SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ઉપદેશમાલા ભાગ-૨ગાથા-૩૦૪-૩૦૫, ૩૦૧-૩૦૭ છે અને માન-કષાયને વશ પરની નિંદા કરે છે. જો કે નિંદા ક્રોધ-કષાયનો ભેદ છે, તોપણ માનમાંથી કોઠેલ છે, માટે માનનું કાર્ય છે. વળી માની હોવાને કારણે લોકમાં બીજાને માન મળતું હોય ત્યારે સહન ન કરી શકે તે પ્રકારે અસૂયા થાય છે, તે પણ માનનું કાર્ય છે. માન-કષાયને વશ બીજાની હીલના કરે તે પણ માનનો જ પર્યાય છે. વળી માન-કષાયને વશ પોતાના ઉપકારીના ઉપકારને પણ ભૂલી જાય છે અને હું કંઈક અધિક છું તેમ માને તે નિરુપકારીપણું માનનું કાર્ય છે. વળી માની ગુણવાન પ્રત્યે પણ નિરવનામતાવાળા હોય છે અર્થાત્ નમ્ર બનતા નથી, પરંતુ અક્કડ રહે છે, તે માનનું જ કાર્ય છે. ગુણવાન પ્રત્યે અવિનયનો ભાવ એ પણ માન-કષાયનું કાર્ય છે. વળી માન-કષાયને વશ બીજાના સ્પષ્ટ ગુણો દેખાતા હોય તોપણ પ્રચ્છાદન કરે છે અને પોતાના ગુણો અધિક દેખાય તેવો યત્ન કરે છે. આથી વિદ્વાન પણ પોતાનાથી અધિક વિદ્વાનના ગુણોનું પ્રચ્છાદન કરી પોતાના અલ્પજ્ઞાનમાં અધિકતા દેખાડવા યત્ન કરે તે માન-કષાયનું કાર્ય છે. આ સર્વ માનના પરિણામોને કરીને જીવ દુર્ગતિઓમાં ભમે છે. એથી દુર્ગતિના પરિભ્રમણમાં પ્રબળ કારણભૂત આ સર્વ પરિણામો છે. II૩૦૪-૩૦પI અવતરણિકા :- अधुना मायापर्यायानाहઅવતરણિકાર્ય - હવે માયાના પર્યાયોને કહે છે – ગાથા - मायाकुडंगपच्छन्नपावया कूडकवडचणया । सव्वत्थ असब्भावो, परनिक्खेवावहारो य ॥३०६॥ ગાથાર્થ : માયા, કુડંગ, છાપાપતા, કૂટકપટ, વચના, સબ અસદ્ભાવ, પરનિક્ષેપનો અપહાર. [૩૦ ટીકા : माया कुडगः प्रच्छन्नपापता, कूटं कपटमनुस्वारलोपाद् वञ्चनता सर्वत्रासद्भावः परनिक्षेपापहारश्च T૩૦૬ ટીકાર્ય : માયા .... પદારશ્ય માયા, કુડંગકહેવામાં પોતાનો ભાવ ઢંકાયેલો રાખે તેવો, પ્રચ્છન્નપાપતા, ફૂટ-કપટ, ગાથામાં અનુસ્વારનો લોપ છે. વંચાતા, સર્વત્ર અસદ્ભાવ=પોતાનો જે ભાવ ન હોય તેવો બતાવવો, બીજાની થાપણ લઈ લેવી. ૩૦૬il
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy