SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૪૦- ભાવાર્થ - કોઈ સાધુ રોગમાં ચિકિત્સા કર્યા વગર અંતરંગ વૃતિબળથી સંયમમાં યત્નશીલ હોય એવા મહાત્માને જોઈને વિવેકી જીવોને ધીર પુરુષો ભગવાનનું શાસન સેવી શકે છે તેમ જણાય છે. તેથી તેવા ધીર પુરુષો હંમેશાં પ્રવચનની શોભાને કરનાર છે. વળી રોગાદિ કાળમાં પણ પ્રમાદ વગર સંયમની ક્રિયાઓ કરતા હોય, તેથી ચારિત્રમાં ઉદ્યમવાળા છે. વળી સંવિગ્નવિહારી છે; કેમ કે મોક્ષના અભિલાષપૂર્વક સંયમની ઉચિત ક્રિયાઓ કરે છે અર્થાત્ નવકલ્પી વિહાર આદિ કરે છે, તેવા મહાત્માને જોઈને અન્ય સાધુઓએ સર્વ ઉદ્યમથી તેમની વેયાવચ્ચ કરવી જોઈએ, એ રીતે તેવા મહાત્માના ગુણોની અનુમોદનાથી પોતાને નિર્જરાની પ્રાપ્તિ થાય. Il૩૪ll ગાથા - हीणस्स वि सुद्धपरूगवगस्स नाणाहियस्स कायव्वं । जणचित्तग्गहणत्थं करेंति लिंगावसेसे वि ॥३४८।। ગાથાર્થ : હીન પણ જ્ઞાનાધિક એવા શુદ્ધ પ્રરૂપકનું ઉચિત કરવું જોઈએ, લિંગ અવશેષવાળામાં પણ લોકના ચિત્તના ગ્રહણ માટે (ઉચિતને) કરે છે. ll૩૪૮ ટીકા :__ हीनस्याऽपि चारित्रमधिकृत्य न्यूनस्याऽपि शुद्धप्ररूपकस्य यथावस्थितमागमं व्याचक्षाणस्य ज्ञानाधिकस्य कर्त्तव्यमुचितम्, अभ्युच्चयमाह-जनचित्तग्रहणार्थं लोकरञ्जननिमित्तं, मा भूत् प्रवचनमालिन्यं, परस्परमप्येते मत्सरिण इति प्रवादात् कुर्वन्ति सुसाधवो लिङ्गावशेषेपि पार्श्वस्थादिविषयमपि यदुचितमिति ।।३४८।। ટીકાર્ચ - રીના ચરિતપિત્તિ હીન પણ=ચારિત્રને આપીને ચૂત પણ, શુદ્ધ પ્રરૂપક યથાવસ્થિત આગમને કહેનારા, શાતાધિકનું ઉચિત કરવું જોઈએ, અમ્યુચ્ચયને કહે છે=સંવિઝપાક્ષિક વિષયક કર્તવ્ય બતાવ્યું, તેમ અન્ય વિષયક કર્તવ્યના અભ્યશ્ચયને કહે છે – લોકના ચિત્તના ગ્રહણ માટે= લોકરંજન નિમિતે, લિંગ અવશેષવાળામાં પણ=પાર્થસ્થાદિ વિષયક પણ, જે ઉચિત છે તેને સુસાધુઓ કરે છે, કેમ કરે છે ? એથી કહે છે – ‘પ્રવચનનું માલિત્ય ન થાવ' માટે કરે છે, કયા પ્રકારનું પ્રવચનમાલિન્ય ન થાઓ ? એથી કહે છે –
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy