________________
ઉપદેશમાલા ભાગ-૨/ગાથા-પ૪
અવતરણિકાર્ય :
દુષ્કરતાને કહે છે=સંક્ષિણ ભાવ કર્યા પછી ક્ષણભર પોતાનો સંક્લિષ્ટ ભાવ જણાય તોપણ ફરી ઉધમપૂર્વક વિશુદ્ધ પદમાં જવું દુષ્કર બને છે. એને કહે છે –
ગાથા -
उज्झेज्ज अंतरे च्चिय, खंडियसबलादउ व्व होज्ज खणं ।
ओसनो सुहलेहड, न तरिज्ज व पच्छ उज्जमिउं ।।२५४।। ગાથાર્થ :
વચમાં ત્યાગ કરે સંયમ ગ્રહણ કર્યા પછી અમુક કાળના પાલન પછી ત્યાગ કરે અથવા ક્ષણ શીઘ ખંડિત અને શબકતાદિવાળો થાય, અવસજ્જ સુખશાતામાં લંપટ પાછળથી ઉધમ કરવા માટે સમર્થ થતો નથી. રિપઝા ટીકા -
उज्झेत् त्यजेत् गृहीतमप्यन्तर एव अपान्तराल एव संयममिति गम्यते खण्डनाशबलतादयो वा भवेयुः क्षणं संयमस्यैव प्रमादात्, तत्र खण्डना एकादिमूलगुणविराधना, शबलता लघुबह्वतिचारता, आदिशब्दात् सर्वाभावो वा, तथाऽवसत्रः सन् 'सुहलेहडो' त्ति वैषयिकसातलम्पटः, 'न तरिज्ज व' ति न शक्नुयाद् वा पश्चादुद्यन्तुमुद्यमं कर्तुमिति ।।२५४।। ટીકાર્ય :
કોન્ ... કરિ | ગ્રહણ કરાયેલું પણ સંયમ વચમાં જ અપાંતરાલમાં જ, ત્યાગ કરે અથવા સંયમના જ પ્રમાદધી સણ=શીઘ ખંડિત અને શબકતાદિવાળો થાય, ત્યાં=ખંડિત શબલતાદિમાં ખંડના એક વગેરે મૂલગુણનું વિરાધન છે, શબલતા અલ્પ-બહુ અતિચારતા છે અથવા આદિ શબદથી સર્વનો અભાવ થાય અને અવસન્ન થયો છતો વૈષયિક શાતામાં લંપટ પાછળથી ઉધમ કરવા માટે સમર્થ થતો નથી. પરપઝા ભાવાર્થ :
સંયમ ગ્રહણ કર્યા પછી કોઈ જીવ પ્રમાદવશ થાય તો તેની શુદ્ધિ જીવ માટે અતિ દુષ્કર બને છે. તેથી કેટલાક જીવો સંયમ ગ્રહણ કર્યા પછી વચમાં જ સંયમનો ત્યાગ કરે છે. તેના કારણે સંયમને અભિમુખ પરિણામ રહેતો નથી અને કેટલાક સાધુવેષમાં જ રહે છે, તોપણ એક વગેરે મૂલગુણની વિરાધનારૂપ ખંડિત ચારિત્રવાળા થાય છે. કેટલાક અલ્પ પ્રમાદવાળા ઘણા અતિચારો સેવીને શબલ ચારિત્રવાળા થાય છે. વળી ઘણા ચારિત્રના વેષમાં હોવા છતાં સંપૂર્ણ ચારિત્રના અભાવવાળા થાય છે.