________________
પ૯
ઉપદેશમાલા ભાગ- ૨ | ગાથા-૨૭૯૨-૨૭૩ निव्रणचरणाऽऽयुक्तो निरतिचारचारित्रोपेतः, किम् ? इष्टमर्थं मोक्षं प्रसाधयतीति तदिदमवेत्य मोक्षाक्षेपिणि दर्शनेऽप्रमादिना भाव्यम्, प्रमादात् तन्मालिन्योपपत्तेः ।।२७२।। ટીકાર્ય :
શોખ .... ૩૫. . શોભન પરિચ્છિત “છો' છેદનમાં (પા.ધા. ૧૧૪૧) એ પ્રકારે ધાતુથી પરિચ્છેદ છે જેમાં તે તેવું છેઃસુપરિચ્છિતિવાળું છે, સુપરિચ્છિત સખ્યત્વ છે જેને એ પ્રકારે સમાસ છે–દઢ સમ્યગ્દર્શનવાળો છતો જ્ઞાન વડે જોડાયેલા અર્થના સભાવવાળો=પ્રકાશિત થયેલા જીવાદિ તત્વવાળો, વ્રણ વગરના ચારિત્રથી યુક્ત=નિરતિચાર ચારિત્રથી યુક્ત, શું? એથી કહે છે – ઇષ્ટ અર્થરૂપ મોક્ષને સાધે છે, તેથી આને જાણીને ઈષ્ટ અર્થરૂપ મોક્ષને સાધે છે એને જાણીને, મોક્ષનો આક્ષેપ કરનાર એવા દર્શનમાં અપ્રમાદી થવું જોઈએ; કેમ કે પ્રમાદથી તેના=સમ્યગ્દર્શનના માલિત્યની ઉપપત્તિ છે. ર૭૨ ભાવાર્થ -
જે મહાત્માએ શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર સંસાર, મોક્ષ અને મોક્ષના ઉપાયરૂપ તત્ત્વ સુપરિચ્છિત કર્યું છે યથાર્થ જાણ્યું છે, એવો સમ્યક્તવાળો જીવ ભગવાનના વચનના રહસ્યને સૂક્ષ્મસૂક્ષ્મતર જાણવા સતત યત્ન કરે છે અને સમ્યજ્ઞાનના બળથી તે મહાત્મા જીવાદિ અર્થોના સભાવવાળો બને છે અને તેવો યથાર્થ બોધ થયા પછી શક્તિ અનુસાર ચારિત્રમાં યત્ન કરે અને અતિચાર રહિત ચારિત્રનું પાલન કરે તો ઇષ્ટ અર્થરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી સમ્યમ્ રીતે સેવાયેલું રત્નત્રય મોક્ષ અર્થનું પ્રસાધક છે. આથી સમ્યગ્દર્શન મોક્ષનો આક્ષેપ કરનાર છે; કેમ કે જેના હૈયામાં સમ્યગ્દર્શન સ્થિર થાય છે, તે મહાત્મા શક્તિ અનુસાર ચારિત્રમાં યત્ન કરવા અવશ્ય ઉત્સાહિત થાય છે; કેમ કે જ્ઞાન-ચારિત્રની વૃદ્ધિ તેને વર્તમાનમાં સુખરૂપે જણાય છે. આગામી કાળમાં પૂર્ણ સુખના ઉપાયરૂપ જણાય છે, તેથી સુખનો અર્થી જીવ નિર્મળ સમ્યક્તના બળથી સુખના ઉપાયના રહસ્યને જાણતો થાય તો અવશ્ય રત્નત્રયની પ્રાપ્તિ કરીને સુખની પરંપરાને પ્રાપ્ત કરે છે, એથી સમ્યગ્દર્શન મોક્ષપ્રાપ્તિમાં પ્રબળ કારણ છે, માટે જીવે સમ્યગ્દર્શનમાં અપ્રમાદથી યત્ન કરવો જોઈએ અર્થાત્ સંસારનું વાસ્તવિક સ્વરૂપ, મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ અને તેનો ઉપાય સુદેવ, સુગુરુ અને સુધર્મનું સેવન છે, એ પ્રકારે નિપુણપ્રજ્ઞાથી અવલોકન કરીને તેનાથી આત્માને ભાવિત કરવો જોઈએ, જેથી સમ્યગ્દર્શનમાં મલિનતા ન થાય. જેઓ સમ્યગ્દર્શન પામ્યા પછી પણ તે પ્રકારે અપ્રમાદ કરતા નથી, તેમના સમ્યગ્દર્શનમાં માલિન્યની પ્રાપ્તિ થાય છે, તેથી પાત થવાની પણ સંભાવના રહે છે, માટે સુખના અર્થીએ સર્વ પ્રકારની સુખની પરંપરાનું કારણ એવા સમ્યગ્દર્શનને વજની ભીંત જેવા દઢ ક્ષયોપશમભાવવાળું કરવા યત્ન કરવો જોઈએ. ૨૭શા અવતરણિકા -
રાહ ય