________________
૧૧૬
ગાથા:
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૩૧૯
उव्वेयओ य अरणामओ व अरमंतिया य अरई य । कलमलओ अणेगग्गया य कत्तो सुविहियाणं ? ।। ३१८ । ।
ગાથાર્થઃ–
ઉદ્વેગ, અરણામય, અરમંતિકા=ધર્મધ્યાનથી વિમુખતા, અરતિ, ક્લમલ=વિષયોની અપ્રાપ્તિથી ચિત્તનો ક્ષોભ અને અનેકાગ્રતા સુવિહિતોને ક્યાંથી હોય ? II૩૧૮||
ટીકા ઃ
उद्वेग एवोद्वेगकः मनाग्धर्मधृतेश्चलनं चशब्दाः स्वगतानेकभेदसूचनार्थाः अरणं प्रक्रमाद् विषयेषु गमनम्, तदेवामयश्चित्तरोगो अरणामयः, रममाणा रमन्तीति धर्मध्याने क्रीडन्ती चित्तचेष्टोच्यते सेव रमन्तिका न रमन्तिकाऽरमन्तिका धर्मध्यानवैमुख्यमित्यर्थः, अरतिर्गाढं चित्तोद्वेगः, कलमलको विषयलौल्यात् तदप्राप्तौ चेतसः क्षोभः, अनेकाग्रता इदं परिधास्ये इदं पास्याम्येतद् भक्षयिष्यामीत्यादि चित्तविसंस्थुलता, एतत् सर्वमपि कुतः सुविहितानां ?, धर्मशुक्लध्यानभावितचित्तत्वान्नैवेत्यभिસન્ધિઃ ।।૮।।
ટીકાર્થ ઃ
*****
उद्वेग મિસન્ધિઃ ।। ઉદ્વેગ જ ઉદ્વેગક=ધર્મધૃતિથી થોડું ચલાયમાન થવું, ચ શબ્દો સ્વગત અનેક ભેદોના સૂચન માટે છે. અરણ=પ્રક્રમથી વિષયોમાં જવું, તે જ આમય=ચિત્તનો રોગ, અરણામય છે. રમન્ની=ધર્મધ્યાનમાં ક્રીડા કરતી ચિત્તની ચેષ્ટા કહેવાય છે. તે જ રમત્તિકા, ન રમત્તિકા અરમત્તિકા એ ધર્મધ્યાનથી વિમુખપણું છે. અરતિ ગાઢ ચિત્તનો ઉદ્વેગ છે, કલમલક=વિષયની લોલુપતાથી તેની અપ્રાપ્તિમાં ચિત્તનો ક્ષોભ છે. અનેકાગ્રતા=આ હું પહેરીશ’, ‘આ હું પીશ', ‘આ હું ખાઈશ’ ઇત્યાદિ ચિત્તની વિહ્વળતા છે. એ સર્વ પણ સુવિહિતોને ક્યાંથી હોય ? ધર્મધ્યાન= શુક્લધ્યાનથી ભાવિત ચિત્તપણું હોવાને કારણે નથી, એ પ્રકારની અભિસંધિ છે. I૩૧૮II
ભાવાર્થ:
સુસાધુને અતિ કોઈ સંયોગમાં થતી નથી. તે બતાવવા માટે કહે છે
સુસાધુને ધર્મવૃત્તિથી થોડું ચલન થવા રૂપ ઉદ્વેગ થતો નથી, પરંતુ ધર્મની વૃદ્ધિ માટે સતત ઉઘમ કરે છે. ઉદ્વેગ અવાંતર અનેક ભૂમિકાવાળો છે. તે સર્વ ઉદ્વેગના ભેદના પરિહારપૂર્વક ધર્મની વૃદ્ધિ થાય, તે પ્રકારે સાધુ ઉદ્યમ કરનારા છે. વળી વિષયોમાં ગમનરૂપ ચિત્તનો રોગ સાધુને વર્તતો નથી અર્થાત્ ધર્મધ્યાનમાં અરતિ સ્વરૂપ વિષયોમાં ગમનનો પરિણામ છે અને તે ચિત્તનો રોગ છે. જેમનું ચિત્ત વિષયોમાં
-