SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨T ગાથા-૦૨-૩૦૩ ગાથા - निच्छोडण निब्भंच्छण, निरणुवत्तित्तणं असंवासो । कयनासो य असम्मं, बंधइ घणचिक्कणं कम्मं ।।३०३।। ગાથાર્થ - નિછોટન, નિર્ભર્સન, નિરનુવર્તિત્વ, અસંવાસ, કૃતનાશ, અસામ્ય (આને આચરતો જીવ) ઘન ચીકણાં કર્મ બાંધે છે. ll૩૦૩ll ટીકા : निश्छोटनं निर्भर्त्सनमनुस्वारलोपानिरनुवर्तित्वम् असंवासः कृत-नाशश्चासाम्यम् एतान्यपि क्रोधशब्देनोच्यन्ते तत्कार्यत्वात्, फले हेतूपचारादेतान्याचरन् जन्तुर्बध्नाति ‘घणचिक्कणं' गाढं નિવિ # જ્ઞાનાવિરતિ પારૂ૦રૂા ટીકાર્ય : નિચ્છન્ન ... નાનાવરારિ I તિરછોટા=અંગુલીથી તર્જન, નિર્ભર્જન ગાથામાં અનુસ્વારનો લોપ છે, નિરનુવતિત્વ, અસંવાસ=ક્રોધને કારણે તેનાથી દૂર રહેવું તે, કૃતનાશ=કરેલા કાર્યનો ક્રોધથી નાશ કરવો, અસામ્ય=સાય પરિણામનો અભાવ, આઓ પણ ક્રોધ શબ્દથી કહેવાય છે; કેમ કે તેનું કાર્યપણું છે=દોધનું કાર્યપણું છે, માટે ક્રોધના ફલમાં હેતુના ઉપચારથી ક્રોધ કહેવાય છે. આ બધાને આચરતો જીવ ઘન ચીકણાં કમ=ગાઢ નિબિડ જ્ઞાનાવરણી આદિ કર્મોને બાંધે છે. ૩૦૩ ભાવાર્થ : જીવમાં ક્રોધનો પરિણામ તરતમતાથી અનેક પ્રકારે પ્રગટ થાય છે. તેના કારણે ક્રોધ અનેક પ્રકારના કાર્યરૂપે અભિવ્યક્ત થાય છે અને તે કાર્યકાળમાં ક્રોધનો સ્વભાવ જ વિશેષરૂપે અનુવર્તન પામતો હોય છે. જેમાં સામાન્યથી કોઈને કોઈ પ્રત્યે ક્રોધ થાય, ત્યારે ચિત્તમાં તે પ્રકારનો અંત:તાપનો પરિણામ થાય છે અને વિશેષ નિમિત્તને પામીને કલહરૂપે અભિવ્યક્ત થાય છે, ત્યારે તે કલહકાળમાં પણ ચિત્તમાં ક્રોધનો પરિણામ વર્તે છે. વળી કોઈને ક્રોધ થયા પછી તેના પ્રત્યે ખાર રહે છે અર્થાત્ સંયોગ આવશે. તો હું તેને બરાબર હેરાન કરીશ, તે પ્રકારના ચિત્તના ખારને ધારણ કરે છે, તે પણ અંતરમાં થયેલું ક્રોધનું કાર્યવિશેષ છે. કોઈકના ઉપર મત્સર થાય તે પણ ક્રોધનું કાર્ય છે; કેમ કે બીજાની સંપત્તિ જોઈને કે બીજાના આદર-સત્કારાદિ જોઈને મત્સર થાય છે, ત્યારે ચિત્તમાં તે ભાવો પ્રત્યે ક્રોધનો પરિણામ અનુસૂતરૂપે છે, તેના કાર્યરૂપે બીજા ઉપર મત્સર થાય છે. ટીકામાં પરસ્પર મત્સર લખ્યું છે, તે સ્થાને પર ઉપર મત્સર એ પ્રમાણે પાઠ હોવાની સંભાવના છે. વળી અનુશય એ પણ ક્રોધનો જ તે પ્રકારનો પરિણામ વિશેષ છે. ચંડત્વ એ પણ ક્રોધનું જ વિશિષ્ટ ઉગ્ર સ્વરૂપ છે. અનુપશમતત્ત્વની ભાવનાથી
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy