________________
ઉપદેશમાલા ભાગ- ૨ | ગાથા-૨૮૦
ગાથાર્થ :
મનુષ્યભવમાં જીવે ત્યાં સુધી સંક્લેશ છે, સુખ તુચ્છ છે, ઉપદ્રવો ઘણા છે, નીચજનનો આક્રોશ છે અને અનિષ્ટ વાસ છે. ૨૮શા. ટીકા :
आजीवं प्राणधारणं यावत् सङ्क्लेशाश्चित्तविबाधेति समासः, सौख्यं वैषयिकं, तदपि तुच्छं निःसारम्, उपद्रवाश्चौर्यादिजन्या बहवः 'नीयजणसिट्ठणा वि य'त्ति प्राकृतलोकाक्रोशनं चेत्यर्थः । अनिष्टवासश्चानभिप्रेते स्थाने कुतश्चिद्धतोर्वसनं च मानुष्ये मनुष्यभवे भवति ।।२८२।। ટીકાર્ય :
ગાનીd . મવતિ | આજીવન=પ્રાણોને ધારણ કરે ત્યાં સુધી, સંક્લેશ છેઃચિતની વિબાધા છે, એ પ્રકારે સમાસ છે. વૈષયિક સુખ તે પણ તુચ્છ=નિઃસાર છે, ચોર આદિથી થતા ઉપદ્રવો ઘણા છે, નીચજનનું આક્રોશન=પ્રાકૃત લોકોનું આક્રોશન છે, અનિષ્ટ વાસ છે કોઈક હેતુથી અનભિપ્રેત સ્થાનમાં વાસ કરવો પડે છે. ૨૮૨ાા ભાવાર્થ
મનુષ્યભવમાં પણ જીવોને સામાન્ય રીતે બહુલતાએ કેવા પ્રકારનાં દુઃખો પ્રાપ્ત થાય છે, તે બતાવતાં કહે છે –
મનુષ્યભવમાં આખું જીવન ચિત્તની બાધારૂપ સંક્લેશ વર્તે છે; કેમ કે સંસારી જીવોને ધન મેળવવાની ચિંતા, કુટુંબની ચિંતા, જીવનવ્યવસ્થાની ચિંતા વગેરે અનેક ચિત્તની બાધાઓ વર્તે છે. વળી પુણ્યના સહકારથી વૈષયિક સુખ મળે છે, તે તુચ્છ હોય છે. આથી અસાર સુખ ભોગવે છે અને ચિત્તની બાધાથી વ્યાકુળ રહે છે. દેવલોક જેવાં સુખો મનુષ્યભવમાં નથી, વળી ચોર આદિના અનેક ઉપદ્રવો થાય છે, ત્યારે મનુષ્યો અનેક પ્રકારની વ્યાકુળતા અનુભવે છે. વળી તુચ્છ લોકો બીજા મનુષ્યોને આક્રોશ કરતા હોય છે, તે સર્વ સહન કરવું પડે છે. વળી સંયોગ અનુસાર પોતાને અનુકૂળ ન હોય તેવા સ્થાનમાં પણ નિવાસ કરવો પડે છે. આ પ્રકારે મનુષ્યભવમાં સંભવિત સર્વ ઉપદ્રવોનું યથાર્થ ભાવન કરવાથી ભવ પ્રત્યે ઉદ્વેગ થાય છે, તેથી ભવ પ્રત્યે ઉદ્વેગવાળો જીવ ભવના ઉચ્છેદ માટે ઉદ્યમ કરે છે. જોકે પારમાર્થિક ક્લેશો તો અંતરંગ કષાયજન્ય છે, તોપણ શીધ્ર બુદ્ધિને સ્પર્શે તેવા ક્લેશો મનુષ્યલોકમાં સર્વત્ર વ્યાપક હોય છે. તેના કારણે સંસારી જીવો હંમેશાં વિહ્વળતા અનુભવતા હોય છે એને જોવાથી જીવ ભવ પ્રત્યે વિરક્ત થાય છે અને મનુષ્યનાં સુખોથી વિરક્ત થયેલો જીવ ધર્મમાં ઉચિત પ્રવૃત્તિ કરીને હિત સાધી શકે છે અને જેઓ મનુષ્યભવમાં સ્પષ્ટ દેખાતા ઉપદ્રવોનું ભાવન કરતા નથી, તેઓ મૂઢ હોવાથી પ્રાપ્ત થયેલા ઉપદ્રવોથી પોતાનું રક્ષણ કરવા યત્ન કરે છે અને તુચ્છ વૈષયિક સુખમાં મૂઢ થઈને મનુષ્યભવ વ્યર્થ કરે છે. તેમને આત્માના હિતની ચિંતા થતી નથી, તેવા જીવોને તત્ત્વ જોવાની દૃષ્ટિ મળે તે માટે