________________
૪
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા ૨૭૪-૨૭૫ ૨૭૬, ૨૭૭૨૭૮ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બાંધે છે, તેઓ દરેક દિવસે અસંખ્યાતા ક્રોડ વર્ષનું દેવલોકને અનુકૂળ કર્મ બાંધે છે. તેથી ધર્મના જઘન્ય પરિણામવાળાને પણ એક દિવસના અપ્રમાદથી ક્રોડો વર્ષનું દેવલોકનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી સુખના અર્થી એવા બુધ પુરુષે ઉત્તમ એવા વૈમાનિક સુખના કા૨ણીભૂત સમ્યક્ત્વમાં લેશ પણ પ્રમાદ ક૨વો જોઈએ નહિ. પરંતુ તુચ્છ અને અસાર એવા સંસાર સુખો પ્રત્યે ઉપેક્ષા કરીને ઉત્તમ એવા દેવલોકના સુખના કારણીભૂત ધર્મમાં અપ્રમાદ કરવો જોઈએ અને તે ઉત્તમ દેવલોકનું સુખ જ ધર્મમાં અપ્રમાદને કારણે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષસુખનું કારણ બનશે; કેમ કે વિવેકપૂર્વકના કરાયેલા ધર્મથી મળેલ દેવલોકનું સુખ પણ જીવને વિવેકયુક્ત ઉત્તમ પરિણામથી સંવલિત જ મળે છે. તેથી દેવભવમાં પણ અધિક અધિક ધર્મસેવનની શક્તિનો સંચય કરીને તે મહાત્મા પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક સુખવાળા મનુષ્યભવ અને દેવભવને પામીને અંતે પૂર્ણ સુખવાળા મોક્ષને પ્રાપ્ત ક૨શે અને તેવી સર્વ સુખની પરંપરાનું મૂળ બીજ સમ્યક્ત્વ છે, તેથી પ્રમાદવશ થઈને સમ્યક્ત્વને લેશ પણ મલિન કરવું જોઈએ નહિ, એ પ્રકારનો પ્રસ્તુત ત્રણ ગાથાનો સાર છે. II૨૭૪થી ૨૭૬ાા
અવતરણિકા :
तथाहि - धर्मेऽप्रमादिनामसति तथाविधसामग्रीवैकल्यादपवर्गे, नियमात् स्वर्गोऽत एव तद्गुणान् वर्णयति
-
અવતરણિકાર્થ :
તે આ પ્રમાણે=બુધ પુરુષે ધર્મમાં અપ્રમાદ કરવો જોઈએ એમ પૂર્વગાથામાં કહ્યું તે આ પ્રમાણે – ધર્મમાં અપ્રમાદીઓને તથાવિધ સામગ્રીના વૈકલ્યથી મોક્ષ નહિ હોતે છતે નિયમથી સ્વર્ગ છે. આથી તેના ગુણોનું વર્ણન કરે છે=સ્વર્ગના ગુણોનું વર્ણન કરે છે
-
ભાવાર્થ :
ગાથા-૨૭૨માં કહ્યું કે સુપરિચ્છિત સમ્યક્ત્વ જ્ઞાન અને ચારિત્રરૂપ ઇષ્ટ અર્થને પ્રાપ્ત કરાવે છે, તેવો દર્શન ગુણ મોક્ષનો આક્ષેપક છે, માટે તેમાં અપ્રમાદ કરવો જોઈએ અને જેઓ દર્શન ગુણમાં પ્રમાદવાળા છે, તેઓ વૈમાનિક આયુષ્યના પ્રબળ કારણીભૂત એવા સમ્યગ્દર્શનમાં પ્રમાદ કરીને ઘણા સુંદર દેવલોકનાં સુખોને ગુમાવે છે, તે અત્યાર સુધી બતાવ્યું. હવે જેઓ રત્નત્રયરૂપ ધર્મમાં અપ્રમાદી છે, છતાં તેવી સામગ્રીના અભાવને કારણે મોક્ષને પ્રાપ્ત કરી શકે તેમ નથી, તે જીવોને ધર્મના સેવનથી નક્કી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આથી સ્વર્ગના ગુણોનું વર્ણન કરે છે, તે ગુણોને સાંભળીને તેના ઉપાયભૂત ધર્મને સેવવાનો દૃઢ ઉત્સાહ થાય છે.
ગાથા =
दिव्वालंकारविभूसणाई, रयणुज्जलाणि य घराई । रूवं भोगसमुदओ, सुरलोगसमो कओ इहयं ।।२७७।।