SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૮૧-૨૮૨ ટીકા - तिर्यञ्चः कशा लता, अङ्कुशः शृणिः, आरा प्राजनकपर्यन्तवर्तिनी ता कशाश्चाङ्कुशाश्चाराश्च तासां निपातः वधो लकुटादिभिः, बन्धो रज्ज्वादिभिर्मारणं प्राणच्यावनं कशाङ्कुशारानिपाताश्च वधबन्धमारणानि च, तेषां शतानि नापि नैवेह लोकेऽप्राप्स्यन् परत्रान्यजन्मनि यदि नियमिता धर्मवन्तोऽभविष्यन्, इदमपि पापफलमित्याकूतम् ।।२८१।। ટીકાર્ય : તિર્થવ .... ત્યા તમ્ તિર્યંચો કશા=લતા-ચાબુક, અંકુશ=શુણિ, આરા=પ્રાજનક છે પર્વતમાં જે તે આરા, કશ અને અંકુશ અને આરા, તેના નિપાતો=તેનો માર, વધ=લાકડી આદિથી વધ, બંધ દોરડા આદિથી બાંધવું, મારણ=પ્રાણનો નાશ કરવો, અંકુશ-આરાનો માર અને વધબંધ-મારણ તેનાં સેંકડો દુઃખો આ લોકમાં પ્રાપ્ત કરત નહિ, જો પરત્ર અવ્ય જન્મમાં, નિયમિત થયા હોત=ધર્મવાળા થયા હોત, આ પણ=તિર્યંચોને પ્રાપ્ત થતાં કશાદિ દુ:ખો પણ, પાપફળ છે, એ પ્રકારનો અભિપ્રાય છે. ૨૮૧ ભાવાર્થ :- તિર્યંચભવમાં જીવો બહુલતાએ પાપપ્રકૃતિવાળા હોય છે, તેથી તેઓને મનુષ્યો દ્વારા ચાબુકો, અંકુશો અને તીણ આરાઓથી પીડા કરાય છે. લાકડી આદિથી વધ કરાય છે, દોરડા આદિથી બંધાય છે અને નકામા દેખાય ત્યારે મારી નંખાય છે. આ બધાં દુઃખો પ્રાપ્ત થવાનું કારણ તેમણે પૂર્વભવમાં આત્માને ધર્મથી નિયંત્રિત કર્યો નથી, તેથી સંસારમાં તિર્યંચ ગતિમાં પણ સુખ નથી, કોઈક રીતે પુણ્યના ઉદયથી બાહ્ય સુખ મળે તોપણ કષાયજન્ય ફ્લેશ સર્વત્ર વ્યાપક હોય છે, તેથી પ્રત્યક્ષથી દેખાતાં દુઃખોનું ભાવન કરવાથી પોતાનું ચિત્ત સંસારથી શીધ્ર વિરક્ત થાય છે અને જેનું ચિત્ત સંસારના પરિભ્રમણથી વિરક્ત થાય તે સંસારના વિચ્છેદના ઉપાયભૂત આત્માની અસંગ પરિણતિનો અર્થી બને છે. તેથી સંસાર પ્રત્યે ઉગ ઉત્પન્ન કરવામાં પ્રબળ કારણ તિર્યંચ ગતિમાં વર્તતાં પ્રત્યક્ષથી દેખાતાં શારીરિક દુઃખો ગ્રંથકારશ્રીએ બતાવ્યાં. તેથી વિચારે કે જો આ તિર્યંચોએ પૂર્વભવમાં કષાયને પરવશ થઈને પાપો કર્યા ન હોત તો તેના ફળરૂપે આવા અનર્થો પ્રાપ્ત થયા ન હોત, તેમ ભાવન કરવાથી વિવેકી પુરુષને પોતાના આત્મા ઉપર સંયમ રાખવાને અનુકૂળ સદ્વર્યનો ઉલ્લાસ થાય છે. ર૮શા અવતરણિકા :મનુષ્યભવમાં પણ સુખ નથી, પરંતુ અનેક પ્રકારના ક્લેશો છે. તેને સ્પષ્ટ કરે છે – ગાથા - आजीवसंकिलेसो, सुक्खं तुच्छं उवद्दवा बहुया । नीयजणसिट्ठणा वि य, अणिट्ठवासो य माणुस्से ।।२८२।।
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy