SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ઉપદેશમાલા ભાગ-૨ | ગાજર ગાથા - कालस्स य परिहाणी, संजमजोगाइं नत्थि खित्ताइं । जयणाए वट्टियव्वं, न हु जयणा भंजए अंगं ।।२९४।। ગાથાર્થ - કાળની પરિહાની છે, સંયમને યોગ્ય ક્ષેત્રોનથી,યતનાથી વર્તવું જોઈએ, યતના અંગનો-સંયમરૂપ શરીરનો, નાશ કરતી નથી. પર૯૪ ટીકા : कालस्य वर्तमानरूपस्य परिहाणिहासः चशब्दात् तद्हासेन द्रव्यक्षेत्रभावानामपि, अत एवाहसंयमयोग्यानि न सन्त्यधुना क्षेत्राणि, अतो यतनया आगमोक्तगुणदोषाश्रयणपरिहारलक्षणया वर्तितव्यं यापनीयम् । यतो न हु-नैव, यतना क्रियमाणा भनक्ति विनाशयत्यङ्गं प्रक्रमात् સંયમશારીરિ ર૧૪. ટીકાર્ય : વાત.... સંવનારીરીમતિ ા કાળની=વર્તમાનરૂપ કાળની, પરિહાની છે, જ શબ્દથી તેના હાસથી દ્રવ્ય-ક્ષેત્ર-ભાવોનો પણ હાસ છે, આથી જ કહે છે – હમણાં સંયમયોગ્ય ક્ષેત્રો નથી, આથી યતનાથી=આગમમાં કહેવાયેલા ગુણ-દોષના આશ્રયણ-પરિહારરૂપ થનાથી=આગમમાં કહેવાયેલા ગુણોનું આયણ અને દોષોના પરિહારથી વર્તવું જોઈએ. જે કારણથી કરાતી યતના અંગતોત્ર પ્રક્રમથી સંયમરૂપ શરીરનો, વિનાશ કરતી નથી જ. ૨૯૪ ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે સંઘયણ-કાળ આદિનું આલંબન લઈને ઘણા સાધુઓ નિરુઘમ થવાથી નિયમધુરાને મૂકે છે. વસ્તુતઃ બુદ્ધિમાન પુરુષે શું કરવું જોઈએ ? તે બતાવે છે – વર્તમાન કાળમાં સંયમને અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની પ્રાપ્તિ નથી અર્થાત્ સાધુ નિર્દોષ રીતે આચારો પાળી શકે તેવા સંયમના ઉપકરણની પ્રાપ્તિ દુર્લભ છે. વળી સંયમ સારી રીતે પાળી શકે તેવાં ક્ષેત્રોની પ્રાપ્તિ દુર્લભ છે. વળી અતિશય જ્ઞાની જે કાળમાં વર્તતા હતા, તેવો કાળ નથી અને જેવા ધૃતિ-બળ આદિ ભાવો પૂર્વના મહાત્માઓમાં હતા, તેવા વર્તમાનના જીવોમાં નથી. તે સર્વનું સમ્યગુ આલોચન કરીને શાસ્ત્રમાં કહેલી પદ્ધતિથી કઈ પ્રવૃત્તિ કરવાથી અધિક ગુણ થાય છે અને દોષની હાનિ થાય છે, તેનો નિપુણ પ્રજ્ઞાથી નિર્ણય કરીને સાધુએ વર્તવું જોઈએ. જેથી સંયમરૂપી શરીરનો નાશ થાય નહિ; કેમ કે સંયમ એ અંતરંગ ગુપ્તિના પરિણામરૂપ છે અને તે ગુપ્તિ માટે યત્ન કરવો હોય ત્યારે તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિ અનુસાર પકાયના પાલન વિષયક ઉચિત યતના કરવાથી સંયમનો પરિણામ રક્ષણ પામે
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy