૂળ શક્તિ અનુસાર યત્ન કરવાથી આત્મામાં તત્ત્વસેવનના ઉત્તમ સંસ્કારો પડે છે. જેના વશથી જન્માંતરમાં ફરી તે અનુષ્ઠાન સેવવાને અનુકૂળ ભાવો થશે અને જો આ ભવમાં એવો કોઈ પ્રયત્ન તું કરીશ નહિ તો ભોગના સંસ્કારો દૃઢ થયેલા હોવાથી કયા ઉત્તમ સંસ્કારોના મૂલ્યથી તું બોધિને પ્રાપ્ત કરીશ ? અર્થાત્ પ્રાપ્ત કરી શકીશ નહિ. જો કે અનાદિ સંસારમાં બોધિ પ્રાપ્ત કરનાર પણ જીવે પૂર્વમાં ક્યારેય બોધિ પ્રાપ્ત કરી નથી, તોપણ અનાભોગથી બોધિલાભના બાધક કર્મોનો ક્ષય થાય છે. જેનાથી જીવને તત્ત્વને સન્મુખ પરિણામ થાય છે. જેમ રાધાવેધમાં અકુશલ પણ જીવ રાધાવેધ કરવા માટે યત્ન કરતો હોય તો ક્યારેક અનાભોગથી તેનું તીર રાધાનો વેધ કરી શકે, તેમ બોધિલાભ વિષયક કોઈ પ્રકારના ઊહ વગર પણ કોઈ જીવને પ્રાથમિક કક્ષાનો તત્ત્વ સમ્મુખ પરિણામ થાય છે તેથી કોઈને પ્રશ્ન થાય કે જેમાં પ્રથમ બોધિલાભ પ્રાપ્ત થયો તેમ જન્માંતરમાં પણ બોધિલાભની પ્રાર્થનાથી બોધિલાભ થશે તેને કહે છે. જો જીવ મૂઢ મતિને વશ માત્ર બોધિની પ્રાર્થનાથી સંતોષ માને તો જન્માંતરમાં ફરી તે બોધિની પ્રાપ્તિ દુર્લભ બને છે અને તેવા જીવોને ઉપદેશકનો ઉચિત ઉપદેશ પ્રાપ્ત થાય તો તેનાથી ઉલ્લસિત વીર્યવાળા તેઓ જિનધર્મના રહસ્યને જાણવા અને સેવવા ઉચિત યત્ન કરે તો ઉત્તર-ઉત્તરના ભવમાં અધિક અધિક નિર્મળ બોધિને પ્રાપ્ત કરે છે. જે નિશ્ચયનયને અભિમત અપ્રમત્તભાવના મુનિભાવરૂપ બોધિની પ્રાપ્તિ દ્વારા સંસારક્ષયનું કારણ બનશે, માટે જે કંઈ અંશથી બોધિને અભિમુખ પરિણામ થયો છે, તેને વર્તમાનના યત્નથી સફળ કરવો જોઈએ. જેથી ઉત્તર ઉત્તરના ભવમાં નિર્મળ બોધિની પ્રાપ્તિ દ્વારા સંસારનો શીઘ ક્ષય થાય. ll૨૯શા અવતરણિકા :
बहवश्चैवम्भूता ये किमित्याहઅવતરણિકાર્ય :
અને ઘણા આવા પ્રકારના જીવો છે, જેઓ શું કરે છે ? એથી હિત પ્રાપ્ત થતું નથી ? એને કહે છે – ગાથા :
संघयणकालबलदूसमारुयालंबणाई चित्तूणं ।।
सव्वं चिय नियमधुरं, निरुज्जमाओ पमुच्चंति ॥२९३॥ ગાથાર્થ :
સંઘયણ-કાળ-બળ-દુષમા રોગનાં આલંબનોને ગ્રહણ કરીને સર્વ જ નિયમની ધુરાને જીવો નિરુધમથી ત્યાગ કરે છે. રક્ષા
Page #102
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૯૩-૨૪ ટીકા :___ संहननकालबलदुष्षमारुगाऽऽलम्बनानि गृहीत्वा, यदुत किमद्य क्रियते ? नास्ति शारीरी शक्तिरिति संहननालम्बनं, नायं कालो दुर्भिक्षत्वान्नास्ति बलं मानसं धृतिरहितत्वात्, तथा दुष्षमा वर्त्तते, क्लिष्टा चेयमाख्याता भगवता प्रागेव, तथा किं कुर्मो रोगाक्रान्ता वयम्, एवम्भूतान्यालम्बनान्यलीकावष्टम्भानादाय, किं सर्वामेव कर्तुं शक्यामपि नियमधुरां संयमभारोद्वहनलक्षणां निरुद्यमात् शैथिल्यात् प्रकर्षेण मुञ्चन्ति प्रमुञ्चन्तीति ।।२९३।। ટીકાર્ય -
સંદન .... મનુષ્યન્તરિ સંઘયણ-કાળ-બળ-દુષમા રોગનાં આલંબનોને ગ્રહણ કરીને, કેવી રીતે આલંબનોને ગ્રહણ કરીને ? તે કુતથી બતાવે છે – અત્યારે શું કરી શકાય ? શારીરિક શક્તિ નથી, એ પ્રકારે સંઘયણનું આલંબન ગ્રહણ કરે છે. આ કાળ નથી; કેમ કે દુભિક્ષપણું છે, મનનું બળ નથી; કેમ કે ધૃતિરહિતપણું છે અને દુષમા સ્થિતિ વર્તે છે. ભગવાન વડે પહેલાં જ આ દુષમા સ્થિતિ ક્લિષ્ટ કહેવાઈ છે અને અમે શું કરીએ ? અમે રોગથી ઘેરાયેલા છીએ, આવા પ્રકારનાં મિથ્યા આલંબનોને ગ્રહણ કરીને શું ? એથી કહે છે – સર્વ જ કરવા માટે શક્ય એવી પણ, નિયમની ધુરાને=સંયમભાર વહન કરવારૂપ ધુરાને, વિરુધમથી=શૈથિલ્યથી, પ્રકર્ષથી ત્યાગ કરે છે અત્યંત ત્યાગ કરે છે. ll૧૯૩૫ ભાવાર્થ :
જીવમાં ગાઢ મૂચ્છ વર્તે છે, ત્યારે તો વિષયોને છોડીને આત્મકલ્યાણ વિષયક લેશ પણ વિચાર આવતો નથી, માત્ર ભોગવિલાસમાં જ જીવન સફળ જણાય છે. વળી કેટલાક જીવોને કર્મની કંઈક લઘુતા થાય તો ઉપદેશાદિને પામીને આત્મકલ્યાણના અર્થ થાય છે, તોપણ આત્મકલ્યાણનો યત્ન કષ્ટપ્રદ લાગે છે, ભોગમાર્ગ સુખાકારી જણાય છે. તેથી પોતાના આત્માને ઠગીને, સંઘયણ-કાળ આદિ નબળાં આલંબનો લઈને પોતાનાથી થઈ શકે એવી પણ નિયમની ધુરાને નિરુદ્યમથી ત્યાગ કરે છે. એ રીતે પોતાના આત્માનું અહિત કરે છે અર્થાત્ ભવના ઉચ્છેદને અનુકૂળ તપ અને સંયમમાં યત્ન કરતા નથી. ૨૩ અવતરણિકા -
बुद्धिमता पुनरेतदालोच्य यद् विधेयं तदाहઅવતરણિકાર્ય :ફરી આનું આલોચન કરીને બુદ્ધિમાન પુરુષે જે કરવું જોઈએ તેને કહે છે –
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૬
ઉપદેશમાલા ભાગ-૨ | ગાજર
ગાથા -
कालस्स य परिहाणी, संजमजोगाइं नत्थि खित्ताइं ।
जयणाए वट्टियव्वं, न हु जयणा भंजए अंगं ।।२९४।। ગાથાર્થ -
કાળની પરિહાની છે, સંયમને યોગ્ય ક્ષેત્રોનથી,યતનાથી વર્તવું જોઈએ, યતના અંગનો-સંયમરૂપ શરીરનો, નાશ કરતી નથી. પર૯૪ ટીકા :
कालस्य वर्तमानरूपस्य परिहाणिहासः चशब्दात् तद्हासेन द्रव्यक्षेत्रभावानामपि, अत एवाहसंयमयोग्यानि न सन्त्यधुना क्षेत्राणि, अतो यतनया आगमोक्तगुणदोषाश्रयणपरिहारलक्षणया वर्तितव्यं यापनीयम् । यतो न हु-नैव, यतना क्रियमाणा भनक्ति विनाशयत्यङ्गं प्रक्रमात् સંયમશારીરિ ર૧૪. ટીકાર્ય :
વાત.... સંવનારીરીમતિ ા કાળની=વર્તમાનરૂપ કાળની, પરિહાની છે, જ શબ્દથી તેના હાસથી દ્રવ્ય-ક્ષેત્ર-ભાવોનો પણ હાસ છે, આથી જ કહે છે – હમણાં સંયમયોગ્ય ક્ષેત્રો નથી, આથી યતનાથી=આગમમાં કહેવાયેલા ગુણ-દોષના આશ્રયણ-પરિહારરૂપ થનાથી=આગમમાં કહેવાયેલા ગુણોનું આયણ અને દોષોના પરિહારથી વર્તવું જોઈએ. જે કારણથી કરાતી યતના અંગતોત્ર પ્રક્રમથી સંયમરૂપ શરીરનો, વિનાશ કરતી નથી જ. ૨૯૪ ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે સંઘયણ-કાળ આદિનું આલંબન લઈને ઘણા સાધુઓ નિરુઘમ થવાથી નિયમધુરાને મૂકે છે. વસ્તુતઃ બુદ્ધિમાન પુરુષે શું કરવું જોઈએ ? તે બતાવે છે –
વર્તમાન કાળમાં સંયમને અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની પ્રાપ્તિ નથી અર્થાત્ સાધુ નિર્દોષ રીતે આચારો પાળી શકે તેવા સંયમના ઉપકરણની પ્રાપ્તિ દુર્લભ છે. વળી સંયમ સારી રીતે પાળી શકે તેવાં ક્ષેત્રોની પ્રાપ્તિ દુર્લભ છે. વળી અતિશય જ્ઞાની જે કાળમાં વર્તતા હતા, તેવો કાળ નથી અને જેવા ધૃતિ-બળ આદિ ભાવો પૂર્વના મહાત્માઓમાં હતા, તેવા વર્તમાનના જીવોમાં નથી. તે સર્વનું સમ્યગુ આલોચન કરીને શાસ્ત્રમાં કહેલી પદ્ધતિથી કઈ પ્રવૃત્તિ કરવાથી અધિક ગુણ થાય છે અને દોષની હાનિ થાય છે, તેનો નિપુણ પ્રજ્ઞાથી નિર્ણય કરીને સાધુએ વર્તવું જોઈએ. જેથી સંયમરૂપી શરીરનો નાશ થાય નહિ; કેમ કે સંયમ એ અંતરંગ ગુપ્તિના પરિણામરૂપ છે અને તે ગુપ્તિ માટે યત્ન કરવો હોય ત્યારે તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિ અનુસાર પકાયના પાલન વિષયક ઉચિત યતના કરવાથી સંયમનો પરિણામ રક્ષણ પામે
Page #104
--------------------------------------------------------------------------
________________
૭
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૯૪-૨૫ છે. જેમ અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર હોય ત્યારે પણ જેઓ પ્રમાદવશ દોષોનું આચરણ કરે છે, તેના સંયમનો નાશ થાય છે અને પ્રતિકૂળ સંયોગમાં દોષનું આશ્રયણ પણ અધિક દોષના નિવારણ માટે કરવામાં આવે તો અંતરંગ શુદ્ધ સંયમના રાગનો પરિણામ વિનાશ પામતો નથી, તેથી કોઈ સાધુ યતનાપૂર્વક ઉચિત યત્નપૂર્વક પ્રવૃત્તિ કરે તો વર્તમાનમાં પણ સંયમનો નાશ થતો નથી. II૨૯૪ અવતરણિકા -
सा च किं गोचरा कर्त्तव्येत्यत आहઅવતરસિકર્થ:
અને તે=થતના કયા વિષયવાળી કરવી જોઈએ ? એથી કહે છે – ગાથા :
समिईकसायगारवइंदियमयबंभचेरगुत्तीसु ।
सज्झायविणयतव सत्तिओ य जयणा सुविहियाणं ।।२९५ ।। ગાથાર્થ -
સમિતિ-કષાય-ગારવ-ઈન્દ્રિય-મદ અને બ્રહ્મચર્યની ગુતિઓમાં સુવિહિતોની ચતના સ્વાધ્યાયવિનય-તપ અને શક્તિથી પ્રવર્તે છે. IFરલ્પII. ટીકા -
समितय ईर्याद्याः, कषायाः क्रोधादयो, गौरवाणि ऋद्ध्यादीनि, इन्द्रियाणि स्पर्शनप्रभृतीनि, मदा जात्यादयो, ब्रह्मचर्यगुप्तयो वसत्याद्याः, समितयश्च कषायाश्चेत्यादि द्वन्द्वः, तासु तद्विषये, तथा स्वाध्यायो वाचनादिः विनयोऽभ्युत्थानादिः तपोऽनशनादि, शक्तिश्चित्तोत्साहोऽत्रापि द्वन्द्वः, ततस्तस्मात् स्वाध्यायविनयतपःशक्तितश्च, एताश्चाश्रित्य यतना कर्त्तव्याकर्त्तव्यकरणोकरणरूपा सुविहितानां साधूनां प्रवर्तत इति द्वारगाथासमासार्थः ।।२९५।। ટીકાર્ય :
સમિતી ....... સમાસાર્થ / સમિતિઓ ઈયદિ છે, કષાયો ક્રોધાદિ છે, ગારવ –દ્ધિ આદિ છે, ઈન્દ્રિયો સ્પર્શત વગેરે છે, મદો જાતિ આદિ મદો છે. બ્રહ્મચર્યની ગુપ્તિઓ વસતિ આદિ છે, સમિતિઓ અને કષાયો ઈત્યાદિનો દ્વન્દ સમાસ છે. તેઓમાં–તેના વિષયોમાં સમિતિ આદિના વિષયોમાં, સુવિહિતોની યતના છે, એમ અત્રય છે અને સ્વાધ્યાય વાચનાદિ છે. વિનય અભ્યત્યાનાદિ છે, તપ અનશન વગેરે છે, શક્તિ ચિત્તનો ઉત્સાહ છે=નિર્લેપ ચિત થવા માટે જે રીતે ઉત્સાહ રહે તે જીવની શક્તિ છે. આમાં પણ= સ્વાધ્યાય આદિ પદોમાં પણ, દ્વન્દ સમાસ છે. તેનાથી સ્વાધ્યાય,
Page #105
--------------------------------------------------------------------------
________________
૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૫-૨૯૬ વિનય, તપ, શક્તિ તેઓને આશ્રયીને સુવિહિત સાધુઓની કર્તવ્ય-અકર્તવ્ય, કરણ-અકરણરૂપ યતના પ્રવર્તે છે, એ પ્રકારે દ્વાર ગાથાનો સમાસાર્થ છે. પ૨૯૫ ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે કાળની પરિહાનને કારણે સાધુએ યતના કરવી જોઈએ, ત્યાં તે સ્થૂલથી યતના બાહ્ય કૃત્ય વિષયક ગુણદોષમાં વિચારણાપૂર્વક કરાય છે. પરમાર્થથી તો તે તે યતનાકાળમાં પણ અંતરંગ પરિણામ વિષયક યતના કરાય છે અને તે યતના સુવિહિત સાધુઓ શક્તિને ગોપવ્યા વગર સ્વાધ્યાયવિનય-તપ અને કર્મનાશને અનુકૂળ ચિત્તના ઉત્સાહપૂર્વક કરે છે. શેમાં યત્ન કરે છે ? અર્થાત્ સ્વાધ્યાય આદિને આશ્રયીને શેમાં યત્ન કરે છે ? એથી કહે છે – સમિતિ-કષાય આદિ ગાથાના પૂર્વાર્ધમાં બતાવેલા ભાવો વિષયક યતના કરે છે.
તેથી એ ફલિત થાય કે સુસાધુઓ સ્વાધ્યાયાદિમાં અંતરંગ રીતે તે રીતે પ્રવર્તે છે, જેથી સમિતિ ગુપ્તિનો પરિણામ અતિશયિત થાય, કષાયો શાંત થાય, રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવના પરિણામો સ્પર્શ નહિ, ઇન્દ્રિયો સંવરભાવવાળી થાય, આઠ પ્રકારના મદો નિમિત્તને પામીને ઉદ્ભવ પામે નહિ. બ્રહ્મચર્યની ગુપ્તિ દઢ-દઢતર થાય. વળી તેને અનુકૂળ બાહ્ય આચરણા કરતી વખતે ગુણ-દોષનું પર્યાલોચન કરીને ઉચિત કૃત્ય કરે છે, તેમનું સંયમરૂપી શરીર નાશ પામતું નથી અને જેઓ વર્તમાનના પ્રતિકૂળ દ્રવ્યક્ષેત્રનું આલોચન કરીને બાહ્ય કૃત્ય વિષયક દોષના પરિવાર માટે યતના કરે છે, નિર્દોષ વસતિ માટે શક્ય યતના કરે છે, છતાં સ્વાધ્યાયાદિમાં યત્ન કરતા નથી અથવા સ્વાધ્યાયાદિમાં યત્ન કરે છે, છતાં સમિતિ-ગુપ્તિના પરિણામો અતિશય થાય કે કષાયો ઓછા થાય તેવો યત્ન કરતા નથી. તેમની બાહ્ય યતના સંયમરૂપી શરીરનું રક્ષણ કરવા સમર્થ થતી નથી. પરંતુ જેઓ પ્રસ્તુત ગાથામાં બતાવી છે, તેવી યતનાનું પ્રતિસંધાન કરીને વિષમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળમાં ઉચિત યતના કરે છે, તેમનું સંયમરૂપી શરીર સુરક્ષિત રહે છે. શિલ્પા અવતરણિકા :
साम्प्रतमेनामेव प्रतिपदं व्याचष्टे, तत्राद्यं समितिपदं ताश्च पञ्चाऽतस्तावदाद्यामधिकृत्याहઅવતરણિકાર્ય :
હવે આના જ=પૂર્વગાથામાં કહેલા સમિતિ આદિના જ, પ્રત્યેક પદને કહે છે – ત્યાં પહેલું સમિતિ પદ અને તે પાંચ છે. આથી પહેલી સમિતિને આશ્રયીને કહે છે –
ગાથા -
जुगमित्तंतरदिट्ठी, पयं पयं चक्खुणा विसोहितो । अव्वक्खित्ताउत्तो, इरियासमिओ मुणी होइ ।।२९६।।
Page #106
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ / ગાથા-૨૯૬
ગાથાર્થઃ–
હવ
ઈર્યાસમિતિવાળા મુનિ યુગમાત્રાંતર દૃષ્ટિવાળા પદે પદે ચક્ષુથી વિશોધન કરતા અવ્યાક્ષિપ્ત ઉપયોગવાળા હોય છે. II૨૬
ટીકા ઃ
युगमात्रमन्तरमन्तरालं यस्याः सा तथा युगमात्रान्तरा दृष्टिर्यस्येति समासः । इह चातिदूरात्यासन्ननिरीक्षणे जन्त्वदर्शनायोगातिप्रवृत्तिदोषाद्युगमात्रक्षेत्रनियमनं, पदं पदं चक्षुषा विशोधयन् पार्श्वयोः पृष्ठतश्चोपयोगं ददन्नित्यर्थः, अव्याक्षिप्तः शब्दादिषु रागद्वेषावगच्छन्नायुक्तो धर्मध्यानोपयुक्तः सन् किं ?, ईरणमीर्यागमनमित्यर्थः, तस्यां सम्यगितः ईर्यासमितः, यथोक्तगमनानुછાથી મુનિર્મવતીતિ રદ્દ.
ટીકાર્થ ઃ
युगमात्र .મુનિર્મવતીતિ।। યુગમાત્ર અંતર=અંતરાલ છે જેને તે તેવી છેયુગમાત્રાન્તરા છે, યુગમાત્રાન્તરા દૃષ્ટિ છે જેને એ પ્રકારનો સમાસ છે અને અહીં અતિદૂર અને અતિ નજીકના નિરીક્ષણમાં જંતુના અદર્શનનો યોગ હોવાને કારણે અને અતિપ્રવૃત્તિ દોષ હોવાને કારણે યુગમાત્ર ક્ષેત્રનું નિયમન છે=સાધુ ગમનાદિ કાળમાં યુગમાત્ર ક્ષેત્રથી દૂરનું જોઈને ચાલતા હોય તો દૂરની સ્થૂલ વસ્તુ દેખાય, પરંતુ ગમનના ક્ષેત્રમાં રહેલાં જંતુ ન દેખાય. તેથી જીવરક્ષા થઈ શકે નહિ અને યુગમાત્ર ક્ષેત્ર કરતાં પણ અતિ નજીકની ભૂમિનું નિરીક્ષણ કરે તો નિરીક્ષણ કરાયેલી ભૂમિ કરતાં અધિક નહિ જોવાયેલી ભૂમિમાં ગમન કરવારૂપ અતિપ્રવૃત્તિ દોષ પ્રાપ્ત થાય. આથી સાધુ દૃઢ પ્રણિધાનપૂર્વક યુગમાત્ર ક્ષેત્રનું નિરીક્ષણ કરે તેવું નિયમન છે, યુગમાત્રાંતર દૃષ્ટિવાળા સાધુ પદે પદે ચક્ષુથી વિશોધન કરતા=બન્ને બાજુથી અને પાછળથી ઉપયોગને આપતા=ગમનકાળમાં યુગમાત્ર ભૂમિને ચક્ષુથી જોતા હોય તે વખતે બન્ને બાજુથી કોઈ જીવ તે ક્ષેત્રમાં આવીને પડે અથવા પગ નીચે મૃત્યુ પામે તેના રક્ષણ માટે મનના દૃઢ વ્યાપારપૂર્વક યુગમાત્ર ભૂમિને જોતા, અવ્યાક્ષિપ્ત=ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષને નહિ પામતા અર્થાત્ ગમનકાળમાં સૂક્ષ્મ પણ રાગ-દ્વેષને વશ ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવામાં અવ્યાપારવાળા આયુક્ત=ધર્મધ્યાનમાં ઉપયુક્ત=ગમનકાળમાં સર્વ જીવો પ્રત્યે શમભાવની વૃદ્ધિ થાય એ પ્રકારે ઉપયોગવાળા, ઈરણ ઈર્થા=ગમન, તેમાં સમ્યગ્ ઇતઃ=રહેલા, ઈર્યાસમિત છે=યથોક્ત ગમનનું અનુષ્ઠાન કરનારા મુનિ હોય છે. ।।૨૯૬॥
ભાવાર્થ:
સંયમવૃદ્ધિના પ્રયોજનથી શ૨ી૨ને માટે કોઈ કૃત્ય કરવું આવશ્યક જણાય ત્યારે જ સાધુ ગમનની પ્રવૃત્તિ કરે છે અને તે સમયે સંકલ્પ-વિકલ્પવાળા મનથી પ્રવૃત્તિ નથી કરતા, પરંતુ ષટ્કાયના પાલનના
.....
Page #107
--------------------------------------------------------------------------
________________
GO
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૯૦-૨૦ અધ્યવસાયપૂર્વક ગમન કરે છે, ત્યારે તેમનો ઉપયોગ યુગમાત્ર ક્ષેત્રને જોવામાં પ્રવર્તે છે. બન્ને બાજુથી જીવ આવે છે કે નહિ તે જોઈને તેનું પણ રક્ષણ થાય તે પ્રકારે ઉપયુક્ત થઈને ગમન કરે છે. વળી ચક્ષુથી ભૂમિમાં ઉપયોગ હોય ત્યારે પણ અનાદિ અભ્યાસને કારણે અંતરંગ પરિણતિ રાગ-દ્વેષની વર્તતી હોય તો વચ્ચે વચ્ચે તે ઇન્દ્રિયોના વિષયોમાં ઉપયોગ જાય છે. જેથી ઈર્યાસમિતિમાં દઢ ઉપયોગ રહેતો નથી, તેના નિવારણ માટે કષાયના સંવરપૂર્વક ગમન કરે છે. વળી ધર્મધ્યાનમાં ઉપયુક્ત છતાં ગમન કરે છે અર્થાતુ કોઈ જીવને પીડા ન કરે તેવા દયાળુ ચિત્તની વૃદ્ધિ થાય, તે પ્રકારે ઉપયુક્ત થઈને ગમન કરે છે. આ પ્રકારનો મુનિનો ઈર્યાસમિતિનો પરિણામ છે. અન્યથા તે તે કૃત્યોમાં સામાન્યથી યતના હોય તો પણ સાધુના ચિત્તમાં વર્તતો અંતરંગ સૂક્ષ્મ મોહનો સંચાર સાધુની ઇન્દ્રિયોને વિષયોમાં પ્રવર્તાવે છે, એવા સાધુઓ યતનાપરાયણ નથી. ૨૯ફા અવતરણિકા:
अधुना भाषासमितिमुररीकृत्याहઅવતરણિતાર્થ :હવે ભાષાસમિતિને આશ્રયીને કહે છે –
ગાથા -
कज्जे भासइ भासं, अणवज्जमकारणे न भासइ य ।
विगहविसुत्तियपरिवज्जिओ य जइ भासणासमिओ ॥२९७।। ગાથાર્થ :
કાર્ય હોતે છતે અનવધ ભાષા બોલે છે અને કારણ નહિ હોતે છતે બોલતા નથી અને વિકથાવિશ્રોતસિકાથી રહિત યતિ ભાષા સમિતિવાળા હોય છે. ર૯૭ ટીકા -
कार्ये ज्ञानादिविषये भाषते भाषां, तत्राप्यनवद्यामपापाम्, अकारणे पुनर्निष्प्रयोजनं न भाषते च न जल्पत्येव, अत एवाह-विकथा स्त्रीकथादिः, विश्रोतसिका दुष्टान्तर्जल्परूपा, ताभ्यां परि समन्ताद् वर्जितो विकथाविश्रोतसिकापरिवर्जितः, चशब्दात् षोडशवचनविधिज्ञश्च यतिः साधुः भाषणं भाषणा वाक् तस्यां समितो भाषणासमित इति ।।२९७।। ટીકાર્ય :
શાર્વે.... ખાષVIમિત ત્તિ | કાર્ય હોતે છતે=જ્ઞાનાદિ વિષયરૂપ કાર્ય હોતે છતે, ભાષાને બોલે છે. ત્યાં પણ જ્ઞાનાદિ વિષયરૂપ કાર્ય હોતે છતે પણ, અનવદ્યા=અપાપા, ભાષાને બોલે છે. કારણ
Page #108
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૯૬-૨૯૭
-
નહિ હોતે છતે=નિષ્પ્રયોજન વળી, બોલતા નથી જ=સાધુ બોલતા નથી જ, આથી જ કહે છે વિકથા=સ્ત્રીકથા આદિ, વિશ્રોતસિકાષ્ટ અંતર્જલ્પરૂપ ભાષા, તે બન્નેથી પરિવજિત=વિકથા વિશ્નોતસિકાથી રહિત મુનિ હોય છે, ચ શબ્દથી સોળ પ્રકારની વચન વિધિને જાણનાર યતિ=સાધુ, ભાષણં=ભાષણા=વાણી, તેમાં સમિત ભાષા સમિતિવાળા છે. ।।૨૯૭ના
૧
ભાવાર્થ :
સાધુ સંયમવૃદ્ધિના પ્રયોજન સિવાય બોલે નહિ અને બોલે તો સાવઘ નહિ, પરંતુ સંયમનું પોષક હોય તેવું જ બોલે. આથી જ ગીતાર્થ સાધુએ અન્ય સાધુને કોઈ કૃત્ય કરવાનું કહેવાનું પ્રયોજન હોય, ત્યારે પણ ઉચિત યતનાની સ્પષ્ટતા વગર માત્ર તે કૃત્ય કરવાનું કહે તો તે કૃત્ય જ્ઞાનાદિ વિષયક હોવા છતાં સાવદ્ય ભાષારૂપ બને; કેમ કે તે કૃત્ય તે સાધુ અયતનાથી કરે તેથી આરંભ-સમારંભ થાય, તેને અનુકૂળ તે ગીતાર્થ સાધુનું સૂચન હોવાથી જ્ઞાનાદિ પ્રયોજનથી બોલાયેલી તે સાવદ્ય ભાષા છે. આથી સાધુ ઉત્સર્ગથી ગૃહસ્થને કોઈ કાર્ય કરવાનું કહે નહિ; કેમ કે તે વચનપ્રયોગ ગૃહસ્થના સાવઘ પરિણામનો પ્રવર્તક બને. તેથી જ્ઞાનાદિ પ્રયોજનથી પણ ભાષાસમિતિવાળા સાધુ અનવદ્ય ભાષા બોલે છે. વળી સંયમવૃદ્ધિનું પ્રયોજન ન હોય તેવા કૃત્ય વિષયક સાધુ ક્યારેય બોલે નહિ. આથી વિકથા અને વિસ્રોતસિકા રહિત=મોક્ષમાર્ગથી વિપરીત ચિત્તમાં અંતર્જલ્પ રૂપે પ્રવર્તતી પરિણતિથી રહિત, સાધુ બોલે છે તે ભાષાસમિતિવાળા છે. તેથી સાધુના ચિત્તમાં પ્રયોજન વગરની જે અંતર્જલ્પરૂપ વિચારણા ચાલતી હોય તેના નિવારણ માટેના પ્રયત્ન વિના સાધુ પ્રયોજનથી બોલતા હોય તોપણ ભાષાસમિતિવાળા નથી, માટે અંતરંગ શુભ પરિણામપૂર્વક ચિત્તને વિકથા-વિસ્રોતસિકા પરિણતિથી રહિત નિર્મળ કરીને ધર્મધ્યાનને અનુકૂળ ચિત્ત પ્રવર્તે તે રીતે યત્ન કરવો જોઈએ અને તેવા સુસાધુ સંયમના પ્રયોજનથી યતનાપૂર્વક બોલે ભાષાસમિતિ છે.
ટીકામાં કહ્યું કે સોળ પ્રકારના વચનની વિધિને જાણનાર સાધુ ભાષાસમિતિથી બોલે છે, તેથી સાધુએ ભાષા કેવી બોલવી જોઈએ, ક્યારે બોલવી જોઈએ ? સ્વ-પરના ઉપકારનું પ્રયોજન ન હોય ત્યારે મૌન રહીને આત્મકલ્યાણ સાધવું જોઈએ વગેરે વિશેષ સ્વરૂપ ઉપાધ્યાય યશોવિજય મહારાજના રચેલા ભાષારહસ્ય નામના ગ્રંથથી જાણવું.
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે વચનગુપ્તિનો ભંગ ન થાય તે રીતે સાધુ અત્યંત વિવેકપૂર્વક વચન બોલે તે ભાષાસમિતિ છે અને બોલવાના કાળમાં ક્યાંય અંતરંગ રાગાદિ ભાવો ઉલ્લસિત ન થાય, પરંતુ વીતરાગતાને અભિમુખ સંવરભાવ અતિશય અતિશય થાય, તે પ્રકારના ઉપયોગપૂર્વક ભાષા બોલાતી હોય તો વચન ગુપ્તિનો ભંગ થાય નહિ. અન્યથા સત્ય વચન બોલતી વખતે પણ કાયકલુષ જીવ વચન ગુપ્તિવાળો નહિ હોવાથી યથાર્થ વચન બોલવા છતાં કર્મ બાંધે છે. II૨૯૭ના
અવતરણિકા :साम्प्रतमेषणासमितिमुररीकृत्याह
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૨
ઉપદેશમલા ભાગ-૨Tગર
अवतरशिक्षार्थ :હવે એષણાસમિતિને આશ્રયીને કહે છે –
गाथा:
बायालमेसणाओ, भोयणदोसे य पंच सोहेइ ।
सो एसणाए समिओ, आजीवो अनहा होइ ॥२९८ ।। गाथार्थ:
બેંતાલીસ એષણાઓને આધાકર્મ આદિ બેંતાલીસ દોષોને, અને પાંચ ભોજનના દોષોને જે શોધન કરે તે એષણાસમિતિવાળા સાધુ છે, નહિ તો આજીવી થાય છે=લિંગ ઉપજીવક થાય छ. ॥२८॥ टीका:
द्विचत्वारिंशदेष्यते अन्विष्यते पिण्डो यकाभिस्ता एषणा आधाकर्मादिका दोषाः सामान्यव्युत्पत्त्या गृह्यन्ते । तत्रोद्गमदोषाः षोडश ते चामी
आहाकम्मुद्देसियपूइयकम्मे य मीसजाए य । ठवणा पाहुडियाए, पाओयरकीयपामिच्चे ।।१।। परियट्टिए अभिहडे, उब्भिन्ने मालोहडे य अच्छिज्जे । अणिसिढे झोयरए सोलसमे पिंडोग्गमे दोसा ।।२।। उत्पादनादोषा अपि षोडश, ते चामीधाई दूइनिमित्ते, आजीववणीमगे तिगिच्छा य । कोहे माणे माया लोभे य हवंति दस एए ।।३।। पुट् िपच्छासंथव, विज्जामंते य चुन्नजोगे य । उप्पायणाय दोसा, सोलसमे मूलकम्मे य ।।४।। एषणादोषाः दश, ते चैतेसंकियमक्खियनिक्खित्तपिहियसाहरियदायगुम्मीसे । अपरिणयलित्तछड्डिय, एसणदोषा दस हवंति ।।५।। एते सर्वेऽपि मीलिता द्विचत्वारिंशदेषणा उक्ताः, मकारस्त्वागमी, तथा भोजनदोषांश्च पञ्च शोधयत्यकरणेन यो मुनिस्ते ते चामी
Page #110
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૯૮
संजोयणा पमाणे इंगाले धूमकारणे चेव त्ति । स साधुरेषणायां समित इत्युच्यते । आजीवी लिङ्गोपजीवको वेषविडम्बकोऽन्यथा एतद्वैपरीत्ये भवति गुणशून्यत्वादिति ।।२९८।। ટીકાર્ય :
વિસ્તારિત ... ઈચિત્તાહિતિ | ઇચ્છાય છે.=અન્વેષણ કરાય છે, પિંડ જેના વડે તે એષણાઓ બેંતાલીસ છે=આધાકમદિ દોષો સામાન્ય વ્યુત્પત્તિથી ગ્રહણ કરાય છે, ત્યાં=બેંતાલીસ દોષોમાં, ઉદ્દગમદોષો સોળ છે અને તે આ છે –
આધાકર્મ, શિક, પૂતિકર્મ, મિશ્રજાત, સ્થાપના, પ્રાભૃતિક, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્ય, પરિવર્તિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, અતિસૃષ્ટિ અને સોળમો અધ્યવપૂરક દોષ છે. II૧-રા ઉત્પાદવાદોષો પણ સોળ છે અને તે આ છે – ધાત્રી, દૂતી, નિમિત્ત, આજીવ, વકીપક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ આ દસ છે. પૂર્વ સંસ્તવ, પશ્ચાત્ સંસ્તવ, વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગ અને સોળમો મૂળ કર્મ ઉત્પાદનાના દોષો છે. ૩-૪
એષણાના દોષો દશ છે અને તે આ છે – શંકિત, પ્રક્ષિત, વિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત, છદિત એષણાના દોષો દશ છે. પા.
આ સર્વે પણ મળેલી બેતાલીસ એષણાઓ કહેવાઈ, નકાર વળી આગમિક =ગાથામાં વાવાન પછી જ કાર છે તે આગમિક છે.
અને પાંચ ભોજનના દોષોને જે સાધુ અકરણથી શોધન કરે છે. તે આ છે – સંયોજના, પ્રમાણ, અંગારદોષ, ધૂમદોષ, કારણ. ત્તિ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
તે સાધુ એષણામાં સમિત છે. એ પ્રમાણે કહેવાય છે. અન્યથા આના વિપરીતપણામાં, આજીવી=લિંગ ઉપજીવક–વેષવિડંબક છે; કેમ કે ગુણશૂન્યપણું છે. ll૨૯૮ ભાવાર્થ :
જેમ ગૃહસ્થને કર્માદાનના ત્યાગપૂર્વક ન્યાય સદાચારથી ઉચિત આજીવિકા છે અને તે રીતે જીવનાર ગૃહસ્થ ધર્મનો અધિકારી બને છે, તેમ સાધુના જીવનમાં બેંતાલીસ દોષોથી રહિત નિર્દોષ ભિક્ષા સદાચારયુક્ત આજીવિકારૂપ છે અને માંડલીના પાંચ દોષોના પરિહારથી તે નિર્દોષ ભિક્ષા પણ સંયમવૃદ્ધિનું કારણ બને છે. તેથી જે સાધુ ભિક્ષાચર્યાના બેંતાલીસ દોષો અને ભોજનના પાંચ દોષોના પારમાર્થિક સ્વરૂપના બોધપૂર્વક સંયમવૃદ્ધિ માટે ભિક્ષા લાવવા યત્ન કરે છે, તેઓ એષણા સમિતિવાળા છે. શરીરનું સંઘયણ અને કાળદોષને કારણે સંયમનો નિર્વાહ ન થતો હોય તો આત્મવંચના કર્યા વગર પંચક હાનિથી ઉચિત યતના કરે છે અને શુદ્ધ આચાર પાળવાના અર્થી છે, તેઓ એષણા સમિતિવાળા છે. જેમ કોઈ વિવેકી શ્રાવકને કર્માદાન વગર આજીવિકા થઈ શકે તેમ ન હોય તો કર્માદાનના વાસ્તવિક સ્વરૂપને
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૪
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૯૮-૨૧૯ જાણીને શક્ય પરિહાર કરવા યત્ન કરે તો શુદ્ધ આચારોથી આજીવિકા કરવાની તેની વૃત્તિ છે, તેથી કદાચ અશક્ય પરિહારરૂપે કર્માદાન સેવે તોપણ શ્રાવકપણું નાશ પામતું નથી. તેમ જે સાધુ દેશકાલને કારણે પિંડવિશુદ્ધિના જે દોષો છે, તેના પરિવાર માટે શક્ય યત્ન કર્યા પછી સંયમ પાલન માટે આહારાદિની અતિ આવશ્યકતા જણાય અને શુદ્ધિની પ્રાપ્તિ ન હોય ત્યારે શક્ય ઉચિત યતનાપૂર્વક દોષોનો પરિહાર કરે તો તે સાધુ એષણા સમિતિવાળા છે, અન્યથા લિંગ ઉપજીવક છે અર્થાત્ સાધુવેષની વિડંબના કરનાર છે; કેમ કે ભગવાનના વચનાનુસાર શુદ્ધ જીવન જીવીને ગુણવૃદ્ધિ કરવાના અર્થી નથી, માટે એષણા સમિતિવાળા નથી. આ રીતે ભાવન કરીને સાધુએ એષણા સમિતિમાં અપ્રમાદ કરવો જોઈએ.li૨૯૮ા અવતરણિકા :
इदानीमादाननिक्षेपणासमितिमाहઅવતરણિકાર્ય :હવે આદાન નિક્ષેપણા સમિતિને કહે છે –
ગાથા -
पुब्बिं चक्खुपरिक्खियपमज्जियं जो ठवेइ गिण्हइ वा ।
आयाणभंडनिक्खेवणाए समिओ मुणी होइ ।।२९९।। ગાથાર્થ :
પહેલાં ચાથી પરીક્ષા કરીને પ્રમાર્જન કરીને જે સાધુ મૂકે છે અથવા ગ્રહણ કરે છે, તે મુનિ આદાનમંડ નિક્ષેપણા સમિતિવાળા છે. ll૨૯૯II ટીકા -
पूर्व प्रथमं 'चक्खु' त्ति चक्षुषा परीक्ष्याऽवलोक्य प्रदेशं प्रमृज्य रजोहरणेन यः साधुः स्थापयति भाजनादिकं गृह्णाति वा तथैव, स किम् ? आदानेन सह निक्षेपणा आदाननिक्षेपणा भाण्डस्योपकरणस्यादाननिक्षेपणा भाण्डादाननिक्षेपणा, गाथायां तु भाण्डशब्दस्य मध्यनिपातः प्राकृतशैल्या, तस्यां समितो मुनिर्भवति ।।२९९।। ટીકાર્ય :
પૂર્વ મુનિર્મવતિ / પૂર્વમાં પહેલાં, ચક્ષુથી પ્રદેશનું અવલોકન કરીને રજોહરણથી પ્રમાર્જના કરીને જે સાધુ ભાજનાદિ સ્થાપન કરે છે અથવા તે પ્રમાણે જ ગ્રહણ કરે છે. તે સાધુ શું? એથી કહે છે – આદાનથી સહિત નિક્ષેપણા આદાત નિક્ષેપણા, ભાંડતીવ્રઉપકરણની, આદાન
Page #112
--------------------------------------------------------------------------
________________
ઉપશામાલા ભાગ-૨/ ગાથા-૨૯૯-૩૦૦
વિક્ષેપણા ભાંડાદાન વિક્ષેપણા, તેમાં સમિત મુનિ થાય છે. ગાથામાં વળી ભાંડ શબ્દનો મધ્યમાં નિપાત પ્રાકૃત શૈલીથી છે. ૨૯૯ ભાવાર્થ -
જે સાધુ શમભાવના પરિણામવાળા છે, તેઓ બધા જીવોને પોતાની તુલ્ય જોનારા છે. તેથી કોઈ જીવને લેશ પણ પીડા ન થાય, તે માટે અપ્રમાદથી યત્ન કરે છે. જેમ કાંટાવાળી ભૂમિ હોય ત્યારે પોતાને કાંટા ન લાગે તે માટે ગૃહસ્થ ઉપયોગપૂર્વક ચાલે છે, તેમ જગતમાં સૂક્ષ્મ જીવો ઘણા છે અને બધા જીવો પોતાના આત્મા તુલ્ય છે, તેથી તે જીવોને પીડા ન થાય તે માટે અત્યંત દયાળુ સાધુ ધર્મના ઉપકરણને સંયમના પ્રયોજનથી ગ્રહણ કરે ત્યારે પ્રથમ ચક્ષુથી સમ્યમ્ અવલોકન કરે, ત્યારપછી તેને ગ્રહણ કરે, જેથી ગ્રહણ કરવાના સ્થાને કોઈ સૂક્ષ્મ જંતુ હોય તો મૃત્યુ પામે નહિ. વળી ચક્ષુથી જોયા પછી તે વસ્તુ ઉપર સૂક્ષ્મ જંતુ હોય અને ચક્ષુગોચર ન થાય તો ગ્રહણ કરવાથી તેનું મૃત્યુ કે પીડા થઈ શકે તેના પરિવાર મારે રજોહરણથી પ્રમાર્જન કરે છે. ત્યારપછી ગ્રહણ કરે છે અને ગ્રહણ કરાયેલા તે ભાજનાદિ ભૂમિ ઉપર મૂકવાનો પ્રસંગ હોય ત્યારે ચક્ષુથી ભૂમિને જોઈને ત્યારપછી પ્રમાર્જન કરીને તે વસ્તુને મૂકે છે અને જેઓ તે પ્રકારે ઉપકરણને ગ્રહણ કરવાના અને મૂકવાના કાળમાં ચક્ષુપરીક્ષણ અને પ્રમાર્જના વિષયક ઉચિત વ્યાપારવાળા છે, તેઓ જ આદાનભંડનિક્ષેપણ સમિતિવાળા છે. ૨૯ અવતરણિકા :
अधुना पञ्चमसमितिमधिकृत्याहઅવતરણિકાર્ય :હવે પાંચમી સમિતિને આવીને કહે છે –
ગાયા -
उच्चारपासवणखेलजल्लसिंघाणए य पाणिविही ।
सुविवेइए पएसे, निसिरंतो होइ तस्समिओ ॥३००।। ગાથાર્થ :
ઉચ્ચાર, પ્રશ્રવણ, ખેલ, જલ=દેહનો મલ, સિંઘાનક નાસિકાનો મેલ અને પ્રાણીઓના ભેદોને સુવિવેચિત પ્રદેશમાં પરિષ્ઠાપન કરતો તે સમિતિવાળો થાય છે પરિષ્ઠાપના સમિતિવાળો થાય છે. ૩૦૦II ટીકાઃ
उच्चारः प्रीषं प्रस्रवणं मूत्रं, खेलः श्लेष्मा, जल्लो देहमलः, सिंहानको नाशिकामलः, उच्चारश्च प्रश्रवणं चेत्यादिद्वन्द्वः, तान्, चशब्दादतिरिक्ताऽशुद्धभक्तपानोपकरणानि च प्राणिविधीन्
Page #113
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-યો
जन्तुभेदाननेकाकारान् कथञ्चिदुपकरणादावापतितान् सुविवेचिते प्रदेशे निःसृजन परिष्ठापयन् भवति तत्समितः परिष्ठापनासमित इति ।
इह च सुविविक्ते स्थाने स्थावरजङ्गमजन्तुरहिते प्रदेशे इति वक्तव्ये सुविवेचिते यदुक्तं तत्सविविक्तेऽपि स्वयमसुविवेचिते चक्षुषा रजोहरणेन च परिष्ठापयन्न तत्समित इति ज्ञापनार्थम् ।।३००।। ટીકાર્ય :
ક્યાર: ... સાપનાર્થમ્ | ઉચ્ચાર=પુરીષ=વિષ્ટા, પ્રશ્રવણ-મૂત્ર, ખેલ ગ્લેખ, જલ્લ–દેહનો મલ, સિંઘાનક=નાસિકામલ, ઉચ્ચાર, પ્રશ્રવણ ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તેને સુવિચિત પ્રદેશમાં પરઠવતા સાધુ સમિત થાય છે, એમ અન્વય છે, શબ્દથી અતિરિક્ત અશુદ્ધ ભક્ત-પાન ઉપકરણનું ગ્રહણ છે, પ્રાણિવિધિને કોઈક રીતે ઉપકરણાદિમાં આવી પડેલા અનેક પ્રકારના જેતુના ભેદોને સુવિચિત પ્રદેશમાં ત્યાગ કરતા=પરઠવતા સાધુ, તે સમિતિવાળા=પરિષ્ઠાપવા સમિતિવાળા થાય છે અને અહીં સુવિવિક્ત સ્થાનમાં=સ્થાવર-જંગમ જંતુથી રહિત પ્રદેશમાં, એ પ્રમાણે વક્તવ્ય હોર્સ છત=સુવિચિત પ્રદેશમાં એ પ્રમાણે જે કહેવાયું, તે સુવિવિક્ત પણ પ્રદેશમાં સ્વયં ચાથી અસુવિચિતમાં અને રજોહરણથી અસુવિચિતમાં પરિષ્ઠાપન કરતા સાધુ તે સમિતિવાળા નથી, તેમ જણાવવાને માટે છે. ૩૦૦ ભાવાર્થ :
સુસાધુ સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિવાળા હોય છે. તેથી પોતાના શરીરના મલાદિના ત્યાગમાં પણ કોઈ જીવોની હિંસા ન થાય તેવી સર્વ ઉચિત યતના કરે છે. તેથી જે સાધુ શરીરના કોઈપણ મલાદિને પરઠવતાં પૂર્વે તે ભૂમિ જંતુરહિત છે કે નહિ તેનું સમ્યગુ પરીક્ષણ કરે છે. ત્યારપછી ચક્ષુથી કોઈ જીવજંતુ ત્યાં નથી તેનું અવલોકન કરે છે. ત્યારપછી રજોહરણથી સમ્યગૂ પ્રમાર્જન કરે છે, ત્યારપછી તે મલાદિ પરઠવે છે, તે સિવાય આહારમાં અતિરિક્ત કે અશુદ્ધ ભક્ત-પાન પ્રાપ્ત થયાં હોય કે અશુદ્ધ ઉપકરણ પ્રાપ્ત થયાં હોય તેને યતનાથી પરઠવે છે. વળી પોતાના ઉપકરણમાં કોઈ જીવ પ્રવેશી ગયો હોય તેને પણ યતનાથી ઉચિત સ્થાને પરઠવે છે. જેથી તેના નિમિત્તે કોઈ અન્ય જીવનો વધ થાય નહિ, આ રીતે જે સાધુ અંતરંગ રીતે દયાળુતા અને બહિરંગ રીતે યતનાપૂર્વક પારિષ્ઠાપનિકા ક્રિયા કરે છે, તે પારિષ્ઠાપનિકા સમિતિવાળા છે.
આ પાંચેય સમિતિમાંથી કોઈપણ સમિતિના પાલનકાળમાં સાધુ અવશ્ય ગુપ્તિવાળા હોય છે. તેથી પાંચેય સમિતિમાંથી જે વખતે જે સમિતિનું પ્રયોજન હોય તે સમિતિના પાલન દ્વારા ગુપ્તિની અતિશયતાને કારણે સંવરભાવની વૃદ્ધિ કરે છે, તેનાથી શમભાવના પરિણામરૂપ સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે. IB૦ના
Page #114
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૧
અવતરણિકા :
गतं समितिद्वारम् अधुना कषायद्वारं विवरीतुकामस्तेषां तज्जातीयानां च दुष्टताभिधायिकां प्रतिद्वारगाथामाह
૩૭
અવતરણિકાર્થ :
સમિતિદ્વાર પૂરું થયું, હવે કાયદ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી તેની=કષાયોની અને તેના જાતિઓની દુષ્ટતાને કહેનારી પ્રતિદ્વાર ગાથાને કહે છે
ગાથા
कोहो माणो माया, लोभो हासो रई य अरई य । सोगो भयं दुर्गुछा, पच्चक्खकली इमे सव्वे ॥ ३०१ ।।
ગાથાર્થ ઃ
ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા આ બધા દેખાતો કજિયો છે. II૩૦૧||
ટીકા ઃ
क्रोधो मानो माया लोभो हासो रतिश्चारतिश्च शोको भयं जुगुप्सा, किं ? प्रत्यक्षकलयः कलहहेतुत्वादुपलक्षणं चेदं सर्वानर्थहेतुतायाः इमेऽनन्तरोक्ताः सर्व इति ।। ३०१।।
ટીકાર્ય -
क्रोधो સર્વ પ્રકૃતિ ।। ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા શું છે? એથી કહે છે પ્રત્યક્ષ કલિ છે; કેમ કે કલહતું હેતુપણું છે અને આ=ક્રોધાદિ પ્રત્યક્ષ કલિ છે એ, સર્વ અનર્થહેતુતાનું ઉપલક્ષણ છે. આ=અનંતરમાં કહેવાયેલા સર્વ પ્રત્યક્ષ કલિ છે એમ અન્વય છે. II૩૦૧I
ભાવાર્થ:
આત્મામાં વર્તતા ક્રોધાદિ ચાર કષાયો અને હાસ્યાદિ છ નોકષાયો પ્રત્યક્ષ કજિયા છે. જેમ કોઈની સાથે કલહ થાય ત્યારે કલહ કરનારા જીવો અસ્વસ્થતાને અનુભવે છે, તેમ કષાય-નોકષાયનો પરિણામ આત્માની સ્વસ્થતાનો ભંજક છે. જોકે ઉપયોગમાં સર્વ જીવને કષાય-નોકષાય સૂક્ષ્મ રીતે બહુલતાએ પ્રવર્તતા હોય છે. ફક્ત મહાત્માઓ કષાય-નોકષાયથી વિરુદ્ધ ક્ષમાદિ ભાવોમાં દૃઢ પ્રણિધાનપૂર્વક ઉપયુક્ત હોય ત્યારે જ તે કષાયો-નોકષાયો કંઈક તિરોધાન અવસ્થામાં હોય છે. તેનાથી આત્મામાં તે પ્રકારની અસ્વસ્થતારૂપ કલહ થતો નથી, પરંતુ કલહ કરવાના સ્વભાવવાળા જીવોને કલહ ક૨વો પ્રકૃતિરૂપ હોય
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૧, ૩૦૧-૩૦૩ છે. તેથી કલહ કરતી વખતે પોતે અસ્વસ્થ છે, તેમ પ્રતીત થતું નથી, પણ પ્રસંગે પ્રસંગે સહજભાવથી કલહ કરે છે, તેથી જીવો બાહ્ય નિમિત્તોને પામીને ક્રોધાદિ ચાર કષાયોમાંથી કોઈક કષાયના ઉપયોગવાળા હોય છે અને તે કષાયને અનુરૂપ હાસ્યાદિ નોકષાયનો ઉપયોગ પ્રવર્તે છે. વળી આ કષાય-નોકષાયનો ઉપયોગ અનુભવકાળમાં તો આત્માની કલહરૂપ અસ્વસ્થતા કરનાર છે, પરંતુ સંસારમાં દુર્ગતિઓની પ્રાપ્તિ, અશાતાની પ્રાપ્તિ, અનેક ઉપદ્રવોની પ્રાપ્તિનું કારણ પણ છે, તેથી જીવ માટે એકાંતે અનર્થકારી ભાવો છે, છતાં જીવોને તે ભાવોનો જ અતિઅભ્યાસ છે. તેનાથી વિરુદ્ધ ક્ષમાદિ ભાવોનો અભ્યાસ પ્રાયઃ નથી, તેથી કલહકારી અને અનર્થની પરંપરાને કરનારા કષાય-નોકષાયના ભાવોમાં જીવો પ્રાયઃ વર્તે છે. IIB૦૧ાા
અવતરણિકા :
साम्प्रतं तत्त्वभेदपर्यायाख्येति न्यायात् तावत् क्रोधपर्यायान् सदोषानाचष्टेઅવતરણિકાર્ય :
હવે તત્ત્વ-ભેદ-પર્યાયથી વ્યાખ્યા છે, એ પ્રકારના વ્યાયથી દોષ સહિત ક્રોધના પર્યાયોને કહે છે – ભાવાર્થ -
ગાથા-૩૦૧માં કષાય દ્વારા કહેવાનો પ્રારંભ કર્યો, ત્યાં કષાયના ભેદો ક્રોધ-માન આદિ બતાવ્યા. તે ભેદરૂપે કષાયના લક્ષણનું કથન છે. તેથી લક્ષણરૂપ તત્ત્વથી વ્યાખ્યા થઈ. વળી તે કષાયોના ક્રોધ-માનમાયા આદિ સર્વ ભેદો છે, તેથી ભેદથી પણ વ્યાખ્યા થઈ. હવે કષાયોના પર્યાયોની વ્યાખ્યા કરવી જોઈએ, એ પ્રકારના ન્યાયથી પ્રથમ દોષ સહિત ક્રોધના પર્યાયોને કહે છે – ગાથા :
कोहो कलहो खारो, अवरुप्परमच्छरो अणुसओ य ।
चंडत्तणमणुवसमो, तामसभावो य संतावो ॥३०२।। ગાથાર્થ :
ક્રોધ, કલહ, ખાર, પરસ્પર (પર ઉપર) મત્સર, અનુશય, ચંડવ, અનુપશમ, તામસભાવ અને સંતાપ. ૩૦ ટીકા :
क्रोधः कलहः क्षारः परस्परमत्सरोऽनुशयश्च चण्डत्वमनुपशमस्तामसभावश्च सन्ताप इति ।।३०२।। ટીકાર્ય :
જો ... સત્તાપ ! ક્રોધ, કલહ, ક્ષાર, પરસ્પર (પર ઉપર) મત્સર, અનુશય, ચંડત્વ, અનુપશમ, તામસભાવ અને સંતાપ. m૩૦રા
Page #116
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨T ગાથા-૦૨-૩૦૩
ગાથા -
निच्छोडण निब्भंच्छण, निरणुवत्तित्तणं असंवासो ।
कयनासो य असम्मं, बंधइ घणचिक्कणं कम्मं ।।३०३।। ગાથાર્થ -
નિછોટન, નિર્ભર્સન, નિરનુવર્તિત્વ, અસંવાસ, કૃતનાશ, અસામ્ય (આને આચરતો જીવ) ઘન ચીકણાં કર્મ બાંધે છે. ll૩૦૩ll ટીકા :
निश्छोटनं निर्भर्त्सनमनुस्वारलोपानिरनुवर्तित्वम् असंवासः कृत-नाशश्चासाम्यम् एतान्यपि क्रोधशब्देनोच्यन्ते तत्कार्यत्वात्, फले हेतूपचारादेतान्याचरन् जन्तुर्बध्नाति ‘घणचिक्कणं' गाढं નિવિ # જ્ઞાનાવિરતિ પારૂ૦રૂા ટીકાર્ય :
નિચ્છન્ન ... નાનાવરારિ I તિરછોટા=અંગુલીથી તર્જન, નિર્ભર્જન ગાથામાં અનુસ્વારનો લોપ છે, નિરનુવતિત્વ, અસંવાસ=ક્રોધને કારણે તેનાથી દૂર રહેવું તે, કૃતનાશ=કરેલા કાર્યનો ક્રોધથી નાશ કરવો, અસામ્ય=સાય પરિણામનો અભાવ, આઓ પણ ક્રોધ શબ્દથી કહેવાય છે; કેમ કે તેનું કાર્યપણું છે=દોધનું કાર્યપણું છે, માટે ક્રોધના ફલમાં હેતુના ઉપચારથી ક્રોધ કહેવાય છે. આ બધાને આચરતો જીવ ઘન ચીકણાં કમ=ગાઢ નિબિડ જ્ઞાનાવરણી આદિ કર્મોને બાંધે છે. ૩૦૩ ભાવાર્થ :
જીવમાં ક્રોધનો પરિણામ તરતમતાથી અનેક પ્રકારે પ્રગટ થાય છે. તેના કારણે ક્રોધ અનેક પ્રકારના કાર્યરૂપે અભિવ્યક્ત થાય છે અને તે કાર્યકાળમાં ક્રોધનો સ્વભાવ જ વિશેષરૂપે અનુવર્તન પામતો હોય છે. જેમાં સામાન્યથી કોઈને કોઈ પ્રત્યે ક્રોધ થાય, ત્યારે ચિત્તમાં તે પ્રકારનો અંત:તાપનો પરિણામ થાય છે અને વિશેષ નિમિત્તને પામીને કલહરૂપે અભિવ્યક્ત થાય છે, ત્યારે તે કલહકાળમાં પણ ચિત્તમાં ક્રોધનો પરિણામ વર્તે છે. વળી કોઈને ક્રોધ થયા પછી તેના પ્રત્યે ખાર રહે છે અર્થાત્ સંયોગ આવશે. તો હું તેને બરાબર હેરાન કરીશ, તે પ્રકારના ચિત્તના ખારને ધારણ કરે છે, તે પણ અંતરમાં થયેલું ક્રોધનું કાર્યવિશેષ છે. કોઈકના ઉપર મત્સર થાય તે પણ ક્રોધનું કાર્ય છે; કેમ કે બીજાની સંપત્તિ જોઈને કે બીજાના આદર-સત્કારાદિ જોઈને મત્સર થાય છે, ત્યારે ચિત્તમાં તે ભાવો પ્રત્યે ક્રોધનો પરિણામ અનુસૂતરૂપે છે, તેના કાર્યરૂપે બીજા ઉપર મત્સર થાય છે. ટીકામાં પરસ્પર મત્સર લખ્યું છે, તે સ્થાને પર ઉપર મત્સર એ પ્રમાણે પાઠ હોવાની સંભાવના છે. વળી અનુશય એ પણ ક્રોધનો જ તે પ્રકારનો પરિણામ વિશેષ છે. ચંડત્વ એ પણ ક્રોધનું જ વિશિષ્ટ ઉગ્ર સ્વરૂપ છે. અનુપશમતત્ત્વની ભાવનાથી
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૨-૩૦૩, ૩૦૪-૩૦૫ ક્રોધનો પરિણામ ઉપશમ પામ્યો ન હોય ત્યારે નિમિત્તને પામીને પ્રતિકૂળ ભાવો પ્રત્યે અલ્પ કે અધિક અરુચિ થાય છે, તે અનુપશમ છે. વળી તમસભાવ એ ગુસ્સાને કારણે ચિત્તમાં વ્યાપ્ત થયેલો અંધકારનો પરિણામ છે, તે કાર્ય અકાર્યનો વિચાર કરવામાં બાધક છે. કોઈક વસ્તુના વિનાશને કારણે કે અન્ય કારણે ચિત્તમાં જે સંતાપ થાય છે, તે પણ ક્રોધનો વિશેષ પ્રકારનો પરિણામ છે.
કોઈ પ્રત્યે ક્રોધ થયો હોય તેના કારણે આંગળીથી તર્જના કરે તે ક્રોધની અભિવ્યક્તિ રૂપ નિશ્છોટન જીવનો પરિણામ છે. નિર્ભર્જન એ ક્રોધની ઉગ્રતાને કારણે કોઈકને ઉતારી નાખવાને અનુકૂળ ચેષ્ટાવિશેષ છે. કોઈક પ્રત્યે ક્રોધ થયો હોય તેથી પૂર્વમાં તેનું અનુવર્તન કરતો હોય તેનો ત્યાગ કરીને નિરનુવર્તન કરે તે પણ ક્રોધનું કાર્ય છે. કોઈક સાથે પૂર્વમાં સંવાસ હોય, પરંતુ ક્રોધને કારણે તેનાથી દૂર રહે તે પણ ક્રોધનું કાર્ય છે. કોઈકે કોઈક કાર્ય કર્યું હોય અથવા સ્વયં કોઈ કાર્ય કર્યું હોય અને ગુસ્સો આવે ત્યારે તે કાર્યનો નાશ કરે તે પણ ક્રોધજન્ય કૃત્ય છે. તેથી ક્રોધનો પર્યાય છે, અસભ્યબાહ્ય પદાર્થો પ્રત્યે ચિત્તની સામ્યવૃત્તિ નહિ હોવાથી ઇન્દ્રિયોને પ્રતિકૂળ ભાવોમાં કંઈક અરુચિ થાય તે અસામ્યરૂપ ક્રોધનો પરિણામ છે. આ સર્વ ક્રોધના જ પરિણામો છે અને તે પરિણામમાં વર્તતો જીવ જ્ઞાનાવરણી આદિ કર્મોને બાંધે છે; કેમ કે અજ્ઞાનના નિમિત્તે કષાયો થાય છે અને કષાયના પ્રકર્ષથી ગાઢ જ્ઞાનાવરણીમોહનીય આદિ કર્મો બાંધે છે, એટલું જ નહિ પણ દુર્ગતિની પ્રાપ્તિનું કારણ બને તેવાં ક્લિષ્ટ અશાતાવેદનીય કર્મોને પણ બાંધે છે. ||૩૦૨-૩૦૩||
અવતરણિકા :
मानपर्यायानाह
અવતરણિકાર્થ :
માનના પર્યાયવાચી શબ્દોને કહે છે
ગાથા =
-
माणो मयहंकारो, परपरिवाओ य अत्तउक्करिसो ।
परपरिभवो विय तहा, परस्स निंदा असूया य ।। ३०४ ।।
ગાથાર્થ ઃ
માન, મદ, અહંકાર, પરપરિવાદ, આત્મઉત્કર્ષ, પરપરિભવ પણ, તે પ્રમાણે પરની નિંદા અને અસૂયા. ||૩૦૪]]
ટીકા
मानो मदोऽहङ्कारः परपरिवादश्चात्मोत्कर्षः परपरिभवोऽपि च तथा परस्य निन्दाऽसूया ૨ ||૪||
Page #118
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા ૩૦૪ ૩૦૫
ટીકાર્ય -
मानो
નિન્દ્રાડસૂવા = ।। માન, મદ, અહંકાર, પરપરિવાદ, આત્મઉત્કર્ષ, પરપરિભવ પણ, તેમ પરની નિંદા અને અસૂયા. ।।૩૦૪||
ગાથા =
हीला निरोवयारित्तणं, निरवणामया अविणओ य । परगुणपच्छायणया, जीवं पाडंति संसारे ।। ३०५ ।।
૧૦૧
ગાથાર્થ ઃ
હીલા=હીલના, નિરુપકારીપણું, નિરવનામતા અને અવિનય, બીજાના ગુણો ઢાંકવા જીવને સંસારમાં પાડે છે. II૩૦૫II
ટીકા
हीला निरुपकारित्वं निरवनामता अविनयश्च परगुणप्रच्छादनता, एतान्यपि मानध्वनिनाऽभिधीयन्ते पूर्वोक्तयुक्तेः एतानि च क्रियमाणानि जीवं पातयन्ति संसारे इति ।। ३०५ ।।
ટીકાર્થ ઃ
हीला
સંસારે કૃતિ ।। હીલા=હીલના, નિરુપકારીપણું, નિરવનામતા, અવિનય અને બીજાના ગુણોને ઢાંકવા આઓ પણ પૂર્વે કહેવાયેલી યુક્તિથી માન શબ્દથી કહેવાય છે, માનનાં કાર્યો છે માટે માનના લમાં હેતુના ઉપચારથી માન કહેવાય છે અને કરાતા એવા આઓ જીવને સંસારમાં પાડે છે. ।।૩૦૫ા
ભાવાર્થ:
માન એ જીવનો કષાયનો પરિણામ છે. જીવ ગુણવાન પ્રત્યે નમ્ર થયેલ નથી, તેથી પોતાને પ્રાપ્ત થયેલ તુચ્છ શક્તિઓમાં પોતાને કંઈક માને છે. તેથી બીજા કરતાં પોતાને અધિક માનીને માન-કષાયથી પીડિત થાય છે. તે માન જ પ્રસંગે મદ કરાવે છે, ત્યારે વ્યક્તરૂપે બીજા કરતાં હું અધિક છું, તેમ માનીને બીજાને હીન જોવામાં તેનો ઉપયોગ પ્રવર્તે છે. વળી તે માન જ ક્યારેક અહંકારરૂપે પ્રવર્તે છે અર્થાત્ હું કરું એ બરાબર છે, સાચું છે ઇત્યાદિ ભાવો કરીને પોતાના તુચ્છ ભાવોમાં અહંકાર કરે છે. આથી કોઈક ગ્રંથ પોતે કર્યો હોય, તેમાં નિપુણતાયુક્ત પદાર્થનું નિરૂપણ ન હોય તોપણ આ ગ્રંથ પોતે કર્યો છે, ઇત્યાદિ અહંકારને વશ સર્વ પાસે અભિવ્યક્તિ કરે છે. વળી માન-કષાયને વશ બીજાના પરિવાદને કરે છે. બીજાને હીન દેખાડી પોતાનું આધિક્ય વ્યક્ત કરે છે. વળી પોતાનો ઉત્કર્ષ, સત્ય કે અસત્ય લોકો આગળ કહીને માન-કષાયને દૃઢ કરે છે. વળી માન-કષાયને વશ બીજાનો પરિભવ કરે છે અર્થાત્ આનામાં કાંઈ કુશળતા નથી ઇત્યાદિ કહીને પોતે કુશળ છે, તેમ સ્થાપવા યત્ન કરે
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ઉપદેશમાલા ભાગ-૨ગાથા-૩૦૪-૩૦૫, ૩૦૧-૩૦૭ છે અને માન-કષાયને વશ પરની નિંદા કરે છે. જો કે નિંદા ક્રોધ-કષાયનો ભેદ છે, તોપણ માનમાંથી કોઠેલ છે, માટે માનનું કાર્ય છે. વળી માની હોવાને કારણે લોકમાં બીજાને માન મળતું હોય ત્યારે સહન ન કરી શકે તે પ્રકારે અસૂયા થાય છે, તે પણ માનનું કાર્ય છે.
માન-કષાયને વશ બીજાની હીલના કરે તે પણ માનનો જ પર્યાય છે. વળી માન-કષાયને વશ પોતાના ઉપકારીના ઉપકારને પણ ભૂલી જાય છે અને હું કંઈક અધિક છું તેમ માને તે નિરુપકારીપણું માનનું કાર્ય છે. વળી માની ગુણવાન પ્રત્યે પણ નિરવનામતાવાળા હોય છે અર્થાત્ નમ્ર બનતા નથી, પરંતુ અક્કડ રહે છે, તે માનનું જ કાર્ય છે. ગુણવાન પ્રત્યે અવિનયનો ભાવ એ પણ માન-કષાયનું કાર્ય છે. વળી માન-કષાયને વશ બીજાના સ્પષ્ટ ગુણો દેખાતા હોય તોપણ પ્રચ્છાદન કરે છે અને પોતાના ગુણો અધિક દેખાય તેવો યત્ન કરે છે. આથી વિદ્વાન પણ પોતાનાથી અધિક વિદ્વાનના ગુણોનું પ્રચ્છાદન કરી પોતાના અલ્પજ્ઞાનમાં અધિકતા દેખાડવા યત્ન કરે તે માન-કષાયનું કાર્ય છે. આ સર્વ માનના પરિણામોને કરીને જીવ દુર્ગતિઓમાં ભમે છે. એથી દુર્ગતિના પરિભ્રમણમાં પ્રબળ કારણભૂત આ સર્વ પરિણામો છે. II૩૦૪-૩૦પI અવતરણિકા :-
अधुना मायापर्यायानाहઅવતરણિકાર્ય -
હવે માયાના પર્યાયોને કહે છે – ગાથા -
मायाकुडंगपच्छन्नपावया कूडकवडचणया ।
सव्वत्थ असब्भावो, परनिक्खेवावहारो य ॥३०६॥ ગાથાર્થ :
માયા, કુડંગ, છાપાપતા, કૂટકપટ, વચના, સબ અસદ્ભાવ, પરનિક્ષેપનો અપહાર. [૩૦ ટીકા :
माया कुडगः प्रच्छन्नपापता, कूटं कपटमनुस्वारलोपाद् वञ्चनता सर्वत्रासद्भावः परनिक्षेपापहारश्च T૩૦૬ ટીકાર્ય :
માયા .... પદારશ્ય માયા, કુડંગકહેવામાં પોતાનો ભાવ ઢંકાયેલો રાખે તેવો, પ્રચ્છન્નપાપતા, ફૂટ-કપટ, ગાથામાં અનુસ્વારનો લોપ છે. વંચાતા, સર્વત્ર અસદ્ભાવ=પોતાનો જે ભાવ ન હોય તેવો બતાવવો, બીજાની થાપણ લઈ લેવી. ૩૦૬il
Page #120
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૭-૨૦૭
૧૦૩
ગાથા -
छल छोम संवइयरो, गूढायारत्तणं मई कूडिला । .
वीसंभघायणं पि य, भवकोडिसएसु विनडेन्ति ।।३०७।। ગાથાર્થ -
છલ, છઘ, સંવ્યતિકર, ગૂઢાચારપણું, મતિકુટિલતા, વિશ્વસ્તનો ઘાત કરવો, દોડો ભવોમાં જીવને નચાવે છે. ll૩૦૭ના ટીકા -
छलं छद्म संव्यतिकरः गूढाचारत्वं मतिः कुटिला, विश्रम्भघातनमपि चैतानि मायाशब्देनोच्यन्ते, प्रागुक्तन्यायादमूनि च भवकोटीशतेषु विनाटयन्ति विगोपयन्ति जीवं तत्कारिणमिति गम्यते ।।३०७।। ટીકાર્ય :
છછ ... અને . છલ, છા, સંવ્યતિકર=વિપરીત પ્રસંગ કહેવો, ગૂઢાચારપણું, મતિકુટિલતા, વિશ્વસ્વનો ઘાત કરવો, આઓ માયા શબદથી કહેવાય છે; કેમ કે પહેલાં કહેવાયેલો થાય છે કાર્યમાં કારણનો ઉપચાર છે અને આaછલાદિ, સેંકડો ક્રોડો ભવોમાં જીવની વિડંબના કરે છે–તેના કરનારાને વિડંબના કરે છે. li૩૦શા ભાવાર્થ
માયા એ જીવમાં વર્તતો વક્ર સ્વભાવ છે, જેને વશ જીવ પોતાની સરળ પ્રકૃતિનો વિનાશ કરે છે, તે માયા તરતમતાથી અનેક ભૂમિકાવાળી છે અને માયાને કારણે અનેક પ્રકારના ભાવો અભિવ્યક્ત થાય છે, તે સર્વને ગ્રહણ કરીને તે ભાવોને માયાના પર્યાયો કહે છે. માયા જ કુડંગ સ્વરૂપ છે= પોતાના ભાવોને ગોપવે છે અને પોતાનામાં જે ભાવ નથી, તેવો ભાવ બતાવે છે. જેમ પોતાને કોઈના પ્રત્યે દ્વેષ હોય તો પણ પોતાને તેની સાથે મિત્રતા છે, તેવો પરિણામ અભિવ્યક્ત કરવો તે માયા છે. વળી પ્રચ્છન્નપાપતા પણ માયા છે=લોકો આગળ પ્રગટ ન થાય, તે પ્રકારે પાપને છુપાવી રાખે અથવા કોઈ ન જુએ તે પ્રકારે પાપો કરે તે માયાનો પરિણામ છે. કૂડ-કપટ એ પણ માયાનો જ વિશિષ્ટ પ્રકારનો પરિણામ છે. વળી કુશળતાપૂર્વક બીજાને ઠગવારૂપ પરવંચના એ પણ માયાનો પરિણામ છે. વળી બધા કાર્યમાં પોતાનો જે પરિણામ હોય તે પ્રગટ થવા ન દે, પરંતુ અવિદ્યમાન જ ભાવ બતાવે, તે માયાનો પરિણામ છે. બીજાએ મૂકેલી વસ્તુને પડાવી લે તે પણ માયાનો પરિણામ છે.
છલ કરે, જેમ વસ્તુ થોડી સારી હોય તો ઘણી સારી છે એમ કહે, થોડી ખરાબ હોય તો ઘણી ખરાબ છે એમ કહે છv=પોતાના ભાવોને છુપાવવા એ માયા છે. પોતે જે કર્યું હોય તેનાથી વિપરીત કથનને અભિવ્યક્ત કરે તે સંવ્યતિકરરૂપ માયા છે. ગૂઢાચારપણું પોતાના ભાવોને છુપાવીને બાહ્યથી સારું દેખાડવા પ્રયત્ન કરે, તે માયાનો પરિણામ છે. શાસ્ત્રઅધ્યયન આદિથી પોતાને પદાર્થનો સ્પષ્ટ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૬-૩૦૭, ૩૦૮-૩૦૯ બોધ ન થયો હોય છતાં પોતાની બુદ્ધિ અનુસાર યોજીને તે વસ્તુને હું જાણું છું, તે પ્રકારનું મિથ્યાભિમાન કરે તે મતિની કુટિલતા છે. એ રીતે અન્ય કાર્યોમાં પણ મતિની કુટિલતા એ માયા છે, વિશ્વાસઘાત કરવો એ પણ માયાનો પરિણામ છે. આ રીતે માયા કરીને જીવ ઘણા ભવોમાં અનેક પ્રકારની વિડંબના પામે છે, માટે વિવેકી પુરુષે સરળતા દ્વારા માયાનો નાશ કરવા યત્ન કરવો જોઈએ. II૩૦૬–૩૦૭||
અવતરણિકા :
साम्प्रतं लोभपर्यायानाह
અવતરણિકાર્થ :
હવે લોભના પર્યાયોને કહે છે
ગાથા
-
लोभो अइसंचयसीलया य किलिट्ठत्तणं अइममत्तं । कप्पन्नमपरिभोगो, नट्ठविणट्टे य आगल्लं ।। ३०८ ।।
ગાથાર્થ :
લોભ, અતિસંચયશીલતા, ક્લિષ્ટપણું, અતિમમત્વ, કલ્પ્ય અન્નનો અપરિભોગ અને નષ્ટવિનષ્ટમાં આકુળતા. II૩૦૮II
ટીકાઃ
लोभो अतिसञ्चयशीलता च क्लिष्टत्वमतिममत्वं तथा कल्प्यमुपभोगार्हं यदन्नमशनं तस्य तृष्णातिरेकादपरिभोगः कल्प्यान्नाऽपरिभोगः मकारोऽलाक्षणिकः, नष्टविनष्टे च क्वचिद्वस्तुनि मूर्च्छातिरेकादाकल्यं मान्धं रोगावाप्तेर्नष्टं च अश्वादिवद् गतमेव यन्नागतं विनष्टं धान्यादिवनिक्षिप्तमेव यत् प्रलीनं तदुच्यत इति ॥ ३०८ ॥
ટીકાર્થ ઃદોષો • તનુષ્યત કૃતિ ।। લોભ, અતિસંચયશીલતા, ક્લિષ્ટપણું, અતિમમત્વ અને કલ્પ્ય=ઉપભોગને યોગ્ય, જે અન્ન=આહાર, તેનો તૃષ્ણાના અતિરેકને કારણે અપરિભોગ કલ્પ્ય અન્ન અપરિભોગ છે, મકાર અલાક્ષણિક છે, કોઈક વસ્તુ નષ્ટ-વિનષ્ટ થયે છતે મૂર્છાના અતિરેકથી આકલ્ય=રોગની પ્રાપ્તિ હોવાથી માંઘ,
નષ્ટ અને વિનષ્ટનો ભેદ કરે છે
નષ્ટ-અશ્વાદિની જેમ ગયેલું જ, જે આવેલું નથી, ધાત્યાદિની જેમ ફેંકાયેલું જ જે અત્યંત લીન થયેલું છે તે વિનષ્ટ કહેવાય છે. ૧૩૦૮॥
Page #122
--------------------------------------------------------------------------
________________
પદેશમલા ભાગ-૨) ગાથા-૩૦૮૩૦૯
૧૦૫
ગાથા :
मुच्छा अइबहुधणलोभया य तब्भावभावणा य सया ।
बोलेंति महाघोरे, जरमरणमहासमुदम्मि ॥३०९।। ગાથાર્થ -
મૂચ્છ, અતિબહુધનલોભતા, હંમેશાં તેના ભાવની ભાવના, આ સર્વ ભાવો જીવને અત્યંત ઘોર જન્મમરણ સમુદ્રમાં બોલે છે=નિમજ્જન કરાવે છે. ll૩૦૯ll
ટીકા :
__ मूर्छा अतिबहुधनलोभता च तद्भावभावना च सदा लोभभावनया गाढं चित्तरञ्जनेत्यर्थः । एतानि लोभशब्देनोच्यन्ते । उक्तादेव हेतोरेतानि च बोलयन्ति निमज्जयन्ति महाघोरे अतिरौद्रे जरामरणमहासमुद्रे जीवमिति ।।३०९।। ટીકાર્ય :
મૂઈ... નીલજિરિ મૂચ્છ, અતિબહુધનલોભતા, હંમેશા તેના ભાવની ભાવના=લોભની ભાવનાથી અત્યંત ચિતની રંજના, આઓ=બે ગાથામાં કહ્યા એઓ, લોભ શબ્દથી કહેવાય છે. ઉક્ત જ હેતુથી કાર્યમાં કારણના ઉપચારથી લોભ શબ્દથી કહેવાયા છે, એમ અવય છે અને આઓ–લોભમાં સર્વ કાર્યો જીવને મહાઘોર=અતિભયંકર, જન્મમરણરૂપ મહાસમુદ્રમાં ડુબાડે છે. ૩૦૯ ભાવાર્થ
લોભનો પરિણામ તરતમતાથી અનેક ભેદવાળો છે અને દસમા ગુણસ્થાનકે લોભનો પરિણામ અત્યંત અલ્પ હોય છે. તેના પૂર્વે સર્વ જીવોને કંઈક લોભનો પરિણામ અવશ્ય હોય છે, છતાં મુનિઓ બાહ્ય પદાર્થો પ્રત્યેના લોભના પરિણામનો ત્યાગ કરીને લોભના પરિણામને આત્માના ગુણસંચય પ્રત્યે પ્રવર્તાવે છે. તેથી લોભ સતત વિનાશ પામે છે. વૃદ્ધિ પામતો નથી અને જેઓ શાતાના અર્થી છે અને તેના ઉપાયભૂત ધનસંચયાદિમાં લોભનો પરિણામ છે, ધનસંચયમાં પણ લોભનો અતિશય છે. તેના કારણે જીવમાં અનેક પ્રકારના ભાવો થાય છે, તેને અહીં લોભના પર્યાયોથી બતાવ્યા છે. જેમ કોઈકને ધનલાભનો લોભ હોય છે, વળી કોઈકને અતિસંચયશીલતા હોય છે, જેમ મમ્મણ શેઠને ધનની અતિસંચયશીલતા હતી, તેનાથી સાતમી નરકની પ્રાપ્તિ થઈ. વળી કોઈક જીવોમાં લોભને કારણે ગમે તેવાં અકાર્યો કરાવે તેવું ક્લિષ્ટત્વ વર્તે છે. આથી જ લોભને વશ અનેક જાતનાં હિંસક કૃત્યો કરીને પણ ધનસંચય કરે છે. વળી કેટલાક જીવોને પ્રાપ્ત થયેલા ભોગમાં અતિમહત્વ હોય છે. તેથી ધન પરિમિત હોય તોપણ તેઓ અતિમમત્વને કારણે ક્લિષ્ટ કર્મ બાંધે છે. વળી કેટલાક જીવો ભોગસામગ્રી મળેલી હોય તોપણ તૃષ્ણાના અતિરેકથી કાયમ તે ભોગો ભોગવી શકતા નથી; કેમ કે “ભોગો કરવાથી ધનનો નાશ થશે”
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૮-૩૦૯, ૩૧૦ તેવી બુદ્ધિને કારણે તે ભોગનો અપરિભોગ કરે છે, તે પણ લોભનો ભેદ છે. જેમ મમ્મણ શેઠ અઢળક ધન હોવા છતાં સસ્તું મળે તેવા તુચ્છ અન્નથી પોતાના દેહનો નિર્વાહ કરતા હતા. વળી, કેટલાક જીવોને અશ્વાદિ નાશ પામ્યા હોય અર્થાત્ ક્યાંક ચાલ્યા ગયા હોય ત્યારે ગ્લાનિ થાય છે, ચિત્ત અસ્વસ્થ રહે છે, તે પણ લોભ છે. આથી પોતાનો પુત્ર ઘર છોડીને ચાલ્યો ગયો હોય ત્યારે પણ લોભને વશ તેનું ચિત્ત અત્યંત ગ્લાન રહે છે. જેથી રોગની પ્રાપ્તિ થાય છે. વળી ધાન્યાદિની જેમ કોઈક વસ્તુ કોઈક પાસે મૂકી હોય અને તે વસ્તુ નાશ પામે તો તે અસ્વસ્થ થાય છે. જેમ કોઈક પાસે થાપણ મૂકી હોય અને તે પાછી આપે નહિ, ત્યારે ચિત્ત વિહ્વળ રહે છે તે પણ લોભનો પરિણામ છે.
મૂર્છા=ધનાદિને જોઈને અતિરાગનો પરિણામ, અત્યંત ધનની લોભતા અથવા હંમેશાં ધનની વૃદ્ધિના વિચારો એ સર્વ લોભના જ પરિણામો છે અને જેઓ સદા આ પ્રકારના લોભના પરિણામોમાં વર્તે છે, તેઓ ક્લિષ્ટ કર્મ બાંધીને જન્મ-જરા-મરણરૂપ અત્યંત ઘોર મહાસમુદ્રમાં ડૂબે છે, માટે લોભના સ્વરૂપનું ભાવન કરીને પોતાના ચિત્તને સંવરભાવમાં લાવવા યત્ન કરવો જોઈએ, જેથી આત્મગુણોની વૃદ્ધિ પ્રત્યે લોભનો પરિણામ સ્થિર થાય, તુચ્છ બાહ્ય વૈભવ પ્રત્યે લોભની વૃદ્ધિ દ્વારા આત્માનો વિનાશ થાય નહિ. II૩૦૮-૩૦૯ll
અવતરણિકા :–
यस्तु महात्मा ज्ञाततत्त्वः कषायान् निगृह्णीयात् तद्गुणमभिधित्सुराह
અવતરણિકાર્ય :
વળી જણાયું છે તત્ત્વ જેને એવા જે મહાત્મા કષાયોનો નિગ્રહ કરે છે, તેના ગુણને કહેવાની ઈચ્છાવાળા કહે છે
ગાથા:
-
एएसु जो न वट्टिज्जा, तेण अप्पा जहडिओ नाओ । मणुयाण माणणिज्जो, देवाण वि देवयं होज्जा ।। ३१० ।।
ગાથાર્થ ઃ
આમાં=ક્રોધાદિમાં, જે ન વર્તે, તેના વડે આત્મા યથાસ્થિત જણાયો છે, મનુષ્યોને માનનીય છે, દેવોનો પણ દેવતા થાય. II૩૧૦||
ટીકા ઃ
एतेषु क्रोधादिषु यो न वर्तेत तेनात्मा यथास्थितो ज्ञानदर्शनसुखवीर्यात्मकः कर्मव्यतिरेको ज्ञातः, अत एवाऽसौ मनुजानां माननीयः पूजनीयः देवानामपि शक्रादीनां देवता देवः स्वार्थे तल्विधानाद् ભવેત્ પૂર્વત્વાવિત્તિ ।।રૂ૫
Page #124
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧૦-૩૧૧
૧૦૭
ટીકાર્ય :
પુ .... પૂત્વાલિતિ ! આમાં ક્રોધાદિમાં, જે ન વર્તે, તેના વડે આત્મા યથાસ્થિત=જ્ઞાનદર્શન-સુખ-વીર્યાત્મક કર્મથી ભિન્ન એવો આત્મા, જણાયો છે. આથી જ=આત્મા યથાસ્થિત જણાયો છે આથી જ, આ=મહાત્મા, મનુષ્યોને માનનીય છે=પૂજનીય છે, દેવોનો પણ=શક્ર વગેરે દેવોનો, દેવતા થાય; કેમ કે પૂજયપણું છે. દેવતામાં ત પ્રત્યય વ્યાકરણમાં સ્વાર્થમાં છે, જેમ બાલ બાળક છે, તેમ દેવ જ દેવતા છે. ૩૧૦ ભાવાર્થ :
જે મહાત્મા ક્રોધાદિ ચાર કષાયો અને તેનાં કાર્યો પૂર્વની ગાથાઓમાં બતાવ્યાં તેના યથાર્થ સ્વરૂપને ભાવન કરીને અપ્રમાદભાવથી તે કષાયોનો નાશ કરવા યત્ન કરે છે, તે મહાત્મા આત્મામાં ક્રોધાદિ આપાદક સંસ્કારો અને ક્રોધાદિ આપાદક કર્મો વિદ્યમાન છે, તોપણ માર્ગાનુસારી બુદ્ધિના બળથી તે કષાયોને નિષ્ફળ કરે છે. તે મહાત્મા યથાસ્થિત જ્ઞાત આત્મા છે અર્થાત્ આત્મા જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય સ્વરૂપ છે અને કર્મથી વ્યતિરિક્ત છે, તેવા સ્વરૂપે આત્માને જાણનાર છે. આથી આત્માના કષાયથી અનાકુળ સ્વરૂપને જાણે છે અને કષાયથી અનાકુળ સ્વરૂપને પ્રગટ કરવાની રુચિ છે અને કષાયથી અનાકુળ સુખ જ તેને સુખાત્મક દેખાય છે અને કષાયના ઉચ્છેદમાં પ્રવર્તતા વીર્યને તે મહાત્મા જોનારા છે. આથી કાર્પણ શરીર અને આત્માને પૃથફ કરવા સતત પ્રયત્ન કરી રહ્યા છે, તેવા મહાત્માઓ મનુષ્યો માટે પૂજનીય છે અને દેવના પણ દેવ છે; કેમ કે આવા ઉત્તમ પુરુષોને દેવતાઓ પણ પૂજે છે. Il૩૧ના અવતરણિકા -
यस्तु क्रोधादीन निराचष्टे तस्य यत् सम्पद्यते तदाहઅવતરણિકાર્ય :
જેઓ વળી ક્રોધ વગેરે કષાયો નિરાકરણ કરતા નથી, તેને જે પ્રાપ્ત થાય છે, તેને કહે છે –
ગાથા -
जो भासुरं भुयंगं, पयंडदाढाविसं विघटेइ ।।
तत्तो च्चिय तस्संतो, रोसभुयंगो ब्व माणमिणं ॥३११।। ગાથાર્થ :
જે જીવ પ્રકૃષ્ટ દાઢામાં વિષવાળા રૌદ્ર ભુજંગને અડપલું કરે છે, તેનાથી નિચ્ચે તેનો અંત છે. આ રોષરૂપી ભુજંગનું ઉપમાન છે. ll૩૧૧II ટીકા :यो दुर्बुद्धिर्भासुरं रौद्रं भुजङ्गं सर्प प्रचण्डदंष्ट्राविषम् उत्कटाशीविषं विघट्टयति किलिञ्चादिना
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧૧-૨૧૨ चालयति तत एव भुजङ्गात् तस्यान्तो विनाशः सम्पद्यते, रोषभुजगोपमानमिदं क्रोधसर्पोपमैषा, क्रोधमुदीरयंस्तथैव विनश्यतीत्यर्थः ।।३११।। ટીકાર્ય :
જો તુર્માસુર વિનાયતીત્યર્થ છે જે દુબુદ્ધિ ભાસુર=ભયંકર, ભુજંગને=સર્પ, દાઢમાં પ્રચંડ વિષ છે એવા સર્પને=ઉત્કટ આશીવિષ સાપને વિઘન કરે છેઃખીલી આદિથી ચલાવે છે, તેનાથી જ તે સર્પથી જ, તેનો અંત થાય છે=વિનાશ થાય છે. રોષરૂપી સર્પનું ઉપમાન આ છે=ક્રોધરૂપી સાપને આ ઉપમા છે, ક્રોધની ઉદીરણા કરતો જીવ તે પ્રમાણે જ વિનાશ પામે છે. ૩૧૧ ભાવાર્થ -
નિમિત્તોને પામીને જીવને અરુચિ, દ્વેષ, ક્રોધ વગેરે ભાવો થયા કરે છે અને જેઓ તે ભાવોને પ્રતિપક્ષ ભાવન દ્વારા ક્ષીણ કરવા યત્ન કરતા નથી, તેવા જીવો ધર્મ કરે તોપણ ધર્મનાં ક્ષેત્રોમાં પણ પોતાના અસહિષ્ણુ સ્વભાવને કારણે બીજા જીવોના તે તે પ્રકારના વર્તનને જોઈને ક્રોધાદિ ભાવો કરે છે. તેઓ આત્મામાં પ્રચંડ દાઢાવાળા સર્પ જેવા ક્રોધ-કષાયને નિમિત્ત અનુસાર છંછેડે છે. તેથી ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે. આથી સંયમજીવનમાં પણ જેમની તે પ્રકારની અસહિષ્ણુ પ્રકૃતિ છે, તેઓ નિમિત્ત અનુસાર આત્માના ક્રોધરૂપી સર્પને છંછેડીને તપ-ત્યાગરૂપ બાહ્ય આચરણાઓને સેવીને પણ તે સુકૃતને ભસ્મસાત્ કરે છે. ll૩૧૧ાા
ગાથા :
जो आगलेइ मत्तं, कयंतकालोवमं वणगइंदं ।
તો તે વિશે છુષ્પ, માથાફા ભુવા રૂા ગાથાર્થ :
જે મદોન્મત કૃતાન્તકાલ જેવા વનગજેન્દ્રને ગ્રહણ કરે છે, તે તેના વડે જ ચૂર્ણ કરાય છે. માનગજેન્દ્ર વડે આ ઉપમા છે. [૩૧] ટીકા :___य आकलयति गृह्णाति मत्तं मदोत्कटं कृतान्तकालोपमं मृत्युकालतुल्यं वनगजेन्द्रम् अरण्यकरिणं, स तेनैव करिणा क्षुद्यते चूर्ण्यते मानगजेन्द्रेणैषोपमा मानमपि प्रकुर्वं-स्तथा प्रलीयत इति भावः
રૂાા ટીકાર્ય :
જ યાન િ... ભાવ: | જે મત મદથી ઉત્કટ એવા, કૃતાતકાલની ઉપમાવાળા=મૃત્યકાલ
Page #126
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૧૨–૩૧૩
૧૦૯ જેવા, વનગજેન્દ્રને અરથના હાથીને, ગ્રહણ કરે છે, તે તેના વડે જ તે હાથી વડે જ, ચૂર્ણ કરાય છે. માનગજેન્દ્ર સાથે આ ઉપમા છે=માનને પણ કરતો જીવ તે પ્રકારે વિનાશ પામે છે. Im૩૧૨ાા ભાવાર્થ:
જીવમાં માન આપાદક કર્મ વિદ્યમાન છે, માનના સંસ્કારો વિદ્યમાન છે, તે તે નિમિત્તને પામીને માન-કષાયને પોષવાની વૃત્તિ સ્થિર રહેલ છે. આમ છતાં જે મહાત્માઓ માનની અનર્થકારિતાનું ભાવન કરીને માન-કષાયનો નાશ કરવા માટે ગુણવાન પુરુષો પ્રત્યે અત્યંત નમ્ર પરિણામવાળા થાય છે, તેઓ જ માન-કષાયને અંકુશમાં રાખવા સમર્થ બને છે અને જેઓ મોહથી મૂઢ છે, તેઓ વિચાર્યા વગર પ્રવૃત્તિ કરનારા છે. તેથી જેમ કોઈ પુરુષ મદથી ઉત્કટ થયેલા સાક્ષાત્ યમરાજ જેવા વનના હાથીને ગ્રહણ કરે તો તે હાથ વડે જ ચગદાય છે, તેમ આત્મા ઉપર રહેલા માન આપાદક કર્મને વશ થઈને જેઓ માનથી ફુલાતા હોય છે, તેમને માન-કષાય જ દુરંત સંસારમાં પરિભ્રમણનું કારણ બને છે. આથી શાસ્ત્ર ભણીને વિદ્વાન શ્રતમદ કરે છે. કોઈ તપ-ત્યાગ કરીને અમે જગત માટે પૂજ્ય છીએ, એ પ્રકારે મદ કરે છે અને સર્વત્ર માન-ખ્યાતિપૂર્વક વિચારવાની ઇચ્છાવાળા છે, તેવા ત્યાગી સાધુઓ પણ માન-કષાયને વશ બનીને મનુષ્યભવને નિષ્ફળ કરે છે. ગૃહસ્થો પણ ભગવાનની ભક્તિ કરવી આદિ નિર્મળ આચારો પાળતા હોય છતાં અતિ માન-કષાયને વશ બને તો પોતે ધર્મ કરે છે ઇત્યાદિ દ્વારા માનની આકાંક્ષાને પોષીને પોતાના ધર્મને નિષ્ફળ કરે છે અને માનને વશ થઈને દીર્ઘ સંસારને પ્રાપ્ત કરે છે. I૩૧શા
ગાથા -
विसवल्लिमहागहणं, जो पविसइ साणुवायफरिसविसं ।
सो अचिरेण विणस्सइ, माया विसवल्लिगहणसमा ।।३१३।। ગાથાર્થ
જે સાનુવાત સ્પર્શવિષવાળા વિષવલિમહાગહનમાં પ્રવેશ કરે છે, તે શીધ્ર વિનાશ પામે છે. માયા વિષવલિગ્રહણ જેવી છે. ll૩૧૩II. ટીકા :
विषप्रधाना वल्ल्यो विषवल्ल्यस्तासां महागहनं बृहद् गह्वरम् विषवल्लीमहागहनं तद् यः प्रविशति, किम्भूतम् ? अनुकूलो वातोऽनुवातः सहानुवातेन वर्त्तते इति सानुवातं, सानुवातं स्पर्शविषं यस्मिंस्तत् तथा, गन्धेन स्पर्शेन च यन् मारयतीत्यर्थः । स प्रविशन् अचिरेण क्षिप्रं विनश्यति माया विषवल्लीगहनसमा तद्वन्मारकत्वादिति ॥३१३।। ટીકાર્ય :વિષપ્રથાના ....... તમારત્વતિ | વિષ છે પ્રધાન જેમાં એવી વલિઓ વિષવલિઓ તેનું
Page #127
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧૩-૩૧૪ મહાગહન=મોટું ગહ્લર સ્થાન, વિષવલ્લિમહાગહન છે, તેમાં જે પ્રવેશ કરે છે, તે કેવા પ્રકારનું છે ? એથી કહે છે અનુકૂળ વાત અનુવાત છે, અનુવાત સહિત જે વર્તે છે તે સાનુવાત છે. સાનુવાત સ્પર્શવિષ છે જેમાં તે તેવું છે=સાનુવાત સ્પર્શવિષવાળું વિષવલ્લિમહાગહન છે. ગંધથી અને સ્પર્શથી જે મારે છે=જે વિષવેલડી મારે છે, પ્રવેશ કરતો તે પુરુષ, શીઘ્ર વિનાશ પામે છે. માયા વિષવલ્લિગહત જેવી છે; કેમ કે તેની જેમ મારકપણું છે. ।।૩૧૩।।
૧૧૦
--
ભાવાર્થ:
જેમનામાં માયાનો સ્વભાવ છે, તેઓ નિમિત્તને પામીને માયાના પરિણામને સદા સ્પર્શતા હોય છે. આમ છતાં જેમનામાં વિવેક પ્રગટ્યો છે, તેઓ પોતાની તે પ્રકૃતિને સમ્યગ્ જાણીને તેના નિરોધ માટે કુશળતાપૂર્વક યત્ન કરે છે, તેઓ માયારૂપ વિષવેલડીથી પોતાના આત્માનું રક્ષણ કરી શકે છે અને જેઓ મૂઢ મતિવાળા છે, તેઓને માયા મીઠી લાગે છે; કેમ કે માયાથી પોતે સર્વ કાર્યો કુશળતાથી કરી શકે છે તેમ માને છે, તેઓ અનુકૂળ વાયુના સ્પર્શવાળા વિષવેલડીરૂપી મહાગહનમાં પ્રવેશ કરે છે. તેથી શીઘ્ર નાશ પામે છે, જેમ લક્ષ્મણા સાધ્વીએ સંયમ પાળીને આરાધના કરેલી, પ્રમાદવશ દોષ થઈ ગયો, શુદ્ધિનાં પણ અર્થી હતાં, છતાં માયાશલ્યથી પ્રાયશ્ચિત્ત કરીને પણ પોતાનો વિનાશ કર્યો, તેમ સાધુપણામાં કે ગૃહસ્થપણામાં જેમની પ્રકૃતિ કંઈક વક્ર છે, તેઓ નિમિત્તને પામીને પ્રમાદ સેવે છે. છતાં અમે પ્રમાદી નથી, સુસાધુ છીએ તેવું બતાવવા માટે યત્ન કરે છે, તેઓ માયારૂપી વિષવેલડીથી અવશ્ય વિનાશ પામે 9. 1139311
ગાથા :
घोरे भयागरे सागरम्मि तिमिमगरगाहपउरम्मि ।
जो पविसइ सो पविस, लोभमहासागरे भीमे ।। ३१४ ।।
ગાથાર્થ ઃ
જે ઘોર ભયાકર તિમિ-મગર-ગ્રાહથી પ્રચુર એવા સાગરમાં પ્રવેશ કરે છે, (તેની જેમ) તે ભયંકર એવા લોભમહાસાગરમાં પ્રવેશ કરે છે. ।।૩૧૪||
નોંધ :- અહીં ગાથામાં જે પ્રવેશ કરે છે, ‘તેની જેમ' એ શબ્દ અધ્યાહારથી ગ્રહણ કરવું પડે છે અથવા નો અને સો છે, તેને પરસ્પર પરાવર્તન કરી અર્થ કરવો પડે. તેથી એ પ્રાપ્ત થાય કે જે લોભ મહાસાગરમાં પ્રવેશ કરે છે, તે ઘોર સાગરમાં પ્રવેશ કરે છે. એ પ્રકારનો પાઠ હોવો જોઈએ. ઉપલબ્ધ નથી, ટીકાકારશ્રીએ પણ તેની સ્પષ્ટતા કરી નથી, પરંતુ પદાર્થની સંગતિ થતી નથી, માટે આ પ્રમાણે અર્થ કરેલ છે.
ટીકા
घोरे रौद्रे अत एव भयाकरे भीत्युत्पत्तिस्थाने क्व ? सागरे किम्भूते ? तिमिमकरग्राहप्रचुरे तिमयो
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૧
ઉપદેશમાહા ભાગ-૨/ ગાથા-૩૧૪-૨૧૫ मत्स्याः, मकरा मत्स्यविशेषाः, ग्राहा जलचरविशेषास्तैः प्रचुरो यः स तथा तस्मिन्, यः प्रविशति स किं प्रविशति ? लोभमहासागरे भीमे, तस्याऽप्यनन्तदुःखजलचराकुलत्वादिति ।।३१४।। ટીકાર્ય :
દોર ... યુનત્તાહિતિ ઘોર=ભયંકર, આથી જ ભયાકર=ભયની ઉત્પત્તિનું સ્થાન એવા, સાગરમાં તે સાગર કેવો છે? તેથી કહે છે – તિમિ=મસ્યો, મકર=મસ્યવિશેષો, ગ્રાહ=જલચરવિશેષો, તેઓ વડે પ્રચુર છે જે તે તેવો છે તેમાંeતે સાગરમાં, જે પ્રવેશ કરે છે તે શું ? ભયંકર એવા લોભમહાસાગરમાં પ્રવેશ કરે છે, કેમ કે તેનું પણ=લોભમહાસાગરનું પણ, અનંત દુઃખરૂપ જલચરથી આકુલપાણે છે. ૩૧૪TI ભાવાર્થ -
જેઓ અત્યંત ધનની લાલસાવાળા છે અને મૂઢમતિવાળા છે, તેઓ અત્યંત તોફાની અનેક જલચરોથી યુક્ત એવા સાગરમાં પ્રવેશીને પણ રત્ન ગ્રહણ કરવા તત્પર થાય છે અને બહુલતાએ વિનાશને પામે છે, તેમ જે જીવો લોભરૂપી મહાસાગરમાં પ્રવેશ કરે છે, તેઓ વિનાશ પામે છે, જોકે સામાન્યથી લોભનો પરિણામ દસમા ગુણસ્થાનક સુધી છે, તોપણ મુનિભાવ પ્રત્યે પ્રસ્થિત મુનિઓ લોભનું ઉમૂલન કરવા સતત પ્રયત્ન કરે છે. આથી શરીર ઉપર પણ મમત્વ ધારણ કરતા નથી, પરંતુ સર્વ ઉદ્યમથી લોભના વિનાશ માટે યત્ન કરે છે અને જેઓ મૂઢમતિવાળા છે, તેઓ સાધુપણું ગ્રહણ કરીને પણ શિષ્યના લોભમાં, પર્ષદાના લોભમાં કે પોતાના ભક્ત શ્રાવકો કેમ અધિક થાય ? તેના લોભમાં મનુષ્યજન્મ નિષ્ફળ કરે છે. આથી તેમની સંયમની આચરણા પણ નિષ્ફળપ્રાયઃ બને છે અને ગૃહસ્થો પણ ધનાદિના લોભને વશ અનેક પ્રકારના આરંભ-સમારંભ કરે છે. ધર્મમાં કંઈક વ્યય કરીને સંતોષ પામે છે, તોપણ લોભથી અંતે તેઓનો વિનાશ થાય છે. આવા અવતરણિકા -
एवं क्रोधादिस्वरूपं निश्चित्याप्यकार्येभ्यो न निवर्तन्ते प्राणिनः कर्मपरतन्त्रत्वादाह चઅવતરણિતાર્થ -
આ રીતે ક્રોધાદિના સ્વરૂપનો નિર્ણય કરીને પણ જીવો અકાર્યોથી લિવર્તન પામતા નથી; કેમ કે કર્મનું પરતંત્રપણું છે અને કહે છે –
ગાથા :
गुणदोसबहुविसेसं, पयं पयं जाणिऊणं नीसेसं । दोसेहिं जणो न विरज्जइ, त्ति कम्माण अहिगारो ।।३१५ ।।
Page #129
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧૫-૩૩
૧૧૨
ગાથાર્થઃ
દરેક પદે ગુણ-દોષના ઘણા વિશેષ એવા સમગ્રને જાણીને જીવ દોષોથી વિરાગ પામતો નથી, એ કર્મનો અધિકાર છે. II૩૧૫।।
ટીકા ઃ
गुणा ज्ञानादयो, दोषाः क्रोधादयः, गुणदोषाणां बहुर्यथाक्रमं मोक्षसंसारहेतुतया विशेषो यस्मिंस्तद् गुणदोषबहुविशेषं पदं पदमिति वीप्सया सर्वसङ्ग्रहमाह, तथाहि ज्ञानादीनां मोक्षहेतुत्वप्रतिपादकानि, क्रोधादीनां संसारकारणतावेदकानि सर्वाण्येव भगवदागमपदानि ज्ञात्वा निःशेषं सम्पूर्णतया, तथाऽपि दोषेभ्यः पापानुष्ठानेभ्यो जनो न विरज्यते न निवर्ततेऽयं कर्मणामधिकारोऽवसर કૃતિ ।।રૂક્ષ્।।
ટીકાર્થ ઃगुणा ज्ञानादयो
-
રૂતિ ।। ગુણો જ્ઞાનાદિ, દોષો ક્રોધાદિ, ગુણદોષોના બહુવિશેષને=અનુક્રમે મોક્ષ અને સંસારના હેતુપણાથી ભેદ છે જેમાં તે ગુણદોષ બહુવિશેષને, દરેક પદે જાણીને પર્વ પવું એ વીપ્સાથી સર્વસંગ્રહને કહે છે તે આ પ્રમાણે – શાનાદિનું મોક્ષહેતુત્વ પ્રતિપાદન કરનારા, ક્રોધાદિની સંસારકારણતા જણાવનારાં બધાં જ ભગવાનના આગમનાં પદોને નિઃશેષથી=સંપૂર્ણપણાથી, જાણીને, તે રીતે પણ દોષોથી=પાપઅનુષ્ઠાનોથી, લોક વિરાગ પામતો નથી=નિવર્તન પામતો નથી, એ કર્મનો અધિકાર છે=કર્મને વશ છે. ।।૩૧૫।।
ભાવાર્થ:
જે જીવો અજ્ઞાની છે, તેમને તો કષાયો સર્વ પ્રકારના ફલસાધક છે, તેમ પ્રતીત થાય છે. પરંતુ જેમને ભગવાનના વચનના પરમાર્થનો બોધ થયો છે, તેઓ કષાયના દોષોને અને જ્ઞાનાદિના ગુણોને યથાર્થ જાણે છે. તેથી સદા જ્ઞાનાદિ ગુણના પક્ષપાતી છે અને કષાયના દોષો વિચારીને તેના અનર્થનો પણ હંમેશાં વિચાર કરે છે. છતાં પણ તેમનું ચિત્ત દોષોથી વિરામ પામતું નથી, તે બતાવે છે કે તેમના ચિત્ત ઉપર કર્મનો પ્રચૂર અધિકાર વર્તે છે. આથી કર્મને વશ થઈને દોષોના ત્યાગ માટે યત્ન કરતા નથી, પરંતુ નિમિત્તોને પામીને કષાયો કરે છે, નિપુણબોધ હોવા છતાં તે બોધને નિષ્ફળપ્રાયઃ કરે છે, તે સર્વનું કારણ તેઓ પર વર્તતો કર્મનો અધિકાર છે. II૩૧૫॥
અવતરણિકા :
तदियता ग्रन्थेन प्रतिद्वारगाथायां यदुक्तं 'क्रोधो मानो माया लोभ' इति तद् व्याख्यातमधुना हासद्वारमधिकृत्याह
Page #130
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૧૬ અવતરણિકાર્ય :
પ્રતિકાર ગાવામાં જે કહેવાયેલું ક્રોધ-માન-માયા-લોભ, તેથી તે આટલા ગ્રંથથી વ્યાખ્યાન કરાયું. હવે હાસ્યદ્વારને આવીને કહે છે – ગાથા -
अट्टहासकेलीकिलत्तणं हासखिड्डजमगरुई ।
कंदप्पं उवहसणं, परस्स न करंति अणगारा ।।३१६।। ગાથા -
સાધુઓ અટ્ટહાસ્ય, કેલીકિલપણું, હાસખેડુ કૌલુચ્ચકરણ, ચમકમાં રતિ, કંદર્પ, પરના ઉપહાસને કરતા નથી. Il૩૧૧ ટકા -
अट्टहासो विवृतवदनस्य सशब्दं हसनं तथा, केलिः क्रीडा, केलिना किरति विक्षिपति परानिति केलिकिलस्तद्भावस्तत्त्वं, 'हासखिति कोत्कुच्यकरणं, यमकं काव्यालङ्कारविशेषस्तत्र रतिस्तामुपलक्षणत्वात् सर्वामेव सरागकाव्यरति, कन्दर्प सामान्येन हासम्, उपहसनमुत्मासनं परस्यैतत् सर्वमेव न कुर्वन्ति अनगाराः साधव इति ।।३१६।। ટીકાર્ય :
અડાલો... સાવ નિ ! અટ્ટહાસ્યaખુલ્લા મુખનું શબ્દ સહિત હસવું તે, કેસિ=કીડા, કિય દ્વારા બીજા વિલોપ કરે છે. કેલિકિલ તેવો ભાવ તત્વ=કેલિકિલત્વ, ઘરખેડ કત્યુથ્થકરણ મુખવા ચાળા કરવા. વણકક્ષાઅલંકાલિ, તેમાં શતિ તેને, ઉપલાણપણું હોવાથી સર્વ જ સરાગકાવ્યમાં રતિને, કંદર્પને સામાન્યથી હાસ્યને, બીજને હસાવવું આ સર્વને આણગારો સાધુઓ કરતા નથી. ૩૧ ભાવાર્થ
સુસાધુ કષાય અને નોકષાયના તિરોધાનપૂર્વક સંયમની ક્રિયા કરીને વીતરાગ થવા યત્ન કરે છે, તેથી કોઈક તેવા પ્રસંગે સામાન્ય હાસ્ય પણ પ્રાયઃ કરતા નથી, છતાં કોઈક વિશેષ પ્રસંગ હોય તો હર્ષની અભિવ્યક્તિરૂપે મુખ ઉપર કંઈક સ્મિત દેખાય છે, તોપણ સંસારી જીવોની જેમ અટ્ટહાસ્ય પ્રાયઃ કરતા નથી અર્થાત્ મુખને ખોલીને જે રીતે લોકો હસે છે, તે રીતે હસતા નથી. વળી રમૂજ ખાતર ક્રીડા કરતા નથી; કેમ કે તે પ્રકારના હાસ્યમોહનીયના ઉદયથી જીવ ક્લિષ્ટ કર્મ બાંધે છે, મુખના ચાળાને કરતા નથી, યમક કાવ્યો કે અલંકારવાળાં કાવ્યોને સાંભળીને તેમાં રતિ કરતા નથી; કેમ કે તે પણ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ઉપદેશમાલા ભાગ ૨ | ગાથા-૩૧૬-૧૭ હાસ્યનો જ એક ભેદ છે અને અર્થથી બધાં સરાગ કાવ્યોમાં રતિ કરતા નથી અર્થાત્ જે કાવ્યની વિશિષ્ટ રચનાને કારણે કાવ્ય પ્રત્યે રાગ થાય, તેવાં કાવ્યોમાં રતિ કરતા નથી. આથી જ ભગવાનની ભક્તિ માટે કાવ્યની રચના કરે ત્યારે ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિનો અતિશય થાય તેવો યત્ન કરે છે, પરંતુ કાવ્યની રચના પ્રત્યે રતિ કરતા નથી. વળી કંદર્પ=સામાન્યથી હાસ્ય પણ કરતા નથી અને બીજાને હાસ્ય ઉત્પન્ન કરે એવું કંઈ કરતા નથી. જેથી હાસ્ય મોહનીય નામનો નોકષાય નિમિત્ત પામીને પુષ્ટ પુષ્ટતર થતો નથી, પરંતુ તત્ત્વના ભાવનથી સતત ક્ષીણ ક્ષીણતર થાય છે. II૩૧૬ના
અવતરણિકા :
गतं हासद्वारमधुना रतिद्वारमाश्रित्याह
અવતરણિકાર્થ :
હાસ્યદ્વાર પૂરું થયું. હવે રતિદ્વારને આશ્રયીને કહે છે
ગાથા:
साहूणं अप्परुई, ससरीरपलोयणा तवे अरुई । सुत्थियवनो अइपहरिसो य नत्थि सुसाहूणं ॥ ३१७।।
ગાથાર્થ ઃ
સાધુઓને આત્મામાં રુચિ નથી, પોતાના શરીરની પ્રલોકના નથી, તપમાં અરતિ નથી, સુસાધુઓ સુસ્થિત વર્ણવાળા અને અતિપ્રહર્ષવાળા નથી. ।।૩૧૭||
ટીકા ઃ
साधूनामात्मनि रुचिर्मा मे शीतं, मा मे तापो भूयादित्यात्मवल्लभतात्मरुचिर्नास्तीति सम्बन्धः । स्वशरीरप्रलोकना राढया आत्मतनुनिरीक्षणं नास्त्यत एव प्रसङ्गतस्तत्कार्यमाह - तपस्यनशनादावरतिर्नास्ति स्वतनुवर्णाद्युत्कर्षपरो हि न तपसि रज्यते, तथा सुस्थितोऽहमिति वर्ण आत्मश्लाघा सुस्थितवर्णोऽतिप्रहर्षश्च महत्यपि लाभादिके हर्षहेतो नास्ति सुसाधूनां साधुग्रहणे सत्यपि पुनः सुसाधुग्रहणं एवम्भूता एव सुसाधवो भवन्तीति ज्ञापनार्थम् ।। ३१७ ।।
ટીકાર્થ ઃ
साधूनामात्मनि સાપનાર્થમ્ ।। સાધુઓને આત્મામાં રુચિ નથી=મને શીત ન થાવ' ‘તાપ ન થાવ' ઇત્યાદિ આત્મવલ્લભતા રૂપ આત્મરુચિ નથી, એ પ્રકારે સંબંધ છે=ગાથાના અંતિમ પદ સાથે સંબંધ છે. પોતાના શરીરની પ્રલોકના નથી=શોભાના હેતુથી પોતાના શરીરનું નિરીક્ષણ કરતા નથી. આથી જ પ્રસંગથી તેના કાર્યને કહે છે=શરીરની શોભાને વધારવા યત્ન કરતા નથી
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૫
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૧૭-૩૧૮ તેના પ્રસંગથી તેના કાર્યને કહે છે – તપમાં=અનશનાદિમાં, અરતિ નથી, શિ=જે કારણથી, પોતાના શરીરના વર્ણનાદિના ઉત્કર્ષપર એવા સાધુ તપમાં રતિ કરતા નથી અને હું સુસ્થિત છું, એ પ્રકારે વર્ણ આત્મશ્લાઘા, એ સુસ્થિત વર્ણ અને હર્ષનું કારણ એવા મોટા પણ લાભાદિમાં સુસાધુઓને અતિપ્રહર્ષ નથી, “સાધુ' એ શબ્દ ગાથામાં ગ્રહણ કરાવે છતે પણ ફરી સુસાધુનું ગ્રહણ આવા પ્રકારના સુસાધુઓ હોય છે એવો નિશ્ચય કરવા માટે છે. ૩૧૭માં ભાવાર્થ :
સાધુઓ સર્વત્ર રતિ કરતા નથી અને રતિ કરવાનું મુખ્ય સ્થાન શરીર છે. એથી જેઓ ભગવાનના વચન અનુસારે ભાવો કરવામાં ઉપયુક્ત નથી, તેમને ઘણી ઠંડીમાં મને ઠંડી ન લાગે અને ઘણા તાપમાં મને તાપ ન લાગે, એ પ્રકારના શરીરના રક્ષણમાં સામાન્ય જીવોને રતિ થાય છે. સુસાધુ તેવી રતિ કરતા નથી, આથી જ સ્વાધ્યાય આદિમાં વિઘ્ન થતું હોય તો ઠંડી આદિથી રક્ષણ કરીને પણ સ્વાધ્યાયથી આત્માને ભાવિત કરીને રતિનો પરિણામ થવા દેતા નથી અને જે તે પ્રકારે સ્વાધ્યાય આદિથી આત્માને ભાવિત કરવા સમર્થ નથી, તેઓ શીત પરિષહ જીતવા માટે શિયાળામાં ખુલ્લા શરીરે બેસે છે અને ઉષ્ણ પરિષહ જીતવા માટે ઉનાળામાં જ્યાં અત્યંત તાપ હોય ત્યાં બેસે છે. એ રીતે શીતાદિના પરિવારમાં રતિના પરિણામનો પરિહાર કરવા યત્ન કરે છે અર્થાત્ ચિત્તને અસંશ્લેષવાળું કરવા યત્ન કરે છે. વળી પોતાનું સુંદર શરીર જોઈને જીવને રતિ થાય છે, તેના નિવારણરૂપે સાધુ શરીરની શોભાના લક્ષ્યથી પોતાના શરીરનું નિરીક્ષણ કરતા નથી અર્થાત્ મારું શરીર સુંદર દેખાય છે, તેવા ઉપયોગથી શરીરને જોવા યત્ન કરતા નથી, જેથી રતિનો પરિણામ થાય. આથી રતિના પરિણામના પરિવાર માટે સાધુને તપમાં અરતિ નથી. જેમને શરીરમાં રતિ હોય તેમને શરીરના ઉત્કર્ષમાં રસ હોય છે. તેથી તપમાં યત્ન કરતા નથી, પરંતુ સાધુને શરીરની સુંદર શોભામાં રતિ નથી, આથી શક્તિના પ્રકર્ષથી તપ કરીને તેનો નાશ જોઈને પણ ખેદ પામતા નથી. વળી પોતાનું નીરોગી સુરૂપ શરીર જોઈને આત્મશ્લાઘા કરતા નથી. વળી કોઈ વિશિષ્ટ શક્તિની પ્રાપ્તિ થાય તો પણ સાધુને અતિવર્ષ થતો નથી, પરંતુ રતિના પરિણામથી પર સદા સ્વસ્થતાના ભાવમાં વર્તે છે. જેઓ આ રીતે સર્વત્ર રતિનો પરિહાર કરે છે, તે જ સુસાધુ છે અને જેમને તે તે ભાવોમાં રતિ થાય છે અને તેના પરિવાર માટે યત્ન કરતા નથી, તેઓ કદાચ સંયમની આરાધના કરતા હોય તોપણ સુસાધુ નથી. I૩૧ના અવતરણિકા -
गतं रतिद्वारं साम्प्रतमरतिद्वारमाचष्टेઅવતરણિકાર્ય :રતિદ્વાર પૂરું થયું. હવે અરતિદ્વારને કહે છે –
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ગાથા:
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૩૧૯
उव्वेयओ य अरणामओ व अरमंतिया य अरई य । कलमलओ अणेगग्गया य कत्तो सुविहियाणं ? ।। ३१८ । ।
ગાથાર્થઃ–
ઉદ્વેગ, અરણામય, અરમંતિકા=ધર્મધ્યાનથી વિમુખતા, અરતિ, ક્લમલ=વિષયોની અપ્રાપ્તિથી ચિત્તનો ક્ષોભ અને અનેકાગ્રતા સુવિહિતોને ક્યાંથી હોય ? II૩૧૮||
ટીકા ઃ
उद्वेग एवोद्वेगकः मनाग्धर्मधृतेश्चलनं चशब्दाः स्वगतानेकभेदसूचनार्थाः अरणं प्रक्रमाद् विषयेषु गमनम्, तदेवामयश्चित्तरोगो अरणामयः, रममाणा रमन्तीति धर्मध्याने क्रीडन्ती चित्तचेष्टोच्यते सेव रमन्तिका न रमन्तिकाऽरमन्तिका धर्मध्यानवैमुख्यमित्यर्थः, अरतिर्गाढं चित्तोद्वेगः, कलमलको विषयलौल्यात् तदप्राप्तौ चेतसः क्षोभः, अनेकाग्रता इदं परिधास्ये इदं पास्याम्येतद् भक्षयिष्यामीत्यादि चित्तविसंस्थुलता, एतत् सर्वमपि कुतः सुविहितानां ?, धर्मशुक्लध्यानभावितचित्तत्वान्नैवेत्यभिસન્ધિઃ ।।૮।।
ટીકાર્થ ઃ
*****
उद्वेग મિસન્ધિઃ ।। ઉદ્વેગ જ ઉદ્વેગક=ધર્મધૃતિથી થોડું ચલાયમાન થવું, ચ શબ્દો સ્વગત અનેક ભેદોના સૂચન માટે છે. અરણ=પ્રક્રમથી વિષયોમાં જવું, તે જ આમય=ચિત્તનો રોગ, અરણામય છે. રમન્ની=ધર્મધ્યાનમાં ક્રીડા કરતી ચિત્તની ચેષ્ટા કહેવાય છે. તે જ રમત્તિકા, ન રમત્તિકા અરમત્તિકા એ ધર્મધ્યાનથી વિમુખપણું છે. અરતિ ગાઢ ચિત્તનો ઉદ્વેગ છે, કલમલક=વિષયની લોલુપતાથી તેની અપ્રાપ્તિમાં ચિત્તનો ક્ષોભ છે. અનેકાગ્રતા=આ હું પહેરીશ’, ‘આ હું પીશ', ‘આ હું ખાઈશ’ ઇત્યાદિ ચિત્તની વિહ્વળતા છે. એ સર્વ પણ સુવિહિતોને ક્યાંથી હોય ? ધર્મધ્યાન= શુક્લધ્યાનથી ભાવિત ચિત્તપણું હોવાને કારણે નથી, એ પ્રકારની અભિસંધિ છે. I૩૧૮II
ભાવાર્થ:
સુસાધુને અતિ કોઈ સંયોગમાં થતી નથી. તે બતાવવા માટે કહે છે
સુસાધુને ધર્મવૃત્તિથી થોડું ચલન થવા રૂપ ઉદ્વેગ થતો નથી, પરંતુ ધર્મની વૃદ્ધિ માટે સતત ઉઘમ કરે છે. ઉદ્વેગ અવાંતર અનેક ભૂમિકાવાળો છે. તે સર્વ ઉદ્વેગના ભેદના પરિહારપૂર્વક ધર્મની વૃદ્ધિ થાય, તે પ્રકારે સાધુ ઉદ્યમ કરનારા છે. વળી વિષયોમાં ગમનરૂપ ચિત્તનો રોગ સાધુને વર્તતો નથી અર્થાત્ ધર્મધ્યાનમાં અરતિ સ્વરૂપ વિષયોમાં ગમનનો પરિણામ છે અને તે ચિત્તનો રોગ છે. જેમનું ચિત્ત વિષયોમાં
-
Page #134
--------------------------------------------------------------------------
________________
સમાણ ભાગ-૨ગાથા-૩૧૮-૩૧૯
૧૧૭ ગમન કરે છે, તેમને ધર્મધ્યાનની અરતિ વર્તે છે. તેવી અરતિ સુસાધુને હોતી નથી. તેથી ફલિત થાય કે ધર્મધ્યાનથી અન્યત્ર ક્યાંય તેમને રતિ વર્તતી નથી. પરંતુ ધર્મધ્યાન અને તેને અનુકૂળ તત્ત્વના ભાવનમાં રતિ વર્તે છે. તેથી અરતિના પરિણામથી સર્વથા પર છે. વળી અરમત્તિકા=ધર્મધ્યાનમાં ન રમવું, પ્રમાદી થઈને રહેવું, તેવી અરમત્તિકા સુસાધુને નથી અને જેમનું ચિત્ત ધર્મધ્યાનથી વિમુખ વર્તે છે, તેઓ કદાચ વિષયોમાં રતિના પરિણામવાળા ન હોય તોપણ તત્ત્વના વિષયમાં અરતિની પરિણતિ વર્તે છે. સુસાધુને તેવી અરતિ નથી. વળી સુસાધુને શરીર આદિના પ્રતિકૂળ સંયોગમાં ગાઢ ઉગરૂપ અરતિ નથી; કેમ કે પોતાના કરેલા કર્મના વિપાકમાં શમભાવથી તે ભાવોનું વેદન કરનારા છે. વળી વિષયોની લાલસાને કારણે તેની અપ્રાપ્તિમાં સંસારી જીવોને જે ચિત્તનો ક્ષોભ વર્તે છે, તેવા કલમલક પરિણામરૂપ અરતિ સુસાધુને નથી. વળી હું આ વસ્ત્ર ધારણ કરું, આને ખાઉં, આને પીઉં એ રૂપ બાહ્ય પદાર્થોમાં ચલચિત્તતા સુસાધુને થતી નથી; કેમ કે તેમનું ચિત્ત ધર્મધ્યાન-શુક્લધ્યાનને અનુકૂળ બળસંચયમાં સદા વ્યાપારવાળું છે. તેથી ધર્મધ્યાનમાં કે તેને અનુકૂળ ભાવો કરવામાં તેમને લેશ પણ અરતિ નથી. આથી સાધુ અરતિના પરિણામથી સર્વથા પર રહે છે. ll૩૧૮માં અવતારણિકા:
गतमरतिद्वारमधुना शोकद्वारमधिकृत्याहઅવતરણિકાર્ય :
અરતિદ્વાર પૂરું થયું. હવે શોકદ્વાર કહે છે – ગાથા -
सोगं संतावं अद्धिइं च मनुं च वेमणस्सं च ।
कारुण्णरुण्णभावं, न साहुधम्मम्मि इच्छंति ॥३१९॥ ગાથાર્થ :
(તીર્થકરાદિ) સાધુધર્મમાં શોક, સંતાપ, અધૃતિ, મઘુત્રશોકના અતિશયને કારણે કાનનો નિરોધ, વૈમનસ્ય, કારુદિત એવા રુદિતભાવને ઈચ્છતા નથી. II૩૧૯l ટીકા :
शोकः स्वजनमरणादो चित्तखेदस्तं, सन्तापः स एवाधिकतरस्तम्, अधृतिः क्वचित् क्षेत्रादौ तद्वियोगबुद्धिस्तां, चशब्दा एतेऽप्युक्ताऽर्थाः, मन्युः शोकातिरेकात् श्रोतसां निरोधस्तं, वैमनस्यम् आत्मघातादिचिन्तनम्, ईषद् रुदितं कारुदितं रुदितभावो महता शब्देनाक्रन्दनं तं किं ? न साधुधर्म इच्छन्ति तीर्थकरादयः चित्तसमाधानसाध्यत्वात् तस्येति ।।३१९।।
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૧૯-૩૦ ટીકાર્ય :
શો ... તસ્વૈ િા શોક= સ્વજનના મરણ આદિમાં ચિતનો ખેદ, તેને, તીર્થંકર આદિ ઇચ્છતા નથી એમ અન્વય છે. સંતાપ તે જ શોક જ, અધિકતર સંતાપ છે તેને, અવૃતિ કોઈક ક્ષેત્રાદિમાં તેના વિયોગની બુદ્ધિરૂપ અધૃતિ, તેને, ૪ શબ્દો આ પણ ઉક્ત અર્થવાળા છે–તેના અવાજર ભેદના સૂચક છે. મજુત્રશોકના અતિરેકથી કાનનો વિરોધ, તેને, વૈમનસ્યને આત્મઘાત કરવો આદિ વિચારોને, જરાક રડવું તેને, મોટા શબ્દથી રડવું તેને સાધુધર્મમાં તીર્થકર વગેરે ઈચ્છતા નથી; કેમ કે તેનું સાધુધર્મનું, ચિતના સમાધાનથી સાધ્યપણું છે. ૩૧૯ ભાવાર્થ :
સુસાધુ કોઈક નિમિત્તને પામીને શોકનો પરિણામ ન થાય તે પ્રકારે આત્માને તત્ત્વથી ભાવિત રાખે છે અને કષાયો-નોકષાયો તિરોધાન થાય તે પ્રકારે હંમેશાં યત્ન કરે છે. તેથી કોઈ વિષમ સંયોગ આવે ત્યારે તેમને શોકનો પરિણામ થતો નથી. ચિત્તનો સંતાપ થતો નથી, ક્ષેત્ર વગેરે પ્રતિકૂળ પ્રાપ્ત થાય તો અધૂતિ થતી નથી, ક્ષેત્ર આદિનો વિયોગ થશે, તેવો પરિણામ પણ થતો નથી. વળી કોઈક તેવા સંયોગમાં શોકના અતિશયથી કાનને બે હાથથી ઢાંકવા, ઇન્દ્રિયોનો વિરોધ કરવો વગેરે મજુભાવ સુસાધુને થતો નથી; કેમ કે સંસારની વિષમ સ્થિતિનું અત્યંત ભાવન કરીને નિમિત્ત અનુસાર શોકનો પરિણામ ન ઊઠે તેવી નિર્મળ બુદ્ધિવાળા હોય છે. વળી પ્રતિકૂળ સંયોગોને કારણે આત્મઘાતાદિના ચિંતવનરૂપ વૈમનસ્ય થતું નથી અર્થાતુ જલ્દી જીવન સમાપ્ત કરવાનો ભાવ થતો નથી. વળી અલ્પ રુદન કે અત્યંત રુદનરૂપ શોકનો પરિણામ પણ સુસાધુને થતો નથી. આ૩૧લા અવતરણિકા -
गतं शोकद्वारमधुना भयद्वारमुररीकृत्याहઅવતરણિકાર્ચ - શોક દ્વાર પૂરું થયું. હવે ભદ્વારને આશ્રયીને કહે છે –
ગાથા :
भयसंखोहविसाओ, मग्गविभेओ बिभीसियाओ य । परमग्गदरिसणाणि य, दढधम्माणं कओ हुंति ?।।३२०।।
ગાથાર્થ :
ભય, સંક્ષોભ, વિષાદ, માર્ગવિભેદ, બિભીષિકા, પરમાર્ગનાં દર્શનો દઢધર્મવાળા સાધુને ક્યાંથી હોય? Il૩૨૦I
Page #136
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ / ગાથા ૩૨૦
ટીકા
भयं हीनसत्त्वतया आकस्मिकं सङ्क्षोभश्चौरादेः त्रासः, विषादो दैन्यं, मार्गविभेदः पथि गच्छतः सिंहादिभयादुद्वर्त्तनं, बिभीषिका वैतालादिभिर्वित्रासनानि, चः प्राग्वत्, परमार्गदर्शनानि भयादन्येषां वर्त्तनीकथनानि कुदर्शनमार्गकथनानि वा सर्वाण्यप्येतानि दृढधर्माणां धर्मे निश्चलचित्तानां कुतो भवन्ति ?, न कुतश्चिनिर्भीकत्वादिह च मार्गविभेदो बिभीषिकाश्चेत्येतत् पदद्वयं जिनकल्पापेक्षं દ્રષ્ટમિતિ ।।રૂ૨૦।।
૧૧૯
ટીકાર્થ ઃ
भयं દ્રષ્ટધ્યમિતિ ।। ભય=હીનસત્ત્વપણાથી આકસ્મિક ભય, સંક્ષોભ=ચોર વગેરેથી ત્રાસ, વિષાદ દૈત્ય, માર્ગવિભેદ=માર્ગમાં જતા સિંહ વગેરેના ભયથી પાછુ ફરવું, બિભીષિકા=વૈતાલ વગેરેથી ત્રાસ, ૨ શબ્દ પૂર્વની જેમ અવાન્તર ભેદોનો સૂચક છે. પરમાર્ગનાં દર્શનો=ભયથી બીજાના માર્ગનાં કથનો અથવા કુદર્શનના માર્ગનાં કથનો, સર્વ પણ આ દેઢધર્મવાળા સાધુઓને=ધર્મમાં નિશ્ચલ ચિત્તવાળા સાધુઓને, ક્યાંથી થાય ? અર્થાત્ થાય નહિ; કેમ કે નિર્ભીકપણું છે અને અહીં=ગાથામાં, માર્ગનો વિભેદ અને બિભીષિકા એ બે પદ જિનકલ્પની અપેક્ષાએ જાણવા. II૩૨૦ના
.....
ભાવાર્થ:
સુસાધુ તત્ત્વના ભાવનથી ભાવિત હોવાના કારણે ભયમોહનીય કર્મ વિદ્યમાન હોવા છતાં વિપાકમાં ન આવે તેવા સ્થિર ચિત્તવાળા હોય છે. તેથી નિમિત્તથી કે નિમિત્ત વગર તેઓને ભય થતો નથી અને જેઓ હીન સત્ત્વવાળા છે, તેઓને આકસ્મિક ભય પણ થાય છે. કોઈ ચોર વગેરેના સંયોગો ઉપસ્થિત થાય તો સામાન્ય જીવોને ક્ષોભ થાય છે, પરંતુ સુસાધુને ક્ષોભ નથી થતો. જોકે ઉપદ્રવથી પોતાના સંયમનું રક્ષણ કેમ કરવું ? તેનો વિચાર કરે છે, પરંતુ ચિત્તની વિહ્વળતાકૃત સંત્રાસ વર્તતો નથી. આથી રાજા વગેરેથી ઉપદ્રવ થાય તો મોટી નદીઓ ઊતરીને સ્થાનાંતર કરે છે. પરંતુ ચિત્તમાં સંક્ષોભ થવા દેતા નથી. વળી કોઈક વિપરીત સંયોગમાં વિષાદ થતો નથી, પરંતુ સંયમની વૃદ્ધિમાં વિઘ્ન ન થાય તેવા પ્રયત્ન કરે છે. વળી જિનકલ્પી મુનિઓ તત્ત્વથી અત્યંત ભાવિત મતિવાળા હોય છે. તેથી સિંહ વગેરેના ભયથી પણ માર્ગનો ત્યાગ કરીને પાછા ફરતા નથી, પરંતુ ઉચિત યતનાપૂર્વક નિર્ભયતાથી જાય છે. વળી કોઈ વૈતાલ વગેરેના ઉપસર્ગ થાય તોપણ જિનકલ્પીને સંત્રાસ થતો નથી; કેમ કે ભયને અત્યંત જીતેલો છે. વળી માર્ગમાં જતા સાધુ ભયથી બીજાને માર્ગનું કથન કરતા નથી અર્થાત્ જો આમને માર્ગ નહિ કહીએ તો અમને મારશે, એવા ભયથી માર્ગ બતાવતા નથી, પરંતુ ધર્મની મર્યાદાનુસા૨ ઉત્તર આપે છે. વળી ભયથી કુદર્શન માર્ગનાં કથનો કરતા નથી અર્થાત્ જો આ લોકોની વચ્ચે આ પ્રકારનું કથન નહિ કરવામાં આવે તો તેઓ મારા વિરોધી થશે તેવા ભયથી કુદર્શનના માર્ગને કહેતા નથી. જેમ સાવદ્યાચાર્યએ આ લોકો મને બદનામ કરશે, એવો ભય રાખ્યા વગર “જોકે
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૦-૩૨૧ જિનાલય છે તોપણ સાવદ્ય છે” એમ કથન કર્યું. તે કુદર્શનના માર્ગના કથનના ત્યાગ સ્વરૂપ છે. આ સર્વ ભયના પ્રસંગો દઢ ધર્મવાળા મુનિઓને ક્યાંથી સંભવે ? અર્થાત્ સંભવે નહિ; કેમ કે તે મહાત્માઓ આત્માની સ્વસ્થતામાં ધર્મને જોનારા છે. એથી બાહ્ય વિષમ સંયોગમાં જે કોઈ વિષમતા ઉપસ્થિત થાય તે શરીર આદિને થાય છે, આત્માને થતી નથી. તેથી આત્મભાવમાં સ્થિર પરિણામવાળા અને સ્થિરસ્થિરતર થવા યત્ન કરનારા તે મહાત્માઓને કોઈપણ નિમિત્તથી કોઈ પ્રકારના ભય, ત્રાસ વગેરે ભાવો થતા નથી. l૩૨ના અવતરણિકા:
गतं भयद्वारमधुना जुगुप्साद्वारमुररीकृत्याहઅવતરણિકાર્ય :ભયદ્વાર પૂરું થયું. હવે જુગુપ્સાદ્વારને કહે છે –
ગાથા -
कुच्छा चिलीणमलसंकडेसु उव्वेवओ अणिढेसु ।
चक्षुनियत्तणमसुभेसु नत्थि दब्बेसु दंताणं ॥३२१।। ગાથાર્થ :
દાંતમુનિઓને અશુચિ વગેરે કલેદથી પ્રચુર મૃત કલેવર વગેરેમાં જુગુપ્સા નથી, અનિષ્ટ ભાવોમાં ઉદ્વેગ નથી, અશુભ દ્રવ્યોથી ચક્ષનું નિવર્તન નથી. ll૩ર૧| ટીકા :
कुत्सा निन्दा चिलीनमलसङ्कटेषु अशुच्यादिक्लेदप्रचुरेषु मृतकलेवरादिषु उद्वेगकोऽनिष्टेषु मलक्लिनस्वदेहवस्त्रादिषु, चक्षुर्निवर्त्तनमशुभेषु कृमिजालोल्बणसारमेयादिषु नास्ति द्रव्येषु दान्तानां वशीकृतेन्द्रियाणां साधूनां जुगुप्सारहितत्वात् तेषामिति ।।३२१।। ટીકાર્ય :
I ... તેવાભિતિ કુત્સા લિંદા છે, ચિલીનમલ સંકટોમાંઅશુચિ વગેરે જોરથી પ્રચુર મરેલાં ફ્લેવરો વગેરેમાં જુગુપ્સા નથી, અનિષ્ટોમાં મલથી ખરડાયેલાં પોતાના શરીર-વસ્ત્ર વગેરેમાં ઉદ્વેગ નથી, અશુભ પદાર્થો હોતે છતે=કીડાના સમૂહથી ભરેલા કૂતરા વગેરે હોતે છતે, ચશનું વિવર્તન નથી,
કોને નથી ? એથી કહે છે – દાંત એવા મુનિને=વશ કરાયેલી ઈન્દ્રિયોવાળા સાધુઓને, નથી; કેમ કે તેમનું જુગુપ્સારહિતપણું છે. ૩૨૧II
Page #138
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧-૩
ભાવાર્થ :
જે મુનિઓનું ચિત્ત તત્ત્વથી ભાવિત છે, તેમને પુદ્ગલની અશુચિ અશુચિ જણાતી નથી, પરંતુ આત્માના મોહથી આકુળ ભાવો અશુચિરૂપે જણાય છે, તેથી ચિત્તને મલિન કરનારા ભાવોમાં જુગુપ્સા વર્તે છે. માટે બાહ્ય પદાર્થોને આશ્રયીને તેમને જુગુપ્સા થતી નથી. આથી અશુચિથી ભરેલાં મૃત કલેવરોને જોઈને નિંદા કરતા નથી. વળી અત્યંત મેલને કારણે પોતાના શરીરમાંથી કે વસ્ત્રમાંથી દુર્ગંધ આવતી હોય તોપણ તેમને ઉદ્વેગ થતો નથી, પરંતુ આત્મામાં રહેલા કષાયોના ભાવથી ઉદ્વેગ વર્તે છે. તેને દૂર કરવાનો પરિણામ વર્તે છે. અત્યંત અશુભ પરિણામેવાળા પદાર્થ પડ્યા હોય, જેને જોઈને ચીતરી ચડતી નથી આથી, તેનાથી આંખ પાછી ફેરવતા નથી, તેવા દાંત મુનિને સર્વ દ્રવ્યોમાં સમાન ભાવ વર્તે છે, એ સુસાધુનો જુગુપ્સા મોહનીય કર્મ પર વિજય છે. Iકરવા અવતરણિકા:
तदेवं सकलमोहजालोन्मूलनप्रवणेऽपि साधुधर्मे ज्ञाते बहून् कर्मपरतन्त्रतयाऽन्यथाकारिणोऽवलोक्येदमाहઅવતરણિકાર્ય :
આ રીતે સઘળી મોહની જાળને ઉખેડવામાં સમર્થ પણ સાધુધર્મ જણાયે છતે કર્મપરતંત્રતાને કારણે અન્યથા કરનારા ઘણા જીવોને જોઈને કહે છે – ભાવાર્થ :
પૂર્વમાં કષાયો અને નોકષાયો સંસારના પરિભ્રમણનું કારણ છે અને સાધુધર્મ કષાય-નોકષાયના ઉન્મેલનમાં પ્રવર્તનારો છે, એ પ્રમાણે શાસ્ત્રવચનથી અને યુક્તિથી જણાવા છતાં ઘણા સાધુઓ કર્મના પરતંત્રપણાથી કષાય-નોકષાયની પ્રવૃત્તિ કરતા દેખાય છે, તેથી તેમને જોઈને ગાથામાં તેમને આશ્રયીને ઉપદેશ આપે છે –
ગાથા -
एवं पि नाम नाऊण, मुज्झियव्वं ति नूण जीवस्स । ___ फेडेऊण न तीरइ, अइबलिओ कम्मसंघाओ ।।३२२।। ગાથાર્થ :
પ્રસિદ્ધ એવા આને પણ જાણીને ખરેખર મૂઢ જીવ મુંઝાય છે, જીવનો અત્યંત બળવાન કર્મસમૂહ દૂર કરવાને માટે શક્ય નથી. ll૩૨ ટીકા :एतदप्यनन्तरोक्तं कषायनोकषायनिग्रहपरम् अपिशब्दाद् वक्ष्यमाणं च भगवद्वचो नामेति
Page #139
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૨૨-૩૨૩ सुप्रसिद्धम् ज्ञात्वा तथापि मोहितव्यमिति यन्मूढैर्भूयते तन्नूनं निश्चितं जीवस्य 'फेडेऊण न तीरइ' त्ति अपनेतुं न शक्यते अतिबलिकः कर्मसङ्घातः, स हि ज्ञाततत्त्वमपि सत्त्वं बलादकार्ये प्रवर्त्तयति किं कुर्मः केवलं वयं द्रष्टार इति ।। ३२२ । ।
ટીકાર્થ ઃ
एतदप्यनन्तरोक्तं. દ્રષ્ટાર કૃતિ ।। આને પણ=અનંતરમાં કહેવાયેલ કષાય-નોકષાયના નિગ્રહમાં તત્પર, સુપ્રસિદ્ધ ભગવાનના વચનને જાણીને તે રીતે પણ જે કારણથી મૂઢ જીવો વડે મોહિત થવાય છે, તે કારણથી નિશ્ચિત જીવનો અતિ બળવાન કર્યસમૂહ દૂર કરવાને માટે શક્ય નથી. ગાથામાં પિ શબ્દથી વક્ષ્યમાણ એવા ભગવાનના વચનનું ગ્રહણ છે. તે=અતિ બળવાન કર્મસમૂહ જણાયેલા તત્ત્વવાળા પણ જીવને બલાત્કારે અકાર્યમાં પ્રવર્તાવે છે, શું કરીએ ? અમે કેવળ દ્રષ્ટા છીએ. II૩૨૨।।
૨૨
ભાવાર્થ:
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કષાય-નોકષાય દ્વારનું વર્ણન કર્યું અને કહ્યું કે મુનિઓ કષાય-નોકષાયને કરતા નથી. આ પ્રકારે ભગવાનના વચનના રહસ્યને કેટલાક મહાત્માઓ જાણનારા છે અને આગળ કહેશે, એ ભગવાનના વચનને પણ જાણનારા છે, તોપણ મૂઢ એવા તે સાધુઓ વડે નિમિત્તને પામીને કષાયનોકષાયના ભાવો કરાય છે, પરંતુ તેનો નાશ કરવા માટે સમર્થ થતા નથી, તે જોઈને નક્કી થાય છે કે તે જીવોનો કર્મસમૂહ બળવાન છે; કેમ કે જીવોને સામાન્યથી કષાય-નોકષાયના અનર્થનો બોધ નહિ હોવાથી કષાયને પરવશ થાય, પરંતુ જેમણે સંસારનું પારમાર્થિક સ્વરૂપ જાણ્યું છે અને સંસારની સર્વ વિડંબનાનું પ્રબળ કારણ આ કષાય-નોકષાય છે, તેમ પણ જાણ્યું છે, છતાં નિમિત્ત અનુસાર કષાયનોકષાયને વશ થઈને સાધુજીવન નિષ્ફળ કરે છે. તેથી તેમનો કર્મસમૂહ બળવાન છે, જેમ મંગુ આચાર્ય ભગવાનના વચનના પરમાર્થને જાણનારા હતા, તોપણ શિષ્યસંપદા, મધુ૨૨સાદિ અને શાતાના અર્થી થઈને કષાયોને પરવશ થયા. તેથી સાધુજીવન નિષ્ફળ કર્યું. તેથી જણાય છે કે ઘણા મહાત્માઓ શાસ્ત્ર ભણીને સૂક્ષ્મ બોધ પામ્યા પછી પણ બળવાન કર્મસમૂહને દૂ૨ ક૨વા સમર્થ થતા નથી, તે કર્મ સૂક્ષ્મ બોધવાળા પણ તે મહાત્માને બળાત્કારે અકાર્યમાં પ્રવર્તાવે છે. આ પ્રકારે પોતાનો ખેદ બતાવીને ગ્રંથકારશ્રી તે પ્રેરણા કરે છે કે વિવેકી પુરુષોએ અત્યંત સાવધાન થવું જોઈએ, નહિતર કષાય-નોકષાય વિનાશ ક૨શે. II૩૨૨ા અવતરણિકા :
गतं सप्रसङ्गं जुगुप्साद्वारं तद् गतौ च व्याख्याता प्रतिद्वारगाथा तद्व्याख्यानाच्च गतं कषायद्वारम् । अधुना गौरवद्वारं व्याचिख्यासुस्तावद् गौरववतः स्वरूपमाह
અવતરણિકાર્ય :
પ્રસંગ સહિત જુગુપ્સાદ્વાર પૂરું થયું=પ્રાસંગિક રીતે કર્મસંઘાત બલવાન છે, તે બતાવવાપૂર્વક
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૨૩ ગુણાકાર પૂરું થયું અને તે સમાપ્ત થયે છતે પ્રતિદ્વારગાથા વ્યાખ્યાન કરાઈ અને તેના વ્યાખ્યાનથી કષાયદ્વાર વ્યાખ્યાન કરાયું. હવે ગૌરવદ્વાર કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રથમ ગૌરવવાળાના સ્વરૂપને કહે છે – ગાથા -
जह जह बहुस्सुओ सम्मओ य सीसगणसंपरिवुडो य ।
अविणिच्छिओ य समए, तह तह सिद्धंतपडणीओ ॥३२३।। ગાથા -
શાસ્ત્રને વિષે નહિ જણાયેલા તત્ત્વવાળો જેમ જેમ બહુશ્રુત થયેલો, બહુજનને સંમત થયેલો, શિષ્યગણથી પરિવરેલો તેમ તેમ સિદ્ધાંતનો પ્રત્યેનીક થાય છે. ll૩૨૩ ટીકા :
यथा यथा बहुश्रुतः श्रवणमात्रेण, सम्मतश्च तथाविधलोकस्य, शिष्यगणसंपरिवृतश्च बहुमूढपरिवारश्च, मूढानां तथाविधपरिग्रहणाद्, अविनिश्चितश्चाज्ञाततत्त्वश्च समये सिद्धान्ते, ज्ञाततत्त्वस्य ऋद्धिरससातगौरवेषु प्रतिबन्धाभावात्, तद्वतः परमार्थतो ज्ञानशून्यत्वात्, तथा तथाऽसौ वस्तुस्थित्या सिद्धान्तप्रत्यनीकः सिद्धान्तविनाशकस्तल्लाघवापादनादिति ॥३२३।। ટીકાર્ય :
યથા યથા.... પાલનપતિ | જેમ જેમ બહુશ્રુત શ્રવણમાત્રથી બહઋત, તેવા પ્રકારના લોકને સંમત માત્ર બોલવામાં કુશળ જોઈને તેનાથી પ્રભાવિત થાય તેવા લોકોને સંમત, શિષ્યગણથી પરિવરેલો=બહુ મૂઢ શિષ્યોના પરિવારવાળો; કેમ કે મૂઢ જીવોને તેવા પ્રકારનું પરિગ્રહણ છે, મૂઢ આવો જ તેવા ગુરુને ગુરુ તરીકે સ્વીકારે છે. સમયમાં સિદ્ધાંતમાં, અવિનિશ્ચિત=નહિ જણાયેલા તત્વવાળા કેમ કે જણાયું છે તત્વ એવા સાધુને ઋદ્ધિ-રસ-શાતા ગારવામાં પ્રતિબંધનો અભાવ છે, તદ્વાનને=ઋદ્ધિગારવાદિવાળા સાધુને, પરમાર્થથી જ્ઞાનશુલ્યપણું છે, તેમ તેમ આ=બહુશ્રુત સાધુ, વસ્તુસ્થિતિથી=પરમાર્થથી, સિદ્ધાંત પ્રત્યેનીક છેઃસિદ્ધાંતને વિનાશ કરનારા છે; કેમ કે તેના લાઘવની પ્રાપ્તિ =લોકોને ઋદ્ધિગારવાદિ દોષરૂપ નથી, તેવો બોધ કરાવીને ભગવાનના શાસનની લઘુતા કરનારા છે. ૩૨૩માં ભાવાર્થ -
જે મહાત્માઓ ભગવાનનાં શાસ્ત્રોને જાણ્યા પછી મંગુ આચાર્યની જેમ ઋદ્ધિ-રસ-શાતા ગારવમાં આસક્ત છે, તેઓ ઘણાં શાસ્ત્રો ભણ્યા હોય, તોપણ શાસ્ત્રના પરમાર્થને યથાર્થ જોડતા નથી; કેમ કે શાસ્ત્રનો પરમાર્થ કષાય-નોકષાયના ઉન્મેલનમાં જ પ્રવર્તાવે છે અને ઋદ્ધિગારવાદિ ભાવો કષાયની વૃદ્ધિમાં
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૪
ઉપદેશમાલા ભાગ-૨ | માયા-ર૩-૦૪
પ્રવર્તાવે છે. આમ છતાં તે સાધુ બોલવામાં કુશળ હોય તો ઘણા મુગ્ધ જીવો તેના વચનકૌશલ્યથી પ્રભાવિત થઈને, આ મહાત્મા હિતને કરનારા છે તેમ માને છે અને ઘણા મૂઢ શિષ્યોના પરિવારવાળા હોય; કેમ કે તેમના વચનકૌશલ્યથી પ્રભાવિત થઈને સંયમ ગ્રહણ કર્યું છે, પરંતુ તત્ત્વને અભિમુખ જવામાં મૂઢ મતિવાળા હોય છે. વળી આવા ગુરુ સિદ્ધાંતના પરમાર્થને જાણનારા નથી, તેથી ઋદ્ધિ, રસ અને શાતા ગારવમાં પ્રતિબંધને ધારણ કરે છે. એથી પરમાર્થથી જ્ઞાનશૂન્ય છે. જોકે સંવિગ્નપાક્ષિક પણ કંઈક અંશે પ્રમાદ કરે છે, તો પણ શુદ્ધ પ્રરૂપણા કરીને પોતાની હીનતા દેખાડીને શિષ્યને માર્ગમાં પ્રવર્તાવે છે. જ્યારે પ્રમાદી સાધુઓ માન-સન્માનના અર્થી હોય છે, તેથી પ્રરૂપણા પણ તે રીતે કરે છે, જેથી લોકો પ્રભાવિત થાય. તેઓ પરમાર્થથી ભગવાનના શાસનના શત્રુ છે; કેમ કે ભગવાનના શાસનનો વિનાશ કરે છે, કેમ વિનાશ કરે છે ? એથી કહે છે – પોતાના ઋદ્ધિગારવાદિ પોષીને શરણાગત જીવોને પણ તે પ્રકારે પ્રવર્તાવીને ભગવાનના શાસનની લઘુતા કરે છે. ૩૨૩ અવતરણિકા -
साम्प्रतमृद्धिगौरवं तद्द्वारेणाहઅવતરણિતાર્થ - હવે ઋદ્ધિગારવને તદ્વાનના દ્વારથી ઋદ્ધિગારવવાળાના દ્વારથી. કહે છે –
ગાથા -
पवराई वत्थपायासणोवगरणाइं एस विहवो मे ।
अवि य महाजणनेया, अहं ति अह इड्डिगारविओ ।।३२४।। ગાથાર્થ -
શ્રેષ્ઠ વસ્ત્ર, પાત્ર, આસન, ઉપકરણોને આ મારો વૈભવ છે, વળી હુ મહાજનનો નેતા છું, એ પ્રમાણે માને છે, એ ઋદ્ધિગારવવાળા છે. ||૩૨૪TI ટીકા :
प्रवराण्युत्तमानि वस्त्रपात्रासनोपकरणान्यधिकृत्याऽसौ मन्यते एष विभवो मे, अयं समृद्ध्युपचयो मम, अपि चेत्यभ्युच्चये, महाजननेता प्रधानलोकप्रभुरहमिति । अथैषः एवम्भूतः ऋद्ध्या प्राप्तयोसेकेनाऽप्राप्तार्थप्रार्थनया च गौरवमात्मनो निबिडकर्मपरमाणुग्रहणेन गुरुत्वं तद् विद्यते यस्यासो ऋद्धिगौरविक इति ।।३२४।। ટીકાર્ય :પ્રવરાવુરમનિ ... ગરિવર રતિ | પ્રવર=ઉત્તમ એવાં, વસ્ત્ર-પાત્ર-આસન ઉપકરણોને
Page #142
--------------------------------------------------------------------------
________________
ઉપમાલા ભાગ-૨ | ગાથા-૨૪-૩૫
૧૦૫
આથી આ માને છે, આ મારો વૈભવ છે, આ મારો સમૃદ્ધિનો સમૂહ છે, ગાપિ એ અભુચ્ચયમાં છે, હું મહાજનનો નેતા છું=પ્રધાન લોકોનો સ્વામી છું અર્થાત મુખ્ય લોકોનો સ્વામી છું. આવા પ્રકારના આ=સાધુ, પ્રાપ્ત થયેલી ઋદ્ધિથી ગર્વ વડે અને નહિ પ્રાપ્ત થયેલી ઋદ્ધિની પ્રાર્થના વડે ગૌરવ=લિબિડ કર્મપરમાણુના ગ્રહણથી પોતાનું ગુરુત્વ, તે છે વિધમાન જેને એ ઋદ્ધિગોરવિક છે. ૩૨૪ ભાવાર્થ :
જેમ ગૃહસ્થો બાહ્ય સમૃદ્ધિમાં રચ્યાપચ્યા રહે છે અને જેમ જેમ ધનની વૃદ્ધિ થાય છે, તેમ તેમ પોતે મહાન છે, તેમ માને છે, તેઓ ઋદ્ધિગારવવાળા છે, તેમ સાધુપણામાં પણ જેઓ ઉત્તમ વસ્ત્રપાત્રાદિ ઉપકરણોને મેળવીને આ મારો વૈભવ છે, તેમ માને છે, વળી ઉપદેશ આપીને ઘણા લોકોને માર્ગમાં પ્રવર્તાવે છે, તેથી મહાજનનો હું નેતા છે, તેમ માને છે, તેઓ ઋદ્ધિગારવવાળા છે. વળી પ્રાપ્ત થયેલી ઋદ્ધિમાં ગર્વ કરે છે, નહિ પ્રાપ્ત થયેલી ઋદ્ધિની ઇચ્છાથી તેને માટે પ્રવૃત્તિ કરે છે. તેથી બાહ્ય પદાર્થોનો સંશ્લેષ ગાઢ થાય છે, તેથી નિબિડ કર્મ પરમાણુને ગ્રહણ કરીને સંસારસમુદ્રમાં ડૂબે છે, તેઓ 28દ્ધિગારવવાળા કહેવાય છે. આ પ્રકારે ગારવના સ્વરૂપનું ભાવન કરીને સુસાધુએ તેનાથી પોતાનું રક્ષણ કરવા યત્ન કરવો જોઈએ. l૩૨૪ અવતરણિકા -
अधुना रसगौरवमधिकृत्याहઅવતરણિકાર્ય :
હવે રસગારવને આશ્રયીને કહે છે – ગાથા - *
अरसं विरसं लूहं, जहोववन्नं च नेच्छए भोत्तुं ।
निद्धाणि पेसलाणि य मग्गइ रसगारवे गिद्धो ।।३२५ ।। ગાથા -
રસગારવમાં આસક્ત સાધુ અરસ, વિરસ, લૂખું જે પ્રમાણે પ્રાપ્ત થયું, તેને ખાવા માટે ઈચ્છતા નથી, સ્નિગ્ધ, પેશલ પદાર્થોને ઇચ્છે છે. ૩રપI ટીકા :__ अविद्यमानरसमरसंहिङ्ग्वादिभिरसंस्कृतरसमित्यर्थः । विरसं विगतरसमतिपुराणौदनादि, रूक्षं स्नेहरहितं वल्लचनकादि, यथोपपन्नं च निरुपधिलब्ध्या सम्पन्नमन्त्रमिति भावः, नेच्छति भोक्तुं,
Page #143
--------------------------------------------------------------------------
________________
૧es.
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૨૫-૩રક किं तर्हि ? स्निग्धानि-प्रचुरस्नेहानि, पेशलानि-मनोज्ञान्यन्नानीति गम्यते, मृगयते वाञ्छति रसगौरवे सति गृद्धो-लोल्याध्मात इति ।।३२५।। ટીકાર્ય :
વિમાન .... નોલ્યાબત તિ છે નથી વિદ્યમાન રસ જેમાં તે અરસ=હિંગ આદિ વડે સંસ્કાર નહિ કરાયેલો રસ, વિરસ=રસ વગરના અત્યંત જૂના ભાત વગેરે, રુક્ષતેલ વગરના વાલ-ચણા વગેરે અને યથા ઉપપs=નિરુપધિલબ્ધિથી પ્રાપ્ત થયેલું પરિચયાદિ વગર સહજ નિર્દોષ પ્રાપ્ત થયેલા અવને વાપરવાને ઇચ્છતા નથી, તો શું? એથી કહે છે - સ્નિગ્ધ=પ્રચુર સ્નેહવાળા, પેશલ= મનને ગમે તેવા, અન્નને ઈચ્છે છે, કોણ ઇચ્છે છે ? એથી કહે છે – રસગીરવ હોતે છતે ગૃદ્ધ લોલતાથી પરાભવ પામેલા સાધુ, ઈચ્છે છે. ૩રપા ભાવાર્થ :
શરીર અને ઇન્દ્રિયો પ્રત્યે મમત્વવાળા જીવો ઇન્દ્રિયોને અનુકૂળ રસ વાપરવાની વૃત્તિવાળા છે, તેઓ રસ વગરના આહારને ઇચ્છતા નથી, વિરસ કે રુક્ષ આહારને ઇચ્છતા નથી. વળી પોતાની પ્રતિભા વગર સહજ નિર્દોષ આહારને ઇચ્છતા નથી, પરંતુ દોષ લાગે કે ન લાગે ઇન્દ્રિયને અનુકૂળ, સ્નિગ્ધ, મનોહર ભોજનને ઇચ્છે છે, તેઓ રસગારવમાં વૃદ્ધિવાળા છતાં સંયમજીવન નિષ્ફળ કરે છે. I૩૫ા અવતરણિકા -
अधुना सातगौरवमधिकृत्याहઅવતરણિતાર્થ - હવે શાતાગૌરવને આશ્રયીને કહે છે –
ગાથા -
सुस्सूसई सरीरं, सयणासणवाहणापसंगपरो ।
सायागारवगरुओ, दुक्खस्स न देइ अप्पाणं ।।३२६ ।। ગાથાર્થ :
શરીરની શુશ્રુષા કરે છે. શયન, આસન, વાહનના પ્રસંગમાં તત્પર, શાતાગારવથી ગુરુ થયેલા સાધુ આત્માને દુઃખ દેતા નથી. II૩ર૬ll ટીકા :
शुश्रूषतेऽनेकार्थत्वाद् धातूनां प्रतिक्षणं संस्कुरुते शरीरं वपुः, शयनं तूल्यादि, आसनं मसूरकादि,
Page #144
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૨૬-૩૨૭
तयोर्वाहना= निष्कारणः परिभोगस्तस्यां प्रसङ्गो = गाढमासक्तिस्तत्परस्तत्प्रधानः शयनासनवाहनाप्रसङ्गपर इति, सातं सुखं तेन गौरवमुक्तस्वरूपं तेन गुरुः, स एव गुरुकः सातगौरवगुरुकः सन् दुःखस्य न ददात्यात्मानं, तद्द्द्वेषीति भावः । । ३२६ ।।
ટીકાર્ય -
शुश्रूषते ભાવઃ ।। શુશ્રૂષા કરે છે, ધાતુનું અનેક અર્થપણું હોવાથી શુશ્રૂષાનો અર્થ પ્રતિક્ષણ શરીરને સંસ્કાર કરે છે, એ પ્રમાણે ગ્રહણ કરવો અર્થાત્ શરીરની આળપંપાળ કરે છે. શયન, પથારી આદિ આસન મસૂરક આદિ તે બન્નેની વાહના=નિષ્કારણ પરિભોગ તેમાં પ્રસંગગાઢ આસક્તિ, તેને પર−તેને મુખ્ય કરનારો=શયન-આસન-વાહનના પ્રસંગમાં તત્પર સાધુ શાતા=સુખ, તેના વડે ગૌરવવાળો=કહેવાયેલા સ્વરૂપવાળો, તેનાથી ગુરુ તે જ ગુરુક શાતાગારવથી ગુરુક છતો આત્માને દુ:ખ આપતો નથી, તેનો દ્વેષી છે=દુઃખનો દ્વેષી છે, એ પ્રકારનો ભાવ છે. II૩૨૬।। ભાવાર્થ:
.....
૧૨૭
જે જીવને જે પ્રકારનું ગૌરવ આપાદક કર્મ પ્રચુર હોય છે, તે જીવને તે ભાવ પ્રત્યે અત્યંત અભિમુખ ભાવ થાય છે. આથી સંયમ ગ્રહણ કર્યા પછી પણ જેઓ શાતાના અર્થી છે, તેઓ શ૨ી૨ની શુશ્રુષા કરતા હોય છે અર્થાત્ શરીરને મલાદિથી દૂર રાખવા યત્ન કરે છે, શ૨ી૨ને અનુકૂળ આહારાદિ ગ્રહણ કરે છે. વળી સ્પર્શેન્દ્રિયમાં આસક્ત હોય છે, તેથી નિષ્કારણ શયન-આસનનો પરિભોગ કરીને તેમાં ગાઢ આસક્તિને ધારણ કરે છે. શાતાના સુખમાં યત્ન કરનારા તેઓ શરીરનાં કષ્ટો લેશ પણ વેઠવા તત્પર થતા નથી, તેઓ સંયમ ગ્રહણ કરીને પણ મનુષ્યજન્મ નિષ્ફળ કરે છે. II૩૨૬ા
અવતરણિકા :
गतं गौरवद्वारमधुनेन्द्रियद्वारं व्याचिख्यासुस्तद्वशवर्त्तिनां दोषानाचष्टे
અવતરણિકાર્થ :
ગૌરવદ્વાર પૂરું થયું. હવે ઇન્દ્રિયદ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી તેને વશવર્તી જીવોના= ઈન્દ્રિયને વશવર્તી જીવોના દોષોને કહે છે
ગાથા:
-
तवकुलछायाभंसो, पंडिच्चप्कंसणा अणिट्ठपहो ।
वसणाणि रणमुहाणि य इंदियवस अणुहवंति ।। ३२७ ।।
ગાથાર્થઃ–
ઈન્દ્રિયને વશ થયેલા જીવો તપ-કુલના છાયાભ્રંશને, પાંડિત્યના માલિન્યને, અનિષ્ટ પથને, વ્યસનોને, રણના મુખોને અનુભવે છે. II૩૨૭ના
Page #145
--------------------------------------------------------------------------
________________
લપમાલા ભાગ ૨Tગાથા-૨૭
૧૨૮ Ele:
तपोऽनशनादि, कुलमुग्रादि, छाया लोकमध्ये उन्नतिस्तासां भ्रंशोऽधःपतनं विनाशस्तपःकुलच्छायाभ्रंशस्तमिन्द्रियवशगा अनुभवन्तीति क्रियापेक्षया प्रथमा द्वितीयार्थे सर्वत्र द्रष्टव्या प्राकृतत्वात् । तथा 'पंडिच्चप्फंसण' त्ति पाण्डित्यमालिन्यं तथा चोक्तम्
सकलकलाकलापकुशलोऽपि हि कविरपि पण्डितोऽपि हि प्रकटितसर्वशास्त्रतत्त्वोऽपि हि वेदविशारदोऽपि हि मुनिरपि वियति विततनानाद्भुतविभ्रमदर्शकोऽपि हि स्फुटमिह जगति तदपि न स कोऽपि हि यदि नाक्षाणि रक्षति ।। तथाऽनिष्टः संसारस्तस्य पथो मार्गोऽनिष्टपथस्तं, तदुक्तम्
दिवसरजनिसारैः सारितं पक्षगेहं समयफलकमेतन्मण्डितं भूतधात्र्याम् । इह हि जयति कश्चिन्मोक्षमक्षैविधेयैरधि-गतमपि चान्ये विप्लुतैरियन्ति ।। तथा व्यसनानि नानाकाराविपत्तीर्यथोक्तम्सक्तः शब्दे हरिणः, स्पर्श नागो रसे च वारिचरः । कृपणपतङ्गो रूपे, भुजगो गन्धे ननु विनष्टः ।। पञ्चसु सक्ताः पञ्च विनष्टाः, यत्रागृहीतपरमार्थाः । एकः पञ्चसु सक्तः प्रयाति भस्मान्ततां मूढः ।। तथा रणमुखानि च सङ्ग्रामद्वाराणि विनाशनिमित्तानि, चशब्दात् समस्तदोषानिन्द्रियवशगा अनुभवन्त्युपभुञ्जते । तथाहिजयो यद् बाहुबलिनि, दशवको निपातनम् । जिताजितानि राजेन्द्र !, हृषीकाण्यत्र कारणम् ।।१।।
ननु चास्य प्रकरणस्य सिद्धान्तोद्धारभूतत्वात् तस्य च परमपुरुषप्रणीतत्वात् तद्वाक्यानां स्वतः प्रामाण्यात् तबलेनैवाशेषवचनानामपि प्रतिष्ठावाप्तेर्भास्करवत् स्वपरप्रकाशकत्वान युक्तस्तत्समर्थनार्थ सुभाषितान्तरोपन्यासः, सत्यमेतत्रैवात्र सन्देहः केवलं सर्वेषां मार्गानुसारिणां प्रायः समाना बुद्धिरितिप्रदर्शनार्थं यद्युच्येरन तत्र कश्चिद्दोषः, श्रीशीलसूरिप्रभृतीनामपि आचारविवरणादी बहुशस्तानि लिखितानि, अयं प्रायोऽभिप्रायो यदि वा मादृशः प्रबलमोहावृततया नाऽसौ शक्यो लक्षयितुमतिगम्भीरत्वादिति ।।३२७॥ टीकार्थ :
तपोऽनशनादि ..... गम्भीरत्वादिति ।। त५, अनशन 471, दुल GA 4३, प्रया=els मध्ये ઉન્નતિ, તેનો ભંશ=અધપતન=વિનાશ, ઇન્દ્રિયને વશ થયેલા જીવો તપના અને કુલના છાયાવાંશને
Page #146
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૨૭
૧૨૯
અનુભવે છે, પ્રાકૃતપણું હોવાથી પ્રથમા વિભક્તિ ક્રિયાની અપેક્ષાએ સર્વત્ર દ્વિતીયાના અર્થમાં જાણવી અને પાંડિત્યના માલિત્યને અનુભવે છે=શાસ્ત્ર ભણ્યા હોય છતાં ઇન્દ્રિયને વશ જણાય તો લોકમાં તેનું પાંડિત્ય મલિનભાવને પામે છે અને તે પ્રમાણે કહેવાયું છે
બધી કલાના કલાપમાં કુશળ પણ, કવિ પણ, પંડિત પણ, પ્રગટ થયાં છે સર્વ શાસ્ત્રોનાં તત્ત્વો જેને એવો પણ, વેદવિશારદ પણ, મુનિ પણ, આકાશમાં પથરાયેલા જુદા જુદા અદ્ભુત વિલાસોને દેખાડનારો પણ, આ જગતમાં સ્પષ્ટ તે નથી, જો તે કોઈક ઇન્દ્રિયોનું રક્ષણ કરતો નથી. (અહીં તાપિ ન સ ના સ્થાને સોપિ ન સ પાઠ હોવો જોઈએ.)
અને અનિષ્ટ=સંસાર, તેનો પથ=માર્ગ, અનિષ્ટપથ તેને ઇન્દ્રિયને વશ થયેલા અનુભવે છે. તે કહેવાયું છે
ભૂતરૂપી પૃથ્વીમાં=જીવરૂપી પૃથ્વીમાં, દિવસરૂપી રજને કાઢવાપૂર્વક સ્વચ્છ કરાયેલું=વિવેકવાળી પ્રવૃત્તિ દ્વારા દિવસમાં બંધાયેલા પાપને કાઢવાપૂર્વક સ્વચ્છ કરાયેલું, શણગારાયેલું સમયરૂપી લકવાળું=શાસ્ત્રવચનની સુંદર સામગ્રીવાળું, આ પક્ષગૃહ છે, અહીં=આવા ગૃહમાં, કોઈક વિધેય એવા અક્ષો વડે=સંવૃત્ત રૂપે કર્તવ્ય ઇન્દ્રિયો વડે, મોક્ષને પ્રાપ્ત કરે છે અને બીજા અધિગત પણ=શાસ્ત્ર ભણાયા છે, જેમાં એવા પક્ષરૂપી ગૃહને, વિષ્ણુત એવી ઇન્દ્રિયો વડે હારે છે.
-
અને વ્યસનો=જુદા જુદા પ્રકારની વિપત્તિને અનુભવે છે, જે પ્રમાણે કહેવાયું છે
શબ્દમાં આસક્ત થયેલો હરણ, સ્પર્શમાં આસક્ત થયેલો હાથી, રસમાં આસક્ત થયેલું માછલું, રૂપમાં લોભી પતંગિયું, ગંધમાં આસક્ત થયેલો ભમરો ખરેખર વિનાશ પામ્યા. પાંચમાં=પાંચ ઇન્દ્રિયમાં આસક્ત થયેલા, નહિ ગ્રહણ કરાયેલા પરમાર્થવાળા પાંચ=હરણ વગેરે પાંચ, જ્યાં વિનાશ પામ્યા, પાંચ ઇન્દ્રિયોમાં આસક્ત એવો એક મૂઢ મનુષ્ય વિનાશને પામે છે.
-
અને રણમુખોને=નાશનું નિમિત્ત એવા સંગ્રામ દ્વારોને, ચ શબ્દથી સમસ્ત દોષોને ઇન્દ્રિયને વશ થનારા અનુભવે છે=પ્રાપ્ત કરે છે, તે આ પ્રમાણે
જે કારણથી બાહુબલીમાં જય, રાવણમાં પરાજય, અહીં હે રાજેન્દ્ર ! જિતાયેલી અને નહિ જિતાયેલી ઈન્દ્રિયો કારણ છે.
નનુથી શંકા કરે છે આ પ્રકરણનું=પ્રસ્તુત ગાથાનું, સિદ્ધાંતમાંથી ઉદ્ધારભૂતપણું હોવાથી અને તેનું=સિદ્ધાંતનું, પરમપુરુષપ્રણીતપણું હોવાથી, તેનાં વાક્યોનું=સિદ્ધાંતનાં વાક્યોનું અર્થાત્ પરમપુરુષપ્રણીત વાક્યોનું, સ્વતઃ પ્રામાણ્ય હોવાથી તેના બળથી જ=પરમપુરુષપ્રણીત વાક્યોના બળથી, બધાં વચનોની પ્રતિષ્ઠાની પ્રામાણ્યની, પ્રાપ્તિ હોવાથી, સૂર્યની જેમ સ્વ-પર પ્રકાશકપણું હોવાથી તેના સમર્થન માટે=પ્રસ્તુત ગાથાના સમર્થન માટે, બીજાં સુભાષિતોનો ઉપન્યાસ યુક્ત નથી
-
આ સત્ય છે, આમાં સંદેહ નથી જ, ફક્ત સર્વ માર્ગાનુસારી જીવોની પ્રાયઃ સમાન બુદ્ધિ હોય છે, એ પ્રમાણે બતાવવા માટે જો કહેવામાં આવે તો કોઈ દોષ નથી. આચારવિવરણ વગેરેમાં તેને=અન્ય સુભાષિતોને, અનેક વખત લખતા એવા શ્રી શીલસૂરિ વગેરેનો પણ પ્રાયઃ આ અભિપ્રાય
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૩ર૭
છે=સર્વ માર્ગાનુસારી જીવોની આ સમાન બુદ્ધિ છે એ બતાવવાનો અભિપ્રાય છે, અથવા પ્રબળ મોહથી આવતપણાને કારણે મારા જેવાઓ વડે આકશી શીલસૂરિ વગેરેનો અભિપ્રાય, જાણવા માટે શક્ય નથી; કેમ કે અત્યંત ગંભીરપણું છે. ૩૨૭. ભાવાર્થ :જેઓ ઇન્દ્રિયોને વશ છે, તેઓ કેવા અનર્થો પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે –
જેઓ તપ કરે છે, ઉત્તમ કુળમાં જન્મ્યા છે, તેથી લોકમાં ઉન્નતિ પામેલા છે. તેવા મહાત્માઓ ઇન્દ્રિયને પરવશ થાય તો તપ અને કુલની છાયાના બ્રશને પામે છે=વિનાશ કરે છે. વસ્તુતઃ ઉત્તમ કુલ, સંયમ અને તપના કારણે તેઓ સદ્ગતિમાં જવાના હતા, છતાં ઇન્દ્રિયોને વશ થઈને દુર્ગતિમાં જાય છે. વળી કેટલાક શાસ્ત્રો ભણીને પાંડિત્યને પામેલા છે, તેના બળથી સુખપૂર્વક સંસારને તરી શકે તેવા થયેલા છે, તો પણ કોઈક રીતે ઇન્દ્રિયોને વશ થાય છે, ત્યારે પોતાના પડિત્યને મલિન કરે છે. જેમાં મંગુ આચાર્ય શાસ્ત્રમાં નિપુણ હતા, છતાં ઇન્દ્રિયોને વશ થઈને અસાર એવા વ્યંતર જાતિના દેવભવને પામ્યા. તેમાં સાક્ષીપાઠ આપે છે –
કોઈ મહાત્મા સર્વ કલાસમૂહમાં કુશળ હોય, કવિ હોય, પંડિત પણ હોય, શાસ્ત્રના મર્મને જાણવામાં બુદ્ધિનિધાન હોય. વળી શાસ્ત્રમાં શ્રમ કરીને પ્રગટ કરેલાં સર્વ શાસ્ત્રવાળા હોય, વેદવિશારદ હોય અર્થાતુ આગમોના સૂક્ષ્મ અર્થને જાણનારા પણ હોય. વળી મુનિ પણ હોય, અનેક લબ્ધિઓને કારણે આકાશમાં અદ્દભુત વિલાસો બતાવવા સમર્થ પણ હોય. લોકમાં સ્પષ્ટ ખ્યાતિને પામેલા હોય તે પણ પરમાર્થથી તે નથી, જો તે ઇન્દ્રિયોનો સંયમ કરે નહિ. તેથી ઇન્દ્રિયોને પરવશ જીવોની સર્વ શક્તિઓ નિષ્ફળ છે, માટે બુદ્ધિમાન પુરુષે ઇન્દ્રિયો ઉપર સંયમ પ્રાપ્ત કરવો જોઈએ. વળી ઇન્દ્રિયોને પરવશ જીવો સંસારના અનિષ્ટ પથને પામે છે. તેમાં સાક્ષી આપે છે – કોઈ મહાત્માએ સંયમ ગ્રહણ કરીને પોતાના આત્મારૂપી પૃથ્વી ઉપર પક્ષરૂપી ગૃહને દિવસની રજ કાઢીને સ્વચ્છ કરેલું હોય, શાસ્ત્રના સૂક્ષ્મ બોધરૂપી ફ્લકથી સુશોભિત કરેલું હોય અને વિધેય એવી ઇન્દ્રિયોનો સંવર કરે તો મોક્ષને પ્રાપ્ત કરે છે, તો વળી અન્ય કોઈ મહાત્મા પક્ષરૂપી ગૃહને પામેલા પણ વિપ્લવવાળી ઇન્દ્રિયોથી હારે છે. આથી ચૌદ પૂર્વધરો પણ પ્રમાદવશ થઈને નિગોદમાં જાય છે.
વળી ઇન્દ્રિયોને પરવશ જીવો અનેક પ્રકારની આપત્તિઓને પ્રાપ્ત કરે છે. તેમાં સાક્ષી આપે છે – શબ્દમાં આસક્ત હરણ શિકારીના બાણથી મૃત્યુ પામે છે, સ્પર્શમાં આસક્ત હાથી બંધનમાં પડીને અનર્થ પામે છે, રસમાં આસક્ત માછલું જાળમાં ફસાઈને મૃત્યુ પામે છે, રૂપમાં આસક્ત પતંગિયું દીવામાં પડીને મૃત્યુ પામે છે, ગંધથી ખેંચાયેલો ભમરો નાશ પામે છે. આ રીતે પાંચ ઇન્દ્રિયમાં આસક્ત જીવો પરમાર્થને નહિ જાણતા વિનાશ પામે છે અર્થાત્ મારી આ આસક્તિ વર્તમાનમાં મૃત્યુનું કારણ છે ઇત્યાદિ નહિ જાણનારા હરણ આદિ પાંચેય વિનાશ પામે છે. જ્યારે મૂઢ એવો પાંચેય ઇન્દ્રિયોમાં આસક્ત એક
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૧
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૨૭–૩૨૮ મનુષ્ય પરમાર્થને નહિ જાણતો દુરંત સંસારના પરિભ્રમણરૂપ ભસ્મતાને પામે છે. આ ભવમાં અને પરભવમાં આપત્તિઓને પ્રાપ્ત કરે છે. વળી ઇન્દ્રિયોને વશ જીવો રણમુખને પ્રાપ્ત કરે છે, તેમાં સાક્ષી આપે છે –
બાહુબલીએ ઇન્દ્રિયોનો જય કર્યો તો સંયમ પ્રાપ્ત થયું અને રાવણ સીતામાં આસક્ત થયા તો મૃત્યુ પામ્યા, માટે હે રાજેન્દ્ર ! જય અને વિનાશમાં નહિ જિતાયેલી ઇન્દ્રિયો કારણ છે.
આ રીતે આગમ વચનને કહેનાર પ્રસ્તુત ગાથા દ્વારા ઇન્દ્રિયોને વશ થયેલા જીવોના અનર્થો બતાવીને મહાત્મા ઉપદેશ આપે છે કે કલ્યાણના અર્થી જીવે ઇન્દ્રિયોનો જય કરવો જોઈએ.
વળી ટીકા કરનારા મહાત્માને સ્મરણ થયું કે આગમને કહેનારાં વચનોમાં અન્ય ગ્રંથોની સાક્ષી આપવી કઈ રીતે યુક્ત કહેવાય ? અર્થાત્ કહેવાય નહિ, છતાં આગમ જે રીતે તત્ત્વને બતાવે છે, તેવા જ તત્ત્વને બતાવનારા માર્ગાનુસારી બુદ્ધિવાળા બીજા હોય છે. તેથી માર્ગાનુસારી જીવોની સમાન બુદ્ધિ હોય છે, માટે આગમમાં માર્ગાનુસારી બુદ્ધિવાળા ગણધરોએ જે કહ્યું છે, તેને જ સમાન બુદ્ધિવાળા બીજા કહે છે, એ બતાવવા માટે ટીકાકાર મહાત્માએ કથન કર્યું છે, માટે કોઈ દોષ નથી; કેમ કે શીલસૂરિ મહારાજ વગેરેએ આચારાદિના વિવરણમાં અનેક ઠેકાણે તેવી સાક્ષી આપી છે, તેથી તેમનો પણ આ પ્રકારનો અભિપ્રાય હશે અથવા ટીકાકારશ્રી કહે છે –
મારી મંદબુદ્ધિને કારણે શીલસૂરિ મહારાજ વગેરેનો શું અભિપ્રાય છે, તેનો નિર્ણય કરવો શક્ય નથી, તોપણ તેમના અનુસરણરૂપે મેં પણ પ્રસ્તુત ગાથામાં સાક્ષીરૂપે આ સર્વ કથનો કર્યા છે. l૩૨માં અવતરણિકા:
यदि तर्हि इन्द्रियवशं ये गच्छन्ति तेषामेष दोषस्ततः किं कर्तव्यमित्यत आहઅવતરસિકકાર્ય :
જો વળી ઇન્દ્રિયને વશ જેઓ જાય છે, તેઓને આ દોષ છે, તો શું કરવું જોઈએ ? એથી કહે છે –
ગાથા -
सद्देसु न रज्जिज्जा, रूवं द8 पुणो न विक्खिज्जा । - જો એ ય પાસે, અમુછિયો ૩ળને મુળ ારૂ૨૮ાા ગાથાર્થ :
શબ્દોમાં રાગ ન કરે, વળી રૂ૫ને જોવા માટે ન જુએ, ગંધ, રસ અને સ્પર્શમાં મૂચ્છ નહિ પામેલા મુનિ ઉધમ કરે. ll૩૨૮
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૮ ટીકાઃ
शब्देषु वेणुवीणामृदङ्गकाकलीगीतादीनां न रज्येत न रक्तः स्याद्, रूपं कमनीयं दृष्ट्वा कथञ्चित् पुनस्तदीक्षणलोलतया न वीक्षेत आदित एव दृष्टिं संहरेद् भास्करादिव, न पुनः पश्येदित्यर्थः । गन्थे रसे च स्पर्श सुन्दरेऽमूर्छितोऽगृद्धः चशब्दादसुन्दरेषु शब्दादिष्वद्विष्टः किम् ? उद्यच्छेत् વાનુષ્ઠાનોથમં કુર્યાત, : મુનિ વચેતોપવેશાર્દુત્વાતિ રૂરતા ટીકાર્ય :શ શાઈત્યાતિ / શબ્દોમાં=વેણુ-વીણા-મૃદંગ-કાકલી ગીત વગેરેના શબ્દોમાં, આસક્તા ન થાય, મનોહર રૂપને કોઈક રીતે જોઈને વળી તેને જોવાની લાલસાથી ન જુએ પહેલેથી જ દષ્ટિને ખેંચી લે, જેમ સૂર્યથી દષ્ટિને ખેંચી લે, ફરી જુએ નહિ, સુંદર ગંધ, રસ અને સ્પર્શમાં મૂચ્છ નહિ પામેલા આસક્ત નહિ થયેલા, ૪ શબ્દથી અસુંદર શબ્દાદિમાં અદ્વૈષવાળા શું કરે? ઉદ્યમ કરે=સારા અનુષ્ઠાનમાં ઉધમ કરે, કોણ કરે? એથી કહે છે – મુનિ કરે; કેમ કે તેનું જ=મુનિનું જ, ઉપદેશયોગ્યપણું છે. ૩૨૮ ભાવાર્થ :
મુનિઓ ભવના ક્ષય માટે તત્પર થયેલા હોય છે. આથી જ તપ, સંયમમાં ઉદ્યમ કરતા હોય છે. શાસ્ત્રનું અધ્યયન કરતા હોય છે, છતાં તેવા પણ મુનિઓ ઇન્દ્રિયોને વશ થઈને અનર્થની પરંપરાને પ્રાપ્ત કરે છે. એવા મુનિઓને આત્મરક્ષણ કરવા માટે ઉપદેશ આપતાં કહે છે – મુનિએ સુંદર શબ્દમાં રાગ કરવો જોઈએ નહિ, આથી જ જેમને સંગીતનો શોખ છે, સુંદર શબ્દોમાં રાગ થાય તેમ છે, તે સંગીતપૂર્વક થતી ભગવાનની સ્તુતિ સાંભળવા તત્પર થાય, પરંતુ ભગવાનના ગુણોમાં ઉપયોગનું પ્રતિસંધાન કરી શકે નહિ તો વિનાશ પામે, તે રીતે લોકોથી થતી પ્રશંસામાં કે નિંદામાં રાગ-દ્વેષ કરવા જોઈએ નહિ, પરંતુ મધ્યસ્થતાપૂર્વક શ્રોત્રેન્દ્રિયનો સંવર કરવો જોઈએ. વળી કોઈનું સુંદર રૂપ દેખાય ત્યારે જીવો તેને જોવાને અભિમુખ પરિણામવાળા થાય છે, પરંતુ સૂર્યની સામે દૃષ્ટિ પડે તો તરત પાછી ખેંચી લેવાય છે તેમ મુનિએ તો પ્રારંભથી જ સંવૃત રહેવું જોઈએ અને ઇન્દ્રિયોથી થતા અનર્થનું વારંવાર ભાવન કરીને ચિત્તને તે રીતે સંવૃત કરવું જોઈએ. જેથી અંતરંગ પરિણામ જોવાને અભિમુખ થાય જ નહિ. વળી સુંદર ગંધ, રસ અને સ્પર્શમાં મૂચ્છ કરવી જોઈએ નહિ અને અસુંદર ગંધાદિમાં દ્વેષ કરવો જોઈએ નહિ. આથી જ સંવૃત ઇન્દ્રિયવાળા મુનિ પોતાના કે બીજા સાધુના શરીર કે વસ્ત્રમાંથી દુર્ગંધ આવતી હોય તો દ્વેષ કરતા નથી. વળી તત્ત્વથી ભાવિતા મતિવાળા સાધુ નિદ્રા ન આવે તેવાં કર્કશપ્રતિકૂળ સ્થાનો પ્રાપ્ત થાય તોપણ દ્વેષ કરતા નથી. વળી અંત, પ્રાંત, તુચ્છ ભોજન પ્રાપ્ત કરીને પણ દ્વેષ કરતા નથી. તેવા મુનિ જ પાંચ ઇન્દ્રિયને સંવૃત કરીને મુનિભાવમાં લેવાયેલા તપ અને કુળની છાયાનું રક્ષણ કરે છે, પ્રાપ્ત થયેલા પાંડિત્યને સફળ કરે છે અને ઇન્દ્રિયજન્ય અનિષ્ટોથી આત્માનું રક્ષણ કરે છે. l૩૨૮
Page #150
--------------------------------------------------------------------------
________________
पहेशभाला भाग-२ / गाथा - ३२७
अवतरशिST :
अन्यच्च
933
अवतर शिकार्थ :
અને ઈન્દ્રિયોના જય માટે સાધુએ બીજું શું કરવું જોઈએ ? તેને અનુરૂપ ઉપદેશ આપે છે
गाथा :
निहयाणिहयाणि य इंदियाणि घाएहऽणं पयत्तेणं । अहियत्थे निहयाई, हियकज्जे पूयणिज्जाई ।। ३२९।।
गाथार्थ :
નિહત-અનિહત એવી ઈન્દ્રિયોને અને ઋણને=કર્મને, હે મુનિ ! પ્રયત્નથી ઘાત કર, અહિત અર્થમાં નિહત કરવી જોઈએ, હિતકાર્યમાં પ્રગુણી કરવી જોઈએ, તેથી પૂજનીય થાય છે=ઈન્દ્રિયો पूरनीय थाय छे. ॥३२॥
asi :
निहतानीष्टानिष्टे स्वगोचरे रागद्वेषपरिहारेण तत्कार्याभावात् प्रलयं नीतानि अनिहतान्याकारदर्शनात् स्वविषयग्रहणाच्च । तदुक्तं
न शक्यं रूपमद्रष्टुं चक्षुर्गोचरमागतम् ।
रागद्वेषौ तु यौ तत्र, तौ बुधः परिवर्जयेत् ।।१।।
ततश्च निहतानि च तान्यनिहतानि चेति 'क्तेन नञ्विशिष्टेन' इति वचनात् समासः । निहतानिहतानि च साधूनामिन्द्रियाणि भवन्ति, चशब्दः अणमित्यस्मात् परतः सम्बध्यते अणं च संस्कृते ऋणमुच्यते, तच्चेह कर्म तद्वशेन भवचारकेऽवस्थानात् ततश्च न केवलमिन्द्रियाणि किं तर्हि ? ऋणं च साधूनां निहतानिहतं वर्त्तते बहुतरं हतं स्तोकमहतमित्यर्थः यत एवमतो घातयत, हे मुनयः ! प्रयत्नेन कर्तृभूतेन स्वयं प्रयोजकाभूत्वा दग्धरज्जुकल्पाप्यक्षाणि कर्म च यत्नतो विनाशयतेत्यर्थः । यावच्चाद्यापि सर्वथा घातो न सम्पद्यते तावत् किं विधेयमित्याह - अहितार्थे स्वविषये रागद्वेषकरणलक्षणे प्रवर्त्तमानानि निहतानि कार्याणि ततो निरोद्धव्यानीति भावः, हितकार्ये भगवदागमश्रवणजिनबिम्बावलोकनादौ प्रगुणानि कार्याणीति शेषः, तथा च कृतानि पूजनीयानि जायन्त इति ।
Page #151
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨
ગાથા
૧૩૪
ટીકાર્થ ઃ
निहतानी બાવન્ત કૃતિ । નિહત-અનિહત ઈન્દ્રિયોને પ્રયત્નથી ઘાત કર,
તેમાં નિહતનો અર્થ સ્પષ્ટ કરે છે
ઇષ્ટ-અનિષ્ટ એવા પોતાના વિષયમાં રાગ-દ્વેષના પરિહારથી તેના કાર્યનો અભાવ થવાને કારણે (ઈન્દ્રિયો) પ્રલયને પમાડાઈ. તેથી નિહત છે અને અવિહત છે; કેમ કે આકાર દેખાય પોતાના વિષયને ગ્રહણ કરે છે. તેથી ઇન્દ્રિયો કથંચિત્ નિહત છે, કથંચિદ્ અવિહત છે. તે કહેવાયું
અને
છે
ચક્ષુના વિષયને પામેલા રૂપને નહિ જોવા માટે શક્ય નથી. વળી ત્યાં=ચક્ષુના વિષયમાં, જે રાગ-દ્વેષ તેને બુધ પુરુષ ત્યાગ કરે. ॥૧॥ ()
અને તેથી રાગ-દ્વેષ ન થાય તે પ્રકારે વિહત અને વિષયોનો બોધ થાય તે પ્રકારે અનિહત તે ઇન્દ્રિયો છે, નક્ વિશિષ્ટ એવા એવા પ્રકારના વચનથી સમાસ છે, સાધુની ઇન્દ્રિયો નિહતઅનિહત હોય છે=અંતરંગ રીતે સંવૃત હોવાને કારણે રાગનો પરિણામ ઉલ્લસિત ન થાય અને ઈન્દ્રિયો સાથે વિષયનો સંપર્ક થાય ત્યારે આકાર માત્રનું દર્શન થાય કે તેના વિષયમાત્રનું ગ્રહણ થાય, પરંતુ સંશ્લેષ ન થાય એ રીતે નિહતાનિહત ઇન્દ્રિયોવાળા સાધુ હોય છે. ગાથામાં રહેલો = શબ્દ ગળે પછી સંબંધ કરાય છે અને જ્ઞળ શબ્દને સંસ્કૃતમાં ળ કહેવાય છે અને તે અહીં=સાધુજીવનમાં, કર્મ છે; કેમ કે તેના વશથી=કર્મના વશથી, ભવરૂપી કેદખાનામાં અવસ્થાન છે અને તેથી કેવલ ઇન્દ્રિયો નહિ, તો શું ? એથી કહે છે – સાધુઓને ઋણ વિહત-અનિહત વર્તે છે=કર્મરૂપી ઋણ ઘણું હણાયેલું છે, થોડું નહિ હણાયેલું છે, જે કારણથી આ પ્રમાણે છે=થોડું ઋણ ચૂકવવાનું બાકી છે એ પ્રમાણે છે. આથી ઘાત કર, હે મુનિ ! પ્રયત્નથી=કર્તૃભૂત એવા પ્રયત્નથી, સ્વયં પ્રયોજક નહિ થઈને=ઇન્દ્રિયોને પ્રવર્તાવવામાં સ્વયં પ્રયોજક નહિ થઈને, બળેલા દોરડા જેવી પણ ઇન્દ્રિયોને અને કર્મને પ્રયત્નથી, તું નાશ કર, જ્યાં સુધી હજુ પણ સર્વથા ઘાત પ્રાપ્ત થતો નથી, ત્યાં સુધી શું કરવું જોઈએ ? એથી કહે છે અહિત અર્થમાં=પોતાના વિષયમાં રાગ-દ્વેષ કરવારૂપ અહિત અર્થમાં પ્રવર્તતી ઇન્દ્રિયોને વિહત કરવી જોઈએ=ઇન્દ્રિયોનો નિરોધ કરવો જોઈએ. હિત કાર્યમાં=ભગવાનના આગમનું શ્રવણ-જિનબિંબનું અવલોકન વગેરેમાં, નિપુણ કરવી જોઈએ અને તે રીતે કરાયેલી પૂજનીય થાય છે.
ભાવાર્થ:
સાધુ વીતરાગ નથી, તેથી નિમિત્તોને પામીને ઇન્દ્રિયોના વિકારો થાય તેવી પરિણતિ વિદ્યમાન છે, તોપણ સુસાધુ તત્ત્વના ભાવનથી ઇન્દ્રિયોને નિહત કરે છે. તેથી વિષયોમાં રાગ-દ્વેષના પરિહારપૂર્વક પ્રવર્તે છે. પરંતુ વસ્તુના બોધમાં નિહત કરાયેલી નથી, તેથી સાધુને ઇન્દ્રિયોથી શેયનું જ્ઞાન થાય છે તોપણ તે જ્ઞેય આ મને ઇષ્ટ છે, આ મને અનિષ્ટ છે, તેવા પરિણામો કરાવતું નથી, માટે સાધુની
Page #152
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૨૯
૧૩૫
ઇન્દ્રિયો રાગાદિ વિકારરૂપે નિહત છે અને શેયનું જ્ઞાન કરવામાં અનિહત છે, તેવી ઇન્દ્રિયોને સાધુએ પ્રયત્નથી ઘાત કરવી જોઈએ અર્થાત્ સાધુએ ઇન્દ્રિયોના વિકાર ન થાય તે રીતે ઘાત કરેલ હોવા છતાં સંપૂર્ણ વિકાર વગરની અવસ્થા પ્રગટ થઈ નથી. આથી ભગવાનના વચનનું દૃઢ અવલંબન લઈને સાધુ જો ઉપયોગને ન પ્રવર્તાવે તો ઇન્દ્રિયો નિમિત્તને પામીને વિકાર ઉત્પન્ન કરે તેવી પરિણતિવાળી છે. આથી ધ્યાનમાં રહેનારા સિંહગુફાવાસી મુનિની ઇન્દ્રિયો કામનો વિકાર ન ઊઠે તેવી નિહત હતી અને સ્ત્રીના રૂપનું દર્શન થાય તોપણ વિકાર ન થાય, માત્ર સ્ત્રીના આકારનો બોધ તે રૂપે અનિહત હતી, છતાં તે મહાત્માનો વેદનો ઉદય નષ્ટ થયેલો ન હતો. તેથી ઉપકોશાના બલવાન નિમિત્તને પામીને કંઈક નિહત પણ ઇન્દ્રિય વિકારને ઉત્પન્ન કરે છે, તેથી સુસાધુ જિનવચનનું અવલંબન લઈને રાગાદિ વિકારોથી નિહત અને શેયના પરિચ્છેદમાં અનિહત ઇન્દ્રિયોને તે રીતે ઘાત કરે છે. જેથી વિકારો ઉત્પન્ન થવાનો અવકાશ ન રહે. જેમ સ્થૂલભદ્ર મુનિએ તે રીતે ઇન્દ્રિયોને વિશેષ નિહત કરેલી. જીવ જ્યારે વીતરાગ થાય છે, ત્યારે ઇન્દ્રિયો સંપૂર્ણ નિહતાનિહત બને છે.
સાધુ અણુનોઋણનો=કર્મનો ઘાત કરે, જેમ જીવ જે જે ભાવો કરે છે, તે પ્રમાણે કર્મ બાંધે છે અને પૂર્વભવમાં જે જે ભાવો પોતે કર્યા છે તે પ્રમાણે કર્મ બાંધ્યાં છે અને તે બંધાયેલાં કર્મ સત્તામાં પડ્યાં છે, તે પોતાને ભોગવવાનાં છે, તે કર્મોનો નાશ કરવા માટે સાધુ જે ભાવોથી જે કર્મો કરાયાં છે, તેનાથી વિરુદ્ધ ભાવોમાં યત્ન કરીને ઘાત કરે અને જે સાધુ આ રીતે અહિત અર્થમાં ઇન્દ્રિયોને નિહત કરે છે અને હિત કાર્યમાં પ્રવર્તાવે છે, તેની ઇન્દ્રિયો પૂજ્ય થાય છે. તેથી સુસાધુ ઇન્દ્રિયના વિષયભૂત વિકાર આપાદક ભાવોથી ઇન્દ્રિયોને નિહત કરે છે અને ભગવાનના આગમનું શ્રવણ, જિનબિંબનું અવલોકન ઇત્યાદિમાં પ્રવર્તાવે છે, જેથી સર્વ ઇન્દ્રિયો વીતરાગના ગુણો અને વીતરાગના શાસ્ત્રના પરમાર્થને પ્રાપ્ત કરવામાં વ્યાપારવાળી બને. આ રીતે ઇન્દ્રિયો પૂજ્ય બને છે અર્થાત્ દેવતાથી પણ પૂજાય છે.
ટીકા ઃ
अथवा हन् हिंसागत्योरितिधातुपाठान्निहतानि निर्गतानि स्वविषयग्रहणार्थं प्रवृत्तानि हयानिवात्यन्तचटुलत्वादश्वानिव, चशब्दस्योपमानार्थत्वादिन्द्रियाणि घातयत, णमिति वाक्यालङ्कारे, प्रयत्नेन . तानि चाहितार्थेऽहितार्थनिमित्तं संसारकारणमित्यर्थः निहतानि न भवन्तीत्यध्याहारः, किन्तु हितकार्ये हितकार्यनिमित्तं मोक्षकारणमिति हृदयं, भवन्ति निहतानीति वर्त्तते इह लोकेऽपि च पूजनीयानि भवन्ति, निहन्तुरपि पूज्यत्वे तदाधेयत्वात् तेषु पूज्यत्वव्यपदेश इति ।
ટીકાર્થ ઃ
થવા ...
કૃતિ । થવાથી ગાથાનો અન્ય પ્રકારે અર્થ કરે છે
ન્ ધાતુ હિંસા અને ગતિ અર્થમાં છે, એ પ્રકારે ધાતુપાઠ હોવાથી નિહત=નિર્ગત=પોતાના વિષયને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત
--
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૩૨૯ થયેલી, ઘોડાની જેમ=અત્યંત ચપળપણું હોવાથી ઘોડા જેવી ઇન્દ્રિયોને, ઘાત કરો, વનિ પછી = શબ્દનું ઉપમાન અર્થપણું હોવાથી વાનિ વ એમ અર્થ કરેલ છે, ” શબ્દ વાક્યાલંકારમાં છે, સાધુ કઈ રીતે ઇન્દ્રિયોનો ઘાત કરે ? એથી કહે છે
પ્રયત્નથી અને તે ઈન્દ્રિયો અહિત અર્થમાં=અહિતનું નિમિત્ત એવા સંસારના કારણમાં, નિહત થતી નથી=પ્રવૃત્ત થતી નથી, પરંતુ હિતકાર્યમાં=હિત કાર્યનું નિમિત્ત મોક્ષના કારણમાં, નિહત થાય છે=પ્રવૃત્ત થાય છે. આ લોકમાં પણ પૂજનીય થાય છે, હણનારનું પણ=ઇન્દ્રિયોને પ્રવર્તાવનારનું પણ, પૂજ્યપણું હોતે છતે તેનું આધેથપણું હોવાથી તેમાં=ઇન્દ્રિયોમાં પૂજ્યત્વનો વ્યપદેશ છે. ભાવાર્થ ઃ
‘અથવા’થી ગાથાનો બીજી રીતે અર્થ કરે છે મૈંન્ ધાતુ હિંસા અને ગતિ અર્થમાં છે. તેમાંથી હિંસા અર્થમાં પૂર્વનો વિકલ્પ બતાવ્યો. હવે ગતિ અર્થને ગ્રહણ કરીને બીજી રીતે અર્થ કરે છે — નિહત ઇન્દ્રિયો= પોતાના વિષયને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થયેલી ઇન્દ્રિયો, ઘોડા જેવી ચપળ છે, એથી મુનિ પ્રયત્નથી તેનો ઘાત કરે અર્થાત્ જિનવચનનું અવલંબન લઈને મનને તે રીતે સંવૃત રાખે, જેથી ઇન્દ્રિયોના વિષયમાં પોતાને ઔત્સુક્ય પ્રગટ થાય નહિ. તેથી જે મુનિ આત્માને જિનવચનથી ભાવિત કરીને ઇન્દ્રિયની ઉત્સુકતાને શમાવવા યત્નશીલ છે, તેમની ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરવાના વ્યાપારવાળી થતી નથી. કદાચ કોઈક નિમિત્તે વિષય સાથે ઇન્દ્રિયનો સંપર્ક થાય, તોપણ ચિત્તમાં અનુત્સુકતા હોવાને કારણે ઇન્દ્રિયના વિષયભૂત શેયનું જ્ઞાનમાત્ર થાય છે, પરંતુ વિષયો સાથે જીવનો સંશ્લેષનો પરિણામ થતો નથી. તે પ્રકારનો પરિણામ મુનિ જિનવચનથી સંવૃત થઈને કરે છે, તે ઘોડા જેવી ઇન્દ્રિયોનો પ્રયત્નથી ઘાત કરવા જેવું છે.
—
આ રીતે ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી ઉત્તરાર્ધનો અર્થ કરતાં કહે છે
જે મુનિની ઇન્દ્રિયો અહિતાર્થ એવા સંસારના કારણમાં પ્રવૃત્ત થતી નથી, પરંતુ મોક્ષના કારણરૂપ હિતમાં પ્રવૃત્ત થાય છે, તેવા મુનિ આ લોકમાં પણ પૂજનીય થાય છે. આ પ્રમાણે અર્થ ક૨વાથી ગાથાનો અર્થ આ રીતે પ્રાપ્ત થાય ઘોડાની જેમ નીકળેલી ઇન્દ્રિયોને મુનિ પ્રયત્નથી ઘાત કરે, અહિતાર્થમાં નીકળેલી થતી નથી. હિતકાર્યમાં નીકળેલી થાય છે, માટે પૂજનીય છે. નિહતાનિ હતાનિ ચ રૂન્દ્રિયાળિ પાતયેતુ, प्रयत्नेन अहितार्थे निहतानि न भवन्ति, हितार्थे निहतानि भवन्ति पूजनियानि ।
-
-
ટીકા –
यदि वा निभ आकारमात्रं निभं गच्छन्तीति निभगानि यानीन्द्रियाणि तानि परमार्थतो हतान्येव, चशब्दस्यावधारणार्थत्वात्, घ्नन् साधुर्घातयेत् पदैः सुबन्ततिङन्तैः त्रायते सांसारिकदुःखेभ्यः सत्त्वान् रक्षतीति पदत्रः सिद्धान्तस्तेन तदुपदेशेनेत्यर्थः । एतदुक्तं भवति - सिद्धान्तोपदेशेन रागद्वेषनिराकरणादाकारमात्रशेषतां नीतानि यानीन्द्रियाणि तानि निगृह्णन्त्रिगृहीतान्येव निगृह्णीयात्,
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૭
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૨૯ सुकरस्तत्रिग्रह इत्यर्थः । अत एवाह-अहिदष्टेन विषधरभक्षितेनेह प्रवचने तानीन्द्रियाणि तुल्यानीति शेषस्तद्वदकिञ्चित्कराणीत्यर्थः सर्पकल्पो हि इन्द्रियाण्यधिकृत्य भगवदुपदेशः, क्व तानीदृशानीत्याह हितकार्ये, 'हि' गताविति धातुपाठाद् गतकार्ये भाविनि भूतवदुपचारात् कृतकृत्ये मुनावित्यर्थः । अत एव पूतनिर्याणि, तत्र पूतानि रागद्वेषमलक्षालनाच्छुद्धानि निर्यास्यन्तीति निर्याणि प्रत्यासत्रकेवलज्ञानत्वात् पूतानि च तानि निर्याणि चेति समासः । ટીકાર્ય :
રિ વ » વના દિવાથી બીજા પ્રકારે ગાથાનો અર્થ કરે છે – નિદ નિખના અર્થમાં છે, વિભ=આકારમાત્ર, નિખને પ્રાપ્ત કરે છે તે નિભગ એવી જે ઈન્દ્રિયો શેયના આકારને પ્રાપ્ત કરે છે એવી જે ઇન્દ્રિયો, તેઓ, પરમાર્થથી હણાયેલીને જ, શબદનું અવધારણ અર્થપણું હોવાથી તનિ એમ અર્થ કરેલ છે. હણાયેલી ઈન્દ્રિયોને નાશ કરતા સાધુ પદત્ર=સિદ્ધાંત, તેનાથીeતેના ઉપદેશથી, ઘાત કરે, સિ આદિ અંતવાળાં, તિ આદિ અંતવાળાં પદો વડે સાંસારિક દુઃખોથી જીવોનું રક્ષણ કરે, ત્રાણ કરે એ પત્ર, એ પ્રકારની વ્યુત્પત્તિથી પદત્રનો અર્થ સિદ્ધાંત કરેલ છે, તેના ઉપદેશથી મુતિ ઇન્દ્રિયોનો ઘાત કરે છે. આ કહેવાયેલું થાય છે - સિદ્ધાંતના ઉપદેશથી રાગશ્રેષના નિરાકરણને કારણે આકારમાત્ર શેષતાને પામેલી જે ઇન્દ્રિયો તેને નિગ્રહ કરતા સાધુ વિગૃહીત એવી ઈન્દ્રિયોને જ નિગ્રહ કરે=તેનો નિગ્રહ સુકર છે, એ પ્રકારે અર્થ છે. આથી જ કહે છે – અહીં પ્રવચનમાં, તે=ઈદ્રિયો, સાપથી ડંખ દેવાયેલા પુરુષની વિષધરથી ખવાયેલા પુરુષની, તુલ્ય છે એ પ્રમાણે શેષ છે. તેની જેમ અકિંચિત્થર છે સાપથી કંસાયેલો પુરુષ વચ્ચેષ્ટ પડ્યો હોય, તેની જેમ સાધુની ઇન્દ્રિયો અકિંચિત્કર છે. શિ=જે કારણથી, ઈન્દ્રિયોને આશ્રયીને ભગવાનનો ઉપદેશ સર્પ જેવો છે, તે=ઈન્દ્રિયો, ક્યાં આવા પ્રકારની છે ? એથી કહે છે – હિતકાર્યમાં=હિતકાર્યમાં પ્રવૃત એવા કૃતકૃત્યમાં તે આવા પ્રકારની છે, એમ અવય છે. હિતકાર્યનો અર્થ કૃતકૃત્ય કેમ કર્યો? એથી કહે છે – દિ ધાતુ ગતિ અર્થમાં છે એ પ્રકારે ધાતુનો પાઠ હોવાથી હિતકાર્યનો અર્થ ગતકાર્ય છે, થનાર કાર્યમાં થયેલા કાર્યમાં’ એ પ્રકારે ભૂતની જેમ ઉપચાર હોવાથી કૃતકૃત્ય એવા મુનિમાં એ પ્રકારનો અર્થ છે. આથી જ કૃતકૃત્ય એવા મુનિમાં અહિદષ્ટ પુરુષ જેવી ઈન્દ્રિયો છે આથી જ, પૂતમિર્યાણિ ઈન્દ્રિયો છે, ત્યાં પવિત્ર થયેલી=રાગ-દ્વેષરૂપી મને ધોવાના કારણે શુદ્ધ થયેલી, નીકળી જશે એથી લિણિ છે; કેમ કે કેવળજ્ઞાનપણું નજીક છે. એથી પૂર્વનિ ૪ તાનિ નિ િર એ પ્રકારનો સમાસ છે=શુદ્ધ એવી તે ઇન્દ્રિયો કેવળજ્ઞાન વખતે ચાલી જતારી છે. ભાવાર્થ :સાધુની ઇન્દ્રિયો આકારમાત્રને પામનારી હોય છે, તેથી પરમાર્થથી હણાયેલી છે અર્થાત્ ઇન્દ્રિયો
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ઉપદેશમાલા ભાગ-૨/ગાથા-૯
વિષયમાં સંશ્લેષ પામતી નથી, તેવી ઇન્દ્રિયોને હણતા સાધુ સિદ્ધાંતના ઉપદેશથી ઇન્દ્રિયોનો ઘાત કરે છે અર્થાત્ સુસાધુની ઇન્દ્રિયો આકારમાત્રથી વસ્તુનું ગ્રહણ કરે છે અને સિદ્ધાંતના ઉપદેશનું અવલંબન લઈને ઇન્દ્રિયોની વિષયને સ્પર્શવાની જે શક્તિ પડી છે, તેનો સતત ઘાત કરે છે. આથી જેમ સાપથી ખાયેલો પુરુષ મૂચ્છિત થઈને પડેલો હોય, તેની જેમ સાધુની ઇન્દ્રિયો અકિંચિત્કર અર્થાતુ મૂચ્છ પામેલી હોય તેવી થાય છે, કેમ કે ભગવાનનો ઉપદેશ સર્પ જેવો છે, એથી ભગવાનના ઉપદેશરૂપ સર્પથી ડસાયેલી ઇન્દ્રિયો વિષયોમાં લેશ પણ ઉત્સુકતાને ધારણ કરતી નથી અને હિતકાર્યવાળા અર્થાત્ કૃતકૃત્ય મુનિમાં આ પ્રકારની ઇન્દ્રિયો શાંત થયેલી હોય છે. તેથી પવિત્ર એવી તે ઇન્દ્રિયો કેવળજ્ઞાન વખતે નાશ પામનારી છે. તેથી એ ફલિત થાય કે આકારમાત્રને ગ્રહણ કરવાવાળી ઇન્દ્રિયોને સાધુ સિદ્ધાંતના બળથી તે રીતે ઘાત કરે છે, જેથી તેની વિકાર ઉત્પન્ન કરવાની શક્તિ નષ્ટપ્રાયઃ થાય છે અને જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે શુદ્ધ થયેલી તે ઇન્દ્રિયો ચાલી જાય છે. જોકે કેવલીને દ્રવ્ય ઇન્દ્રિય હોય છે, તોપણ મતિજ્ઞાનના ઉપભોગરૂ૫ ભાવઈન્દ્રિય ચાલી જાય છે, આ પ્રકારનો અર્થ કરતાં ગાથાનો અર્થ આ પ્રકારે થાય છે – નિભગ એવી ઇન્દ્રિયો હણાયેલી જ છે. તેને મુનિ સિદ્ધાંતથી ઘાત કરે, અહિદષ્ટની જેમ હણાયેલી ઇન્દ્રિયો હિતકાર્યવાળા મુનિમાં પૂતનિર્માણિ છે, નિશનિ હતાનિ ક્રિયાળિ પાયે, અત્રેન અરિષ્ટના ૪ તાના हितकार्ये मुनौ पूतनिर्याणि ।।
ગાથાનો બીજા પ્રકારે અન્વય કરીને અર્થ કરે છે – અન્વય :
निहयानि-स्निहदानि, हयानि च हतानि च, इन्द्रियाणि घाए घाते कर्त्तव्ये अधनः साधुः पयत्तेन-प्रत्याप्तेन, अहियत्येनअधिकास्त्रेण, इहयानि इथगानि, हयकज्जे-हतकज्यो, पूयणिज्झाइं= પૂતનીયનિા અન્વયાર્થ:
સ્નેહને ખંડન કરનારી છે એ પ્રમાણે જણાયેલી ઇન્દ્રિયોને ઘાત કર્તવ્ય હોતે છતે અધન= મુનિ, અધિકાઢ છે જેને એવા સર્વજ્ઞ વડે ચિતને આશ્રય કરીને રહેલી ઇન્દ્રિયોને મોક્ષપ્રાપ્તિ નિમિતે શોધન કરે. ટીકા -
यदि वा स्निह्यतीति स्निहः विषयलोलः प्राणी, स्निहं द्यन्ति खण्डयन्तीति स्निहदानि हतानि च हनेर्गत्यर्थत्वाद् गत्यर्थानां च ज्ञानार्थत्वात् ज्ञातानि प्रतीतानीत्यर्थः, इन्द्रियाणि क्व ? हननं घातस्तस्मिन् कर्तव्ये संयमजीवितनाशकत्वेन प्रसिद्धानीति हृदयमतः कारणादविद्यमानधनोऽधनः साधुस्तं प्रत्याप्तेन सर्वज्ञेन, किम्भूतेनाधिकानि समर्गलानि ज्ञानमहाप्रभावादीनि तद्ध्वंसनक्षमाणि अस्त्राणि प्रहरणानि यस्यासावधिकास्त्रस्तेन, किं ? इष्कामः, ई दधाति थारयति इथं चित्तं तद्
Page #156
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૩૨૯
गच्छन्तीति इधगानि चित्ताश्रितानि तदायत्तत्वात्, कं सुखं तस्य ज्यानिर्हानिः सम्पदादिपाठात् क्विप् कज्या, हृता कज्या यस्मात् स हृतकज्यो नष्टसुखहानिर्मोक्षस्तस्मिंस्तन्निमित्तं, किं, पूतनीयानि, पूतं करोतीति णिच् तदन्तादनीयच् स्वयं हननेन पवित्रीकर्त्तव्यानीति भावः ।
तदयं संक्षेपार्थः - यान्येतानि विषयलम्पटखण्डकानि संयमजीवितघातकत्वेन च प्रसिद्धानीन्द्रियाणि, तानि भगवता सर्वोपायज्ञत्वप्रहरणेन साधोश्चित्ताश्रितानि तस्यैव मोक्षनिमित्तं स्वयं हत्वा शोधनीयानि, भगवदनुभावादेवेन्द्रियजयान्मोक्षोऽवाप्यत इति गर्भार्थः । इह चातिगम्भीरार्थत्वात् प्रस्तुतगाथाया एतावन्तोऽर्था निरूपिताः यः शोभनः स ग्राह्यः यश्चान्योऽपि सम्भवति स स्वधिया વાવ્ય કૃતિ. ।।રૂ૨૧।।
ટીકાર્થ ઃ
यदि वा વાવ્ય કૃતિ ।। વિ વાથી ગાથાનો અન્ય પ્રકારે અર્થ કરે છે સ્નેહ કરે છે, એ સ્નેહવાળો=વિષયલોલુપ પ્રાણી, સ્વિહને=વિષયલોલુપ પ્રાણીને હણે છે=ખંડન કરે છે, એ સ્નિહદાનિ અને તાનિ હન્ત ધાતુનું ગતિઅર્થપણું હોવાથી અને ગતિ અર્થવાળા ધાતુનું જ્ઞાનઅર્થપણું હોવાથી તાનિનો અર્થ જણાયેલી ઇન્દ્રિયો છેપ્રતીત થયેલી ઇન્દ્રિયો છે=નિહવાનિ અને તાનિ ઇન્દ્રિયો છે, કોનામાં આવી ઇન્દ્રિયો છે ? એથી કહે છે જૈનન=ઘાત અને તે=ઘાત કર્તવ્ય હોતે છતે=સંયમજીવનનું નાશકપણું હોવાને કારણે પ્રસિદ્ધ એવી ઇન્દ્રિયો સાધુને માટે ઘાત કરવી આવશ્યક હોતે છતે, આ જ કારણથી=સાધુને ઇન્દ્રિયોનો ઘાત કર્તવ્ય છે એ કારણથી, અવિદ્યમાન ધનવાળો=અધન એવો સાધુ=ઘાત્ય એવી ઇન્દ્રિયોને ઘાત કરવા માટેની સામગ્રીરૂપ ધન જેઓ પાસે નથી એવો સાધુ, તેને, પ્રત્યાપ્તથી=સર્વજ્ઞથી, કેવા પ્રકારના સર્વજ્ઞથી ? એથી કહે છે તેના ધ્વંસમાં સમર્થ= ઇન્દ્રિયોના ધ્વંસમાં સમર્થ એવા અધિક=સમર્ગલ એવા, જ્ઞાન મહાપ્રભાવાદિ હથિયારો છે જેને તે અધિકાસ્ત્ર તેના વડે=અધિકાસ્ત્રવાળા સર્વજ્ઞ વડે, સાધુને ઇન્દ્રિયનો ઘાત કર્તવ્ય હોતે છતે શું કરે ? એ આગળ બતાવે છે — =કામ, તે ધારણ કરે છે તે પ=ચિત્ત, તેમાં જાય છે, ધાનિ= ચિત્તને આશ્રિત થયેલી ઇન્દ્રિયો છે; કેમ કે તેને આધીનપણું છે=ઇન્દ્રિયોનું મતિજ્ઞાનરૂપ ચિત્તને આઘીનપણું છે,
હૃતખ્તનો અર્થ કરે છે
-
૧૩૯
-
-
હતવમાં રહેલ જ શબ્દ સુખ અર્થમાં છે, તેની ખ્યાનિ=હાનિ, સમ્પાદાદિ પાઠને કારણે વિવપ્ પ્રત્યય છે. તેથી જન્મ્યા શબ્દ બન્યો, હરાયી છે કજ્યા જેમાંથી તે હૃતકજ્ય=નષ્ટ થઈ છે સુખની હાનિ જેમાં એવો મોક્ષ, તેમાં=તે નિમિત્તે=મોક્ષ નિમિત્તે, સાધુને ઇન્દ્રિયો પૂતનીય છે=શોધન કરવા યોગ્ય છે, પૂતને કરે છે, એથી ખિજ્ તે પ્રત્યય અંતમાં હોવાથી પૂતનીય છે=સાધુએ પોતે ઈન્દ્રિયોને હણવા વડે પવિત્ર કરવી જોઈએ. એ પ્રકારનો ભાવ છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૨૯-૩૩૦ તેથી સંક્ષેપથી અર્થ આ છે – જે આ વિષયલંપટ જીવને નાશ કરનારી અને સંયમજીવનના ઘાતકપણાથી પ્રસિદ્ધ ઈન્દ્રિયો છે, તે સાધુના ચિતને આશ્રિત થયેલી ઈન્દ્રિયોને ભગવાનરૂપ સર્વ ઉપાયને જાણવાપણારૂપ શસ્ત્રથી તેના જ મોક્ષ નિમિત્તે સાધુના મોક્ષ નિમિતે, સ્વયં હણી=સાધુએ પોતે હણીને, શોધન કરવી જોઈએ. ભગવાનના પ્રભાવથી જ ઈજિયનો જય થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે ગર્ભમાં રહેલો અર્થ છે અને અહીં=પ્રસ્તુત ગાથાનું અતિ ગંભીર અર્થપણું હોવાથી આટલા અર્થો બતાવાયા. જે શોભન લાગે તે ગ્રહણ કરવો અને જે બીજો પણ સંભવે તે પોતાની બુદ્ધિથી વિચારવો. li૩૨૯ ભાવાર્થ :
સંસારી જીવોની પાંચ ઇન્દ્રિયો સ્નેહને કરનારી છે, તેથી સ્નેહવાળો વિષયલોલુપ પ્રાણી છે, તેવા પ્રાણીને તે ઇન્દ્રિયો વિનાશ કરે છે. વળી સાધુને બોધ છે કે ઇન્દ્રિયો વિકારોને ઉત્પન્ન કરીને સંયમજીવનનો નાશ કરનારી છે. તેથી દુર્ગતિની પરંપરા પ્રાપ્ત કરાવનારી છે, માટે ઇન્દ્રિયોનો અવશ્ય ઘાત કરવો જોઈએ. આમ છતાં ઇન્દ્રિયોનો ઘાત કરવાની સામગ્રીરૂપ ધન સાધુ પાસે નથી, તેથી અધિકાસ્ત્ર એવા સર્વજ્ઞના બળથી સાધુ ઇન્દ્રિયનો ઘાત કરવા યત્ન કરે છે અર્થાત્ સર્વજ્ઞ અને સર્વશના વચનનું નિત્ય સ્મરણ કરીને તેમના અવલંબનના બળથી ઇન્દ્રિયનો ઘાત કરવા યત્ન કરે છે. વળી તે ઇન્દ્રિયો કેવી છે ? એથી કહે છે – સુથાનિ=ચિત્તને આશ્રિત છે, તેથી એ પ્રાપ્ત થાય કે ઇન્દ્રિયનો ઘાત કર્તવ્ય નથી, પરંતુ મતિજ્ઞાનના ઉપયોગમાં વિષયોને અવલંબીને વિકારરૂપે સ્કુરાયમાન થતી ઇન્દ્રિયો સાધુ માટે ઘાત કરવા યોગ્ય છે, શેના માટે સાધુએ ઘાત કરવો આવશ્યક છે ? એથી કહે છે – મોક્ષ નિમિત્તે સાધુએ ઇન્દ્રિયોનો ઘાત કરવો જોઈએ અર્થાત્ સર્વજ્ઞના વચનનું દઢ અવલંબન લઈને સ્વયં વિકારોને હણીને ઇન્દ્રિયોને પવિત્ર કરવી જોઈએ. જેથી તે ઇન્દ્રિયો સંયમજીવનનો નાશ કરી શકે નહિ, પરંતુ સંયમ વૃદ્ધિમાં સહાયક બને.
આ પ્રકારના અર્થનો સંક્ષેપથી આ અર્થ છે – આ ઇન્દ્રિયો વિષયલંપટ જીવને વિનાશ કરનારી છે અને સંયમજીવનનો નાશ કરવારૂપે પ્રસિદ્ધ છે. તે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ઇન્દ્રિયો સાધુના ચિત્તને આશ્રિત છે, તેવી ઇન્દ્રિયોને સર્વ ઉપાયને જાણનારા ભગવાનરૂપ અસ્ત્ર વડે મોક્ષ નિમિત્તે સ્વયં હણીને અર્થાત્ વિકાર વગરની કરીને સાધુએ શોધન કરવી જોઈએ અર્થાતુ ભગવાનના પ્રભાવથી ઇન્દ્રિયનો જય થાય છે, તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી એ ફલિત થાય કે ઇન્દ્રિયો પોતાનો વિકાર બતાવે તેના પૂર્વે સાધુએ ભગવાનના સ્વરૂપનું અને ભગવાને બતાવેલા માર્ગનું અનુભાવન કરવું જોઈએ. જેથી ઇન્દ્રિયો વિકારને ઉત્પન્ન કરી શકે નહિ અને મનને આશ્રિત ઇન્દ્રિયોમાં જે વિકાર શક્તિ છે, તે સર્વથા ક્ષય પામે છે, ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૩૨લા અવતરણિકા - गतमिन्द्रियद्वारमधुना मदद्वारमधिकृत्याह
Page #158
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૩૦
૧૧
અવતરણિકાર્ય :
ઇન્ડિયદ્વાર પૂર્ણ થયું, હવે મદદ્વારને આશ્રયીને કહે છે=ગાથા-૨૯૫માં સુવિહિત સાધુની યતના માટે સમિતિ આદિ દ્વારા બતાવ્યાં, તેમાં ચોથું ઈજિયદ્વાર પૂરું થયું. હવે મદદ્વાર બતાવે છે –
ગાથા -
जाइकुलरूवबलसुयतवलाभिस्सरिय अट्ठमयमत्तो । एयाई चिय बंधइ, असुहाई बहुं च संसारे ॥३३०।।
ગાથાર્થ -
સંસારમાં જાતિ-કુળ-રૂપ-બળ-શ્રુત-તપ-લાભ-એશ્વર્ય આઠ પ્રકારના મદથી મત એવો જીવ અશુભ એવા આ=જાતિ આદિ, ઘણાં બાંધે છે. ૩૩૦II ટીકા :
जातिाह्मणादिः, कुलमुग्रादि, रूपं शरीरसौन्दर्य, बलं शक्तिः, श्रुतमागमाधिगमः, तपोऽनशनादि, लाभोऽभीष्टवस्तुप्राप्तिः, ऐश्वर्यं सम्पदः प्रभुत्वं, जातिश्च कुलं चेत्यादिद्वन्द्वस्तान्येवाष्टमदाः चित्तोन्मादहेतुत्वात् तैर्मत्तो घूर्णितः प्राणी, किम् ? एतान्येव जात्यादीनि बध्नात्युपार्जयत्यशुभानि क्लिष्टानि, कथं बहु क्रियाविशेषणमेतत् बहुशोऽनन्तगुणानीत्यर्थः, चशब्दोऽध्यवसायवैचित्र्यात् तारतम्यदर्शनार्थः संसारे भव इति ॥३३०॥ ટીકાર્ય :
નાતિહાસિક પ રિ જાતિ બહાણાદિ, કુલા ઉગ્ર આદિ, ૨૫ શરીરનું સૌદર્ય, બળ= શક્તિ, શ્રત આગમનો બોધ, તપ અનશન વગેરે, લાભ=અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ, એશ્વર્ય=સંપતિનું પ્રભુત્વ, જાતિ અને કુળ ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તે જ આઠ મદો છે; કેમ કે ચિત્તના ઉન્માદનું હેતુપણું છે. તેનાથી મત થયેલો=ધૂણિત પ્રાણી, શું પ્રાપ્ત કરે છે? એથી કહે છે – આ જ=જાતિ વગેરે, અશુભ=લિષ્ટ, બાંધે છે=ઉપાર્જન કરે છે. કેવી રીતે ઉપાર્જન કરે છે? બહુ એ ક્રિયાવિશેષણ છે, બહુવાર=અનંતગુણ અશુભ જાતિ આદિ ઉપાર્જન કરે છે એક વખત મદ કરીને અવંતી વખત હીન જાતિ વગેરેને પામે એવાં ક્લિષ્ટ કમ ઉપાર્જન કરે છે, ૪ શબ્દ અધ્યવસાયનું વિચિત્રપણું હોવાથી તારતમ્ય દેખાડવા માટે છે,
ક્યાં ઉપાર્જન કરે છે ? એથી કહે છે – સંસારમાં ઉપાર્જન કરે છે. ૩૩.
Page #159
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨
અવતરણિકા :
तथाहि
૧૪૨
ભાવાર્થ :
મદનાં આઠ સ્થાનો છે, તેમાં અન્ય કરતાં જે પોતાની પાસે અધિક દેખાય તેને આશ્રયીને હું અધિક છું, એવો અધ્યવસાય કરે તે મદ છે. આથી વિવેકી પુરુષો સર્વ પ્રકારના મદના નિવારણ માટે પૂર્વે તેવા ગુણવાળા પુરુષો થયા, તેમના પ્રત્યે નમ્ર પરિણામ ધારણ કરનારા હોય છે. જેથી તેઓની જાતિ આગળ પોતાનાં જાતિ આદિ સદા અલ્પ દેખાય અને મદ થાય નહિ. જેમ ઋષભદેવના વંશની આગળ પોતાની જાતિ તુચ્છ છે, તો અન્યની હલકી જાતિ જોઈને પોતે મદ ક૨વો જોઈએ નહિ. વળી સાધુવેષમાં રહેલા કલ્યાણના અર્થી જીવો પણ શ્રુતને ભણીને હું કંઈક છું, હું બુદ્ધિમાન છું ઇત્યાદિ મદ કરે અથવા પોતાના શ્રુતજ્ઞાનની પ્રશંસા સાંભળીને કંઈક હર્ષિત થાય, તે સર્વ મદનો પરિણામ છે. તેથી વિવેકી પુરુષો ગણધરો આદિના શ્રુતજ્ઞાન પ્રત્યે હંમેશાં નમેલા હોય છે, તેથી તેમની તુલનામાં પોતાનું શ્રુતજ્ઞાન તુચ્છ જોઈને તેમને ક્યારેય મદ થતો નથી અને આઠ પ્રકારના મદમાંથી કોઈક નિમિત્તે પોતે બીજા કરતાં કંઈક અધિક છે, તે પ્રકારે ભાવો જેઓ કરે છે, તેઓ જાતિ આદિ હીન પામે તેવાં ઘણાં અશુભ કર્મો બાંધે છે. તેથી ઘણા ભવો સુધી જેનો મદ કર્યો છે, તેની હીનતાની પ્રાપ્તિ થાય છે. II૩૩૦મા
ગાથા ૩૩૦, ૩૩૧-૩૩૨
અવતરણિકાર્થ :
તે આ પ્રમાણે=જાતિ આદિ મો આ પ્રમાણે છે
ગાથા:
जाईए उत्तमा, कुले पहाणम्मि रूवमिस्सरियं । बलविज्जाए तवेण य, लाभमएणं व जो खिसे ।। ३३१ ।।
ગાથાર્થ ઃ
ઉત્તમ જાતિથી પ્રધાન કુળ હોતે છતે રૂપ ઐશ્વર્યને આશ્રયીને, બળવિધાથી તપથી કે લાભમદથી જે હિંસા કરે=હીલના કરે, તેનું શું ? એ આગળની ગાથા સાથે સંબંધ છે. II૩૩૧II
ટીકા
जात्या उत्तमया हेतुभूतया, कुले प्रधाने सति रूपमैश्वर्यमाश्रित्य बलेन सह विद्या बलविद्या तया हेतुभूतया, तपसा च लाभमदेन वा यो मन्दबुद्धिः 'खिसे' त्ति खिसेत् परं हीलयेत् यदुताहं सुजात्योऽयं तु कुजात्य इत्यादि । । ३३१ । ।
Page #160
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૩૧-૩૩૨
ટીકાર્થ ઃ
जात्या ત્યાદિ ।। હેતુભૂત એવી ઉત્તમ જાતિથી પ્રધાન કુળ હોતે છતે રૂપ અને ઐશ્વર્યને આશ્રયીને બળ સહિત વિદ્યા બળવિદ્યા, હેતુભૂત એવી તેણી વડે=બળવિદ્યા વડે, તપ વડે અને લાભમદ વડે જે મંદબુદ્ધિવાળો પરની હીલના કરે છે, તે યદ્યુતથી બતાવે છે હું સુજાત્ય છું, આ કુજાત્ય છે, વગેરે. II૩૩૧।
અવતરણિકા :
.....
स किमित्याह
અવતરણિકાર્થ:
તે શું ?=જે હીલના કરે છે તે શું પ્રાપ્ત કરે છે ? એથી કહે છે
ગાથા =
-
1
૧૪૩
संसारमणवयग्गं, नीयट्ठाणाइं पावमाणो उ ।
भमइ अनंतं कालं, तम्हा उ मए विवज्जिज्जा ।।३३२ ।।
ગાથાર્થ ઃ
નીચસ્થાનોને પામતો જીવ=જાતિ આદિ મદથી બીજાની હીલના કરનારો નીચસ્થાનોને પામતો જીવ નથી પમાયો પાર એવા સંસારમાં અનંત કાળ ભમે છે, તે કારણથી મદોનો ત્યાગ કરવો જોઈએ. II૩૩૨)ા
ટીયા -
'संसारं अणवयग्गं'ति अलब्धपरपारं नीचस्थानानि निन्द्यजात्यादीनि प्राप्नुवन्, तुशब्दस्यावधारणार्थत्वादासादयत्रेव भ्रमति पर्यटत्यनन्तं कालं यत एवं तस्मात् तुशब्दोऽवधारणे, तस्य च व्यवहितः सम्बन्धः, मदान् जात्यादीन् विवर्जयेदेव परिहरेदेवेति । । ३३२ ।।
ટીકાર્થ ઃ
'संसारं પરિવેવેતિ । અણવયગ્ન એવા સંસારમાં=નથી પમાયો છેડો એવા સંસારમાં, નીચસ્થાનોને નિંઘ જાતિ આદિને, પ્રાપ્ત કરતો જીવ ભમે છે=અનંતકાળ પર્યટન કરે છે એમ અન્વય છે. જે કારણથી આમ છેમદને વશ અનંતકાળ ભ્રમણ કરે છે એમ છે, તે કારણથી જાતિ આદિ મદોને વર્જન કરે જ=ત્યાગ કરે જ, તુ શબ્દ અવધારણમાં છે, તેનો વ્યવહિત સંબંધ છે વિવગ્નિખા સાથે સંબંધ છે. II૩૩૨।।
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અવતરણિકા :
જ્જિ
ઉપદેશમાલા ભાગ-૨
ભાવાર્થ:
સંસારી જીવોનો ઉપયોગ બાહ્ય પદાર્થને આશ્રયીને પ્રવર્તતો હોય ત્યારે સામાન્ય જીવો કરતાં પોતાનામાં જાતિ-કુળ વગેરે જે અધિક જણાય તેના માટે સ્પષ્ટ બોલે કે ન બોલે તોપણ હું કંઈક અધિક છું, તેવો ચિત્તનો પરિણામ થાય છે અને તે પરિણામથી પ્રેરાઈને તપ વગેરે કરીને બીજાને જણાવવા તત્પર થાય છે અને જેઓ પોતાની જેમ તપ વગેરે કરતા નથી, તેમની શબ્દોથી હીલના કરે છે. ક્યારેક મનના પરિણામથી હીલના કરે છે. આ પ્રકારના પરિણામોથી તે જીવ જે પ્રકારનો મદ કર્યો હોય તે પ્રકારનાં નીચસ્થાનોને પ્રાપ્ત કરે તેવા પ્રકારનાં કર્મો બાંધીને અપાર સંસારસાગરમાં અનંતકાળ ભટકે છે, માટે જાતિ આદિ મદોનું સ્વરૂપ નિપુણ બુદ્ધિથી વિચારીને તે જાતિ આદિ સર્વના ઉત્કર્ષવાળા તીર્થંકર આદિનું સ્મરણ કરીને પોતાના તે પ્રકારના તુચ્છ જાતિ વગેરેનું ભાવન કરવું જોઈએ. જેથી મદ થાય નહિ, વસ્તુતઃ તીર્થંકરો પણ પૂર્વમાં અનેક વખત હીન જાતિ આદિને પામ્યા છે, પરંતુ યોગમાર્ગમાં પ્રયાણ શરૂ થયું તે પછી તીર્થંકરો આદિ પ્રત્યેના બહુમાનને કારણે ઉત્તમ જાતિ વગેરે પામ્યા, એથી કલ્યાણના અર્થી જીવે ઉત્તમ પુરુષોનું અવલંબન લઈને હંમેશાં મદના ત્યાગમાં યત્ન કરવો જોઈએ. II૩૩૧-૩૩૨ણા
અવતરણિકાર્થ :
વળી મવિષયક અન્ય શું ? તે કહે છે
ગાથાઃ
ગાથા-૩૩૧-૩૩૨, ૩૩૩
सुट्ठ वि जई जयंतो, जाइमयाईसु मज्जई जो उ ।
सो मेयज्जरिसि जहा, हरिएसबलो व्व पडिहार ।। ३३३ ।।
ગાથાર્થઃ–
સુંદર પણ યત્ન કરતા જે સાધુ જાતિમદ વગેરેમાં મત્ત થાય છે, તે સાધુ જે પ્રમાણે મેતાર્ય ઋષિ અથવા હરિકેશબલ ઋષિ તે પ્રમાણે જાત્યાદિ હાનિને પામે છે. II૩૩૩||
ટીકા
सुष्ट्वपि सातिशयमपि यतिः साधुर्यतमानस्तपोनुष्ठानादौ उद्युक्तो जातिमदादिष्वेतद्विषये माद्यति मत्तो भवति यः, तुशब्दात् सद्भिरपि तत्कारणैः स किं मेतार्यऋषिर्यथा हरिकेशबली वा परिहीयते जात्यादिहानिं प्राप्नोति, तथाहि तौ जन्मान्तरविहितजातिमदोपार्जितकर्मपरिणतिवशादन्त्यजत्वेन जाताविति एतत्कथानके प्राक्कथिते ।। ३३३ ॥
Page #162
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૩૩-૩૩૪
૧૪૫ ટીકાર્ય - સુપ . પ્રારંથિ | તપઅનુષ્ઠાન આદિમાં સાતિશય પણ થતમાન યતિ–ઉધમવાળા જે સાધુ, જાતિમદ વગેરે એના વિષયમાં મદ કરે છે=મત્ત થાય છે, તુ શબ્દથી વિદ્યમાન પણ તેના કારણોથી મત્ત થાય છે, તે શું? એથી કહે છે – જે પ્રમાણે મેતાર્ય ઋષિ અથવા હરિકેશબલ ઋષિ પરિહાનિ પામે છે=જાતિ આદિ હાનિને પામે છે, તે આ પ્રમાણે – તે બ=મેતાર્થ ઋષિ અને હરિકેશબલ ઋષિ, જન્માંતરમાં કરેલા જાતિના મદથી બાંધેલી કર્મપરિણતિના વશથી અંત્યજપણાથી ઉત્પન્ન થયા. આમનાં કથાનકો પૂર્વમાં કહેવાયેલાં છે. li૩૩૩મા ભાવાર્થ
કોઈ મહાત્મા સાધુવેષમાં રહીને સુંદર આચરણા કરતા ન હોય, જેમ તેમ કરતા હોય, છતાં પોતાની તુચ્છ શક્તિનો મદ કરે છે, તેઓ તો અત્યંત વિનાશ પામે છે, પરંતુ જેઓ સંયમમાં અત્યંત યત્ન કરે છે, તપઅનુષ્ઠાનમાં ઉદ્યમવાળા છે, વળી ઉત્તમ જાતિ આદિ કારણો વિદ્યમાન છે, તેના કારણે હું ઉત્તમ જાતિવાળો છું, એમ મદ કરે છે, તેઓ મેતાર્ય ઋષિ અને હરિકેશબલ ઋષિની જેમ હીન જાતિને પામે છે. વળી જેમ મરીચિના ભવમાં વિર ભગવાન ખરેખર ઉત્તમ કુળવાળા હતા, તેમના પિતા ચક્રવર્તી હતા, દાદા તીર્થંકર હતા, પોતે પણ તીર્થકર, ચક્રવર્તી થશે તે પણ વાસ્તવિક હતું, છતાં પોતાની જાતિ આદિનો અતિશય સાંભળીને હર્ષ થાય છે. જે જાતિમદને કારણે મરીચિના ભવમાં વીર ભગવાનના જીવે નીચગોત્રકર્મ બાંધ્યું, તેથી અલ્પ પણ મદ મહાવિનાશનું કારણ છે, માટે વિવેકીએ મદના અનર્થોનું વારંવાર ભાવન કરીને તીર્થકરો આદિના ઉત્તમ કુળ-જાતિનું ભાવન કરવું જોઈએ અને તેની અપેક્ષાએ પોતાના તુચ્છ જાતિ આદિ ભાવોને આશ્રયીને મદ કરવો જોઈએ નહિ. ક્યારેક ઉત્તમ જાતિ આદિ હોય તોપણ મદ કરવો જોઈએ નહિ. I૩૩૩માં અવતરલિકા :
गतं मदद्वारमधुना ब्रह्मगुप्तिद्वारमुररीकृत्याहઅવતરણિકાર્ય :
મદદ્વાર પૂરું થયું, હવે બ્રહ્મચર્ય ગુપ્તિદ્વારને આશ્રયીને કહે છે – ગાથા :
इत्थिपसुसंकिलिटुं, वसहिं इत्थीकहं वि वज्जितो ।
इत्थिजणसंनिसज्जं, निरूवणं अंगुवंगाणं ।।३३४।। ગાથાર્થ :
સ્ત્રી અને પશુથી સંલિષ્ટ વસતિને, સ્ત્રીકથાને ત્યાગ કરતો, સ્ત્રીજનની સંનિષધાને અને અંગ-ઉપાંગના નિરીક્ષણને ત્યાગ કરતો યત્ન કરે. I[૩૩૪TI.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ટીકા
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૩૩૪
स्त्रीग्रहणेन देवीनार्योर्ग्रहणं, पशुशब्देन तिरश्च्यः, स्त्रीपशुभिः सङ्क्लिष्टा तदाकीर्णत्वात् स्त्रीपशुसङ्क्लिष्टा तां वसतिं स्त्रीकथां च नेपथ्यादिकां, तासां च केवलानां धर्मकथनमपि वर्जयन् यतेत इति सर्वत्र क्रिया, स्त्रीजनसन्निषद्यां तदुत्थानानन्तरं तदासनोपवेशनरूपम् । तथा निरूपणं निरीक्षणमङ्गोपाङ्गानां स्तननयनादीनां वर्जयन्निति वर्त्तते ।। ३३४ ।।
ટીકાર્ય -
स्त्रीग्रहणेन ....... વર્તતે ।। સ્ત્રીના ગ્રહણથી દેવી અને નારીનું ગ્રહણ છે, પશુ શબ્દથી તિર્થંચિણીનું ગ્રહણ છે. સ્ત્રી પશુથી સંક્લિષ્ટ તેનાથી આકીર્ણપણું હોવાથી સ્ત્રી પશુથી સંક્લિષ્ટ એવી તે વસતિને અને સ્ત્રીકથાને=સ્ત્રીએ પહેરેલા વસ્ત્ર આદિની કથાને, કેવળ એવી તેણીઓને=માત્ર સ્ત્રીઓને અર્થાત્ એકલી સ્ત્રીપર્ષદાને, ધર્મ કહેવાનું પણ ત્યાગ કરતો સાધુ યત્ન કરે, એ પ્રમાણે સર્વત્ર ક્રિયા છે. સ્ત્રીજનની સદ્વિષઘાને તેના અર્થાત્ સ્ત્રીના ઊઠ્યા પછી તેના આસને બેસવારૂપ નિષદ્યાને અને નિરૂપણને=અંગોપાંગોના અર્થાત્ સ્તન-આંખ આદિના નિરીક્ષણને, વર્જન કરતો થતના કરે, એ પ્રમાણે ઉપરથી અનુવર્તન પામે છે. ।।૩૩૪॥
ભાવાર્થ:
સાધુ સંયમવેષમાં છે, સંયમની ક્રિયાઓ કરે છે, તોપણ વેદનો ઉદય નાશ પામ્યો નથી. તેથી બ્રહ્મચર્યની ગુપ્તિના પરિણામ દ્વારા વેદના ઉદયને વિપાકમાં ન આવે તે રીતે નિષ્ફળ કરે છે, તોપણ નિમિત્તને પામીને વેદનો ઉદય કાર્ય કરે, તેના નિવારણ માટે સાધુ કઈ રીતે બ્રહ્મચર્યની ગુપ્તિનું પાલન કરે છે, તે બતાવતાં કહે છે. સાધુ દેવી, મનુષ્યાણી અને તિર્યંચિણીથી ભરેલી વસતિમાં રહે નહિ; કેમ કે તેમની તે પ્રકારની ચેષ્ટાઓ કે ભાવોને જોઈને વેદનો ઉદય વ્યક્ત રીતે વિપાકમાં આવે તેવી સંભાવના રહે છે. વળી સ્ત્રીના વસ્ત્ર આદિ વિષયક કથા કરે નહિ, જેથી તેના નિમિત્તને પામીને પણ વેદના ઉદયનો વિપાક થાય નહિ. વળી એકલી સ્ત્રીઓ સામે સાધુ ધર્મકથા પણ ન કરે અર્થાત્ સાંસારિક વાતો તો ન કરે, પરંતુ ધર્મકથા પણ ન કરે; કેમ કે તે નિમિત્તને પામીને સહજ વિકારનો ઉદ્દભવ થઈ શકે, જ્યારે પુરુષો સામે હોય તો તે મર્યાદાના બળથી તે પ્રકારનો ઉપયોગ પ્રવર્તે નહિ. વળી જે સ્થાનમાં સ્ત્રી બેઠેલી હોય તેના ઊઠ્યા પછી તરત તે સ્થાનમાં બેસે નહિ; કેમ કે સ્ત્રીના સ્મરણને કારણે તે સ્થાનમાં વિકા૨ો થવાનો સંભવ છે. વળી સ્ત્રીઓના અંગ-ઉપાંગનું નિરીક્ષણ કરે નહિ, પરંતુ સૂર્યને જોઈને જેમ દૃષ્ટિ પાછી ખેંચી લે, તેમ કોઈક પ્રસંગે કંઈક કથન કરવું પડે, તોપણ યતનાપૂર્વક કરે, જેથી વિકાર ન થાય અને બ્રહ્મચર્યની ગુપ્તિનું સમ્યક્ પાલન થાય. II૩૩૪]
Page #164
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૩૩૫-૩૩૬
ગાથા =
पुव्वरयाणुस्सरणं, इत्थीजणविरहरूयविलवं च । अइबहुयं अइबहुसो, विवज्जयं य आहारं ।। ३३५ ।।
ગાથાર્થ ઃ
પૂર્વે કરેલી રતિક્રીડાના અનુસ્મરણને અને સ્ત્રીજનના વિરહથી રુદનના વિલાપને, અતિબહુક અને અતિબહુશ આહારને ત્યાગ કરતા સાધુ બ્રહ્મચર્યની ગુપ્તિમાં યત્ન કરે એમ અન્વય છે. [૩૩૫]I
ટીકા
पूर्वरतानुस्मरणं गृहस्थावस्थाविलसितचिन्तनं, स्त्रीजनविरहरुतविलापं च कुड्यान्तरितानां मोहनसंसक्तानां क्वणितध्वनिं च वर्जयन्नित्यर्थस्तथा अति मात्रातिरिक्तमतिबहुशः प्रणीतरसोत्कटतया नानाकारं विवर्जयंश्चाहारं अनेन द्वे गुप्ती गृहीते ।। ३३५ ।।
ગાથાર્થ
ટીકાર્ય :
पूर्वरता ગૃહીતે ।। પૂર્વના રતના અનુસ્મરણને=ગૃહસ્થ અવસ્થામાં વિલાસ કરાયેલાના ચિંતનને, સ્ત્રીજનના વિરહથી રુદનના વિલાપને=ભીંતની પાછળ રહેલા મોહસંસક્ત જીવોના આક્રંદ ધ્વનિને ત્યાગ કરતો સાધુ બ્રહ્મચર્યની ગુપ્તિમાં થત્ન કરે, એમ ગાથા-૩૩૬ સાથે સંબંધ છે અને અતિબહુ=માત્રાથી વધારે, અતિબહુશ=પ્રણીતરસનું ઉત્કટપણું હોવાને કારણે જુદા જુદા આકારવાળા આહારને ત્યાગ કરતો થતના કરે, આના દ્વારા=અતિબહુ અને અતિબહુશ આહાર ત્યાગ કરે એના દ્વારા બે ગુપ્તિ ગ્રહણ કરાઈ. I૩૩૫।।
ગાથા
=
૧૪૭
.....
वज्जंतो अ विभूसं, जइज्ज इह बंभचेरगुत्तीसु ।
साहू तिगुत्तिगुत्तो, निहुओ दंतो पसंतो य ।। ३३६ ।।
અહીં=પ્રવચનમાં, વિભૂષાને વર્જન કરતો ત્રણ ગુપ્તિથી ગુપ્ત નિભૃત દાંત, પ્રશાંત સાધુ બ્રહ્મચર્યની ગુપ્તિમાં યત્ન કરે. II339]]
ટીકા –
वर्जयंश्च विभूषां शरीरसंस्काररूपां राढां बहुशो वर्जयन्नितिवचनमत्यादरख्यापनार्थं यतेत यत्नं
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ઉપદેશમાલા ભાગ-૨ / ગાથા-૩૩૫-૩૩૬, ૪ कुर्यादिह प्रवचने ब्रह्मचर्यगुप्तिषु मैथुनविरतिरक्षणविषये, कः ? साधुः, किम्भूतः ? त्रिगुप्तिगुप्तो निरुद्धमनोवाक्कायः, निभृतः शान्ततया निर्व्यापार इव, दान्तो जितेन्द्रियः, प्रशान्तश्च निगृहीतकषायः સબ્રિતિ રૂરૂદા ટીકાર્ય :
વર્ગવ્ય શિતિ વિભૂષા=શરીરના સંસ્કારરૂપ રાઢાને, વારંવાર વર્જન કરતો એ વચન અત્યંત આદર જણાવવા માટે છે, બહાચર્યની ગુપ્તિઓમાં=મંથનની વિરતિના રક્ષણના વિષયમાં, અહીં=પ્રવચનમાં, યત્ન કરે, કોણ યત્ન કરે ? એથી કહે છે – સાધુ યત્ન કરે, કેવા પ્રકારનો સાધુ? એથી કહે છે – ત્રણ ગુપ્તિથી ગુપ્ત=વિરોધ કરાયેલા મન-વચન-કાયાવાળા સાધુ, વિકૃત–શાંતપણે હોવાથી તિવ્યપાર જેવા સાધુ, દાંત=જિતાઈ છે ઈન્દ્રિય જેના વડે એવા અને પ્રશાંત=વિગ્રહ કરાયા છે કષાય જેમના વડે એવા સાધુ, બ્રહ્મચર્યની ગતિમાં યત્ન કરે. ૩૩૬i ભાવાર્થ :
પ્રવચનમાં જે સાધુ ગાથા-૩૩૪માં વર્ણન કર્યું, એ પ્રમાણે બ્રહ્મચર્યની ચાર ગુપ્તિને પાળતા અને ગાથા૩૩૫માં બતાવ્યું, એ પ્રમાણે ચાર ગુપ્તિને પાળતા અને ગાથા-૩૩૭માં બતાવી, એ પ્રકારની વિભૂષાના ત્યાગરૂપ નવમી બ્રહ્મચર્યની ગુપ્તિને પાળતા યત્ન કરે, જે સાધુ ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે અર્થાત્ બાહ્ય નિમિત્તોથી પર થઈને કેવલ જિનવચનાનુસાર મન-વચન-કાયાથી નિર્લેપ ભાવની વૃદ્ધિમાં યત્ન કરે છે, તેવા ત્રણ ગુપ્તિવાળા તત્ત્વના ભાવનથી ચિત્ત શાંત થયેલું હોવાથી નિર્ચાપારવાળા તત્ત્વના ભાવનને કારણે સુક્ય વગરની ઇન્દ્રિયોવાળા કષાયોનું શમન કરનારા સાધુ બ્રહ્મચર્યની ગુપ્તિમાં યત્ન કરે, તેથી એ ફલિત થાય કે જે સાધુ ગુપ્ત નિભૂત શાંત પ્રશાંત નથી, તેઓ બ્રહ્મચર્યની ગુપ્તિમાં યત્ન કરવા સમર્થ નથી; કેમ કે તેમનું ચિત્ત બાહ્ય પદાર્થમાં ઉત્સુક છે, એથી કોઈ ને કોઈ નિમિત્તે તેમની ઇન્દ્રિયો તે પ્રકારના વિકારને અવશ્ય સ્પર્શે છે. આથી બ્રહ્મચર્યની ગુપ્તિનું પાલન તેઓ માટે અશક્ય બને છે. વળી ત્રણ ગુપ્તિથી ગુપ્ત પણ સાધુ અત્યંત અધિક આહારનો ત્યાગ કરે છે. વળી સુંદર આહાર વાપરવાથી કામની ઇચ્છા ઉદ્ભવે તેથી કામવિકારના શમન માટે રસનેન્દ્રિયના વિકારને શમન કરવું સાધુને આવશ્યક છે. ll૧૩૫-૩૩૬ાા અવતરણિકા -
અન્યર્થઅવતરણિકાર્ય :અને બીજું બહાચર્યની ગુપ્તિ માટે કહે છે –
Page #166
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૩૩૭=૩૩૮
ગાથા =
गुज्झोरुवयणकक्खोरुअंतरे तह थणंतरे दट्टु ।
साहरइ तओ दिट्ठि, न य बंधइ दिट्ठिए दिट्ठि ।। ३३७ ।।
ગાથાર્થ ઃ
ગુહ્ય એવા ઉરુ, વદન, કક્ષ, ઉરુના અંતરાને તથા સ્તનાંતરોને જોઈને તેનાથી દૃષ્ટિને ખેંચી લે અને દૃષ્ટિમાં દૃષ્ટિને મેળવે નહિ. II૩૩૭II
ટીકા
૧૪૯
गुह्यमवाच्यम्, उरू उपरितनजङ्घे, वदनं वक्त्रं, कक्षे बाहुमूले उरो वक्षः, गुह्यं चेत्यादिद्वन्द्वः, एतेषामन्तराण्यवकाशास्तानि तथा स्तनान्तराणि कुचावकाशान् दृष्ट्वा कथञ्चिदवलोक्य संहरति भास्करादिव निवर्त्तयति ततो गुह्यादेर्दृष्टिं, महानर्थहेतुत्वात् तस्याः, न च नैव बध्नाति दृष्टी दृष्टिं, न योषिद् दृष्टौ दृष्टिं मीलयतीत्यर्थः ।। ३३७ ।।
ટીકાર્થ ઃ
गुह्यमवाच्यम् મીનયતીત્વર્થ: ।। ગુા=શરીરનું અવાચ્ય અંગ, ઉરુ=ઉપરની બે જંઘા, વદન= મુખ, બે કક્ષ=બે બાહુનું મૂળ, ઉરસ્=વક્ષ=છાતી, ગુહ્મસ્થાન અને ગુહ્ય ઇત્યાદિ દ્વન્દ્વ સમાસ છે. આવા=ગુહ્ય આદિના, અંતરા=અવકાશ=જગ્યા, તેને અને સ્તનાન્તરને=કુચના અવકાશને, જોઈને=કોઈક રીતે અવલોકન કરીને, ખેંચી લે છે=સૂર્યને જોઈને જેમ દૃષ્ટિ પાછી ખેંચી લે છે, તેમ સ્ત્રીના ગુહ્ય ! અંગોને જોઈને દૃષ્ટિને પાછી ખેંચી લે છે; કેમ કે તેનું—ગુહ્માદિ સ્થાનમાં પડેલી દૃષ્ટિનું, મહાઅનર્થ હેતુપણું છે અને દૃષ્ટિમાં દૃષ્ટિને બાંધતા નથી જ=સ્ત્રીની નજર સાથે નજર મેળવતા નથી. ।।૩૩૭ના ભાવાર્થ:
.....
વળી સાધુ જેમ બ્રહ્મચર્યની નવ ગુપ્તિનું પાલન કરે, તેમ આહારાદિ માટે કે બીજા કોઈ નિમિત્તે બહાર ગયેલ હોય કે સ્થાનમાં રહેલ હોય ત્યારે સ્ત્રી સન્મુખ આવે તે વખતે વિકારો ઉત્પન્ન ન થાય તે રીતે સંવૃત થઈને યત્ન કરે તો સત્તામાં રહેલ વેદનો ઉદય વિકારરૂપે અભિવ્યક્ત થાય નહિ. જેમ સૂર્ય સામે દૃષ્ટિ જાય તો તરત ખેંચી લે, તેમ સ્ત્રીના દેહના અવયવો તરફથી દૃષ્ટિ ખેંચી લે. વળી કોઈ પ્રયોજનથી સ્ત્રી સાથે વાર્તાલાપનો પ્રસંગ હોય તોપણ તેની સાથે નજ૨ ન મેળવે, બીજા સ્થાને નજ૨ ૨ાખીને સંયમના પ્રયોજનથી ઉચિત કથન કરે, નહિ તો સૂક્ષ્મ પણ વિકાર થવાનો સંભવ રહે છે. ||૩૩૭ના
અવતરણિકા :
गतं ब्रह्मचर्यगुप्तिद्वारं साम्प्रतं स्वाध्यायद्वारं विवरीतुकामस्तद्गुणानाचष्टे
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૩૮
અવતરણિકાર્થ :
બ્રહ્મચર્ય ગુપ્તિદ્વાર પૂરું થયું, હવે સ્વાધ્યાયદ્વારને કહેવાની ઇચ્છાવાળા તેના ગુણોને કહે છે –
ગાથા:
सज्झाएण पसत्थं, झाणं जाणइ सव्वपरमत्थं । सज्झाए वट्टंतो, खणे खणे जाइ वेरग्गं ।। ३३८ ।।
ગાથાર્થ ઃ
સ્વાધ્યાયથી પ્રશસ્ત ધ્યાન થાય છે. સર્વ પરમાર્થને જાણે છે અને સ્વાધ્યાયમાં વર્તતા સાધુ ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે. II૩૩૮ાા
ટીકા -
स्वाध्यायेन वाचनादिना क्रियमाणेन प्रशस्तं धर्मशुक्लरूपं ध्यानं भवति, जानाति च तत्कर्ता सर्वं परमार्थं समस्तस्यापि जगतस्तत्त्वं, स्वाध्याये वर्तमानः क्षणे क्षणे याति वैराग्यं, रागादिविषમન્ત્રપાત્ તત્વોટા
ટીકાર્થ -
स्वाध्यायेन ...... તસ્ય ।। સ્વાધ્યાયથી=વાચનાદિ દ્વારા કરાતા સ્વાધ્યાયથી, પ્રશસ્ત=ધર્મશુક્લરૂપ ધ્યાન થાય છે અને તેનો કરનારો=સ્વાધ્યાયને કરનારો, સર્વ પરમાર્થને=સમસ્ત પણ જગતના તત્ત્વને, જાણે છે, સ્વાધ્યાયમાં વર્તતા સાધુ ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે; કેમ કે તેનું=સ્વાધ્યાયનું, રાગાદિના ઝેરને ઉતારવામાં મંત્રરૂપપણું છે. ।।૩૩૮૫
ભાવાર્થ:
જે સાધુ સંસારના વાસ્તવિક સ્વરૂપથી અત્યંત ભાવિત છે અને સંસારના ઉચ્છેદનો ઉપાય વીતરાગનું વચન છે; કેમ કે વીતરાગનું વચન વીતરાગતા તરફ જવાને અનુકૂળ ચિત્તને નિષ્પન્ન કરીને નિર્લેપ પરિણતિ લાવે છે, એવો સ્થિર બોધ છે. એથી વીતરાગતાને અભિમુખ જવાની પરિણતિથી ઉલ્લસિત થઈને વાચનાદિ સ્વાધ્યાય કરે છે, ત્યારે તે સૂત્રના અવલંબનના બળથી જે પ્રશસ્ત ચિંતવન થાય છે, તેનાથી ધર્મધ્યાનશુક્લધ્યાન પ્રગટે છે. વળી સ્વાધ્યાયથી સમસ્ત પણ જગતનું તત્ત્વ કઈ રીતે વ્યવસ્થિત છે, તેના પરમાર્થને જાણે છે, વળી સ્વાધ્યાયમાં વર્તતા સાધુ ક્ષણે ક્ષણે વૈરાગ્યને પામે છે; કેમ કે વીતરાગનું સર્વ વચન વીતરાગતાને અનુકૂળ ભાવો પ્રગટ કરાવીને રાગાદિના ઝેરને ઉતારવા માટે મંત્રરૂપ છે, એથી સાધુ સ્વાધ્યાયથી પોતાના આત્માને જેમ જેમ વાસિત કરે છે, તેમ તેમ તેમનું ચિત્ત સંસારના ભાવોથી વિરક્તવિરક્તતર થાય છે. ૧૩૩૮॥
Page #168
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૩૯
૧પ૧
અવતરણિકા :
कथं सर्वपरमार्थं जानातीत्याहઅવતરણિકાર્ય :સ્વાધ્યાય કરનાર સાધુ કેવી રીતે સર્વ પરમાર્થને જાણે છે ? એથી કહે છે –
ગાથા -
उड्डमहतिरियनरया, जोइसवेमाणिया य सिद्धी य ।
सव्वो लोगालोगो, सज्झायविउस्स पच्चक्खो ।।३३९।। ગાથાર્થ :
સ્વાધ્યાય કરનારને ઊર્વલોક, અધોલોક, તિર્યશ્લોક, નરકો, જ્યોતિષ, વૈમાનિક અને સિદ્ધિ સર્વ લોકાલોક પ્રત્યક્ષ થાય છે. ll૩૩૯l. ટકા -
इह यथासम्भवं पदानां सम्बन्धात् स्वाध्यायविदो वाचनादिवेदिन ऊर्ध्वं वैमानिकाः सिद्धिश्च प्रत्यक्षा, अधो नरकास्तिर्यग्ज्योतिष्काः किं वानेन ? सर्वो लोकालोकः स्वाध्यायविदः प्रत्यक्ष इति तदुपयुक्तोऽसौ समर्थान् साक्षादिव पश्यतीति भावार्थः ।।३३९।। ટીકાર્ચ -
૪. બાવાર્થ અહીં યથાસંભવ પદોનો સંબંધ હોવાથી સ્વાધ્યાયને જાણનાર=વાચનાદિને જાણનારને, ઊર્ધ્વમાં વૈમાલિકો અને સિદ્ધિ પ્રત્યક્ષ થાય છે, અધોલોકમાં નરકો પ્રત્યક્ષ થાય છે. તિથ્યલોકમાં જયોતિષ પ્રત્યક્ષ થાય છે. આના વડે શું ? તેથી કહે છે – સ્વાધ્યાય કરનારને સર્વ લોકાલોક પ્રત્યક્ષ થાય છે. આથી તેમાં ઉપયુક્ત એવા આ સ્વાધ્યાય કરનાર સાધુ, સમસ્ત અને જાણે સાક્ષાત્ જુએ છે. એ પ્રકારનો ગભઈ છે=રહસ્ય છે. ૩૩૯ ભાવાર્થ :
ગાથામાં પદોનો સંભવ ક્રમથી નથી, પરંતુ યથાસંભવ છે. એથી ટીકામાં યથાસંભવ યોજન કરીને બતાવેલ છે અને જે મહાત્મા જિનવચનાનુસાર સ્વાધ્યાયમાં રત છે અને સ્વાધ્યાય દ્વારા જે પદાર્થો શાસ્ત્રમાં જે રીતે બતાવ્યા છે, તે રીતે તે પદાર્થો શ્રતના બળથી જાણે છે. કેવલજ્ઞાની લોકમાં રહેલા સર્વ પદાર્થોને જેમ સાક્ષાત્ જુએ છે, તેમ તે મહાત્માને ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવો અને તેનાં નિવાસસ્થાનો કઈ રીતે સંસ્થિત છે, તેનું સ્વરૂપ પ્રત્યક્ષ જેવું થાય છે. આથી આર્ય સુહસ્તિ મહારાજ નલિની ગુલ્મ અધ્યયનનો સ્વાધ્યાય કરતા હતા, તેને સાંભળીને અવંતી સુકુમાલને પૂર્વભવમાં અનુભવ કરેલા દેવલોકનું સ્મરણ
Page #169
--------------------------------------------------------------------------
________________
૧પ૦
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૯- થયું. તેથી અવંતી સુકમાલે જેવો દેવલોક પ્રત્યક્ષ જોયેલો તેવો તે મહાત્માને શ્રુતના બળથી પ્રત્યક્ષ થયો. આથી ચૌદ પૂર્વધરો સાક્ષાત્ જોનાર જે રીતે દેવલોકના વિમાનોનું ચિત્ર ચીતરી શકે, તે રીતે શ્રતના બળથી ચીતરી શકે છે. તેથી શ્રુતના બળથી મહાત્માઓને વૈમાનિક દેવો અનુત્તરવાસી દેવો સુધીનું સર્વ સ્વરૂપ પ્રત્યક્ષ જેવું થાય છે. સિદ્ધિનું સ્વરૂપ પણ પ્રત્યક્ષ જેવું થાય છે, તેથી સંસારની સર્વ વિડંબનાથી પર સંસારનાં સર્વ ઉત્તમ સુખો ધર્મથી મળે છે. એવી સ્થિર બુદ્ધિ પણ વર્તે છે અને વૈમાનિક દેવોનાં જે સુખો છે, તેના કરતાં પણ સિદ્ધિનું સુખ સર્વોત્તમ છે. તે પણ મહાત્માને સ્વાધ્યાયના બળથી પ્રત્યક્ષ થાય છે, તેથી મહાત્મા ધર્મ કરીને સ્વર્ગ વગેરેના અર્થી હોવા છતાં પ્રધાનરૂપે તો સર્વોત્તમ સુખરૂપ મોક્ષના અર્થ હોય છે; કેમ કે દેવલોકનાં સુખો કરતાં સિદ્ધિનું સુખ અતિ ઉત્તમ છે, તેથી સિદ્ધિના સુખથી બલવાન ઇચ્છા વૈમાનિક સુખની નથી હોતી, તેથી સ્વર્ગની ઇચ્છા હોવા છતાં ગરઅનુષ્ઠાનની પ્રાપ્તિ નથી; કેમ કે મોક્ષસુખની પ્રાપ્તિના તેઓ અર્થી છે અને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સ્વર્ગસુખની પ્રાપ્તિ તેમને ઇષ્ટ છે.
વળી શ્રુતના બળથી અધોલોકમાં રહેલી નરકો અને તિર્જીલોકમાં રહેલ જ્યોતિષી દેવો પ્રત્યક્ષ છે, તેથી નરકની કારમી યાતનાનું સ્મરણ કરીને પણ નરકના બીજભૂત વિકારોના શમનમાં મહાત્મા યત્ન કરી શકે છે. વધારે શું ? સંપૂર્ણ લોક-અલોક જે પ્રકારે સંસ્થિત છે અને જે પ્રકારે કેવળીને પ્રત્યક્ષ દેખાય છે, એ પ્રકારે શ્રુતના બળથી મહાત્માને પણ દેખાય છે, તેનાથી સંયમજીવનની ઉચિત પ્રવૃત્તિ કરી હિત સાધી શકે છે. IIકલા.
અવતરણિકા -
व्यतिरेकमाहઅવતરણિયાર્થ:
વ્યતિરેકને કહે છે=જેઓ સ્વાધ્યાય કરતા નથી, તેઓથી શું અર્થ થાય છે ? તે બતાવે છે –
ગાથા :
जो निच्चकालतवसंजमुज्जुओ न वि करेइ सज्झायं । अलसं सुहसीलजणं, न वि तं ठावेइ साहुपए ॥३४०।।
ગાથાર્થ :
જે નિત્યકાલ તપસંયમમાં ઉઘુક્ત પણ સ્વાધ્યાયને કરતા નથી, તે સાધુ આળસુ સુખશીલજન એવા તે શિષ્યાદિ વર્ગને સાધુપદમાં સ્થાપન કરતા નથી. ૩૪૦I.
Page #170
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪૦-૩૪૧
ટીકાઃ
यो नित्यकालं तपः संयमोद्यतः सदाप्रमाद्यपि अपि शब्दस्येह सम्बन्धान करोति स्वाध्यायं स किमित्याह - अलसं कर्त्तव्येषु शिथिलमत एव सुखशीलजनं सातलम्पटलोकं नापि नैव तं निजशिष्यवर्गादिकं स्थापयति साधुपदे स्वाध्यायमन्तरेण ज्ञानाभावात्, कथञ्चित् स्वयमप्रमादिनाऽपि परत्राणं कर्तुं न शक्यमित्यभिसन्धिः ।।३४०।
ટીકાર્થ ઃ
यो नित्यकालं શમિમિસન્ધિઃ ।। જે નિત્યકાલ=હંમેશાં નિયતકાળ, તપ-સંયમમાં ઉદ્યુક્ત છે=સદા અપ્રમાદી પણ, સ્વાધ્યાયને કરતા નથી. પિ શબ્દનું યોજન ઉદ્યત પછી છે, તે શું ?=જે સ્વાધ્યાય કરતા નથી તે શું ? એથી કહે છે – આળસુ=કર્તવ્યોમાં શિથિલ, આથી જ સુખશીલજન=શાતામાં લંપટ લોક એવા, તેને=પોતાના શિષ્યાદિ વર્ગને, સાધુપદમાં સ્થાપન કરતા નથી, સ્વાધ્યાય વગર જ્ઞાનનો અભાવ હોવાથી કોઈક રીતે સ્વયં અપ્રમાદી એવા ગુરુ વડે પણ પરવું રક્ષણ કરવાને માટે શક્ય નથી, એ પ્રકારે અભિસંધિ છે=અભિપ્રાય છે. ।।૩૪૦||
.....
૧૫૩
ભાવાર્થ:
જે સાધુ શક્તિ અનુસાર બાહ્ય તપ કરે છે, ઇન્દ્રિયોને સંવૃત રાખીને ઉપસર્ગો, પરિષહોમાં અપ્રમાદ સેવે છે અર્થાત્ ઉનાળામાં ગરમીને સહન કરે છે, શિયાળામાં સૂર્યનાં કિરણો ન પડતાં હોય તેવા સ્થાનમાં બેસીને શીતપરિષહનો જય કરે છે, પરંતુ કોઈક રીતે સ્વાધ્યાયમાં યત્ન કરતા નથી, તેઓને શાસ્ત્રનું તે પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન થતું નથી, માત્ર પોતાના આત્માને તપથી ભાવિત કરે છે, વિકારોથી પોતાના આત્માનું રક્ષણ કરે છે, તેથી સદા અપ્રમાદી છે, તોપણ પોતાને આશ્રિત શિષ્યવર્ગાદિને સાધુપદમાં સ્થાપન કરતા નથી; કેમ કે વિશેષ બોધના અભાવને કારણે જેઓ તે તે કર્તવ્યોમાં શિથિલ છે, શાતાના અર્થી છે, તેઓને ઉપદેશ આદિ દ્વારા સંવેગ ઉત્પન્ન કરાવીને ગુરુ સાધુપદમાં સ્થાપન કરી શકે, પરંતુ જે ગુરુ પોતે નવું નવું ભણીને તે રીતે સંપન્ન થયા નથી, તેઓ શિષ્યને તે પ્રકારે સંવેગ ઉત્પન્ન કરાવીને સાધુપદમાં સ્થાપન કરી શકતા નથી, માટે કલ્યાણના અર્થીએ સ્વાધ્યાયમાં સતત ઉદ્યમ ક૨વો જોઈએ. II૩૪૦ના
અવતરણિકા :
गतं स्वाध्यायद्वारमधुना विनयद्वारमधिकृत्याह
અવતરણિકાર્ય :
સ્વાધ્યાયદ્વાર પૂરું થયું. હવે વિનયદ્વારને આશ્રયીને કહે છે
-
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ઉપદેશમાલા ભાગ-૨ ગાગા-૩૧
ગાથા -
विणओ सासणे मूलं, विणीओ संजओ भवे ।
विणयाओ विष्पमुक्कस्स कओ धम्मो कओ तवो ?॥३४१।। ગાથાર્થ :
શાસનમાં વિનય મૂળ છે, વિનીત સંયત થાય, વિનયથી મુકાયેલાને ધર્મ ક્યાંથી હોય? તપ ક્યાંથી હોય ? Il૩૪૧II ટીકા -
शिष्यन्तेऽनेन जीवा इति शासनं द्वादशाङ्गं तस्मिन् विनयो मूलं, यत उक्तम्-'मूलाओ खंधप्पभवो दुमस्स' इत्यादि, अतो विनीतः संयतो भवेद् विनयाद् विप्रमुक्तस्य दुविनीतस्य कुतो धर्मः કુત્તાપ નિર્જુનત્વતિ રૂ૪ ટીકાર્ય :
શિશ્ચન્ટેડને નિર્ગ્યુનત્યાતિ | આનાથી જીવો શિક્ષિત કરાય છે, એ શાસન દ્વાદશાંગ તેમાં વિનય મૂળ છે, જે કારણથી દશવૈકાલિકમાં કહેવાયું છે – મૂળમાંથી વૃક્ષના સ્કંધની ઉત્પતિ છે, ઈત્યાદિ આથી વિનીત સંયત થાય છે, વિનયથી રહિત દુનિીતને ધર્મ ક્યાંથી હોય ? તપ ક્યાંથી હોય; કેમ કે નિર્મૂળપણું છે=ધર્મનું મૂળ વિનય નથી. ૩૪૧ ભાવાર્થ :
યોગ્ય જીવોને અનુશાસન આપે તે શાસન છે અને તે દ્વાદશાંગીરૂપ છે; કેમ કે દ્વાદશાંગી યોગ્ય જીવોને વિધિ-નિષેધમાં ઉચિત પ્રવૃત્તિ કરાવીને હિતમાં પ્રવૃત્તિ કરવાનું અનુશાસન આપે છે અને તે શાસનમાં વિનય મૂળ છે અર્થાત્ તે દ્વાદશાંગીના પરમાર્થને જાણવાને અભિમુખ જે ગુણનો પક્ષપાત, જેના કારણે તે દ્વાદશાંગીનું રહસ્ય પ્રાપ્ત થાય, તેવો જીવનો નમ્ર ભાવ તે વિનય દ્વાદશાંગીનું મૂળ છે, આથી જેઓને માન-કષાય છે, તેઓ દ્વાદશાંગી ભણે છે, તોપણ માનથી પોતાની રુચિ અનુસાર તે શબ્દોને ગ્રહણ કરીને સંતોષ માને છે અને પોતે વિદ્વાન છે, તેમ માને છે, વસ્તુતઃ દ્વાદશાંગીનો પ્રારંભ સામાયિકથી થાય છે અને યાવત્ ચૌદપૂર્વ સુધી તેનો વિસ્તાર છે. તે સર્વ આત્માના સામાયિકના પરિણામના સૂક્ષ્મ-સૂક્ષ્મતર રહસ્યને બતાવનાર છે અને જેમનું ચિત્ત તે સામાયિકના પદાર્થ પ્રત્યે નમ્ર ભાવવાળું છે, તેઓ શ્રુતના અધ્યયનકાળમાં શ્રત દ્વારા સામાયિકના પરિણામને સ્પર્શવા માટે અભિમુખ થઈને યત્ન કરે છે, તે વિનય દ્વાદશાંગીનું મૂળ છે. જેમ વૃક્ષના મૂળમાંથી સ્કંધ, સ્કંધમાંથી શાખા વગેરે ઉત્પન્ન થાય છે; તેમ જેઓ સામાયિકના પરિણામ પ્રત્યે અત્યંત સન્મુખ થયેલા છે અને તેના કારણે બહુશ્રુત પ્રત્યે વિનયનો પરિણામ થયો છે અને બહુશ્રુતના વચનોને તે રીતે ગ્રહણ કરે છે, જેથી સામાયિકના સૂક્ષ્મ-સૂક્ષ્મતર ભાવોનો બોધ થાય તે વિનય મૂળથી સ્કંધ આદિની ઉત્પત્તિ તુલ્ય છે. આથી વિનયવાળા જીવો સંયત થાય છે;
Page #172
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪૧-૨૪૨
પપ
કેમ કે સામાયિકને અભિમુખ નમ્ર પરિણામ હોવાને કારણે જેમ જેમ શ્રુત ભણે છે, તેમ તેમ સામાયિકનો પરિણામ અતિશયિત અતિશયિત થાય છે, માટે સંમત થાય છે અને જેઓ વિનયથી રહિત અર્થાત્ દુર્વિનીત છે, તેઓ સંયમ ગ્રહણ કરે, બાહ્ય ક્રિયાઓ કરે, તપ કરે, તોપણ તેઓમાં ધર્મ પ્રગટ થતો નથી, તપ પ્રગટ થતું નથી; કેમ કે ધર્મ અને તપનું મૂળ વિનયનો અભાવ છે. આથી જ તેઓની ચારિત્રાચારની ક્રિયાથી સામાયિકને અભિમુખ લેશ પણ પરિણામ થતો નથી અને તપની બાહ્ય ક્રિયાથી નિર્જરાને અનુકૂળ ગુણસંપત્તિ લેશ પણ પ્રગટ થતી નથી. આ૩૪૧ાા અવતરણિકા - વિશ્વ
અવતરવિકાર્ય :વિશ્વથી વિનયનું બીજું માહાભ્ય બતાવે છે –
ગાથા -
विणओ आवहइ सिरिं, लहइ विणीओ जसं च कित्तिं च ।
न कयाइ दुविणीओ, सकज्जसिद्धिं समाणेइ ॥३४२।। ગાથાર્થ - વિનય લક્ષમીને પ્રાપ્ત કરાવે છે, વિનીત યશ અને કીતિને પ્રાપ્ત કરે છે, દુર્વિનીત ક્યારેય સ્વકાર્યસિદ્ધિને પ્રાપ્ત કરતો નથી. [૩૪રા ટીકા :
विनीयतेऽनेनाष्टप्रकारं कर्मेति विनयः, स आवहति श्रियं प्रापयति लक्ष्मीम, लभते विनीतः पुरुषो यशश्च मानभटनिराकरणात् पराक्रमलभ्यं, कीत्तिं च पुण्यभाजत्वात्, विपक्षे बाधामाहन कदाचित् दुर्विनीतः स्वकार्यसिद्धिमात्मीयप्रयोजननिष्पत्तिं समापयत्युपायाभावादिति ।।३४२॥ ટીકાર્ય :
લિની માવારિ II આના દ્વારા=વિનય દ્વારા, આઠ પ્રકારનું કર્મ વિનયન થાય છે એ વિનય છે, તે=વિનય, શ્રીને લાવે છે=લક્ષ્મીને પ્રાપ્ત કરાવે છે અને વિનીત પુરુષ યશને પ્રાપ્ત કરે છે=માનસુભટનું નિરાકરણ થવાથી પરાક્રમથી મેળવી શકાય એવા યશને પ્રાપ્ત કરે છે અને કીતિને પ્રાપ્ત કરે છે; કેમ કે પુણ્યનું ભાજનપણું છે, વિપક્ષમાં બાધાને કહે છે – દુનિીત ક્યારેય સ્વકાર્યની સિદ્ધિને આત્મીય પ્રયોજનની નિષ્પત્તિને, પ્રાપ્ત કરતો નથી; કેમ કે ઉપાયનો અભાવ છે. ૩૪રા
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૭
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪-૩૪૩
ભાવાર્થ :
આત્માના પારમાર્થિક બોધ પ્રત્યેનું જીવનું વલણ એ રૂપ રુચિ અને આત્માના પારમાર્થિક સ્વરૂપમાં વિશ્રાંતિરૂપ ચારિત્ર જે શમભાવની પરિણતિરૂપ છે, તેને અભિમુખ નમેલો જે પરિણામ તે વિનય છે. આથી જ જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, એમ ત્રણ ભેદોની પ્રાપ્તિ છે અને તે જ્ઞાન-દર્શનચારિત્રવાળા મહાત્મામાં ઉચિત અભ્યત્થાનાદિ ક્રિયા તે ગુણો પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય તેવો ઉપચાર વિનય નામનો ચોથો ભેદ છે, તે વિનયના પરિણામથી રત્નત્રયના પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે. એથી વિનય ઉત્તરોત્તર ગુણવૃદ્ધિમાં યત્ન કરાવીને યોગનિરોધમાં વિશ્રાંત થનાર છે. તેથી વિનય દ્વારા આઠ કર્મોનો ક્ષય થાય છે, એમ કહેલ છે. વળી પરાકાષ્ઠાવાળો વિનય યોગનિરોધમાં વિશ્રાંત થાય છે, તેના ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ છે, તોપણ તે ભૂમિકાનો વિનયગુણ પ્રાપ્ત થયો ન હોય, છતાં ગુણને અભિમુખ જેનો વિનયનો પરિણામ છે, તેને તે વિનયનો પરિણામ લક્ષ્મી પ્રાપ્ત કરાવે છે; કેમ કે ગુણો પ્રત્યેના વલણને કારણે તે મહાત્મામાં જે પારમાર્થિક ગુણો પ્રત્યેનો રાગ છે, તેનાથી શ્રેષ્ઠ કોટીનું પુણ્ય બંધાય છે, તેના ફળરૂપે ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, ઉત્તમ ઐશ્વર્ય વગેરે ફળો પ્રાપ્ત થાય છે, માટે વિનય શ્રીને લાવનાર છે.
વળી વિનયસંપન્ન પુરુષ હંમેશાં ગુણો પ્રત્યે નમેલ હોય છે. એથી માનકષાયનું નિરાકરણ કરીને પરાક્રમ દ્વારા લભ્ય એવા ગુણોને પ્રાપ્ત કરે છે, જેથી તે પુરુષનો “આ મહાત્મા છે' એ પ્રકારનો યશ પ્રવર્તે છે. વળી એવા મહાત્માઓની પુણ્ય પ્રકૃતિ અતિશયિત થાય છે, તેથી તેમને કીર્તિ પણ પ્રાપ્ત થાય છે.
વળી જેઓ દુર્વિનીત છે અર્થાત્ બાહ્ય આચારથી પણ વિનય વગરના છે અને બાહ્ય આચારથી કંઈક વિનય કરતા હોય તોપણ પરમાર્થથી ગુણને અભિમુખ વળ્યા નથી એવા દુર્વિનીતો પોતાના પ્રયોજનની નિષ્પત્તિ કરતા નથી. આથી ચરમાવર્ત બહારના જીવો સંયમ ગ્રહણ કરે, બાહ્ય આચારથી ગુરુનો વિનય કરે, તોપણ ગુણોને અભિમુખ વળેલા નથી, તેઓ તપ-સંયમની ક્રિયા કરીને પણ આત્માના પ્રયોજનની નિષ્પત્તિ કરી શકતા નથી, કેમ કે આત્માના પારમાર્થિક ગુણોના પક્ષપાતરૂપ વિનયનો અભાવ છે. I૩૪શા અવતરણિકા :
गतं विनयद्वारमधुना तपोद्वारम्, तच्च कैश्चिद् दुःखरूपं प्रत्यपादि अतस्तनिरासेनाहઅવતરણિકાર્ય :
વિનયદ્વાર પૂરું થયું. હવે ત૫દ્વાર કહે છે અને તે-તપ, કેટલાક વડે દુઃખરૂપ પ્રતિપાદન કરાયું છે. આથી તેના નિરાસના હેતુથી કહે છે –
ગાથા :
जह जह खमइ सरीरं, धुवजोगा जह जहा न हायंति । कम्मक्खओ य विउलो, विवित्तया इंदियदमो य ॥३४३।।
Page #174
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ ૨ / ગાથા-૩૪૩
ગાથાર્થ:
જે જે પ્રકારે શરીર સહન કરે, જે જે પ્રકારે ધ્રુવયોગો નાશ ન પામે, તે પ્રકારે તપ કરવો જોઈએ. જેથી વિપુલ કર્મક્ષય, વિવિક્તતા અને ઇન્દ્રિયદમન થાય. [૩૪૩]I
ટીકાઃ
यथा क्षमते शरीरं ध्रुवयोगा नित्यव्यापाराः प्रत्युपेक्षणादयो यथा यथा न हीयन्ते न हानिं गच्छन्ति, तथा तपः कार्यमिति वाक्यशेषः, तन्नेदं दुःखरूपमभ्युपगन्तव्यम् । महादुःखिनां नारकादीनां महातपस्वित्वप्राप्तेः, योगिनां शमसुखतृप्तानां विपर्ययसिद्धेः किं तर्हि ? सुखात्मकमेव क्षायोपशमिकत्वाद्देहमनोबाधाविरहेण विधानाच्च क्वचिदीषद् देहपीडाभावेऽपि व्याधिचिकित्सातुल्यत्वात् तस्या मनःप्रमोदहेतुत्वाद् रत्नवट्टवदित्यलं विस्तरेण, एवं च कुर्वतां कर्मक्षयश्च विपुलो भवति तथा विविक्तता देहादिपार्थक्यभावना इन्द्रियदमश्चाक्षनिग्रह इति ।।३४३ ।।
૧૫૭
ઢીકાર્થ ઃ
यथा क्षम નિગ્રહ કૃતિ ।। જે જે પ્રકારે શરીર સહન કરે, જે જે પ્રકારે ધ્રુવયોગો=પડિલેહણ આદિ નિત્ય વ્યાપારો, હીન ન થાયહાનિ ન પામે, તે પ્રકારે તપ કરવો જોઈએ, એ પ્રકારે વાક્યશેષ છે. તે કારણથીતપનું આવું સ્વરૂપ છે તે કારણથી, આતપ, દુઃખરૂપ માનવો જોઈએ નહિ; કેમ કે મહાદુઃખિત એવા નારકીઓને મહાતપસ્વીત્વની પ્રાપ્તિ છે, શમસુખથી તૃપ્ત એવા યોગીઓને વિપર્યયની સિદ્ધિ છે=અતપસ્વીત્વની સિદ્ધિ છે, તો શું છે ? એથી કહે છે તપ સુખાત્મક જ છે; કેમ કે ક્ષાયોપશમિકપણું છે અને શરીર અને મનની પીડાથી રહિત સેવન છે. ક્યારેક થોડી શરીરની પીડાના સદ્ભાવમાં પણ રોગની ચિકિત્સા સમાન હોવાથી તેનું=દેહની પીડાનું, મનના પ્રમોદનું કારણપણું હોવાથી રત્નના વ્યાપારીની જેમ=જેમ રત્નનો વ્યાપારી રત્ન બતાવવા માટે પેટીઓ ખોલીને બતાવવી વગેરે શ્રમ કરે તે ધનપ્રાપ્તિનું કારણ હોવાથી મનપ્રમોદનો હેતુ છે, તેમ ભાવરોગની ચિકિત્સા જેવો તપ હોવાને કારણે મનના પ્રમોદનો હેતુ છે, વિસ્તારથી સર્યું અને આ રીતે કરતાને=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે તપ કરતા સાધકને, વિપુલ કર્મક્ષય થાય છે અને વિવિક્તતા=શરીર વગેરેથી આત્મા જુદો છે, તેવી ભાવના થાય છે અને ઇન્દ્રિયનું દમન=અક્ષનો વિગ્રહ થાય છે. ૫૩૪૩॥
ભાવાર્થ:
તપ એ નિર્જરાને અનુકૂળ જીવની પરિણતિ સ્વરૂપ છે અને બાહ્ય ઉપવાસ આદિ તેની પોષક ક્રિયા સ્વરૂપ છે, તેથી જે જે પ્રકારે શરીર સહન કરી શકે તે તે પ્રકારે બાહ્ય તપ કરવો જોઈએ અને જે જે પ્રકારે સાધુના નિત્યવ્યાપારો પ્રત્યુપેક્ષણાદિ નાશ ન પામે તે પ્રકારે તપ ક૨વો જોઈએ અને શ્રાવકે પણ સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ જે જે પ્રકારે ઉચિત વ્યાપારો પોતે કરે છે, તેની હાનિ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-a-m ન થાય તે પ્રકારે તપ કરવો જોઈએ; કેમ કે અંતરંગ અસંગ પરિણતિના અંગરૂપે જ તપકૃત્ય છે અને અંતરંગ અસંગ પરિણતિના અંગરૂપે સાધુના પ્રત્યુપેક્ષણાદિ વ્યાપારો છે. તેથી બાહ્ય તપ દ્વારા અંગ શિથિલ થવાથી પ્રત્યુપેક્ષણાદિ ઉચિત વ્યાપારોનો નાશ થાય તો અંતરંગ દયાનો પરિણામ નાશ પામે, જેથી સર્વ જીવો પ્રત્યે સમભાવની પરિણતિરૂપ અસંગ પરિણતિ વૃદ્ધિ પામવાને બદલે ક્ષય પામે, માટે શરીરની શક્તિનું સમાલોચન કરીને અને ગુણસ્થાનકની વૃદ્ધિને અનુકૂળ ઉચિત યોગોનો ક્ષય ન થાય તે રીતે તપ કરવો જોઈએ અને આ પ્રકારે વિવેજ્યુક્ત કરાયેલો તપ દુઃખરૂપ નથી; કેમ કે તપ દુઃખરૂપ સ્વીકારવામાં આવે તો મહાદુઃખી એવા નારકીઓને મહાતપસ્વી સ્વીકારવા પડે અને યોગીઓ તો શક્તિ અનુસાર ઉચિત તપ કરીને આત્માના અસંગભાવની પરિણતિરૂપ શમસુખથી તૃપ્ત બને છે. તેથી તેઓને અતપસ્વી સ્વીકારવાની આપત્તિ આવે, વસ્તુતઃ તપ સુધાના વેદન સ્વરૂપ હોવાથી સ્થૂલથી દુ:ખરૂપ જણાય છે. પરમાર્થથી તો ચિત્તની સ્વસ્થતાની વૃદ્ધિ દ્વારા કષાયોની અલ્પતા કરનાર હોવાથી સુખાત્મક જ છે; કેમ કે તપકાળમાં પૂર્વના કરતાં પણ વિશેષ પ્રકારનો કષાયોનો ક્ષયોપશમભાવ વર્તે છે. તેનાથી સુખનું જ વેદન થાય છે અને વિવેકી પુરુષ દેહ અને મનની બાધાના વિરહથી તપનું સેવન કરે છે, કોઈક જીવને દેહની સુધાદિની અલ્પ પીડા હોવા છતાં બાહ્ય તપ ભાવવ્યાધિની ચિકિત્સા તુલ્ય હોવાથી તે તપના સેવનથી કષાયોના શમનજન્ય મનનો પ્રમોદ જ થાય છે. જેમ રત્નનો વેપારી યોગ્ય ઘરાકને રત્ન બતાવે, તેમાં શ્રમ પડે છે, તોપણ રત્નના વેચાણથી ધનની પ્રાપ્તિ થવાને કારણે મનનો પ્રમોદ જ થાય છે, તેમ જેઓ વિવેકપૂર્વક શરીરની શક્તિ અને મોક્ષસાધક યોગોનો બાધ ન થાય તે પ્રકારનો તપ કરે છે, તેમને તપ દ્વારા વિપુલ કર્મનો ક્ષય થાય છે; કેમ કે તપ કરવાથી તેમને વિવક્તતાની પરિણતિ અને ઇન્દ્રિયોનો નિગ્રહ પ્રાપ્ત થાય છે અર્થાત્ શરીરથી જુદો શરીરમાં રહેલો નિરાકુળ સ્વભાવવાળો પોતાનો આત્મા છે અને તે નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંતિને અનુકૂળ તપની ક્રિયા છે અને ઇન્દ્રિયના કોલાહલને શાંત કરવાને અનુકૂળ તપની ક્રિયા છે, તેથી ઇન્દ્રિયોના શમનથી અને આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંતિથી કરાતો તપ વિપુલ કર્મક્ષયને કરે છે. I૩૪૩ અવતરણિકા - ___ गतं तपोद्वारमधुना शक्तिद्वारावसरस्तत्र शक्तिवैकल्यमालम्बनीकृत्य यः प्रमादं कुर्यात् तं शिक्षयितुमाहઅવતરણિકાર્ય :
તપદ્વાર પૂરું થયું. હવે શક્તિદ્વારનો અવસર છે, ત્યાં શક્તિના વૈકલ્યનું અવલંબન કરીને જે પ્રમાદને કરે, તેને શિક્ષા આપવા માટે કહે છે –
ગાથા -
जइ ता असक्कणिज्जं, न तरसि काऊण तो इमं कीस । अप्पायत्तं न कुणसि संजमजयणं जईजोग्गं ।।३४४।।
Page #176
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪૪
ગાથાર્થ ઃ
અશક્યને કરવા માટે સમર્થ નથી તો આ પોતાને આઘીન યતિયોગ્ય એવી સંયમની જયણાને કેમ કરતો નથી ? ||૩૪૪]]
૧૫૯
ટીકાઃ
यदि तावदशकनीयमशक्यं भिक्षुप्रतिमादिकं न तरसि कर्तुं न शक्नोषि विधातुं तथाविधसंहननादिविकलत्वात् तत इमां किमिति केन हेतुना आत्मायत्तां स्वाधीनां न करोषि त्वं संयमयतनामनन्तरोक्तां समित्यादिपदेषु यथाशक्ति विधेयप्रतिषेध्यविधानप्रतिषेधनारूपामित्यर्थः । यतियोग्यं तपस्विनामुचितामिदानीन्तनसाधुभिरपि सति विवेके कर्तुं शक्यामित्यभिप्रायः ।। ३४४ ।।
ટીકાર્થ -
यदि ગામિત્વમિપ્રાયઃ ।। જો અશકનીયઅશક્ય એવી, ભિક્ષુપ્રતિમા વગેરેને કરવાને માટે તું સમર્થ થતો નથી; કેમ કે તેવા પ્રકારના સંઘયણ વગેરેનું વિકલપણું છે, તો આને=આત્માને આધીન અર્થાત્ પોતાને આધીન એવી સંયમયતનાને, કયા હેતુથી તું કરતો નથી ?=અનંતરમાં અર્થાત્ હમણાં કહેવાયેલી સમિતિ આદિ પદોમાં યથાશક્તિ વિધેય અને પ્રતિષેધ્યમાં, વિધાન અને પ્રતિષેધનારૂપ સંયમની થતનાને કયા હેતુથી કરતો નથી ?
કેવી રીતે સંયમની યતના છે ? એથી કહે છે
.....
યતિયોગ્યતપસ્વીઓને ઉચિત એવી સંયમયતનાને કેમ સેવતો નથી ? હમણાંના સાધુઓ વડે પણ વિવેક હોતે છતે કરવાને માટે શક્ય એવી યતનાને કેમ કરતો નથી ? એ પ્રકારનો અભિપ્રાય છે. ।।૩૪૪II
ભાવાર્થ
પોતાની પૂર્ણ શક્તિને ઉચિત રીતે પ્રવર્તાવવા માટે સુસાધુને ઉપદેશ આપતાં કહે છે પરમાર્થથી સાધુએ ભિક્ષુપ્રતિમા વગેરે કરીને અત્યંત અસંગભાવમાં જવા ઉદ્યમ કરવો જોઈએ, પરંતુ તેવા પ્રકારના સંઘયણ વગેરેના અભાવને કારણે ભિક્ષુપ્રતિમા વગેરે કે વિશિષ્ટ અભિગ્રહો ન થઈ શકતા હોય, તોપણ પોતાની ભૂમિકા અનુસાર સમિતિ-ગુપ્તિ વગેરેમાં કેમ તું યત્ન કરતો નથી, વસ્તુતઃ શક્તિના પ્રકર્ષથી મન-વચન-કાયા ગુપ્ત રહે તે રીતે અને સંયમના પ્રયોજનથી યતનાપૂર્વક કાયચેષ્ટા કરવામાં આવે તેવી ક્રિયાથી પણ સુસાધુ નિર્લેપ પરિણતિને પ્રગટ કરીને સુખપૂર્વક સંસારનો ક્ષય કરી શકે છે. તેથી બુદ્ધિમાન પુરુષે પોતાની શક્તિનું સમ્યગ્ સમાલોચન કરીને ત્રણ ગુપ્તિનું સામ્રાજ્ય અતિશય અતિશયતર થાય, તે પ્રકારે બાહ્ય સંયમની ક્રિયામાં શક્તિ અનુસાર યત્ન કરવો જોઈએ. જેથી મોહનાશને અનુકૂળ અંતરંગ શક્તિ લેશ પણ નિષ્ફળ ન થાય અને શક્તિના વૈકલ્યનું દુષ્ટ આલંબન લઈને મોહનાશને અનુકૂળ ઉચિત યત્નમાં પ્રમાદ ન થાય, તેમ યત્ન કરવો જોઈએ. II૩૪૪
-
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
Gघटेशभाला लाग-२/गाथा-34
अवतरशिs :
ननु चागमस्योत्सर्गापवादरूपत्वादपवादेन प्रमादं कुर्वतोऽपि को दोषः, नैतदस्ति सम्यगज्ञाततत्त्वानामेवं जल्पनात् तथाहिसवतरशार्थ :
અને આગમનું ઉત્સર્ગ–અપવાદરૂપપણું હોવાથી અપવાદથી પ્રમાદને કરતા પણ સાધુને કયો દોષ છે ? આ=નનુથી પૂર્વપક્ષીએ કહ્યું, એ પ્રમાણે નથી; કેમ કે સમ્યમ્ જણાયું નથી તત્વ જેમને એવાનું આવા પ્રકારનું કથન છે. તે આ પ્રમાણે –
गाथा :
जायम्मि देहसंदेहयम्मि, जयणाए किंचि सेविज्जा । ___अह पुण सज्जो य निरुज्जमो य तो संजमो कत्तो ।।३४५।। गाथार्थ :
દેહનો સંદેહ હોતે છતે ચતનાથી કંઈક પ્રતિસેવા કરે. વળી સમર્થ છે અને નિરુધમી છે, તો संयम ज्यांची होय ? ||3४५|| els:
जाते देहसन्देहे प्राणान्तकारिणि व्यसने समुत्पन्ने इत्यर्थः, यतनया पञ्चकपरिहाण्यादिकया किञ्चिदनेषणीयादिकमल्पसावद्यं सेवेत भजेत, नान्यथाऽयमागमाभिप्रायःतथा चोक्तम्
कारणपडिसेवा वि हु सावज्जा निच्छए अकरणिज्जा । बहुसो वियारइत्ता असाहणिज्जेसु कज्जेसु ।। जइ वि हु समणुण्णाया, तहवि य दोसो न वज्जणे दिह्रो । दढधम्मया हु एवं न यऽभिक्खणिसेवनिद्दयया ।। इत्यादि ।
अथ पुनरिति पक्षान्तरद्योतकः, सज्जश्च क्षमो नीरोगो वा तथापि निरुद्यमश्च, शक्तौ सत्यामपि शिथिल इत्यर्थः साधुरिति गम्यते । ततस्तस्य संयमः कुतः ? नैव, भगवदाज्ञापराङ्मुखत्यात् सुखपरत्वादित्यतो यथाशक्तिविहितानुष्ठानेष्वादरो विधेय इति ।।३४५॥ टीकार्थ :जाते देहसन्देहे ..... विधेय इति ।। संE GAR ये छत= alu Pारी भापति
Page #178
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪૫
૧૬૧
ઉત્પન્ન થયે છતે, પંચક પરિહાનિ વગેરે યતનાથી કંઈક અનેષણીય આદિ=કંઈક દોષવાળા અલ્પ સાવધને સેવે, તે સિવાય નહિ, આ આગમનો અભિપ્રાય છે અને તે પ્રમાણે કહેવાયું છે
આચાર્ય કહે છે
=
કારણ પ્રતિસેવા પણ જો સાવદ્ય હોય તો નિશ્ચયથી અકરણીય છે, બહુ વખત વિચારીને અકરણીય કાર્યોમાં પ્રવર્તવું જોઈએ.
-
અથવા શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ અન્ય પ્રકારે કરે છે
અધારણીય એવા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ કાર્ય હોતે છતે બહુ વખત અલ્પબહુત્વનો વિચાર કરીને પ્રવર્તવું જોઈએ. કારણ અશિવ વગેરે તેમાં=અશિવ વગેરે કારણ પ્રાપ્ત થયે છતે, જે કારણ પ્રતિસેવા છે તે સાવઘા છે, સાવઘા ખરેખર બંધાત્મિકા છે—બંધ કરાવનારી છે, તે નિશ્ચયથી અકરણીય છે, નિશ્ચય એટલે પરમાર્થ, પરમાર્થથી તે અકરણીય છે, અવિ શબ્દથી વળી અકારણ પ્રતિસેવાનું શું કહેવું ? આ રીતે આચાર્ય વડે કહેવાયે છતે
શિષ્ય કહે છે
-
જો તે અનુજ્ઞા પ્રતિસેવા નિશ્ચયથી અકરણીય હોય તો તેમાં અનુજ્ઞા પ્રત્યે=અનુજ્ઞાનું, નિરર્થકપણું પ્રાપ્ત થશે, આચાર્ય કહે છે
-
-
નિરર્થકપણું નથી=અનુજ્ઞાત પ્રતિસેવાનું નિરર્થકપણું નથી, કેવી રીતે નિરર્થકપણું નથી ? ઉત્તર આપે છે બહુશ: એ પશ્ચાર્થ છે=ગાથાનો પાછળનો અર્ધો ભાગ છે, બહુ વખત=અનેક વખત, વિચારીને અકર્તવ્ય જે અર્થો છે, તે દૂર કરવા જોઈએ, અશિવ વગેરે કારણો ઉત્પન્ન થયે છતે જો બીજો જ્ઞાનના અતિસંઘનનો ઉપાય નથી, તો અલ્પબહુત્ત્વ વિચારીને અધારણીય અર્થોમાં=સાવઘાત્મક ત્યાગ કરવા યોગ્ય અર્થોમાં પ્રવર્તવું જોઈએ. ‘અથવા'થી શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ અન્ય પ્રકારે કરે છે
=
-
ધારણ કરાય તે ધારણીય, તે કયા ? કહે છે=ઉત્તર આપે છે અર્થો=ધારણ કરાય એવા અર્થો=ધારણ કરવા યોગ્ય અર્થો અને તે જ્ઞાન-દર્શન-ચારિત્ર છે, તે અવધારણીય પદાર્થો પ્રાપ્ત થયે છતે=જ્ઞાન-દર્શન-ચારિત્રના રક્ષણનો અવસર પ્રાપ્ત થયે છતે, અલ્પબહુત્ત્વનો બહુ વખત વિચાર કરીને પ્રવર્તવું જોઈએ, ફરી પણ શિષ્ય કહે છે
અનુજ્ઞાત એવી કલ્પિકા પ્રતિસેવા નહિ સેવનારને આજ્ઞાભંગ થાય છે ?
આચાર્ય કહે છે જોકે સમનુજ્ઞાત છે, તોપણ વર્જનમાં=કલ્પિકા પ્રતિસેવા નહીં સેવનમાં, દોષ જોવાયો નથી, દૃઢધર્મતા આ રીતે થાય છે, વારંવાર સેવન નથી, નિર્દયતા નથી ઇત્યાદિ.
જોકે કલ્પિકા પ્રતિસેવા અનુજ્ઞાત છે તોપણ ત્યાગ કરવામાં આજ્ઞાભંગ દોષ જોવાયો નથી, અનુજ્ઞાત એવી પણ કલ્પિક સેવાને નહિ સેવનારા સાધુને આ બીજો ગુણ છે, દૃઢધર્મતા એ પચ્ચાર્ય છે=ઢઢધર્મવાળા થાય છે અને વારંવાર નિ:સેવન દોષો થતા નથી અને જીવોમાં નિર્દયતા થતી નથી, કારણથી કલ્પિક પ્રતિસેવા
પણ જલ્દીથી સેવવી જોઈએ નહિ.
‘હવે વળી’ એ પક્ષાન્તર ઘોતક છે=બીજા પક્ષને બતાવનાર છે અને સજ્જ છે=સમર્થ છે અથવા નીરોગી છે, તોપણ વિરુદ્યમી છે=શક્તિ હોતે છતે પણ શિથિલ છે=સાધુ શિથિલ છે, એ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪૫
પ્રમાણે જણાય છે, તેથી તેને સંયમ ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય; કેમ કે ભગવાનની આજ્ઞાથી પરામુખપણું છે,
કેમ ભગવાનની આજ્ઞાથી પરાભુખપણું છે ? એથી કહે છે
સુખપરપણું છે, આથીશક્તિવાળા સાધુ અપવાદ સેવે તો સંયમ નથી આથી, વિહિત અનુષ્ઠાનોમાં યથાશક્તિ આદર કરવો જોઈએ. ।।૩૪૫।।
ભાવાર્થ:
અવતરણિકામાં શંકા કરેલ કે આગમ ઉત્સર્ગ-અપવાદરૂપ છે, તેથી અપવાદથી કોઈ પ્રમાદ કરે અને દોષોનું સેવન કરે તો શું દોષ છે ? તેનો ઉત્તર આપતાં કહે છે સાધુને સંયમરૂપી પ્રાણનો નાશ થાય એવી આપત્તિ ઉત્પન્ન થયેલી હોય ત્યારે અપવાદથી પંચક હાનિ વગેરેના ક્રમરૂપ યતનાથી કંઈક અનેષણીય વગેરે અલ્પ સાવઘને સેવે, અન્યથા અલ્પ સાવઘને સેવે નહિ અને જો સેવે તો સાધુપણું રહે નહિ, તેમાં સાક્ષીપાઠ આપે છે, તેનો અર્થ આ પ્રમાણે છે કારણ પ્રતિસેવા પણ સાવઘ હોય તો નિશ્ચયથી અકરણીય છે. તેથી ફલિત થાય કે સાધુને અશિવ વગેરે કારણ હોય તો અપવાદથી કોઈ પ્રવૃત્તિ કરે, છતાં પણ જો તે સાવઘ હોય તો કરે નહિ, જેમ સાધુને શરીરમાં રોગ થયો હોય, છતાં રોગને સહન કરવાથી સમભાવની વૃદ્ધિ થતી હોય તો ચિકિત્સા કરે નહિ, જેમ સનત્કુમાર ચક્રવર્તી રોગ થવા છતાં ચિકિત્સા કરતા ન હતા, વળી સંયમવૃદ્ધિના ઉપાયરૂપે આરોગ્ય આવશ્યક જણાય અને પરિણામનો પ્રકર્ષ કરવામાં રોગ વિઘ્નભૂત જણાય તો સાધુ અપવાદથી ચિકિત્સા કરે તોપણ નિરવદ્ય ચિકિત્સા કરે, નિશ્ચયથી કારણ પ્રતિસેવા સાવઘ હોય તો અકરણીય છે, તેથી અકારણ પ્રતિસેવા તો અત્યંત અકરણીય છે.
-
અહીં પ્રશ્ન થાય કે જો અનુજ્ઞાત પ્રતિસેવા નિશ્ચયથી અક૨ણીય હોય તો તે પ્રતિસેવા પ્રત્યે અનુજ્ઞા નિરર્થક થાય, તેનો ઉત્તર આપતાં કહે છે – અનેક વખત અકર્તવ્ય અર્થનો વિચાર કરીને અશિવ વગેરે કારણમાં જ્ઞાનાદિ સંઘાતનો ઉપાય–જ્ઞાનાદિ વૃદ્ધિનો ઉપાય, પ્રતિસેવા સિવાય અન્ય નથી, તો અલ્પબહુત્વનો વિચાર કરીને સાવઘ પ્રવૃત્તિ કરે, જેમ શરીરમાં રોગ થયો હોય અને નિવદ્ય ઔષધથી શરીર સ્વસ્થ થાય તેમ ન હોય અને શરીરની સ્વસ્થતાના અભાવને કારણે જ્ઞાનાદિનો ઉપયોગનો નાશ થતો હોય ત્યારે જ્ઞાનાદિના રક્ષણ માટે જે સાવદ્ય ઔષધ ગ્રહણ કરવું પડે તેમાં અલ્પ દોષ છે અને જ્ઞાનાદિ વૃદ્ધિના ઉપાયમાં થતો ગુણ બલવાન છે, તેનું સમ્યગ્ આલોચન કરીને સાવદ્યમાં પ્રવર્તે.
ઉદ્ધરણના શ્લોકનો અન્ય પ્રકારે અર્થ કરે છે
આત્મા માટે અવધારણીય જ્ઞાન-દર્શન-ચારિત્રની પરિણતિ છે અને તે પ્રાપ્ત થતી હોય તો અલ્પબહુત્વનો વિચાર કરીને સાવઘમાં પણ પ્રવૃત્તિ કરે, તેથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાન-દર્શન-ચારિત્રનો અતિશય કરવામાં દૃઢ યત્ન કરવાથી શક્ય હોય ત્યાં સુધી રોગિષ્ટ અવસ્થામાં પણ સાધુએ સાવઘનું સેવન કરવું જોઈએ નહિ, પરંતુ રત્નત્રયીની વૃદ્ધિમાં ઉદ્યમ શિથિલ થતો હોય અને રોગને કારણે ચિત્ત આર્તધ્યાનમાં
Page #180
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૫-૩૪૬
૧૬૩
પ્રવર્તતું હોય તો અલ્પબદુત્વનો વિચાર કરીને સાવદ્યનું પણ સેવન કરવું જોઈએ.
વળી પ્રશ્ન કરે છે – કલ્પિકા પ્રતિસેવા અનુજ્ઞાત છે અને તેને સેવે નહિ તો આજ્ઞાભંગ થાય, તેનો ઉત્તર આપતાં આચાર્ય ઉદ્ધરણના બીજા શ્લોકથી કહે છે – જોકે કલ્પિકા પ્રતિસેવા અનુજ્ઞાત છે, તોપણ કોઈ મહાત્મા તે ન સેવે તો આજ્ઞાભંગનો દોષ થતો નથી, પરંતુ અપવાદથી અનુજ્ઞાત પણ કલ્પિકા પ્રતિસેવા નહિ સેવનારને અન્ય ગુણ થાય છે તે કહે છે – દઢધર્મતા પ્રાપ્ત થાય છે, કેમ દઢધર્મતા પ્રાપ્ત થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
વારંવાર દોષોનું સેવન થતું નથી અને જીવોમાં નિર્દયતા થતી નથી, તેથી કલ્પિકા પ્રતિસેવા પણ સાધુએ જલ્દીથી સેવવી જોઈએ નહિ, પરંતુ તેવા પ્રકારના સંયોગમાં અપવાદથી કલ્પિત પ્રતિસેવાની અનુજ્ઞા જણાતી હોય તો અંતરંગ વિર્ય ફોરવે, પણ તેનું સેવન કરે નહિ અને વિવેકી સાધુ અપ્રમાદભાવથી સ્વાધ્યાય વગેરેમાં ઉદ્યમ કરીને પોતાના ચિત્તનું રક્ષણ કરી શકે તો દઢધર્મતા થાય છે અને તે દૃઢધર્મતાને કારણે વારંવાર દોષસેવન થતું નથી અને અપવાદ સેવવામાં જે જીવોની હિંસા થાય છે, તે જીવોમાં નિર્દયતા થતી નથી, માટે સાધુ કલ્પિકા પ્રતિસેવા પ્રાપ્ત હોવા છતાં અંતરંગ અપ્રમાદભાવથી તેનું સેવન ન કરે તો કોઈ દોષ નથી.
વળી જે સાધુ અશિવ વગેરેના સંયોગમાં અપવાદને સેવ્યા વગર સંયમની વૃદ્ધિમાં સમર્થ છે, શરીરમાં તેવો કોઈ રોગ નથી, તોપણ શુદ્ધ આહાર મળતો નથી, માટે અશુદ્ધ આહાર ગ્રહણ કરે તે સાધુમાં શક્તિ હોવા છતાં શુદ્ધ આહાર પ્રત્યે શિથિલ પરિણામ છે, તેવા સાધુને સંયમ નથી, સુખશીલભાવ છે, આથી ભગવાનના વચન પ્રત્યે રાગ હોવા છતાં સુખશીલ સ્વભાવને કારણે સંવિગ્નપાક્ષિક સાધુ શક્તિ અનુસાર અનુષ્ઠાન સેવતા નથી, તેથી તેઓમાં દેશપાર્શ્વસ્થાની પ્રાપ્તિ છે, શુદ્ધ માર્ગનો રાગ છે, તેથી પોતાની શિથિલ પ્રવૃત્તિની નિંદા કરીને યોગ્ય સાધુને શુદ્ધ આચાર સેવવાનો માર્ગ બતાવે છે, માટે તે તેટલા અંશથી આરાધક છે. ll૩૪પા અવતરણિકા :
गतं शक्तिद्वारं तद्गतौ च व्याख्याता प्रस्तुतद्वारगाथेति, ननु यदि क्षमस्य शैथिल्ये संयमाभावः, ग्लानेन तर्हि किं कर्त्तव्यमित्युच्यते । उद्यम एव किं चिकित्साऽपि न कर्त्तव्येति चेद् बाढं यत आहઆવતરણિકાર્ય :
શક્તિદ્વાર પૂરું થયું શક્તિ અનુસાર સંયમમાં યત્ન કરવો જોઈએ તે દ્વાર પૂરું થયું અને તે પૂરું થયે છતે પ્રસ્તુત દ્વારની ગાથા કહેવાઈ. નુથી શંકા કરે છે – જો સમર્થ=અપવાદને સેવ્યા વગર સંયમ પાળવામાં સમર્થને શિથિલપણામાં અપવાદના આલંબનમાં, સંયમનો અભાવ છે, તો ગ્લાન સાધુએ શું કરવું જોઈએ ? ઉત્તર અપાય છે – ઉધમ જ કરવો જોઈએ=અપવાદનું આલંબન લીધા વગર ઉત્સર્ગમાં ઉદ્યમ કરવો જોઈએ, શું ચિકિત્સા પણ ન કરવી જોઈએ ? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો કહે છે – અત્યંત ન કરવી જોઈએ, જે કારણથી કહે છે –
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ગાથા:
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૮૦
मा कुणउ जड़ तिगिच्छं, अहियासेऊण जइ तरइ सम्मं । अहियासिंतस्स पुणो, जइ से जोगा न हायंति ।। ३४६।।
ગાથાર્થ ઃ
સાધુ ચિકિત્સા ન કરે, જો સમ્યગ્ સહન કરવાને માટે સમર્થ છે, સહન કરતા તે સાધુને=રોગોને સહન કરતા તે સાધુને જો યોગો નાશ પામતા નથી, તો સાધુ ચિકિત્સા ન કરે. II૩૪૬|| ટીકાઃ
मा करोतु मा कार्षीद्यतिः साधुश्चिकित्सां रोगप्रतीकारात्मिकां कर्मक्षयसाहाय्यकारित्वाद् रोगाणां, तदतिसहनस्य परीषहजयरूपत्वात् किं सर्वथा ? नेत्याह- अतिसोढुं तत्पीडां क्षन्तुं यदि तरति शक्नोति सम्यग्वैक्लव्यं विना, अन्यच्च धृतिबलादतिसहमानस्य क्षममाणस्य पुनर्यदि 'से' तस्य साधोः संहननाभावात् योगा व्यापाराः प्रत्युपेक्षणादयो न हीयन्ते न हानिं गच्छन्ति, तद्धानौ तु चिकित्साऽपि यतनया क्रियत इत्याकूतम् ।। ३४६।।
ટીકાર્થ ઃ
मा करो ત્યા તમ્ ।। થતિ=સાધુ, ચિકિત્સાને–રોગ પ્રતિકારાત્મક ચિકિત્સાને, ન કરે; કેમ કે રોગોનું કર્મના ક્ષયમાં સહાયકારીપણું છે.
રોગો કર્મના ક્ષયમાં કેવી રીતે સહાયકારી છે ? તેથી કહે છે
-
.....
તેના અતિ સહનનું=રોગને સહેવાનું, પરિષહજયરૂપપણું છે, શું સર્વથા ચિકિત્સા ન કરે ? તો કહે છે સહન કરવા માટે=તેની પીડાને સહન કરવા માટે જો સમ્યક્ સમર્થ છે–વૈક્લવ્ય વગર સમર્થ છે, તો ચિકિત્સા ન કરે એમ અન્વય છે અને બીજું – ધૃતિના બળથી સહન કરનાર તે સાધુને જો વળી સંઘયણના અભાવને કારણે યોગો=વ્યાપારો, હાનિ પામતા નથી, તો ચિકિત્સા ન કરે, વળી તેની હાતિમાં=પ્રત્યુપેક્ષણાદિ વ્યાપારોની હાતિમાં, થતનાથી ચિકિત્સા પણ કરે, એ પ્રકારનો આશય છે. ।।૩૪૬।।
ભાવાર્થ:
સુસાધુને મોહનાશને અનુકૂળ કૃતિનો સંચય કરવો એ જ મુખ્ય પ્રયોજન છે, તેથી જે પ્રકારનાં કર્મોને કા૨ણે જે સંયોગો પ્રાપ્ત થયા હોય તે સંયોગોની ઉપેક્ષા કરીને અંતરંગ ધૃતિબળથી સાધુ રત્નત્રયની વૃદ્ધિમાં યત્ન કરે છે અને કોઈક રીતે તે પ્રકારના કર્મને કારણે સાધુને રોગની પ્રાપ્તિ થાય, તોપણ સુસાધુ અંતરંગ ધૃતિબળથી તે રોગની ઉપેક્ષા કરીને મોહનો નાશ કરવાને અનુકૂળ સદ્વીર્યને પ્રવર્તાવે છે. તેવા સાધુ રોગમાં ચિકિત્સા ન કરે અને રોગરૂપ પરિષહનો જય કરે તો તેવા પ્રતિકૂળ સંયોગમાં
Page #182
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪-૩૪૭
૧૫ પણ શમભાવમાં ઉદ્યમ કરી શકે તેવું સત્ત્વ પ્રગટ થવાથી વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે. વળી રોગાદિને સહન કરતા પણ જો તે સાધુના પ્રત્યુપેક્ષણાદિ મોહનાશને અનુકૂળ યત્ન થાય તે રીતે પ્રવર્તી શકતા હોય તો સાધુએ ચિકિત્સા કરવી જોઈએ નહિ અને જો એમ જણાય કે રોગમાં પોતાનું ચિત્ત અલના પામતું હોવાથી પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાઓ તે પ્રકારના દયાના પરિણામને અતિશય કરવામાં કારણ બને તે રીતે પ્રવર્તતી નથી, ત્યારે અપવાદનું અવલંબન લઈને સાધુ ચિકિત્સા પણ કરે, પરંતુ તે ચિકિત્સા શાતા માટે ન કરે, માત્ર સંયમયોગમાં દઢ ઉદ્યમની શક્તિનું આધાન થાય તે પ્રકારના શુદ્ધ પરિણામથી કરે તો દોષરૂપ નથી. ૩૪છા અવતરણિકા -
यद्येवं शेषसाधुभिस्तर्हि तस्य किं विधेयमित्याशङ्कयाऽस्य यत् कार्यं तदाहઅવતરણિકાર્ય :
જો આ પ્રમાણે છે=રોગમાં પણ યોગો નાશ પામતા ન હોય તો સાધુએ ચિકિત્સા કરવી જોઈએ નહિ એ પ્રમાણે છે, તો શેષ સાધુએ તેનું તે ગ્લાન સાધુનું શું કરવું જોઈએ ? એ પ્રકારની આશંકા કરીને જેને જે કર્તવ્ય છે, તેને કહે છે – ગાથા :
निच्चं पवयणसोहाकराण, चरणुज्जयाण साहूणं ।
संविग्गविहारीणं, सव्वपयत्तेण कायव्वं ॥३४७।। ગાથાર્થ -
હમેશાં પ્રવચનની શોભાને કરનારા ચારિત્રમાં ઉધમવાળા સંવિગ્નવિહારી સાધુઓનું સર્વ પ્રયત્નોથી કરવું જોઈએ=વેયાવચ્ચ કરવું જોઈએ. [૩૪૭માં ટીકા :
नित्यं प्रवचनशोभाकराणां शासनभूषणानां चरणोद्यतानामप्रमादिनां साधूनां संविग्नं समोक्षाभिलाषं विहर्तुं शीलं येषां ते संविग्नविहारिणस्तेषां सर्वप्रयत्नेन समस्तादरेण कर्त्तव्यं वैयावृत्त्यादिकमिति
તે રૂ૪૭ ટીકાર્ય :
નિત્યં ત ા હંમેશાં પ્રવચનની શોભાને કરનારા શાસનને શોભાવનારા, ચારિત્રમાં ઉધમવાળા=પ્રમાદ વગરના, સંવિગ્ન=મોક્ષના અભિલાષ સહિત, વિહાર કરવાનો સ્વભાવ છે જેમનો તે સંવિગ્નવિહારી એવા સાધુઓનું સર્વ પ્રયત્નથી=સમસ્ત આદરથી વેયાવચ્ચ આદિ કરવું જોઈએ. l૩૪૭ના
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૪૦-
ભાવાર્થ -
કોઈ સાધુ રોગમાં ચિકિત્સા કર્યા વગર અંતરંગ વૃતિબળથી સંયમમાં યત્નશીલ હોય એવા મહાત્માને જોઈને વિવેકી જીવોને ધીર પુરુષો ભગવાનનું શાસન સેવી શકે છે તેમ જણાય છે. તેથી તેવા ધીર પુરુષો હંમેશાં પ્રવચનની શોભાને કરનાર છે. વળી રોગાદિ કાળમાં પણ પ્રમાદ વગર સંયમની ક્રિયાઓ કરતા હોય, તેથી ચારિત્રમાં ઉદ્યમવાળા છે. વળી સંવિગ્નવિહારી છે; કેમ કે મોક્ષના અભિલાષપૂર્વક સંયમની ઉચિત ક્રિયાઓ કરે છે અર્થાત્ નવકલ્પી વિહાર આદિ કરે છે, તેવા મહાત્માને જોઈને અન્ય સાધુઓએ સર્વ ઉદ્યમથી તેમની વેયાવચ્ચ કરવી જોઈએ, એ રીતે તેવા મહાત્માના ગુણોની અનુમોદનાથી પોતાને નિર્જરાની પ્રાપ્તિ થાય. Il૩૪ll
ગાથા -
हीणस्स वि सुद्धपरूगवगस्स नाणाहियस्स कायव्वं ।
जणचित्तग्गहणत्थं करेंति लिंगावसेसे वि ॥३४८।। ગાથાર્થ :
હીન પણ જ્ઞાનાધિક એવા શુદ્ધ પ્રરૂપકનું ઉચિત કરવું જોઈએ, લિંગ અવશેષવાળામાં પણ લોકના ચિત્તના ગ્રહણ માટે (ઉચિતને) કરે છે. ll૩૪૮ ટીકા :__ हीनस्याऽपि चारित्रमधिकृत्य न्यूनस्याऽपि शुद्धप्ररूपकस्य यथावस्थितमागमं व्याचक्षाणस्य ज्ञानाधिकस्य कर्त्तव्यमुचितम्, अभ्युच्चयमाह-जनचित्तग्रहणार्थं लोकरञ्जननिमित्तं, मा भूत् प्रवचनमालिन्यं, परस्परमप्येते मत्सरिण इति प्रवादात् कुर्वन्ति सुसाधवो लिङ्गावशेषेपि पार्श्वस्थादिविषयमपि यदुचितमिति ।।३४८।। ટીકાર્ચ -
રીના ચરિતપિત્તિ હીન પણ=ચારિત્રને આપીને ચૂત પણ, શુદ્ધ પ્રરૂપક યથાવસ્થિત આગમને કહેનારા, શાતાધિકનું ઉચિત કરવું જોઈએ, અમ્યુચ્ચયને કહે છે=સંવિઝપાક્ષિક વિષયક કર્તવ્ય બતાવ્યું, તેમ અન્ય વિષયક કર્તવ્યના અભ્યશ્ચયને કહે છે – લોકના ચિત્તના ગ્રહણ માટે= લોકરંજન નિમિતે, લિંગ અવશેષવાળામાં પણ=પાર્થસ્થાદિ વિષયક પણ, જે ઉચિત છે તેને સુસાધુઓ કરે છે,
કેમ કરે છે ? એથી કહે છે – ‘પ્રવચનનું માલિત્ય ન થાવ' માટે કરે છે, કયા પ્રકારનું પ્રવચનમાલિન્ય ન થાઓ ? એથી કહે છે –
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪૮-૩૪૯
આઓ પણ=સાધુઓ પણ, પરસ્પર મત્સરવાળા છે, એ પ્રકારના પ્રવાદથી પ્રવચનનું માહિત્ય ન થાઓ, તે માટે ઉચિત કરે છે. li૩૪૮ ભાવાર્થ
પૂર્વગાથામાં કહ્યું કે પ્રવચન પ્રભાવક સુસાધુનું સર્વ શક્તિથી વેયાવચ્ચ કરવું જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે સંયમનું અનુષ્ઠાન અતિદુષ્કર છે, તેલપાત્રધારક પુરુષની જેમ જેઓ અત્યંત સંવૃત છે, તેઓ જ તેવું સંયમ પાળી શકે છે અને જીવન સુખશીલ સ્વભાવ અનાદિ ભવઅભ્યસ્ત છે, તેથી જે મહાત્માઓ ભવથી વિરક્ત થયા છે, સન્માર્ગમાં સૂક્ષ્મ બોધવાના છે, શાસ્ત્ર ભણીને જ્ઞાનથી અધિક થયા છે, શુદ્ધ પ્રરૂપણા કરે છે, છતાં સુખશીલ સ્વભાવને કારણે ચારિત્રથી ન્યૂન છે, તેમના વિષયમાં પણ ઉચિત કરવું જોઈએ અર્થાતુ સુસાધુની વેયાવચ્ચ સર્વ ઉદ્યમથી કરવી જોઈએ અને શુદ્ધ પ્રરૂપક સંવિગ્નપાક્ષિકમાં તેમના જ્ઞાનની હિલના ન થાય તે રીતે ઉચિત વર્તન કરવું જોઈએ, તેવા પ્રકારના સંયોગમાં લેયાવચ્ચ પણ કરવી જોઈએ.
વળી જેઓ શુદ્ધ ચારિત્ર પાળતા નથી, માત્ર સાધુનો વેષ છે, તેમની સાથે પણ સાધુએ લોકમાં પ્રવચનનું માલિન્ય ન થાય તે માટે ઉચિત વર્તન કરવું જોઈએ અર્થાતુ લોકોને તેમ ન જણાવું જોઈએ કે આ લોકો પરસ્પર મત્સરવાળા છે, માટે ઉચિત વર્તન કરવું જોઈએ. જોકે સુસાધુ પાર્થસ્થાદિ વિચરતા હોય તે સ્થાનમાં વસે નહિ, વિહાર વગેરેના પ્રસંગમાં ક્યારેક ભેગા થયા હોય તો પણ તેમની હીલના કરીને ધર્મનું લાઘવ કરે નહિ, યોગ્યતા જણાય અને તેઓ માર્ગમાં આવે તેમ હોય તો ઉચિત પ્રયત્ન કરે, નહિ તો શાસનનું માલિન્ય ન થાય તે રીતે પરસ્પર ઉચિત સંભાષણાદિ કરે, જેથી તે પાર્થસ્થાદિને સુસાધુ પ્રત્યે દ્વેષ ન થાય, લોકોને પણ ધર્મ પ્રત્યે વિપરીત બુદ્ધિ ન થાય અને જેનું ફળ કંઈ ન હોય તેવી પ્રવૃત્તિ કરીને પાર્થસ્થ વગેરેની નિંદા કરવામાં આવે કે તેના દોષને પ્રગટ કરવામાં આવે તો લોકોને ધર્મપ્રાપ્તિ ન થાય અને પાર્શ્વસ્થ વગેરેને વેષ થાય તે સર્વમાં સાધુ નિમિત્ત ભાવને પામે, તેથી અનુચિત પ્રવૃત્તિનો વિરોધ જ કરવો જોઈએ તેવું એકાંત કથન મિથ્યા છે, ફક્ત અનુચિત પ્રવૃત્તિના નિષેધથી કોઈકના હિતની પ્રાપ્તિ થતી હોય તે જ અનુચિત પ્રવૃત્તિના નિષેધ માટે કરાયેલો યત્ન સાર્થક છે. I૩૪૮મા અવતરણિકા:किम्भूतास्तर्हि लिङ्गावशेषा भवन्तीत्याहઅવતરણિતાર્થ:
તો કેવા પ્રકારના લિંગ અવશેષવાળા હોય છે ? એથી કહે છે – ગાથા :
दगपाणं पुष्फफलं, अणेसणिज्जं गिहत्थकिच्चाई । अजया पडिसेवंती, जइवेसविडंबगा नवरं ।।३४९।।
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪-૩૫૦
ગાથાર્થ :
અયતનાવાળા સાધુ દગપાનને સચિત પાણીને પીએ છે, સચિત પુષ્પફળ, અષણીય આધાકર્મ વગેરે અને ગૃહરથનાં કૃત્યોનું પ્રતિસેવન કરે છે, જે કેવળ યતિવેષના વિડંબક છે. ll૩૪૯ll ટીકા :
'दगपाणंति सचित्तोदकपानं पुष्पाणि च फलानि चेति द्वन्द्वैकवद्भावात् पुष्पफलं सचित्तमेव, अनेषणीयमाधाकर्मादिगृहस्थकृत्यानि गृहकरणादीनि, किम् ? अयता मुत्कलपापद्वाराः सन्तः प्रतिसेवन्ते भजन्ते यतिवेषविडम्बकाः नवरं रजोहरणादिसाधुनेपथ्यविगोपकाः केवलं ये ते लिङ्गावशेषा उच्यन्ते यतिगुणरहितत्वादिति ।।३४९।। ટીકાર્ય -
‘રાણા' ... રાત્વાતિ | સચિત પાણીના પાનને, પુષ્પોને અને ફળોને, દ્વન્દ સમાસમાં એકવદ્દ ભાવ હોવાથી પુષ્પળનો સમાસ છે, પુષ્કળ સચિત જ ગ્રહણ કરે છે. અષણીય આધાકર્મી વગેરે ગ્રહણ કરે છે, ગૃહસ્થ કૃત્યો=ગૃહકરણ વગેરેને કરે છે. શું ? અયતા=મુત્કલ પાપઢારવાળા છતા પ્રતિસેવા કરે છે, તેઓ કેવા છે ? એથી કહે છે –
કેવળ યતિવેષતા વિડંબક છે=કેવળ રજોહરણ વગેરે સાધુના વેષને વગોવનારા છે જેઓ, તેઓ લિંગ અવશેષવાળા કહેવાય છે, કેમ કે સાધુના ગુણોથી રહિતપણું છે. Im૩૪૯i ભાવાર્થ
જે સાધુ સંયમને ગ્રહણ કર્યા પછી માર્ગની શુદ્ધ પ્રરૂપણા કરતા નથી, સંયમનું લાઘવ થાય તેવી સર્વ પ્રમાદ આચરણાઓ કરે છે, તેમાંથી કોઈક સાધુને કોઈક દોષ પ્રધાનરૂપે વર્તે, તો બીજા કોઈ સાધુમાં બીજો દોષ પ્રધાનરૂપે વર્તતો હોય તે સર્વને ગ્રહણ કરીને તેઓની સચિત્ત પાણી આદિની પ્રતિસેવનાને ગ્રહણ કરેલ છે, તેવા સાધુ ભગવાનના શાસનને પામીને સંસાર વધારનારા છે, તેવા લિંગ અવશેષવાળા પૂજ્ય નથી, તોપણ માર્ગમાં ભેગા થાય અથવા એક નગરમાં નજીકના સ્થાનમાં રહેવાનો પ્રસંગ આવે ત્યારે શાસનના માલિન્યના રક્ષણ માટે તેવા સાધુ સાથે ઉચિત વ્યવહાર કરવો જોઈએ. આ સાધુ શિથિલાચારી છે વગેરે કહીને પ્રવચનની હીલના થાય તેવું કરવું જોઈએ નહિ, વળી તેવા સાધુ દયાપાત્ર છે, કેષપાત્ર નથી, તેથી તેમને સુધારવાનો ઉચિત ઉપાય જણાય તો પ્રયત્ન કરે, નહિ તો માધ્યસ્થ પરિણતિ રાખીને તેઓની ઉપેક્ષા કરે. ફક્ત પ્રવચનના માલિન્યના રક્ષણ માટે ઉચિત વ્યવહાર કરે. [૩૪લા અવતરણિકા :तेषां चापायानाह
Page #186
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩પ૦
૧૯
અવતરણિતાર્થ :અને તેમના અપાયોને કહે છેઃલિંગ અવશેષવાળા સાધુને થનારા અપાયોને કહે છે –
ગાથા -
ओसन्नया अबोही य पवयणउम्भावणा य बोहिफलं ।
ओसन्नो वि वरं पिहु, पवयणउब्भावणापरमो ।।३५०।। ગાથાર્થ :
અવસતા અબોધિ છે અને પ્રવચનની ઉદ્ભાવના બોધિનું ફળ છે, અવસજ્ઞ પણ પ્રધાન, પૃથુકસવિસ્તર, પ્રવચનની ઉભાવનામાં પરમ છે. ૩૫ol. ટીકાઃ
इह लोके एव तावदवसन्नता अवमग्नता लोकमध्ये परिभूतता भवति, परलोके चाबोधिर्जिनप्रणीतधर्माप्राप्तिर्भवति भगवदाज्ञाविराधकत्वाद्, यतः प्रवचनोद्भावनैव, चशब्दस्यावधारणार्थत्वात् बोधिफलं, कारणे कार्योपचारात् सैव बोधिरूपं कार्यमित्यर्थः । सा च संविग्नविहारिभिरेव क्रियते तदनुष्ठानदर्शनेन प्रवचनश्लाघोत्पत्तेः, तदिदं सर्वावसत्रानधिकृत्योक्तम् । देशावमग्नस्त्वात्मनः कर्मपरतन्त्रतां बुध्यमानः परेभ्यः प्रकाशयन् वादलब्धिव्याख्यानादिभिः प्रवचनमुद्भावयन् श्लाघ्यश्चासौ, यत आह-अवसन्नोऽपि वरं प्रधानः पृथु इति क्रियाविशेषणं, अशेषःसुसाधुगुणप्रकाशनादिना सविस्तरं यथा भवतीत्यर्थः । तथा प्रवचनोद्भावनापरम आगमोन्नतिप्रधान इति ॥३५०॥ ટીકાર્ચ -
ઇ તો ... મનોતિપ્રથાન નિ આ લોકમાં જ અવસાવતા=શિથિલાચારી સાધુની અવમગ્નતા, લોકોની મધ્યમાં પરિભૂત થાય છે અને પરલોકમાં અબોધિની પ્રાપ્તિ થાય છે=જિતપ્રણીત ધર્મની અપ્રાપ્તિ થાય છે, કેમ કે ભગવાનની આજ્ઞાનું વિરાધકપણું છે, જે કારણથી પ્રવચનની ઉદ્દભાવના જ બોધિનું ફળ છે, ૪ શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી ઉભાવના જ બોધિનું ફળ છે એમ કહેલ છે; કેમ કે બોધિના કારણરૂપ ઉદ્દભાવનામાં બોધિરૂપ કાર્યનો ઉપચાર હોવાથી તે જ=પ્રવચનની ઉદ્દભાવના, બોધિરૂપ કાર્ય છે, એ પ્રકારનો અર્થ છે અને તે=પ્રવચનની ઉદ્દભાવના, સંવિગ્નવિહારી સાધુઓ વડે જ કરાય છે, કેમ કે તેમના અનુષ્ઠાનના દર્શનથી પ્રવચનની શ્લાઘાની ઉપપત્તિ છે, તે આ સર્વ અવસલ્લોને આશ્રયીને કહેવાયું. દેશઅવમગ્ન સાધુ વળી પોતાની કર્મપરતંત્રતાને જાણતો બીજાને પ્રકાશન કરતો વાદલબ્ધિ અને વ્યાખ્યાતાદિ વડે પ્રવચનની ઉદ્દભાવના કરે અને આનંદશઅવસત્ર સાધુ, પ્રશંસનીય છે, જે કારણથી કહે છે – અવસાવ પણ વર=પ્રધાન છે, પૃથુ એ ક્રિયાવિશેષણ છે, અશેષ સુસાધુના ગુણના પ્રકાશન વગેરે દ્વારા સવિસ્તર=પ્રવચનનો
Page #187
--------------------------------------------------------------------------
________________
ad
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૩૫૦-૩૫૧ વિસ્તાર જે પ્રમાણે થાય છે, તે પ્રકારે પ્રવચનની ઉદ્ભાવના પરમ છે=આગમની ઉન્નતિમાં પ્રધાન છે. II૩૫૦ના
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું એવા શિથિલાચારી સાધુઓ તેમના આચારથી આ લોકમાં પરાભવ પામે છે; કેમ કે લોક પણ સાધુના વેષમાં રહેલાના સુંદર આચારની અપેક્ષા રાખે છે અને વિપરીત આચરણા જોઈને લોકોને તેના પ્રત્યે અનાદર થાય છે. વળી પરલોકમાં અબોધિની પ્રાપ્તિ થાય છે; કેમ કે ભગવાનની આજ્ઞા નિરપેક્ષ યથાતથા પ્રવૃત્તિ કરીને ભગવાનના શાસનની મ્લાનિ કરવાથી જે ક્લિષ્ટ કર્મ બાંધેલ છે, તેનાથી તેમને પરલોકમાં સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ બને છે; કેમ કે પ્રવચનની ઉદ્ભાવના જ બોધિનું ફળ છે અર્થાત્ જેઓ સાધુના સુંદર આચારો પાળે છે, તેમના ઉત્તમ આચારોથી પ્રવચનની જે શ્લાઘા થાય છે, તે બોધિફળરૂપ છે અને જેઓ વિપરીત આચરણા કરે છે, તેનાથી પ્રવચનની હીલના થવાને કા૨ણે દુર્લભબોધિતા થાય છે. વળી કેટલાક સાધુ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા છે, તોપણ શાતાના અર્થી છે, તેઓ પોતાની કર્મપરતંત્રતાને જાણે છે. તેથી લોકો આગળ પોતાના પ્રમાદની નિંદ્ય કરે છે અને સન્માર્ગ યથાવતોૢ બતાવે છે અને સન્માર્ગનું યથાર્થ વ્યાખ્યાન કરીને પ્રવચનનું ઉદ્ભાવન= ઉન્નતિ કરે છે, તે મહાત્મા આચારથી શિથિલ હોવા છતાં પ્રશંસાપાત્ર છે; કેમ કે સુસાધુના ગુણોનું યથાવ પ્રકાશન કરીને જગતમાં ભગવાનના પ્રવચનનો વિસ્તાર કરે છે. તેથી તેઓના શિથિલ આચાર પણ દુર્લભબોધિનું કારણ બનતા નથી; કેમ કે પોતાના દોષની હીલના દ્વારા તે મહાત્મા તે દોષશક્તિને ક્ષીણપ્રાયઃ કરે છે. II૩૫૦ના
અવતરણિકા :
व्यतिरेकमाह
અવતરણિકાર્ય :
વ્યતિરેકને કહે છે – પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે અવસન્ન પણ સાધુ પ્રવચનની ઉદ્ભાવનામાં શ્રેષ્ઠ છે, તેના વ્યતિરેકને કહે છે અર્થાત્ જે તેવા નથી તે શું કરે છે ? તે કહે છે
ગાથા =
गुणहीण गुणरयणायरेसु, जइ कुणइ तुल्लमप्पाणं । सुतवस्सिणो य हीलइ सम्मत्तं पेलवं तस्स ।। ३५१ ।।
ગાથાર્થઃ–
જો ગુણહીન સાધુ ગુણરત્નાકરોની સાથે પોતાની તુલના કરે અને સુતપસ્વીની હીલના કરે, તેનું સમ્યક્ત્વ નિઃસાર છે. II૩૫૧II
Page #188
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૧-૩૫૨
ટીકા ઃ
गुणहीन चरणादिशून्य गुणरत्नाकरैः सप्तमी तृतीयार्थे, साधुभिर्यदि करोति तुल्यमात्मानं, वयमपि साधव इति लोकमध्ये ख्यापयत्यन्यच्च सुतपस्विनश्च हीलयति मायाविनः खल्वेते लोकविप्रतारका इत्यादिना, तदाऽसौ मिथ्यादृष्टिरेव यतः सम्यक्त्वं गुणवत्प्रमोदसाध्यं पेलवं निःसारम्, तत् कल्पनया विद्यमानमप्यनेन परमार्थतस्तदभावं काक्वा लक्षयति तस्य सुतपस्विहीलकस्येति । । ३५१ । । ટીકાર્થ ઃ
૧૭૧
गुणहीनः સુતપસ્વિતી સ્વેતિ ।। ગુણહીન=ચારિત્ર વગેરેથી શૂન્ય સાધુ, ગુણરત્નાકર સાધુઓની સાથે જો પોતાની તુલના કરે, અમે પણ સાધુ છીએ, એ પ્રકારે લોકમાં કહે, ગાથામાં મુળવળાવસ્તુમાં સપ્તમી વિભક્તિ તૃતીયાના અર્થમાં છે અને બીજું સુતપસ્વીઓની હીલના કરે= ખરેખર આ માયાવીઓ લોકને ઠગનારા છે, વગેરેથી હીલતા કરે, ત્યારે આગુણહીન સાધુ, મિથ્યાદૃષ્ટિ જ છે. જે કારણથી સમ્યક્ત્વ=ગુણવાનના ગુણદર્શનના પ્રમોદથી સાધ્ય સમ્યક્ત્વ, તેનું પેલવ છે=સુતપસ્વીના હીલકનું નિઃસાર છે. તેની કલ્પનાથી=ગુણહીન સાધુની સ્વકલ્પનાથી વિદ્યમાન પણ સમ્યક્ત્વ આના દ્વારા=સુતપસ્વીની હીલના દ્વારા, પરમાર્થથી કાક્ ધ્વનિ દ્વારા તેના અભાવને જણાવે છે=સમ્યક્ત્વના અભાવને જણાવે છે. II૩૫૧।।
.....
ભાવાર્થ ઃ
જે સાધુઓ સ્વયં સંયમયોગમાં પ્રમાદવાળા છે, છતાં પોતે ભગવાનના વચન અનુસાર ચાલનારા સુસાધુની તુલ્ય છે, એમ માને છે અને પોતાના આચારો જિનવચનાનુસાર છે, તેમ સ્વમતિથી કલ્પના કરે છે અને જે મહાત્માઓ જિનવચનાનુસાર તપ-સંયમમાં ઉદ્યમશીલ છે, તેવા સુતપસ્વીની હીલના કરે છે અર્થાત્ આ સાધુઓ ‘અમે સુસાધુ છીએ, ત્યાગી છીએ' એ બતાવવા માટે બાહ્ય આચરણા કરે છે, ઇત્યાદિ કહીને લોકો આગળ તેમની હીલના કરે છે અને પોતાની શ્રેષ્ઠતા બતાવે છે, તે સાધુ પોતાનામાં સમ્યક્ત્વ છે તેમ માને છે, સ્વકલ્પનાથી કલ્પાયેલું તેમનું સમ્યક્ત્વ નિઃસાર છે અર્થાત્ પરમાર્થથી સમ્યક્ત્વ નથી; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવોને ગુણવાન પ્રત્યે અવશ્ય પ્રમોદભાવ વર્તે છે, પરંતુ ગુણવાનના ગુણોનો અપલાપ કરીને ક્યારેય તેમના વિષયક મિથ્યા કલ્પના કરે નહિ અને ગુણવાન એવા સુતપસ્વીની જે હીલના કરે છે, એમાં સમ્યક્ત્વ સંભવે નહિ. II૩૫૧॥
અવતરણિકા :
सुसाधुभिः पुनः प्रवचनभक्तिमनुवर्त्तयद्भिर्यद् विधेयं तदाह
અવતરણિકાર્થ :
વળી સુસાધુઓએ પ્રવચનની ભક્તિને અનુવર્તનારાઓ સાથે જે કરવું જોઈએ, તેને કહે છે .
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૨
લપદેશમાલા બાગ-૨Tગાથા-અપ
ગાથા -
ओसनस्स गिहिस्स व, जिणपवयणतिव्वभावियमइस्स ।
कीरइ जं अणवज्ज, दढसम्मत्तस्सऽवत्थासु ।।३५२।। ગાથાર્થ -
અવસ્થામાં=આપત્તિ આદિ કારણોમાં દઢ સમ્યગ્દષ્ટિ જિનપ્રવચનથી તીવ્ર ભાવિત મતિવાળા અવસન્ન સાધુનું અથવા ગૃહસ્થનું જે અનવઘ કરાય છે. l૩૫રશા
ટીકા -
अवसन्नस्य सामान्यशब्दतया पार्श्वस्थादेहिणो वा सुश्रावकस्य किम्भूतस्य जिनप्रवचनतीव्रभावितमतेरहदागमगाढरजितचित्तस्येत्यर्थः क्रियते यदनवद्यं यदुचितमित्यर्थः स च कदाचित् प्रियधर्ममात्रतया भवत्यत आह-दृढसम्यक्त्वस्य, किं सर्वदा क्रियते ? नेत्याह-अवस्थासु द्रव्यक्षेत्रकालभावापदादिषु સારપુ નાચવા રૂબરા ટીકાર્ય :
અવની.... નાચવા અવસવનું સામાન્ય શબ્દપણાથી પાર્થસ્થાદિ અથવા ગૃહસ્થનું આવકવું, કેવા પ્રકારના અવસાનું કે ગૃહસ્થનું એથી કહે છે – જિનપ્રવચનથી ભાવિતા મતિવાળાનું અરિહંતના આગમથી ગાઢતર રંજિત ચિત્તવાળા અવસાનું કે ગૃહસ્થનું, જે અનવદ્ય=જે ઉચિત છે તે કાથ છે અને તે ક્યારેક પ્રિય ધર્મમાત્રપણાથી થાય છે. આથી કહે છે – દઢ સ ત્ત્વવાળાનું ઉચિત કરાય છે, શું હંમેશાં કરાય છે? એથી કહે છે – નહિ, અવસ્થામાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આપત્તિ આદિ કારણોમાં કરાય છે, તે સિવાય નહિ. ૩૫રા ભાવાર્થ
સુસાધુ ગૃહસ્થની વેયાવચ્ચ-સારસંભાળ કરે નહિ અને શિથિલાચારી સાધુની પણ વેયાવચ્ચ ન કરે; કેમ કે તેમના વેયાવચ્ચ આદિ કરવામાં તેમના આરંભ-સમારંભની અનુમતિનો દોષ પ્રાપ્ત થાય, એવો સામાન્ય નિયમ છે. આથી સુસાધુ પોતાનાં વસ્ત્રાદિ ઉપકરણો ગૃહસ્થને ઉપભોગ માટે આપતા નથી; કેમ કે તેનો ઉપયોગ સંસારના આરંભમાં થાય તો તે ધર્મનું સાધન અધિકરણ બને અને સાધુને આરંભની અનુમતિનો દોષ આવે. આમ છતાં વીર ભગવાને બીજાધાનનું કારણ જણાવવાથી બ્રાહ્મણને વસ્ત્ર આપ્યું; કેમ કે તે વસ્ત્રનો ઉપભોગ ગૃહસ્થના આરંભમાં થવા છતાં વસ્ત્રની પ્રાપ્તિના કારણે જે યોગબીજની પ્રાપ્તિ થઈ, તેનાથી તેનો સંસાર પરિમિત થવાનો છે. તેથી તે વસ્ત્રદાનની ક્રિયા અધિકરણરૂપ બનતી નથી, તેમ કોઈ સાધુ પાર્થસ્થાદિ ભાવવાળા હોય, આમ છતાં ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાવાળા હોય અને ભગવાનના વચનનાં સૂક્ષ્મ રહસ્યોને જાણનારા હોય અને તેના કારણે તેઓને સંસારનું-મોક્ષનું
Page #190
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૨-૩૫૩
૧૭૩
વાસ્તવિક સ્વરૂપ જણાયેલું છે અને સંસારના નિસ્તારનું એક કારણ ભગવાનના વચનથી નિયંત્રિત ત્રણ ગુપ્તિનું સામ્રાજ્ય છે, તેવો સ્થિર નિર્ણય વર્તે છે. તેથી તેમનામાં દૃઢ સમ્યક્ત્વ વર્તે છે. તેઓ કોઈ વિષમ સ્થિતિમાં હોય, ત્યારે સુસાધુ પણ તેમની ઉચિત વેયાવચ્ચ કરે. જેમ નંદિષણ મુનિ અથવા સંવિગ્નપાક્ષિક સાધુ અથવા તેવા કોઈ શ્રાવક જેને ભગવાનના વચનનો પારમાર્થિક સૂક્ષ્મ બોધ હોય, દૃઢ સમ્યક્ત્વ હોય છતાં સર્વવિરતિના બાધક કષાયો ક્ષીણ થયા નથી, એથી શ્રાવકધર્મ સેવે છે. સર્વવિરતિમાં નથી તેવાનું વિષમ સ્થિતિમાં અનવદ્ય કરાય છે. વળી પાર્શ્વસ્થાદિમાં પણ સર્વવિરતિનાં બાધક કર્મો અતિશય છે, તેથી સાધુવેષમાં હોવા છતાં અને તત્ત્વને સ્પષ્ટ જાણવા છતાં પ્રમાદવશ સંયમયોગમાં શિથિલ છે, તેવા પાર્શ્વસ્થાદિ સાધુ કે શ્રાવક વિષમ સ્થિતિમાં હોય ત્યારે સાધુ પણ તેમની ઉચિત વેયાવચ્ચ કરે; કેમ કે દૃઢ સમ્યગ્દષ્ટિ જીવોમાં જિનવચનાનુસાર જે ગુણો છે અને સાધુની વેયાવચ્ચના બળથી તેમને જે ચિત્તની સમાધિ પ્રાપ્ત થાય છે, તે ગુણવૃદ્ધિનું કારણ હોવાથી સુસાધુ માટે કર્તવ્ય બને છે. જેમ ભગવાને બ્રાહ્મણને વસ્ત્રનું દાન કર્યું, તે બ્રાહ્મણની ગુણનિષ્પત્તિનું કારણ હોવાથી દોષરૂપ નથી. વળી તેવા શ્રાવક કે પાર્શ્વસ્થ વગેરેનું તેવાં આપત્તિ આદિ કારણોમાં વેયાવચ્ચ કરવાથી તેમના સંક્લેશનું જે નિવારણ થાય છે અને તેઓ જે સમાધિવિશેષને પામે છે, તે તેમના હિતાનુકૂલ પ્રવૃત્તિ હોવાથી સાધુને અસંયતના પોષણરૂપ દોષની પ્રાપ્તિ નથી અને જ્યારે તેવું કોઈ કારણ ન હોય ત્યારે સુસાધુ તેમની વેયાવચ્ચાદિ કરતા નથી; કેમ કે તે પાર્શ્વસ્થાદિ સાધુ કે શ્રાવક સ્વયં ગુણવાનની ભક્તિ કરે તે ઉચિત છે, પણ અધિક ગુણવાળા સાધુ તેમની વેયાવચ્ચ કરે તે ઉચિત નથી, માટે તેવા સંયોગો સિવાય સુસાધુ તેમની વેયાવચ્ચ કરતા નથી. ॥૩૫॥
અવતરણિકા :
तथा चाह
અવતરણિકાર્ય :
અને તે પ્રમાણે કહે છે – પૂર્વગાથામાં અવસન્નનો અર્થ પાર્શ્વસ્થાદિ પાંચમાંથી અવસન્નભેદને ગ્રહણ ન કરતાં પાર્શ્વસ્થાદિ સામાન્ય ગ્રહણ કર્યો, તે પ્રકારે કહે છે અર્થાત્ તેવા પાર્શ્વસ્થાદિ પાંચેયમાં દૃઢ સમ્યક્ત્વાદિ ભાવો ન હોય તો સુસાધુ તેનાથી દૂર રહે છે. તેમ બતાવે છે
ગાથા =
पासत्थोसन्नकुसील, णीयसंसत्तजणमहाछंदं ।
નાળ ત સુવિદ્દિવા, સવ્વપયજ્ઞેળ વનંતિ રૂશા
ગાથાર્થ ઃ
પાર્શ્વસ્થા, અવસન્ન, કુશીલ, નિત્ય સંસક્ત જન અને યથાછંદને જાણીને સુવિહિતો તેમને સર્વ પ્રયત્નથી ત્યાગ કરે છે. I૩૫૩||
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪
ટીકા -
पार्श्व ज्ञानादीनां तिष्ठतीति पार्श्वस्थः आवश्यकादिष्ववसदनादवसन्नः, कुत्सितं शीलमस्येति कुशीलः, नित्यमेकत्र वासयोगान्नित्यः, परगुणदोषेषु संयोगात् संसक्तः, पार्श्वस्यश्वावसन्नश्वेत्यादिद्वन्द्वस्त एव जनस्तं तथा यथाच्छन्दं स्वाभिप्रायमागमनिरपेक्षतया प्रवर्त्तत इति यथाछन्दस्तं पृथक्करणमस्य गुरुतरदोषख्यापनार्थम्, ज्ञात्वा तं पार्श्वस्थादिजनं सुविहिताः साधवः सर्वप्रयत्नेन वर्जयन्ति तत्सહ્રામસ્વાનર્થદેતુત્વાવિતિ રૂબરૂ।।
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૩
ટીકાર્ય :
पार्श्व હેતુત્વાવિતિ જ્ઞાનાદિની પાસે રહે તે પાર્શ્વસ્થ, આવશ્યકાદિમાં પીડાતા હોવાથી અવસન્ન, કુત્સિત શીલ છે આને એ કુશીલ, હંમેશાં એક સ્થાને રહેવાથી નિત્ય, બીજાના ગુણદોષોમાં સંગ હોવાથી સંસક્ત=બીજા પાસેથી પોતાને લાભ જણાય તો તેના પ્રત્યે સ્નેહ ધારણ કરે અને નુકસાન જણાય તો દ્વેષ ધારણ કરે તે સંસક્ત, પાર્શ્વસ્થ અને અવસન્ન ઇત્યાદિ દ્વન્દ્વ સમાસ છે, તે જ જન=લોક, તેને જાણીને તેનો સુવિહિતો ત્યાગ કરે છે એમ અન્વય છે અને યથાછંદને=પોતાના અભિપ્રાયથી આગમ નિરપેક્ષપણાથી વર્તે છે એ યથાણંદ તેને, જાણીને સુવિહિતો ત્યાગ કરે છે. આનું=થથાણંદનું, પૃથક્કરણ=પાર્શ્વસ્થાદિમાં સમાવેશ ન કરતાં જુદું પાડવું, તેના ઘણા મોટા દોષને કહેવા માટે છે, તે પાર્શ્વસ્થાદિ છયેને જાણીને સુવિહિત સાધુ સર્વ પ્રયત્નથી તેઓનો ત્યાગ કરે છે; કેમ કે તેમના સંગનું અનર્થહેતુપણું છે=પોતાનામાં દોષોની પ્રાપ્તિનું હેતુપણું છે. ।।૩૫૩)
.....
ભાવાર્થ =
ગાથા-૩૪૯માં લિંગ અવશેષવાળામાં પણ પ્રવચનના માલિન્યના રક્ષણ માટે ઉચિત કર્તવ્યનું વિધાન કર્યું. તેથી સુસાધુને કોઈક કારણે પાર્શ્વસ્થાદિ વસતા હોય તેની નજીકમાં વસવાનો પ્રસંગ આવે ત્યારે જો તેઓ સાથે સંભાષણાદિ ઉચિત વર્તન ન કરે તો લોકોમાં આ મત્સરવાળો છે, તેવું જણાય, તેથી તેના પરિહાર માટે ઉચિત સંભાષણ કરે. જ્યારે પ્રસ્તુત ગાથામાં પાર્શ્વસ્થાદિના સંસર્ગથી તેમના દોષોની પોતાને પ્રાપ્તિ થાય, તેથી પાર્શ્વસ્થાદિ વસતા હોય તેવી વસતિમાં રહે નહિ, તેને આશ્રયીને તેમના પરિચયનો પણ ત્યાગ કરવાનું કહ્યું. તે પાર્શ્વસ્થાદિનું સ્વરૂપ આ પ્રમાણે છે
-
જેઓ સાધુવેષમાં રહીને રત્નત્રયીની વૃદ્ધિ થાય તે પ્રકારે યત્ન કરતા નથી, તેઓ જ્ઞાનાદિના સાધનો અને જ્ઞાનાદિ ક્રિયાની પાસે ૨હે છે. પરંતુ અંતરંગ ગુણવૃદ્ધિમાં પ્રયત્ન કરતા નથી, તેઓ પાર્શ્વસ્થા છે. તેમાં જે દેશપાર્શ્વસ્થા છે, તેઓ શક્તિ અનુસાર અધ્યયન કરીને સમ્યગ્દર્શનને નિર્મળ નિર્મળતર કરે છે. પરંતુ ચારિત્રની ક્રિયા અપ્રમાદથી કરતા નથી, તે અંશથી તેઓ પણ પાર્શ્વસ્થા છે. વળી જેઓ આવશ્યકાદિ કૃત્યો અંતરંગ વૃદ્ધિ થાય તે રીતે કરતા નથી, પરંતુ યથાતથા કરે છે અથવા નથી કરતા
Page #192
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨
ગાથા-૩૫૩-૩૫૪
૧૭૫
તે સર્વ અવસત્ર સાધુ છે અર્થાત્ સદાતા સાધુ છે. કુત્સિત શીલવાળા કુશીલ સાધુ છેઃનિષ્કારણ દોષિત આહાર, દોષિત વસ્ત્ર-પાત્રને સેવનારા છે, નિત્ય એક સ્થાને રહેનારા નિત્યવાસી છે. વળી પારકાથી પોતાને લાભ થાય તેના પ્રત્યે પ્રીતિ અને નુકસાન થાય તેના પ્રત્યે દ્વેષ ધારણ કરનાર સાધુ સંસક્ત છે અને પોતાના અભિપ્રાય પ્રમાણે આગમ નિરપેક્ષ વર્તનારા યથાવૃંદ છે. ૩૫૩ અવતરણિકા -
केषु पुनः स्थानेषु वर्तमानेषु वर्तमानः पार्श्वस्थादितां यातीत्याशङ्कय तान्येवाहઅવતરણિકાર્ય :
વળી કયાં સ્થાનોમાં વર્તતો પાર્થસ્થાદિતાને પામે છે? એ પ્રકારની આશંકા કરીને તે સ્થાનોને જ કહે છે –
ગાથા -
बायालमेसणाओ, न रक्खइ घाइसिज्जपिंडं च ।
आहारेइ अभिक्खं, विगईओ सन्निहिं खाइ ।।३५४।। ગાથાર્થ :
બેંતાલીસ એષણાના દોષોનું રક્ષણ કરતા નથી, ધાત્રીપિંડ અને શય્યાપિંડને રક્ષણ કરતા નથી, વારંવાર આહાર કરે છે, વિગઈઓ અને સંનિધિને સેવે છે. I૩૫૪ો. ટીકા -
द्विचत्वारिंशदेषणाः पूर्वोक्तस्वरूपा न रक्षति धात्री शय्यापिण्डं च, तत्र धात्रीपिण्डः यो बालक्रीडनादिना लभ्यते, तस्य चैषणाग्रहणेनागतत्वेऽपि पुनः पृथगुपादानं यतेर्गृहस्थसम्बन्धो महतेऽनर्थायेति दर्शनार्थम्, शय्यापिण्डः शय्यातरपिण्डस्तं च न रक्षति आहारयत्यभीक्ष्णमनवरतं विकृतीः क्षीराद्याः सन्निधिं पर्युषितगुडादिरूपं खादति भक्षयतीति ।।३५४॥ ટીકાર્ચ -
વિટાવિUT: .... માયતીતિ . પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળી બેંતાલીસ એષણાનું રક્ષણ કરતા નથી. ધાત્રીપિંડ અને અધ્યાપિંડનું રક્ષણ કરતા નથી, ત્યાં ધાત્રીપિંડ જે બાળકને રમાડવો વગેરેથી મેળવાય છે અને તેનું એષણાતા ગ્રહણથી પ્રાપ્તપણું હોવા છતાં ફરી જુદું ગ્રહણ કર્યું, સાધુને ગૃહસ્થનો સંબંધ મોટા અનર્થ માટે છે એ બતાવવા માટે છે અને શવ્યાપિંડ તેને રક્ષણ કરતા નથી, વારંવાર નિરંતર આહાર કરે છે. વિકૃતિઓઃખીર આદિને સેવે છે, સંનિધિ પાસે રાખેલા ગોળ વગેરે રૂપ સંનિધિનેકવાસી ગોળ વગેરે રૂપ સંનિધિને ખાય છે. અ૩૫૪
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬.
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૪-૩૫
ભાવાર્થ :
સાધુ કેવળ સંયમના કંડકોની વૃદ્ધિ માટે સંયમવૃદ્ધિનું પ્રામાણિક કારણ દેખાય ત્યારે યતનાપૂર્વક અપવાદો સેવે છે, જેના દ્વારા શમભાવને અનુકૂળ સ્વાધ્યાયાદિમાં ઉચિત યત્ન થાય છે, પરંતુ જેઓ સાધુવેષમાં છે, સુખશીલિયા સ્વભાવવાળા છે તેના કારણે બેંતાલીસ એષણાના દોષમાંથી સંયોગ અનુસાર દોષો સેવે છે. ધાત્રીપિંડ, શવ્યાપિંડને ગ્રહણ કરે છે અર્થાત્ ગૃહસ્થ સાથે સંબંધ રાખે છે, તેથી ગૃહસ્થ પાસેથી અનુકૂળ આહારાદિની પ્રાપ્તિ થાય છે અને શાસ્ત્રમાં શય્યાતર પિંડનો નિષેધ કર્યો હોવા છતાં તેને ગ્રહણ કરે છે. વળી શરીર પ્રત્યે મમત્વના કારણે કે ઇન્દ્રિયની લાલસાના કારણે વારંવાર આહાર ગ્રહણ કરી શરીરને પુષ્ટ કરે છે. વિગઈના ત્યાગનું સામર્થ્ય હોવા છતાં શરીર પ્રત્યેના મમત્વથી વિગઈ સેવે છે અને અનુકૂળતાના અર્થી હોવાથી વાસી એવા ગોળ આદિ દ્રવ્યો સંનિધિરૂપે રાખે છે. જેથી ભોજનકાળમાં તેની પ્રાપ્તિ ન થઈ હોય તોપણ તે સંનિધિ રાખેલા ગોળ આદિથી ઇષ્ટ ભોજનની પ્રાપ્તિ થાય છે. તે સર્વ પાર્થસ્થાદિપણાને પામે છે. ફક્ત સંયમના અત્યંત અર્થી સાધુ આગાઢ કારણે શરીરની તેવી વિષમ સ્થિતિમાં સમાધિની વૃદ્ધિ માટે શક્ય ઉચિત યતના કરે તો તેઓને પાર્થસ્થાદિપણાની પ્રાપ્તિ થાય નહીં. નહિ તો આ સર્વ દોષો સેવનારને પાર્થસ્થાદિ ભાવોની પ્રાપ્તિ થાય. Il૩પ૪ના
ગાથા -
सूरप्पमाणभोई, आहारेई अभिक्खमाहारं ।
न य मंडलिए भुंजइ, न य भिक्खं हिंडई अलसो ॥३५५।। ગાથાર્થ :
સૂર્યપ્રમાણભોજી=સૂર્યાસ્ત સુધી ભોજન કરનાર, વારંવાર આહારને વાપરે છે, માંડલીમાં ભોજન કરતો નથી અને આળસુ ભિક્ષાને માટે જતો નથી. Il૩પપા. ટીકા :
सूर्यप्रमाणेन यावदादित्यस्तिष्ठति तावद् भोक्तुं शीलमस्य सूरप्रमाणभोजी, आहारयत्यभीक्ष्णमाहारमशनादिकं न च नैव मण्डल्यां साधुभिः सह भुङ्क्ते न च भिक्षां हिण्डतेऽलसः आलस्योपहતત્ત્વાતિ પારૂલબા! ટીકાર્ય :
સૂર્યમાન - તત્વતિ | સૂર્યપ્રમાણથી=જ્યાં સુધી સૂર્ય રહે ત્યાં સુધી ખાવાનો સ્વભાવ છે આને એ સૂર્યપ્રમાણભોજી છે, અભીક્ષણ=વારંવાર, અશવાદિ વાપરે છે. માંડલીમાં સાધુઓની સાથે વાપરતો નથી જ, આળસુ ભિક્ષા માટે જતો નથી, કેમ કે આળસથી ઉપહતપણું છે. ૩૫પા
Page #194
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૫-૩૫૬
ભાવાર્થ :
જે સાધુ સૂર્યાસ્તની છેલ્લી ક્ષણ સુધી ભોજન કરનારા છે અર્થાત્ પોતાના પ્રમાદદોષને કારણે સંધ્યાકાળે ભોજન કરે છે અને સૂર્યાસ્ત ન થાય ત્યાં સુધી તેનું ભોજન સમાપ્ત થતું નથી, તે સૂચવે છે કે તે સાધુ સંયમયોગમાં ઉત્થિત નથી, પરંતુ શરીર માટે કે શાતા આદિ માટે આહારાદિ વાપરનારા છે. વળી શ૨ી૨ની શાતા આદિના અર્થી હોવાથી આવા આવા સમયે આવો આવો આહાર કરવો જોઈએ તો આરોગ્ય જળવાઈ રહે, તેમ વિચારીને તે પ્રકારે આહાર કરે છે. તે પણ શાતાનું અર્થીપણું અને શરીરના સૌષ્ઠવના અર્થીપણાને કારણે છે. તેથી તે પ્રવૃત્તિ પાર્શ્વસ્થાદિનો અભિભંજક ધર્મ છે. વળી નિઃસ્પૃહી મુનિઓ શાસ્ત્રમર્યાદા અનુસાર માંડલી ભોજન કરનારા હોય છે. છતાં પોતાને જે ઇષ્ટ હોય તેને ગ્રહણ કરવાની વૃત્તિવાળા જીવો માંડલીમાં ભોજન કરતા નથી. ઇષ્ટ આહાર લાવીને પોતાની રીતે ગ્રહણ કરે છે, એ પણ શાતાની અર્થિતાને કારણે પ્રમાદજન્ય પરિણામ છે, માટે પાર્શ્વસ્થાનો અભિયંજક ધર્મ છે અને આળસુ સ્વભાવના કારણે ભિક્ષા માટે જતા નથી, પરંતુ બીજાને લાવી આપવાનું કહે છે અથવા ગૃહસ્થો લાવી આપે તે ભોજન કરે છે. તેથી સદ્વીર્યને ઉચિત કૃત્યોમાં નહિ પ્રવર્તાવવાનો અધ્યવસાય હોવાથી પાર્શ્વસ્થાદિનું લક્ષણ છે. વળી કોઈ ક્ષીણ શક્તિવાળા સાધુ ભિક્ષા લેવા જવા માટે અસમર્થ હોય, તેથી પાર્શ્વસ્થા નથી, જેમ અર્ણિકાપુત્ર સાધ્વીનો લાવેલો આહાર વાપરતા હતા, તોપણ આળસને કારણે પ્રમાદ કરતા ન હતા. તેથી સન્માર્ગમાં સદ્વીર્યને પ્રવર્તાવતા હોવાથી પાર્શ્વસ્થા ન હતા. II૩૫૫]
ગાથા =
कीवो न कुणइ लोयं, लज्जइ पडिमाइ जल्लमवणेई । सोवाहणो य हिंडइ, बंधइ कडिपट्टयमकज्जे ।। ३५६ ।।
૧૭૭
ગાથાર્થ ઃ
ક્લીબ=હીન સત્ત્વવાળો, લોચને=વાળ ઉખેડવાને, કરતો નથી, પ્રતિમાથી=કાયોત્સર્ગથી લજ્જા પામે છે, જલ્લને=મલને, હાથ અને પાણીથી દૂર કરે છે. પગરખાં સાથે વર્તે એ પગરખાંવાળો ફરે છે, કટીપટ્ટને=કટી ઉપર ચોલપટ્ટને, અકાર્યમાં=કારણ વગર, બાંધે છે અને આને= અકાર્યમાં એ પદને, સર્વ પદોમાં જોડવું. ૩૫૬II
ટીકા
क्लीबो हीनसत्त्वो न करोति लोचं केशोत्पाटनम्, लज्जते प्रतिमया कायोत्सर्गेण, जल्लं मलमपनयति करतोयादिभिः सहोपानदृद्भ्यां वर्त्तत इति सोपानत्कश्च हिण्डते, बध्नाति कटीपट्टकं कट्यां चोलपट्टकमकार्ये कारणं विना, एतच्च सर्वपदेषु सम्बन्धनीयमिति ।। ३५६ ।।
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પદેશમાલા ભાગ-૨ ગાથા-પક
ટીકાર્ય -
રીલો ... સત્પન્થનીતિ | ક્લબત્રહીન સત્વવાળો, લોચ=વાળ ઉખેડવાને, કરતો નથી, પ્રતિમાથી=કાયોત્સર્ગથી લજજા પામે છે, જલને=મલને, હાથ અને પાણીથી દૂર કરે છે, પગરખાં સાથે વર્તે એ પગરખાંવાળો ફરે છે, કદીપકન=કટી ઉપર ચોલપટ્ટકને, અકાર્યમાં કારણ વગર, બાંધે છે અને આને અકાર્યમાં એ પદને સર્વ પદોમાં જોડવું. ૩૫ ભાવાર્થ :
સાધુએ મોહનો નાશ કરવા માટે શક્તિને ગોપવ્યા વગર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ અને શક્તિના પ્રકર્ષથી કષ્ટોમાં શમભાવની વૃદ્ધિ થાય તેવો યત્ન કરવો જોઈએ, આમ છતાં જે સાધુ કષ્ટોથી દૂર રહેવાની મનોવૃત્તિવાળા છે તેવા હીન સત્ત્વવાળા લોચ કરતા નથી તે શમભાવની વૃદ્ધિના ઉપાયનું અસેવન હોવાથી પાર્શ્વસ્થાદિનું સૂચક છે. વસ્તુતઃ જે સાધુ શમભાવના અત્યંત અર્થી છે, તેઓ પોતાની શક્તિ અનુસાર લોચાદિ કષ્ટોની ઉપેક્ષા કરીને અંતરંગ સ્વપરાક્રમથી નિર્લેપ થવા પ્રયત્ન કરે છે. કોઈકની તેવી શારીરિક સ્થિતિ હોય, તેના કારણે લોચના કષ્ટકાળમાં ઉપયોગ અરતિવાળો રહે તો તે મહાત્મા પોતાની વૃતિને અનુરૂપ અલ્પ લોચ કરે અને શેષ મુંડન કરાવે અને ધીરે ધીરે લોચમાં પણ ચિત્ત અરતિ પામે નહિ, તે રીતે સંપન્ન થવા અભ્યાસ કરે તે હીનસત્ત્વવાળા નથી, પરંતુ શમભાવના અર્થી છે અને શમભાવને અનુકૂળ સત્ત્વ સંચય કરી રહ્યા છે, માટે સુસાધુ છે અને જેઓ લોચાદિ કષ્ટો વેઠે છે, છતાં શમભાવને અનુકૂળ અંતરંગ યત્ન કરતા નથી, ફક્ત અમે લોચ કરીએ છીએ, કષ્ટો વેઠીએ છીએ, માટે સુસાધુ છીએ તેમ માને છે, તેઓ બાહ્યથી લોચ કરનારા હોવા છતાં પરમાર્થથી કષાયોના મુંડનરૂપ ભાવલોચને અનુરૂપ દ્રવ્યલોચ કરનારા નહિ હોવાથી હીનસત્ત્વવાળા સાધુ છે.
વળી કાયોત્સર્ગ કરવામાં લજ્જા પામે છે, તે પાર્થસ્થા છે અર્થાત્ સાધુ વિશેષ કોઈ પ્રયોજન ન હોય ત્યારે ધ્યાન-અધ્યયનમાં યત્ન કરતા હોય છે, તે વખતે કાયોત્સર્ગ મુદ્રામાં રહીને શરીરને સ્થિર રાખીને સૂત્રોથી વાસિત કરતા હોય છે; કેમ કે સુસાધુ શમભાવના અર્થી હોય છે, પરંતુ જે સાધુ તે પ્રકારે શમભાવને અનુકૂળ કાયોત્સર્ગ મુદ્રામાં રહીને આત્માને તત્ત્વથી વાસિત કરવાની ક્રિયામાં આળસ કરે છે, તે સાધુ શક્તિ હોવા છતાં તે ક્રિયામાં અનાદરવાળા હોવાથી પાર્શ્વસ્થા છે. તેથી જે સાધુ ભગવાનના વચનના બોધવાળા છે, તેમને તો શમભાવની વૃદ્ધિના ઉપાયમાં અત્યંત રાગ વર્તે છે. તેઓ શક્તિના પ્રકર્ષથી અપ્રમાદને સેવીને કાયોત્સર્ગ દ્વારા શમભાવની વૃદ્ધિના અર્થી છે. ફક્ત તે પ્રકારનું શરીરનું ધૃતિબળ નહિ હોવાથી કદાચ તે પ્રકારની પ્રવૃત્તિ ન કરે તો પણ વારંવાર તે અવસ્થાનું ભાવન કરીને તે અવસ્થાને અનુકૂળ બળ સંચય કરવા યત્ન કરે છે, તે સુસાધુ છે અને જેઓને તે પ્રકારે સત્ત્વ ફોરવવાનો અધ્યવસાય નથી અને શક્તિ હોવા છતાં પ્રતિમામાં રહીને આત્માને ભાવિત કરવામાં ઉપેક્ષાવાળા છે, તેઓ પાર્થસ્થાદિ છે.
વળી શરીર પરના મલને હાથથી કે પાણીથી દૂર કરે છે, તેઓ દેહની સુંદરતાના અર્થી હોવાથી પાર્શ્વસ્થા છે; કેમ કે સુસાધુ શરીરને પણ ધર્મના ઉપકરણરૂપે ધારણ કરે છે અને સમભાવની વૃદ્ધિનું
Page #196
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૬–૩૫૭
૧૭૯
કારણ બને તે રીતે દેહનું પાલન કરે છે. તેથી જેઓ શાતાના અર્થી થઈને મલને દૂર કરે છે, તેવા અવસ્થિત પરિણામવાળા છે તેઓ પાર્શ્વસ્થા છે.
વળી જેઓ પગરખાંને ધારણ કરે છે, તેઓ શાતાના અર્થી હોવાથી ધર્મના ઉપકરણથી અતિરિક્ત ઉપાનહને ધારણ કરે છે. જેમાં જીવહિંસાની પણ અધિક સંભાવના છે; કેમ કે ઈર્યાસમિતિપૂર્વક ચાલવા છતાં તે સ્થાનમાં ચક્ષુને અગોચર કોઈ સૂક્ષ્મ જીવ હોય તો પગરખાં વગર ગમન કરવાથી તેના રક્ષણની થોડી સંભાવના રહે છે, પણ પગરખાંને કારણે તેની હિંસા થાય છે. તેમ જાણવા છતાં શાતાના અર્થી પગરખાં પહેરે છે, તેઓ પાર્શ્વસ્થાદિ છે. વસ્તુતઃ સુસાધુએ શમભાવની વૃદ્ધિમાં દેહને પ્રવર્તાવવો જોઈએ અને જ્યારે સંયમની વૃદ્ધિમાં શરીર શિથિલ જણાય ત્યારે શક્તિ હોય તો વિધિપૂર્વક અનશનાદિ દ્વારા શરીરનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ દેહનું મમત્વ વધે અથવા ચિત્તમાં સૂક્ષ્મ પણ રહેલું દેહનું મમત્વ પુષ્ટ થાય તેવી પગરખાંને ધારણ કરવાની ક્રિયા કરે તો સંયમ મલિન થાય છતાં તે રીતે જેઓ હંમેશાં કરે છે તે પાર્શ્વસ્થાદિ છે.
વળી સુસાધુ અચેલ પરિષહને જીતનારા હોય છે, તેથી ધર્મના ઉપકરણ સિવાય કોઈ વસ્ત્ર ધારણ કરતા નથી અને જે ધારણ કરે છે, નગ્નતાના પરિહાર માટે, જીવરક્ષા માટે અને ધ્યાન-અધ્યયનમાં બાધક થાય તેવા ઠંડી વગેરેના પરિહાર માટે ધારણ કરે છે. તેથી પોતે વસ્ત્ર ધારણ કરતા નથી એવો અધ્યવસાય સ્થિર કરવા માટે અને નગ્નતાના પરિહાર માટે જે ચોલપટ્ટક ધારણ કરે છે, તે ઢીંચણથી ઉપર અને નાભિથી નીચે ધારણ કરે છે અને કેડમાં તેને વાળતા નથી, પરંતુ નગ્નતાના પરિહાર પૂરતું જ ધારણ કરે છે. વર્તમાનમાં જિતવ્યવહાર અનુસાર કંદોરાનું વિધાન છે, છતાં જેઓ ચોલપટ્ટાને કેડમાં વાળે છે, તેઓ શિથિલાચાર સેવનારા હોવાથી પાર્શ્વસ્થાદિ છે. અપવાદિક કારણ ન હોય તો સાધુએ શાસ્ત્રમર્યાદાનુસા૨ વસ્ત્રાદિ ધારણ કરવાં જોઈએ. ગાથામાં અકાર્યમાં એ પદનો સંબંધ ગાથા-૩૫૪-૩૫૫૩૫૬માં બતાવેલી સર્વ આચરણાઓ સાથે જોડવો. II૩પા
ગાથા =
गामं दे च कुलं, ममायए पीढफलगपडिबद्धो ।
घरसरणेसु पसज्जइ, विहरइ य सकिंचनो रिक्को ।। ३५७ ।।
ગાથાર્થ ઃ
ગામ, દેશ, ફુલ મારાં આ છે એ પ્રમાણે માને છે. પીઠ-ફ્લકમાં પ્રતિબંધવાળા છે, ઘરશરણમાં આસક્ત છે અને સચિન વિચરે છે, રિક્ત=નિગ્રંથ હું છું, એ પ્રમાણે માને છે. II૩૫૭।।
ટીકા
ग्राममुपलक्षणं चेदं नगरादीनां देशं च लाटदेशादिकं, कुलमुग्रादिकं, 'ममायए'त्ति ममैतदिति मन्यते पीढफलकप्रतिबद्धः ऋतुबद्धेऽपि तत्सेवनासक्त इत्यर्थः गृहसरणेषु भवननीव्रादिषु, गृहस्मरणेषु,
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ઉપદેશમાલા ભાગ-૨ | ગાયાवा पूर्वोपभुक्तचिन्तनेषु प्रसज्यते घटते, विहरति च सकिञ्चनो हिरण्यादि युक्तस्तथाऽपि रिक्तोऽहमिति निर्ग्रन्थोऽहमिति प्रकाशयन्निति ।।३५७।। ટીકાર્ય :
મનુષના ... પ્રાણાયારિ ગામ અને નગર આદિનું આ ઉપલક્ષણ છે, દેશ લાદેશ આદિ છે, કુલ ઉગ્ર આદિ છે, મારાં આ છે, એ પ્રમાણે માને છે અર્થાત્ પોતે ગૃહસ્થ અવસ્થામાં તે નગરાદિનો સ્વામી હોય અને સંયમ લીધા પછી પણ તે મારાં નગરાદિ હતાં તેમ માને છે અથવા તે બધા પ્રત્યે અનુકૂલતાને કારણે મમત્વબુદ્ધિ છે, પીઠ-ફલકમાં પ્રતિબદ્ધ છે=ઋતુબદ્ધ કાલમાં પણ અર્થાત ચાતુર્માસ સિવાય પણ તેના સેવનમાં આસક્ત છે, ગૃહસરણમાંeભવાનીદ્રોમાં અથવા પૂર્વે ભોગવેલા ભોગોના ચિતવનમાં જોડાય છે અને સકિંચન=હિરણ્ય આદિથી સહિત, વિચરે છે, તોપણ રિક્તકણું વિથ છુ, એ પ્રમાણે કહે છે. ૩૫૭ના ભાવાર્થ
જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી જિનવચનનું અવલંબન લઈને તેના ભાવો પ્રત્યે જવા માટે યત્ન કરતા નથી, તેઓ સંયમની બાહ્ય ક્રિયાઓ કરતા હોય તો પણ તેમનું ચિત્ત બાહ્ય ભાવોને અવલંબીને પ્રવૃત્તિ કરનારું હોવાથી ગામ, નગર, સુંદર દેશ, સુંદર કુલ એ બધા સાથે પરિચય થવાને કારણે તેઓ પોતાનાથી વાસિત હોય અર્થાત્ તે ગામ, નગર આદિમાં રહેનારા જીવો પોતાના પ્રત્યે ભક્તિભાવવાળા હોય તો તે માને છે. આ બધાં મારાં છે, વસ્તુતઃ સંયમની ક્રિયા દ્વારા તેઓ અસંગભાવમાં જતા નથી, તેમનું ચિત્ત બાહ્ય પદાર્થોમાં રમે છે, તેથી પાર્શ્વસ્થા છે. વળી સાધુને માત્ર ચોમાસામાં જીવદયા માટે પીઠફલક ગ્રહણ કરવાની અનુજ્ઞા છે, તોપણ સુખશીલ સ્વભાવ હોવાને કારણે રોષકાળમાં અનુકૂળતા પ્રમાણે વસતિમાં રહેલા પીઠ-ફલકાદિનો ઉપયોગ કરે છે, તેથી સંયમના પ્રયોજન સિવાય કોઈ વસ્તુનું ગ્રહણ કરવું જોઈએ નહિ, એ પ્રકારે પ્રતિબંધ નથી, પરંતુ ગૃહસ્થની જેમ જ પોતાને અનુકૂળ જણાય તે રીતે સામગ્રીના ગ્રહણનો પરિણામ છે, તેથી તે સાધુ પાર્શ્વસ્થા છે.
વળી જે વસતિમાં પોતે ઊતર્યા હોય તે સ્થાનમાં વરસાદનું પાણી આવતું હોય તો, નેવાં વગેરે સમારકામ કરવાની પ્રેરણા કરે, જેથી પોતે ત્યાં સુખપૂર્વક બેસી શકે, વસ્તુતઃ તે પ્રકારના આરંભ-સમારંભમાં સાધુએ પ્રયત્ન કરવો જોઈએ નહિ, પરંતુ જીવરક્ષાના પરિણામવાળા સાધુએ બીજા સ્થાને બેસીને તે હિંસામાં પોતે નિમિત્ત ન બને તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, પરંતુ સૂક્ષ્મ બોધ અને વિવેકના અભાવને કારણે પોતાને આવશ્યક જણાય તે રીતે સમારકામ કરાવીને રહે તે પાર્થસ્થા છે અથવા ઘર સ્મરણમાં પ્રવર્તે અર્થાત્ સંયમ પૂર્વે કરેલા ભોગવિલાસનું ચિંતવન કરે તે પાર્થસ્થા. વળી જે સાધુ ધનસંપત્તિથી યુક્ત છે અથવા ઉપાશ્રય વગેરે પોતાનાં નિયત સ્થાનો છે, તે સકિંચન છે અર્થાત્ સમૃદ્ધિવાળા છે, છતાં અમે સાધુ છીએ, અમારું કંઈ નથી એમ કહે છે, તે પાર્થસ્થા સાધુ છે. ll૩૫ના
Page #198
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૩પ૮
૧૮૧ ગાથા -
नहदंतकेसरोमे जमेइ, उच्छोलधोवणो अजओ ।
वाहेइ य पलियंकं, अइरेगपमाणमत्थुरइ ॥३५८।। ગાથાર્થ :
નખ, દાંત, વાળ, રુવાંટીને સમારે છે, અયતનાથી ઘણા પાણીથી ધોવણ કરે છે, પલંગને વાપરે છે, પ્રમાણથી વધારે સંથારો વાપરે છે. II3૫૮II ટીકા :
नखदन्तकेशरोमाणि यमयति-राढया समारचयतीत्यर्थः, उत्सोलया प्रभूतोदकेनाऽयतनया धावनं हस्तपादादिक्षालनं यस्यासावुत्सोलधावनो अत एवायतो गृहस्थकल्पत्वाद्, वाहयति च परिभुङ्क्ते पल्यङ्कमतिरेकप्रमाणं संस्तारकोत्तरपट्टकादतिरिक्तम् अत्थुरइ ति आस्तृणाति સસ્તારથીત્યર્થ પારૂલ૮ાા ટીકાર્ય :
નયન સંતારવતીચર્થ નખ-દાંત-વાળ-રુવાંટીશોભાથી સમારકામ કરે છે, ઘણા પાણી વડે અયતનાથી હાથ-પગ વગેરેને ક્ષાલન છે જેને આ ઉત્સોલધાવતવાળો છે, આથી જ અયતનાવાળો છે; કેમ કે ગૃહસ્થની સમાનપણું છે અને પલંગને વહન કરે છેઃવાપરે છે, સંથારિયું અને ઉત્તરપટ્ટાથી વધારે સંથારાને વાપરે છે. ૩૫૮. ભાવાર્થ
સાધુ સંયમની વૃદ્ધિના કારણભૂત ઉચિત પ્રવૃત્તિને છોડીને શરીરની શોભા કે શાતા માટે કોઈ પ્રવૃત્તિ કરતા નથી, છતાં સંયમ ગ્રહણ કર્યા પછી પણ જેનું ચિત્ત બાહ્ય પદાર્થોમાં વર્તે છે, તેઓ નખ-દાંતવાળ-રુવાંટીને સુશોભિત દેખાય તે રીતે સ્વચ્છ કરે છે, તેઓ બાહ્ય શોભાના અર્થી છે, શરીરની શાતાના અર્થી છે, માટે પાર્થસ્થા છે. વળી બહારથી આવ્યા હોય ત્યારે કોઈક અશુચિવાળા સ્થાનથી આવેલા હોવાને કારણે પરિમિત જલથી હાથ-પગ વગેરેનું પ્રક્ષાલન આવશ્યક હોય તોપણ ઘણા પાણીથી ધુએ તે પાર્થસ્થા સાધુ છે. આથી અયત છે=સંયમમાં યતનાવાળા નથી; કેમ કે ગૃહસ્થની જેમ સ્વચ્છતાના અર્થી છે, માટે પાર્થસ્થા છે. વળી પલંગ અર્થાતુ પાટ ઉપર બેસે છે, વસ્તુતઃ સાધુએ શુદ્ધ ભૂમિમાં યતનાપૂર્વક બેસવું જોઈએ, ફક્ત વર્ષાઋતુમાં જીવરક્ષા માટે યતનાપૂર્વક પાટ આદિનો ઉપયોગ કરવાનો છે, છતાં અનુકૂળતા માટે ઉપયોગ કરે છે, તેઓ પાર્થસ્થા છે. વળી રોગ વગેરે વિશિષ્ટ કારણ ન હોય છતાં સંથારીયું, ઉત્તરપટ્ટાથી અધિક સંથારો પાથરે છે અને તેના દ્વારા શાતાના અર્થી છે, તે પાર્શ્વસ્થા છે; કેમ કે સાધુએ હંમેશાં સંવૃતગાત્ર અને સંવૃત મનવાળા થઈને સંયમને ઉપષ્ટભક વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, તે સિવાય શરીરની શાતાના અર્થી થઈને કાંઈ ગ્રહણ કરવું જોઈએ નહિ. I૩૫૮ાા
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૫૯
ગાથા -
सोवइ य सव्वराई, नीसठुमचेयणो न वा झरइ ।
न पमज्जंतो पविसइ, निसीहियावस्सियं न करे ।।३५९।। ગાથાર્થ :
અને સર્વ રાત્રિ સૂએ છે, અચેતન-નિચેષ્ટ સૂએ છે અથવા સ્વાધ્યાય કરતો નથી, પ્રમાર્જના કરતો પ્રવેશ કરતો નથી, વૈષેલિકી અને આવશ્યકી કરતો નથી. [૩૫૯ll ટીકા :
स्वपिति च सर्वरात्रं 'नीसटुं'ति निःप्रसरमचेतनः काष्ठवत् 'न वा झरइ' त्ति स्वाध्यायं न करोतीत्यर्थः, न प्रमृजन रजोहरणेन प्रविशति वसतो तमसीति गम्यते, नैषेधिकीं प्रविशन्नावश्यिकां निर्गच्छन्न करोतीति ।।३५९॥ ટીકાર્ય :
ત્તિ ... કરોતિ છે અને આખી રાત્રિ સૂએ છે, નિઃપ્રસર=અચેતન, લાકડાની જેમ સૂએ છે, સ્વાધ્યાય કરતો નથી, અંધકારમાં રજોહરણથી પ્રાર્થના કરતો વસતિમાં પ્રવેશ કરતો નથી, પ્રવેશ કરતો નધિકીને જતો આવશ્યકીને કરતો નથી. અ૩૫૯ ભાવાર્થ :
જે સાધુ સર્વત્ર શમભાવની પરિણતિવાળા છે, તેઓ સતત જિનવચનનું અવલંબન લઈને અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે સંયમયોગમાં ઉસ્થિત રહે છે, પરંતુ જેઓ શાતાના અર્થી છે, તેઓ આખી રાત સૂઈ રહે છે અથવા રાત્રે સૂએ ત્યારે ગાઢ નિદ્રામાં અચેતનની જેમ સૂએ છે. વસ્તુતઃ સુસાધુ ગાઢ નિદ્રા ન આવે તે રીતે સંકોચાઈને સૂએ છે; કેમ કે સંયમને અનુકૂળ સંવરનો પરિણામ નિદ્રાકાળમાં પણ વર્તવો જોઈએ, તેને બદલે ગૃહસ્થની જેમ જેઓ ઘસઘસાટ ઊંઘે તે પાર્થસ્થા સાધુ છે. વળી રાત્રે વસતિમાં પ્રવેશ કરતી વખતે કે અંધકારમાં વસતિમાં પ્રવેશ કરતી વખતે રજોહરણથી પ્રમાર્જન કરીને પ્રવેશ કરતા નથી, તેમનું ચિત્ત ષકાયના પાલનને અનુકૂળ દયાળુ નથી, તેથી પાર્શ્વસ્થા છે. વળી સ્વાધ્યાય કરીને સંયમની વૃદ્ધિ થાય તે રીતે આત્માને સતત ભાવિત કરતા નથી, તેઓ પાર્શ્વસ્થા છે. વળી સંયમનું પ્રયોજન હોય ત્યારે વસતિથી બહાર જતી વખતે સંયમની વૃદ્ધિને અનુકૂળ દૃઢ ઉપયોગ પ્રવર્તે તેવી પ્રતિજ્ઞા કરવા માટે સુસાધુ આવશ્યકી કરે છે અને સમિતિપૂર્વક તે પ્રવૃત્તિ કરે છે. જેથી તે પ્રવૃત્તિ દ્વારા અવશ્ય સંયમની વૃદ્ધિ થાય અને સંયમનું પ્રયોજન ન હોય તેવા કૃત્ય માટે બહાર જતા નથી. આ રીતે આવશ્યક આદિ નહિ કરનારા પાર્થસ્થા સાધુ છે. વળી અવશ્ય કાર્ય પૂર્ણ થયું, માટે હવે વસતિમાં અત્યંત સંવૃત ગાત્રવાળો થઈને હું સંયમની વૃદ્ધિ કરીશ, એ પ્રકારની પરિણતિને અતિશયિત કરવા માટે સાધુ નિસહિના પ્રયોગથી
Page #200
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩પ૯-૩૬૦
૧૮૩ પ્રતિજ્ઞા કરે છે અને જેઓ તે રીતે નિશીહિ બોલતા નથી અથવા નિસાહિ બોલ્યા પછી તે રીતે સંવૃત રહેતા નથી તે પાર્થસ્થા છે. IIઉપલા ગાથા :
पायपहे न पमज्जइ, जुगमायाए न सोहए इरियं ।
पुढविदगअगणिमारुय-वणस्सइतसेसु निरविक्खो ॥३६०।। ગાથાર્થ :
માર્ગમાં પગને પ્રમાર્જન કરતા નથી, યુગમાત્રથી ઈર્યાને શોધતા નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ અને ત્રસ જીવોમાં નિરપેક્ષ છે. ll૩૬૦I. ટીકા -
पादौ पथि मार्गे रजोदिग्धौ विजातीयपृथिवीसङ्क्रमे न प्रमार्जयति, युगमात्रया दृष्ट्येति गम्यते, न शोधयति ईर्यतेऽस्यामिति ईर्या तं गच्छन् वर्तनीमित्यर्थः पृथिव्युदकाग्निमारुतवनस्पतित्रसेषु एतद्विषये निरपेक्षः, तदुपमर्दनं कुर्वन् निःशङ्क इति ।।३६०॥ ટીકાર્ય :
પતો ઇ .... નિ:શ હરિ I માર્ગમાં વિજાતીય એવા પૃથ્વીનો સંક્રમ થયે છતે રજથી ખરડાયેલા પગનું પ્રમાર્જન કરતા નથી, યુગમાત્રાથી યુગમાત્ર દષ્ટિથી, ઈથને શોધતા નથી=જેમાં ગમન કરાય છે તે ઈથ, તેને શોધતા નથી=માર્ગમાં જતાં ભૂમિનું સમ્યમ્ અવલોકન કરતા નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ અને ત્રાસ એ જીવોના વિષયમાં નિરપેક્ષ છે તેના ઉપમઈનને અર્થાત્ કચ્ચરઘાણ, કરતો નિશંક છે. ૩૬૫ ભાવાર્થ :
જે સાધુ અત્યંત દયાળુ છે અને જિનવચનથી અત્યંત ભાવિત છે, તેઓ સંયમના પ્રયોજનથી વિહાર કરતા હોય ત્યારે પોતાના પગ વિજાતીય રજથી ખરડાયેલા હોય અર્થાત્ ગામની રજથી વિજાતીય ગામ બહારની રજ અથવા ગામ બહારની રજથી વિજાતીય ગામની રજથી ખરડાયેલા હોય ત્યારે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જતા પહેલાં પગનું પ્રમાર્જન કરે છે, તેથી તે સ્થાનની સચિત્ત પૃથ્વીની રજા અન્ય સ્થાનમાં સંક્રમણ પામે નહિ, તેનાથી પૃથ્વીકાયના જીવોની રક્ષાને અનુકૂળ દયાનો અધ્યવસાય અતિશય થાય છે, પરંતુ જે સાધુ આ રીતે યત્ન કરતા નથી, તેમનામાં પકાયના પાલનના અધ્યવસાયનો અભાવ હોવાથી તેઓ પાર્શ્વસ્થા છે.
વળી માર્ગમાં જતાં કોઈ જીવ છે કે નહિ તેનો યુગમાત્ર દૃષ્ટિથી ઉપયોગ રાખીને ગમન કરતા નથી, પરંતુ ધૂનમાં ચાલનારા કે વાતો વગેરે કરવાના વ્યાપારવાળા છે, તેઓ પાર્થસ્થા છે. વળી જેઓ પૃથ્વી
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૦-૩૬૧ આદિ ષકાયના પાલનમાં નિરપેક્ષ છે અર્થાતુ અત્યંત જયણાપૂર્વક ગમનાદિ કરનારા નથી અથવા કોઈ પ્રયોજન ન હોય તો જે તે પ્રવૃત્તિ માટે ગમન કરનારા છે, તેનાથી પકાયની વિરાધના થાય છે, તેવા નિરપેક્ષ પરિણામવાળા સાધુ પાર્શ્વસ્થા છે. સામાન્યથી સુસાધુ આ સર્વ દોષોના પરિહારમાં યત્ન કરનારા હોય છે. ક્યારેક પ્રમાદવશ અલના પામે છે, તેટલો પાર્થસ્થાનો અંશ તેમને પ્રાપ્ત થાય છે. છતાં ફરી અભ્યસ્થિત થતા હોવાથી સુસાધુ છે. વળી જે તે પ્રકારની યતના પ્રત્યે નિરપેક્ષ છે, સદા તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે, તેઓ પાર્શ્વસ્થા છે. II૩૬oll
ગાથા -
सव्वं थोवं उवहि, न पेहए न य करेइ सज्झायं ।
सद्दकरो झंझकरो, लहुओ गणभेयतत्तिल्लो ।।३६१।। ગાથાર્થ -
સર્વથી થોડી પણ ઉપધિનું પડિલેહણ કરતા નથી, સ્વાધ્યાય કરતા નથી, શબ્દક રાત્રે મોટા અવાજથી બોલનારા, ઝંઝકર કલહ કરવાના સ્વભાવવાળા, લઘુ-તુચ્છ સ્વભાવવાળા, ગણભેદમાં તૃપ્તિવાળા સાધુ પાર્શ્વસ્થા છે. Il39૧|| ટીકા :
अपि शब्दस्य लुप्तनिर्दिष्टत्वात् सर्वस्तोकमप्युपधिं मुखवस्त्रादिकं न प्रेक्षते न च करोति स्वाध्यायमुक्तमेवेदमिति चेन्न, तत्र रात्रावत्र तु दिवापीति विशेषः, यदि वा तत्र गुणनमिह वाचनादिकमिति शब्दकरो रात्री सुप्ते जने बृहच्छब्दकरणशीलः झंझा कलहस्तत्करो राटिप्रिय इत्यर्थः । लघुरेव लघुकस्तुच्छत्वाद् गणो गच्छस्तस्य भेदः परस्परं चित्तविश्लेषस्तस्मिन् 'तत्तिल्लो' त्ति तप्तिमान् गणभेदतप्तिमान् गच्छविघटनतत्पर इत्यर्थः ॥३६१॥ ટીકાર્ય :
શકાય ઈ. | ગ શબ્દનું લુપ્ત નિર્દિષ્ટપણું હોવાથી ગાથામાં સઘંઘો પછી ગપિ શબ્દ અધ્યાહાર હોવાથી, સર્વથી થોડી પણ ઉપધિ મુહપતિ આદિને પ્રેક્ષણા કરતા નથી, સ્વાધ્યાય કરતા નથી. આ સ્વાધ્યાય કરતા નથી એ, ગાથા-૩૫૯માં કહેવાયેલું છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો કહે છે - ત્યાં=ગાથા-૩૫લ્માં, રાત્રે સ્વાધ્યાય કરતા નથી. અહીં વળી દિવસે પણ સ્વાધ્યાય કરતા નથી, એ પ્રકારનો વિશેષ છે અથવા ત્યાં ગુણનને ગ્રહણ કરે છે. અહીં વાચનાદિને ગ્રહણ કરે છે, શબ્દકર=રાત્રે લોક સૂઈ ગયા પછી મોટા અવાજે બોલવાવાળા, ઝંઝા= કલહ, તેને કરવાના સ્વભાવવાળા=ઘોંઘાટપ્રિય, લઘુ જ તુચ્છપણું હોવાથી લઘુક, ગણ=ગચ્છ, તેનો ભેદ=પરસ્પર ચિત્તનો વિશ્લેષ, તેમાં તૃતિવાળા=ગચ્છભેદમાં તૃતિવાળા=ગચ્છના સાધુના ચિતમાં મતભેદ ઊભો કરવામાં તત્પર, હોય છે. na૬૧n
Page #202
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૬૧-૨૬ર
૧૮૫ ભાવાર્થ :| સર્વ જીવોને ભિન્ન ભિન્ન પ્રકારના પરિણામનાં આપાદક મોહનીય કર્મોના ઉદયો વર્તે છે, તેથી જેનામાં જે કર્મ જે પ્રકારનું પ્રચુર હોય તેને અનુરૂપ તે તે ભાવોમાંથી તે તે જીવો આનંદ લઈ શકે છે. આથી જ સાધુ થયા પછી પણ જો તે તે પ્રકારનાં મોહ આપાદક કર્મો શિથિલ થયાં ન હોય તો તે તે પ્રકારની ચેષ્ટા કરીને તેઓ પાર્શ્વસ્થા થાય છે, જેમ કેટલાકનો સ્વભાવ અત્યંત આળસુ હોય છે. તેથી મુહપત્તિ આદિ થોડી ઉપધિનું પણ પડિલેહણ કરતા નથી. કદાચ પડિલેહણ કરે છે તો જેમ તેમ કરે છે, યતનાપૂર્વક કરતા નથી, તે સર્વ દયાળુ સ્વભાવને અતિશય કરવામાં બાધક એવો પ્રમાદનો પરિણામ છે, માટે તે સાધુ પાર્થસ્થા છે. વળી દિવસે પણ આત્માને વાચનાદિ દ્વારા ભાવિત કરવા યત્ન કરતા નથી, જે તે પ્રવૃત્તિ દ્વારા કાલ પસાર કરે છે, તે સાધુ પાર્શ્વસ્થા છે; કેમ કે નિગ્રંથભાવ પ્રત્યે ગમન કરનાર જ સાધુ છે અને નિગ્રંથભાવ પ્રત્યે જવામાં પ્રબળ કારણ સ્વાધ્યાયની સમ્યગુ પ્રવૃત્તિ છે, છતાં તેમાં ઉપેક્ષા કરે છે. વળી રાત્રે કોઈને કાંઈ સૂચનાદિ કરવું હોય ત્યારે પણ મોટા શબ્દોથી બોલે છે. જેથી બીજા જીવો જાગી જાય અને આરંભ-સમારંભ કરે, તે વિષયમાં ઉચિત યતનાના પરિણામવાળા નથી તે પાર્થસ્થા છે. વળી કેટલાકનો સ્વભાવ કલહ કરવાનો હોય છે, તેથી જે તે નિમિત્તે જે તે સાધુ સાથે કલહ કરીને પોતાના ચિત્તને કાલુષ્યવાળું રાખે છે તે પાર્થસ્થા સાધુ છે. વળી કેટલાક સાધુ સ્વભાવથી તુચ્છ હોય છે. તેથી તેઓને તુચ્છ વસ્તુમાં રસ હોય છે, પણ તત્ત્વચિંતા કરતા નથી તે પાર્થસ્થા સાધુ છે. તેઓ તુચ્છ સ્વભાવને કારણે યોગ્ય જીવોને પણ સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિમાં વિઘ્ન કરી ક્લિષ્ટ કર્મ બાંધે છે, વળી કેટલાક સાધુ ગણભેદ કરીને તૃપ્તિ અનુભવે છે. તેથી એક ગણનું કોઈક કથન બીજા ગણમાં તે રીતે કહે જેથી બે ગણની વચમાં મતભેદ થાય તે પાર્શ્વસ્થા સાધુ છે. ll૩ના
ગાથા -
खित्ताईयं भुंजइ, कालाईयं तहेव अविदिन्नं ।।
गिण्हइ अणुइयसूरे, असणाई अहव उवगरणं ॥३६२।। ગાથાર્થ :
ગાતીતને ભોગવે છે, કાલાતીતને ભોગવે છે, તેમજ આદતને ગ્રહણ કરે છે, સૂર્ય નહિ ઊગ્યે છતે આહારાદિને અથવા ઉપકરણને ગ્રહણ કરે છે. [૩૬શાં ટીકા -
क्षेत्रातीतम् अतिक्रान्तद्विगव्यूतं भुङ्क्तेऽशनादीति सम्बन्धः, कालातीतं ग्रहणकालात् पौरुषीत्रयातिवाहनेन, तथैवाविदत्तं गृह्णात्यनुदिते सूरेऽशनाद्यथवोपकरणं वस्त्रादि भगवद्भिरननुज्ञातत्वाલિતિ શારદા
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧ર-૩૬૩ ટીકાર્ચ -
ક્ષેત્રાતિમ્ · તત્વાતિ ક્ષેત્રાતીન=આહારાદિ ગ્રહણ કરીને બે ગાઉ ઓળંગી ગયા પછી ભોગવે છે, કાલાતીત આહારાદિ ગ્રહણ કર્યા પછી ત્રણ પોરિસી થઈ ગયા પછી વાપરે છે. તે પ્રમાણે જ નહિ અપાયેલાને ગ્રહણ કરે છે, સૂર્યોદય ન થયો હોવા છતાં અશનાદિને અથવા ઉપકરણને=વસ્ત્રાદિને, ગ્રહણ કરે છે, તે પાર્થસ્થા છે; કેમ કે ભગવાન વડે અનનુજ્ઞાતપણું છે. ll૩૬૨ા ભાવાર્થ :
જે સાધુ ભાવથી શમભાવના પરિણામવાળા છે તેઓ શમભાવના ઉત્કર્ષનું કારણ બને તેવી સંયમની સર્વ ક્રિયા નિવચનાનુસાર અપ્રમાદથી કરે છે, તેઓ વિહાર કરીને કોઈ સ્થાને જતા હોય ત્યાં ગોચરીની પ્રાપ્તિ દુર્લભ જણાય તો તે ક્ષેત્રથી આહારાદિ ગ્રહણ કરીને બીજા ક્ષેત્રમાં જાય છે, ત્યારે આગળનું ક્ષેત્ર બે ગાઉથી વધારે દૂર હોય તો વચમાં આહાર વાપરીને આગળ જાય છે, પરંતુ જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરવામાં પ્રસાદી સાધુઓ બે ગાઉથી અધિક દૂરના ક્ષેત્રથી લાવેલો આહાર પણ વાપરે છે, આહારાદિ ગ્રહણ કરીને બે પોરિણી સુધી વાપરી શકાય, છતાં ત્રણ પોરિસી થયા પછી વાપરે તે સાધુ કદાચ બીજી ઉચિત પ્રવૃત્તિમાં અપ્રમાદી હોય તોપણ ક્ષેત્રાતીત અને કાલાતીત આહારના ગ્રહણમાં પ્રમાદી હોવાથી તેટલા અંશે પાર્થસ્થા છે. આથી જ જો સાધુમાં તેવા પ્રકારની શારીરિક વિકલતા ન હોય તો અવશ્ય ક્ષેત્રાતીત અને કાલાતીત આહાર ગ્રહણ કરે નહિ અને પોતાના માટે તે ક્ષેત્રમાંથી આહાર મંગાવીને પણ ગ્રહણ કરે નહિ, ફક્ત સમાધિનો પ્રશ્ન હોય, શારીરિક બળ ક્ષીણ થયેલું હોય ત્યારે યતનાપૂર્વક કદાચ અપવાદથી કાલાતીત ગ્રહણ કરે તો પણ અંતરંગ પરિણામ સુવિશુદ્ધ હોવાથી દોષની પ્રાપ્તિ થાય નહિ.
વળી તે પ્રમાણે જ=જે પ્રમાણે ક્ષેત્રાતીતાદિ ગ્રહણ કરે છે તે પ્રમાણે જ, તીર્થંકરાદિ વડે અનુજ્ઞા નહિ અપાયેલ એવો આહાર ગ્રહણ કરે છે, તેઓ પાર્શ્વસ્થા છે. વળી સૂર્યોદય પહેલાં અશનાદિ વહોરી લાવે કે સંયમનું ઉપકરણ વસ્ત્રાદિ પ્રાપ્ત થતું હોય તો તે ગ્રહણ કરે તે પાર્શ્વસ્થા છે; કેમ કે નવકારશી વાપરતા સાધુને પણ ભગવાને સૂર્યોદય પહેલાં આહાર ગ્રહણ કરવાનો નિષેધ કરેલ છે, છતાં પ્રમાદવશ જેઓ એવી પ્રવૃત્તિ કરે છે તેઓ પાર્શ્વસ્થા છે. Iકશા
ગાથા -
ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणइ ।
निच्चावज्झाणरओ, न य पेहपमज्जणासीलो ॥३६३।। ગાથાર્થ :
સ્થાપના કુલોને સ્થાપતા નથી, પાર્થસ્થાદિની સાથે સંગ કરે છે, નિત્ય અપધ્યાનમાં રત હોય છે અને પ્રેક્ષા-પ્રમાર્જનાના સ્વભાવવાળા નથી, તેઓ પાર્થસ્થા છે. ll૩૬૩
Page #204
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૬૩-૩૬૪
ટીકા -
स्थापनाकुलानि बृहत्प्रयोजनसाधकानि गुरोर्गृहाणि न स्थापयति, निष्कारणं तेषु प्रविशतीत्यर्थः, पार्श्वस्थैश्च सह सङ्गतं मैत्रीं कुरुते नित्यापध्यानरतः सदा दुष्टचित्तो न च प्रेक्षाप्रमार्जनाशीलः પ્રમત્તત્વાિિત ૬।।
૧૮૭
ટીકાર્થ ઃ
स्थापनाकुलानि • પ્રમત્તત્વાવિત્તિ ।। સ્થાપના ફુલોને=ગુરુના મોટા પ્રયોજનના સાધક એવાં ઘરોને, સ્થાપતા નથી, નિષ્કારણ તેઓમાં પ્રવેશ કરે છે. પાર્શ્વસ્થાઓની સાથે સંગતમૈત્રીને કરે છે, નિત્ય અપધ્યાનમાં રત=હંમેશાં દુષ્ટ ચિત્તવાળા, અને પ્રમત્તપણું હોવાથી પ્રેક્ષા-પ્રમાર્જનાશીલ નથી. ।।૩૬૩॥ ભાવાર્થ:
જે સાધુ માસ-કલ્પાદિ વિધિ અનુસાર વિહાર કરીને બીજા ક્ષેત્રમાં જાય છે, ત્યાં ગુરુના મોટા પ્રયોજનને સાધે તેવાં ઘરોનું સ્થાપન કરે છે; કેમ કે ગુરુ વાચનાદિ આપે છે. સન્માર્ગનું સ્થાપન કરે છે તેમને તેને અનુકૂળ આહાર વગેરે પ્રાપ્ત ન થાય તો ગચ્છ સીદાય, તેથી તેવા મહાત્માઓને જે ઘરોમાંથી નિર્દોષ આહાર પ્રાપ્ત થાય તેવાં સુખી અને ભક્તિવાળાં ઘરોને સ્થાપનાકુલરૂપે સ્થાપે છે, ત્યાંથી કોઈ સાધુ ગોચરી ગ્રહણ કરતા નથી, તેથી ગુરુના પ્રયોજનથી આહારાદિ લાવવા આવશ્યક જણાય ત્યારે શુદ્ધ આહાર મળી શકે. આમ છતાં જે સાધુ પ્રમાદી છે, તે અન્ય સર્વ આચરણા કરવા છતાં તેવાં સ્થાપનાકુલો સ્થાપતા નથી અને ત્યાં નિર્દોષ ભિક્ષા સુલભ છે, તેમ માનીને નિષ્કારણ અર્થાત્ ગુરુના પ્રયોજન વગર તે ઘરોમાં ગોચરી માટે જાય છે તેઓ પાર્શ્વસ્થા છે.
વળી પાર્શ્વસ્થા સાથે મૈત્રી કરે છે, તેમાં તેની સાથે આલાપ-સંલાપથી થનારા દોષોની સંભાવના રહે છે. ભગવાને તેનો નિષેધ કર્યો છે, છતાં તેમ કરે છે, તેઓ પાર્શ્વસ્થા છે. ક્યારેક સુસાધુ પ્રવચનના લાઘવના પરિહાર માટે પાર્શ્વસ્થા સાથે વસે તો ઉચિત સંભાષણ કરે, પરંતુ મૈત્રી કરે નહિ, માટે દોષનો સંભવ નથી. વળી જે સાધુ હંમેશાં બાહ્ય પ્રવૃત્તિમાં વ્યગ્ર રહે છે, તેઓ ભક્તવર્ગ-શિષ્યવર્ગ ક૨વામાં, સુંદર આહાર-વસ્ત્ર વગેરે મેળવવામાં રત હોય છે, તેઓ નિત્ય અપધ્યાનમાં રત છે અર્થાત્ તેમનું ચિત્ત સદા સંગની પરિણતિવાળું હોવાથી દુષ્ટ ચિત્તવાળા છે, તેઓ પાર્શ્વસ્થા છે.
વળી જેઓ જીવરક્ષા માટે સર્વ વસ્તુને જોઈને અને પ્રમાર્જના કરીને પ્રવૃત્તિ કરતા નથી, તેવા પ્રમાદી સાધુ પાર્શ્વસ્થા છે. II૩૬૩||
ગાથા:
रीयई य दवदवाए, मूढो परिभवइ तह य रायणिए । परपरिवार्य गिues, निठुरभासी विगहसीलो ।।३६४।।
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૬૪ ગાથાર્થ :
જલદી જલદી ગમન ક્યિા કરે છે અને મૂઢ સાધુ રાત્વિકનો પરિભવ કરે છે, પરપરિવાદને કરે છે, નિષ્કરભાષી અને વિકથાશીલ છે. ll૩૬૪ ટીકાઃ
रीयते च गच्छति च 'दवदवाए' त्ति द्रुतं द्रुतं मूढः परिभवति तिरस्कुरुते तथा च रत्नाधिकान् ज्ञानादिप्रधानान् परपरिवादं गृह्णाति अन्याऽश्लाघां करोति निष्ठुरभाषी कर्कशवचनो विकथाशीलः, स्त्र्यादिकथातत्पर इति ॥३६४॥ ટીકાર્ય :
રીતે થાતર રૂતિ છે અને જે સાધુ જલદી જલદી જાય છે અને મૂઢ એવો રતાધિકનો પરિભવ કરે છે=જ્ઞાનાદિ પ્રધાન છે જેમને એવા સાધુઓનો તિરસ્કાર કરે છે, પરંપરિવાદને ગ્રહણ કરે છે=બીજાની નિંદા કરે છે, નિષ્ઠુરભાષી કર્કશ વચન બોલવાવાળા છે, વિકથાશીલ શ્રી આદિની કથામાં તત્પર છે. ૩૬૪તા. ભાવાર્થ :
સાધુ સંયમના પ્રયોજન સિવાય ગમનની ચેષ્ટા કરે નહિ અને સંયમના પ્રયોજનથી જતા હોય ત્યારે પણ યતનાપૂર્વક મંથરગતિથી જાય છે; કેમ કે જલદી પહોંચવાની ઉત્સુકતા નથી, પરંતુ સ્વસ્થતાપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરીને સમભાવની વૃદ્ધિ કરવાનો પરિણામ છે. આથી સમભાવની વૃદ્ધિ માટે જિનવચનનું અવલંબન લઈને પ્રયોજનથી ગમનાદિ કરે છે, પણ જેમનું ચિત્ત તે પ્રકારે શાંત થયું નથી, તેઓ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવાના અર્થી હોવાથી જલદી જલદી ગમન કરે છે તે પાર્થસ્થા છે. વળી કેટલાક મૂઢ સાધુ રત્નાધિકનો પરિભવ કરે છે, તેઓ અત્યંત વિરાધક હોવાથી પાર્શ્વસ્થા છે. વળી સુસાધુ ક્યારેય બીજાની અશ્લાઘા કરે નહિ, આથી પાર્શ્વસ્થાનું સ્વરૂપ બતાવવું હોય ત્યારે વ્યક્તિનો ઉલ્લેખ કરીને આ પાર્થસ્થા છે, તેવો ઉલ્લેખ કરે નહિ. કદાચ કોઈકના હિત માટે કહેવું પડે તોપણ જરા દ્વેષથી આ પાર્શ્વસ્થા છે તેમ કહે નહિ. પરંતુ બીજાની ક્ષતિ નહિ સહન કરવાના સ્વભાવવાળા બીજાનું જે કંઈ હીન દેખાય તે લોકોને કહે છે અને વિચારે છે કે તેમની હીનતાને લોકો જાણશે તો પોતે સારા છે તેમ લોકને લાગશે તેવા પર પરિવાદી પાર્શ્વસ્થા છે.
વળી જે સાધુ નિષ્ફરભાષી છે અર્થાત્ કોઈને કંઈક કહેવાનો પ્રસંગ હોય ત્યારે કર્કશ વચન બોલે છે, તેઓ અન્ય સર્વ રીતે સંયમયોગમાં ઉસ્થિત હોય તોપણ પાર્શ્વસ્થા છે. વળી જે સાધુ સ્ત્રીકથા, રાજકથા વગેરે કહેવાના સ્વભાવવાળા છે અને પોતે તે વિષયમાં સારું જાણે છે, તેવું બતાવવાની વૃત્તિવાળા છે, તેનાથી તેમનો વિકથાનો રસ પોષાય છે, તેથી અન્ય રીતે સંયમમાં ઉસ્થિત હોય તોપણ પાર્થસ્થા છે. વસ્તુતઃ ધર્મકથા કરતા હોય ત્યારે પણ સંવેગથી ભાવિત ન હોય અને હું ધર્મકથા કરવામાં કુશળ છુ
Page #206
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૬૪-૩૫
૧૮૯
વગેરે કષાયવાળા હોય તે પણ વિકથાના પરિણામ સ્વરૂપ છે, તેથી તેમને તે અંશથી પાર્શ્વસ્થાની પ્રાપ્તિ થાય. IBઉજા
ગાથા :
विज्जं मंतं जोगं, तेगिच्छं कुणइ भूइकम्मं च ।
अक्खरनिमित्तजीवी, आरंभपरिग्गहे रमइ ॥३६५।। ગાથાર્થ :
વિધા, મંત્ર, યોગ, ચિકિત્સા અને ભૂતિકર્મ કરે છે, અક્ષરનિમિતજીવી છે, આરંભ પરિગ્રહમાં રમે છે. II39પII ટીકાઃ
विद्यां देव्यधिष्ठितां, मन्त्रं देवाधिष्ठितं, योगं विशिष्टद्रव्यात्मकं चिकित्सां रोगप्रतीकारात्मिकां करोत्यसंयतानामिति शेषः, भूतिकर्म चाभिमन्त्रितभूतिपरिवेषादिकं करोति, एषणाग्रहणेन गतमेतदिति चेन, तत्राहारार्थमत्र तूपरोधादिनेति विशेषः, तथाऽक्षरनिमित्ताभ्यां लेखशालादेवज्ञत्वाभ्यां जीवितुं शीलमस्येत्यक्षरनिमित्तजीवी तन्मात्रवृत्तिकोऽत एव पूर्वोक्ताद्विशेषः, आरम्भेण सह परिग्रहः तस्मिन् पृथिव्याधुपमर्दे यथोक्तोपकरणातिरिक्तग्रहणे च रमते सज्जत इति ।।३६५ ।। ટીકાર્ય :વિસન્નત રતિ વિવા–દેવીથી અધિષ્ઠાન કરાયેલી વિદ્યા, મંત્ર=દેવથી અધિષ્ઠિત કરાયેલા મંત્ર, યોગ=વિશિષ્ટ દ્રવ્યાત્મક સંયોગ, ચિકિત્સા=અસંયમીની રોગ પ્રતિકારાત્મક ચિકિત્સા કરે એ અને ભતિકર્મને કરે છે અભિમંત્રિત ભૂતિપરિવેષાદિને કરે છે, એષણાના ગ્રહણથી આ=ભૂતિકર્મ, પ્રાપ્ત છે એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો કહે છે – એમ ન કહેવું, ત્યાં એષણામાં, આહાર માટે ભૂતિકર્મ છે. અહીં ઉપરોધાદિથી છે ગૃહસ્થ પોતાના ઉપદ્રવના નિવારણ માટે સાધુને આગ્રહ કરે અને સાધુ ભૂતિકર્મ કરે તેનું ગ્રહણ છે, એ વિશેષ છે અને અક્ષર નિમિત્ત દ્વારા=લેખશાળા અને દેવને અર્થાત નસીબને જાણવાપણું તેના દ્વારા જીવવાનો સ્વભાવ છે આનો તે અક્ષરનિમિતજીવી તભાત્રવૃત્તિવાળો છે. આથી જ પૂર્વમાં કહેવાયેલાથી વિશેષ છે=ભૂતિકર્મથી અક્ષરનિમિતજીવી ભિન્ન છે, આરંભની સાથે પરિગ્રહ આરંભપરિગ્રહ તેમાં રમે છે–પૃથ્વીકાય આદિ જીવોની હિંસામાં અને શાસ્ત્રમાં કહેવાયેલા ઉપકરણથી વધારે ઉપકરણના ગ્રહણમાં પ્રવર્તે છે. ૩૬પા ભાવાર્થ
સાધુ સમભાવની વૃદ્ધિની પરિણતિના ઉપાયભૂત ઉચિત કૃત્યોને છોડીને અસંયમના વિષયમાં કોઈ પ્રવૃત્તિ કરે નહિ, આથી ગૃહસ્થોને માત્ર સન્માર્ગનો ઉપદેશ આપે તે સિવાય તેમની કોઈ ચિંતા ન કરે,
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૦.
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૫-૩૬૬ અપવાદથી કોઈ દઢ સમ્યગ્દષ્ટિને વિશેષ લાભ જણાય ત્યારે તેની વેયાવચ્ચ કરે, આમ છતાં કોઈ સાધુ પ્રકૃતિથી દયાળુ હોય પણ વિવેકી ન હોય તો વિદ્યા, મંત્ર, યોગ કે ચિકિત્સા દ્વારા અસંયમીને ઉપકાર કરવાની પ્રવૃત્તિ કરે તે પાર્થસ્થા દોષ છે, માટે સુસાધુએ તેનો ત્યાગ કરવો જોઈએ. વળી એષણામાં ગૃહસ્થના આગ્રહ વગેરેથી ભૂતિકર્મ કરે તો એષણાદોષને સેવનાર તે સાધુ પાર્શ્વસ્થા છે.
વળી કેટલાક સાધુ ભણાવવામાં કુશળ હોય કે નિમિત્ત કહેવામાં કુશળ હોય તેના દ્વારા સુંદર વસ્ત્રપાત્ર આહારાદિ પ્રાપ્ત કરે તો તે અક્ષરનિમિત્તજીવી પાર્શ્વસ્થા છે. વળી જેઓ આરંભમાં પ્રવૃત્તિ કરનારા છે અને ભગવાને કહેલ છે, તેનાથી અધિક ઉપકરણને ગ્રહણ કરનારા છે, તેઓ પાર્શ્વસ્થા છે. IBકપા ગાથા -
कज्जेण विणा उग्गहमणुजाणावेइ दिवसओ सुयइ ।
अज्जिलाभं भुंजइ, इत्थिनिसिज्जासु अभिरमइ ।।३६६।। ગાથાર્થ :
કાર્ય વિના અવગ્રહની અનુજ્ઞા માગે છે, દિવસે સૂએ છે, સાધ્વીથી મેળવાયેલાને ભોગવે છે, સ્ત્રી બેસીને ઊઠે ત્યાં બેસે છે. II3991 ટીકા -
कार्येण विना निष्प्रयोजनमवग्रहं देवेन्द्रादीनामनुज्ञापयति, दिवसतो दिने स्वपिति शेते, आर्यिकालाभं भुङ्क्ते, स्त्रीनिषद्यासु तदुत्थानानन्तरमभिरमत इति ॥३६६॥ ટીકાર્ય :
સર્વે ને ..... ગરિમા તિ | કાર્ય વિના=પ્રયોજન વગર, દેવેન્દ્ર વગેરેના અવગ્રહની અનુરા માગે છે, દિવસે સૂએ છે, સાધ્વીથી મેળવાયેલાને ભોગવે છે, સ્ત્રી બેઠેલી હોય ત્યાં તેના ઊડ્યા પછી બેસે છે. ૩૬૬ ભાવાર્થ
સાધુ સંયમના પ્રયોજનથી યથાઉચિત દેવેન્દ્ર આદિ પાંચના અવગ્રહની યાચના કરે છે, તેનાથી અદત્તાદાનનો પરિહાર થાય છે, પણ જે સાધુ સંયમનું પ્રયોજન ન હોય તેવી વસતિની યાચના કરે અથવા સંયમ માટે પરિમિત વસતિની આવશ્યકતા હોય છતાં વિશાળ વસતિની યાચના કરીને ગ્રહણ કરે તો તે વસતિ સંયમને ઉપકારક નહિ હોવાથી નિપ્રયોજન ગ્રહણ છે, છતાં ગ્રહણ કરે છે, તેથી પાર્શ્વસ્થા છે.
વળી સાધ્વીઓ દ્વારા લેવાયેલ આહાર-વસ્ત્ર-પાત્ર સાધુ ગ્રહણ કરે નહિ, સાધ્વીથી પરિકર્મિત કરેલાં પાત્રા, ઓઘો વગેરે ગ્રહણ કરે નહિ, પરંતુ પોતાના વીર્યને ગોપવ્યા વગર પોતાનું કૃત્ય પોતે કરે, કદાચ
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૧
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦-૩૬૭ પોતાનામાં કુશળતા ન હોય તો અન્ય સુસાધુને ઇચ્છાકારપૂર્વક કરવાનું કહે, પરંતુ આગાઢ કારણ વગર સાધ્વી દ્વારા કરાયેલું કે લવાયેલું ભોગવે તેઓ પાર્થસ્થા છે. વળી જે આસન ઉપર સ્ત્રી બેઠેલી હોય ત્યાં તેના પછી બેસે તો વિકારઉત્પાદકપણું હોવાથી પાર્શ્વસ્થાનું સેવન છે. Iઉકા ગાથા -
उच्चारे पासवणे, खेले सिंघाणए अणाउत्तो ।
संथारगउवहीणं, पडिक्कमइ वा सपाउरणो ।।३६७।। ગાથાર્થ :
વડીનીતિ, લઘુનીતિ, શ્લોખ, નાના મલને પાઠવવામાં અનાયુક્ત, સંથારાની ઉપધિની ઉપર અથવા વસ્ત્ર સહિત પ્રતિક્રમણ કરે છે. ll૩૬૭ના ટીકા -
उच्चारे प्रश्रवणे खेले सिंघानके पूर्वोक्तस्वरूपेऽनायुक्तोऽयतनया तदुत्सर्गकारित्वात्, संस्तारकगत उपधीनां चोपरिस्थित इति गम्यते किं ? प्रतिक्रामति प्रतिक्रमणं करोति सप्रावरणो वा साच्छादनो વા, વારાહી વ્યહિત અન્ય રતિ રૂદહા ટીકાર્ય :
ઉદ્યારે . સવ તિ છે. પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળાં વડીનીતિ, લઘુનીતિ, પ્લેખ, નાકના મેલવે પરઠવવામાં અનાયુક્ત અયતનાથી ત્યાગ કરવાપણું છે, સંથારાની ઉપધિની ઉપર રહેલો અથવા સાવરણ=વસ્ત્રથી ઢંકાયેલો, પ્રતિક્રમણ કરે છે. li૩૬ાા ભાવાર્થ :
જે સાધુ શમભાવના પરિણામવાળા છે, તેઓ શમભાવની વૃદ્ધિના ઉપાયભૂત સંયમયોગમાં ઉસ્થિત હોય છે, એથી મળ-મૂત્ર વગેરે પરઠવવામાં અવશ્ય ઉપયોગ રાખે છે. ક્યારેક સંયોગની વિષમતા હોય તોપણ અંતરંગ રીતે પારિષ્ઠાપનિકા સમિતિના પરિણામ હોવાથી શક્ય ઉચિત યતના કરે છે, પરંતુ જે સાધુ ભગવાનના વચનાનુસાર સમિતિમાં યત્ન કરનારા નથી, તેઓ શૂન્યમનસ્કતાથી અયતનાપૂર્વક યથાતથા પરઠવવાની ક્રિયા કરે છે, તેઓ પાર્થસ્થા છે. વસ્તુતઃ સાધુએ શક્તિના પ્રકર્ષથી ગુપ્તિમાં યત્ન કરવો જોઈએ અને ગુપ્તિનો વ્યાઘાત ન થાય તે રીતે તે તે કૃત્ય વખતે તે તે સમિતિમાં યત્ન કરવો જોઈએ. કદાચ શારીરિક સ્થિતિના કે બાહ્ય સંયોગના અભાવને કારણે તે પ્રકારનું કૃત્ય ન થઈ શકે તો અંતરંગ વિધિના સ્મરણપૂર્વક તે સંયોગમાં તે વિધિનું પાલન જેટલું સંભવિત હોય તેટલી ઉચિત યતના કરે તો પાર્શ્વસ્થાદિની પ્રાપ્તિ થાય નહિ, જેમ જંઘાબળ ક્ષીણ થયેલું હોય તોપણ નવકલ્પી વિહાર અને સંથારા પરિવર્તન દ્વારા જે સાધુ અંતરંગ રીતે નવકલ્પી વિહારના પ્રયોજનનું સ્મરણ કરે છે કે
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧૭–૩૮
ભગવાને ક્ષેત્રાદિના પ્રતિબંધના પરિવાર માટે નવકલ્પી વિહાર કહેલ છે' તો ગુણસ્થાનકનું રક્ષણ થાય છે, તેમ પારિષ્ઠાપનિકા સમિતિમાં પણ જે મહાત્મા દયાળુ ચિત્તપૂર્વક ઉચિત યતના કરે તે સુસાધુ છે, નથી કરતા તે પાર્શ્વસ્થા છે.
વળી સવારે ઊઠે ત્યારે પ્રમાદી સ્વભાવને કારણે સંથારા ઉપર બેસીને પ્રતિક્રમણ કરે અથવા વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરે તે પાર્થસ્થા સાધુ છે. વસ્તુતઃ સુસાધુ દઢ પ્રણિધાનની વૃદ્ધિ થાય તે રીતે સંયમની સર્વ ક્રિયા કરે છે. પ્રતિક્રમણ સંથારાનો ત્યાગ કરીને અપ્રમાદથી ઉપયોગપૂર્વક કરવું જોઈએ. વળી ઠંડી વગેરેથી રક્ષણ મેળવવાના આશયથી વસ્ત્ર ઓઢવું જોઈએ નહિ, પરિષદને સહન કરીને દઢ પ્રણિધાનપૂર્વક ક્રિયામાં યત્ન કરવો જોઈએ, તેમ નહિ કરનારા શાતાના અર્થી હોવાથી પ્રતિક્રમણકાળમાં પણ શાતા પ્રત્યેના પ્રતિબંધયુક્ત અધ્યવસાયવાળા હોવાથી પાર્શ્વસ્થા છે.
વળી કોઈ ગ્લાન સાધુ સંથારા ઉપર બેસીને કે વસ્ત્ર પહેરીને પણ અંતરંગ રીતે વિધિમાં ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરે તો પાર્થસ્થા બને નહિ અને ગ્લાન દશામાં પણ ગ્લાન દશાથી વ્યાકુળ ચિત્તવાળા હોય અને શાતાના અર્થી હોય તો પ્રમાદ કરતાને પાર્શ્વસ્થપણાની પ્રાપ્તિ થાય; કેમ કે અંતરંગ રીતે શમભાવની વૃદ્ધિને અનુકૂળ ઉચિત યત્ન કરનારા સાધુમાં સંયમસ્થાન છે અને તેમાં જે જે અંશથી જેટલો જેટલો પ્રમાદ કરે છે, તે તે અંશથી તેટલું પાર્થસ્થાપણું પ્રાપ્ત થાય છે, માટે અપવાદથી સંથારામાં બેસીને કે વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરતા હોય ત્યારે પણ ભગવાને અપ્રમાદની વૃદ્ધિ માટે જે આજ્ઞા કરી છે તેનું સ્મરણ કરીને તેને અનુરૂપ અંતરંગ વ્યાપારવાળા થઈને તેને પોષક ઉચિત યતના કરે તો પાર્થસ્થપણાની પ્રાપ્તિ થાય નહિ. II39ના
ગાથા -
न करेइ पहे जयणं, तलियाणं तह करेइ परिभोगं ।
चरइ अणुबद्धवासे, सपक्खपरपक्खओमाणे ॥३६८।। ગાથાર્થ :
માર્ગમાં યતનાને કરતા નથી, તેમ પગરખાંનો પરિભોગ કરે છે. અનુબદ્ધ વાસમાં=વર્ષાકાળમાં, સ્વપક્ષ-પરપક્ષના અપમાનમાં ફરે છે. ૩૬૮ll ટીકા :
न करोति पथि-मार्गे, यतनां प्रासुकोदकान्वेषणादिकां तलिकयोरुपानहोस्तथा करोति परिभोगं शक्तोऽपि तद्विनामार्गे गन्तुमत एव प्रागुक्ताद् विशेषश्चरत्यनुबद्धवर्षे वर्षाकाले स्वपक्षपरपक्षापमाने साधुप्रचुरे भौताद्याकुले वा लाघवहेतौ क्षेत्रे सुखशीलतया विहरतीत्यर्थः ।।३६८।।
Page #210
--------------------------------------------------------------------------
________________
ઉપદેશામાલા ભાગ-૨ | ગાથા-૩૬૮
૧૯૩
ટીકાર્ય :
ન રોતિ વિદત્તીત્યા પથમાં–માર્ગમાં, યતનાને કરતા નથી=નિર્દોષ પાણીની અન્વેષણા વગેરેને કરતા નથી. વળી તલિકાથી=પગરખાંથી, તે પ્રકારે પરિભોગને કરે છે=માર્ગમાં તેના વગર અર્થાત્ પગરખાં વગર જવાને માટે સમર્થ હોવા છતાં પણ પગરખાં પહેરીને જાય છે. આથી જ=કોઈક પ્રસંગે પગરખાં પહેરે છે, સર્વદા પહેરતો નથી આથી, પૂર્વમાં કહેવાયેલાથી=ગાથા-૩૫૬ના કથનથી, ભેદ છે. અનુબદ્ધ વર્ષમાં=વર્ષાકાળમાં, સ્વપક્ષ-પરપક્ષના અપમાનમાં=સાધુથી ભરેલા ક્ષેત્રરૂપ સ્વપક્ષમાં અને ભીત વગેરેથી ભરેલા ક્ષેત્રરૂપ પરપક્ષમાં જે લાઘવનું કારણ છે એવા ક્ષેત્રમાં, સુખશીલપણાથી વિચરે છે. ૩૬૮ ભાવાર્થ :
ભાવસાધુ ત્રણ ગુપ્તિના અતિશય માટે સમિતિ-ગુપ્તિપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેથી વિહાર વગેરે કરે ત્યારે માર્ગમાં નિર્દોષ પ્રાસુક આહાર-પાણીની અન્વેષણા કરતા હોય છે. જેથી સંયમયોગ શિથિલ થાય નહિ, પરંતુ જે સાધુ સુખશીલ સ્વભાવવાળા છે, તેઓ વિહાર કરતા હોય ત્યારે ગૃહસ્થને તે પ્રકારે સૂચન કરે છે, તેથી તેઓને આહારાદિ લાવી આપે તે પાર્શ્વસ્થા સાધુ છે. વસ્તુતઃ સંયમનું પ્રયોજન ન હોય તો સાધુએ વિહાર જ કરવો જોઈએ નહિ. ક્ષેત્રના પ્રતિબંધના પરિવાર માટે યતનાપૂર્વક નવકલ્પી વિહાર કરવો જોઈએ અને ક્ષીણ જંઘાબળ હોય તો સ્થિરવાસ કરીને પણ નવકલ્પી વિહારની મર્યાદાનું પાલન કરવું જોઈએ અને નિર્દોષ ભિક્ષાની અન્વેષણા કરવી જોઈએ, તેમાં શક્ય યતના કરતા નથી તે પાર્શ્વસ્થા છે.
વળી જેઓ વિહાર વખતે પગરખાં પહેર્યા વગર માર્ગમાં જવા સમર્થ છે, છતાં સુખશીલ સ્વભાવને કારણે વિહાર વખતે પગરખાં પહેરે છે તે પાર્થસ્થા સાધુ છે. આનાથી એ ફલિત થાય કે જેમ ક્ષીણ જંઘાબળવાળા સાધુ નવકલ્પી વિહારના પ્રયોજનનું સ્મરણ કરીને યતનાપૂર્વક એક નગરમાં ક્ષેત્રનું પરાવર્તન કરીને પણ ક્ષેત્રના પ્રતિબંધને ટાળે સંયમની હાનિ ન થાય, તેમ કોઈક શારીરિક સંયોગને કારણે પગરખાં પહેર્યા વગર વિહાર કરવાથી સંયમના યોગો સિદાતા હોય ત્યારે પગરખાં નહિ પહેરવાના તાત્પર્યનું સ્મરણ કરીને અશક્ય પરિહારમાં પગરખાં પહેરે તોપણ અધ્યવસાયની વિશુદ્ધિ હોવાથી સાધુપણાની હાનિ થતી નથી, પરંતુ સુખશીલ સ્વભાવથી પગરખાં ધારણ કરે તો પાર્શ્વસ્થા થાય છે.
વળી વર્ષાકાળમાં સાધુને વિહારનો નિષેધ છે, છતાં જે સ્થાનમાં રહેલ હોય ત્યાં ઘણા સાધુ હોય અથવા તે સ્થાનમાં અન્ય દર્શનના ઘણા સંન્યાસી હોય ત્યારે સુખશીલ સ્વભાવવાળા સાધુ તે ક્ષેત્ર અનુકૂળ ન જણાવાથી વિહાર કરીને બીજા ક્ષેત્રમાં જાય છે, તે પાર્શ્વસ્થા સાધુ છે. વસ્તુતઃ સ્વપક્ષના કે પરપક્ષના સાધુઓના પ્રતિકૂળ વર્તનની ઉપેક્ષા કરીને સંયમમાં દૃઢ ઉદ્યમ કરવો જોઈએ અને વર્ષાકાળમાં જીવરક્ષા માટે ગમનાગમનનો અત્યંત પરિહાર કરવો જોઈએ. ફક્ત શરીરના ધર્મો અર્થે પરિમિત ગમનથી સાધુએ સંયમનું રક્ષણ કરવું જોઈએ. ll૩૬૮મા
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૬૯
ગાથા -
संजोयइ अइबहुयं, इंगाल सधूमगं अणट्ठाए ।
भुंजइ रूवबलट्ठा, न धरेइ य पायपुंच्छणयं ॥३६९।। ગાથાર્થ :
સંયોજન કરે છે, ઘણા આહારને, રાગપૂર્વક આહારને, દ્વેષપૂર્વક આહારને, અનર્થ આહારને, રૂપ-બળ માટે આહારને ભોગવે છે, પાદપુછનને=રજોહરણને ધારણ કરતા નથી. ૩૬૯II ટીકા :
संयोजयति लोल्यात् क्षीरशर्करादीनां युक्तिं विधत्ते, मकारोऽलाक्षणिकः, अतिबहवो वाऽतिबहुकं प्रमाणातिरिक्तं भुङ्क्ते इति सम्बन्धः, 'इंगाल'त्ति सशब्दलोपात् साङ्गारं रागेणेत्यर्थः । सधूमकं द्वेषेणेति यावत् 'अणट्ठाए'त्ति अनर्थ वेदनादिकारणरहितं भुङ्क्ते रूपबलार्थं सौन्दर्यपुष्ट्यानिमित्तं, न धारयति च पादपुञ्छनकं रजोहरणमिति ।।३६९।। ટીકાર્ય :
સંયોગતિ ..... નોદરમિતિ | સંયોજન કરે છે આસક્તિથી દૂધ-સાકરનું સંયોજન કરે છે, મકાર અલાક્ષણિક છે, અતિબહુની જેમ અતિબહુક=પ્રમાણથી અધિક વાપરે છે, સંપાનમાં સ શબ્દનો લોપ હોવાથી સાંગાર=રાગથી ભોગવે છે, સધૂમકષથી ભોગવે છે, અનર્થ=પ્રયોજન વગર=વેદનાદિ કારણ વગર, ભોગવે છે. રૂપ-બલ માટે સૌંદર્ય અને પુષ્ટિ માટે ભોગવે છે અને પાદપુંછવક-રજોહરણને, ધારણ કરતા નથી. ૩૬૯ ભાવાર્થ :
જે સાધુ સંયમની વૃદ્ધિના અર્થી છે, તેઓ આહાર વાપરે ત્યારે પણ સંશ્લેષ ન થાય તે પ્રકારે આત્માને ભાવિત કરીને વાપરે છે. કદાચ ધાતુની વિકૃતિને કારણે તેને રોગના શમન માટે કોઈ પ્રકારનો આહાર આવશ્યક હોય ત્યારે માત્ર સંયમના પ્રયોજનને લક્ષમાં રાખીને આત્મવંચના કર્યા વગર સંયોજન કરે તો પાર્શ્વસ્થાની પ્રાપ્તિ થાય નહિ. પરંતુ જીવ સ્વભાવે આ મને અનુકૂળ છે, આ મારી ઇન્દ્રિયને પ્રતિકૂળ છે, એવી બુદ્ધિથી દૂધ-સાકરનું સંયોજન કરે તે પાર્શ્વસ્થા સાધુ છે. વળી સાધુએ પોતાના આહારની માત્રા પ્રમાણે અલ્પ આહાર વાપરીને દેહને શિથિલ રાખવો જોઈએ. જેથી વિકાર ઉત્પન્ન ન થાય અને સ્વપરાક્રમ દ્વારા શિથિલ પણ દેહથી નિર્લેપતાને અનુકૂળ દઢ યત્ન થાય તે પ્રકારે ઉચિત યત્ન કરવો જોઈએ. પરંતુ સાધુ પ્રમાદથી અધિક આહાર કરે તેમાં સુખશીલ સ્વભાવ કારણ હોવાથી તે પાર્થસ્થા છે.
વળી કોઈ સાધુ નિર્દોષ આહાર વાપરતા હોય તોપણ અને પરિમિત આહાર વાપરતા હોય તોપણ ઇન્દ્રિયને અનુકૂળ આહાર વાપરતી વખતે રાગનો સ્પર્શ થતો હોય અને પ્રતિકૂળ આહાર વાપરતી વખતે
Page #212
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૯-૩૭૦
૧૫ દ્વેષનો સ્પર્શ થતો હોય તો તે પાર્થસ્થા છે; કેમ કે આહારના સેવનકાળમાં તેમનો પરિણામ રાગ-દ્વેષને અનુકૂળ વર્તે છે. શમભાવની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરતા નથી. વળી સાધુએ વેદનાદિ છ કારણથી આહાર વાપરવો જોઈએ અને તે કારણ વગર આહાર વાપરે તો તે પાર્શ્વસ્થા છે; કેમ કે આહારસંજ્ઞાથી આહારની પ્રવૃત્તિ હોવાને કારણે સંજ્ઞાની વૃદ્ધિને અનુકૂળ વ્યાપાર છે. વળી આહાર સંજ્ઞાથી વેદનાદિ કારણ વગર આહાર વાપરતા હોય તો પાર્શ્વસ્થાની પ્રાપ્તિ છે અને જેમને વાપરતી વખતે રાગ-દ્વેષનો ઉપયોગ ન પ્રવર્તતો હોય અને ભાવિત પતિને કારણે અંગારદોષ કે ધૂમદોષ સેવતા નથી, તોપણ વેદનાદિ કારણ રહિત આહાર વાપરે છે, ત્યાં આહાર સંજ્ઞા પ્રવર્તક છે માટે પાર્શ્વસ્થા છે.
વળી કોઈ સાધુ શરીર પુષ્ટ અને સુંદર રહે તે માટે આહાર વાપરે તોપણ પાર્થસ્થા છે અર્થાતુ વેદનાદિ છ કારણોમાંથી કોઈક કારણે આહાર વાપરે તોપણ કયા આહારથી શરીર પુષ્ટ થશે, તેવો અધ્યવસાય હોવાથી પાસ્થા છે. વળી રૂપ-બળ માટે આહાર વાપરતા હોય અને ઇષ્ટમાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ થતો હોય તો પાર્થસ્થાપણું અધિક પ્રાપ્ત થાય છે.
વળી રજોહરણને ધારણ કરે નહિ અથવા રજોહરણને જીવરક્ષા માટે જે રીતે પ્રવર્તાવવું જોઈએ તે રીતે તેનો ઉપયોગ કરે નહિ તે પાર્થસ્થા છે; કેમ કે રજોહરણ ધારણ કરવા માત્રથી સંયમનું પ્રયોજન સિદ્ધ થતું નથી. આથી રજોહરણ અર્થાત્ પાદપુંછનને જીવરક્ષા અર્થે પગને પૂંજવા માટે કે પરઠવવાના પ્રસંગે ભૂમિ વગેરેને પૂંજવા માટે ઉપયોગ કરતા નથી, સાચવી રાખે છે તેઓ પાર્શ્વસ્થા સાધુ છે. IIBકલા
ગાથા :
अट्ठमछट्ठचउत्थं, संवत्सरचाउमासपक्खेसु । न करेइ सायबहुलो, न य विहरइ मासकप्पेणं ॥३७०।।
ગાથાર્થ :
શાતાબહુલ સાધુ વર્ષમાં, ચોમાસામાં, પખવાડિયામાં અઠમ, છઠ, એક ઉપવાસ કરતા નથી અને માસકલ્પથી વિહાર કરતા નથી. ૩૭oll
ટીકા -
अष्टमं च षष्ठं च चतुर्थ चेति द्वन्द्वकवद्भावस्तद्यथाक्रम संवत्सरश्च चातुर्मासकश्च पक्षश्चेति द्वन्द्वस्तेष्विह तु बहुवचननिर्देशः प्रतिसंवत्सरादिकरणज्ञापनार्थः, न करोति सातबहुलः सुखशीलतया, न च विहरति मासकल्पेन तत्काले सत्यपीति ।।३७०।। ટીકાર્ય :
અહમ .... સત્યરીતિ | અઠમ, છઠ અને ચતુર્થ એ પ્રમાણે હૃદ્ધ એકવ૬ ભાવ છે, તેને યથાક્રમ વર્ષ, ચોમાસું અને પક્ષ એ પ્રકારે % સમાસ છે, તેમાં શાતાબહલ સાધુ તપ કરતા
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૬.
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૭૦-૩૦૧ નથી, અહીં=સમાસમાં, સંવત્સરાદિનો દ્વન્દ સમાસ હોવા છતાં બહુવચનનો નિર્દેશ દરેક વર્ષ વગેરેમાં તપ કરવાનું જણાવવા માટે છે અને તે કાલ હોતે છતે પણ=માસકલ્પનો કાલ હોતે છતે પણ, સુખશીલપણાથી માસકલ્પથી વિહાર કરતા નથી. II૩૭૦ ભાવાર્થ -
સાધુએ શક્તિના પ્રકર્ષથી ઉચિત તપમાં ઉદ્યમ કરવો જોઈએ અને તેવા ઉદ્યમશીલ સાધુએ પર્યુષણમાં અવશ્ય અદ્યમ કરવો જોઈએ. ચોમાસામાં છઠ કરવો જોઈએ અને પખવાડિયામાં એક ઉપવાસ કરવો જોઈએ. કોઈ શક્તિના અભાવને કારણે બલવાન યોગના રક્ષણ માટે અર્થાત્ સ્વાધ્યાયાદિ સિદાય નહિ તે માટે અઠમ વગેરે ન કરે તો પણ સુસાધુ છે. જેમ કુરગડ મુનિ અને કોઈ શાતાના અર્થી સાધુ અંતરંગ યત્ન દ્વારા સ્વાધ્યાય વગેરે કરી શકે તેમ હોય છતાં અઠમ વગેરે ન કરે તો પાર્શ્વસ્થા છે.
વળી ક્ષેત્રના પ્રતિબંધના પરિવાર માટે સાધુએ માસકલ્પથી વિહાર કરવો જોઈએ, છતાં જેઓ મનસ્વિતાથી સતત વિહાર કરે છે કે માસથી વધારે એક ક્ષેત્રમાં રહે છે, તે પાર્શ્વસ્થા છે, માટે ચિત્તમાં ક્ષેત્રનો સંગ ન થાય, ગૃહસ્થનું મમત્વ ન થાય તે પ્રકારે દઢ પ્રણિધાનપૂર્વક તેના ઉપાયરૂપે માસકલ્પ કરવો જોઈએ અને જે તે પ્રમાણે કરતા નથી, કદાચ બાહ્યથી માસકલ્પ કરતા હોય તોપણ પાર્થસ્થા છે. I૩૭૦માં
ગાથા -
नीयं गिण्हइ पिंडं, एगागी अच्छए गिहत्थकहो ।
पावसुयाणि अहिज्जइ, अहिगारो लोगगहणम्मि ॥३७१।। ગાથાર્થ -
નિત્ય પિંડને ગ્રહણ કરે છે, એકાકી રહે છે, ગૃહસ્થની કથાવાળા છે, પાપગ્રુતને ભણે છે (તેનો) લોકગ્રહણમાં અધિકાર છે. [૩૭૧II ટીકા :
नित्यं प्रतिदिनमेकगृहाद् गृह्णाति पिण्डम्, एकाकी केवल आस्ते, गृहस्थानां सत्का कथा यस्य स गृहस्थकथः, पापश्रुतानि दिव्यादीन्यधीते पठत्यधिकारस्तप्तिर्यस्य लोकग्रहणे जनचित्तरञ्जने न स्वानुष्ठान इति ।।३७१।। ટીકાર્ય :
નિર્ચ... સ્વાનુષ્ઠાન કૃતિ | નિત્ય=દરેક દિવસે, એક ઘરેથી પિંડને ગ્રહણ કરે છે, કેવળ એકાકી રહે છે, ગૃહસ્થના સંબંધવાળી કથા છે જેને તે ગૃહસ્થની કથાવાળો છે. દિવ્ય વગેરે પાપશુતોને ભણે છે, તેને લોકગ્રહણમાં અધિકાર છેઃલોકોના ચિતનું રંજન કરવામાં અધિકાર છે, પોતાના અનુષ્ઠાનમાં નથી. II૩૭૧
Page #214
--------------------------------------------------------------------------
________________
ઉપદેશાલા ભાગ-૨/ ગાથા-૩૭૧-૭૨
૧૯૭ ભાવાર્થ
સુસાધુ સતત સમભાવની વૃદ્ધિ થાય તે રીતે ઉચિત યત્ન કરનારા છે, એથી ધર્મદેહની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરે તેમાં પણ આરંભનો અત્યંત ત્યાગ કરે છે, છતાં કેટલાક સાધુ બીજી રીતે આરાધક હોય તો પણ સુખશીલ સ્વભાવને કારણે હંમેશાં એક ઘરેથી આહારને ગ્રહણ કરે છે, જેથી અનુકૂળ આહારની પ્રાપ્તિ થાય તે પાર્શ્વસ્થા સાધુ છે. વસ્તુતઃ શાતા માટે એક ઘરેથી આહાર ગ્રહણ કરવાનો વિચારમાત્ર કરે તો પણ અતિચારની પ્રાપ્તિ થાય. તેથી જે તે પ્રકારે હંમેશ કરે તેમનું સાધુપણું ઉત્તરગુણના સેવનને કારણે નાશ પામે છે.
વળી વિષમ સ્વભાવને કારણે એકાકી વિચરે છે, તેઓ સંયમયોગમાં ઉસ્થિત નથી; કેમ કે બધાની સાથે સ્વભાવમાં વિરોધ પડે છે. તેથી પાર્શ્વસ્થા છે. વળી ગૃહસ્થ સંબંધી કથા કરે છે અર્થાત્ જે ગૃહસ્થ જે પ્રકારની પ્રકૃતિવાળા હોય તેમને તે પ્રકારે પૃચ્છા વગેરે કરીને તેને સંતોષ થાય તે રીતે કથન કરે છે, તેઓ પ્રમાદી હોવાથી પાર્શ્વસ્થા છે.
વળી દિવ્ય વગેરે પાપકૃતોને ભણે છે, જેના દ્વારા લોકો પ્રભાવિત થાય, તે પાર્શ્વસ્થા છે; કેમ કે સંયમજીવન કેવળ ગુણવૃદ્ધિને અનુકૂળ શાસ્ત્ર ભણવા માટે અનુજ્ઞાત છે, છતાં તે પ્રકારના રસને વશ થઈને માપદ્યુતો ભણે છે તે પાર્શ્વસ્થા છે. વળી પાર્શ્વસ્થાને લોકરંજનમાં રસ હોય છે, સંયમના અનુષ્ઠાનમાં રસ નથી. માત્ર સાધુના વેષમાં રહેલા છે, તેથી કંઈક ઉચિત ક્રિયાઓ કરતા હોય તો પણ તેમની શક્તિ લોકોના ચિત્તરંજનમાં પ્રવર્તતી હોય છે. I૩૭૧ાા ગાથા -
परिभवइ उग्गकारी, सुद्धं मग्गं निगूहई बालो ।
विहरइ सायागरुओ, संजमविगलेसु खित्तेसु ॥३७२।। ગાથાર્થ :
ઉચકારી સાધુનો પરિભવ કરે છે, શુદ્ધ માર્ગને ગોપવે છે, બાલ શાતાગારવવાળો સંયમવિકલ ક્ષેત્રોમાં વિચરે છે. II૩૭૨ ટકા -
परिभवति न्यक्करोत्युग्रकारिण उद्यतविहारिणः सुसाधून शुद्धमकलङ्क मार्ग ज्ञानादिकं निगूहयति प्रच्छादयति बालोऽज्ञो विहरति सातगुरुकः सुखतत्परः संयमविकलेषु सुसाधुभिरवासितेषु संसक्त्यादिदोषयुक्तेषु वा क्षेत्रेष्विति ।।३७२।। ટીકાર્ય :
રમવતિ — ક્ષેત્રે સ્થિતિ | ઉગ્રકારી સાધુને=ઉધતવિહારી સાધુઓને, પરિભવ કરે છે–તિરસ્કાર
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ઉપદેશામાલા ભાગ-૨) ગાથા-૩૭૨-૭૩ કરે છે. શુદ્ધ-અકલંક એવા જ્ઞાનાદિ માર્ગને પ્રચ્છાદન કરે છે. બાલ-અજ્ઞાની, શાતા ગારવવાળો-સુખમાં તત્પર, સંયમવિકલ ક્ષેત્રોમાં સુસાધુથી અવાસિત અથવા સંસક્તિ વગેરે દોષોથી યુક્ત એવા ક્ષેત્રોમાં, વિચરે છે. ૩૭રા ભાવાર્થ :
જે સાધુ સંયમયોગમાં ઉસ્થિત નથી, પરંતુ પોતાની પ્રતિષ્ઠા વધારવામાં રસવાળા છે, તેઓ ઉઘતવિહારી સુસાધુઓનો પરિભવ કરે છે અર્થાત્ તેમના કોઈ નાના પણ દોષોને પ્રગટ કરીને હીલના કરે છે અથવા અસંભવિત પણ દોષોનું આરોપણ કરીને તેમને લોકો આગળ હલકા દેખાડે છે. જેના દ્વારા પોતે પ્રમાદી હોવા છતાં સુસંયત છે, એ પ્રકારની પ્રતિષ્ઠા મેળવવાની લાલસા કરે છે. વળી જ્ઞાનાદિ શુદ્ધ માર્ગને ગોપવે છે; કેમ કે તે પ્રકારનો શુદ્ધ માર્ગ બતાવે તો પોતાની હીન પ્રવૃત્તિ પ્રગટ થાય. તેથી પોતાની હીનતાને ગુપ્ત રાખવા માટે અને પોતે ત્યાગી છે તેવો બોધ કરાવવા માટે શુદ્ધ માર્ગનું પ્રચ્છાદન કરે છે.
વળી અજ્ઞાની એવા તે શાતાના અર્થી સાધુ સંયમવિકલ ક્ષેત્રમાં વિચરે છે અર્થાત્ જે ક્ષેત્ર સુસાધુથી અવાસિત હોય એવા ક્ષેત્રોમાં વિચરે છે. જેથી પોતાની અનુચિત પ્રવૃત્તિ પણ લોકોને અનુચિત જણાય નહિ, પોતાને હીનતા પ્રાપ્ત થાય નહિ અને સુસાધુથી વાસિત ક્ષેત્ર હોય તો તે પ્રકારની અનુચિત પ્રવૃત્તિ અશક્ય બને અથવા સંસક્તિ વગેરે દોષયુક્ત ક્ષેત્રોમાં વસે છે અર્થાત્ જ્યાં જીવસંસક્ત આહાર-પાણી મળે, વાતાવરણ જીવસંસક્ત હોય, વસતિ વગેરે સાધુ માટે કરેલા હોય તેવા દોષવાળા ક્ષેત્રમાં વસે તે પાર્શ્વસ્થા છે. I૩૭ગા
.ગાથા -
उग्गाइ गाइ हसइ य, असंवुडो सइ करेइ कंदपं ।
गिहिकज्जचिंतगो वि य, ओसन्ने देइ गिण्हइ वा ॥३७३।। ગાથાર્થ :
મોટા અવાજે ગાય છે અને સંવર વગરનો હસે છે, હમેશાં કંદર્પન કરે છે, ગૃહસ્થના કાર્યનો ચિંતક પણ અવસજ્જને આપે છે અને ગ્રહણ કરે છે. ll૩૭૩il.
ટીકા -
उद्गायति महाध्वनिना, गायति मनाक्, हसति चासंवृतो विवृतवदन इत्यर्थः, सदा करोति कन्दर्प, तदुद्दीपकैः वाचनादिभिः परानपि हासयतीत्यर्थः । गृहकार्यचिन्तको गृहस्थप्रयोजनशीलकः, अपि चेत्यभ्युच्चये अवसन्नाय सप्तमी चतुर्थ्यर्थे ददाति वस्त्रादिकं, गृह्णाति वा तत इति ।।३७३।। ટીકાર્ય - સાત્તિ ...તા રિ I મોટા અવાજથી ગાય છે, થોડું ગાય છે અને સંવત નથી કરાયું
Page #216
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૭૩-૩૭૪
૧૯૯
મુખ જેના વડે એવો=ખુલ્લા મુખવાળો, હસે છે. હંમેશાં કંદર્પને કરે છે=તેનાં અર્થાત્ કંદર્પનાં ઉદ્દીપક વચનો વડે બીજાઓને હસાવે છે. ગૃહસ્થના કાર્યને ચિંતવનારો=ગૃહસ્થના પ્રયોજનને કરવાના સ્વભાવવાળો, અપિ = શબ્દ સમુચ્ચયમાં છે, અવસન્નને વસ્ત્ર વગેરે આપે છે અથવા અવસન્ન પાસેથી ગ્રહણ કરે છે, ગાથામાં ોન્ને એ સપ્તમી વિભક્તિ ચતુર્થીના અર્થમાં છે. II૩૭૩॥
ભાવાર્થ:
કોઈ સાધુને ગાવાનો શોખ હોય તે મોટા અવાજે ગાય, કદાચ તે સ્તવન વગેરે હોય તોપણ પોતાની ગાવાની મનોવૃત્તિના પોષણ માટે ગાય તો તે પ્રકારે રાગની પુષ્ટિ થાય છે, તેથી પાર્શ્વસ્થા છે. વસ્તુતઃ સાધુએ સંયમનો રાગ વૃદ્ધિ પામે તે પ્રકારે યત્ન કરવો જોઈએ. પૂર્વમાં ગાવાનો સ્વભાવ અતિશય થયો હોય તો તે પ્રકૃતિને ક્ષીણ કરવા માટે વારંવાર ઉચિત યત્ન કરવો જોઈએ, નહિ તો મોટા અવાજે કે થોડું પણ ગાઈને પોતાની ગાવાની પ્રકૃતિના સંસ્કારોને દૃઢ કરે છે. તેથી વીતરાગનાં સ્તવનો ગાઈને પણ વીતરાગતાને અભિમુખ જવાને બદલે ગાવાના રાગને પુષ્ટ કરે છે તે પાર્શ્વસ્થા છે.
વળી ખડખડાટ હસે છે તે પાર્શ્વસ્થા છે. વસ્તુતઃ સાધુએ હાસ્યમોહનીયનો ઉદય ન થાય તે રીતે ભાવિત રહેવું જોઈએ. કદાચ નિમિત્તને પામીને સૂક્ષ્મ હાસ્યરૂપ સ્મિત પ્રગટ થાય, પરંતુ મુખ ખોલીને હસવું જોઈએ નહિ, છતાં તે રીતે હસે છે તે પાર્શ્વસ્થા છે.
વળી હાસ્યનાં ઉદ્દીપક વચનો દ્વારા બીજાને હસાવે છે અર્થાત્ પોતે હસતા ન હોય તોપણ તેવી મુખચેષ્ટા કે બોલવાની ક્રિયા કરે, જેથી બીજાને હાસ્ય ઉત્પન્ન થાય તે પાર્શ્વસ્થા છે; કેમ કે બીજાને હાસ્યરૂપ નોકષાય કરાવવાના અધ્યવસાયથી સંયમયોગનો નાશ થાય છે.
વળી જેઓ ગૃહસ્થના પ્રયોજનની ચિંતા કરનારા છે, આથી દુઃખી ગૃહસ્થો પોતાના સુખદુઃખની વાતો તેવા સાધુ પાસે કરે છે અને તે સાધુ આશ્વાસન આપે છે તે પાર્શ્વસ્થા છે. વસ્તુતઃ સાધુએ ગૃહસ્થોને ધર્મની પ્રાપ્તિ કેમ થાય ? તેનો વિચાર કરવો આવશ્યક છે. તે સિવાયના પ્રયોજનમાં લેશ પણ પ્રયત્ન ક૨વો જોઈએ નહિ, તો જ આરંભાદિ દોષની નિવૃત્તિ સંભવે.
વળી જે સાધુ સ્વયં સંયમમાં ઉત્થિત છે, તોપણ શિથિલ સાધુને પોતાનાં વસ્ત્રાદિ આપે છે કે તેઓ પાસેથી ગ્રહણ કરે છે તે પાર્શ્વસ્થા છે; કેમ કે તેમ કરવાથી શિથિલ સાધુના આચારોની અનુમોદનાની પ્રાપ્તિ થાય છે અને તેમનાં અનુચિત કાર્યોમાં સહાય કરવામાં પોતે કારણ બને છે, તેથી બીજી રીતે સંયમમાં ઉત્થિત હોય તોપણ તે પાર્શ્વસ્થા છે. II૩૭૩II
ગાથા:
धम्मकहाओ अहिज्जइ, घराघरिं भमइ परिकहंतो उ । गणणा पमाणेण य, अइरित्तं वहइ उवगरणं ।।३७४ ।।
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૦.
ઉપશામાલા ભાગ-૨/ગાથા-કજ
ગાથાર્થ -
ધર્મકથાઓને ભણે છે અને ઘરે ઘરે કહેતો ફરે છે, ગણનાથી અને પ્રમાણથી વધારે ઉપકરણ રાખે છે. ૩૭૪II ટીકા :
धर्मकथा आजीविकार्थमधीतेऽत एव 'घराघरि ति गृहे गृहे भ्रमति परिकथयंश्च ता इति गणनया 'जिणा बारसरूवाई, थेरा चउद्दसरूविणो । अज्जाणं पन्नवीसं, तु अओ उठं उवग्गहो ।।' इत्यनया, प्रमाणेन च-'कप्पा आयपमाणा अड्डाइज्जा उ आयया हत्था' इत्यादिना अतिरिक्तमुक्तात् समर्गलं वहत्युपकरणमिति ।।३७४।। ટીકાર્ચ -
ઘર્મશા ........ ૩૫તિ | ધર્મકથાઓને આજીવિકા માટે ભણે છે, આથી જ ઘરે ઘરે કહેતો ભમે છે. ગણનાથી –
જિનોને બાર પ્રકારની, સ્થવિરને ચૌદ પ્રકારની, સાધ્વીને પચ્ચીસ પ્રકારની ઉપાધિ છે ત્યારપછી ઉપગ્રહિક ઉપધિ છે, એ પ્રકારે ગણનાથી –
અને પ્રમાણથી – કલ્પ આત્મપ્રમાણથી અઢી ગણું અને એક હાથ વિસ્તારવાળું,
એ પ્રમાણે કહેવાયેલાથી વધારે શાસ્ત્રમાં કહેલ છે એનાથી અધિક, ઉપકરણ રાખે છે. ૩૭૪ ભાવાર્થ
સાધુ આત્માને ભાવિત કરવા માટે શાસ્ત્રો ભણે છે, શાસ્ત્ર ભણીને સંપન્ન થયા પછી યોગ્ય જીવ આવે અને પોતાની શક્તિ હોય તો ઉચિત ઉપદેશ આપે છે, આમ છતાં પોતાને ચોમાસું વગેરેમાં ઉપકારક થશે, તેવા આશયથી જેઓ ધર્મકથાને અનુકૂળ કુશળતા મેળવે છે અને ઘરેઘરે ધર્મકથા કહેતા ફરે છે, તે પાર્શ્વસ્થા છે; કેમ કે આત્માના નિઃસંગભાવમાં જવાને અનુકૂળ સંયમયોગને સેવતા નથી, પરંતુ લોકોના આવાગમનથી પોતે સમૃદ્ધ છે તેમ ભાવન કરીને આત્માને બાહ્યભાવોથી વાસિત કરે છે. આત્માના પરમ સ્વાશ્મની કલ્પના પણ તેમને પ્રાપ્ત થતી નથી, તેઓ પાર્થસ્થા છે.
વળી ભગવાને સંયમના ઉપકાર માટે ગણનાથી અર્થાત્ સંખ્યાની ગણનાથી અને પ્રમાણથી=વસ્ત્રની લંબાઈ, પહોળાઈથી પ્રમાણથી જે પ્રકારે વસ્ત્રગ્રહણની અનુજ્ઞા આપી છે તેને ઓળંગીને જેઓ ઉપકરણ રાખે છે, તેઓ ભગવાનના વચન પ્રત્યે બદ્ધ રાગવાળા નથી, પરંતુ તે તે પ્રકારની અનુકૂળતા પ્રત્યે બદ્ધ રાગવાળા છે, તેથી પાર્થસ્થા છે. l૩૭૪
Page #218
--------------------------------------------------------------------------
________________
ઉપશામાલા ભાગ-૨/ ગાથા-૩૭૫
૧૦૧
ગાથા -
बारस बारस तिनि य, काइयउच्चारकालभूमीओ ।
अंतो बहिं च अहियासि, अणहियासे न पडिलेहे ॥३७५।। ગાથાર્થ
સહિષ્ણુપ્રયોજન માટે અને અસહિષ્ણુપ્રયોજન માટે અંદર અને બહાર કાયિભૂમિ, ઉચ્ચારભૂમિ અને કાલભૂમિ (અનુક્રમે) બાર, બાર અને ત્રણ પડિલેહણ કરતા નથી. II૩૭પII ટીકા -
द्वादश द्वादश तिवण्य यथाक्रमं कायिकोच्चारकालभूमीः प्रश्रवणपुरीषकालग्रहणस्थानानीत्यर्थः, न प्रत्युपेक्षते इति सम्बन्धः, तत्रालयपरिभोगस्यान्तर्मध्ये षड् बहिश्व षडेव कायिकाया उच्चारस्थापि तथैव 'अहियासि अणहियासित्ति सहिष्णोरसहिष्णोश्वार्थाय न प्रत्युपेक्षते, आसां च प्रमाणं तिर्षग् जघन्येन हस्तमात्रमण्यत्वार्यगुलान्यचेतनमिति ।।३७५।। ટીકાર્ય :
કવા .... કાનમિતિ બાર, બાર અને ત્રણ અનુક્રમે કાથિકભૂમિ, ઉચ્ચારભૂમિ અને કાલભૂમિને માત્ર-સ્પંડિલ અને કાલગ્રહણનાં સ્થાનોને પ્રત્યુપણ કરતો નથી, ત્યાં અંદર=મધ્યમાં આલય પરિભોગના છે અને બહાર જ, કાયિકનાં તેમ જ ઉચ્ચારમાં પણ છે સ્થાનો સહિષ્ણુના અને અસહિણના અર્થ માટે પ્રયોજન માટે, પ્રત્યુપેક્ષણ કરતા નથી અને આનં-આ સ્થાનોનું, તિથ્થુ જઘન્યથી હાથ જેટલું અને ઊંડાણમાં ચાર આંગળ અચિત હોવું જોઈએ. I૭પા ભાવાર્થ
સાધુ ષકાયના પાલનના અધ્યવસાયવાળા હોય છે અને તેને અનુરૂપ ઉચિત યતના કરે તો ષટ્કાયપાલનનો અધ્યવસાય જીવંત રહે છે. તેથી માત્રુ, સ્વડિલ રાત્રે કરવાનો અકસ્માત પ્રસંગ આવે તેને માટે બાર બાર સંખ્યાથી ભૂમિઓ છે, કાલગ્રહણની ત્રણ ભૂમિઓ છે તેનું પ્રત્યુપેક્ષણ સાધુ સંધ્યાકાળે કરે છે. જેથી રાત્રે કારણે માત્ર વગેરે જવું પડે તો શક્ય અહિંસાનું પાલન થાય, આમ છતાં જેઓ પ્રત્યુપેક્ષણ કરતા નથી તે પાર્શ્વસ્થા છે.
આનાથી એ ફલિત થાય કે સાધુ સાંજના પ્રતિક્રમણ પૂર્વે જે માંડલા બોલે છે, તે પ્રસ્તુત માતૃભૂમિ અને સ્થડિલભૂમિને આશ્રયીને બોલાય છે, તેનું પ્રયોજન વિશિષ્ટ જ્ઞાની જાણે, પરંતુ રાત્રે માત્રુ, અંડિલ જવાનું ઉચિત સ્થાન જે શક્ય હોય તે ભૂમિનું પ્રત્યુપેક્ષણ કરે નહિ અને બીજી બીજી પ્રવૃત્તિમાં વ્યગ્ર રહે તો તે અંશથી સંયમનો પરિણામ તૂટે છે, તેથી પાર્શ્વસ્થપણાની પ્રાપ્તિ થાય છે, માટે સુસાધુએ શક્તિ અનુસાર અને સંયોગ અનુસાર તે પ્રકારે અવશ્ય ભૂમિનું અવલોકન કરવું જોઈએ. IIક૭૫
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૭૬
ગાથા -
गीयत्थं संविग्गं, आयरियं मुयइ वलइ गच्छस्स ।
गुरुणो य अणापुच्छा, जं किंचि वि देइ गिण्हइ वा ॥३७६।। ગાથાર્થ :
ગીતાર્થ સંવિગ્ન આચાર્યનો ત્યાગ કરે છે, ગચ્છને વળતો ઉત્તર આપે છે, ગુરુને પૂછ્યા વગર જે કંઈ આપે છે અથવા ગ્રહણ કરે છે. ll૩૭૬ો. ટીકા :__ गीतार्थमधिगतागमं, संविग्नं मोक्षाभिलाषिणम आचार्य निजगुरुं मुञ्चति निष्प्रयोजनं परित्यज्य गच्छतीत्यर्थः । इह च गीतार्थसंविग्नग्रहणमगीतार्थाऽसंविग्नं पुनरागमप्रतिपादितक्रमेणात्मानं मोचयित्वा मुञ्चतोऽपि न दोष इति ज्ञापनार्थं, वलते तदुत्तरदानायाभिमुखो भवति गच्छस्य क्वचिच्चोदनां कुर्वत् इति गम्यते, गुरोश्चानापृच्छया तृतीयार्थे प्रथमा, यत् किञ्चिद् वस्त्रादिकं ददाति कस्मैचिद्, गृह्णाति वा कुतश्चिदिति ।।३७६।। ટીકાર્ય :નીતા
વિતિ | ગીતાર્થ=ભણાયું છે આગમ જેમના વડે એવા, સંવિગ્ન=મોક્ષના અભિલાષવાળા, આચાર્યને પોતાના ગુરુને, મૂકે છે=પ્રયોજન વગર પરિત્યાગ કરીને જાય છે અને અહીં ગીતાર્થ સંવિગ્નનું ગ્રહણ અગીતાર્થ અસંવિગ્નને વળી આગમમાં કહેવાયેલા મથી આત્માને મુકાવીને તેવા આચાર્યથી પોતાને મુકાવીને છોડતા પણ સાધુને દોષ નથી એ જણાવવા માટે છે. ગચ્છને વળે છે =કોઈક વખતે પ્રેરણા કરતા ગચ્છને તેનો જવાબ આપવાને માટે અભિમુખ થાય છે. ગુરુને પૂછ્યા વગર જે કંઈ વસ્ત્રાદિ કોઈકને આપે છે અથવા કોઈક પાસેથી ગ્રહણ કરે છે, ગાથામાં ગળપુછા પ્રથમ વિભક્તિ તૃતીયાના અર્થમાં છે. ll૩૭૬ ભાવાર્થ:
સુસાધુ હંમેશાં અપ્રમાદથી શમભાવના કંડકની વૃદ્ધિ થાય તેવી ઉચિત આચરણા કરે છે અને જેઓ ગીતાર્થ છે સૂત્રના અર્થના મર્મોને યથાર્થ જાણનારા છે અને વીતરાગ થવાની અભિલાષાવાળા છે, તેવા સુસાધુ હંમેશાં શિષ્યોને સર્વશના વચનાનુસાર સંયમના કંડકોની વૃદ્ધિ થાય એ પ્રકારે ઉચિત અનુશાસન આપે છે અને જે સાધુઓ તે પ્રકારે અનુશાસન આપતા નથી, તેઓને માર્ગનો પૂરો બોધ નથી, તેથી ગીતાર્થ નથી અથવા માર્ગનો સૂક્ષ્મ બોધ હોય પણ સંવેગ નથી, તેથી શિષ્યોને સંયમના કંડકોની વૃદ્ધિ થાય, તે પ્રકારે સતત અનુશાસન આપતા નથી, પરંતુ જે પ્રમાદી શિષ્ય ગીતાર્થ સંવિગ્ન ગુરુને નિષ્ઠયોજન ત્યાગ કરે છે, તે સંયમયોગમાં ઉત્થિત હોય તોપણ પાર્શ્વસ્થા છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૩
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૭૬-૩૭૭
વળી કોઈક કારણે ગીતાર્થ સંવિગ્ન ગુરુની પ્રાપ્તિ ન થઈ હોય, આગમ વિધિ અનુસાર તેવા ગુરુનો ત્યાગ કરે તો તે મહાત્માને પાર્થસ્થાની પ્રાપ્તિ થાય નહિ; કેમ કે સંવેગની વૃદ્ધિના પ્રયોજનથી ગુણવાન ગુરુનું આશ્રયણ છે અને જે ગુરુ ગીતાર્થ સંવિગ્ન નહિ હોવાથી સંવેગની વૃદ્ધિને અનુકૂળ ઉચિત અનુશાસન આપતા નથી, તેવા ગુરુનો સંયમના રક્ષણ માટે કોઈ મુનિ શાસ્ત્રવિધિ અનુસાર ત્યાગ કરે તો તે ઉચિત કૃત્યરૂપ હોવાથી દોષ નથી.
વળી ગચ્છના બીજા સાધુ સારણા વગેરે કરતા હોય તેને સાંભળીને પોતાના અસહિષ્ણુ સ્વભાવને કારણે જે સાધુ સામો જવાબ આપે છે, તે સાધુમાં તે અંશથી પાર્થસ્થા દોષ છે; કેમ કે સારણા વગેરે સંયમની વૃદ્ધિનું અંગ છે, છતાં તે મહાત્મા તેને સહન કરતા નથી.
વળી જે સાધુ ગુણવાન ગીતાર્થ ગુરુને પૂછીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેમનામાં ગુણવાનના પારતંત્રનો ગુણ છે, પરંતુ જેઓ તે પ્રકારે કરતા નથી અને ગુરુને પૂછ્યા વગર કોઈની પાસેથી વસ્ત્ર ગ્રહણ કરે છે, કોઈકને આપે છે, તેને પાર્શ્વસ્થા દોષની પ્રાપ્તિ થાય છે, માટે કલ્યાણના અર્થી સાધુએ ગુરુને પરતંત્ર રહીને સર્વ પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી અનાભોગથી પણ સ્વચ્છંદ મતિનો પરિણામ થાય નહિ. l૩૭છા ગાથા :
गुरुपरिभोगं भुंजइ, सिज्जासंथारउवगरणजायं । ..
किं ति य तुमं ति भासइ, अविणीओ गविओ लुद्धो ॥३७७।। ગાથાર્થ -
ગુરુના પારિભોગવાળા શય્યા, સંથારો ઉપકરણના સમૂહને ભોગવે છે, અવિનીત ગર્વિત લુબ્ધ એવો કયા કારણથી એ પ્રમાણે અને તુંકારાથી બોલે છે. ll૩૭૭માં ટીકા -
गुरुणा परिभुज्यमानं भुङ्क्ते, किं तदित्याह-शय्यासंस्तारकोपकरणजातं, तत्र शेतेऽस्यामिति शय्या शयनभूमिः, संस्तारकः काष्ठमयादिः, उपकरणजातं वर्षाकल्पादि गुरोश्च सम्बन्धि सर्व वन्द्यमेव भवति, न भोग्यं, तथा आहूतः किमिति च भाषते, तत्र हि मस्तकेन वन्दे इत्यभिधातव्यम्, आलपंश्च त्वमिति गुरुं प्रतिभाषते, यूयमिति तत्र वक्तव्यं बहुवचनार्हत्वादत एव विपरीतकरणादविनीतः, अविनयहेतुमाह-गर्वितः सोत्सेकः लुब्धो विषयादौ गृद्ध इति ॥३७७।। ટીકાર્ચ -
ગુરુ ... પૃ તિ ગુરુના પરિભોગવાળાનેeગુરુ વડે વપરાતા ઉપકરણને, વાપરે છે, તે શું? એથી કહે છે – શય્યા, સંથારો, ઉપકરણના સમૂહને વાપરે છે, ત્યાં તેમાં સૂએ એ શવ્યાશયનભૂમિ, સંસ્કારક કાષ્ઠમય વગેરે ઉપકરણનો સમૂહ વકલ્પ વગેરે, ગુરુના સંબંધવાળું સર્વ જ
Page #221
--------------------------------------------------------------------------
________________
ઉપશામાલા ભાગ-૨ ગાથા-૭૭૭-૭૮
થાય છે, ભોગ્ય નથી અને બોલાવાયેલો છે ? એ પ્રમાણે બોલે છે, ત્યાં મસ્તકથી હું વંદન કરું છું, એ પ્રમાણે બોલવું જોઈએ અને આલાપ કરતો ‘તું એ પ્રમાણે ગુને જવાબ આપે છે. તમે એ પ્રમાણે ત્યાં કહેવું જોઈએ; કેમ કે ગુરુનું બહુવચનથોગ્યપણું છે. આથી જ વિપરીત કરણ હોવાથી અવિનીત છે, અવિનયના હેતુને કહે છે – ગતિ=અભિમાની છે, લુબ્ધ=વિષયાદિમાં ગૃદ્ધ છે. N૩૭૭ના ભાવાર્થ :
જે સાધુ સંસારથી અત્યંત ભય પામેલા છે, મોક્ષના અર્થી છે તેઓ ગુણવાન ગુરુનો નિર્ણય કરીને ગુરુને પરતંત્ર રહે છે. જેનાથી સંસારથી નિસ્વાર થાય તેમ છે, આવા ગુણવાન ગુરુને પરતંત્ર સાધુને ગુરુની સર્વ વસ્તુઓ વંદનને યોગ્ય છે, ભોગવવા યોગ્ય નથી. આમ છતાં પ્રમાદી સાધુ ગુરુ, બહાર ગયા હોય ત્યારે અથવા બીજા સ્થાનમાં હોય ત્યારે ગુરુના સ્થાનમાં બેસે, તેનાથી ગુરુનો અવિનય થાય છે; કેમ કે વસતિમાં ગુરુ માટે જે સ્થાન નિયત કરાયું હોય તે સ્થાનમાં કોઈ બેસે નહિ, ગુરુ સાથે સંબંધવાળું સ્થાન પૂજ્ય છે.
વળી ગુરુ જે પાટ ઉપર બેસતા હોય અને જે ઉપકરણ ધારણ કરતા હોય તે બધા ગુણવાન ગુરુ સાથે સંબંધિત હોવાથી પૂજ્ય છે, છતાં તેનો પરિભોગ કરે તો તે પ્રમાદી સાધુ પાર્શ્વસ્થા છે. વળી, ગુરુ બોલાવે ત્યારે શું કહો છો ? એમ બોલે, વસ્તુતઃ હું મસ્તકથી વંદન કરું છું, એમ કહીને ઉચિત પ્રશ્ન કરવો જોઈએ, પરંતુ મર્યાદા વગર બોલે છે તે પાર્શ્વસ્થા છે. વળી ગુરુને માનાર્થે “તમે એ પ્રમાણે કહેવું જોઈએ, છતાં તુચ્છ સ્વભાવને કારણે “તું” કહે તે સાધુ પાર્શ્વસ્થા છે. આ રીતે અવિનીત અને ગર્વિત સાધુ પાર્શ્વસ્થા છે. વળી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત હોવાથી તે તે ઇન્દ્રિયોના વિષયો સાથે સંબંધ પામીને તે તે ભાવો કરે છે તે પાર્શ્વસ્થા છે. વસ્તુતઃ સુસાધુએ પાંચ ઇન્દ્રિયોને સંવૃત કરીને સંયમના કંડકોની વૃદ્ધિ થાય એ પ્રમાણે પ્રયત્ન કરવો જોઈએ.
આનાથી એ ફલિત થાય કે માન વગેરે કષાયને વશ કે ઇન્દ્રિયને વશ જેટલા અંશમાં ઉપયોગ પ્રવર્તે છે, તેટલા અંશમાં પાર્શ્વસ્થા છે, તેવા પણ સાધુ સંસારથી તરવાના અત્યંત અર્થી હોય તેના કારણે બીજી સર્વ ઉચિત પ્રવૃત્તિ યથાર્થ કરતા હોય તે અંશથી માર્ગાનુસારી બુદ્ધિવાળા હોય તો ભાવસાધુ હોય તોપણ જે જે અંશથી પ્રમાદવશ અવિનયાદિ કરે છે, તે તે અંશથી શિથિલાચારી સાધુ છે. ૩૭૭ના ગાયા -
गुरुपच्चक्खाणगिलाणसेहबालाउलस्स गच्छस्स ।
ન કરે નેવ પુર નિવાઓ સિવાયનીવી રૂ૭૮ાા . ગાથાર્થ -
ગુરુ, પ્રત્યાખ્યાન કરનાર, ગ્લાન, શૌક્ષ, બાળથી વ્યાપ્ત એવા ગચ્છનું કૃત્ય કરતો નથી, પૂછતો નથી જ, તે નિઈમ લિંગઉપજીવી છે. ll૩૭૮II.
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૫
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૭૮ ટીકા :
गुरुः प्रतीतः, प्रत्याख्यानस्तत्सम्बन्धादनशनी क्षपको वा, ग्लानो रोगी, शैक्षकोऽभिनवदीक्षितः, बालः शिशुः, गुरुश्च प्रत्याख्यानश्चेत्यादिद्वन्द्वस्तराकुलः सङ्कीर्णस्तस्य गच्छस्य न करोति यत् कृत्यं स्वयमेव नैव पृच्छति विदुषः किं मया कर्त्तव्यमित्यत एव निर्धों निराचारो लिङ्गोपजीवी શ્રેણીની પ્રતિ પારૂ૭૮ાા. ટીકાર્ય :
ગુજર જેવો ગીવ જ એ ગુરુ પ્રતીત છે, પ્રત્યાખ્યાન તેના સંબંધથી અનશની અથવા ભપક, ગ્લાન=રોગી, શિક્ષક અભિનવ દીક્ષિત, બાળ=બાળક, ગુરુ અને પ્રત્યાખ્યાન ઈત્યાદિ દ્વન્દ્ર સમાસ છે, તેનાથી આકુળ ભરેલો, તે ગચ્છનું જે કૃત્ય સ્વયં જ કરતો નથી, વિદ્વાનને પૂછતો નથી જ=મારે શું કરવું જોઈએ ? તે પૂછતો નથી જ, આથી જ નિર્ધર્મ=નિરાચાર, લિંગ ઉપજીવી= વેષના આધારે જીવનારો, છે. ૩૭૮ ભાવાર્થ -
સાધુ સંયમ ગ્રહણ કરીને ગુણવાન ગુરુનું ઉચિત કૃત્ય કરે છે ત્યારે ગુણવાનના ગુણનું સ્મરણ હોવાથી તેના પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય છે અને તે તે કૃત્યો દ્વારા જેમ જેમ ભક્તિની વૃદ્ધિ થાય છે તેમ તેમ અધિક નિર્જરા થાય છે, આમ છતાં જે સુખશીલિયા સાધુ ગુણવાન ગુરુના ઉચિત કૃત્યો કરતા નથી તેમને ગુણવાન ગુરુના ગુણો પ્રત્યે બહુમાન નહિ હોવાથી પાર્થસ્થા છે, વળી કોઈ મહાત્મા ઉપવાસ વગેરે તપ કરતા હોય અથવા વિશેષ તપ દ્વારા ક્ષપણા કરતા હોય તેમના પ્રત્યાખ્યાનના પરિણામની ઉચિત ભક્તિ કરતા નથી, પરંતુ શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરે છે તેમને જિનવચનાનુસાર તપ પ્રત્યે બહુમાન નથી, માટે પાર્શ્વસ્થા છે.
વળી કોઈ સાધુ ગ્લાન હોય અને પોતાનામાં તે પ્રકારની કુશળતા હોય કે જેથી તેમની વેયાવચ્ચ કરીને તેમના સંયમયોગોની વૃદ્ધિમાં પ્રબળ કારણ બને, છતાં તેમની વેયાવચ્ચ ન કરે તો તેમનો શમભાવના પરિણામરૂપ સંયમનો પરિણામ મલિન થાય છે અને ગ્લાન આદિમાં શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ નહિ કરવાથી પાર્શ્વસ્થપણાની પ્રાપ્તિ થાય છે.
વળી શૈક્ષ કે બાળ સાધુના ઉચિત કૃત્યો કરી શકે તેવી જેનામાં શક્તિ છે, છતાં પ્રમાદને વશ કરતા નથી તેમને તેમના પ્રત્યે સમભાવના પરિણામરૂપ સમાન પરિણામ નથી, તેથી પોતાના સુખશીલ સ્વભાવને વશ તેમના સંયમની ઉપેક્ષા કરે છે. આવા સાધુ બાહ્યથી સંયમની અન્ય ક્રિયામાં ઉત્થિત હોય તોપણ સમભાવના કારણભૂત એવા સંયમયોગમાં ઉસ્થિત નહિ હોવાથી નિધર્મ અને વેશ ઉપર જીવનારા છે, કદાચ તેઓ બીજા આચારો સમ્યગુ સેવતા હોય તો પણ શૈક્ષાદિની સંયમવૃદ્ધિને અનુકૂળ બળવાન યોગનો નાશ કરતા હોવાથી તેટલા અંશમાં પાર્શ્વસ્થા છે. ll૩૭૮
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૯
ગાથા -
पहगमणवसहिआहारसुयणथंडिल्लविहिपरिट्ठवणं ।
नायरइ नेव जाणइ, अज्जावट्टावणं चेव ॥३७९।। ગાથાર્થ :
માર્ગગમન, વસતિ, આહાર, શયન, સ્પંડિલવિધિ, પરિસ્થાપના, સાદવીના વર્તનને આચરતા નથી અને જાણતા નથી જ. II૩૭૯ll ટીકા:
पथिगमनं च वसतिश्च आहारश्च स्वपनं च स्थाण्डिल्यं चेति द्वन्द्वः, एषां विधिरागमोक्तः क्रमः परिस्थापना अतिरिक्ताऽशुद्धभक्तपानोपकरणादीनां विधिना त्यागः, पथिगमनादिविधिना सह परिस्थापना पथिगमनवसत्याहारस्वपनस्थाण्डिल्यविधिपरिस्थापना तां नाचरति जाननपि निर्द्धमतयाऽथवा नैव जानाति न जानात्येव इति आर्यावर्त्तनं चैव यथायिका वर्तयितव्याः संवाहनीयाः तज्जाननपि नाचरति न जानात्येव वेति ॥३७९।। ટીકાર્ય :
થાભ ... રેતિ | પથગમન, વસતિ, આહાર અને સ્થાડિલ્ય એ પ્રમાણે દ્વન્દ સમાસ છે. આની=પથગમન વગેરેની, વિધિ-આગમમાં કહેવાયેલો ક્રમ, પરિસ્થાપના=અધિક અને અશુદ્ધ ભક્ત-પાન-ઉપકરણ વગેરેનો વિધિથી ત્યાગ, પથગમન વગેરે વિધિ સાથે પરિસ્થાપના પથગમવ વસતિ આહાર સ્વપન સ્વાંડિલ્ય વિધિ સાથે પરિસ્થાપના તેને જાણતો પણ નિર્ધર્મપણાથી આચરતો નથી અથવા જાણતો નથી જ, આથનું વર્તન =જે પ્રમાણે સાધ્વીઓને પ્રવર્તાવવી જોઈએ તેમની સારસંભાળ કરવી જોઈએ, તેને જાણતો પણ આચરતો નથી જ અથવા જાણતો નથી જ, એ પાર્શ્વસ્થા છે. li૩૭૯iા ભાવાર્થ :
જે સાધુ સંયમને અનુકૂળ કેવી વસતિ ગ્રહણ કરવી, કેવી ન ગ્રહણ કરવી તે વિષયક આગમમાં કહેવાયેલા ક્રમને જાણતા નથી અર્થાતું પહેલા સર્વથા વિશુદ્ધ વસતિ ગ્રહણ કરવી જોઈએ અને અપવાદથી પંચકહાનિના ક્રમથી ગ્રહણ કરવી જોઈએ. તેની વિધિને જાણતા નથી કે આચરતા નથી, પરંતુ અનુકૂળતા પ્રમાણે વસતિને ગ્રહણ કરે છે તેઓ પાર્શ્વસ્થા છે. વળી સાધુએ ક્યારે, કઈ રીતે આહાર ગ્રહણ કરવો જોઈએ અને વિશુદ્ધ આહાર ન મળે તો ક્યારે તપની વૃદ્ધિ કરવી જોઈએ ? તપવૃદ્ધિથી સંયમના કંડકો નાશ પામતા હોય ત્યારે અપવાદથી પંચકહાનિના કયા ક્રમથી આહાર ગ્રહણ કરવો જોઈએ, તે સર્વ વિધિ જાણતા નથી અથવા જાણતા છતાં આચરતા નથી, તેઓ જિનવચનાનુસાર ધર્મનિષ્પત્તિ માટે યત્ન
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૭
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૭૯-૩૮૦ નહિ કરતા હોવાથી નિર્ધમ પાર્થસ્થા છે.
વળી શાસ્ત્રવિધિનું સ્મરણ કરીને સંયમની પરિણતિ નાશ ન પામે તે રીતે યતનાપૂર્વક સૂવાની ક્રિયા કરતા નથી કે તેની વિધિને જાણતા નથી, તે પાર્શ્વસ્થા છે. વળી જે સાધુ મલ-મૂત્ર વગેરે પરઠવવાને અનુકૂળ અંડિલ ભૂમિના વિકલ્પો શાસ્ત્રમાં બતાવેલા છે, તેને જાણતા નથી અથવા જાણતા હોય છતાં તે પ્રમાણે વિધિના ક્રમથી આચરીને સંયમશુદ્ધિમાં યત્ન કરતા નથી તેઓ પાર્શ્વસ્થા છે.
વળી ભક્ત-પાન-ઉપકરણ સંયમમાં ઉપકારક હોય તેનાથી અધિક હોય કે અશુદ્ધ હોય તો સાધુએ વિધિથી તેનો ત્યાગ કરવો જોઈએ. છતાં તેવી પરિસ્થાપના વિધિને જાણતા નથી અને જાણવા છતાં આચરતા નથી, તેઓ પાર્શ્વસ્થા છે; કેમ કે સંયમને ઉપકારી ન હોય તેવાં શુદ્ધ પણ અધિક ભક્તપાન આસક્તિનું કારણ બને છે અને ઉપકરણ પણ શુદ્ધ હોવા છતાં અધિક રાખે તો પરિગ્રહનું કારણ બને છે અને અશુદ્ધ હોય તો વિધિપૂર્વક પાઠવવાં જોઈએ, પરંતુ તે રીતે પરઠવવા ચિત્ત તત્પર ન હોય તો તે અશુદ્ધ પ્રત્યે મમત્વભાવ છે, તેથી પાર્થસ્થા છે.
વળી ગચ્છની સારસંભાળ કરનારા સાધુઓ સાધ્વીના સંયમની ચિંતા કરનારા હોય છે, તેથી સાધ્વીઓ કઈ રીતે સંયમની નિરાબાધ આરાધના કરી શકે ? તેની ઉચિત યતનાઓ કરે છે. આમ છતાં જે સાધુ તે પ્રકારે ઉચિત યતનાને જાણતા નથી અથવા જાણવા છતાં આચરતા નથી, તેઓ સાધ્વીના હિતની ઉપેક્ષા કરતા હોવાથી પાર્શ્વસ્થા છે. II૩૭
ગાથા -
सच्छंदगमणउट्ठाणसोयणो अप्पणेण चरणेण ।
समणगुणमुक्कजोगी, बहुजीवखयंकरो भमइ ।।३८०।। ગાથાર્થ :
સ્વચ્છેદ ગમન-ઉત્થાન-રવપન છે જેને એવા, રવબુથિી કલ્પના કરાયેલા સાથિી શ્રમણગુણના મુકાયેલા યોગવાળા ઘણા જીવોના ક્ષયને કરનારા ભમે છે. Il૩૮૦I ટીકા -
स्वच्छन्दं स्वाभिप्रायं गुर्वाज्ञां विना गमनोत्थानस्वपनानि यस्य स तथा अत एवात्मीयेन स्वबुद्धिकल्पितेन चरणेनाचारेण भ्रमतीति सम्बन्थः । किम्भूतः सन्नित्याह-श्रमणानां गुणा ज्ञानादयः श्रमणगुणास्तेषु मुक्तस्त्यक्तो योगो व्यापारो येन श्रमणगुणमुक्तयोगी सर्वधनादिपाठाद् इन्समासान्तोऽत एव बहुजीवक्षयङ्करोऽनेकप्राणिप्रलयकारी, अनुस्वारोऽलाक्षणिको भ्रमत्यनर्थकमटाट्यत ત્તિ રૂ૮૦પા
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ઉપશામાલા ભાગ-૨ | ગાથા-૩૮૦-૮૧ ટીકાર્ય :
જીજે - રતિ | સ્વછંદ પોતાના અભિપ્રાય પ્રમાણે, ગુરુની આજ્ઞા વિના જવું, ઊઠવું, સવું છે જેને તે સ્વચ્છેદ ગમન-ઉત્થાન-પનવાળા છે. આથી જ આત્મીય ચરણથી=પોતાની બુદ્ધિથી કલ્પના કરાયેલા આચારથી, ભમે છેઃકરે છે, કેવા પ્રકારના છતા ? એથી કહે છે - સાધુના ગુણો જ્ઞાનાદિ શ્રમણગુણો તેમાં મુકાયો છે ત્યાગ કરાયો છે વ્યાપાર જેના વડે તે શ્રમણગુણમુક્ત થોગી છે. સર્વ ધનાદિ પાઠથી સમાસના અંતે છે= અણગુણમુક્તયોગી' શબ્દમાં ન અંતમાં છે. આથી જ=આમણગુણમુક્ત થોડી છે આથી જ, ઘણા જીવનો ક્ષય કરનારા છે અનેક પ્રાણીનો નાશ કરનારા છે, અનુસ્વાર અલાક્ષણિક છે, તેવા સાધુ ભમે છે=નિરર્થક ભટકે છે. આ૩૮૦ના ભાવાર્થ -
જે સાધુ પરમગુરુની આજ્ઞા વિના અને પરમગુરુની આજ્ઞાનુસાર કહેનાર ગુરુ વિના પોતાના અભિપ્રાય અનુસાર જવું, ઊઠવું, સૂવું વગેરે ક્રિયાઓ કરે છે, વળી પોતાની બુદ્ધિ અનુસાર ચારિત્રની આચરણા કરે છે, તેઓ પાર્થસ્થા છે; કેમ કે સુસાધુએ પરમગુરુના વચનાનુસાર ચાલનારા ગીતાર્થ સાધુને પરતંત્ર જ જવું, ઊઠવું, સૂવું વગેરે ક્રિયા કરવી જોઈએ અને ચારિત્રની સર્વ આચરણા જિનવચનાનુસાર વિધિને જાણીને કરવી જોઈએ. જેઓ એ પ્રકારે કરતા નથી, તેઓ શમભાવના પરિણામથી રહિત છે, એથી પાર્શ્વસ્થા છે. વળી જેઓ સાધુના જ્ઞાનાદિ ગુણોથી મુકાયેલા વ્યાપારવાળા છે. તેથી અયતનાપૂર્વક સંયમની સર્વ ક્રિયા કરીને ઘણા જીવોના પ્રાણોને નાશ કરનારા છે, તેથી પાર્થસ્થા છે; કેમ કે શમભાવનો પરિણામ સમિતિ-ગુપ્તિમાં દઢ યત્ન કરે તેવા સાધુમાં સંભવે અને જે તે પ્રકારે ગુપ્તિઓથી યુક્ત નથી અને સંયમના પ્રયોજનથી સમિતિપૂર્વક ચેષ્ટા કરતા નથી, તેઓના સર્વ યોગો સંસારના કારણ છે, તેથી તે પાર્થસ્થા છે. ll૩૮ના
ગાથા -
वत्थि व्व वायपुनो, परिब्भमइ जिणमयं अयाणंतो ।
थद्धो निम्विन्त्राणो, बहुजीव न य पेच्छइ किंचि अप्पसमं ।।३८१।। ગાથાર્થ -
વાયુથી ભરેલી બત્તિની જેમ જિનમતને નહિ જાણતો સ્તબ્ધ વિજ્ઞાન વગરનો પરિભ્રમણ કરે છે અને જુએ છે – પોતાના સમાન કંઈ નથી. ||૩૮૧|| લકા -
बस्तिवच्चर्ममयो वातपूर्णो वायुपूरितोऽतिगर्वाध्मातत्वात् परिभ्रमति, जिनमतं मदगवौषधकल्पं सर्वज्ञवचनमजाननत एव स्तबः शरीरेऽपि दर्शितगर्वचिहनः, निर्विज्ञानो शानिनो गर्वाभावात्, न च नैव पश्यति किञ्चिदात्मसममत्युत्सेकाज्जगदपि न्यूनं मन्यत इति ।।३८१।।
Page #226
--------------------------------------------------------------------------
________________
ઉપશામાલા ભાગ-૨ ગાયા-૨૮૧૨૮૨
૨૦૯
ટીકાર્ય :
વિધ્યો ... મત તિ / બલિની જેમ ચામડાની બલિની જેમ, વાયુથી પૂર્ણ થવા ભરેલ, પરિણામણ કરે છે; કેમ કે અતિ ગર્વથી ફુલવાપણું છે, જિનમતને=માનરૂપી રોગને દૂર કરવામાં
ઔષધ જેવા સર્વશના વચનને, નહિ જાણતો આથી જ સ્તબ્ધ=શરીરમાં પણ દેખાડાયું છે ગર્વનું ચિહ્ન જેના વડે એવા, વિજ્ઞાન વગરના
વિજ્ઞાન વગરનો કેમ કહ્યો ? એથી કહે છે –
શાનીને ગર્વનો અભાવ હોય છે, પોતાના સમાન કંઈ જોતો નથી જ અભિમાનથી જગતને પણ ચૂન માને છે. ૩૮૧II ભાવાર્થ
જે સાધુ અત્યંત અભિમાનવાળા છે તેઓ માન-કષાયથી ફુલાઈને વાયુથી ભરેલી બસ્તિની જેમ પરિભ્રમણ કરે છે અને માને છે કે અમે જગતને ઉપકાર કરનારા છીએ, ત્યાગી છીએ, માટે લોકોએ અમને પૂજવા જોઈએ, તેઓ પાર્શ્વસ્થા છે; કેમ કે જિનમતને જાણતા નથી, કેમ જાણતા નથી ? એથી કહે છે – મદરૂપી રોગનો નાશ કરવામાં ઔષધ સરખું સર્વજ્ઞનું વચન છે, તેથી જો સર્વજ્ઞના વચનને જાણતા હોય તો મદનો પરિહાર કરીને કષાયોનું ઉન્મેલન થાય તે પ્રકારે યત્ન કરે તેને બદલે સંયમની આચરણા કરીને મદરોગની વૃદ્ધિ કરે છે, માટે જિનમતને જાણનારા નથી. વળી શરીરમાં પણ મદનાં ચિહ્નો દેખાડે છે, તેથી સ્તબ્ધ છે. વળી શાસ્ત્ર ભણ્યા હોય તોપણ જ્ઞાનના અભાવવાળા છે; કેમ કે અભિમાનથી આખા જગતને તણખલા સરખું પોતાનાથી ન્યૂન માને છે, તેથી પાર્શ્વસ્થા છે; કેમ કે સુસાધુ હંમેશાં સમભાવની વૃદ્ધિ થાય તે રીતે સંયમયોગમાં યત્ન કરે છે અને જેઓ કષાયવાળા રહે છે, તેઓ પરમાર્થથી સુસાધુ નથી, પાર્થસ્થા છે. ll૩૮ચા
ગાથા -
सच्छंदगमणउट्ठाणसोयणो, भुंजई गिहीणं च ।
पासत्थाई ठाणा, हवंति एमाइया एए ।।३८२।। ગાથાર્થ :
સ્વછંદ જવા-ઊઠવા-સૂવાવાળો, ગૃહરથની વચ્ચે આહાર કરે છે, એ વગેરે આ પાર્શ્વરથાદિ સ્થાનો છે. Im૩૮રા ટીકા - स्वच्छन्दगमनोत्थानस्वपन इति पूर्ववत् किमर्थं पुनरुपादानमिति चेत्, सर्वे गुणा गुणवत्पारतन्त्र्यसाध्या
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૮૨ इति ज्ञापनार्थ तद्रहितस्तु तेषामुपायेऽपि न वर्त्तते, दूरतस्तत्सम्बन्ध इति, भुङ्क्ते गृहिणां च मध्ये इति शेषः, कियद्वात्र मोहपरतन्त्रचेष्टितं वक्ष्यत इति निगमयन्नाह-पार्श्वस्थादिस्थानानि भवन्त्येवमादीन्येतानि पुल्लिङ्गनिर्देशस्तु प्राकृतत्वाददुष्ट इति ।।३८२।। ટીકાર્ય :
સ્વચ્છજ... અલુર ત્તિ સ્વચ્છેદ જવા-ઊઠવા-સૂવાવાળો એનો અર્થ પૂર્વની જેમ છે=ગાથા૩૭૯ની જેમ છે, ફરી કેમ કથન કર્યું ? એ પ્રકારની શંકામાં કહે છે – બધા ગુણો ગુણવાનના પરતંત્રપણાથી સાધ્ય છે, એ પ્રમાણે જણાવવા માટે ફરી કથા કરેલ છે. વળી તેનાથી રહિત= ગુણવાનના પરતંત્રપણાથી રહિત સાધુ તેમના ગુણોના, ઉપાયમાં પણ પ્રવર્તતો નથી, તેનો સંબંધ= ગુણનો સંબંધ, દૂરથી છે અને ગૃહસ્થની મધ્યે આહાર વાપરે છે અથવા કેટલુંક અહીં મોહને પરતંત્ર પ્રવૃત્તિમાં કહેવાશે. એથી નિગમન કરતાં કહે છે – આ વગેરે આટલા=પૂર્વમાં અત્યાર સુધી વર્ણન કર્યું એટલાં પાર્થસ્થ વગેરેનાં સ્થાનો થાય છે, નપુંસકલિંગ હોવા છતાં ગાથામાં પુંલિંગનો નિર્દેશ પ્રાકૃતપણું હોવાથી અદુષ્ટ છે. ૩૮રા. ભાવાર્થ
ગાથા-૩૫૪થી અત્યાર સુધી બતાવી એવી આચરણા કરનારા સાધુઓ પાર્થસ્થા વગેરે છે. વસ્તુતઃ તેલપાત્રધારક પુરુષની જેમ જે મહાત્માઓ શમભાવના કંડકોની વૃદ્ધિ કરવા માટે જિનવચનનું દૃઢ અવલંબન લઈને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તેઓ મન-વચન-કાયાથી ઉત્સર્ગમાર્ગની સ્થિર રુચિવાળા છે, જ્યારે ઉત્સર્ગની પ્રવૃત્તિથી સમભાવનો પરિણામ સાધ્ય ન જણાય ત્યારે અપવાદથી પ્રમાદ વગર ઉચિત યત્ન કરીને પણ સંયમની વૃદ્ધિ કરે છે તેઓ ભાવસાધુ છે અને તે ભાવસાધુની પ્રવૃત્તિમાં મનથી પણ કોઈ વિપરીત પ્રવૃત્તિ થાય તો તેટલા અંશથી પાર્થસ્થાની પ્રાપ્તિ છે. વળી જેઓ વચનથી અને કાયાથી જે કોઈ અન્યથા પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પ્રવૃત્તિને અહીં સંક્ષેપથી બતાવેલ છે અને તે સર્વ પ્રવૃત્તિઓ પાર્થસ્થાની પરિણતિનાં સ્થાનો છે.
તેથી એ ફલિત થાય કે સુસાધુ મન-વચન-કાયાથી અને કરણ, કરાવણ, અનુમોદનથી તે સ્થાનોનો સર્વ યત્નથી અવશ્ય ત્યાગ કરે છે, કદાચ અનાભોગથી અલના થાય તો પણ તે સ્થાનોથી તરત નિવર્તન પામે છે, તેઓ કંઈક અતિચારવાળા સુસાધુ છે અને જેઓ પાર્શ્વસ્થનાં તે સર્વ સ્થાનોને જાણતા નથી, જાણવા યત્ન કરતા નથી અને સંયોગ અનુસાર તેને સેવે છે તે પાર્શ્વસ્થા છે અને પાર્શ્વસ્થામાં પણ જે સંવિગ્નપાક્ષિક છે, તેઓ પાર્થસ્થાનાં સર્વ સ્થાનોને અવશ્ય જાણે છે, તેનો કંઈક પરિહાર પણ કરે છે અને પ્રમાદને કારણે કોઈ કોઈ સ્થાનોને સેવે છે, છતાં લોકોને શુદ્ધ સાધુધર્મ બતાવે છે અને પોતાની વિપરીત આચરણાની લોકો આગળ નિંદા કરે છે, તેઓ દેશપાર્થસ્થા સંવિગ્નપાક્ષિક છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૮૨
૨૧૧
સંક્ષેપથી એ ફલિત થાય કે જેઓ મન-વચન-કાયાથી, કરણ-કરાવણ-અનુમોદનથી પાર્શ્વસ્થ વગેરે સર્વ સ્થાનોનો ત્યાગ કરે છે, તેઓ જ ભાવસાધુ છે, તેથી સ્વયં તે સ્થાનો સેવે નહિ, બીજાને તે સેવવાની પ્રેરણા કરે નહિ, એટલું જ નહિ પણ શિષ્યાદિ તે પાર્શ્વસ્થ સ્થાનોને સેવે નહિ, તેના માટે ઉચિત અનુશાસન આપે તેઓ જ ભાવસાધુ છે. અનાભોગાદિથી કે મનથી સેવન થઈ જાય તોપણ તેની શુદ્ધિ કરે છે, જેથી સંયમ સુસ્થિત રહે છે. વળી પાર્શ્વસ્થા વગેરે સ્થાન સેવતા હોય અને નિવર્તન પામે તેમ હોય છતાં ઉચિત અનુશાસન શિષ્યોને ન આપે તોપણ તેને પાર્શ્વસ્થપણાની પ્રાપ્તિ થાય. II૩૮૨ા
અનુસંધાન : ઉપદેશમાલા ભાગ-૩
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૨
હિપરામલા ભાગ-૨
[વિશેષ નોંધ
Page #230
--------------------------------------------------------------------------
________________ वंदइ पडिपुच्छइ, पज्जुवासेइ साहुणो सययमेव / पढइ सुणेइ गुणेइ य, जणस्स धम्म परिकहेइ / / સાધુઓને વંદન કરે છે, પ્રતિપૃચ્છના કરે છે, સતત જ પર્યાપાસના કરે છે, સૂત્રો ભણે છે, તેના અર્થને સાંભળે છે, ગુણન કરે છે–સૂટાર્થનું પરાવર્તન કરે છે અને લોકોને ધર્મ કહે છે. : પ્રકાશક : Gaei SOL ‘મૃતદેવતા ભવન’, 5, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail: gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com