SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૨૩૬-૨૩૭ ટીકા निष्क्रमणज्ञाननिर्वाणजन्मनां भूमयो कोऽर्थः यासु तानि सम्पेदिरे ता वन्दते जिनानां भगवतां सम्बन्धिनीः, न च=नैव वसति साधुजनविरहिते देशे बहुगुणेऽपि सुराजसुजनस्य समृद्ध्याद्यपेक्षया प्रभूतगुणेऽपि, धर्मक्षतिकारित्वादिति ।। २३६ ।। ટીકાર્થ ઃ निष्क्रमण । .... ારિત્વાિિત ।। ભગવાનના સંબંધવાળા નિષ્ક્રમણ-જ્ઞાન-નિર્વાણ-જન્મની ભૂમિઓ જેમાં તેઓ સંપન્ન થાય તે ભૂમિને વંદન કરે છે. સાધુજન રહિત બહુગુણવાળા પણ દેશમાં=સારું રાજ્ય હોય, પાણીથી સહિત હોય અને ધાન્યની સમૃદ્ધિ હોય તે અપેક્ષાએ ઘણા ગુણવાળા પણ દેશમાં, વસતો નથી; કેમ કે ધર્મક્ષતિકારીપણું છે. ૨૩૬।। ભાવાર્થ: વિવેકી શ્રાવક સાધુધર્મના અત્યંત અર્થી હોય છે; કેમ કે મોક્ષનો પ્રબળ ઉપાય સાધુધર્મ છે, તેથી સાધુધર્મની શક્તિના સંચય માટે જે ભૂમિમાં તીર્થંકરોએ સંયમ ગ્રહણ કર્યું છે, તે ભૂમિને જોઈને ભગવાનના ગૃહવાસના નિષ્ક્રમણનું સ્મરણ કરીને જાણે સાક્ષાત્ સંયમની શક્તિનો સંચય ક૨તા ન હોય તેવા ઉલ્લાસથી વંદે છે. વળી શ્રાવકે સંયમ ગ્રહણ કરીને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું છે, તેવો દૃઢ પરિણામ વર્તે છે, તેથી તીર્થંકરોની જ્ઞાનની ઉત્પત્તિની ભૂમિને વંદન કરે છે અને વિચારે છે કે આ પવિત્ર ભૂમિમાં ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, માટે આ ભૂમિ પણ અત્યંત પૂજ્ય છે. એ પ્રમાણે ભાવન કરીને કેવળજ્ઞાન પ્રત્યે પોતાનો રાગ અત્યંત પ્રવર્ધમાન થાય તે પ્રકારે વિવેકી શ્રાવક સદા યત્ન કરે છે. વળી વિવેકી શ્રાવકને મનુષ્યજન્મનું અંતિમ ફળ નિર્વાણ જ દેખાય છે અને તીર્થંકરોએ નિર્વાણ જે ભૂમિમાં પ્રાપ્ત કર્યું છે, તે ભૂમિને જોઈને તે તે ભૂમિનું સ્મરણ કરીને તે ભૂમિને સદા વંદન કરે છે અને વંદન કરીને ભગવાનની જેમ સાક્ષાત્ તેવી અવસ્થાની પ્રાપ્તિ માટે ઉત્કંઠા અતિશય કરે છે. વળી સંસારમાં કોઈક ક્ષેત્ર અનેક ગુણોથી યુક્ત હોય જેના કારણે બાહ્ય સર્વ પ્રકારની સમૃદ્ધિની પ્રાપ્તિ જ્યાં સુલભ હોય તોપણ સુસાધુના આગમનથી રહિત તે દેશ હોય તો શ્રાવક ત્યાં વસતા નથી; કેમ કે સર્વવિરતિના અત્યંત અર્થી એવા શ્રાવકોને સાધુદર્શનથી રહિત ક્ષેત્ર ઉજ્જડ ક્ષેત્રતુલ્ય ભાસે છે. તેથી ફલિત થાય કે શ્રાવકનું ચિત્ત હંમેશાં સંયમ, કેવળજ્ઞાન અને સિદ્ધ અવસ્થામાં પ્રબળ રાગવાળું હોય છે અને તેના ઉપાયભૂત સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે અને જે તેવા નથી, તે પરમાર્થથી શ્રાવક નથી. II૨૩૬॥ ગાથા: परतित्थियाण पणमणउब्भावणथुणणभत्तिरागं च । सक्कारं सम्माणं, दाणं विणयं च वज्जेई ।। २३७ ।।
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy