SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ઉપશામાલા ભાગ-૨ | ગાથા-૩૮૦-૮૧ ટીકાર્ય : જીજે - રતિ | સ્વછંદ પોતાના અભિપ્રાય પ્રમાણે, ગુરુની આજ્ઞા વિના જવું, ઊઠવું, સવું છે જેને તે સ્વચ્છેદ ગમન-ઉત્થાન-પનવાળા છે. આથી જ આત્મીય ચરણથી=પોતાની બુદ્ધિથી કલ્પના કરાયેલા આચારથી, ભમે છેઃકરે છે, કેવા પ્રકારના છતા ? એથી કહે છે - સાધુના ગુણો જ્ઞાનાદિ શ્રમણગુણો તેમાં મુકાયો છે ત્યાગ કરાયો છે વ્યાપાર જેના વડે તે શ્રમણગુણમુક્ત થોગી છે. સર્વ ધનાદિ પાઠથી સમાસના અંતે છે= અણગુણમુક્તયોગી' શબ્દમાં ન અંતમાં છે. આથી જ=આમણગુણમુક્ત થોડી છે આથી જ, ઘણા જીવનો ક્ષય કરનારા છે અનેક પ્રાણીનો નાશ કરનારા છે, અનુસ્વાર અલાક્ષણિક છે, તેવા સાધુ ભમે છે=નિરર્થક ભટકે છે. આ૩૮૦ના ભાવાર્થ - જે સાધુ પરમગુરુની આજ્ઞા વિના અને પરમગુરુની આજ્ઞાનુસાર કહેનાર ગુરુ વિના પોતાના અભિપ્રાય અનુસાર જવું, ઊઠવું, સૂવું વગેરે ક્રિયાઓ કરે છે, વળી પોતાની બુદ્ધિ અનુસાર ચારિત્રની આચરણા કરે છે, તેઓ પાર્થસ્થા છે; કેમ કે સુસાધુએ પરમગુરુના વચનાનુસાર ચાલનારા ગીતાર્થ સાધુને પરતંત્ર જ જવું, ઊઠવું, સૂવું વગેરે ક્રિયા કરવી જોઈએ અને ચારિત્રની સર્વ આચરણા જિનવચનાનુસાર વિધિને જાણીને કરવી જોઈએ. જેઓ એ પ્રકારે કરતા નથી, તેઓ શમભાવના પરિણામથી રહિત છે, એથી પાર્શ્વસ્થા છે. વળી જેઓ સાધુના જ્ઞાનાદિ ગુણોથી મુકાયેલા વ્યાપારવાળા છે. તેથી અયતનાપૂર્વક સંયમની સર્વ ક્રિયા કરીને ઘણા જીવોના પ્રાણોને નાશ કરનારા છે, તેથી પાર્થસ્થા છે; કેમ કે શમભાવનો પરિણામ સમિતિ-ગુપ્તિમાં દઢ યત્ન કરે તેવા સાધુમાં સંભવે અને જે તે પ્રકારે ગુપ્તિઓથી યુક્ત નથી અને સંયમના પ્રયોજનથી સમિતિપૂર્વક ચેષ્ટા કરતા નથી, તેઓના સર્વ યોગો સંસારના કારણ છે, તેથી તે પાર્થસ્થા છે. ll૩૮ના ગાથા - वत्थि व्व वायपुनो, परिब्भमइ जिणमयं अयाणंतो । थद्धो निम्विन्त्राणो, बहुजीव न य पेच्छइ किंचि अप्पसमं ।।३८१।। ગાથાર્થ - વાયુથી ભરેલી બત્તિની જેમ જિનમતને નહિ જાણતો સ્તબ્ધ વિજ્ઞાન વગરનો પરિભ્રમણ કરે છે અને જુએ છે – પોતાના સમાન કંઈ નથી. ||૩૮૧|| લકા - बस्तिवच्चर्ममयो वातपूर्णो वायुपूरितोऽतिगर्वाध्मातत्वात् परिभ्रमति, जिनमतं मदगवौषधकल्पं सर्वज्ञवचनमजाननत एव स्तबः शरीरेऽपि दर्शितगर्वचिहनः, निर्विज्ञानो शानिनो गर्वाभावात्, न च नैव पश्यति किञ्चिदात्मसममत्युत्सेकाज्जगदपि न्यूनं मन्यत इति ।।३८१।।
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy