________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૮૨
૨૧૧
સંક્ષેપથી એ ફલિત થાય કે જેઓ મન-વચન-કાયાથી, કરણ-કરાવણ-અનુમોદનથી પાર્શ્વસ્થ વગેરે સર્વ સ્થાનોનો ત્યાગ કરે છે, તેઓ જ ભાવસાધુ છે, તેથી સ્વયં તે સ્થાનો સેવે નહિ, બીજાને તે સેવવાની પ્રેરણા કરે નહિ, એટલું જ નહિ પણ શિષ્યાદિ તે પાર્શ્વસ્થ સ્થાનોને સેવે નહિ, તેના માટે ઉચિત અનુશાસન આપે તેઓ જ ભાવસાધુ છે. અનાભોગાદિથી કે મનથી સેવન થઈ જાય તોપણ તેની શુદ્ધિ કરે છે, જેથી સંયમ સુસ્થિત રહે છે. વળી પાર્શ્વસ્થા વગેરે સ્થાન સેવતા હોય અને નિવર્તન પામે તેમ હોય છતાં ઉચિત અનુશાસન શિષ્યોને ન આપે તોપણ તેને પાર્શ્વસ્થપણાની પ્રાપ્તિ થાય. II૩૮૨ા
અનુસંધાન : ઉપદેશમાલા ભાગ-૩