SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઉપદેશમાલા ભાગ-૨T ગાથારપાળ ગાથા - को तेण जीवरहिएण संपयं, जाइएण होज्ज गुणो ? । जइ सि पुरा जायंतो, तो नरए नेव निवडतो ।।२५७।। ગાથાર્થ : હાલમાં કદર્થના કરાયેલા જીવરાહિત તેના વડે શરીર વડે, કયો ગુણ થશે ? જો પૂર્વમાં તે (શરીરને) પીડા કરી હોત, તો નરકમાં પડત જ નહિ. રિપના ટીકા : कस्तेन जीवरहितेन साम्प्रतं यातितेन कदर्थितेन भवति गुणः ? न कश्चिदित्यर्थः । 'जइ सि त्ति' यदि पुनः पुरा तदैव यातयेस्तपश्चरणकरणैस्ततो नरके नैव निपतेस्त्वमिति ।।२५७।। ટીકાર્ય : સ્તન — વિપતે ત્વિિ વર્તમાનમાં જીવરહિત યાતિત એવા તેના વડે કદર્થના કરાયેલા પૂર્વભવના શરીર વડે, કયો ગુણ થાય ? અર્થાત કોઈ ગુણ ન થાય. જો વળી પહેલાં પૂર્વના મનુષ્યભવમાં, તેને જન્નતે શરીરને જ, તપ અને ચારિત્ર કરવા વડે પીડા કરી હોત, તો નરકમાં ન જ પડ્યો હોત. રપ૭ના ભાવાર્થ : શશિ રાજા અને સુરપ્રભ રાજા બન્ને પૂર્વભવમાં ભાઈઓ હતા, સુરપ્રભ રાજા બોધ પામીને સંયમ ગ્રહણ કરે છે અને દેવલોકમાં જાય છે. શશિ રાજા વિષયોમાં લંપટ થઈને ત્રીજી નરકમાં જાય છે. ભાઈ પ્રત્યેના સ્નેહથી સુરપ્રભ દેવ નરકમાં શશિ રાજાના જીવ પાસે જાય છે, ત્યારે નરકમાં રહેલા શશિ રાજાનો જીવ ભાઈને કહે છે – પૂર્વભવમાં મેં શરીરના લાલનમાં સુખ માન્યું, તેથી નરકમાં પડ્યો છું, માટે મારા પૂર્વભવના તે શરીરને તું જઈને પીડા કર. શશિ રાજાના જીવનો આ પ્રકારનો મૂઢતામાંથી ઊઠેલો પરિણામ હતો; કેમ કે પૂર્વભવમાં મિથ્યાત્વને દઢ કરેલું, તેથી નરકની પ્રાપ્તિ થઈ. તેથી ફલિત થાય છે કે સંક્લિષ્ટ થયેલા જીવને આ ભવમાં પશ્ચાત્તાપ થાય તો તપ દ્વારા દેહના પીડનથી વિશુદ્ધિ થાય, પરંતુ નરકાદિ દુર્ગતિમાં જાય તો પૂર્વના દેહના પીડનથી શુદ્ધિ થાય નહીં, છતાં મૂઢતાને વશ, તે વિચારે કે મારા પૂર્વભવના દેહને પીડા આપવાથી મારું કર્મ જશે તે શક્ય નથી. આથી જ પોતાના ભાઈને સુરપ્રભ દેવ કહે છે કે આ તારો અજ્ઞાન પ્રલાપ છે; કેમ કે જીવરહિત એવા પૂર્વભવના દેહને પીડા કરવાથી કોઈ ગુણ નહિ થાય, જો તેં પૂર્વભવમાં તપ અને ચારિત્ર દ્વારા દેહને પીડા આપી હોત તો નરકમાં પડત નહિ. તે રીતે જેઓ વર્તમાનમાં સંક્લિષ્ટ ભાવવાળું શ્રમણપણું પાળીને પાછળથી પણ ઉદ્યમ કરતા નથી,
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy