SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૧૯-૩૦ ટીકાર્ય : શો ... તસ્વૈ િા શોક= સ્વજનના મરણ આદિમાં ચિતનો ખેદ, તેને, તીર્થંકર આદિ ઇચ્છતા નથી એમ અન્વય છે. સંતાપ તે જ શોક જ, અધિકતર સંતાપ છે તેને, અવૃતિ કોઈક ક્ષેત્રાદિમાં તેના વિયોગની બુદ્ધિરૂપ અધૃતિ, તેને, ૪ શબ્દો આ પણ ઉક્ત અર્થવાળા છે–તેના અવાજર ભેદના સૂચક છે. મજુત્રશોકના અતિરેકથી કાનનો વિરોધ, તેને, વૈમનસ્યને આત્મઘાત કરવો આદિ વિચારોને, જરાક રડવું તેને, મોટા શબ્દથી રડવું તેને સાધુધર્મમાં તીર્થકર વગેરે ઈચ્છતા નથી; કેમ કે તેનું સાધુધર્મનું, ચિતના સમાધાનથી સાધ્યપણું છે. ૩૧૯ ભાવાર્થ : સુસાધુ કોઈક નિમિત્તને પામીને શોકનો પરિણામ ન થાય તે પ્રકારે આત્માને તત્ત્વથી ભાવિત રાખે છે અને કષાયો-નોકષાયો તિરોધાન થાય તે પ્રકારે હંમેશાં યત્ન કરે છે. તેથી કોઈ વિષમ સંયોગ આવે ત્યારે તેમને શોકનો પરિણામ થતો નથી. ચિત્તનો સંતાપ થતો નથી, ક્ષેત્ર વગેરે પ્રતિકૂળ પ્રાપ્ત થાય તો અધૂતિ થતી નથી, ક્ષેત્ર આદિનો વિયોગ થશે, તેવો પરિણામ પણ થતો નથી. વળી કોઈક તેવા સંયોગમાં શોકના અતિશયથી કાનને બે હાથથી ઢાંકવા, ઇન્દ્રિયોનો વિરોધ કરવો વગેરે મજુભાવ સુસાધુને થતો નથી; કેમ કે સંસારની વિષમ સ્થિતિનું અત્યંત ભાવન કરીને નિમિત્ત અનુસાર શોકનો પરિણામ ન ઊઠે તેવી નિર્મળ બુદ્ધિવાળા હોય છે. વળી પ્રતિકૂળ સંયોગોને કારણે આત્મઘાતાદિના ચિંતવનરૂપ વૈમનસ્ય થતું નથી અર્થાતુ જલ્દી જીવન સમાપ્ત કરવાનો ભાવ થતો નથી. વળી અલ્પ રુદન કે અત્યંત રુદનરૂપ શોકનો પરિણામ પણ સુસાધુને થતો નથી. આ૩૧લા અવતરણિકા - गतं शोकद्वारमधुना भयद्वारमुररीकृत्याहઅવતરણિકાર્ચ - શોક દ્વાર પૂરું થયું. હવે ભદ્વારને આશ્રયીને કહે છે – ગાથા : भयसंखोहविसाओ, मग्गविभेओ बिभीसियाओ य । परमग्गदरिसणाणि य, दढधम्माणं कओ हुंति ?।।३२०।। ગાથાર્થ : ભય, સંક્ષોભ, વિષાદ, માર્ગવિભેદ, બિભીષિકા, પરમાર્ગનાં દર્શનો દઢધર્મવાળા સાધુને ક્યાંથી હોય? Il૩૨૦I
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy