SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪૪ ગાથાર્થ ઃ અશક્યને કરવા માટે સમર્થ નથી તો આ પોતાને આઘીન યતિયોગ્ય એવી સંયમની જયણાને કેમ કરતો નથી ? ||૩૪૪]] ૧૫૯ ટીકાઃ यदि तावदशकनीयमशक्यं भिक्षुप्रतिमादिकं न तरसि कर्तुं न शक्नोषि विधातुं तथाविधसंहननादिविकलत्वात् तत इमां किमिति केन हेतुना आत्मायत्तां स्वाधीनां न करोषि त्वं संयमयतनामनन्तरोक्तां समित्यादिपदेषु यथाशक्ति विधेयप्रतिषेध्यविधानप्रतिषेधनारूपामित्यर्थः । यतियोग्यं तपस्विनामुचितामिदानीन्तनसाधुभिरपि सति विवेके कर्तुं शक्यामित्यभिप्रायः ।। ३४४ ।। ટીકાર્થ - यदि ગામિત્વમિપ્રાયઃ ।। જો અશકનીયઅશક્ય એવી, ભિક્ષુપ્રતિમા વગેરેને કરવાને માટે તું સમર્થ થતો નથી; કેમ કે તેવા પ્રકારના સંઘયણ વગેરેનું વિકલપણું છે, તો આને=આત્માને આધીન અર્થાત્ પોતાને આધીન એવી સંયમયતનાને, કયા હેતુથી તું કરતો નથી ?=અનંતરમાં અર્થાત્ હમણાં કહેવાયેલી સમિતિ આદિ પદોમાં યથાશક્તિ વિધેય અને પ્રતિષેધ્યમાં, વિધાન અને પ્રતિષેધનારૂપ સંયમની થતનાને કયા હેતુથી કરતો નથી ? કેવી રીતે સંયમની યતના છે ? એથી કહે છે ..... યતિયોગ્યતપસ્વીઓને ઉચિત એવી સંયમયતનાને કેમ સેવતો નથી ? હમણાંના સાધુઓ વડે પણ વિવેક હોતે છતે કરવાને માટે શક્ય એવી યતનાને કેમ કરતો નથી ? એ પ્રકારનો અભિપ્રાય છે. ।।૩૪૪II ભાવાર્થ પોતાની પૂર્ણ શક્તિને ઉચિત રીતે પ્રવર્તાવવા માટે સુસાધુને ઉપદેશ આપતાં કહે છે પરમાર્થથી સાધુએ ભિક્ષુપ્રતિમા વગેરે કરીને અત્યંત અસંગભાવમાં જવા ઉદ્યમ કરવો જોઈએ, પરંતુ તેવા પ્રકારના સંઘયણ વગેરેના અભાવને કારણે ભિક્ષુપ્રતિમા વગેરે કે વિશિષ્ટ અભિગ્રહો ન થઈ શકતા હોય, તોપણ પોતાની ભૂમિકા અનુસાર સમિતિ-ગુપ્તિ વગેરેમાં કેમ તું યત્ન કરતો નથી, વસ્તુતઃ શક્તિના પ્રકર્ષથી મન-વચન-કાયા ગુપ્ત રહે તે રીતે અને સંયમના પ્રયોજનથી યતનાપૂર્વક કાયચેષ્ટા કરવામાં આવે તેવી ક્રિયાથી પણ સુસાધુ નિર્લેપ પરિણતિને પ્રગટ કરીને સુખપૂર્વક સંસારનો ક્ષય કરી શકે છે. તેથી બુદ્ધિમાન પુરુષે પોતાની શક્તિનું સમ્યગ્ સમાલોચન કરીને ત્રણ ગુપ્તિનું સામ્રાજ્ય અતિશય અતિશયતર થાય, તે પ્રકારે બાહ્ય સંયમની ક્રિયામાં શક્તિ અનુસાર યત્ન કરવો જોઈએ. જેથી મોહનાશને અનુકૂળ અંતરંગ શક્તિ લેશ પણ નિષ્ફળ ન થાય અને શક્તિના વૈકલ્યનું દુષ્ટ આલંબન લઈને મોહનાશને અનુકૂળ ઉચિત યત્નમાં પ્રમાદ ન થાય, તેમ યત્ન કરવો જોઈએ. II૩૪૪ -
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy