SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૫૦-૨પ૭, ૨૫૮ તેઓ ભવાંતરમાં નરક-તિર્યંચાદિ દુર્ગતિને પ્રાપ્ત કરશે, તેના શોધનનો કોઈ ઉપાય રહેશે નહિ; કેમ કે તે ભવમાં માર્ગાનુસારી બોધ થવો દુષ્કર હોય છે અને મૂઢમતિને કારણે શશિ રાજાની જેમ કોઈ કહે કે મારા પૂર્વભવના દેહને પીડા કરો, તેનાથી કોઈ શુભ અધ્યવસાય થાય નહિ, જે કર્મને નાશ કરી શકે, પરંતુ પૂર્વભવમાં પ્રમાદવશ સંક્લિષ્ટ ભાવો કર્યા પછી કોઈક રીતે વિવેકથી તે ભવમાં જાગે તો તેઓ પોતાનું રક્ષણ કરી શકે છે, અન્યથા બંધાયેલું ક્લિષ્ટ કર્મ જીવને દુર્ગતિની પરંપરામાં નાખીને વિનાશ જ પ્રાપ્ત કરાવે છે. જેમ સાવદ્યાચાર્યએ સાધુજીવનમાં સંયમ પાળ્યા પછી ઉત્સુત્ર ભાષણનો સંક્લિષ્ટ પરિણામ કર્યો તો અનંતકાળ સુધી ફરી માર્ગની પ્રાપ્તિ દુર્લભ થઈ. જો તે જ ભવમાં પાછળથી પશ્ચાત્તાપ કરીને શાસ્ત્રમર્યાદાનુસાર શુદ્ધિ કરી હોત તો તે અનંતકાળની કદર્થના પ્રાપ્ત થાત નહિ. રપ-૨પણા અવતરણિકા - तदिदमवेत्यઅવતરણિતાર્થ - તે આને જાણીને શશિ રાજા અને સુરપ્રભ રાજાના દષ્ટાંતથી સંક્લિષ્ટ શુદ્ધિનો ઉપાય આ ભવમાં છે, અન્ય ભવમાં નથી તે આને જાણીને, શું કરવું જોઈએ ? તે બતાવે છે – ગાથા - जावाऽऽउ सावसेसं, जाव य थेवो वि अस्थि ववसाओ । ताव करेज्जऽप्पहियं, मा ससिराया व सोइहिसि ।।२५८।। ગાથાર્થ : જ્યાં સુધી આયુષ્ય બાકી છે અને જ્યાં સુધી થોડો પણ વ્યવસાય છે–ચિત્તનો ઉત્સાહ છે, ત્યાં સુધી આત્મહિતને કર, તો પાછળથી શશિ રાજાની જેમ શોક કરીશ નહિ. II૫૮ ટીકાઃ यावदायुर्जीवितं सावशेष किञ्चिदास्ते यावच्च स्तोकोऽप्यस्ति व्यवसायश्चित्तोत्साहस्तावत् कुरु समाचर आत्महितमनुष्ठानमिति, शिष्यश्चोद्यते मा शशिराजवत् शोचिष्यसि शोकं करिष्यसि પશ્ચાવિતિ ર૧૮ાા ટીકાર્ચ - વાવવા પડ્યાવિતિ છે જ્યાં સુધી આયુષ્યઃજીવિત, કંઈક બાકી છે અને જ્યાં સુધી થોડો પણ વ્યવસાય છે=ચિત્તનો ઉત્સાહ છે=મારે મારા આત્માનું હિત કરવું છે એ પ્રકારની નિર્મળ બુદ્ધિ છે, આત્મહિતવાળું અનુષ્ઠાન કર, એ પ્રમાણે શિષ્યને પ્રેરણા કરાય છે, શશિ રાજાની જેમ પાછળથી શોક કરીશ નહિ. રિપ૮
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy