SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશામાલા ભાગ-૨ ગાયા-૨૮૧૨૮૨ ૨૦૯ ટીકાર્ય : વિધ્યો ... મત તિ / બલિની જેમ ચામડાની બલિની જેમ, વાયુથી પૂર્ણ થવા ભરેલ, પરિણામણ કરે છે; કેમ કે અતિ ગર્વથી ફુલવાપણું છે, જિનમતને=માનરૂપી રોગને દૂર કરવામાં ઔષધ જેવા સર્વશના વચનને, નહિ જાણતો આથી જ સ્તબ્ધ=શરીરમાં પણ દેખાડાયું છે ગર્વનું ચિહ્ન જેના વડે એવા, વિજ્ઞાન વગરના વિજ્ઞાન વગરનો કેમ કહ્યો ? એથી કહે છે – શાનીને ગર્વનો અભાવ હોય છે, પોતાના સમાન કંઈ જોતો નથી જ અભિમાનથી જગતને પણ ચૂન માને છે. ૩૮૧II ભાવાર્થ જે સાધુ અત્યંત અભિમાનવાળા છે તેઓ માન-કષાયથી ફુલાઈને વાયુથી ભરેલી બસ્તિની જેમ પરિભ્રમણ કરે છે અને માને છે કે અમે જગતને ઉપકાર કરનારા છીએ, ત્યાગી છીએ, માટે લોકોએ અમને પૂજવા જોઈએ, તેઓ પાર્શ્વસ્થા છે; કેમ કે જિનમતને જાણતા નથી, કેમ જાણતા નથી ? એથી કહે છે – મદરૂપી રોગનો નાશ કરવામાં ઔષધ સરખું સર્વજ્ઞનું વચન છે, તેથી જો સર્વજ્ઞના વચનને જાણતા હોય તો મદનો પરિહાર કરીને કષાયોનું ઉન્મેલન થાય તે પ્રકારે યત્ન કરે તેને બદલે સંયમની આચરણા કરીને મદરોગની વૃદ્ધિ કરે છે, માટે જિનમતને જાણનારા નથી. વળી શરીરમાં પણ મદનાં ચિહ્નો દેખાડે છે, તેથી સ્તબ્ધ છે. વળી શાસ્ત્ર ભણ્યા હોય તોપણ જ્ઞાનના અભાવવાળા છે; કેમ કે અભિમાનથી આખા જગતને તણખલા સરખું પોતાનાથી ન્યૂન માને છે, તેથી પાર્શ્વસ્થા છે; કેમ કે સુસાધુ હંમેશાં સમભાવની વૃદ્ધિ થાય તે રીતે સંયમયોગમાં યત્ન કરે છે અને જેઓ કષાયવાળા રહે છે, તેઓ પરમાર્થથી સુસાધુ નથી, પાર્થસ્થા છે. ll૩૮ચા ગાથા - सच्छंदगमणउट्ठाणसोयणो, भुंजई गिहीणं च । पासत्थाई ठाणा, हवंति एमाइया एए ।।३८२।। ગાથાર્થ : સ્વછંદ જવા-ઊઠવા-સૂવાવાળો, ગૃહરથની વચ્ચે આહાર કરે છે, એ વગેરે આ પાર્શ્વરથાદિ સ્થાનો છે. Im૩૮રા ટીકા - स्वच्छन्दगमनोत्थानस्वपन इति पूर्ववत् किमर्थं पुनरुपादानमिति चेत्, सर्वे गुणा गुणवत्पारतन्त्र्यसाध्या
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy